CIA ALERT

બિઝનેસ Archives - Page 83 of 92 - CIA Live

September 10, 2018
petrolvsdesalcr-1280x720.jpg
1min11410

એક સમયે ભારતમાં વેચાતી લગભગ 50 ટકા કાર ડીઝલ આધારિત હોતી હતી, પરંતુ, હવે સિનારીયો સંપૂર્ણપણે બદલાય જવા પામ્યો છે. ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવનો તફાવત સતત ઘટ્યો હોવાથી તેમજ તાજેતરમાં સરકાર અને અદાલતોએ ડીઝલ વાહનો સામે આકરા પગલાં ભરવાના નિર્ણયો લીધા હોવાથી કાર ખરીદદારોમાં ડીઝલ કાર ખરીદવાનું આકર્ષણ ઘટી રહ્યું છે. ઉપરાંત, 2020માં BS-VI એમિશન સ્ટાન્ડર્ડ્ઝ લાગુ થશે એટલે ડીઝલ વાહનોની માંગ પર વધુ અસર પડવાની સંભાવના છે.

એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચેના નાણાકીય વર્ષમાં ભારતમાં વેચાયેલી કુલ કારની સંખ્યામાં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો ઘટીને 23 ટકા થયો હતો અને એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં તે વધુ ઘટીને 22.5 ટકા થઈ ગયો હતો.

નાણાકીય વર્ષ 2012-’13માં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો 47 ટકા હતો. ઓટોજગતનાં નિષ્ણાતોનું કહેવું છે કે, ડીઝલ કારનો હિસ્સો હજુ ઘટશે અને માર્ચ-2019 સુધીમાં તેનો હિસ્સો કુલ કાર વેચાણમાં 20 ટકાથી પણ નીચો જશે અને એક દાયકાના તળિયે પહોંચશે. યુટિલિટી વ્હિકલ સેગમેન્ટમાં ડીઝલ સૌથી ઈચ્છનીય ફ્યુઅલ ઓપ્શન ગણાય છે અને આ સેગમેન્ટમાં પણ તેનો હિસ્સો હવે 84 ટકા થયો છે, જે 2012-’13માં 97 ટકા હતો. પેસેન્જર વ્હિકલ (કાર, યુટિલિટી વ્હિકલ્સ, વાન) સેગમેન્ટમાં 2017-’18માં વેચાયેલા નવા વાહનોમાં પેટ્રોલ એન્જિનનો હિસ્સો 62 ટકા જેટલો ઊંચો હતો જે પાંચ વર્ષ પહેલાં 42 ટકા નીચો હતો.

જૂન-2012માં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત ₹28 જેટલો ઊંચો હતો પણ આજની તારીખમાં બંને ઈંધણના ભાવ વચ્ચેનો તફાવત માત્ર ₹7.50ની આસપાસ છે. બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મોટા કદનાં ડીઝલ-સંચાલિત પેસેન્જર વ્હિકલ્સના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આગામી મહિનાઓમાં સેડાન અને હેચબેક સેગમેન્ટમાં પણ પેટ્રોલ વાહનોની માંગ વધશે તેવી શક્યતા છે.”

 

 

Please contact for any news, event coverage 98253 44944

September 10, 2018
textilemarket.jpg
1min15440

किसी भी प्रकार की जानकारी, न्युज, इवेन्टस

कवरेज के लिए संपर्क करे 98253 44944

सुरत के कपडां व्यापारीओ के संगठन फेडरेशन ओफ टेक्सटाइल ट्रेडर्स एसोसीएशनने सुरत के अपने सभी मेम्बर टेकस्टाइल मार्केट में कामकाज, व्यापार कर रहे सभी व्यापारीओ के लिए पेमेन्ट संबंधी नयी गाइडलाइन्स जारी की है.

जैसे डायमंड इन्डस्ट्रीज में हो रहा है उसी तर्ज पर ट्रेडर्स, एजेंट, ट्रान्सपोर्ट, विवर्स, पार्सल कोन्ट्राक्टर्स व इत्यादि के साथ अगर कोइ विववाद होता है तो उसमें फेडरेशन का निर्णय सबको सर्वमान्य होगा. एक एैसा भी प्रावधान किया गया है कि पेमेन्ट बिल डेट के 45 दिन में करना आवश्यक है, और जीएसटी होने कि वजह से अब बिल टु बिल पेमेन्ट करना आवश्यक होगा.

आडंतिया व एजेंट को 2 प्रतिशत दलाली का भुगतान सिर्फ पूर्ण रूप से पेमेन्ट के मिल जाने के बाद हि व्यापारी करेंगे.

उपर्युक्त इमेज फोस्टाने जो भी मार्गदर्शिका जारी की है वो प्रकाशित किया है. सुरत के सभी टेकस्टाइल मार्केटस में नई गाइडलाइन्स दि. 1 अक्टुबर 2018 से लागू होगी ऐसा फोस्टा के सूत्रोना बताया है.

 

आप गुगल प्ले स्टोर से एप भी डाउनलोड कर सक्ते है.

September 7, 2018
kerala.jpg
1min4620

કેરળમાં ભારે પૂરના કારણે થયેલાં નુકસાન માટે વીમા કંપનીઓએ પ્રારંભિક સ્તરે ક્લેમના જે અંદાજ મુક્યા હતાં તેને હવે બમણાં કરીને ₹2500 કરોડ કર્યા છે કેમ કે વધુને વધુ લોકો રહેણાક તથા મોટર પોલિસી હેઠળના દાવા કરી રહ્યા છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય વીમામાં પણ કંપનીઓને ફટકો પડી શકે કેમ કે એકવાર પુરના પાણી ઓસરશે પછી પ્રદૂષિત પાણીને લગતો રોગચાળો ઊભો થઇ શકે છે.

એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને હાલના તબક્કે ₹85 કરોડના દાવાઓ સામે આવ્યા છે એવી અપેક્ષા કે આ આંકડો વધીને ₹120 કરોડને સ્પર્શી શકે. એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ ઉદ્યોગમાં આશરે પાંચ ટકા હિસ્સો ધરાવે છે ત્યારે સમગ્ર ઉદ્યોગ માટેનો રાજ્યમાં પુરના કારણે થયેલાં નુકસાનના દાવાનો આંક આશરે ₹2,000 કરોડથી લઇને ₹2,500 કરોડ સુધી પહોંચે તેવી ધારણા છે. આ પુર સદીનું સૌથી ભયાનક પુર હતું.

કેરેલામાં પૂર બાદ મોટર, હાઉસહોલ્ડ તથા કોર્પોરેટ હેઠળ દાવાઓ આવી રહ્યા છે. હેલ્થ ઈન્સ્યોર્નસ હેઠળના દાવા હવે પછી બહાર આવી શકે.

વીમા નિયમનકારે વીમા કંપનીઓને આદેશ કર્યો છે કે કેરળમાં દાવાની ઝડપી પતાવટ માટે તત્કાળ પગલાં ભરવામાં આવે. વીમા કંપનીઓએ પણ કોઈ પણ પ્રકારની અગવડ વગર દાવાની પતાવટ થાય તે માટે સમગ્ર પ્રક્રિયાને હળવી કરી છે.

ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આંકડા અને જથ્થા એમ બન્ને સંદર્ભમાં દાવાઓમાં વધારો થયો છે. પુરના કિસ્સામાં તમે જંગી દાવાઓની અપેક્ષા રાખી શકો. તેની સાથોસાથ સેટલમેન્ટ પણ થતાં રહેતાં હોય છે. અમે એક ઓટો ડીલરને મોટા કોર્પોરેટ ક્લેમની ચુકવણી કરી છે.”

2015માં ચેન્નાઇમાં વિનાશક પુરના કારણે થયેલાં ક્લેમ પછીના આ બીજા ક્રમના ક્લેમ છે. આ ક્લેમ જમ્મુ અને કાશ્મીરમાં તથા ઉત્તરાંચલમાં પુર પછી કરવામાં આવેલા ક્લેમની સરખામણીએ મોટા હતાં જે આશરે ₹2,000 કરોડના હતાં.

સ્વીસ આરઈ રિપોર્ટ પ્રમાણે પ્રલયથી થતાં નુકસાનમાં વીમા કંપનીઓ દ્વારા પાછલા 10 વર્ષ દરમિયાન સરેરાશ ફક્ત 30 ટકાને જ આવરી લેવામાં આવે છે બાકીનો 70 ટકા પ્રલય નુકસાનનો હિસ્સો વ્યક્તિઓ, કંપનીઓ અને સરકાર ભોગવે છે.

September 6, 2018
lowestair.jpg
1min5540
  • એતિહાદ અને ઇન્ડીગો દ્વારા ઇન્ટરનેશનલ રુટ્સના ફ્લાઇટ રેટસનું સેલ શરૂ થઇ રહ્યું છે
  • જેટ એરવેઝ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના ઘટાડેલા દરો જાહેર કરી દીધા છે

 

આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ્સના દરો અત્યંત ઘટાડી દઇને હવે ભારતીય પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે. જેટ એરવેઝ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રિટર્ન ટિકીટના ભાવે અસામાન્ય રીતે ઘટાડાયા બાદ હવે એતિહાદ અને ઇન્ડીગો દ્વારા પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના દરો ઘટાડવાની ઘોષણા કરવામાં આવી છે અને આ બન્ને એરલાઇન્સની ટિકીટમાં સેલ આગામી બે દિવસમાં શરૂ થઇ રહ્યું છે. શરત ફક્ત એ છે કે ચેન્નઇથી ઉડવાનું રહેશે.

ઇન્ડીગો અને એતિહાદ દ્વારા મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની ટિકીટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે જ્યારે જેટ એરવેઝ દ્વારા ડાયરેક્ટ યુરોપીયન દેશોની ફ્લાઇટ્સના દરો ઘટાડી દેવાયા છે.

જેમકે આગામી મહિનાથી ચેન્નઇ થી દુબઇની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.12 હજારથી રૂ.15 હજાર જેટલા ઘટી રહ્યા છે. એવી જ રીતે ચેન્નઇથી પેરીસની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.45 હજાર જેટલા વધુ હતા તેમાં રૂ.32 હજાર જેટલો ઘટાડો થયો છે. હવે ચેન્નઇથી પેરીસની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.59 હજારથી રૂ.62 હજાર છે જે પહેલા રૂ.65 હજારથી વધુ હતા.

ડેસ્ટીનેશન         નવા દરો                       જૂના દરો

ચિકાગો           57થી 67 હજાર                60થી 75 હજાર

પેરીસ              30થી 35 હજાર                 35થી 38 હજાર

ફ્રેન્કફર્ટ            41થી 46 હજાર                 45થી 50 હજાર

લંડન               37થી 44 હજાર                 40થી 49 હજાર

દુબઇ               11થી 15 હજાર                   13થી 16 હજાર

અબુ ધાબી      17,700થી 20 હજાર         18થી 25 હજાર

વધુમાં એતિહાદ દ્વારા એવી પણ ઘોષણા કરવામાં આવી છે કે કંપની દ્વારા એરલાઇન્સના નેટવર્ક વિસ્તારમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના દરજ્જાઓમાં ઇકોનોમી ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ભારતના ટ્રાવેલ ઓપરેટર્સ પણ જણાવે છે કે ચેન્નઇથી ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ પર ફરવા જવા માટેની આ સૌથી સસ્તી ઇન્ટરનેશનલ એરટિકીટ હશે.

September 5, 2018
HDFCergo-1.jpg
2min9340

Jayesh Brahmbhatt  98253 44944

એચડીએફસી અર્ગોએ સાઇબર જોખમ સામે રક્ષણ અપાવવા માટે એક વીમા પોલિસી લોન્ચ કરી છે. તેમાં બિનસત્તાવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ફિશિંગ અને ઇ-મેઇલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન, આઇડેન્ટિટી થેફ્ટ, ઇ-રેપ્યુટેશનને નુકસાન સામે રક્ષણ આપવામાં આવશે.

આ પોલિસીમાં વ્યક્તિઓને અને તેમના પરિવારોને નાણાકીય અથવા પ્રતિષ્ઠાનું નુકસાન પહોંચાડી શકે તેવા સાયબર એટેક, સાયબર ફ્રોડ અને ડિજિટલ જોખમો સામે સંપૂર્ણ રક્ષણ આપવાનો વિકલ્પ છે. તેના હેઠળ સમ એસ્યોર્ડ ₹50,000થી લઈને એક કરોડ સુધી છે. ₹50,000ની પોલિસી ઉતરાવવાનો વાર્ષિક ખર્ચ ₹1,410 આવશે જ્યારે એક કરોડના કવર માટેનું પ્રીમિયમ ₹25,198 છે. સમ એસ્યોર્ડના 0.14 ટકાથી લઈને ત્રણ ટકા સુધી પ્રીમિયમ રહેશે.

એચડીએફસી અર્ગોના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે ભારત બીજા ક્રમનું સૌથી મોટું ઓનલાઇન માર્કેટ છે અને જોરદાર વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે સાથે સાયબર રિસ્ક અને ફ્રોડના પ્રમાણમાં પણ વધારો થયો છે. આ ઇન્શ્યોરન્સ પોલિસી વ્યક્તિને આધુનિક કનેક્ટેડ લાઇફની સાથે આવતાં જોખમો સામે રક્ષણ પૂરું પાડશે. સાયબર સતામણી કે ધમકીના કારણે વ્યક્તિએ મનોવૈજ્ઞાનિકની મદદ લેવી પડે તો તેના કાઉન્સેલિંગ સત્રમાં ઉઠાવવા પડતા સત્રનો ખર્ચ આવરી લેશે. આ ઉપરાંત જોખમના કારણે કોઈ વિવાદ થાય તો તેના લીગલ ખર્ચને પણ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના 2016ના અહેવાલ પ્રમાણે ૨૦૧૬માં સાયબર ક્રાઇમના કેસમાં એક વર્ષમાં 6.3 ટકા વધારો થયો હતો અને 12,317 ગુના નોંધાયા હતા.

 

E@Secure Insurance Policy

The word INTERNET has turned our existence upside down. It has changed the way we work, socialize, create and share information and organize the flow of people, ideas, and things around the globe. Today, we spend much of our time on the internet surfing, shopping, sharing and even meeting new people. There is no doubt that internet has given us convenience and improved our life enormously, but at the same time it has also proven as a dangerous place which exposes us to the risks that exist in cyber space, such as the risk of damage to your e-reputation, fraudulent transactions with your credit cards, debit cards, theft of your personal information, etc.

HDFC ERGO brings to you E@Secure Insurance, a product designed to provide protection to individual customers in the event of online breach (arising directly from the use of internet) by the third parties resulting due to covered risk.

Key Features

  • Protection against cyber risks and frauds carried out from any device anywhere in the world
  • Coverage for entire family including spouse, 2 dependent children (no age limit)
  • Pays for legal advice and covers legal cost / expenses arising out of any covered risks
  • Covers unauthorized online transactions
  • Covers loss due to phishing and email spoofing
  • Covers online reputation & identity theft
  • Covers cyber bullying, internet trolling & harassment
  • Covers loss due to E-extortion
  • Covers cost for consulting psychologist
  • Various pre-determined limits to choose from

 

September 5, 2018
dollarvsrupeee.jpg
1min6220

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાની ચિંતાએ રૂપિયો 37 પૈસા ગબડીને 71.58ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે બંધ આવ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરમાં ઉછાળાને પગલે રૂપિયામાં સતત પાંચમા સેશનમાં ઘટાડો થયો છે.

ઇન્ટર બેન્ક ફોરેન એક્સ્ચેન્જ (ફોરેક્સ)માં ડોલર સામે રૂપિયો અગાઉના 71.21ના બંધ ભાવ સાથે 71.24એ ખૂલ્યો હતો. ઇન્ટ્રા-ડે તેમાં થોડી રિકવરી આવી હતી અને 71.09ના ઊંચા સ્તરે સ્પર્શ્યો હતો. આ પછી ભારે વોલેટિલિટી સાથે સેશનના અંતે 37 પૈસા અથવા 0.52 ટકા ગબડીને 71.58ના ઐતિહાસિક નીચા સ્તરે બંધ આવ્યો હતો. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને 79.26ના ઊંચા સ્તરે પહોંચતાં ફોરેક્સ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

સરકારે જણાવ્યું હતું કે રૂપિયામાં ઘટાડા માટે ઘરેલુ પરિબળો જવાબદાર નથી. રૂપિયો તેની મેળે સ્થિર થશે. વૈશ્વિક વેપારયુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીને કારણે રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે. રૂપિયામાં ઘટાડો અને ક્રુડના ભાવમાં વધારાની બેવડી અસરને કારણે ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે.

આર્જેન્ટીના પેસો, તુર્કીશ લીરા, સાઉથ આફ્રિકન રેન્ડ, બ્રાઝિલિયન રૂપિયાહ જેવી અન્ય ઊભરતા બજારની કરન્સી પણ તૂટી રહી છે. વિશ્વનાં અગ્રણી ચલણો સામે ડોલર ઇન્ડેક્સ વધીને 95.44એ ટ્રેડ થતો હતો.

September 4, 2018
petrol.jpg
1min6500

તા.3જી સપ્ટેમ્બર 2018ના રોજ મુંબઇમાં પેટ્રોલનો દર પ્રતિ લિટર રૂ.૮૬.૫૬ અને ડીઝલ પ્રતિ લિટર ૭૫.૫૪ રૂપિયા પર પહોંચ્યું

મુંબઈમાં સોમવાર તા.3જી સપ્ટેમ્બર 2018ના રોજ પેટ્રોલના ભાવ વિક્રમી ઊંચાઈ પર રહ્યા હતા. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૬.૫૬ રૂપિયા થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. આ પહેલાં ૨૯ મેએ મુંબઈમાં પેટ્રોલની કિંમતે પ્રતિ લીટર ૮૬.૨૪ રૂપિયાનો વિક્રમ નોંધાવ્યો હતો.

પેટ્રોલની સાથે જ ડીઝલ પણ તા.3જી સપ્ટેમ્બર 2018ના રોજ મુંબઈમાં ૭૫.૫૪ રૂપિયા પ્રતિ લીટરની ઊંચી કિંમતે વેચાયું હતું. ફેડરેશન ઑફ ઑલ મહારાષ્ટ્ર પેટ્રોલ ડીલર્સ અસોસિએશનના જણાવ્યા મુજબ ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ ઑઇલના ભાવ વધતા હોવાથી અને ડૉલરની તુલનામાં રૂપિયાનો ઘટાડો ચાલુ હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સરકારે એક્સાઇઝ ટૅક્સ, ઈંધણ પરના સેસ તેમ જ અન્ય ટૅક્સમાં રાહત આપવી જોઈએ.

August 29, 2018
paytm_warren-buffet.gif
1min12530

અબજપતિ ઉદ્યોગપતિ વૉરન બફેટની બર્કશાયર હૅથવેે કંપનીએ પૅટીએમમાં હિસ્સો મેળવ્યો છે અને હવે તેને બૉર્ડમાં પણ સ્થાન મળશે, એમ ભારતમાં ડિજિટલ પૅમેન્ટની સૌથી મોટી કંપનીએ મંગળવારે કહ્યું હતું.

જોકે કંપનીએ અમેરિકાસ્થિત બર્કશાયરે પૅટીએમમાં કેટલું રોકાણ કર્યું છે અને કેટલો હિસ્સો હસ્તગત કર્યો છે એ સહિતની વિગતો આપવાનું ટાળ્યું હતું.

જોકે પૅટીઍમના સ્થાપક વિજય શંકરે જણાવ્યું હતું કે, આ હિસ્સો સૉફ્ટબૅંક કરતા ઘણો વધારે છે અને બર્કશાયર હૅથવેને બૉર્ડમાં સ્થાન મળશે.

સૂત્રોના જણાવ્યાનુસાર બર્કશાયરે ભારતસ્થિત આ કંપનીનું મૂલ્ય 10 અબજ ડૉલર કરતા પણ વધુ આંક્યું છે અને બર્કશાયરે પૅટીએમમાં રૂ.2500 કરોડનું રોકાણ કરશે.

આ સોદા સાથે જ બફેટની ઇન્વેસ્ટમેન્ટ કંપની ગયા વરસે પૅટીએમમાં 20 ટકા એટલે કે રૂ.9000 કરોડ કરતા પણ વધુનું રોકાણ કરનાર જાપાનની સૉફ્ટબૅંક સાથે જોડાઈ છે.

પૅટીએમની માલિક વન-97 કમ્યુનિકેશન, ઍન્ટ ફાઇનાન્શિયલ અને અલીબાબાને પૅટીએમના અન્ય ચાવીરૂપ રોકાણકાર ગણે છે.

બર્કશાયરના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર ટૉડ કૉમ્બ્સ પૅટીએમના ડિરેક્ટર તરીકે જોડાયા હોવાનું કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

હું પૅટીએમથી પ્રભાવિત થયો છું અને તેની વિકાસયાત્રાનો હિસ્સો બનવા ખૂબ જ ઉત્સાહિત છું, એમ કૉમ્બ્સે કહ્યું હતું.

પૅટીએમના સ્થાપક વિજયશેખર શર્માએ કહ્યું હતું કે નાણાંકીય સેવા ક્ષેત્રે બર્કશાયરનો અનુભવ અને લાંબા સમયનું રોકાણ જોતા પચાસ કરોડ ભારતીયોને ડિજિટલ પૅમેન્ટના માધ્યમ થકી જોડવાના કંપનીના લક્ષ્યને પાર પાડવામાં તે ખૂબ જ લાભદાયી પુરવાર થશે.

August 28, 2018
money-laundering-1280x1024.jpg
1min7120

Jayesh Brahmbhatt   98253 44944

સુરત સહિત મુંબઇના કેટલાક હીરા ઉદ્યોગપતિઓએ દુબઇ અને હોંગકોંગ જેવા કેટલાક અન્ય દેશોમાંથી અત્યંત ઉંચા ભાવે રફ હીરાની ખરીદી કરીને ભારતીય નાણું મોટા પ્રમાણમાં વિદેશ ભેગું કર્યું હોવાની મળેલી વિગતોના આધાર પર ડીઆરઆઇ તેમજ અન્ય ભારતીય એજન્સીઓએ આ પ્રકારે મની લોન્ડરીંગ કરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે મિશન હાથ ધર્યું હોવાની વિગતો જાણવા મળી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ રીતે 5,000 કરોડથી વધારે નાણાંનું લોન્ડરિંગ કરાયું હોવાની માહિતીથી ખુદ નાણાં મંત્રાલય પણ ચોંકી ઉઠ્યું છે. ભારતીય ચલણના આંતર રાષ્ટ્રીય સ્તરે થઇ રહેલા અવમૂલ્યન પાછળ રહેલા કારણો પૈકી આ પ્રકારે થતું મની લોન્ડરીંગ પણ એક મજબૂત કારણ બનીને સામે આવ્યું છે.

એન્ટિ સ્મગલિંગ એજન્સી ડીઆરઆઇએ 10 જુલાઈ 2018 ના રોજ બીડીબીના 14 કન્સાઇનમેન્ટ પકડ્યાં હતાં. છૂપી બાતમીના આધારે પકડાયેલા આ કન્સાઇનમેન્ટને મુંબઈ અને સુરત સ્થિત ટ્રેડર્સે હોંગકોંગથી આયાત કર્યા હતા. તેના વાસ્તવિક મૂલ્ય કરતાં 100થી 150 ગણું વધારે મૂલ્ય દર્શાવવામાં આવ્યું હતું. તેનું વાસ્તવિક મૂલ્ય ₹એક કરોડ હતું જ્યારે દર્શાવવામાં આવેલું મૂલ્ય ₹156.28 કરોડ હતું. ત્રણ વેલ્યુઅર્સને હાલમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને સેસન્સ કોર્ટે તેની જામીન અરજી પણ તાજેતરમાં ફગાવી દીધી હતી. 14 કન્સાઇનમેન્ટ પકડાયા પછી ડીઆરઆઇએ અન્ય શકમંદ ઇમ્પોર્ટેડ કન્સાઇનમેન્ટ અંગે પણ તપાસ શરૂ કરી છે. આયાત કરનારી કંપનીઓના વડાઓને કથિત હવાલા પાર પાડવા માટે ચાર ટકા સુધી કમિશન ચૂકવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 

તાજેતરમાં મુંબઇ સ્થિત ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)ને લગતા એક મની લોન્ડરિંગ કૌભાંડની તપાસ દરમિયાન ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને રફ ડાયમંડની આયાતમાં મોટા કૌભાંડના પુરાવા મળ્યા છે. સાતથી આઠ કંપનીઓ સાથે સંકળાયેલાં બેથી ત્રણ જૂથ આ કૌભાંડમાં સામેલ છે તેવું પ્રથમદર્શી રીતે જણાય આવે છે.

સુરત સમેત મુંબઇની કેટલીક કંપનીઓએ અત્યંત ઊંચા ભાવ દર્શાવીને રફ હીરાની ખરીદી કરી હતી અને આ રીતે વિદેશમાં કાળું નાણું મોકલ્યું હતું તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ આયાત મુખ્યત્વે હોંગકોંગ અને દુબઈથી કરવામાં આવી હતી.

જાણકારોના મત મુજબ ડીઆરઆઇના કહેવાથી કસ્ટમ્સે એક રફ હીરાનું કન્સાઇનમેન્ટ પકડ્યું હતું જેમાં જાણવા મળ્યું કે ત્રણથી ચાર કરોડના અસલ મૂલ્યના હીરાને કેટલાક જૂથ 100 કરોડની ડિક્લેર્ડ વેલ્યૂ પર આયાત કરતા હતા. ડીઆરઆઇએ આ જૂથની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તે કોઈનું મહોરું હોય તેમ લાગે છે. જૂથના બીજા સભ્યો ફરાર છે.

ડીઆરઆઇએ તેની તપાસ વિસ્તારી છે અને કથિત મની લોન્ડરિંગમાં સંકળાયેલા ભેજાબાજ ઉદ્યોગપતિઓના ચહેરા પરનો નકાબ ચિરવાના પ્રયાસો હાથ ધર્યા છે. બહુ આસાનીથી ડીઆરઆઇ ટૂંક જ સમયમાં આવા ઉદ્યોગપતિઓને ઓળખી કાઢશે કેમકે બેન્ક સ્ટેટમેન્ટ અને ફરાર પાર્ટીઓ વચ્ચે થયેલા બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે આસાનીથી કૌભાંડકારી ઉદ્યોગપતિઓ ઓળખાય જશે.0 શકશે. તેના મતે આ કૌભાંડમાં મોટા પાયે ફંડ લેયરિંગ થયું છે અને ગેરકાયદે મેળવાયેલાં નાણાંને સગેવગે કરવાનો પ્રયાસ છે.

ડાયમંડમાં કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં થાય છે. જ્યારે રફ ડાયમંડની આયાત અને પોલિશ્ડ સ્ટોનની નિકાસ ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)થી થાય છે.

August 27, 2018
Rough-Diamonds.png
1min9370

નાના કદના રફ હીરાની કિંમતમાં પાછલા એક પખવાડિયા દરમિયાન ચાર ટકાથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. રફ હીરાના અગ્રણી ખરીદદારો પૈકી એક ભારત તેની રફ હીરાની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. હીરાના વેપારમાં અત્યારના ટ્રેન્ડનો હેતુ ઇન્વેન્ટરી ઊભી ન થાય તે જોવાનો છે. માંગ ઊભી થાય ત્યારે રફ હીરાની ખરીદી કરવાની નીતિ છે.

આ વ્યાપાર માટે બેન્કધિરાણ મેળવવું અગત્યનો પ્રશ્ન બની ગયો છે ત્યારે તે હીરા ઉદ્યોગની નફાકારકતામાં વધારો કરવામાં પણ મદદ કરે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના માજી ચેરમેન પ્રવીણ શંકર પંડ્યાએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક મહિનાઓથી મહત્ત્વના ગ્રાહક ચીને તેની રફ હીરાની ખરીદી ધીમી કરી દેતાં બજાર ધીમેધીમે આગળ વધી રહ્યું છે.

દૂર પૂર્વના દેશો તરફથી આવતી માંગ પણ ધીમી છે. હીરાના વેપારીઓ હાલમાં સ્ટોકિંગ પણ નથી કરતા કેમ કે નીરવ મોદી કૌભાંડ બાદ બેન્ક ધિરાણ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે.

હીરાના અગ્રણી નિકાસકાર વિપુલ શાહે જણાવ્યું હતું કે, સુરતમાં મેન્યુફેક્ચરિંગ એકમો નાની કેટેગરીના હીરાના ઉત્પાદનની કામગીરીમાં ૨૦-૨૫ ટકાનો ઘટાડો કરી રહ્યા છે કેમ કે હીરાના વેપારીઓ હાલની પરિસ્થિતિમાં ઇન્વેન્ટરી ઊભી કરવા માંગતા નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કેટમાં જે લોકો નાના હીરામાં ડીલ કરે છે તેમાં ઘણી બધી ગૂંચવણ છે. ડી બીયર્સે લાઇટબોક્સ નામે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલાં હીરાનાં આભૂષણો લોંચ કર્યા બાદ બજારમાં ઘણી ગૂંચવણ ઊભી થઈ છે. તમામ લોકો હાલમાં ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે તથા નાના હીરાની ખરીદી કરતા નથી. રફ હીરાની કિંમત પર તેની અસર થઈ શકે.

ઉલ્લેખનીય છે કે પાછલા મે મહિનામાં ડી બીયર્સે લાઇટબોક્સ જ્વેલરી નામની નવી કંપની લોંચ કરવાની જાહેરાત કરી હતી જે આગામી સપ્ટેમ્બરમાં લાઇટબોક્સ નામ હેઠળ લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલાં હીરાનાં આભૂષણોનું માર્કેટિંગ શરૂ કરશે, તે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની સાથે સાથે હાલમાં અસ્તિત્વ ધરાવતા લેબ હીરાની સરખામણીએ નીચી કિંમત પર ફેશન જ્વેલરી ડિઝાઇન ઓફર કરી રહી છે.

હીરા ઉદ્યોગ માટે બેન્ક ફાઇનાન્સ એક મોટા પ્રશ્ન તરીકે યથાવત્ જળવાઈ રહ્યો છે જેથી થોડા સમય પૂરતું ઉત્પાદન પણ ઘટાડવામાં આવી રહ્યું છે. નીરવ મોદી-પીએનબી કૌભાંડ ગયા ફેબ્રુઆરીમાં સપાટી પર આવ્યું હતું તે પછી બેન્કોએ હીરાના વેપાર માટેના ધિરાણમાં કાપ મૂકવાની શરૂઆત કરી જ દીધી છે.

બેન્કોએ લોનના વિતરણ માટે વધારે ઊંચા સુરક્ષા કવચની માંગણી શરૂ કરી છે જે ઘણીવાર લોનની રકમના 120 ટકાથી લઈને 150 ટકા જેવી હોય છે. કૌભાંડ પ્રકાશમાં આવ્યું તે અગાઉ બેન્કો આ વ્યાપાર પાસેથી વિતરીત લોનના 40 ટકાથી લઈને 60 ટકા સુધીની ગેરેન્ટીની માંગણી કરતી હતી.