CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 130 of 144 - CIA Live

February 26, 2019
mirage_fighter.jpeg
1min11600

ભારતે વહેલી સવારે પીઓકેમાં કરેલા હુમલાના સમાચારોએ ભારતીયોને ખુશખુશાલ બનાવી દીધા

ભારતે આતંકી કૅમ્પ પર 1000 કિલો બૉમ્બથી કર્યો હુમલો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એલઓસી ક્રોસ કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન 100 ટકા સફળ રહ્યું છે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને  જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.

આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ  પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં PoKમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા લાગી રહી છે.

February 25, 2019
AffordableHousing.png
1min7510

બાંધકામ હેઠળના ઘરો અને એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી સાત ટકા ઘટાડતી જીએસટી કાઉન્સિલ

ઘર ખરીદનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની રવિવારે મળેલી બેઠકમાં બે મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. બાંધકામ હેઠળના રહેણાંકમાં જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી ૮ ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો છે. બંનેમાં રેટ સાત ટકા ઘટાડાયા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે નવા ઘટાડેલા દર ૧ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં આવશે. જીએસટી દરમાં ઘટાડો થવાથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારાયો છે. રૂા. ૪૫ લાખ સુધીની કિંમતના ઘરો આવરી લેવાયા છે. મેટ્રો શહેરમાં ૬૦ ચો. મીટર અને મેટ્રો સિવાયના શહેરોમાં ૯૦ ચો. મીટરવાળાને આવરી લેવાયા છે. નવા જીએસટી દર અંતર્ગત બિલ્ડરો ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં.

લોટરીની બાબતમાં કાઉન્સિલે નિર્ણય મુલતવી રાખ્યો છે તેના માટે પ્રધાનોની પેનલ ફરી ચર્ચા માટે મળશે. હાલ રાજ્ય સરકાર ચલાવાતી લોટરીમાં ૧૨ ટકા જીએસટી છે જ્યારે રાજ્ય અધિકૃત લોટરીમાં ૨૮ ટકા છે.

February 19, 2019
government_gujarat.jpg
1min14530

રાજ્ય સરકાર તરફથી આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. હવે પછી 2019-20નું બજેટ રજૂ કરવામાં આવશે. અછતના વર્ષમાં પણ ગુજરાત સરકારે ખેડૂતોની પડખે રહીને અત્યાર સુધીમાં ઐતિહાસિક રીતે રાહત પેકેજ 96 તાલુકાઓમાં 16.27 લાખ ખેડૂતો, 1,557 કરોડની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. 443 પાંજરાપોળ અને ગૌશાળામાં 2.60 લાખ પશુઓ, તેમજ 1.62 ઢોરવાડા પશુઓમાં દૈનિક રૂ.35ની આર્થિક સહાય પશુ નિભાવ માટે અત્યાર સુધીમાં રૂ.40.84 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં રૂ.2 પ્રતિ કીલોના દરે 6.84 કરોડ કિલો સૂકું ઘાંસ પહોંચાડી દેવામાં આવ્યું છે. ખેડૂતોના પાક બચાવવા માટે ખેતી માટે વીજળી 8 કલાકની જગ્યાએ 10 કલાક પાવર આપવામાં આવ્યો રૂ.4.36 કરોડની વીજળી પૂરી પાડવામાં આવી. 96 તાલુકાઓના 23 લાખથી વધુ ખેડૂતો માટે રૂ.2285 કરોડના ખાસ સહાય પેકેજને અમલમાં મૂક્યા છે.

લેખાનુદાનના મુખ્ય અંશો

  • 17-18 દરમિયાન ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકાના વિકાસ દરે ખેત ઉત્પાદન વધ્યા
  • દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો 7.29 ટકા
  • હાલોલ ખાતે ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે
  • 19મી પશુ ધન ગણતરીમાં 15.19 ટકાનો વધારો નોંધાયો, માથાદીઠ દુધ ઉત્પાદન 243 ગ્રામ પરથી વધીને 543 ગ્રામ થયું છે
  • ઝીંઘા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે 5000 હેક્ટર ખારાશવાળી જમીન, સરકારી જમીન, દરીયા કાંઠે ફાળવવામાં આવશે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની રજૂઆતો
  • વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં માછીમારો માટે વધુ સુવિધા ઉભી થાય તે માટે મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (જેટી) બનાવવાનો નિર્ણય
  • પાકિસ્તાન જેલમાં બંધ માછીમાર પરિવારોને સરકાર દૈનિક રૂ.150ને બદલે રૂ.300નું નિર્વાહ ભથ્થું આપશે
  • 11 લાખ ખેડૂતોની 58 લાખ હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી ખેતી થઇ રહી છે
  • નર્મદા યોજનામાં 01થી 2018 સુધીમાં રૂ.51786 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. આ યોજનાથી 9083 ગામો અને 166 શહેરોને પીવાનું પાણી મળી રહ્યું છે
  • 9231 પેટા આરોગ્ય કેન્દ્ર 4199 પીએચસી, 30 જિલ્લા હોસ્પિટલ 16 મેડીકલ કોલેજ કાર્યરત, 2018માં 3.82 લાખ દર્દીઓએ ઓપીડી અને 43.30 લાખ દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે લાભ લીધો
  • મા વાત્સલ્ય યોજનામાં નોંધાયેલા 68 લાખ પરિવારોને રૂ.3 લાખની વાર્ષિક સહાયને બદલે રૂ.5 લાખ સુધીની સારવાર બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે
  • મા વાત્સલ્યમાં લાભાર્થી થવા માટે વાર્ષિક રૂ.3 લાખની આવક મર્યાદા હતી જેમાં વધારો કરીને હવે રૂ.4 લાખ કરવામાં આવી. વધુ 15 લાખ નવા પરિવારો જોડાય શકશે. 75 લાખ નવા લાભાર્થીઓને લાભ મળી શક્શે.
  • મેડીકલ કોલેજની સીટો વધારી રહ્યા છે, 2001માં 1275 સીટો હતી તે વધીને 4150 સીટો થઇ છે એમબીબીએસની. ટૂંક સમયમાં નવી એક મેડીકલ કોલેજ નડીયાદ મેડીકલ કોલેજને ઝડપથી મંજૂરી મળી જવાની શક્યતા છે.
  • કર્મચારીઓ લક્ષી જાહેરાતમાં આશા યોજનામાં માસિક મહેન્તાણામાં રૂ.2000નો વધારો કરવાની જાહેરાત
  • નવી નડીયાદ, વિસનગર અને અમરેલી મેડીકલ કોલેજો શરૂ કરવા માટેનું આયોજન
  • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે 1200 પથારીની નવી સિવિલ હોસ્પિટલ, નવી કેન્સર, નવી આઇ અને નવી ડેન્ટલ હોસ્પિટલ મળીને 1450 કરોડના ખર્ચે કામ પૂર્ણ થયું છે. આગામી તા.4થી માર્ચે લોકાર્પણ કરવામાં આવશે.
  • ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલના વિસ્તૃતિકરણનું કામ હાથ ધરવામાં આવશે
  • મહિલાઓ રાજ્યની દોઢ લાખ વિધવા બહેનોને રૂ.1000 માસિક સહાય ચૂકવવામાં આવતી હતી. વિધવા મહિલાઓને આજીવન પેન્શન ચાલુ રહેશે. 18 વર્ષનું સંતાન થયા પછી પણ પેન્શન ચાલુ રહેશે. હવે રૂ.1250 માસિક પેન્શન મળશે.
  • 53 હજાર આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને રૂ.900 માસિક વધારા સાથે હવે રૂ.7200 માસિક ભથ્થું, તેડાગર બહેનોને રૂ.3200માં રૂ.450નો વધારો કરીને રૂ.3650 રૂ. ભથ્થું આપવામાં આવશે.
  • 1.13 હજાર કરોડ શિક્ષણ માટે ફાળવી આપવામાં આવ્યા. 6 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ
  • ડ્રોપ આઉટ રેશીયો ઘટીને ફક્ત 1.42 ટકા સુધી નીચે આવી ગયો
  • આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને બિલકુલ મફત ટેબ્લેટ આપવામાં આવ્યા
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પાછળ રૂ.1055 કરોડ ખર્ચાય રહ્યા છે
  • સમરસ 8 નવા છાત્રાલયની જોગવાઇ કરવામાં આવી
  • માઇનોરિટીઝ વિકાસ માટેના 8 નિગમોને રૂ.100ને બદલે રૂ.150 કરોડનું ફંડ
  • ગુજરાતમાં 1,14 હજાર કિ.મી.ના પાકા માર્ગોનું નેટવર્ક, 19-20માં જાહેર બાંધકામ વિભાગ દ્વારા રૂ.2000 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવશે
  • જે હાઇવે પર એક લાખ યુનિટથી વધારે વ્હીકલ અવરજવર હશે ત્યાં ભારત સરકાર અને રાજ્ય સરકારના 50 ટકાના સહયાગથી 6500 કરોડના ખર્ચે રેલવે ફ્લાયઓવર કે અન્ડર પાસ બનાવવામાં આવશે.
  • 103 કિ.મી. પગદંડી યાત્રા, જૈન તિર્થ પદયાત્રીઓ માટે અમદાવાદથી શરૂ થશે
  • મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકથી ગીચ વિસ્તારમાં ફ્લાય ઓવર તથા અન્ડર પાસ ગુજરાત સરકાર 100 ટકા ખર્ચ આપશે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડાદરા રાજકોટમાં 8-8, ભાવનગર, રાજકોટમાં 3-3 બ્રિજ બનશે. દાહોડ, ગોધરા, ભૂજ, મહેસાણા, પાટણ, દિશા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, નવસારી, વલસાડ, ભરુચ, હિંમતનગર વગેરે મળીને કુલ 75 ફ્લાય ઓવર બ્રિજ શહેરોમાં બનાવી આપશે.
  • ફાટક મુક્ત ગુજરાત બનાવવાની યોજના. સરકાર રૂ.750 કરોડ ફાળવી રેલવે ફાટકો પણ બનાવી આપશે
  • 7.64 લાખ આવાસ આપવાનું આયોજન, જૈ પૈકી અત્યાર સુધીમાં 3.87 લાખ આવાસો મંજૂર કરી દેવાયા છે. 1 લાખ કરતા વધુ અરજદારોને આવાસ ધિરાણ વ્યાજ મુક્ત લોન
  • 1960થી ખેડૂતોને 6.94 લાખ વીજ જોડાણો, જ્યારે ભાજપાએ 18 વર્ષમાં 11 લાખથી વધુ વીજ જોડાણો આપ્યા છે. રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા તમામ કૃષિ વિજ જોડાણો, ગ્રામ વિસ્તારના રહેઠાણ જોડાણોને વીજ બિલના મુદ્દલ, વ્યાજ અને પેનલ્ટી માફ કરી દેવાનો નિર્ણય કરાયો
  • કરાર આધારિત વીજ પાવરથી વધુ વપરાશના કિસ્સામાં કલમ 126  અને 135 મુજબના થયેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, 6.74 લાખ ખેડૂતો અને ગ્રામીણ ગરીબોને લાભ મળશે. રૂ.691 કરોડનો બોજો ઉપાડશે સરકાર
  • ખેડૂતોના વીજ જોડાણો, લાઇન લોસ વગેરે સમસ્યા નિવારણ માટે સ્કાય યોજના અંતર્ગત સોલાર પાવર જનરેશન કરાશે. ખેડૂતો પાસે સરકાર વીજ ખરીદશે.
  • ફાઇબર ટુ ફેશન સુધીનું કામ થાય એ માટેની ટેક્સટાઇલ પોલિસી બનાવાઇ
  • ગીરનાર ખાતે દર પાંચ વર્ષે રાજ્ય સરકાર ગીરનાર શિવરાત્રી કુંભ મેળાનો આરંભ 2019થી શરૂ કરાશે

ગુજરાતની સિદ્ધિઓ

 

  • 1,74,652 માથાદીઠ આવક
  • દેશની માથાદીઠ આવક કરતા 54.8 ટકા વધારે
  • દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 17-18માં વધીને 22 ટકા
  • ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8 ટકા યોગદાન આપીને સૌથી પહેલા ક્રમે
  • આદિવાસી વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બાદ પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિકોને રોજગારી મળે તેવી યોજનાઓ
  • આર્થિક રીતે નબળા વર્ગના શિક્ષિત બેરોજગાર યુવકો માટે ખાસ યોજનાઓ
  • સુએઝ પાણી ટ્રીટમેન્ટથી રીસાઇકલ કરેલા પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં ઉપયોગ કરાશે
  • બિનપરંપરાગત ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં 5000 મેગા વોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર મેગા પ્લાન્ટ ધોલેરા ખાતે સ્થાપવામાં આવશે.
February 19, 2019
suratairport1.jpg
2min19180

સુરત એરપોર્ટ પરથી હવે દેશના અન્ય ભાગોને જોડતી એટલી બધી ફ્લાઇટ્સ આવવા માંડી છે કે કઇ ફ્લાઇટ્સ ક્યારે આવે છે અને ક્યારે ઉપડે છે તે અંગે પણ મુલાકાતીઓ, સુરતના લોકોને ગૂંચવાડો થવા માંડ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ હવે નિયમિત રીતે સુરત એરપોર્ટની ફ્લાઇટ્સના શિડ્યુલની સત્તાવાર માહિતી રજૂ કરશે. અહીં અમે સુરત એરપોર્ટરથી ઉપડી અને આવતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેમજ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સુરત શારજાહની ફ્લાઇટના સત્તાવાર ટાઇમ ટેબલ રજૂ કર્યા છે.

સુરત એરપોર્ટ પરથી ઉપડતી ડોમેસ્ટીક ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019
Flight Schedule - Domestic Departures

Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

સુરત એરપોર્ટ પર દેશના વિવિધ એરપોર્ટસ પરથી આવતી ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Arrivals

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February, 2019

Flight Schedule - Domestic Arrivals
Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

International Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019

Surat International Airport - International Departure Schedule

Surat International Airport [STV] – Direct & Connecting International Departures

NOTE:

The above Time Table has been compiled based on Flight Schedules published by the Airlines, as required of a Scheduled Operator.

Please note despite of a detailed schedule announced weeks in advance, intermittent changes are very likely to happen & it is subject to changes as per the Airlines and approvals by the Regulatory Authority

February 11, 2019
tv_reviews.jpg
1min6140
  • 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરી
  • 6.5 કરોડ કેબલ ટીવી અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો નવી વ્યવસ્થામાં જોડાયા
Widescreen high definition TV screen with video gallery.

 

દૂરસંચાર નિયામક ટ્રાઈના કહેવા પ્રમાણે 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરીને નવી વ્યવસ્થામાં જોડાઈ ગયા છે. જેમાં’ 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓને કોઈપણ જાતની પરેશાની ન પડે તે માટે ટ્રાઈ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.

ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માના કહેવા પ્રમાણે સામે આવી રહેલા આંકડા પ્રમાણે’ નવી વ્યવસ્થામાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને આશા છે કે બાકી રહેલા લોકો પણ પોતાની પસંદગીની ચેનલ મેળવી લેશે. શર્માના કહેવા પ્રમાણે જે 9 કરોડ લોકોએ મનગમતી ચેનલ પસંદ કરી છે. તેમાં 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. શર્માએ ઉમેર્યું હતું કે, કુલ 17 કરોડ ગ્રાહકોમાંથી 9 કરોડે ઓપરેટર પાસે પસંદગીની ચેનલ માટે નોંધણી કરાવી છે. જે મોટી સંખ્યા છે.

શર્માએ ભાર દેતાં કહ્યું હતું કે, જ્યાં પણ જરૂર પડે ત્યાં ઓપરેટરોની મદદ કરવામાં આવી રહી છે અને દિશાનિર્દેશ થઈ રહ્યા છે. આટલું જ નહી મુશ્કેલીઓના નિરાકરણ માટે નિયમિત રૂપે બેઠકો પણ થઈ રહી છે. આગામી સમયમાં નિયમકની ગ્રાહકો સુધીની પહોંચ વધારવા માટે જાગૃતતા અભિયાન ચલાવવાની પણ યોજના છે. જેમાં સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, વિજ્ઞાપન અને અન્ય કાર્યક્રમો થકી અભિયાન ચલાવવામાં આવશે.’

February 9, 2019
mba-1280x725.png
1min6150

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારને સીધો ₹20 લાખનો વાર્ષિક પગાર મળવાનું સામાન્ય થઈ ગયું છે. અગાઉ માત્ર ટોપ-3 બિઝનેસ સ્કૂલ્સના ગ્રેજ્યુએટ્સને જ ઊંચો પગાર મળતો હતો.

  • મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ,
  • IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી)
  • ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈ

આ વખતની પ્લેસમેન્ટ સીઝનમાં ઓછામાં ઓછી ચાર બિઝનેસ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ પહેલી વખત સરેરાશ વાર્ષિક ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે. જેમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ, IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈનો સમાવેશ થાય છે.

પ્લેસમેન્ટના આંકડા જણાવે છે કે, કંપનીઓ ટોપ ટેલેન્ટ માટે મંદ બજારમાં પણ મોટો ખર્ચ કરવા તૈયાર છે. ઓનલાઇન એસેસમેન્ટ પ્લેટફોર્મ Mettlના કેમ્પસ સેલરી હાયરિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ 2018ના અહેવાલ મુજબ ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે છે.

ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે

શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ

ડેટામાં પ્રથમ હરોળનાં શહેરોની 31 અને બીજી હરોળનાં શહેરોની 49 બિઝનેસ સ્કૂલ્સનો સમાવેશ કરાયો છે. પ્રથમ હરોળનાં શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ રહ્યો છે.

સ્ટાર્ટ-અપ્સથી માંડી ટોપ કન્સલ્ટન્ટ્સ અને મલ્ટિનેશનલ્સ ઉત્કૃષ્ટ ટેલેન્ટની પાછળ દોડે છે. દરેક કંપની સમાન ટેલેન્ટની આશા રાખે છે અને અમુક લાયકાતવાળી ટેલેન્ટ માટે ઇન્સ્ટિટ્યૂટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ્સના સ્નાતકોને હંમેશા પ્રીમિયમ સેલરી મળે છે.

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર મળ્યો હતો. જોબ માર્કેટની સ્થિતિ બહુ સારી ન હોય ત્યારે પણ ટોચની બિઝનેસ સ્કૂલ્સના સ્નાતકોને ખાસ અસર થતી નથી અથવા ઓછી અસર થાય છે.

ચાલુ વર્ષે જે ઇન્સ્ટિટ્યૂટ્સે સરેરાશ ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે તેમાં આ રકમના પેકેજ ચૂકવતી કંપનીઓમાં 20-25 ટકા વધારો નોંધાયો છે. જેમ કે, MDI ગુડગાંવ ખાતે ચાલુ વર્ષે 55 કંપનીએ ₹20 લાખ કે વધુનો પગાર ચૂકવ્યો છે, જે આંકડો ગયા વર્ષે 46 હતો.

TISS મુંબઈમાં આવી કંપનીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 25 ટકા વધી છે. IIFT દિલ્હીમાં વાર્ષિક ₹20 લાખથી ઊંચો પગાર આપનારી કંપનીઓની સંખ્યા આ વખતે વધીને 48 થઈ છે, જે ગયા વર્ષે 27 હતી. IIFTના કોર્પોરેટ અને પ્લેસમેન્ટ એડ્વાઇઝર હરકિરત સિંઘે જણાવ્યું હતું કે, “આ બ્રેકેટમાં ઓફર્સની સંખ્યા 2016-’18ના 87થી 54 ટકા ઊછળી 134 થઈ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ચાલુ વર્ષે સરેરાશ પગારનો આંકડો ₹20.07 લાખે પહોંચ્યો છે.

કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર ₹20 લાખથી વધુનો વાર્ષિક પગાર ચૂકવતી કંપનીઓમાં એરટેલ, એમેઝોન, એશિયન પેઇન્ટ્સ, એવેન્ડસ, બજાજ ઓટો, સિટીબેન્ક, કોલગેટ પામોલિવ, ડેલ EMC, ડેલોઇટ ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ITC, લોઢા ગ્રૂપ, લો’રિયાલ, M&M, મેરિકો, નેસ્લે, રેકિટ બેન્કાઇઝર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેમસંગ R&D, ઓયો રૂમ્સ, રિવિગો, સ્વિગી, TAS અને ઉબર જેવી કંપનીઓ સામેલ છે.

February 2, 2019
Narendra-Modi-budget.jpg
1min11220

ભારતીય સંસદમાં તા.1લી ફેબ્રુઆરી 2019ને શુક્રવારે હંગામી નાણાંમંત્રી શ્રી પિયુષ ગોયેલ દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ અંગે સમગ્ર ભારતમાં ખુશાલીનો માહોલ પ્રવર્તી ઉઠ્યો છે ત્યાં કેટલાક લોકોને આ વચગાળાનું બજેટ ગેરકાયદે પણ દેખાયું છે અને તેના ભાગૂરપે જ બજેટ રજૂ થયાના ગણતરીના કલાકોમાં જ દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વચગાળાનું બજેટને રદ કરવા અંગે વિનંતી કરવામાં આવી છે.

મોદી સરકારના ઇન્ટ્રીમ બજેટ વિરુદ્ધ કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, વચગાળાના બજેટ અંગે બંધારણમાં કોઇ જોગવાઇ નથી. વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં નિર્દેશ કરાયો છે કે બંધારણમાં માત્ર પૂર્ણ બજેટ અને વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની જ જોગવાઇ છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, વોટ ઓન એકાઉન્ટ ચૂંટણીના વર્ષમાં નિર્ધારિત સમય માટે સરકારી ખર્ચને મંજૂરી આપે છે. ત્યારબાદ નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે. શુક્રવારે લોકસભામાં નાણાં મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી.

January 31, 2019
government_gujarat.jpg
1min11540

ચૂંટણી અને બજેટ પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કર્મચારીઓના ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે પહેલી ફેબ્રુઆરીથી અમલી બનશે.

રાજ્ય સરકારે કરેલી આ જાહેરાતનો લાભ 9 કરોડ 61 લાખ કર્મચારીઓને મળશે, જો કે આ જાહેરાતના કારણે સરકાર પર વાર્ષિક 771 કરોડનો વધારાનો બોજ પડશે.

સરકારના આ નિર્ણયનો લાભ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને મળશે. આ પહેલા કર્મચારીઓને 7 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું જે હવે 9 ટકા થયું છે. આ નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના નિવૃત કર્મચારીઓને પણ મળશે. સરકારી કર્મચારીઓને એરિયર્સ સાથેનો પગાર માર્ચમાં મળશે.

 

January 31, 2019
cable_tv.jpg
1min6740

ટેલિકૉમ રૅગ્યુલૅટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડીટીએચ ઑપરેટરોને ગ્રાહકોની ઇચ્છા હોય તો તેઓના લાંબાગાળાના પ્રીપૅડ કમિટમૅન્ટ ચાલુ રાખવાની સલાહ આપી હતી અને કેબલ સેવા માટેના નવા નિયમનો અમલ પહેલી ફેબ્રુઆરીથી જ થવાનો હોવાની સ્પષ્ટતા કરી હતી. પ્રસારણને લગતા નવા નિયમનો અમલ પહેલી ફેબ્રુઆરીથી થવાનો છે.

ટેલિકૉમ રૅગ્યુલૅટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ આર. એસ. શર્માએ સ્પષ્ટતા કરી હતી કે પ્રસારણ અને કેબલ સેવા માટે નવા નિયમનો અમલ પહેલી ફેબ્રુઆરીથી જ કરાશે અને આ મહેતલમાં કોઇ ફેરફાર નથી કરાયો. શર્માએ આશા વ્યક્ત કરી હતી કે ડીટીએચ અને કેબલ સેવા માટેના નવા નિયમનો અમલ કરતી વખતે ગ્રાહકોને કોઇ તકલીફ નહિ પડે.

તેમણે જણાવ્યું હતું કે જો ગ્રાહકે ટૂંકા કે લાંબાગાળાના પૅક માટે નાણાં ચૂકવી દીધા હોય તો આ રકમ ભાવિ ચુકવણી સામે વાળવામાં (ઍડજસ્ટ કરવામાં) આવશે.શર્માએ જણાવ્યું હતું કે લાંબાગાળાનું પૅકૅજ પૂરું થાય ત્યાં સુધી ચાલુ રાખવું કે નવી યંત્રણા અપનાવી લેવી, એ નક્કી કરવાનો ગ્રાહકને અધિકાર રહેશે. ટૂંકાગાળાનું પૅકૅજ ધરાવતા ગ્રાહકો પણ રિચાર્જ વખતે પોતાની પસંદગી કરી શકશે.

January 30, 2019
suratairport1.jpg
1min20320

આજે તા.30મી જાન્યુઆરી 2019ના દિવસે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે એક્સપાન્સન વર્કનો શિલાન્યાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઇ રહ્યો છે. ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ કેવું રહેશે એ બાબતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આર્ટિસ્ટીક ઇમ્પ્રેશન્સ તૈયાર કરાવવામાં આવી છે. ભવિષ્યમાં સુરતનું એરપોર્ટ અહીં ટેક્નોલોજીની મદદથી તૈયાર કરાયેલી ઇમેજીસ જેવું દેખાશે એમ માનવામાં આવી રહ્યું છે.

આ રહી ભવિષ્યના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરાવાયેલી ઇમેજીસ..

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

 

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)