CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 141 of 144 - CIA Live

July 23, 2018
suratairport1.jpg
1min11480

ગુજરાતના જ નહીં બલ્કે ભારતના બિઝનેસ સિટી તરીકે ઝડપથી વિકસી રહેલા સુરત શહેરનું એરપોર્ટ હવે 24 કલાક ધમધમતું થશે એવી સત્તાવાર જાહેરાત એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરી દેવામા આવી છે. અત્યાર સુધી ફક્ત ફ્લાઇટના સમયે જ સુરત એરપોર્ટ એક્ટિવ રહેતું હતું પરંતુ, હવે 24 કલાક, રાતદિવસ સુરત એરપોર્ટ પર ધમધમતું રહેશે. તેની સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટના નડતરરૂપ સ્લોટના માર્ગ આસાન બની ગયા છે. ઉપરાંત હયાત ટર્મિનલ બિલ્ડિંગને એક્સટેન્ડ કરવાનું તેમજ નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણના કામને સૈદ્ધાંતિક મંજૂરી પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપી હોવાની વિગતો સાંપડી છે.

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સની સંખ્યા વધવા સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટેના ચક્રો ગતિમાન થયા હતા. સુરતની સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ તરીકે શારજાહ-સુરતની ફ્લાઇટની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. પરંતુ, આ ફ્લાઇટ ઇન્ટરનેશનલ ઓપરેશન્સ હોઇ, સ્લોટનો પ્રોબ્લેમ નડી રહ્યો હતો, પરંતુ, એરપોર્ટ ઓથોરિટીએ હવે સુરતને 24-7 ધમધમતું એરપોર્ટની કેટેગરીમાં મૂકતા સુરતને પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ ખૂબ આસાન થઇ ગયો છે.

આ અંગે નવસારીના સાંસદ અને એરપોર્ટના વિકાસ માટે સતત પ્રયત્નશીલ શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ આડેના અવરોધ એક પછી એક દૂર થઇ રહ્યા છે. દિવાળી સુધીમાં ડોમેસ્ટિક ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટસમાં સુરતથી દુબઈ અને સુરતથી બેંગકોકની સીધી ફ્લાઇટ મળે તે અંગેના પ્રયાસો ચાલી રહ્યા છે.

અગાઉ 80 બિલ્ડિંગ નડતરરૂપ હોવાનું જણાયુ હતું પણ હવે આ 17 બિલ્ડિંગનો ટાંકીથી લઈને ચાર માળ સુધીનો હિસ્સો તોડવો જ પડે તેવો એજન્સીનો તપાસ રિપોર્ટ રજૂ કરાયો

 

પાલિકાની પહેલાં એવી રજૂઆત હતી કે, આ જે વિવાદી બિલ્ડિંગ્સ છે, તે પ્રોજેક્ટ્સની મંજૂરી જે સમયે અરજીઓ સામે આવી હતી. તે વખતે રાજ્ય સરકારના પીડબલ્યુડી વિભાગની એનઓસીના આધારે ડેવલપમેન્ટ માટેની મંજૂરીની અપાઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ પણ તેમાં એનઓસી આપ્યું હતું. એટલે પાલિકાની તરફે કોઈ મુદ્દો રહેતો નથી. એમ કહીને સિફતપૂર્વક હાથ ખંખેરી લીધાં હતાં.

તા.23મી જુલાઇએ આ પ્રકરણમાં જે ડેવલપમેન્ટ થયું છે, તે અંગે સૂત્રોનું કહેવું છે કે, એરપોર્ટના રનવેને 17 બિલ્ડિંગ નડે છે. આ બિલ્ડિંગની પાણીની ટાંકીથી લઈને ચાર માળ સુધીનો હિસ્સો નડી રહ્યો છે. તેને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. આ જોતા 63 બિલ્ડિંગ્સના માથેથી ડિમોલીશનની ઘાત ગઈ છે.

 

July 20, 2018
milk2.jpg
1min6360

મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે ખેડૂતોની લિટરદીઠ રૂ. 25નો ભાવ આપવાની માગ સ્વીકારી લીધી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ડેરી ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેરી ડેવલપમેન્ટ પ્રધાન મહાદેવ જાનકરના નિવેદન અનુસાર પાઉચમાં પૅક કરવામાં આવતા દૂધ માટે કોઈ સબ્સિડી આપવામાં આવશે નહીં. આ ઉપરાંતના દૂધને સરકાર રૂ. 5ની સબ્સિડી આપશે. આ સબ્સિડી દૂધ પુરવઠો ઉપલબ્ધ કરનાર અથવા પ્રક્રિયા કરનાર સંસ્થામાંથી એકને જ મળશે. જે દૂધનો પાઉડર ઉત્પાદિત કરે છે તેઓ જો રૂ. પાંચની સબ્સિડીનો લાભ લેશે તો તેમને પાઉડર પર મળતી આયાત માટે મળતી મદદનો લાભ મળશે નહીં, તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

દૂધના ભાવમાં લિટરદીઠ પાંચના વધારાની માગ સાથે શરૂ થયેલું આંદોલન ચાર દિવસ ચાલ્યું હતું. મુંબઈમાં તેની સીધી અસર જોવા મળી નથી, કોલ્હાપુર, સોલાપુર, બુલઢાણા, પુણે તેમ જ રાજ્યના ઘણા ભાગોમાં તે હિંસક બન્યું છે. રાજ્યના અમુક જિલ્લા અને અંતરિયાળ વિસ્તારોમાં દૂધ દ્વારા ભગવાનનો અભિષેક કરવો, દૂધ રસ્તા પર ઢોળી દેવાના બનાવો બન્યા હતા.

બીજી બાજુ અમુક સ્થળોએ ખેડૂતોએ જાનવરોને પણ રસ્તા પર ઉતાર્યાં હતાં અને ચક્કાજામ કર્યો હતો. ચિખલી, સાતારા, બારામતી, નાશિક, બુલઢાણા, જાલના વગેરે જિલ્લાઓમાં આંદોલનની તીવ્રતા વધારે દેખાઈ હતી. પોલીસે લગભગ 30 જેટલા આંદોલનકારીઓને તાબામાં લીધા હતા. બૅંગલૉર નેશનલ હાઈ વૅ સહિત અમુક રસ્તાઓ પર પણ ચક્કાજામ કરવાની કોશિશ થઈ હતી.

રાજ્યમાં ચાલી રહેલા દૂધના આંદોલનની ઘણા કારણોસર ટીકા કરવામાં આવી રહી છે, પરંતુ રાજ્યના ખેડૂતોને દેશમાં સૌથી ઓછો ભાવ મળતો હોવાની હકીકત પણ સામે આવી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ દ્વારા મળતી માહિતી અનુસાર દેશમાં દૂધ ઉત્પાદનના મહારાષ્ટ્રનો ક્રમાંક સાતમો છે, પરંતુ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રના દૂધ ઉત્પાદકોને ઓછો ભાવ મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગાયના દૂધ માટે ખેડૂતોને ખાનગી સેક્ટરમાં રૂ. 16 મળે છે જ્યારે સહકારી સેક્ટરમાં રૂ. 18.5થી 23 મળે છે. દેશભરમાં ડેરી ઉદ્યોગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તેનું એક કારણ આ પણ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે રૂ. 29.5, કર્ણાટકમાં રૂ. 27.5- આ સાથે સરકાર રૂ. 5 સબ્સિડીરૂપે આપે છે, ઉત્તર પ્રદેશમાં રૂ. 25.6, પંજાબ રૂ. 25, મધ્ય પ્રદેશ રૂ. 25, રાજસ્થાન રૂ. 23.6 અને મહારાષ્ટ્રમાં રૂ. 18.5થી રૂ. 23 સુધી આપવામાં આવે છે. દેશમાં દૂધ ઉત્પાદનમાં રાજ્યોનો ભાગ જોઈએ તો ઉત્તર પ્રદેશ 17 ટકા, રાજ્સ્થાન 12.6 ટકા, મધ્ય પ્રદેશ 8.1 ટકા, ગુજરાત 7.7 ટકા, આંધ્ર પ્રદેશ 7.4 ટકા, પંજાબ 6.8 ટકા અને મહારાષ્ટ્ર 6.3 ટકા છે.

July 19, 2018
sc1-1280x720.jpg
1min11640

સરકારે આગામી ઑક્ટોબરથી શરૂ થતાં માર્કેટિંગના નવા (ઑક્ટોબરથી સપ્ટેમ્બરના) વર્ષથી શેરડીના લઘુતમ ભાવમાં ક્લિન્ટલ દીઠ રૂપિયા 20નો વધારો કરીને ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 કર્યો હતો.

ખાંડના કારખાનાઓએ માર્કેટિંગના આગામી વર્ષથી શેરડીના ઉત્પાદકો (ખેડૂતો)ને ક્વિન્ટલ દીઠ રૂપિયા 20 વધુ ચૂકવવા પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક બાબતોને લગતી કેબિનેટ સમિતિની મળેલી બેઠકમાં આ સંબંધે નિર્ણય લેવાયો હતો. ખાંડના કારખાનાઓએ શેરડીના ઉત્પાદકોને

2017-2018ના માર્કેટિંગના વર્ષમાં ક્વિન્ટલ દીઠ લઘુતમ રૂપિયા 255 ચૂકવવાના છે.

કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે શેરડીના ઉત્પાદકોના લાભાર્થે તાજેતરમાં અનેક પગલાં લીધા હતા. સરકારે બુધવારે શેરડીના ભાવમાં કરેલો વધારો બતાવે છે કે સરકારને ખેડૂતોની તકલીફની ઘણી ચિંતા છે.

અન્ન વિભાગના પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે સરકારે 2018-2019ના માર્કેટિંગ વર્ષમાં શેરડીના લઘુતમ ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 રાખ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે શેરડીના ઉત્પાદનનો ખર્ચ ક્વિન્ટલ દીઠ રૂપિયા 155 થાય છે અને લઘુતમ ભાવ તેનાથી 77.42 ટકા વધુ રખાયો છે.

પાસવાને જણાવ્યું હતું કે રિકવરી રૅટ જો 10 ટકાથી વધુ હશે તો શુગર રિકવરીમાંના દરેક 0.1 ટકા વધારા પર ક્વિન્ટલ દીઠ રૂપિયા 2.75 પ્રીમિયમ અપાશે.

રિકવરી રૅટ 9.5 ટકાથી ઓછો હશે તો ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂપિયા 261.25 મળશે.

July 18, 2018
Elphistone_Stationfinal-770x433.jpg
1min5430

વેસ્ટર્ન રેલવે પરના એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરવાનો નિર્ણય તા.18 જુલાઇ 2018ને રાત્રે 00.00 વાગ્યાથી અમલમાં આવી ગયો છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નામ બદલવા સાથે સંકળાયેલાં બોર્ડ બદલવાનાં, ઈન્ડિકેટરો પર નામ બદલવાનાં અને અનાઉન્સમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પ્રભાદેવી સ્ટેશનનો કોડ પણ નક્કી કરી નાખવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના નાગપુરમાં આયોજિત શિયાળુ સત્રમાં ૨૦૧૬ની ૧૬ ડિસેમ્બરે એલ્ફિન્સ્ટન રોડનું નામ પ્રભાદેવી કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.

 

July 7, 2018
rera.jpg
1min7500

રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (રેરા)ને એક વર્ષ થયું છે અને આમ છતાં સમગ્ર દેશમાં રેરાનો પૂરેપૂરો અમલ થઇ શક્યો નથી. કેટલીક રાજ્ય સરકારો આ ધારાને અમલ કરવામાં વિલંબ કર્યો છે અથવા તેની જોગવાઇ હળવી કરી છે. મહારાષ્ટ્રે પૂરી ભાવનાથી રેરાનો અમલ કર્યો છે અને મધ્યપ્રદેશ હવે તાલ મિલાવી રહ્યું છે, પરંતુ બીજા રાજ્યોમાં અમલીકરણ ધીમું છે. દેશમાં રેરા હેઠળ નોંધાયેલા આશરે 25,000 પ્રોજેક્ટ્સમાંથી 62 ટકા મહારાષ્ટ્રના છે. બંગાળ તદ્દન અલગ માર્ગ અપનાવ્યો છે. તેની સરકારે તેના પોતાના હાઉસિંગ કાયદા હાઉસિંગ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેશન એક્ટ (હીરા)નો અમલ કર્યો છે.

મોટાભાગના રાજ્યોએ વચગાળાના નિયમનકાર બનાવ્યા છે અ્ને રેરા હેઠળ કાયમી નિયમનકારી સંસ્થાની નિમણુક કરી નથી. રેરાના હજુ પ્રારંભિક દિવસો છે. તેથી તેના ધીમા અમલ પર ફોકસ કરવાનો કોઇ અર્થ નથી. ત્રણથી ચાર વર્ષ પછી રિયલ એસ્ટેટ સંપૂર્ણ પણે અલગ ઉદ્યોગ હશે. મહારાષ્ટ્રના રેરાના તાજેતરના ચુકાદાથી બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સમાં ખરીદદારના વિશ્વાસને પુન:સ્થાપિત કરવામાં સફળતા મળે છે. કેટલાંક ચુકાદા ફરિયાદ દાખલ કર્યાના ૩૦ દિવસમાં આવ્યા હતા.

પારદર્શકતામાં વધારો 

રેરાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તુલનાત્મક રીતે પારદર્શકતા આવી છે. ઉહાહરણ તરીકે બિલ્ડર્સ હવે બિલ્ટ-અપ અથવા સુપર બિલ્ટ અપ એરિયાને ટાંકને પ્રોપર્ટીની સાઇઝ અંગે ખોટી માહિતી આપી શકશે નહીં. હવે તમામ એગ્રીમેન્ટમાં કાર્પેટ એરિયાનો ઉલ્લેખ કરવા ફરજિયાત છે. ખરીદદારો રેરાની વેબસાઇટ પર તેમના પ્રોજેક્ટ્સના સ્ટેટસ, સાઇટ પ્લાન, વેચાયેલા મકાન, બાંધકામનો તબક્કો, પઝેશનની તારીખ વગેરેની માહિતી મેળવી શકે છે.

પ્રોજેક્ટ્સની તમામ વિગત સાથેની એક વેબસાઇટતી રિયલ્ટી ટ્રાન્ઝેક્શનમાં મોટી પારદર્શકતા આવે છે. ખરીદદારો સમાન બિલ્ડર્સના હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની માહિતી જોઇ શકે છે અને બિલ્ડર્સ પાસે વધુ પડતા પ્રોજેક્ટ્સ છે કે નહીં તેની વિગત મેળવી શકે છે.

સપ્લાયમાં ઘટાડો 

નવા પ્રોજેક્ટ્સની રજૂઆતમાં વિલંબ રેરાની પ્રારંભિક નેગેટિવ અસર છે. ડેવપલર્સ હવે વગરવિચાર્યે પ્રોજેક્ટ્સ લોન્ચ કરતા નથી. તેઓ નવા પ્રોજેક્ટ્સ અંગે ખૂબ સાવધ બન્યા છે અને સુનિશ્ચિત કરે છે કે લોન્ચ પહેલા તમામ મંજૂરી મળી જાય. સપ્લાયમાં હવે ફરી વધારો થઈ રહ્યો છે.

નબળા બિલ્ડર્સ પાસેથી મજબૂત બિલ્ડર્સ પ્રોજેક્ટ્સ લઈ રહ્યા છે, તેથી ઇન્ડસ્ટ્રી હવે ઓર્ગેનાઇઝ્ડ બની રહી છે. અને સપ્લાયમાં ટૂંક સમયમાં વધારો થશે.

શું આવા કોન્સોલિડેશનથી રિયલ્ટી બિઝનેસ અમુક ગણ્યાગાંઠ્યા બિલ્ડર્સ પાસે આવી જશે અને તેનાથી સેલર્સ માર્કેટનું સર્જન થશે?

નબળા અને ખરાબ બિલ્ડર્સ માટે આકરા જોગવાઈ છે. તેથી રેરાથી નાના અને સારા બિલ્ડર્સ માટે તક ઊભી થઈ છે. નાના અને સારા બિલ્ડર્સ નાણા સંસ્થાઓ પાસેથી ધિરાણ લઈ શકે છે. તેથી રેરાથી ખરેખર તો બજારનું વિસ્તરણ થઈ રહ્યું છે.

પઝેશન તારીખ 

રેરાથી પઝેશનની તારીખ લંબાઈ છે. પ્રોજેક્ટસમાં વિલંબ બદલ ભારે પેનલ્ટીથી બિલ્ડર્સ પઝેશન તારીખને લંબાવે છે. પ્રોજેક્ટ્સના બાંધકામના સમયે કેટલાંક મંજૂરી જરૂરી છે. બિલ્ડર્સને આવી મંજૂરીની ખાતરી ન હોય તો તેઓ પઝેશનની તારીખ લંબાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓથોરિટીને રેરા હેઠળ લાવવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અ્ને એપ્રુવલ સિસ્ટમ વધુ સરળ બનશે.

મોટા ભાગના બિલ્ડર્સ રેરાના નિયમો હેઠળ નિર્ધારિત તારીખ પહેલા પઝેશન આપશે, પરંતુ મૌખિક ખાતરી ખરીદદારો માટે જોખમી બની શકે છે. તેઓ જણાવે છે કે પ્રોજેક્ટસ રેરા એપ્રુવ્ડ હોવાથી ખરીદદારોએ ભાર મૂકવો જોઇએ કે બિલ્ડર્સ તમામ પ્રતિબદ્ધતા લેખિતમાં આપે .

રેરા જાદૂઈ છડી નથી 

રેરાની સાથે રિયલ એસ્ટેટમાં પારદર્શકતા આવી હોવા છતાં રેરામાં રજિસ્ટ્રેશન ધરાવતા તમામ પ્રોજેક્ટ્સ રોકાણને લાયક હોતા નથી. શેરબજારમાં જેમ તમામ કંપનીઓ રોકાણને લાયક હોતી નથી, તેમ રેરા હેઠળ નોંધાયેલા કેટલાંક પ્રોજેક્ટ્સ પણ રોકાણની લાયક ન હોય તેવી શક્યતા છે. રેરા હેઠળ નોંધાયેલા પ્રોજેક્ટ્સનું યોગ્ય મૂલ્યાંકન ફરજિયાત છે.

July 2, 2018
gstreal1.jpg
1min13780

જયેશ બ્રહ્મભટ્ટ

ઉદ્યોગ પર જી.એસ.ટી. ની અસર પ્રારંભિક તબક્કામાં જોવા મળી હતી. અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ૧૨ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં જીએસટી લાગુ થયા પછી ઉદ્યોગમાં ખરીદનારાઓની સંખ્યા ઘટી ગઈ હતી. પરંતુ હવે બિલ્ડર્સ અને ડેવલપર્સે પોતાને બુકિંગ સાથે પેમેન્ટ મળે તેમજ ગ્રાહકોને જીએસટીમાંથી મુક્તિ મળે તે માટે અવનવા કીમિયા શોધી કાઢ્યા છે.

બાંધકામ ઉદ્યોગમાં જી.એસ.ટી. કેવી રીતે લાગૂ થાય છે

બાંધકામ ઉદ્યોગમાં ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર 12 ટકા જી.એસ.ટી. લાગૂ થાય છે. જ્યારે 60 ચો.મી. સુધીના બાંધકામ પર 8 ટકા જીએસટી લાગૂ પડે છે. પૂર્ણ થઇ ગયેલા પ્રોજેક્ટ પર કોઇ જીએસટી લાગૂ થતો નથી. આમ બિલ્ડર્સ અને ઓર્ગેનાઇઝર્સ કમ્પ્લિટ પ્રોજેક્ટસ પર નીલ જીએસટીની જોગવાઇનો બરાબર ફાયદો મળે અને ગ્રાહકને પણ 12 ટકા જીએસટીમાંથી મુક્તિ મળે તે રીતે જુદા જુદા કિમીયાઓ અપનાવી રહ્યાની વિગતો માર્કેટમાંથી મળી રહી છે.

હોમબાયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઇ છે જ પણ સ્પષ્ટતાના અભાવે જીએસટી મુક્તિના કિમીયાઓ સારા લાગી રહ્યા છે

ડેવલપર્સ અને મિલક્ત ખરીદનારાઓ માટે જીએસટીને ટેક્સ-તટસ્થ દરખાસ્ત માનવામાં આવે છે, જેમાં હોમ-બૉયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભો પાસ કરવાની જોગવાઇ જીએસટીના કાયદામાં ઉપલબ્ધ છે જ. જો કે, આ લાભની રકમ કેટલી અને ક્યારે આપવી તે અંગેની ટાઇમલાઇન અંગેની સ્પષ્ટતાના અભાવથીને કારણે જીએસટીને ટાળવા માટેનાં રસ્તાઓ અને માધ્યમો શોધી કાઢવામાં આવ્યા હોવાનું જણાય આવે છે.

કિમીયો નં.1

હાલમાં માર્કેટમાં પ્રચલિત કેટલાક કિમીયાઓ અંગે એવી વિગતો મળે છે કે અન્ડર કન્સ્ટ્રક્શન હોય તેવા પ્રોજેક્ટ જો ખરીદનાર બુકિંગ કરાવે તો તેમની ની રકમ ને લોન સ્વીકારીને બિલ્ડર બુકિંગ કન્ફર્મ કરી દે છે. બાદમાં જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને સંબંધિત ઓથોરિટી તરફથી બિલ્ડીંગ યુઝ પરમિશન મળી જાય એ પછી પ્રોજેક્ટ બુકિંગ પેટે લીધેલી અને લોન પેટે બતાવેલી કરાવનાર ગ્રાહકને વ્યાજ સહિત કરે છે, અને એ જ રકમ પ્રોજેક્ટ ખરીદીની ચુકવણી પેટે બિલ્ડરને આપી દે છે. આવી સ્થિતિને કારણે ને 12 ટકા જી એસ ટી ની રકમ ભરવામાંથી ગ્રાહકને મુક્તિ મળી જાય છે કેમકે જીએસટી કમ્પ્લિટ થયેલા પ્રોજેક્ટ પર લાગુ પડતો નથી. 12% જી.એસ.ટી નો નો અમલ ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

કિમીયો નં.2

આ તો થઈ એક છટકબારી બીજી છટકબારી એ પણ છે કે હાલમાં બંધાઈ રહેલા પ્રોજેક્ટમાં ગ્રાહક ખરીદી કરવાનું ફાઇનલ કરે ત્યારે ગ્રાહકની પસંદગીનું મકાન, ફ્લેટ કે દુકાન બિલ્ડર્સ દ્વારા બ્લોક કરી દેવામાં આવે એના બુકિંગ પેટે અને ડેવલોપર વચ્ચે ખાનગીમાં એગ્રિમેન્ટ તેમજ રોકડિયા વ્યવહાર થાય અને જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને બિલ્ડીંગ યુઝ પરમિશન મળ્યા પછી ગ્રાહક વ્હાઇટમાં પૂરેપૂરી રકમની ચુકવણી કરી દે છે. આના કારણે ગ્રાહકને 12% જી.એસ.ટી.માથી મુક્તિ મળી જાય છે. કેમકે પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટ પર જીએસટી લાગુ પડતો નથી.

જોકે બિલ્ડરો અને ડેવલોપર આવી સવલત ફક્ત તેમના નજીકના કે ઓળખીતા  આપે છે કારણકે બિલ્ડર્સને લાંબા ગાળે નુકસાન થવાની પૂરેપૂરી રહેલી છે.

કિમીયો નં.3

કેટલાક બિલ્ડર્સ પોતાના પ્રોજેક્ટમાં ખરીદી કરવા માંગતા ગ્રાહકોને એવી પણ ઓફર આપે છે કે તેમને જીએસટી લાગૂ નહીં થાય. કેમકે બિલ્ડર્સ ગ્રાહક વતી જીએસટીની રકમ ચૂકવવાની જવાબદારી પોતાના શિરે જ ઉઠાવી લે છે. તેઓ ગ્રાહકોને જે તે ખરીદીની એક બોક્સ અમાઉન્ટ એટલે કે લમસમ રકમ જ ઓફર કરે છે અને બોક્સ પ્રાઇસ પર જ સોદો કરી નાંખે છે. આવો માર્ગ અપનાવીને બિલ્ડર્સ ગ્રાહકનું બુકિંગ અને બુકિંગ અમાઉન્ટ પણ લઇ શકે છે. બિલ્ડર્સને આવા મામલામાં 7 ટકા જીએસટીની રકમ ભરવાની જવાબદારી ઉઠાવવી પડે છ ેજે લમસમ બોક્સ પ્રાઇસમાં પહેલેથી જ અામેજ કરી દીધેલી હોય છે.

June 30, 2018
bullet.jpg
1min6290
શુક્રવાર તા.29મી જુન 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે એ મુદ્દા પર રાજ્ય સરકારનો જવાબ માગ્યો છે કે રાજ્ય સરકારે 2013માં કેન્દ્રના જમીન સંપાદન સંદર્ભના કેન્દ્ર સરકારના કાનૂનમાં કરેલા ફેરફારો સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું જમીન સંપાદન સુસંગત છે કે કેમ, સુરતના એક ખેડૂત દ્વારા ગુજરાત સરકારે 2016માં કેન્દ્રના જમીન સંપાદન કાનૂનમાં કરેલા સુધારા સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાથ ધરાયેલી જમીન સંપાદન કાર્યવાહી સામે સુરતના ખેડૂતની પીટીશન સાથે કુલ 2 પીટીશન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે થઇ છે.
સુરતના ખેડૂત તરફે અમદાવાદના એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા હાઇકોર્ટમાં રીટ પીટીશન ફાઇલ કરવામાં આવી છે. આ મહિના આરંભે જ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ મુંબઇ-અમદાવાદ વચ્ચે સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આ પીટીશન હાલમાં હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
સુરતના ખેડૂતે કરેલી પીટીશનમાં ગુજરાત સરકારના જમીન સંપાદન કાયદામાં એમેડમેન્ટ એક્ટ 2016ના સેક્શન 10એ સાથે સેક્શન 2-1ની વેલિડીટીને પડકારવામાં આવી છે.
કેન્દ્ર સરકારના જમીન સંપાદનના કાનૂનમાં સુધારો કરતા ગુજરાત સરકારે એવી જોગવાઇ કરી હતી કે જમીન સંપાદનના મામલામાં સોશ્યલ ઇમ્પેક્ટ (સામાજિક અસર)નું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. જેને એસ.આઇ.એ. સોશ્યલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ તરીકે કાનૂનમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતને બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનમાંથી સંપૂર્ણપણે બાકાત કરી દેવામાં આવી હોવાની ફરીયાદ ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતોની છે.
આગામી દિવસોમાં આ મુદ્દા પર ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવું પડે તેવી સ્થિતિ હાલ તુરત સર્જાવા પામી છે.
June 27, 2018
firebikes.jpg
1min17050

જયેશ બ્રહ્મભટ્ટ

કોટ વિસ્તાર એટલે કે જુના તળ સિટી વિસ્તાર, ગીચ ગલીઓમાં આગ લાગે કે બિલ્ડિંંગ છત તૂટી ગઈ તો હવે ડરવાનું કારણ નથી. ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમમાં ફોન કરવાની સાથે જ ઘટના સ્થળે તુરંત ફાયર મોટરબાઈક મદદ માટે પહોંચી જશે. મુંબઈના સાંકડા રસ્તા અને ગલીઓમાં આવેલી વસતિમાંથી રસ્તો કાઢીને ઘટના સ્થળે ફાયર બાઈક ગણતરીના સમયમાં પહોંચી જશે. મુંબઈ ફાયરબિગ્રેડે પ્રાયોગિક ધોરણે પાંચ ફાયર બાઈકની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે, જેમાં એક બાઈકની કિંમત 76 લાખ 12 હજાર 800 રૂપિયા છે. મુંબઇ બાદ દેશના અન્ય શહેરોમાં પણ ફાયરબ્રિગેડ ફાયર બાઇક્સ કન્સેપ્ટ ઝડપભેર સ્વીકારે એ દિવસો દૂર નથી.


મુંબઈમાં ઠેર ઠેર વિકાસના નામે ઊંચા ઊંચા ટાવર ઊભા થઈ ગયા છે પણ અનેક જગ્યાએ રસ્તાઓ અને ગલીઓ હજી પણ સાંકડી છે. તેમાં પાછું રસ્તા પર ફેરિયાઓ તેમ જ ગેરકાયદે રીતે પાર્કિંગને કારણે રસ્તાઓ પરથી વાહનોને પસાર થવાને જગ્યા ઓછી પડતી હોય છે. ત્યારે આવા સમયે જો કોઈ દુર્ઘટના થાય તો ફાયરબ્રિગેડની ગાડીઓ રસ્તો કાઢીને સમસયર ઘટનાસ્થળે પહોંચી શકતી નથી અને મોટી જાનહાનિ થતા માલમિલકતને નુકસાન થવાનો ભય હોય છે.

કાલબાદેવીમાં આવેલી ગોકુલ નિવાસ બિલ્ડિંગમાં 2015ની સાલમાં લાગેલી આગની દુર્ઘટના સમયે રસ્તો સાંકડો હોવાને કારણે તેમ જ બે ઈમારતની વચ્ચે જગ્યા પણ સાંકડી હોવાને કારણે ફાયરબિગ્રેડની સમયસર મદદ મળી શકી નહોતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.ઉપરાઉપરી આગની દુર્ઘટનાઓને પગલે ફાયરબ્રિગેડે આવા સમયે તુરંત ઘટનાસ્થળે પહોંચીને બચાવકામગીરી પાર પાડી શકાય તે માટે કમર કસી છે. તે મુજબ મુંબઈ ફાયરબિગ્રેડે હવે ફાયર બાઈક ખરીદવાનો નિર્ણય લીધો છે અને એક ખાનગી કંપની સાથે પાંચ વર્ષનો કૉન્ટ્રાક્ટ કર્યો છે.

ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ અડધોઅડધ ઘટી જાય  છે

એક્સપર્ટસ કહે છે કે દરેક મોટા શહેરોમાં ફાયર બ્રિગેડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નાના વ્હીકલ્સ હોવા જ જોઇએ. ગીચ વિસ્તારો, સાંકડી શેરીઓમાં જ્યારે હોનારત સર્જાય ત્યારે નાના વ્હીકલ્સ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચીને તાકીદે બચાવ રાહતની કામગીરી શરૂ કરી શકાય છે. એવી જ રીતે નાની હોનારત કે જ્યાં ફાયર બાઇક્સથી કામ પૂરું થઇ જતું હોય ત્યારે મોટા વ્હીકલ્સને બિનજરૂરી રીતે એકશનમાં લાવીને મેઇન્ટેનન્સ કોસ્ટ શું કામ વધારવાની. મોટા વ્હીકલ્સથી બચાવ રાહત કામગીરી શરૂ થાય તેના કરતા અડધોઅડધ ઓછા સમયમાં ફાયર બાઇક્સથી ઇમરજન્સી રિસ્પોન્સ આપી શકાય છે.

સુરત શહેરમાં પણ આવી જ સ્થિતિ છે. સુરતના કોટ વિસ્તારમાં ગીચ શેરીઓમાં જ્યારે પણ કોઇ હોનારત કે આગ લાગવાની ઘટના બને ત્યારે પણ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. ફાયર બાઇક્સને કારણે કોઇપણ હોનારત સમયે ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ મોટા ફાયર વ્હીકલ કરતા અડધોઅડધ ઘટાડી શકાય તેમ હોવાથી નિષ્ણાંતો માને છે કે દેશભરના મહાનગરોમાં આગામી દિવસોમાં ફાયર બાઇક્સ જોવા મળશે.

June 24, 2018
wifi_calling1.jpg
1min13630

જયેશ બ્રહ્મભટ્ટ

ગ્રાહક વાઇ-ફાઇ પરથી વોઇસ કોલ કરે ત્યારે ટેલિકોમ કંપનીઓને એકબીજાના ડેટા નેટવર્કનો ઉપયોગ કરવાની પણ ડોટ ઓથોરિટીએ મંજૂરી આપી છે. થર્ડ પાર્ટી કંપનીઓને પણ લાઇસન્સ મેળવીને સર્વિસ પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી હોવાથી નજીકના ભવિષ્યમાં જ મોબાઇલ યુઝર્સ કે અન્ય કોઇપણ ભારતમાં તેમના લોકેશનથી નજીક વાઇ-ફાઇ નેટવર્ક પરથી વોઇસ કોલ કરી શક્શે. નબળી કોલ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં આ સેવા ઉપયોગી સાબિત થશે.

ગઇ તા.21મી જૂનના રોજ  ટેલિકોમ વિભાગે લાઇસન્સની શરતોમાં સુધારો કર્યો હતો અને ટેલિકોમ કંપનીઓને સેલ્યુલર મોબાઇલ સર્વિસ અને ઇન્ટરનેટ ટેલિફોની સર્વિસ એમ બંને માટે એક મોબાઇલ નંબર ફાળવવા મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. આના કારણે ટેલિકોમ કંપનીઓ નજીકના ભવિષ્યમાં સેલ્યુર સિગ્નલ ન હોય તો પણ વાઇ-ફાઇ સર્વિસ પરથી વોઇસ કોલની સુવિધા પૂરી પાડી શકશે.

આ સેવાને કારણે મોબાઇલ યુઝર નજીકના પબ્લિક વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરીને સામે છેડાના મોબાઇલ કે લેન્ડલાઇન પર ઇન્ટરનેટ કોલ કરી શકશે. ડોટે એક નોટિસમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ ટેલિફોની સેવા માટે લાઇસન્સધારકે સમયાંતરે સુધારવામાં આવનારા લાઇસન્સ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેણે તમામ ઇન્ટરસેપ્શન અને મોનિટરિંગ સંબંધિત જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે.

ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા, આઇડિયા અને રિલાયન્સ જીઓનું પ્રતિનિધિત્વ કરતા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુઝે જણાવ્યું હતું કે, આ હિલચાલની અસર ગ્રાહક અને ઓપરેટર્સ પ્રમાણે અલગ અલગ રહેશે. ગ્રાહક અને ઓપરેટરે તેની અસર વ્યક્તિગત રીતે મૂલવવાની રહેશે. જેમ કે ગ્રાહક પાસે વોઇસ પ્લાન હોય તો તેને લાભ થશે કારણ કે તેને નીચા ખર્ચ પ્લાનનો લાભ થશે પણ જે ગ્રાહક ડેટા પ્લાનનો ઉપયોગ કરતો હોય તેને આ વિકલ્પથી કોઈ ફેર નહીં પડે.

અગાઉ એવા અહેવાલો પ્રકાશિત થઇ ચૂક્યા છે કે  જીઓ, આઇડિયા અને એરટેલ સહિતની કંપનીઓ વાઇ-ફાઇ રૂટ પર વોઇસ ઓવર સેવા માટે છૂપી રીતે તૈયારી કરી રહી છે. આવી સેવા 4G VoLTE ડિવાઇસ પર તરત જ કામ કરી શકશે. જીઓએ આંતરિક રીતે આ સેવાનું સફળ પરીક્ષણ કર્યું હોવાનું મનાય છે.

June 23, 2018
electricc1feature.jpg
1min15610

જયેશ બ્રહ્મભટ્ટ

દેશમાંથી પ્રદૂષણનો યક્ષ પ્રશ્ન દૂર કરવાના આશય સાથે ભારતમાં આગામી 12 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં કુલ વાહનોનો 40 ટકા હિસ્સો ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં ફેરવવાની યોજના હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ પર લેવામાં આવી છે. અને તેના ભાગરૂપે સરકાર પસંદગીનાં શહેરો અને હાઈ-વે પર 4,000 ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાજ્યોની વીજ કંપનીઓ, જાહેર ક્ષેત્રનાં સાહસો અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવાની યોજના આગળ વધી છે. સરકારે ગીચ વસતિ ધરાવતાં શહેરો અને મોટા હાઈ-વે પર 4,200 પબ્લિક ચાર્જિંગ પોઇન્ટ્સ માટે ₹1,050 કરોડની ગ્રાન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉપરાંત, તેમને રાહત દરે જમીન આપવામાં આવશે અને સ્થાનિક સત્તાવાળા તમામ સહાય કરશે. પરીણામે પેટ્રોલ પંપો, ડીઝલ પંપો, સી.એન.જી. ગેસ સ્ટેશનની જેમ હવે ઠેકઠેકાણે ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન્સ પણ ભારતમાં જોવા મળશે.

કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની પોલિસી પર કામ કરી રહી છે. જેમાં NTPC, પાવર ગ્રિડ, રાજ્યોની વીજ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને પસંદગીના મ્યુનિસિપલ કોર્પોરેશન્સે સ્થળની પસંદગી કરી એક વર્ષમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું રહેશે.

કેન્દ્ર અને રાજ્ય સ્તરની સમિતિઓ શહેરો અને હાઈ-વે અને નોડલ એજન્સીની પસંદગી કરશે. ઉપરાંત, ચાર્જિંગ સ્ટેશન્સના નિર્માણની સમીક્ષા પણ તેમણે જ કરવાની રહેશે. તેઓ એનર્જી એફિશિયન્સી સર્વિસિસ દ્વારા ચાર્જિંગ સ્ટેશન્સના બલ્ક પ્રોક્યોરમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે.


ઓલા, ઉબર, M&M, ટાટા મોટર્સ સહિતની ખાનગી કંપનીઓ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પ્રવેશવા સક્રિય છે, પણ ઇ-વ્હિકલ્સના વેચાણમાં વધારો થાય ત્યારે જ આ કંપનીઓ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એન્ટ્રી કરશે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકારનું આ પગલું જરૂરી હતું. કારણ કે ચાર્જિંગ પોઇન્ટ્સના અભાવે ઇલેક્ટ્રિક વાહનો વેચાતાં નથી અને ચાર્જિંગ પોઇન્ટ એટલે બનતા નથી કારણ કે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નહીંવત્ છે. ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ગમે તે હોય પણ PSUsને પ્રારંભિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જણાવાશે.”

સરકાર 10 લાખથી વધુ વસતિ હોય એવાં શહેરોમાં દર ત્રણ કિલોમીટરે અને વ્યસ્ત રાષ્ટ્રીય હાઈ-વે પર દર 30 કિલોમીટરે ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન્સ નેટવર્ક ઊભું કરવાનું આયોજન થઇ રહ્યું છે.

એપ્રિલમાં વીજમંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન્સ તૈયાર કરવા માટે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ અલગ લાઇસન્સની જરૂર નહીં પડે.