CIA ALERT

Alert Archives - Page 64 of 520 - CIA Live

September 23, 2024
upi.jpeg
1min446

ભારતના UPI માર્કેટમાં phonepeએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તાજેતરમાં જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ જાહેર કરેલા આંકડાઓ અનુસાર, Phonepeએ ઓગસ્ટમાં ભારતમાં UPI માર્કેટનો અડધા કરતાં પણ વધુનો હિસ્સો કબજે કર્યો છે. PhonePe એ Walmartની માલિકીની અમેરિકન કંપની છે, જે ભારતમાં Google Pay અને Paytmને ટક્કર આપીને સ્પર્ધા કરી રહી છે. Google Pay પણ અમેરિકન માલિકીની કંપની છે, જ્યારે Paytm ભારતીય કંપની છે. જોકે, RBIએ લાદેલા પ્રતિબંધ બાદ Paytmનું UPI માર્કેટ ઘણું ઘટી ગયું છે.

NPCIએ ઓગષ્ટમાં જાહેર કરેલા આંકડાઓ જોવામાં આવે તો, ઓગસ્ટમાં ભારતના UPI માર્કેટમાં રૂ. 20,60,735.57 કરોડના વ્યવહારો થયા હતા. આ લગભગ 14.96 અબજના વ્યવહારો થયા છે. તેમાંથી 10,33,264.34 કરોડ રૂપિયાના વ્યવહારો એકલા PhonePe દ્વારા થયા છે. તેની સંખ્યા 7.23 અબજથી વધુ છે. જો થયેલા કુલ વ્યવહારોના આંક પર નજર કરીએ, તો PhonePeનો બજાર હિસ્સો 48.36 ટકા છે, જ્યારે UPI પેમેન્ટની કિંમતની દ્રષ્ટિએ બજાર ભાગીદારી 50.14 ટકા જેટલી છે.

NPCI ઓગસ્ટના આંકડા:

PhonePe – રૂ. 10,33,264.34 કરોડ
Google Pay – રૂ. 7,42,223.07 કરોડ
Paytm – રૂ. 1,13,672.16 કરોડ

ઓગસ્ટમાં કોનો કેટલો માર્કેટ શેર હતો?

PhonePe – 48.39 ટકા
Google Pay – 37.3 ટકા
paytm – 7.21 ટકા

ઓગસ્ટમાં મહિનામાં Google Payએ રૂ. 7,42,223.07 કરોડના રૂપિયાની કિંમતના 5.59 અબજ UPI પેમેન્ટ કર્યા હતા, જ્યારે Paytm એ રૂ. 1,13,672.16 કરોડના વ્યવહારો કર્યા હતા. આ સમયગાળા દરમિયાન Google Payનો બજાર હિસ્સો લગભગ 37.3 ટકા રહ્યો છે, જ્યારે Paytmનો બજાર હિસ્સો 7.21 ટકા રહ્યો છે. NPCIના જુલાઈના ડેટા અનુસાર PhonePeનો માર્કેટ શેર લગભગ 48 ટકા છે. Google Payનો બજારહિસ્સો 37 ટકા હતો અને Paytmનો બજાર હિસ્સો 7.82 ટકા હતો.

September 23, 2024
chess-olympiad.png
1min372

ભારતે 23/09/24 ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી હતી.

ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં 97 વર્ષમાં પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડી ગુકેશ અને અર્જુન એરિગેસીના દમ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ કબજે કર્યો છે.

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે આ બંને વિભાગમાં ગોલ્ડ જીત્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે એરિગેસીએ જાન સુબેલને હરાવ્યો હતો.

ભારતીય પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એલિગસી, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણા, આર પ્રજ્ઞાનાનંદ અને શ્રીનાથ નારાયણન સામેલ હતા. જ્યારે મહિલા ટીમે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતેનો સમાવેશ થાય છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપના ચેલેન્જર્સ ગુકેશ અને અર્જુન એરિગેસીએ ફરી એકવાર મુખ્ય મેચોમાં સારું પ્રદર્શન કરીને ભારતને ઓપન કેટેગરીમાં તેનું પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. સ્લોવેનિયા સામેની મેચમાં ગુકેશે બ્લેક પીસ સાથે વ્લાદિમીર ફેડોસીવ સામે ટેક્નિકલ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે તેણે સખત લડત આપી હતી, પરંતુ 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે શાનદાર વ્યૂહરચના અપનાવી હતી.

September 21, 2024
aibe.png
1min450

LLB ફાઈનલ યરના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવાર Dated 20/09/2024એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)ને એવો નિર્દેશ આપ્યો છે કે લૉ ગ્રેજ્યુએટ્સને વકીલ બનવા માટેની પાત્રતા પરીક્ષા ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (એઆઈબીઈ) આપવાની પરવાનગી આપવામાં આવે.

એલએલબીના ફાઈનલ યરના વિદ્યાર્થીઓને છોડી દઈ શકાય નહીં એવી નોંધ કરતાં તેમણે કહ્યું હતું કે જો તેમને આ વર્ષની બાર પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં તો તેમનું એક વર્ષ બગડી જશે.

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ એ વાતથી નારાજ હતી કે 2023માં આ મુદ્દે આપવામાં આવેલા પાંચ ન્યાયમૂર્તિના ચુકાદા છતાં બીસીઆઈ દ્વારા એઆઈબીઈ માટે નિયમો ઘડી કાઢવામાં આવ્યા નહોતા.

અહીં ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે 10 ફેબ્રુઆરીએ બાર કાઉન્સિલની પરીક્ષા લેવા માટેની બીસીઆઈની સત્તાને માન્ય રાખી હતી.

તેમણે એમિકસ ક્યુરી (અદાલતના મિત્ર) દ્વારા ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા બાદ પરીક્ષા આપવા માટે પરવાનગી આપી હતી.

September 20, 2024
trains.jpg
2min326

સુરત રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરીને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં સુરત સ્ટેશન પુનઃનિર્માણના પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નં. 04 પર કોન્કોર્સનું કામ ચાલી રહ્યું છે. આથી બ્લોક 20 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.

આથી સુરત રેલ્વે સ્ટેશન પર ઉપડતી કે ટર્મિનેશન થતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ, જેને ઉધના સ્ટેશન પર સ્થળાંતરીત કરી દેવામાં આવી હતી, તેને હજુ પણ લંબાવવામાં આવ્યું છે અને તે 30 સપ્ટેમ્બર 2024 સુધી યથાવત રહેશે. આ પરિવર્તન રેલવેની કામગીરીને સરળ બનાવશે અને સાથે જ સુરત સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, મુસાફરોની સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે.

પશ્ચિમ રેલવેની અખબારી યાદી મુજબ, સુરત સ્ટેશનથી ઉપડતી કુલ આઠ પેસેન્જર ટ્રેનો સુરતને બદલે ઉધના સ્ટેશનથી ટૂંકી ઉપડશે, જ્યારે નવ ટર્મિનેટ ટ્રેનો ઉધનાથી ટૂંકી ઉપડશે. સ્ટેશનને બદલે સુરત સ્ટેશન. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

સુરત અને ઉધના વચ્ચે આંશિક રદ રહેનારી ટ્રેનની યાદી જોઈ લો:

  • ટ્રેન નંબર 19002 સુરત-વિરાર પેસેન્જર 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનથી 04:25 કલાકે (પ્લેટફોર્મ નં. 3) ઉપડશે.
  • ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નં. 3) થી 16:35 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19007 સુરત–ભુસાવલ પેસેન્જર ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નંબર 4) થી 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી 17:24 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19005 સુરત-ભુસાવલ એક્સપ્રેસ 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નં. 5)થી 23:30 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09065 સુરત-છાપરા સ્પેશિયલ 23 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નં. 3) થી 08:35 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19045 સુરત – છપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નંબર 5) થી 22 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 દરમિયાન 10:20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 22947 સુરત-ભાગલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 28 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નંબર 5) થી 10:20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 20925 સુરત-અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ 22 સપ્ટેમ્બર, 2024 થી 29 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નંબર 4) થી 12:30 કલાકે ઉપડશે.
  • ઉધના સ્ટેશન પર ટૂંકી અવરજવર કરતી ટ્રેનો:
  • ટ્રેન નંબર 19006 ભુસાવલ-સુરત એક્સપ્રેસ 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન શોર્ટ ટર્મિનેટ થશે અને 04:40 કલાકે (પ્લેટફોર્મ નં. 5) પહોંચશે.
  • ટ્રેન નંબર 19008 ભુસાવલ – સુરત એક્સપ્રેસ 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 06:05 કલાકે (પ્લેટફોર્મ નં. 3) પહોંચશે.
  • ટ્રેન નં. 09096 નંદુરબાર-સુરત મેમુ સ્પેશિયલ 21 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 09:25 કલાકે (પ્લેટફોર્મ નં. 3) પહોંચશે.
  • ટ્રેન નંબર 12935 બાંદ્રા ટર્મિનસ – સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે અને 10:25 કલાકે (પ્લેટફોર્મ નંબર 3) પર પહોંચશે.
  • ટ્રેન નંબર 20926 અમરાવતી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 18:50 કલાકે (પ્લેટફોર્મ નંબર 3) પર પહોંચશે.
  • ટ્રેન નંબર 19001 વિરાર-સુરત પેસેન્જર 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 23:05 કલાકે (પ્લેટફોર્મ નં. 3) પહોંચશે.
  • ટ્રેન નંબર 09066 છપરા – સુરત સ્પેશિયલ ઉધના સ્ટેશન પર 25મી સપ્ટેમ્બર, 2024 સુધી શોર્ટ ટર્મિનેટ થશે અને 13:35 કલાકે (પ્લેટફોર્મ નં. 4) પહોંચશે.
  • ટ્રેન નંબર 19046 છપરા-સુરત તાપ્તી ગંગા એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 29 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 15:55 કલાકે (પ્લેટફોર્મ નંબર 4) પહોંચશે.
  • ટ્રેન નંબર 22948 ભાગલપુર-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 23 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 15:55 કલાકે (પ્લેટફોર્મ નંબર 4) પર પહોંચશે.
September 20, 2024
cia_multi-1280x1045.jpg
1min313


એરપોર્ટ સામે આવેલ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં ભવ્ય નવરાત્રી નું આયોજન

જી નાઇન એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી ડોમમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જી નાઈન એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડીયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે જી નાઇન ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્ય કુમાર બોલીવુડ સિંગર, પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યું છે.

આયોજન દરમિયાન આઈસીયુ ઓન વિલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે

વર્લ્ડ બીગેસ્ટ અને બેટર નવરાત્રી માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ સ્વયમ ફાયર પ્રૂફ છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઈલેક્ટ્રીફાઈંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઇન્ટની સુવિધા છે.

ખેલૈયાઓ માટે ફ્લોરિંગ માં આરસીસી સાથે લાઈન એલાઈમેન્ટ સેટ કરવામાં આવી છે તેમ જ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટ ની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.

નવરાત્રી દરમ્યાન દરરોજ 30 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રી ના સ્થળનાં આયોજન અંગે હિરેનભાઈ કાકડીયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા.

શહેરની વચ્ચે વચ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી. શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નળી શકે છે.

દરરોજ 30 થી 35,000 લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટ ની સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રીનું આયોજન નક્કી કરાયું છે

અહીં ગરબા રમવા વાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમ જ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યા ની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે.

સુરત વાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું કે સુરતવાસીઓ આવો જી નાઇન ગરબા રાત્રીમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણો.

September 20, 2024
WhatsApp-Image-2024-09-19-at-18.49.39.jpeg
5min507

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચના ઉપક્રમે કૉન્ફરન્સ IMACON SURAT 2024 રવિવાર, તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ લે મેરીડીયન, ડુમસ રોડ, સુરત ખાતે રાખવામાં આવી છે. આ કૉન્ફરન્સમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડૉકટરો પ્રેઝન્ટેશન આપશે તેમાં અમદાવાદ, આણંદ, સુરતના ૧૪ જેટલા નિષ્ણાત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે. જેથી તબીબોના જ્ઞાનમાં વૃધ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચત્તમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કૉન્ફરન્સનું આયોજન કરેલ છે. જેમાં સુરતના 500થી વધુ તબીબો ભાગ લેશે. આ કૉન્ફરન્સમાં કોઈપણ જાતના ઝાકઝમાળ વગર ફકત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે.

આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશ્યાલીટીના તબીબો તેઓનું વકતવ્ય આપશે જેમાં સુરત ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડૉ. સુભાષ નંદવાની, ડૉ. જીગ્નેશ ઘેવરીયા, ડૉ. ચિંતન પ્રજાપતિ, ડૉ. કેયુર ભટ્ટ, ડૉ. રીતેશ પ્રજાપતિ જઠર સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે.

ડૉ. અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહીતી આપશે. આણંદના ખ્યાતનામ ડૉ. નયનાબેન પટેલ વંધ્યત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિષે માહિતગાર કરશે.

કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહીતી ડૉ. નેહા પટેલ આપશે.

અમદાવાદના ડૉ. ધૈવત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહીતી આપશે.

ડૉ. દિવાકર જૈન લિવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે.

ડૉ. પ્રાર્થન જોષી યુરોલોજીમાં ઈનોવેટીવ ટેકનોલોજીની જાણકારી આપશે.

સુરતના જાણીતા ડૉ. સંજય વાઘાણી, કાડિયોલોજીમાં એડવાન્સ સ્ટેન્ટની માહિતી આપશે.

ડૉ. અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે.

ડૉ. સંદીપ પટેલ, નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે.

ડૉ. દિપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે? તેની માહિતી આપશે.

ડૉ. શૈલેષ રોહિત, ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે.

શ્રી હુરીન કાંચવાળા ડૉકટર માટે ફાયનાન્સીયલ પ્લાનીંગ વિશે માહિતી આપશે.

આ કૉન્ફરન્સને સફળ બનાવવા માટે

  • ડૉ. દિગંત શાસ્ત્રી,
  • ડૉ. વિનેશ શાહ,
  • ડૉ. પ્રશાંત કારીયા,
  • ડૉ. વિનોદ સી. શાહ,
  • ડૉ. હિરલ શાહ,
  • ડૉ. નીતીન ગર્ગ,
  • ડૉ. દિપક તોરાવાલા,
  • ડૉ. હેમંત પટેલ,
  • ડૉ. હિરેન મકવાણા,
  • ડૉ. પ્રશાંત દેસાઈ(સીનીયર),
  • ડૉ. હેતલકુમાર યાશિક,
  • ડૉ. દિપ્તી પટેલ,
  • ડૉ. રોનક નાગોરીયા,
  • ડૉ. પ્રફુલ છાસટીયા,
  • ડૉ. ગીરીશ મોદી,
  • ડૉ. પારૂલ વડગામા,
  • ડૉ. રજનીકાંત પટેલ,
  • ડૉ. નવીન પટેલ,
  • ડૉ. પ્રજ્ઞેશ જોષી,
  • ડૉ. યોગેશકુમાર દેસાઈ,
  • ડૉ. નરેન્દ્ર શિરોયા,
  • ડૉ. મનસુખ ગટીવાલા,
  • ડૉ. મોના શાસ્ત્રી,
  • ડૉ. જાગૃતિદેસાઈ,
  • ડૉ. રમેશ જૈન,
  • ડૉ. ધર્મેશ ભુપતાની,
  • ડૉ. મિતાલી ગર્ગ,
  • ડૉ. સુરેન્દ્ર પ્રજાપતિ,
  • ડૉ. સી.બી. પટેલ,
  • ડૉ. યતીશ લાપસીવાલા,
  • ડૉ. મનસુખ ગટીવાલા,
  • ડૉ. સી. બી. પટેલ,
  • ડૉ. ભૂપેશ ચાવડા,
  • ડૉ. જગદીશ વઘાસીયા,
  • ડૉ. પરેશ મુન્શી,
  • ડૉ. કે. એન. શેલાડીયા,
  • ડૉ. હરેશ ભાવસાર,
  • ડૉ. રાજીવ પ્રધાન,
  • ડૉ. તુષાર પટેલએ

ખૂબ જ જહેમત ઉઠાવી છે.

September 19, 2024
varachha-bank-scoba-1280x851.jpeg
1min464

ગુજરાતની પ્રગતિશીલ સહકારી બેંકોમાં અગ્રણ્ય બેંક એવી ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ., સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરી ની બેન્કોમાં કુલ ત્રણ એવોર્ડ મળેલ છે. વર્ષ 2023-24 માટે “ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી” તેમજ “પબ્લિક રિલેશન અને સોશિયલ એક્ટિવિટી” માં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સન્માનિત કરવામાં આવી છે. જ્યારે “પ્રોફેટીબીલીટી મેનેજમેન્ટ” માટે રનર્સ અપ એવોર્ડ સહિત કુલ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તા. 17/09/2024 ના રોજ પંજાબ રાજ્યના અમૃતસર શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઇડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ બેંકસ્ એન્ડ ક્રેડિટ સોસાયટી (નાફકબ), દિલ્હીના ચેરમેનશ્રી લક્ષ્મીદાસની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 29 વર્ષમાં 26 શાખાઓ સાથે રૂ|. 5000 કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ખૂબ ગૌરવની વાત છે.

આ પ્રસંગે સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઈ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના 150 થી વધુ સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી નાફકબના ચેરમેનશ્રી લક્ષ્મીદાસના વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે સકોબાના વાઈસ પ્રેસિડન્ટ શ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બીરદાવ્યો હતો અને વર્તમાન સમયમાં ટેકનોલોજી અને વ્યવસાયિક અભિગમ સાથે આગળ વધવાની જરૂરિયાત જણાવી હતી. સ્કોબાના પ્રેસિડન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિત અગ્રણીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.

મલ્ટી સ્ટેટ બેંકમાં દરજ્જો પ્રાપ્ત કરનારી વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે અનેક જાગૃતિના અભિયાન થકી લોકજાગૃતિ માટેના કાર્ય કરતી રહી છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, વરાછા બેંક બેન્કિંગ સેવા અને વીમા સેવા પૂરી પાડી રહી છે. તદુપરાંત મ્યુચ્યુઅલ ફંડની સવિશેષ સેવા પણ બેંકનાં ગ્રાહકોને આપી રહી છે. એક જ સ્થળેથી તમામ સુવિધા થકી ખાતેદાર સરળતાથી તમામ સેવાનો પૂરતો લાભ મેળવી શકશે. તે અમારા માટે આનંદની વાત છે. આ હર્ષ ને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.

September 19, 2024
navratri.png
1min287

લેબર વર્ક તેમજ રો મટીરીયલ્સના ભાવ આસમાને પહોંચતા ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો મોંઘાદાટ બન્યા

યુવાનોને સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખાસ અલાયદા અને સૌ કોઈને ઉડીને આંખે વળગી જાય તેવા મનોહર અલાયદા ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે સુરત શહેર અને જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતભરના વિવિધ બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોની તુલનામાં નવરાત્રિના ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણોના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં પણ તેની લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ રહેવા પામેલ છે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ જાતના અને જોતાવેત જ મન મોહી લે તેવા વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે એકાદ માસ અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. યુવાનો સૌથી પ્રથમ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાના તાલીમ વર્ગ જોઈન કરી દેતા હોય છે બાદ ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

નવરાત્રિમાં પાંચ વર્ષથી લઈને મોટેરાઓ સુધી જાત જાતના અને ભાત ભાતના આભૂષણો અને વસ્ત્રોની ખરીદી માટે સુરતના લગભગ દરેક વિસ્તારોમાં શરૂ કરાયેલા નવરાત્રીના સ્ટોલ્સ પરથી સુરતીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે.

નવરાત્રિમાં બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળી કેટલાક યંગસ્ટર્સમાં ખાસ ડિમાન્ડ રહી છે. પ્રતિ વર્ષે નવરાત્રિ મહોત્સવના ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જાય છે.

ખાસ કિસ્સામાં શહેરમાં શ્રમિક બહેનો દ્વારા વિવિધ જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, હોટલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોના ખાલી હોલમાં સેલના સ્ટોલ્સ શૂ કર્યા છે. કોલેજીયન ભાઈઓ તથા બહેનો ઉપરાંત નવવિવાહિતોનો સારો એવો ખરીદીનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સેલમાં ભાઈઓ માટેના નવરાત્રિના વસ્ત્રમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે.

મહિલાઓ માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ખરીદી માટે ખેલૈયાઓનો સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણો માટેના વિવિધ આવશ્યક રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય વસ્ત્રો અને આભૂષણો માટેના રો મટીરીયલ્સના ભાવ પણ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે. આ વર્ષે પણ નવરાત્રિમાં મન મુકીને રમવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો હોય ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો માટેના સાર્વજનિક અને ઘરઘરાઉ એકઝીબીશન કમ સેલની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.

જુની સાડી અને સેલામાંથી ડ્રેસ તૈયાર કરાવવાનો ક્રેઝ યથાવત

કાળઝાળ મોંઘવારી સહિતના કારણે યુવાન સંતાનો માટે દર વર્ષે નવી નવી ડિઝાઈનના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને ચણીયાચોળી વગેરેની ખરીદી કરવી મધ્યમવર્ગીય પરિવારોને પોષાય તેમ ન હોય અનેક પરિવારોની ગૃહિણીઓ દ્વારા તેમની જુની સાડી, સેલા તેમજ ડિઝાઈનર ડ્રેસમાંથી પણ તેમના સંતાનો માટે ચણીયાચોળી તૈયાર કરાવતી હોય છે.

September 19, 2024
one-nation.png
1min318

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં એક દેશ એક ચૂંટણી (One Nation-One Election)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદીના નેતૃત્વ હેઠળની બેઠકમાં આજે એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ અગાઉ કેન્દ્ર સરકારને વન નેશન-વન ઈલેક્શનની સંભાવના અંગે માર્ચ મહિનામાં રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જે કોઈ મંતવ્યો આપ્યા હતા, તેમાં ખાસ કરીને લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની ભલામણ કરવામાં આવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિની ભલામણનું સમર્થન આપ્યું સરકારે

આ બંનેની ચૂંટણી યોજ્યાના 100 દિવસમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી યોજવાની પણ ભલામણ કરી હતી. હાલના તબક્કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ યોજવામાં આવે છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વન નેશન-વન ઈલેક્શનની પણ ભલામણને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓને વન નેશન વન ઈલેક્શન યોજવા માટે અનુરોધ કરું છું, જે અત્યારના સમયની જરુરિયાત છે.

32 રાજકીય પક્ષોનું મળ્યું સમર્થન

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો, જ્યારે તેના જવાબ આપનારા 47 પક્ષમાંથી 32 પાર્ટીએ સમર્થન આપ્યું હતું, જ્યારે પંદર પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટના અનુસાર પંદર પક્ષે કોઈ જવાબ આપ્યો નહોતો.

ચૂંટણી પરના ખર્ચમાં બચત થઈ શકે

કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી યોજવાને કારણે અનેક રીતે ફાયદો થશે. ચૂંટણી પર થનારા ખર્ચમાં બચત થશે, જ્યારે વારંવાર ચૂંટણી યોજવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વિકાસલક્ષી વિવિધ કામકાજ પર ફોક્સ કરી શકાશે, જ્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા પર પણ અસર પડી શકે છે.

September 19, 2024
usa-rate-cut.png
1min358

અમેરિકાએ 4 વર્ષ બાદ લીધો મોટો નિર્ણય, સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો મોટો ઘટાડો જાહેર કર્યો

આજે ભારતીય શેરબજારમાં થશે મોટી ઉથલપાથલ

અમેરિકાથી એક મોટા સમાચાર આવ્યા છે, જેની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે. ખરેખર અમેરિકન ફેડએ લગભગ ચાર વર્ષ પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અગાઉ માર્ચ 2020માં અમેરિકામાં પોલિસી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો મોટો ઘટાડો જાહેર કર્યો છે. અમેરિકાના આ પગલાની તાત્કાલિક અસર અમેરિકન બજારોમાં ઉછાળાના રૂપમાં જોવા મળી રહી છે.

અમેરિકામાં નવા વ્યાજ દરો લાગુ

અમેરિકાની સેન્ટ્રલ બેંકે પોલિસી રેટની સમીક્ષા કર્યા બાદ વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ત્યારપછી યુએસ પોલિસી રેટ હવે 4.75 ટકાથી 5 ટકાના સ્તરે આવી ગયો છે. આ પહેલા તે લાંબા સમય સુધી 5.25 ટકાથી 5.5 ટકાના સ્તરની વચ્ચે હતો. ઉલ્લેખનીય છે કે દરોમાં આ ઘટાડો બજાર નિષ્ણાતોના અનુમાનને અનુરૂપ છે. કેટલાક નિષ્ણાતો પોલિસી રેટમાં એક ચતુર્થાંશ ટકા અને કેટલાક અડધા ટકાના ઘટાડાની આગાહી કરી રહ્યા હતા.