CIA ALERT

બિઝનેસ Archives - Page 29 of 92 - CIA Live

November 4, 2021
Electric-Vehicle-Charging-Station.jpg
1min454

દેશની સૌથી મોટી કંપની ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત વૈદ્યે બુધવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે  કંપની ઇલેક્ટ્રિક વાહનો માટે આગામી ત્રણ વર્ષમાં ૧૦,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરશે. 

દુનિયામાં ભારત કાર્બનઉત્સર્જન કરનારો ત્રીજો મોટો દેશ છે. ૨૦૭૦માં આ ઉત્સર્જન નેટ જીરો સુધી પહોંચે એવી વડાપ્રધાને સોમવારે અપીલ કરી હતી. 

આજે પેટ્રોલ અને ડીઝલ જ ભારતના વાહનોમાં ઇંધણ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે ભવિષ્યમાં વાહન ઉત્પાદકોને  ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન કરવા અંગે  વિશ્ર્વાસ બેસે એ રીતનું માળખું કંપની તૈયાર કરી રહી છે. 

દેશમાં ઇંધણની જરૂરિયાત વધતી જાય છે અને તેને પહોંચી વળવા બધી જ જાતના ઇંધણો વિકસાવવા પડશે. કંપની દરેક ૨૫ કિમી.ના અંતરે ૫૦ કિલોવૉટ અને ૧૦૦ કિમી.ના અંતરે ૧૦૦ કિલોવૉટની ક્ષમતાવાળા ચાર્જિંગ સ્ટેશન ઊભા કરશે. હાલના પેટ્રોલ પંપ પર આ સ્ટેશનો તો ઊભા કરાશે જ ઉપરાંત નવા સ્ટેશનો પણ ઊભા કરાશે. 

હાલમાં ૨૮ કરોડ વાહનો દેશમાં દોડી રહ્યા છે અને દર વર્ષે ૨.૫ કરોડ વાહનો ઉમેરાતા જાય છે જેથી પેટ્રોલ-ડીઝલની માગ પણ વધતી જાય છે. 

ઇલેક્ટ્રિેક વાહનો હજી ઘણા ઓછા વપરાય છે. આવા વાહનોમાં ટુ-વ્હીલરનું પ્રમાણ ૧ ટકો, ફોર-વહીલરનું પ્રમાણ ૦.૨ ટકા અને થ્રી વ્હીલરનું પ્રમાણ ૨૫ ટકા જેટલું છે. 

વૈદ્યે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સોમવારે જે જાહેરાત કરી છે એ દિશામાં આગળ વધતી  કંપનીનું આ પ્રથમ પગલું છે. આ કાર્ય માટે  વાહન ઉત્પાદકો અને વીજળી સપ્લાય કરતી કંપનીઓ સાથે પણ ચર્ચાવિચારણા કરતી રહેશે.       

November 3, 2021
gjepc_logo.jpg
1min355

સુરત સમેત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગકારો ઉપયોગ કરી શકે એ રીતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં નવરત્ન ગેલેરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. હીરાની હરાજી માટે સુરતમાં એક ઉમદા માળખાકીય સુવિધા જીજેઇપીસીએ ડેવલપ કરીને તેને લોકસમર્પિત કરી દીધી હોવાનું જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે નવરત્ન ગેલેરીમાં અદ્યતનમાં અધતન સુવિધાઓ, સેફ્ટી અને સિક્યુરિટી, સ્ટોરેજ ફેસેલિટી, ઓકશન પહેલાના વ્યૂઇંગ માટે સાધન સંપન્ન 11 જેટલી કેબિનો સમેતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

November 3, 2021
cia_gst.jpg
1min376

ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેત સતત સ્પષ્ટ થઈ રહ્યા છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.3 લાખ કરોડને વટાવી ગયું છે. GST લાગુ થયા પછી એક મહિનામાં નોંધાયેલો આ બીજો સૌથી વધુ કલેક્શન છે. GST કલેક્શન પાછલા મહિના કરતાં 24 ટકા અને વર્ષ 2019-20 દરમિયાન ઓક્ટોબર કલેક્શન કરતાં 36 ટકા વધુ છે. આ સતત ચોથો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડથી વધુ રહ્યું છે.

નાણા મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબર 2021માં GST કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યું છે. આમાં CGST રૂ. 23,861 કરોડ, SGST રૂ. 30,421 કરોડ, IGST રૂ. 67,361 કરોડ (માલની આયાત પર વસૂલાયેલા રૂ. 32,998 કરોડ સામેલ છે) અને રૂ. 8,484 કરોડ સેસ (સામાનની આયાત પર વસૂલાયેલા રૂ. 699 કરોડ સહિત)નો સમાવેશ થાય છે. સેટલમેન્ટ પછી ઓક્ટોબર માટે CGST 51171 કરોડ રૂપિયા અને SGST 52815 કરોડ રૂપિયા રહ્યું છે.

ઓક્ટોબરમાં GST કલેક્શન જીએસટી લાગુ થયા પછી બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન છે. અગાઉ એપ્રિલ 2021માં સૌથી વધુ કલેક્શન નોંધાયું હતું. નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, આ દર્શાવે છે કે સ્થાનિક અર્થવ્યવસ્થામાં સતત રિકવરી થઈ રહી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો ચિપની અછતને કારણે ઓટો સેક્ટરના સપ્લાય પર અસર ન થઈ હોત તો કમાણી વધુ થઈ શકી હોત.

November 2, 2021
muhurat.jpg
1min630

દિવાળી પર શેરબજાર બંધ હોવા છતાં સાંજે એક કલાક ટ્રેડિંગ કરવામાં આવે છે. આ વખતે દિવાળીના દિવસે એનએસઇ અને બીએસઇમાં સાંજે 6.15થી 7.15 સુધી મુહૂર્ત ટ્રેડિંગના સોદા થશે. મુહૂર્ત ટ્રેડિંગની પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવે છે. બીએસઇ પર 1957માં અને એનએસઇ પર 1992માં પ્રથમ વાર મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. 

October 29, 2021
sensex_down.jpg
1min510

તા.28મી ઓક્ટોબરને ગુરુવારે ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે સેન્સેક્સમાં 1000 પોઈન્ટ્સથી પણ વધારેના ઘટાડા બાદ આજે તા.29મી ઓક્ટોબરે સતત બીજા દિવસે પણ સેન્સેક્સ 677 પોઈન્ટ્સ ઘટ્યો છે. નિફ્ટીમાં પણ આજે 185 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 59,306 જ્યારે નિફ્ટી 17,671 પોઈન્ટ્સ પર હતા.

તા.29મી ઓક્ટોબરના ટોપ લુઝર્સની વાત કરીએ તો, આ સપ્તાહમાં જ પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શનારો ટેક મહિન્દ્રા 3.62 ટકા ઘટ્યો હતો. જ્યારે એનટીપીસી 3.42 ટકા, કોટક બેન્ક 3.21 ટકા જ્યારે ઈન્ડસિન્ડ બેન્ક 3.04 ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત એલ એન્ડ ટી, રિલાયન્સ, એક્સિસ, ઈન્ફોસિસ, ટીસીએસ, એચડીએફસી ટ્વિન્સ જેવા હેવી વેઈટ શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બજારમાં આજે પણ મંદીના માહોલ વચ્ચે મિડકેપ ઈન્ડેક્સમાં 41.44 પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં કેનેરા બેન્ક સૌથી વધુ 9.83 ટકા ઉછળ્યો હતો. જ્યારે ABB ઈન્ડિયા લિમિટેડ 6.23ટકા, ગુજરાત ગેસ 5.38 ટકા ઉછળ્યા હતા. આજે IRCTCના શેરમાં માર્કેટ ખૂલ્યું તેના ગણતરીના સમયમાં જ 25 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. જોકે, રેલવે મંત્રાલય તરફથી કન્વેનિયન્સ ફી લેવાની દરખાસ્ત પરત ખેંચવામાં આવતા તેમાં રિકવરી જોવા મળી હતી. માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 7.45 ટકાના ઘટાડા બીએસઈ 500 શેર્સની વાત કરીએ તો, આજે આરબીએલ બેન્કમાં 10.33 ટકા, અતુલ ઓટોમાં 7.36 ટકા, એસબીઆઈ કાર્ડ્સમાં 6.26 ટકાનું ધોવાણ થયું હતું. જ્યારે સરકારે 100 ટકા ક્ષમતા સાથે એરલાઈન્સને ઓપરેટ કરવાની છૂટ આપતા ઈન્ડિગોનો શેર 8.83 ટકા ઉછળીને 2173 રુપિયાના સ્તરે પહોંચી ગયો હતો.સાથે 845 રુપિયાની સપાટી પર હતો.

October 29, 2021
meta.jpg
1min535
Meta or Facebook? Twitter users make fun of rebranding of social media  platform, Technology News | wionews.com

દુનિયાભરમાં ફેલાયેલા અને સૌથી વિશાળ સોશિયલ મીડિયા નેટવર્કમાં ટોચ પર રહેલા ફેસબૂકનું નામ બદલવામાં આવશે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે ભવિષ્યમાં ડિજિટલ રૂપમાં થઈ રહેલા ફેરફારોને જોડવાના પ્રયાસ હેઠળ કંપનીને હવે નવા નામ ‘Meta’થી ઓળખવામાં આવશે. ઝુકરબર્ગે ફેસબુક ફોલોઅર્સને ‘મેટાવર્સ’ કહેવામાં છે.

ફેસબૂકના સીઈઓ ઝુકરબર્ગે કહ્યું કે, “હાલના સમયમાં અમારી બ્રાન્ડ ચોક્કસ રીતે એક પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, પરંતુ તેના લીધે આજના સમયની બાબતોને તેમાં સાંકળવી મુશ્કેલ છે.” એટલે કે નામ બદલાવાની સાથે તેમાં કેટલાક નવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઝુકરબર્ગે કહ્યું કે અમને આશા છે કે આગામી દાયકાની અંદર ‘મેટાવર્સ’ એક અબજ લોકો સુધી પહોંચી જશે. તેમનું કહેવું છે કે ‘મેટાવર્સ’ એક એવું પ્લેટફોર્મ હશે જેના પર લોકો સંવાદ કરશે અન્ય કાર્યો પણ કરી શકાશે. તેમને આશા છે કે આ એક એવું નવું પ્લેટફોર્મ હશે જે ક્રિએટર્સ માટે ‘લાખો’ નોકરીઓનું સર્જન કરશે.

આ જાહેરાત એવા સમયે કરાઈ છે કે જ્યારે ફેસબૂક અસ્તિત્વ સામે સંકટનો સામનો કરી રહ્યું છે. ફેસબૂક પેપર્સમાં ખુલાસા પછી તેને દુનિયાના ઘણાં ભાગોમાં લેજિસ્લેટિવ અને રેગ્યુલેટરી સ્ક્રૂટિનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શું નામ બદલવાથી ફેસબૂક પર જે સંકટના વાદળો ઘેરાયા છે તેનાથી છૂટકારો મળી શકશે કે પછી સંકટમાં આગામી દિવસમાં વધારો થવાની સંભાવના વધી રહી છે. હવે આ તમામ બાબતો પરથી આગામી સમયમાં જ પરદો હટી શકશે.

October 28, 2021
sensex_down.jpg
1min546

Dt. 28/10/21 ગુરુપુષ્ય નક્ષત્ર યોગમાં 60 હજારનું મહત્વનું લેવલ ગુમાવતા હવે તેમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું ધોવાણ ક્યાં જઈને અટકશે તેને લઈને અટકળો લગાવાઈ રહી છે. ગયા સપ્તાહે 62 હજારનું લેવલ તોડનારા સેન્સેક્સમાં આ સપ્તાહે સતત ઘટાડો જોવા મળ્યો છે. તેમાંય આજે ગુરુપુષ્ય નક્ષત્ર યોગમાં dt.28/10/21 તો 1158 પોઈન્ટનું ગાબડું પડતાં રોકાણકારો ટેન્શનમાં આવી ગયા છે.

બુધવારે 61,143ના સ્તરે બંધ થયેલો સેન્સેક્સ આજે ઘટાડા સાથે 61,081 પોઈન્ટ્સની સપાટી પર ખૂલ્યો હતો. જોકે, માર્કેટમાં સતત વેચવાલી જોવા મળતાં તેમાં સતત ઘટાડો નોંધાયો હતો, અને એક તબક્કે તો તે 59,777 પર પહોંચી ગયો હતો. આખરી કલાકોમાં તેમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો, અને બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 60 હજારનું લેવલ તોડી 59,984 પર હતો.

આજે સૌથી વધુ ઘટેલા શેર્સની વાત કરીએ તો, બીએસઈના સેન્સેક્સમાં સામેલ 30 શેર્સમાંથી આઈટીસી 5.58 ટકાના ઘટાડા સાથે 225 રુપિયા પર બંધ આવ્યો હતો. આ સપ્તાહે જોરદાર ઉછાળો દર્શાવનારો ICICI બેંકનો શેર પણ આજે 4.10 ટકા ઘટ્યો હતો. આ ઉપરાંત, કોટક બેંક, એક્સિસ, એચડીએફસી બેંક, એસબીઆઈમાં પણ આજે ગાબડું પડ્યું હતું. બેંક શેર્સમાં થયેલા ધોવાણને કારણે સેન્સેક્સમાં મોટું ગાબડું પડ્યું હતું.

એક તરફ, પ્રાઈવેટ બેન્કોના શેર્સમાં આજે ઘટાડો જોવાયો હતો, તો બીજી તરફ ઈન્ડસિન્ડ બેન્કનો શેર 2.63 ટકા વધી 1171 રુપિયાના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય એલએન્ડટીનો શેર 1.92 ટકા સાથે 1817 રુપિયાના સ્તર પર બંધ આવ્યો હતો. એશિયન પેઈન્ટ્સ અને મારુતિમાં પણ આજે સામાન્ય વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો, અદાણી પોર્ટ્સમાં આજે સૌથી વધુ 7.74 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, સિપ્લા, NTPC, JSW સ્ટીલ, હિન્દાલ્કો, પાવરગ્રીડમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

October 26, 2021
piyushgoyal.jpg
1min434

ટૅક્સ્ટાઈલ એન્જિનિયરિંગ ઉદ્યોગ અને સરકારના સામૂહિક પ્રયાાસો થકી ટૅક્સ્ટાઈલ મશીનરી સેગ્મેન્ટની આયાતનિર્ભરતા દૂર કરવા દેશના ૧૦૦ ટૅક્સ્ટાઈલ મશિનરી ક્ષેત્રના માંધાતાઓને કેન્દ્રીય ટૅક્સ્ટાઈલ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે આહ્વાન કર્યું છે. 

ટૅક્સ્ટાઈલ ક્ષેત્રને વાઈબ્રન્ટ બનાવવા માટે ગોયલે ગત રવિવારે Dt.24/10/21 વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ટૅક્સ્ટાઈલ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ ટૅક્સ્ટાઈલ તેમ જ ટૅક્સ્ટાઈલ મશીનરી ઉત્પાદકો સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મશીનરી ઉત્પાદકોને આદેશ અને નિયંત્રણોની માનસિકતામાંથી બહાર આવીને પ્લગ ઍન્ડ પ્લે દ્વારા કામ કરવા જણાવ્યું હતું.  

ઉક્ત કોન્ફરન્સમાં ૧૫ વિદેશી ટૅક્સ્ટાઈલ મશીન ઉત્પાદકો, ૨૦ સ્થાનિક ઉત્પાદકો અને સાત ટૅક્સ્ટાઈલ મશીનરી અને સંલગ્નિત ઔદ્યોગિક સંગઠનોએ ભાગ લીધો હતો તેમ જ તેનાં મંતવ્યો આપ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પરિસંવાદનો મુખ્ય આશય મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ટૅક્સ્ટાઈલ એન્જિનિયરિંગ ઉદ્યોગની વૃદ્ધિ માટે અસરકારક ઈકોસિસ્ટમ વિકસાવવાનો અને વ્યૂહ ઘડવાનો હતો. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં મૂડીગત્ માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નેશનલ કેપિટલ ગૂડ્સ પૉલિસી અમલી બનાવી છે. આ નીતિ હેઠળ દેશમાં મૂડીગત્ માલનું ઉત્પાદન જે વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૧ અબજ ડૉલરનું હતું તે વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારીને ૧૦૧ અબજ ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

October 23, 2021
paytm.jpeg
1min400

આઇપીઓ માર્કેટમાં ફરી ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. દેશમાં સૌથી મોટી રકમની પબ્લિક ઓફર લાવીને પેટીએમ આ ક્ષેત્રમાં ડંકો વગાડવાની છે. આ વર્ષે આઇપીઓ માર્કેટમાં ધૂમ તેજી છે. એમાં હવે પેટીએમના આઇઇપીઓથી રોનક છવાઇ જાય એમ છે કારણકે સેબીએ કંપનીના રૂ.16,600 કરોડના આઇપીઓને મંજૂરી આપી છે. અગાઉ 2010માં કોલ ઇન્ડિયાનો આઇપીઓ રૂ. 15,000 કરોડનો આવ્યો હતો.

કંપની નવેમ્બરના આરંભમાં આઇપીઓ બહાર પાડે તેવી શક્યતા છે. જોકે ઝડપથી લિસ્ટેડ થવા માટે કંપની શેર વેચાણની યોજના પ્રથમ બનાવી રહી છે.’

કંપની રૂ.1.47થી 1.78 લાખ કરોડનું મૂલ્યાંકન ઇચ્છી રહી છે. અમેરિકા સ્થિત વેલ્યૂએશન કંપનીએ એક શેરની કિંમતનું મૂલ્યાંકન રૂ. 2950 જેટલું કર્યું છે. એ રીતે આઇપીઓનો ભાવ ઘણો ઉંચો રાખવામાં આવે તેમ છે. આ આઇપીઓ સફળ રહે તો દેશનો સૌથી મોટો આઇપીઓ હશે.આઇપીઓનું સંચાલન મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ ગ્લોબલ, જેપી મોર્ગન ચેઝ છે. મોર્ગન સ્ટેનલીની દાવેદારી મોટી છે.

પેટીએમના ફાઉન્ડર અને સીઇઓ વિજય શેખર શર્મા પાછલા એક વર્ષથી કંપનીની આવક વધારીને સેવાઓને મોનેટાઇઝ કરવામાં અત્યંત વ્યસ્ત છે. સ્ટાર્ટઅપે ડિજીટલ ઉપરાંત હવે બાંકિંગ, ક્રેડિટ કાર્ડ,ફાયનાન્સિયલ સર્વિસ, વેલ્થ મેનેજમેન્ટ અને ડિજીટલ વોલેટ જેવા ક્ષેત્રોમાં પણ કારોબાર ફેલાવી દીધો છે.

કંપનીએ હવે ફોન પે, ગુગલ પે, એમેઝોન પે અને વોટ્સ એપ પે તરફથી સર્જાયેલી હરિફાઇને પણ મજબૂતીથી સહન કરી લીધી છે. મર્ચન્ટ પેમેન્ટ ક્ષેત્રમાં પેટીએમનો બજાર હિસ્સો સૌથી વધારે છે. કંપનીના 2 કરોડથી વધારે મર્ચન્ટ પાર્ટનર છે અને તેના યુઝરો મહિને 1.4 અબજ જેટલા વ્યવહારો કરે છે. પેટીએમ માટે 2021ના નાણા વર્ષના પ્રથમ ત્રણ માસ ખૂબ સારાં રહ્યા છે. એ વખતે કોવિડની બીજી લહેરમાં ડિજીટલ વ્યવહારોમાં ખૂબ જ તેજી આવી હતી.’

October 20, 2021
Cia_business_news-1280x936.jpg
1min604

Jayesh Brahmbhatt 98253 44944

વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ પેઢી કિરણ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાવજીભાઈ પટેલ, ડાયરેક્ટર શ્રી દિનેશ લાખાણી અને શ્રી રાજેશ લાખાણીએ સુરતના ખજોદ ખાતે નિર્માણાધીન સુરત ડાયમંડ બુર્સની સાઇટની ગઇ તા.16 ઓક્ટોબર 2021ના ​​રોજ શનિવારે રૂબરુ મુલાકાત લીધી હતી. કિરણ જેમ્સ ડાયમંડ કંપનીએ સુરત ડાયમંડ બુર્સમાં અંદાજે 1 લાખ ચો.ફૂટ જેટલી વિશાળ ઓફિસ સ્પેશ ખરીદી છે અને તેના ઇન્ટીરીયર ડેકોરેશન માટે કિરણ જેમ્સના ટોપ મેનેજમેન્ટ ઓફિશયલ્સે ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. કંપનીનો પ્લાન છે કે ડાયમંડ બુર્સ ખાતે સાકાર થઇ રહેલી કિરણ જેમ્સની ઓફિસમાં વૈશ્વિક સ્તરની તમામ અત્યાધુનિક સુવિધાઓ હશે જ્યાં કર્મચારીઓને કામ કરવા માટેનું બળ મળે તેવું વાતાવરણ હશે.

કિરણ જેમ્સના સૂત્રોએ જણાવ્યુ હતું કે સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટમાં આકાર પામી રહેલી કિરણ જેમ્સની ઓફિસ અત્યાધુનિક સુવિધાઓ અને વેલ ઇકવીપ્ડ હશે. ઓફિસ સ્પેસની ડિઝાઇનનું કામ જાણીતા મનીષ ચોક્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કિરણ જેમ્સએ 15 માળની ઇમારતના ચાર માળમાં ફેલાયેલી 100,000 ચોરસ ફૂટથી વધુ ઓફિસ સ્પેસ કબજો મેળવીને ઇન્ટીરીયર ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાવી દીધી છે.

કિરણ જેમ્સના મેનેજમેન્ટ દ્વારા જણાવાયા મુજબ સુરત ડાયમંડ બુર્સ જેવા મોટા સંકુલમાં જવા માટે કંપની ઉત્સાહિત છીએ. ડાયમંડ બુર્સ ખાતેની કિરણ જેમ્સની ઓફિસમાં 2000 થી વધુ હીરા સહાયકો અને 500 વેચાણ અને સહાયક ટીમને સમાવશે. કિરણ જેમ્સ સુરત ડાયમંડ બુર્સની નવીનત્તમ ઓફિસ ખાતે પોતાની વેચાણ ટીમ, ખાતાઓ, માનવ સંસાધન અને માર્કેટિંગ ટીમને સંપૂર્ણપણે શીફ્ટ કરવાની યોજના ધરાવે છે. કિરણ જેમ્સ પોતાના કર્મચારીઓએ શ્રેષ્ઠત્તમ માહોલમાં કાર્ય કરી શકે તેવું વાતાવરણ આપવા માટે કટિબદ્ધ છે. કિરણ પરિવારના દરેક સભ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને કાર્યસ્થળની રચના કરવામાં આવશે તેમ કિરણ જેમ્સના નિયામક માવજીભાઇ પટેલે જણાવ્યું હતું.