CIA ALERT

બિઝનેસ Archives - Page 34 of 90 - CIA Live

June 2, 2021
cotton.jpg
1min567

ખરીફ વાવણીનો સમય શરું થવા પૂર્વે કપાસનો ભાવ ગુજરાતમાં એક મણે રૂા.1500ની ઐતિહાસિક સપાટી વટાવીને રૂા.1556 સુધી પહોંચી ગયો છે. બે ત્રણ વર્ષ પહેલા કપાસનો ભાવ માંડ રૂા.1200 સુધી સમગ્ર સીઝનમાં પહોંચતો હતો પરંતુ આ વર્ષે આખી સીઝનમાં સરેરાશ ભાવ રૂા.1200નો મળ્યો છે અને હવે રૂા.1500 ઉપરના ભાવથી નોંધપાત્ર સોદા થતા ખેડૂતો હરખાઇ ઉઠયા છે. મંગળવારે તા.1 જૂન 2021ના એક જ દિવસમાં મણે રૂા.20-30ની તેજી હતી. છેલ્લાં એક માસમાં રૂા.225ની તેજી આવી ચૂકી છે.

ગુજરાતભરમાં કપાસની આવક હવે માંડ 40-45 હજાર મણની થાય છે. બોટાદમાં સૌથી વધારે 11 હજાર મણ કપાસ આવે છે. ત્યાં ઉચ્ચતમ રૂા.1125-1556 સુધીના ભાવથી કામકાજ થયા હતા. બાબરામાં રૂા.1235-1550, અમરેલીમાં રુ.1000-1507, ગોંડલમાં રૂા.1111-1500 અને રાજકોટ યાર્ડમાં રૂા.1300-1530નો ભાવ રહ્યો હતો.’ સારાં લંબતારી અને માઇકવાળા કપાસનો ભાવ જ રૂા.1500 કે તેનાથી વધારે બોલાઈ છે. ફરધર કપાસ પણ રૂા.1250-1300ના ભાવથી વેચાય છે. કપાસના બ્રોકરો કહે છે, હવે કપાસનો સ્ટોક બહુ ઓછો છે.

સારો કપાસ સમગ્ર ગુજરાતમાં 100-150 ગાડી કરતા વધારે નહીં હોય. ફરધર અને મિડીયમ માલ થોડો વધારે હશે. ન્યૂયોર્ક વાયદામાં તેજી અને તેની પાછળ સીસીઆઇ દ્વારા રોજ ઉંચા ભાવથી ગાંસડી વેંચવામાં આવી રહી છે. પરિણામે જિનોની નવી ખરીદી સારાં કપાસમાં વધી છે. યાર્ડમાં રૂા.1500-1550માં કપાસ વેચાઈ છે પણ ગામડેથી હજુ ખેડૂતો વેચતા નથી.
સંકર રુનો ભાવ તેજીની અસરે રૂા.49300 પ્રતિ ખાંડી પહોંચી ગયો છે. ઉત્તમ ક્વોલિટીની ગાંસડીમાં બે-ત્રણ દિવસથી રૂા.50,000ના ભાવથી પણ સોદા થઇ રહ્યા છે.’

June 1, 2021
gst.jpg
1min429

મે મહિના માટેના જીએસટીના માસિક સૅલ્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ પંદર દિવસ લંબાવીને ૨૬ જૂન ૨૦૨૧ સુધી કરી હોવાની જાહેરાત સરકારે સોમવારે કરી હતી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ૨૮મી મેના દિવસે યોજાયેલી બેઠકમાં કોવિડ-૧૯ને ધ્યાનમાં લઇને અમુક સવલતો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્ષિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી સવલતો વિશે ટ્વિટર પર માહિતી આપી હતી.

મે ૨૦૨૧ માટે જીએસટીઆર-૧ ફોર્મ રજૂ કરવાની તારીખ પંદર દિવસ માટે લંબાવવામાં આવી છે. હવે એ ભરવાની અંતિમ તારીખ ૨૬મી જૂન ૨૦૨૧ છે.

કોમ્પોઝીશન ડિલર્સ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વાર્ષિક રિટર્ન (જીએસટીઆર-૪) ભરવાની તારીખ કાઉન્સિલે ત્રણ મહિના માટે લંબાવી છે અને હવે એ ૩૧મી જુલાઇ ૨૦૨૧ સુધી ભરી શકાશે.

કંપનીઝ ઍક્ટ હેઠળ નોંધાયેલા કરદાતાઓને જીએસટી રિટર્ન ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટને બદલે ઇવીસી દ્વારા ૩૧મી ઑગસ્ટ ૨૦૨૧ સુધી ભરવાની સવલત આપવામાં આવી છે. 

June 1, 2021
gdp.jpg
1min539

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતીય અર્થતંત્રનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી) માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં અર્થતંત્રનો વિકાસ ૧.૬ ટકા થયો હતો. એક વર્ષ અગાઉ ૨૦૨૦ના જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ૩ ટકા જીડીપી વિકાસદર નોંધાયો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં ચાર ટકા વિકાસ થયો હતો જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૦-૨૧માં વિકાસ દર ઘટીને માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. કોવિડ મહામારીને પગલે લૉકડાઉન સહિતના નિયંત્રણો લાદવામાં આવતા વિકાસ દર સંકોચાયો હતો.

દરમિયાન વર્ષ ૨૦૨૦-૨૧માં નાણાકીય ખાધ ગ્રોસ ડોમોસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી)ના ૯.૩ ટકા (૧૮,૨૧,૪૨૬ કરોડ રૂપિયા) થઇ છે. કંટ્રોલર જનરલ ઑફ અકાઉન્ટ્સ (સીજીએ)એ વર્ષ ૨૦૨૦-૨૧ માટેની કેન્દ્ર સરકારના મહેસૂલ ખર્ચની વિગતો જાહેર કરી હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં રાજકોષીય ખાધ જીડીપીના ૭.૪૨ ટકા જેટલી નોંધાઇ છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં મહેસૂલી આવકમાં ઘટાડો થવાને પગલે નાણાકીય ખાધ જીડીપીના ૪.૬ ટકા જેટલી થઇ હતી. વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીના ૩.૫ ટકા (રૂપિયા ૭.૯૬ લાખ કરોડ)નો અંદાજ સરકારે બજેટમાં રજૂ કર્યો હતો.

May 30, 2021
FDI.jpg
1min472

દેશમાં વિદેશી રોકાણ મુદ્દે સિંગાપોરે સતત ત્રીજા નાણાકીય વર્ષમાં ૧૭.૪૧ અબજ ડોલર રોકાણ સાથે ટોચનુ સ્થાન જાળવી રાખ્યુ છે. જ્યારે બીજા ક્રમે મોરિશિય્સનુ સ્થાન અમેરિકાએ લીધુ છે. ૨૦૨૦-૨૧ દરમિયાન અમેરિકાએ ૧૩.૮૨ અબજ ડોલરનુ રોકાણ કર્યુ છે.

Foreign Direct Investment | Types of FDI | Advantages and Disadvantages

ડીપીઆઈઆઈટી દ્રારા જારી આંકડાઓ અનુસાર, ગત નાણાકીય વર્ષમાં મોરિશિય્સે ભારતમાં ૫.૬૪ અબજ ડોલરનુ રોકાણ કર્યુ હતું. જ્યારે યુઈએ દ્રારા ૪.૨ અબજ ડોલર, સાયમન આઈલેન્ડમાંથી ૨.૭૯ અબજ ડોલર, નેધરલેન્ડમાંથી ૨.૭૮ અબજ ડોલર, યુકેમાંથી ૨.૦૪ અબજ ડોલર, જાપાનમાંથી ૧.૯૫ અબજ ડોલર, જર્મનીમાંથી ૬૬૭ મિલિયન ડોલર અને સાયપ્રસમાંથી ૩૮૬ મિલિયન ડોલરનુ રોકાણ નોંધાયુ છે.

આ સાથે ૨૦૨૦-૨૧માં એકંદરે કુલ વિદેશી સીધુ રોકાણ ૧૯ ટકા વધી ૫૯.૬૪ અબજ ડોલર થયુ છે. વિદેશી રોકાણમાં વૃદ્ધિ પાછળ સરકારની સુધારાત્મક નીતિઓ જબાવદાર છે. ૨૦૨૦માં કોવિડ મહામારી બાદ સરકારે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે નીતિઓમાં પ્રોત્સાહક સુધારા કર્યા હતા. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નિયમોમાં પણ રાહતો આપી હતી. જેના પગલે વિદેશી રોકાણ સતત વધી રહ્યુ છે. ઈક્વિટી, રિ-ઈન્વેસ્ટેડ આવકો અને મૂડી સહિત કુલ એફડીઆઈ ૨૦૧૯-૨૦માં ૭૪.૩૯ અબજ ડોલર સામે વધી ૨૦૨૦-૨૧માં ૮૧.૭૨ અબજ ડોલર નોંધાયુ છે.

૨૦૨૦-૨૧માં કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં સૌથી વધુ ૨૬.૧૪ અબજ ડોલરનુ વિદેશી રોકાણ જોવા મળ્યુ છે. જ્યારે કંસ્ટ્રક્શન-ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં ૭.૮૭ અબજ ડોલર, સર્વિસ સેક્ટરમાં ૫ાંચ અબજ ડોલરનુ રોકાણ નોંધાયુ છે.

May 29, 2021
iai.jpg
12min1619

Jayesh Brahmbhatt 98253 44944

કારકિર્દીઓમાં વિશ્વભરમાં જેને કરોડોની આવક રળી આપતા વ્યવસાયિક તરીકે ગણવામાં આવે છે એ એક્ચ્યુરીઝ સર્ટિફિકેશન અભ્યાસ માટે ભારતમાં ધો.12 પાસની મુદત ઘટાડીને ચાલુ વર્ષ 2021 માટે ધો.11 કરી દેવામાં આવી છે. એક્ચ્યુરીઝ અભ્યાસક્રમ સી.એ., સી.એસ. જેવા અભ્યાસક્રમો કરતા કઠીન માનવામાં આવે છે અને ધો.11 સાયન્સ, આર્ટસ, કોમર્સ કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ એક્ચ્યુરીઝની પ્રવેશ પરીક્ષા ACET (Acturial Common Entrance Test એસેટ 2021 આપીને તેનો અભ્યાસ ઘરે બેઠા કરી શકે છે. સી.એ., CA, સીએસ CS, સીએમએ CMA ની જેમ એક્ચ્યુરીઝ અભ્યાસમાં જોડાવા સાથે કોઇપણ વિદ્યાર્થી અન્ય રેગ્યુલર ડિગ્રીમાં અભ્યાસ કરી શકે છે.

કોરોના પેન્ડેમિકને કારણે ધો.12માં પરીક્ષાઓનું કોઇ ઠેકાણું ન હોઇ, એક્ચ્યુરીઝ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટે એસેટ પરીક્ષાની લાયકાત ધો.11 કરી દીધી છે.

અત્યંત કઠીન છે અને કદાચ 90 ટકા લોકોને આ કોર્સ કે તેની શક્તિ વિશે ખબર પણ નહીં હોય

એક્ચ્યુરીઝ અભ્યાસ એ વિશ્વભરમાં સૌથી વધુ આવક રળી આપતો કોર્સ નહીં પણ સ્કીલ કહી શકાય. રિસ્ક મેનેજમેન્ટ, ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ ટૂંકમાં એક્ચ્યુરીઝનું કામ analyzes the financial consequences of risk જોખમના નાણાકીય પરિણામોનું વિશ્લેષણ કરવાનું છે. એક્ચુયરીઝનો સ્ટાર્ટીંગ સેલેરી કહો કે મહેનતાણું વાર્ષિક રૂ.1 કરોડથી શરૂ થઇ શકે જો એ સંપૂર્ણ પણે સ્કીલ્ડ એક્ચ્યુરીઝ હોય. એક્ચ્યુરીઝ બનવું સહેલું નથી, કદાચ સી.એ., સીએસ કે સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરી શકાય પરંતુ, એક્ચ્યુરીઝ બનવા માટે અત્યંત કઠોર પરિશ્રમ જરૂરી છે.

ACET (Acturial Common Entrance Test એસેટ 2021 મહત્વની તારીખો

ધો.11 કે તેને સમકક્ષ કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ ફક્ત આ વર્ષ પૂરતું ACET (Acturial Common Entrance Test એસેટ 2021 પરીક્ષા આપી શકશે

ACET (Acturial Common Entrance Test એસેટ 2021 વધુ વિગતો (ફી ફક્ત રૂ.3000)

Actuarial Common Entrance Test (ACET)

“Actuarial Common Entrance Test” is applicable to the candidates who plan to enroll as student member of the Institute of Actuaries of India and wish to take actuarial examinations.

Eligibility Criteria:

Any candidate studying for
• 10+2
• Finance, or any other stream, but you have love for Mathematics and skills in Numeracy.
• Mathematical Sciences: Maths, Statistics, Econometrics or any other.
• Engineering.
• Management.
• Chartered Accountant, Cost Accountant or a Company Secretary.

Note:
1. ACET Examination is conducted only in India
2. ACET result is valid for 3 years from the date of declaration of the exam result for taking student membership of IAI.

Structure of ACET Examination:

Institute of Actuaries of India had started conducting its Entrance Exam which is ACET from January 2012.

Institute has started conducting ACET examination in Home Based Online Format with effect from October 2020.

1. ACET is a 3 hour, 100 marks online exam which has 70 multiple choice questions with one correct answer for each question.

2. The distribution of questions will be:

a. 45 questions – 1 mark each
b. 20 questions – 2 marks each
c. 05 questions – 3 marks each

3. The Allocation of Marks will be as under:

a. Mathematics – 30 marks
b. Statistics – 30 marks
c. Data Interpretation – 15 marks
d. English – 15 marks
e. Logical Reasoning – 10 marks

4. ACET will be conducted in a single day with one slot.

5. There will not be any negative marking for incorrect answers.

Pass mark for ACET Examination is 50%.

બધાનું ગજુ નથી, આ સિલેબસ છે એસેટ પરીક્ષા માટે

Syllabus:

Syllabus for ACET Examination will include the following

1) Mathematics

a) Notation and standard functions
b) Numerical Methods
c) Algebra
d) Differentiation
e) Integration
f) Vectors
g) Matrices

2) Statistics

a) Permutations and combinations
b) Types of data
Statistical diagrams, bar chart, histogram, dot plot, stem-and-leaf, boxplot
c) Measures of location
mean, median, mode
d) Measures of spread
range, interquartile range, standard deviation, variance, Skewness
e) Probabilities
basic rules of probabilities
f) Advanced probabilities
tree diagrams, conditional probabilities
g) Discrete random variables
definitions, probabilities, mean, mode, median, standard deviation, variance, coefficient of skewness
h) Continuous random variables
definitions, probabilities, mean, mode, median, standard deviation, variance, coefficient of skewness
i) Discrete distributions
discrete uniform, Bernoulli, binomial, Poisson
j) Continuous distributions
continuous uniform, exponential, the normal distribution
k) Correlation
scatter plots, covariance, correlation coefficient
l) Regression

3) English

a) Vocabulary Based (Synonyms Antonyms)
b) English Usage or Grammar
c) Sentence Correction
d) Fill in the blanks
e) Cloze Passage
f) Analogies or Reverse Analogies
g) Jumbled Paragraph
h) Meaning-Usage Match
i) Summary Questions
j) Verbal Reasoning
k) Facts / Inferences / Judgements
l) Reading Comprehension

Vocabulary: Vocabulary questions test the candidate’s knowledge of the primary meanings of words, secondary shades of meaning, usage, idioms and phrases, antonyms, related words, etc.

Grammar: Grammar-based questions test the candidate’s ability to spot and correct grammatical errors. It should generally tests knowledge of high school level grammar and includes areas like subject-verb agreement, use of modifiers, parallel construction, redundancy, phrasal verbs, use of articles, prepositions, etc.

Verbal Reasoning: Verbal reasoning questions are designed to test the candidate’s ability to identify relationships or patterns within groups of words or sentences.

4) Data Interpretation

Data is given in form of tables, charts and graphs. In this section it is tested that how can you interpret the given data and answers the questions based on it.

a) Tables
b) Column Graphs
c) Bar Graphs
d) Line Charts
e) Pie Chart
f) Venn Diagrams
g) Caselets
Combination of two or more types linked to each other.

5) Logical Reasoning

a) Number and Letter Series
b) Calendars
c) Clocks
d) Cubes
e) Venn Diagrams
f) Binary Logic
g) Seating Arrangement
h) Logical Sequence
i) Logical Matching
j) Logical Connectives
k) Syllogism
l) Blood Relations

Reference Books for ACET Examination:

Note: The reference books are for guidance purpose and they may or may not cover the given ACET syllabus.

1. TOMATO (Test Of Mathematics at Ten plus Two level published by ISI)
2. How to Prepare for Verbal Ability and Reading Comprehension for CAT by Arun Sharma and Meenakshi Upadhyay, Mc Graw Hill
3. How to prepare for Quantitative Aptitude for the CAT Editor: Arun Sharma
4. Quantitative Aptitude for Competitive Examinations Editor: Abhijit Guha
5. The Pearson and Guide to Verbal Ability and Logical Reasoning for the CAT Editor: Nishit K. Sinha
6. Quantitative Aptitude for MBA Entrance Examinations Editor: R.S. Aggarwal
7. High School English Grammar and Composition- Wren and Martin
8. Word Power Made Easy Editor: Norman Lewis
9. Problem Solving Strategies Editor: Arthur Engel
10. Challenge and Thrill of Pre-College Mathematics by New Age International Publishers
11. Challenging Mathematical Problems with Elementary Solutions Editors: A.M. Yaglom and I.M. Yaglom
12. An Excursion in Mathematics Editors: M. R. Modak, S. A. Katre, V. V. Acharya, V. M. Sholapurkar
13. Problem Primer for the Olympiad Editors: C R Pranesachar, B J Venkatachala, C S Yogananda
14. Trishna’s Data Interpretation and Logical Reasoning for the CAT and other MBA Entrance Examinations
15. ACTED Study Material – FAC and STATS PACK

Note: Validity of ACET results is only for three years from the date of declaration of exam result for taking student membership of IAI.

આ છે માળખું એક્ચુયરીઝ સર્ટિફિકેશન કોર્સનું, પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી

May 29, 2021
hdfc_bank.jpg
1min682
HDFC Bank predicts stronger loan growth after Q2 shine | Hindustan Times

ભારતીય રિઝર્વ બેંકએ રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સમાં ખામીઓ માટે એચડીએફસી બેંક લિમિટેડને 10 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 6(2) અને કલમ 8ની જોગવાઈઓના ઉલ્લંઘનને પગલે એચડીએફસી બેંકને આ દંડ કરાયો છે. આરબીઆઈએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ કાર્યવાહી રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સમાં ખામીઓ આધારિત છે અને બેંક દ્વારા પોતાના ગ્રાહકોની સાથે કરાયેલી કોઈપણ લેવડ-દેવડ કે સમજૂતીની માન્યતા સાથે સંબંધિત નથી.

રિઝર્વ બેંકે સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, બેંકના ઓટો લોન પોર્ટફોલિયોના સંબંધમાં ઘણી વ્હિસલબ્લોઅર ફરિયાદ મળી હતી અને તેની તપાસ કરવામાં આવી તો ઘણી અનિયમિતતાઓ જણાઈ હતી. આ સંબંધમાં પહેલા બેંકને નોટિસ આપી એવી સલાહ અપાઈ હતી કે, તે કારણ બતાવે કે કેમ એક્ટની જોગવાઈઓ/નિર્દેશોના ઉલ્લંઘન માટે તેને દંડ ન કરવામાં આવે.

કારણ બતાવ નોટિસના બેંકના જવાબ પર વિચાર કર્યા બાદ, વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરાયેલા મૌખિક રજૂઆત અને બેંક દ્વારા રજૂ કરાયેલા વધુ સ્પષ્ટીકરણો અને દસ્તાવેજોની તપાસ પછી, આરબીઆઈ એ નિષ્કર્ષ પર પહોંચી કે એક્ટની જોગવાઈઓના ઉલ્લંઘનના ઉપરોક્ટ આરોપ પ્રમાણિત છે અને બેંકને દંડ કરવો જોઈએ.

ઓટો લોન આપવામાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 6(2) અને કલમ 8ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાને કારણે રિઝર્વ બેંકે એચડીએફસી બેંકને 10 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.

May 27, 2021
whatsapp.jpg
1min404

વૉટ્સઍપે સરકારના નવા ડિજિટલ કાયદાને દિલ્હી વડી અદાલતમાં પડકાર્યો હતો.

વૉટ્સઍપે દલીલ કરી હતી કે એન્ક્રિપ્ટેડ મેસેજની માહિતી પૂરી પાડવાની સરકારની માગણી પ્રાઇવસી પ્રૉટેક્શનની વિરુદ્ધ છે.

અરજીમાં જણાવાયું હતું કે કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખીને તેની માહિતી સરકારને આપવાની જોગવાઇ ધરાવતી નીતિ બંધારણમાં અપાયેલા વ્યક્તિગત પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે.

વૉટ્સઍપના પ્રવક્તાએ બુધવારે નિવેદનમાં જણાવ્યું હતું કે વૉટ્સઍપ પર કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખવાની ફરજ પાડવાનો અર્થ વૉટ્સઍપ પર સંદેશો મોકલનારા દરેકના આંગળાની છાપ રાખવા બરાબર થાય અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની નીતિની વિરુદ્ધ છે તેમ જ બંધારણમાં અપાયેલા પ્રાઇવસીના અધિકારનો પણ ભંગ કરે છે. સરકારના નવા ડિજિટલ કાયદાને જો ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ નહિ અનુસરે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને બીભત્સ સાહિત્ય અને ફૉટા પણ જાતે જ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.

સરકારે ગઇ પચીસ ફેબ્રુઆરીએ નવા ડિજિટલ કાયદાની જાહેરાત કરી હતી.

દરમિયાન, ગૂગલ અને ફેસબુકે જણાવ્યું હતું કે અમે સરકારની નવી માર્ગદર્શિકાને અનુસરવા જરૂરી પગલાં લઇ રહ્યા છીએ.

May 26, 2021
hallmarking_of_golddd.jpg
1min456

વાણિજ્ય અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા સોનાની જ્વેલરી પર ફરજિયાત હૉલમાર્કિંગ લાગુ કરવાની મુદત ૧૫ જૂન સુધી વધારાતાં દેશભરના સુવર્ણ જ્વેલર્સને સોનાની દરેક વસ્તુ પર ફરજિયાત હૉલમાર્કિંગના અમલીકરણ માટે તૈયાર થવાની તક મળશે.

વાણિજ્ય અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા સોનાની જ્વેલરી પર ફરજિયાત હૉલમાર્કિંગ લાગુ કરવાની મુદત ૧૫ જૂન સુધી વધારાતાં દેશભરના સુવર્ણ જ્વેલર્સને સોનાની દરેક વસ્તુ પર ફરજિયાત હૉલમાર્કિંગના અમલીકરણ માટે તૈયાર થવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે અગાઉ એનો અમલ ભારતમાં ૨૦૨૧ની એક જૂનથી થવાનો હતો. કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ)ના મહાનગર અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે કૅઇટ અને અન્ય સંગઠનો દ્વારા મુદત વધારવાની વિનંતી કરાઈ હતી. લાગુ થનારા આ નિયમ માટે ભારતીય માનક બ્યુરો અને જ્વેલર અસોસિએશન્સના અમુક વેપારીઓની એક સમિતિની રચના કરી છે, જે દેશભરમાં હૉલમાર્કિંગના સરળ અમલીકરણ માટે અને અન્ય ગતિરોધો વિશે વાતચીત દ્વારા આગામી ૧૫ દિવસમાં નીવેડો લાવીને નિયમના અમલીકરણ માટેનો માર્ગ મોકળો કરશે. પીયૂષ ગોયલે બી.આઇ.એસ. દ્વારા આયોજિત એક વેબિનારમાં કૅઇટ અને અન્ય જ્વેલરી સંગઠનો સાથે વિસ્તૃત વાતચીત બાદ જાહેરાત કરી હતી. 

May 21, 2021
ambani_adani.jpg
1min630

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં બે ગુજરાતી ભારતીયો પહેલા અને બીજા ક્રમે જાહેર થયા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી પહેલેથી જ પહેલા નંબરે હતા અને હવે ગુજ્જુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ યાદીમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

બ્લૂમબર્ગે જાહેર કરેલી વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી 13મા જ્યારે ગૌતમ અદાણી 14મા સ્થાને છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના અહેવાલ અનુસાર પોર્ટથી લઈને એફએમસીજી સહિતના ક્ષેત્રોમાં વ્યવસાય ધરાવતા ગૌતમ અદાણીએ ચીનના અબજોપતિ બિઝનેસમેન ઝોન્ગ શાનશાનને પાછળ કરીને આ સ્થાન મેળવ્યું છે. આ ઈન્ડેક્સ પ્રમાણે અદાણી ગ્રૂપના અધ્યક્ષ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર નોંધાઈ છે, જ્યારે ઝોન્ગ શાનશાનની સંપત્તિ 63.6 અબજ ડોલર નોંધાઈ હતી.

ફેબ્રુઆરી, 2021માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ શાનશાનને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું ટોચનું સ્થાન મેળવ્યુ હતું. ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની વાત કરીએ તો, આ યાદીમાં પણ મુકેશ અંબાણીનું નામ સૌથી મોખરે છે.

May 21, 2021
itr.jpg
1min473

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વ્યક્તિગત આવકવેરા રિટર્ન્સ ભરવાની મુદતમાં સરકારે ગુરુવારે બે મહિનાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે રિટર્ન્સ ૩૦મી સપ્ટેમ્બર સુધી ભરી શકાશે.

સીબીડીટીએ કંપનીઓ માટે પણ આવકવેરા રિટર્ન્સ ભરવાની મુદતમાં એક મહિનાનો વધારો જાહેર કર્યો છે. કંપનીઓ હવે પોતાના રિટર્ન્સ ૩૦મી નવેમ્બર સુધી ભરી શકશે.

સામાન્ય રીતે જે લોકો આઈટીઆર-૧ અથવા આઇટીઆર-૪ ભરતા હોય એમણે ૩૧મી જુલાઇ સુધીમાં રિટર્ન્સ ભરી દેવાના હોય છે. કંપનીઓ કે અન્યો કે જેમના અકાઉન્ટનું ઑડિટ થવાનું હોય, એમણે ૩૧મી ઑક્ટોબર સુધીમાં રિટર્ન્સ ભરવાના હોય છે.

સીબીડીટીએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કરધારકોને રિટર્ન્સ ભરવા માટેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.

નાણાકીય સંસ્થાઓ માટે એસએફટી રિપોર્ટ રજૂ કરવાની તારીખ ૩૧મી મેથી એક મહિનો લંબાવીને ૩૦મી જૂન ૨૦૨૧ કરવામાં આવી છે.

સીબીડીટીએ ૧લી એપ્રિલે આઇટીઆર માટેના નવા ફોર્મ જાહેર કર્યા હતા. કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ફોર્મમાં ખાસ ફેરફાર નથી કરાયો, પણ નવા ફોર્મમાં શું કરદાતા નવી કરપ્રણાલી અપનાવવા માગે છે, એવો સવાલ કરવામાં આવ્યો છે.