CIA ALERT

બિઝનેસ Archives - Page 82 of 90 - CIA Live

August 24, 2018
china-1.jpg
1min4020

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વૉરમાં હવે વધુ સંઘર્ષ ન થાય એ માટેની વાટાઘાટો ચાલુ છે ત્યારે અમેરિકાએ ચીન દ્વારા પોતાની ટૅક્નોલોજીની બેફામ ચોરી થઈ રહી હોવાનું જણાવીને ચાઇનીઝ માલ પર બીજા ૧૬ અબજ ડૉલરની આયાત ડ્યૂટી લાદી છે.

ચીને એવું જણાવ્યું છે કે અમેરિકાએ હાર્લી મોટર સાઇકલો, બૉનબોન તથા ઑરેન્જ જ્યૂસ સહિતની સંખ્યાબંધ પ્રોડક્ટોને ટાર્ગેટ કરીને તોતિંગ ડ્યૂટી લાદી છે. અમે એટલી જ સંખ્યાની અમેરિકી પ્રોડક્ટો પર ડ્યૂટી લાદીને તાત્કાલિક વળતો જવાબ આપીશું. વિશ્ર્વના આ બે મોટા રાષ્ટ્રો વ્યાપક અસર પાડનારી ટ્રેડ-વૉર અંગે પહેલીવાર મંત્રણા યોજી રહ્યા છે ત્યારે અમેરિકાએ આ ધડાકો કર્યો છે. ટ્રમ્પે અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા આક્રમક વ્યાપારી પગલાં લીધા છે, પરંતુ અમેરિકાના ટ્રેડિંગ પાર્ટનરો આક્રમકતાપૂર્વક તેનો વિરોધ દર્શાવીને પ્રત્યારોપ કર્યા છે. તેમના મત મુજબ આ પગલું અમેરિકી ખેડૂતો, ઉત્પાદકો અને ગ્રાહકોને માટે નુકસાનકર્તા છે. અમેરિકાના બિઝનેસ હાઉસો ઉત્પાદકો માટે ભાવ વધારનારી અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા ટેરિફ વિશે ખૂબ ચિંતિત છે. હજી બીજા ૨૦૦ અબજ ડૉલરના ચાઇનીઝ માલ-સામાન પર નવી ડ્યૂટીની સંભાવના છે જે વિશે આ અઠવાડિયે જાહેર સુનાવણીઓ થઈ રહી છે. આ ઉપરાંત ટ્રમ્પે તમામ ઑટો આયાત પર ૨૫ ટકાના ટૅક્સનું સૂચન કર્યું છે.

August 23, 2018
bandhan.jpg
1min12210

લિસ્ટિંગના પાંચ મહિનામાં બંધન બેન્કનો શેર ₹375ના ઓફર ભાવથી 87 ટકા ઊછળ્યો છે. તેનું માર્કેટ-કેપ યસ બેન્કની નજીક આવ્યું છે. બંધન બેન્ક કરતાં યસ બેન્કની લોન બૂક છ ગણી મોટી અને કુલ આવક સાડા ચાર ગણી વધુ છે. શેરમાં તીવ્ર ઉછાળાથી પ્રાઇસ ટુ બૂક (P/B)ના સંદર્ભમાં ટોચની 10 બેન્કોમાં બંધન બેન્ક સૌથી મોંઘો બેન્ક શેર બન્યો છે.

તા.17મી ઓગસ્ટે બંધન બેંકનો શેર ₹703.20એ બંધ આવ્યો હતો અને માર્કેટ-કેપ ₹83,878 કરોડ હતું, જેનાથી તે દેશની આઠમા ક્રમની સૌથી મોટી બેન્ક બની છે. સાતમા ક્રમની સૌથી મોટી બેન્ક યસ બેન્કનું માર્કેટ-કેપ ₹90,628 કરોડ હતું. બંધન બેન્કનો શેર 8.9ના P/B રેશિયોએ ટ્રેડ થાય છે. ટોચની દસ ખાનગી બેન્કોનો P/B રેશિયો 2.5થી 5.1ની રેન્જમાં છે, જ્યારે સરકારી બેન્કનો 0.9થી 1.4 છે. માર્કેટ-કેપના સંદર્ભમાં HDFC બેન્કનો P/B રેશિયો 5.1 છે.

બંધનનું પ્રીમિયમ વેલ્યુએશન તેના ઊંચા રિટર્ન રેશિયો અને વધુ સારી એસેટ ક્વોલિટીનું પ્રતિબિંબ પાડે છે. FY18માં તેનું રિટર્ન ઓન એસેટ (RoA) 4 ટકાના સ્તરે સૌથી ઊંચું હતું. ટોચની દસ બેન્કોનું RoA બે ટકાથી નીચું છે. બંધનની કુલ એનપીએ 1.25 ટકા હતી, જે સૌથી નીચી છે.

FY18માં બંધનની કુલ આવક ₹5,508 કરોડ અને કુલ ધિરાણ ₹32,339 કરોડ હતું. આ બંને માપદંડમાં તે આ યાદીની સૌથી નાની બેન્ક છે. એનાલિસ્ટ્સ બંધનના શેર માટે હકારાત્મક વલણ ધરાવે છે. બ્લૂમબર્ગનું સરેરાશ રેટિંગ દર્શાવે છે કે છમાંથી પાંચ એનાલિસ્ટ્સે બાય રેટિંગ આપેલું છે અને એકે હોલ્ડ રેટિંગ આપેલું છે.

August 21, 2018
bangladesh.jpg
1min17730

Jayesh Brahmbhatt  98253 44944

એપેરલ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટન્ટનો ગેરફાયદો ઉઠાવતા કેટલાક આંતર રાષ્ટ્રીય વ્યાપારીઓ ચીનનું સસ્તું કાપડ મોટા પાયે બાંગ્લાદેશમાં ઠાલવે છે, ત્યાં કાપડમાંથી રેડીમેડ ગારમેન્ટ બનાવીને બિલકુલ ફ્રી ભારતમાં ઘૂસાડી દેવાની મોડસ ઓપરેન્ડી સામે કેન્દ્રને કરાયેલી રજૂઆતો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાપડ માટેનો ફ્રી ટેડ એગ્રીમેન્ટે ગેરલાભ ઉઠાવીને કેટલાક ભેજાબાજ વેપારીઓ દ્વારા વાયા બાંગ્લાદેશ દુનિયાભરમાંથી કાપડ ભારતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. વાયા બાંગ્લાદેશ આ પ્રમાણે થઇ રહેલા કાપડના ઇમ્પોર્ટને પગલે સ્થાનિક એપેરલ મેન્યુફ્કચરર્સ કંપનીઓ મોટા આર્થિક ખાડામાં પડી રહી છે. બાંગ્લાદેશ એક ગરીબ દેશ અને પડોશી હોવાથી ભારતે બાંગ્લાદેશને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપતા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કર્યો હતો પણ એ એગ્રિમેન્ટએ ભારતના જ રેડીમેડ ગારમેન્ટસ ઉદ્યોગને પાયમાલ કરી રહ્યો છે. બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઠલવાતા તૈયાર વસ્ત્રો ઝીરો ડ્યૂટીથી આવે છે, ચીન વાયા બાંગ્લાદેશથી આવતા આવા તૈયાર વસ્ત્રો સસ્તા દરે મળતા હોઇ ભારતના સ્થાનિક નાના અને મધ્યમ એપેરલ મેન્યુફેક્ચરર્સ મુશ્કેલી આર્થિક રીતે ખાડામાં ઉતરી રહ્યા છે.

(બાંગ્લાદેશની એપેરલ ફેક્ટરીની ફાઇલ તસ્વીર)

ગુજરાત અગ્રણી એપેરલ મેન્યુફેક્ચર સૂત્રો જણાવે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ફેરફાર કરવાનો તકાજો છે, ભારતના કાપડ ઉત્પાદકો માટે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ઘાર્ટ સર્જાયો છે. એપેરલ ફિલ્ડમાં બાંગ્લાદેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઇન્ડિયા’નો હેતુ પણ સરતો નથી. મોટા રિટેલરો તો બાંગ્લાદેશમાંથી સસ્તો માલ ખરીદીને ભારતીય બજારમાં નાંખે છે.ચીનનું કાપડ બાંગ્લાદેશ જાય અને ત્યાંથી એપેરલ બનીને ડ્યુટી ફ્રી ભારતમાં ઠલવાય

ભારતના એપેરલ ઉદ્યાગકારો કહે છે કે બાંગ્લાદેશ સાથે ભારતનો એપેરલમાં ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ છે એવું પામી ગયેલા ચીની ઉત્પાદકો હાલમાં મોટા પાયે બાંગ્લાદેશમાં પોતાનું કાપડ ડમ્પ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં જ ચીની કાપડમાંથી એપેરલ બનીને બાદમાં તેને ભારતમાં ઠાલવી દેવામાં આવે છે. આ આખું કારસ્તાન ફ્રી ટ્રેડ એટલે કે કોઇપણ પ્રકારના આયાત વેરા વગર કરવામાં આવી રહ્યું છે. ચીનનું કાપડ બાંગ્લાદેશમાં સસ્તા ભાવે જાય અને તેમાંથી એપેરલ બનીને ભારતમાં ડ્યૂટી ફ્રી હોવાને કારણે સસ્તા ભાવે ઠલવાય છે.

ભારતમાં બનેલા એપેરલ સ્પર્ધામાં ટકી રહે તેમ નથી. આ સંજોગોમાં ભારતના એપેરલ ઉદ્યોગને ટકાવવા સરકારે પગલાં લેવાં જરૂરી છે. ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે વિસ્તરેલો છે સૌથી વધુ રોજગારી ઉત્પન કરતું સેક્ટર છે, ત્યારે રોજગારીને ટકાવવા પણ કેન્દ્ર સરકાર આ દિશામાં પગલાં લે તે માટે એસોસિયેશને રજૂઆતો કરવામાં આવી છે.

છેલ્લાં બે વર્ષમાં બાંગ્લાદેશથી ભારતમાં એપેરલની આયાતમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. નાણાંકીય વર્ષ 2016-’17ની સરખામણીમાં 2017-’18માં બાંગ્લાદેશમાંથી આવતા એપેરલ્સમાં 115 ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે.

ભારતમાં જીએસટી લાગુ થવા અગાઉ 16 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી જે હવે આઇજીએસટીના નામે બાદ મળતાં હવે શૂન્ય ટકા ડ્યૂટી રહે છે. ચીનનું સસ્તું કાપડ એપેરલ બનીને ભારતમાં આવે છે જે અહીંના ઉદ્યોગો માટે ખતરાની ઘંટી સમાન છે. ભારત સરકાર એપેરલ ઉદ્યોગને બચાવવા અને તેના ઉપાયના ભાગ રૂપે ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજન’ કે સંપૂર્ણ વેલ્યૂ એડિશન જેવાં નિયંત્રણો લાદવા જોઇએ એવો મત નિષ્ણાંતો આપી રહ્યા છે.

ભારતીય મોટા રિટેલર હવે બાંગ્લાદેશથી માલ મંગાવે તો ભારતમાં ઉત્પાદિત માલ કરતાં અન્યો સાથે સ્પર્ધામાં ટકી રહે તેવો હોય છે. તેથી તેઓ માલ ત્યાંથી મંગાવે છે, જેની વિપરીત અસર દેશમાં પડી રહી છે. સાથે જીએસટી આવવાની સાથે અન્ય દેશમાં કાઉન્ટરવેલિંગ ડ્યૂટી (સીવીડી) દૂર કરીને તેને બદલે જીએસટી લાગુ પડ્યો છે, જે હવે આઇજીએસટી નામે તેઓને બાદ મળે છે.

જીએસટી બાદ ટેક્સમાં છૂટ વધુ મળતાં હાલમાં મોટા રિટેલર જે અગાઉ ભારતમાંથી માલ લઈ રહ્યા હતા તે બાંગ્લાદેશથી લઈ રહ્યા છે, એટલું જ નહીં ભારત અને વિદેશના અમારા ગ્રાહકો હવે સીધા બાંગ્લાદેશથી સસ્તા એપેરલ મેળવી રહ્યા છે, આમ એપેરલના નાના ઉત્પાદકોનાં કામકાજ ઘટી રહ્યાં છે.

August 21, 2018
gita.jpg
1min5130

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE) પર 10 સપ્ટેમ્બરથી ગીતાંજલિ જેમ્સ સહિતની નવ કંપનીઓમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.  નિરવ મોદી અને તેના મામાના બહાર આવેલા કૌભાંડથી અત્યાર સુધી આ કંપનીઓને સ્ટોક માર્કેટમાં કામ કરવા દેવાયું એ પણ તપાસ માગી લે તેવો વિષય બન્યો છે.

ગીતાંજલિ જેમ્સ પીએનબીને અબજો રૂપિયાનો ચૂનો લગાવનારા મેહુલ ચોક્સીની કંપની છે.

સેબીએ કહ્યું છે કે જો આ પૈકી કોઈ કંપની LODR (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) નિયમોનો અમલ ચોક્કસ સમયમર્યાદામાં કરશે તો તે કંપનીના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ નહીં થાય. બીએસઇના કિસ્સામાં આ સમયમર્યાદા ચાર સપ્ટેમ્બર છે, જ્યારે એનએસઇના કિસ્સામાં પાંચમી સપ્ટેમ્બર છે. આમ, વાસ્તવમાં આ તમામ નવ કંપનીમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થશે કે કેમ તે પાંચમી સપ્ટેમ્બર પછી સ્પષ્ટ થશે.

યાદીમાં સમાવિષ્ટ અન્ય કંપનીઓમાં એમ્ટેક ઓટો, એસુન રેરોલ, પેનોરેમિક યુનિવર્સિલ એ ચાર કંપનીમાં BSE-NSE બન્નેમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે. થમ્બી મોડર્ન સ્પિનિંગ મિલ્સ, ઇન્ડો પેસિફિક પ્રોજેક્ટ્સ, હરિયાણા ફાઇનાન્શિયલ કોર્પોરેશન, નોબલ પોલિમર્સ, સમૃદ્ધિ રિયલ્ટી પર બીએસઇમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે.

રેગ્યુલેશન 33 નાણાકીય પરિણામોની રજૂઆત અંગેનો છે. બીએસઇના કહેવા પ્રમાણે આ નવ કંપનીઓ પૈકી સમૃદ્ધિ રિયલ્ટી અને નોબલ પોલિમર્સે તેમના નાણાકીય પરિણામ જાહેર કરી દીધાં છે, પરંતુ જરૂરી દંડ હજી જમા નથી કરાવ્યો. વળી, આ બન્ને કંપનીઓમાં પ્રમોટરોનું સંપૂર્ણ હોલ્ડિંગ 17 ઓગસ્ટથી સ્થગિત કરી દેવાયું છે.

એનએસઇએ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે જો કંપનીઓ LODR નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો પાંચમી સપ્ટેમ્બરથી તેમના ઇક્વિટી શેરનું ટ્રેડિંગ સ્થગિત કરી દેવાશે. જ્યાં સુધી પાલન નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્શન ચાલુ રહેશે. વળી, સસ્પેન્શનના 15 દિવસ પછીથી શેરનું ટ્રેડિંગ ઝેડ ગ્રૂપમાં જ થઈ શકશે. મતલબ કે છ મહિના સુધી દર સપ્તાહના પ્રથમ દિવસે જ ટ્રેડિંગ થશે.

ઝેડ ગ્રૂપમાં એવી કંપનીઓ સામેલ છે, જેઓ લિસ્ટિંગના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે અને/અથવા રોકાણકારોની ફરિયાદોનું નિવારણ કરવામાં નિષ્ફ‌ળ ગઈ છે અને/અથવા તેમની જામીનગીરીઓનું ડિમટિરિયલાઇઝેશન કરવા ડિપોઝિટરીઝ CDSL and NSDL સાથે જરૂરી વ્યવસ્થા નથી કરી.

August 19, 2018
Hyundai-Electric-rear.jpg
1min6570
દક્ષિણ કોરિયાની મહાકાય ઓટો કંપની હ્યુન્ડાઈ મોટર ભારતમાં ઇલેક્ટ્રિક

વ્હિકલ્સની તેની ફુલ રેન્જ રજૂ કરવાની યોજના ધરાવે છે. ભારતની નં.-1 કાર કંપની મારુતિ સુઝુકી સામે સ્પર્ધા કરવા માટે પ્રોડક્ટ ઓફરિંગ્સમાં વધારો કરીને બજારહિસ્સો વધારવાના પ્રયાસના ભાગરૂપે તે હવે ઇલેક્ટ્રિક કારનો કાફલો પણ રસ્તા પર ઉતારશે.

મારુતિએ 2020 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવાની યોજના જાહેર કર્યાના ગણતરીના દિવસોમાં જ હ્યુન્ડાઈએ ભારતમાં આવા વાહનોના મેન્યુફેક્ચરિંગની દિશામાં અભ્યાસ શરૂ કર્યો હતો અને કંપની વૈશ્વિક સ્તરે સફળ ગયેલી કોના SUVને 2019 સુધીમાં ભારતમાં રજૂ કરશે.

હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા જણાવે છે કે, “અમારો હેતુ ભારતમાં ઇલેક્ટ્રિક કારની રેન્જ મૂકવાનો અને વિવિધ કિંમતના ખરીદદારોને આકર્ષવાનો છે. કંપની અત્યારે બેટરી મેન્યુફેક્ચરિંગ અને લોકલ માર્કેટમાંથી પાર્ટ્સનું સોર્સિંગ કરવા સહિતના વિવિધ વિકલ્પોનો અભ્યાસ કરી રહી છે. અમે ભારમતાં ઇલેક્ટ્રિક વ્હિકલ્સ માટે ‘ટોપડાઉન સ્ટ્રેટેજી’ અપનાવીશું. કોના ઇલેક્ટ્રિક વ્હિકલના એસેમ્બલિંગ બાદ અમે ભારતમાં કોમ્પેક્ટ SUVs અને સેડાન ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ કે નહીં તેની ચકાસણી કરીશું.”

ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કરવાના પગલાંથી હ્યુન્ડાઈને ભારતમાં મારુતિ સુઝુકીને સીધી સ્પર્ધા આપવામાં મદદ મળે તે જરૂરી નથી પરંતુ કંપનીને ભવિષ્યમાં સરકારની એનર્જી એફિશિયન્ટ સર્વિસિસ લિ. (EESL)ના કોન્ટ્રાક્ટમાં ભાગ લેવાના વિકલ્પો જરૂર મળશે.

August 16, 2018
download-2.jpg
1min13180

રાજ્ય સરકારે રાજ્યમાં આઇટી Information technology તથા તેની સાથે સંકળાયેલી સેવાઓ (ITES)ના બિઝનેસને હવે ઇન્ડસ્ટ્રીનો દરજજો આપ્યો છે. રાજ્ય સરકારે સૈદ્ધાંતિક રીતે આઇટી-ITESને ઉદ્યોગનો દરજ્જો આપવા આઇટી ઉદ્યોગો સાથે પત્રવ્યવહાર પણ કર્યો છે. હવે રાજ્ય સરકાર આ અંગે પરિપત્ર બહાર પાડીને ટૂંક જ સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.

રાજ્ય સરકારે ગેસિયાને પત્ર લખીને આઇટી-આઇટીઇએસને ઉદ્યોગનો દરજ્જો પ્રાપ્ત થયો હોવાની જાણ કરી દીધી છે. આ પત્રમાં લેન્ડ રેવન્યુ કોડ, એલઆર એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ, ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટને સાંકળી લેવાશે. આ ઉદ્યોગને હોટલ ઉદ્યોગની સમકક્ષ ગણાશે કારણ કે તે ઉત્પાદનલક્ષી હોવા ઉપરાંત સ્પષ્ટ રીતે બિઝનેસ યુનિટ ગણી શકાય.

આઇટી કંપનીઓના એસોસિયેશન ગેસિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર આઇટીને ઉદ્યોગનો દરજજો આપવા અંગે જણાવ્યું હતું કે, “આઇટી અને આઇટી સાથે સંકળાયેલી સેવાઓને ઉદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લઈ લીધો છે.

આ અંગે વધુ વિગતો સાથેનો જીઆર રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં બહાર પાડવામાં આવશે અને તેમાં કઈ રીતે લાભ આપવામાં આવશે તેની વિધિવત્ જાહેરાત થશે. ત્યાર પછી વધુ કહી શકાય પરંતુ અમારા આઇટી ઉદ્યોગ દ્વારા અન્ય ઉદ્યોગોને જે સરકાર તરફથી લાભ મળે છે તે મળવા જોઈએ તેવી માંગ અમારા તરફે કરવામાં આવી છે અને તેમાં ઉદ્યોગોને રાજ્ય સરકારના ઔદ્યોગિક વસાહત-જીઆઇડીસીમાં જમીન ફાળવણી કે પાવર સબસિડી જેવા લાભ રોજગારી આપતા આ સેક્ટરને મળવા જોઈએ તેમ માનીએ છીએ.

સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પર કામ કરતી કંપની સોફ્ટવેર અને ટેક્‌નોલોજીના સમન્વયથી કામ કરે છે, તેવા સંજોગોમાં જેમ હોટેલ ઇન્ડસ્ટ્રી પ્રવાસન ઉદ્યોગનો ભાગ ગણાય છે તે જ રીતે આઇટી ઉત્પાદન અને સર્વિસિસને પણ આ નિર્ણયને પગલે ઉદ્યોગ તરીકે ગણના થશે.

August 16, 2018
Jio_Phone_2.png
1min13570

રિલાયન્સ જીઓ ગુરુવારે તેની વેબસાઇટ પરથી જીઓફોન2નું વેચાણ શરૂ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના જીઓફનના યુઝર્સની સંખ્યા 10 કરોડે પહોંચાડવા માંગે છે. કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, જીઓફોનનું નવું હાઈ-એન્ડ મોડલ જીઓફોન2 16 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી ફ્લેશસેલમાં Jio.com પરથી ખરીદી શકાશે.

આ 4G ફોન QWERTY કી પેડ સાથે આવશે અને તેમાં ફેસબૂક, વ્હોટ્સએપ, યુ-ટ્યૂબ, ગૂગલ મેપ્સ જેવા એપ્સ ઉપરાંત જીઓ સિનેમા, જીઓચેટ, જીઓમ્યુઝિક જેવા વર્તમાન જીઓ એપ્સ હશે. રિલાયન્સ જીઓએ જીઓફોનનું પ્રથમ વર્ઝન ₹1,500ની રિફન્ડેબલ ડિપોઝિટમાં આપ્યું હતું પણ બીજું વર્ઝન ખરીદવા ગ્રાહકોએ સંપૂર્ણ રકમ આપવાની રહેશે.

ભારતમાં જીઓફોનના 2.5 કરોડથી વધુ યુઝર્સ છે. સાયબરમીડિયા રિસર્ચના જણાવ્યા પ્રમાણે 2017ના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સ જીઓની અમ્બ્રેલા બ્રાન્ડ LYF જીઓફોનને કારણે 27 ટકા બજારહિસ્સા સાથે માર્કેટ લીડર તરીકે ઊભરી આવી હતી. એ પછી 14 ટકા સાથે સેમસંગનો ક્રમ આવ્યો હતો.

August 16, 2018
bank.jpg
1min5680

કૉસ્મૉસ બૅન્કમાં થયેલી ૯૪.૪૨ કરોડ રૂપિયાની તફડંચી માટે બૅન્કની ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીની ખામી જવાબદાર હોવાનું નૅશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (NPCI)એ કહ્યું છે.

cosmos bank

કાઉન્સિલના રિસ્ક મૅનેજમેન્ટ વિભાગના વડા ભરત પંચાલે કહ્યું હતું કે ‘કાઉન્સિલની સિસ્ટમ સંપૂર્ણપણે સલામત છે. સાઇબર-હુમલાની આ ઘટના બૅન્કની પોતાની ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સિસ્ટમમાં આવેલા માલવેરને લીધે થઈ છે. હુમલા મારફત મોટા ભાગના વ્યવહારો ભારતની બહાર થયા છે. કાઉન્સિલની સિસ્ટમ એકદમ સલામત છે. કૉસ્મૉસ બૅન્કની ઘટનાને પગલે સર્જા‍યેલી સમગ્ર પરિસ્થિતિ પર કાઉન્સિલ દેખરેખ રાખી રહી છે.’

August 14, 2018
nano.jpg
1min7440

ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોર કારની સારી માંગના પગલે ગુજરાતના સાણંદ પ્લાન્ટ ખાતે 100 ટકા ક્ષમતા પર ઉત્પાદન નોંધાવ્યું છે અને કંપની આગામી સમયમાં તેની ક્ષમતામાં થોડો વધારો કરશે. કંપની ટિગોરના ઇલેક્ટ્રિક વ્હિકલનું ઉત્પાદન પણ સાણંદ પ્લાન્ટ ખાતે કરે છે અને કંપની 2020 સુધીમાં સાણંદ પ્લાન્ટને સેન્ટર ઓફ મેન્યુફેક્ચરિંગ એક્સેલન્સ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.


સાણંદ પ્લાન્ટ ખાતે અમારી શરૂઆત ધીમી રહી હતી પરંતુ ટિયાગો અને ટિગોરનું ઉત્પાદન અહીં શરૂ કરવામાં આવ્યા બાદ ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે.

જાન્યુઆરી 2017માં આ પ્લાન્ટમાં કુલ 3 લાખ કાર ઉત્પાદનના સ્તરે પહોંચ્યા બાદ જાન્યુઆરી 2018માં અમે ચાર લાખ યુનિટનો આંક વટાવ્યો હતો અને હવે ઓક્ટોબર મહિનામાં જ આ પ્લાન્ટમાં બનેલી કારની સંખ્યા પાંચ લાખનો આંક વટાવી જશે.

હાલમાં પ્લાન્ટ 1.50 લાખ યુનિટની ક્ષમતા સાથે સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત છે અને અમે એફિશિયન્સી વધારીને ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યા છીએ. હાલમાં દરરોજ 450 કારનું ઉત્પાદન થાય છે તે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૫૦૦ કાર પર પહોંચવાની ધારણા છે. સાણંદ પ્લાન્ટ અમારા પેસેન્જર વાહનોના ઉત્પાદનમાં 60 ટકા યોગદાન આપે છે.

પેસેન્જર વ્હિકલ ઉદ્યોગની વૃદ્ધિની સરખામણીએ ટાટા મોટર્સ ઘણી ઝડપી વૃદ્ધિ નોંધાવી રહી છે અને તેથી ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ રહી છે. સાણંદ પ્લાન્ટ ખાતે કંપની લગભગ 35 ટકા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા ખર્ચમાં ₹8 કરોડની બચત કરી છે.

ગુજરાતને ઓટોમોબાઇલ હબ બનાવવાનું શ્રેય ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને આપવામાં આવે છે પરંતુ નેનો કાર અપેક્ષા જેટલી સફળતા મેળવી શકી નહોતી અને ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટ ખાતે નજીવું ઉત્પાદન થતું હતું. જોકે, ટિગોર અને ટિયાગોના લોન્ચ બાદ આ પ્લાન્ટ ધમધમતો થયો છે. ટાટા મોટર્સ અહીં એન્જિનનું ઉત્પાદન પણ કરે છે.

હાલમાં સાણંદ પ્લાન્ટમાં દર મહિને 8,000 જેટલી ટિયાગો અને 3,000 જેટલી ટિગોર કારનું ઉત્પાદન કરવામાં આવે છે. અમે એફિશિયન્સી વધારીને પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે. ગયા વર્ષે અમે દર મહિને 6500 યુનિટનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ હાલમાં દર મહિને 11,000 યુનિટ ઉત્પાદન કરી રહ્યા છીએ. આ ક્ષમતા ઓક્ટોબર સુધીમાં જ વધારીને દર મહિને 12,500 યુનિટની કરી દેવાશે.

August 13, 2018
textile-1-1280x960.jpg
1min6130
आज दिनांक 13 अगस्त को दोपहर 12 बजे पुलिस कमिशनर सुरत शहर श्री सतीश शर्मा के साथ फोस्टा एवं मार्केट एसोसिएशन के पदाधिकारियों कि अहम बेठक हुईथी. यह मिटींग बहूत ही सुखद और फलदायी रही एैसा श्रीरंगनाथ सारड़ाने सी.आइ.ए. को बताया था.
पुलिस कमिशनर के साथ हूई बेठकमां लिए गए फैंसले के बारे में जानकारी देते हुए श्री रंगनाथ सारड़ाने बताया कि 1) फ़्री पार्किंग ( विज़िटर्स मालवाहक) के लिए एक घंटे कि अवधि के लिए दिया जाएगा. पार्किंग किए गए वाहन में उसी मार्केट के व्यापारी का माल होना जरूरी होगा ।
2) Pay and park के लिए अगर किसी मार्केट ने अलग से जगह ले रखी है तो उस जगह पर पार्किंग चार्ज वसूल कर सकते है ।
3) अगर कोई एक घंटे के बाद या अन्य मार्केट के माल को लेकर (जिसमें गुजरात हाईकोर्ट के आदेश का उल्लंघन नहीं होता है) जोर-जबरदस्ती करता है तो तुरंत पुलिस को सूचित करें ।।
आज मिटिंग में मनोज अग्रवाल, राजेश अग्रवाल, रंगनाथ सारड़ा, जयलाल, दिनेश कटारिया, जगदीश गोयल, फूलचंद राठौड़, मनोहरसिंह, रामरतन वोहरा, भंवरलाल जांगीड़ व 451 मार्केट के सेक्रेटरी आदि मौजूद थे।