CIA ALERT

બિઝનેસ Archives - Page 71 of 92 - CIA Live

April 27, 2019
bitcoinamrely.jpeg
1min5830

બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ છે તેના પર રોકાણકારોની સુરક્ષા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેકશન ફંડ ઓથોરિટી આઈઈપીએફએ જે કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવે છે, તેણે આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે. આ કરન્સી રોકાણકારો માટે જોખમી છે. લાંબાગાળા સુધી ટકવા બાબતમાં ચિંતાજનક છે.

ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ જેવી છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ આઈઈપીએફએના સીઈઓ અનુરાગ અગ્રવાલે કહ્યું હતું.

રિઝર્વ બૅન્કે ગત વર્ષે આવી કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન નહીં મળે તે માટે રૂલને કડક બનાવ્યા હતા. સરકાર આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવાની દિશામાં કામ કરી રહી છે.

April 26, 2019
sabji_market-1280x720.jpg
1min8020

તોબા તોબા પોકારાવતી ગરમીએ ભલભલાને પરસેવે રેબઝેબ કરી નાંખ્યા છે ત્યારે જીવનજરૂરી એવા શાકભાજીના ભાવ પણ ખૂબ વધી જતાં ઘર ઘરનાં બજેટ વેરણછેરણ થઇ ગયાં છે. બધાં જ શાકભાજી મોંઘાદાટ થઈ ગયાં છે એટલું જ નહીં શાકભાજીની ગુણવત્તા પણ નબળી આવતી હોવાથી ગૃહિણીઓ રોજ શું બનાવવું તેની ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રભરમાં કોઈ શાક એક કિલોએ રૂ. 60થી સસ્તું નથી. મહિલાઓ 250 અને 500 ગ્રામ ખરીદીને ચલાવી રહી છે.
આ વર્ષે વરસાદ ઓછો થવાને લીધે શાકભાજીનાં વાવેતર સાવ નબળાં રહ્યાં છે. એ કારણે ઉનાળાના આરંભથી જ શાકભાજી મોંઘાં છે. હવે ગરમી વધતા શાકભાજીના ભાવ આસમાને ચડી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડ કદની દૃષ્ટિએ ઘણું મોટું છે. જ્યાં સામાન્ય રીતે શાકભાજીની બેશૂમાર આવક થતી હોય છે. જોકે અત્યારે ફક્ત બટાટા અને ડુંગળીની જ નોંધપાત્ર આવક છે. એ સિવાયના તમામ શાકભાજી શોધવા પડે તેમ છે.
જથ્થાબંધ ભાવોમાં પાંખી આવકને લીધે કાગડાં ઉડતા હોય એવી સ્થિતિ છે. ફ્લાવરની આવક જ સામાન્ય દેખાય એવી છે. એ સિવાય તમામ શાકભાજી પૂરાં પચ્ચાસ ક્વિન્ટલ પણ આવતાં નથી! રાજકોટ યાર્ડમાં આજે રીંગણાની 37 ક્વિન્ટલની આવક હતી. કોબીજ 28 ક્વિન્ટલ, ફ્લાવર 250 ક્વિન્ટલ, ભીંડા 30 ક્વિન્ટલ, ગુવાર 35 ક્વિન્ટલ, દૂધી 30 ક્વિન્ટલ અને ગાજર 25 ક્વિન્ટલ આવ્યા હતા. એ સામે ડુંગળીની આવક 1800 ક્વિન્ટલ અને બટાટાની 9500 ક્વિન્ટલની આવક હતી.
શાકભાજીના ભાવ pef K.G.
શાક”” માર્કેટ યાર્ડનો ભાવ””” રિટેઇલ ભાવ
લીંબું”’ રૂ. 70-80””’ રૂ.125-130
ગુવાર” રૂ. 60-80””’ રૂ. 115-130
ભીંડા” રૂ. 40-50””’ રૂ. 90-100
દૂધી”” રૂ. 15-25””’ રૂ. 35-55
રીંગણા રૂ. 12-18””’ રૂ. 30-50
ટમેટાં” રૂ. 7-12”””’ રૂ. 30-60
કોબીજ રૂ. 8-12”””’ રૂ. 35-45
ફ્લાવર રૂ. 12-15””’ રૂ. 60-80

April 23, 2019
sensex1.jpg
1min11190

ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલી વૃદ્ધિએ ભારતીય શેરબજારની તેજી પર આજે બ્રેક મારી હતી. સાર્વત્રિક વેચવાલીથી સોમવારે BSE સેન્સેક્સ 495 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવ વધારાથી આયાત બિલ વધવાની આશંકાથી રૂપિયા પર પણ દબાણ જોવા મળ્યું હતું. ડોલર સામે રૂપિયો 0.75 ટકા ઘટીને 69.88 થયો હતો. ક્રૂડના ભાવ બેરલદીઠ 75થી 80 ડોલર સુધી વધવાની આશંકા સેવાઈ રહી છે.

આજે ઓઈલ-ગેસ, બેન્ક, રિયલ્ટી અને ઓટો શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. બેન્ક શેરોમાં આજે માર્ચ પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર હાલમાં ઊંચા મથાળે હોવાથી પણ તેમાં કરેક્શન જોવા મળ્યું હતું.

આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,158.22 અને નીચામાં 38,585.65 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 495.10 પોઈન્ટ્સ (1.26 ટકા)ઘટીને 38,645.18 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઉપરમાં 11,727.05 અને નીચામાં 11,583.95 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 158.35 પોઈન્ટ્સના કડાકા સાથે 11,594.45 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.53 ટકા અને 1.44 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

અમેરિકાએ ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ થશે તેવી જાહેરાત કરતાં ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં 3 ટકાનો વધારો થયો હતો. ભારત અને ચીન ઈરાનના ક્રૂડના સૌથી મોટા ગ્રાહક છે અને તેથી તેમણે આ પ્રતિબંધો સામે વિરોધ કરીને લોબિઈંગ પણ કર્યું હતું. ક્રૂડના ભાવનો વધારો ભારતીય અર્થતંત્ર પર દબાણ સર્જી શકે છે.

આજે ઘટેલા મુખ્ય શેરોમાં યસ બેન્ક (6.62 ટકા), ઈન્ડસઈન્ડ બેન્ક (4.11 ટકા), રિલાયન્સ ઈન્ડ. (2.76 ટકા), ICICI બેન્ક (2.54 ટકા), HDFC (2.19 ટકા), હિરોમોટો કોર્પ (2.03 ટકા), એક્સિસ બેન્ક (1.91 ટકા), મારુતિ (1.82 ટકા)નો સમાવેશ થાય છે.

April 21, 2019
sgcci3-1280x887.jpg
1min12790

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આજે તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહેલી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીનું મતદાન બરાબર સવારે 10ના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું છે.

પહેલા કલાકમાં જ 515 વોટ પડ્યા

સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ચૂંટણી પૂર્વે સવારે 9 વાગ્યાથી જ સી.એ. મિતિષ મોદી અને દિનેશ નાવડીયા કેમ્પન સમર્થકો સરસાણા પ્લેટિનમ હોલ પર પહોંચી ચૂક્યા હતા. પહેલા કલાકમાં જ 515 ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકોએ પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો. ચેમ્બરના જાણકારોનું કહેવું છે કે આટલું સ્પીડમાં વોટિંગ અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું.

મતદાનના પહેલા જ કલાકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનાથી વધારે ઉત્સાહ બન્ને પક્ષોના સમર્થકોમાં જોવા મળ્યો હતો. કેમકે મિતિષ મોદી તરફે અબકી બાર મોદી સરકાર જેવા સૂત્રોચ્ચાર શરૂ થયા હતા તો સામે દિનેશ નાવડીયા તરફે પણ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. મતદારો પણ પહેલા કલાકમાં મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.

પહેલું મતદાન આ મેમ્બરે કર્યું

સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું ત્યારે પહેલું મતદાન નિમ્નદર્શિત ફોટોવાળા મેમ્બરે કર્યું હતું.

બન્ને ઉમેદવારો વચ્ચે સોહાર્દભર્યું વાતાવરણ સર્જાયું

ચેમ્બરની ચૂંટણીના અધિકારી પૂર્વ પ્રમુખ પી.એમ. શાહ સાથે વર્તમાન પ્રમુખ હેતલ મહેતા, ભાવિ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ કેતન (કલ્લુભાઇ દેસાઇ) તેમજ બન્ને ઉમેદવારો સી.એ. મિતિષ મોદી અને ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા મતદાન પૂર્વે આ પ્રકારે મળ્યા હતા.

મિતિષ મોદીએ મતદાન કર્યું

સરસાણા પ્લેટિનમ હોલ ખાતે મતદાન શરૂ થતાંની સાથે જ સી.એ. મિતિષ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિનેશ નાવડીયાએ પણ ત્વરિત મતદાન કર્યું

શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયાએ પણ મતદાન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો.

April 20, 2019
kalank-1280x720.jpg
1min15700
આ વર્ષનો સૌથી સારું ઓપનિંગ મેળવનાર ‘કલંક’ ફિલ્મની કમાણીમાં બીજા દિવસે પ0 ટકાથી વધુ ગગડી છે. કરણ જોહરના પ્રોડકશન હાઉસની આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અને માધુરી દીક્ષિત જેવા ટોચના કલાકારોનો કાફલો છે. કલંક બુધવારે રીલિઝ થઇ હતી અને પહેલા દિવસે 22 કરોડનું બમ્પર ઓપનિંગ મળ્યું હતું. પણ ગુરુવારે બીજા દિવસે કલંકની કમાણી અરધા પર ઓછી થઇ હતી. શુક્રવારે પણ સવારના શોમાં કલંક જોવા પ્રેક્ષકો થિયેટરમાં બહુ ઓછી સંખ્યામાં આવ્યા હતા. પહેલા દિવસે 22 કરોડની કમાણી કરનાર કલંકનું બીજા દિવસનું કલેકશન 10.7પ કરોડ જ રહયું હતું. આ મલ્ટીસ્ટાર ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. પ્રેક્ષકોને આ ફિલ્મ માત્ર ભપકાદાર લાગી રહી છે. સ્ટોરીમાં દમ નથી. ફિલ્મની 2.48 મિનિટની લંબાઇ પણ કલંકને નડી રહી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને ઝીરોની જેમ કલંક’ ફલોપ તો સાબિત થશે નહીં, પણ સુપરહિટ પણ રહેશે નહીં.
April 19, 2019
dinesh_navadia.jpg
1min6930
  • એમ.એલ.એ. હર્ષ સંઘવીએ દિનેશ નાવડીયા કેમ્પમાં હાજરી આપી
  • સીએસ જરીવાલા, પી.એમ. શાહ જેવા સી.એ. વ્યાવસાયિક શાસકો ચેમ્બરને નજીકના ભૂતકાળમાં જ મળી ચૂક્યા છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની યોજાઇ રહેલી ચૂંટણીમાં હીરા ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયા હોટ ફેવરિટ ઉમેદવાર તરીકે જોવાય રહ્યા છે. હકીકતમાં ચેમ્બર ઓફ કોમર્સને વ્યાવસાયિક દ્રષ્ટિકોણ ધરાવતા શાસક નહીં પરંતુ, ઉદ્યોગકીય દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

અત્યાર સુધી સી.એસ. જરીવાળા, પી.એમ. શાહ જેવા સી.એ. (વ્યાવસાયિક) નજીકના વર્ષોમાં ચેમ્બરના શાસક બની ચૂક્યા છે, પરંતુ, ઉદ્યોગપતિ દ્રષ્ટિકોણ ધરાવતા શાસક ચેમ્બરને ઘણાં વર્ષોથી મળ્યા નથી. ચેમ્બર ઓફ કોમર્સ ઔદ્યોગિક હિત માટે કાર્ય કરતી સંસ્થા છે અને હવે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, બાંધકામ ઉદ્યોગપતિઓ સમેત મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા બહુમતિ ઉદ્યોગપતિઓ પણ એવું ઇચ્છી રહ્યા છે કે હવે પછી ચેમ્બરને દિનેશ નાવડીયા જેવા ઉદ્યોગ દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ક્ષેત્રમાં અત્યાર સુધી દિનેશ નાવડીયાએ કરેલી મિટીંગોની ફળીભૂત નિવડી છે. દિનેશ નાવડીયાને ઉદ્યોગકારો દ્વારા વોટિંગ કમિટમેન્ટ સાંપડી રહ્યા છે.

એવી જ રીતે શહેરના ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કરવામાં આવેલી ગ્રુપ મિટીંગોમાં દિનેશ નાવડીયાને અગ્રણીઓએ કોલ આપ્યા હતા કે તેઓ અચૂક વોટ આપશે. બીજી તરફ આજે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ દિનેશ નાવડીયા કેમ્પમાં આવ્યા હતા અને તેમણે દિનેશ નાવડીયા માટે પ્રચાર કર્યો હતો.

મેનેજિંગ કમિટીમાંથી દિનેશ નાવડીયા સમેત 50 જેટલા સભ્યોને ડિસક્વોલિફાય કરવાની નોટિસ આપવાની બાબત દિનેશ નાવડીયા કેમ્પને ડિસ્ટર્બ કરવા માટે જોરશોરથી ઉઠાવવામાં આવી હતી. પરંતુ, આ નેગેટિવ પબ્લિસિટીએ દિનેશ નાવડીયા માટે સહાનુભૂતિનું વાતાવરણ સર્જ્યું છે.

April 19, 2019
votingsign.jpg
1min7600

ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે, મતદાન શક્ય એટલું વધુ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ મતદાતાઓ માટે અનેક આકર્ષક ઓફરો અમલમાં મૂકી છે.

મતદારની આંગળી પર મતદાન કરવા અગાઉ લગાડવામાં આવતી શાહીનું નિશાન મતદારો ખાસ કરીને પહેલી વખત વોટિંગ કરી રહેલા યંગસ્ટર મતદાતાઓ માટે અનેક લાભદાયક ઓફરોનો લાભ અપાવશે. જેમાં એક ઓફર હિરો હોન્ડા મોટોકોર્પ જે રૂ.199માં બાઇક સર્વિસ કરી આપશે.

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે વોટર બેનિફિટ સ્કીમ લોન્ચ કરી છે. કંપની તમારું ટુ-વ્હીલર મફતમાં ધોઈ આપશે અને ₹199માં સર્વિસ કરી આપશે. સામાન્ય રીતે, આવી સર્વિસિસ માટે ₹500-600 ચાર્જ કરતી હોય છે. આ સ્કીમ એપ્રિલ અને મે મહિનામાં તમામ શહેરોમાં મતદાન પછીના બે દિવસ સુધી લાગુ રહેશે.

અગ્રણી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) કંપની સબવે પણ મતદારોને તેની ફૂડ આઇટમ્સ પર 19 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, તે 8 કરોડ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને ટાર્ગેટ કરી રહી છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મત નાખવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.

સબવેના કન્ટ્રી ડિરેક્ટર કહ્યું હતું કે, ભારતમાં 18 વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઉજવણી કરવાના ભાગરૂપે, આ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, જેનો પ્રાથમિક હેતુ યુવાનોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું છે.

QSR બ્રાન્ડ મેક્‌ડોનાલ્ડ્’સ માટે જાણીતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ મેકસ્પાઇસી ચિકન, મેકસ્પાઇસી પનીર બર્ગજ જેવી આઇટમ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

April 19, 2019
ril.png
1min13290

ધીકતો પેટ્રોકેમિકલ બિઝનેસ અને ઝડપથી વૃદ્ધિ કરી રહેલા રિટેલ અને ડિજિટલ વેન્ચર્સને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરમાં 10 ટકા વધ્યો હતો. આમ, વૈશ્વિક રિફાઇનરી માર્જિન અને ઊંચા ધિરાણખર્ચ સામે પેટ્રોકેમિકલ બિઝનેસે નુકસાન સરભર કર્યું હતું.

માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ₹10,362 કરોડ હતો, જ્યારે આવક 19.4 ટકા વધીને ₹1,54,110 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2018-’19માં ચોખ્ખો નફો 13.1 ટકા વધીને ₹39,588 કરોડ થયો હતો, જ્યારે આવક 44.6 ટકા વધીને ₹6,22,809 કરોડ થઈ હતી એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કંપનીના ટેલિકોમ સાહસ જિયોએ ₹840 કરોડનો ત્રિમાસિક ચોખ્ખો નફો કર્યો હતો, જે એક વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 65.7 ટકા અને ચાલુ નાણાવર્ષના ત્રીજા ક્વાર્ટર કરતાં 1.1 ટકા વધુ હતો. ઓપરેટિંગ આવક 55.8 ટકા વધીને ₹11,106 કરોડ થઈ હતી. અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹7,128 કરોડની આવક થઈ હતી. 31 માર્ચે પૂરા થયેલા વર્ષમાં જિયોનો ચોખ્ખો નફો ₹723 કરોડથી ચાર ગણી વધીને ₹2,964 કરોડ થઈ હતી.

ડિજિટલ સર્વિસિસ અને રિટેલ બિઝનેસની વાર્ષિક આવક અને લગભગ EBIT બમણા થયા હતા. વર્ષોથી કંપનીની કામગીરી પર પ્રભુત્વ ધરાવતી જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સના બિઝનેસ પર ગેસોલિનના નીચા ભાવ અને નેપ્થાનાં નબળાં માર્જિન્સની અસર પડી હતી. ક્રૂડ ઓઇલના પ્રોસેસિંગ અને ઈંધણ વેચાણમાંથી મળતાં નાણાં એટલે કે ગ્રોસ રિફાઇનરી માર્જિન 11 ડોલરથી ઘટીને 8.2 ડોલર થયા હતા. આરઆઇએલનું માર્જિન સિંગાપોર કોમ્પ્લેક્સ કરતાં 4.2 ડોલર ‌વધુ હતું.

સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, રિટેલ આવક ₹એક લાખ કરોડના આંકને વટાવી ગઈ હતી, જ્યારે ત્રિમાસિક આવક 51.6 ટકા વધીને 36,663 કરોડ થઈ હતી. ઊંચી આવક તથા માર્જિનમાં વધારાને કારણે સેગમેન્ટની EBIT 81 ટકા વધીને ₹1,721 કરોડ થઈ હતી.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કંપનીએ એનર્જી માર્કેટમાં ભારે વોલેટિલિટીની સમયમાં પણ કંપનીએ ₹39,588 કરોડનો કોન્સોલેડિટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. મને એ કહેતાં આનંદ થાય છે કે કંપનીએ તેનો PBDIT છેલ્લાં પાંચ વર્ષમાં બમણાથી વધુ કર્યો છે અને મૂલ્યસર્જન માટે વૈશ્વિક માપદંડ સ્થાપ્યો છે.

આરઆઇએલનો પેટ્રોકેમિકલ્સના બિઝનેસે 18.7 ટકાના વિક્રમ માર્જિન સાથે કામ કર્યું હતું, અન્ય ખર્ચ 59.6 ટકા વધીને ₹21,834 કરોડ થયો છે. ઘસારો ₹4,852 કરોડથી વધીને ₹5,295 કરોડ થયો હતો. ધિરાણખર્ચ ₹2,566 કરોડથી વધીને ₹4,894 કરોડ થયો હતો.

31 માર્ચની સ્થિતિએ ઋણ ₹21,873 કરોડથી વધીને ₹2,87,505 કરોડ થયું હતું. રોકડ અને રોકડ સમકક્ષ ₹78,063 કરોડથી વધીને ₹1,33,027 કરોડ થઈ હતી.

April 19, 2019
petrol-diesel-1.jpg
1min8750

Jayesh Brahmbhatt

પેટ્રોલ પંપ પર રૂ. ૫૦, રૂ. ૧૦૦ અને રૂ. ૫૦૦ જેવા રાઉન્ડ ફીગરમાં ડીઝલ અથવા પેટ્રોલ પૂરાવતા વાહનચાલકોએ ટૂંક સમયમાં લિટરના હિસાબ અને માપથી જ  ઇંધણની ખરીદી કરવી પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલિયમ કંપનીઓથી લઇને પેટ્રોલ પંપ સંચાલકોને એવી માર્ગદર્શક સૂચનાઓ અપાઈ ચૂકી છે. ટૂંકસમયમાં આ નિર્ણય અમલમાં મૂકવામાં આવે તેવા સંકેતો મળ્યા છે. જોકે, હાલ ચૂંટણીની આચારસંહિતાના કારણે આ શક્ય બનશે કે કેમ તેના પર સવાલ ઉદભવ્યો છે.

મહારાષ્ટ્ર રાજ્ય તોલમાપ ખાતાએ પેટ્રોલિયમ કંપનીને પત્ર મોકલીને લિટર અનુસાર ઇંધણનું વેચાણ કરવાનો આદેશ દીધો હોવાનું જાણવા મળે છે.

તોલમાપ ખાતાના એક અધિકારીએ ઇંધણ પૂરું પાડતી બીપીસીએલ, એપીસીએલ અને આઇઓસીએલ કંપનીને આ મહિનામાં લિટરના હિસાબે ઇંધણ વેચવાનો અને મશીનના રૂપિયા આંકડામાં સેટ કરવા તેમ આદેશ આપતો પત્ર પાઠવ્યો હતો. લીગલ મેટ્રોલોજી નિયમ અનુસાર ડીઝલ પૈસાના હિસાબેથી વેચાય છે, પણ હવે લિટરના હિસાબેથી વેચવું એવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના વિદર્ભ પેટ્રોલિયમ ડિલર્સ એસોશિયેસને આ નિર્ણયનો સ્વીકાર કર્યો હોવાની માહિતી મળી હતી.

ઇંધણની સિસ્ટમને લિટરમાં અપગ્રેડ થાય તો છુટ્ટા પૈસા પરત કરવાની સમસ્યા ઉદભવશે

જાણકારો જણાવે છે કે પેટ્રોલ ડિઝલના ભાવો રૂપિયા અને પૈસા એમ બન્નેના પ્રમાણમાં હોય છે. હાલમાં છુટ્ટા પૈસા કે રૂપિયાની મગજમારીને કારણે લોકો રાઉન્ડ ફિગરમાં અને પેટ્રોલ પંપ ધારકો પણ એવો આગ્રહ રાખે છે કે ગ્રાહકો 50, 100, 200, 500 જેવા રાઉન્ડ ફિગરમાં જ પેટ્રોલ ડિઝલ પૂરાવે. પરંતુ, હવે જો લિટરના હિસાબે જ પેટ્રોલ-ડિઝલ પૂરાવવાની સૂચના મળશે તો પેટ્રોલ પંપો પર રોજેરોજ છુટ્ટાની રામાયણ સર્જાશે. વાહન ચાલકો અને પેટ્રોલ પંપ કર્મચારીઓ વચ્ચે રોજેરોજ છુટ્ટા પૈસાના મુદ્દે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળશે.

April 18, 2019
bangladesh.jpg
1min7190

એક વર્ષ પહેલાં અમલી બનાવવામાં આવેલી નવી ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની યંત્રણામાં દેશનાં એપરલ નિકાસકારોને એડ્જસ્ટ થતાં સમય લાગવાને કારણે ગત નાણાકીય વર્ષ 2018-19માં એપરલની નિકાસમાં 3.46 ટકાનો ઘટાડો થયો હોવાના અહેવાલ છે.

Workers sew plaid shirts on the production line of the Fashion Enterprise garment factory in Dhaka, Bangladesh, on Monday, April 29, 2013. Bangladesh authorities said they were accelerating rescue efforts at the factory complex that collapsed last week as hopes fade for more survivors after the nation’s biggest industrial disaster. The government has decided to constitute a panel to identify garment factories in the country at risk of collapse, cabinet secretary Hossain Bhuiyan told reporters on April 29. Photographer: Jeff Holt/Bloomberg

ગત નાણાકીય વર્ષ દેશની એપરલ નિકાસ આગલા વર્ષનાં 16.71 અબજ ડૉલર સામે ઘટીને 16.13 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, રૂપિયાના મૂલ્યની દૃષ્ટિએ નિકાસમાં 4.66 ટકાનો વધારો થયો હતો. જીએસટીની નવી યંત્રણા હેઠળ નિકાસકારોને મળતાં પ્રોત્સાહનોમાં અગાઉની વેરા યંત્રણાની સરખામણીમાં સાત ટકા જેટલો ઘટાડો થયો હતો. તેમ જ નિકાસકારોને નવી યંત્રણામાં એડ્જસ્ટ થતાં સમય લાગ્યો હોવાને કારણે નિકાસ પર વિપરીત અસર થઈ હોવાનું એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે એક અહેવાલમાં જણાવ્યું હતું. જોકે, એકંદરે કૉટન યાર્ન સહિત કૉટન ટૅક્સ્ટાઈલની નિકાસમાં આગલા વર્ષની સરખામણીમાં અંદાજે 10 ટકા જેટલો વધારો થયો છે. તેમ જ કેન્દ્ર સરકારે એમ્બેડેડ ટૅક્સનાં રિઈમ્બર્સમેન્ટની જાહેરાત કર્યા બાદ માર્ચ મહિનામાં ઍપરલની નિકાસમાં પણ 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ આ વર્ષે એકંદરે નિકાસ પ્રોત્સાહિત થઈ હોવાનું ટેક્સપ્રોસિલે જણાવ્યું હતું.