CIA ALERT

Alert Archives - Page 65 of 520 - CIA Live

September 19, 2024
વીવનીટ-ફોટો-1280x709.jpeg
6min494

Advertisement

Reported on 20/09/2024

ઉદ્યોગકારોએ હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓના નિરાકરણ અને તેના ભવિષ્ય અંગે વિચારીને ચાલવું પડશે, MMF ગારમેન્ટ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે : ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ

ઉદ્યોગકારોએ હવે કન્ટ્રી વાઇઝ કપડાનો ટેસ્ટ ઓળખવો પડશે, નવા કન્ઝયુમર સેગમેન્ટના માઇન્ડસેટ સાથે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ પોતાને ઢાળવું પડશે : ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રી એસ.પી. વર્મા

સુરત MMF ફેબ્રિકસના ઉત્પાદનમાં, ભારતમાં થતા ફેબ્રિકસના કુલ ઉત્પાદનમાં લગભગ ૬પ ટકા ફાળો આપે છે ત્યારે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ MMF ફેબ્રિકસનું એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં પ્રયાસ કરવો પડશે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવા તથા સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓની જાણકારી આપવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવનીટ એકઝીબીશન અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦થી રર સપ્ટેમ્બર ર૦ર૪ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’ અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે.

શુક્રવાર, તા. ર૦ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા ખાતે ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર (નિવૃત્ત) શ્રી એસ.પી. વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા અને તેમની હાજરીમાં ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’ અને કનહહય ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્‌ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાંથી થતા ટેક્ષ્ટાઇલ્સના કુલ એક્ષ્પોર્ટમાં નેચરલ ફાઇબરમાંથી બનતા કાપડ કરતા MMFમાંથી બનતા કાપડનું એક્ષ્પોર્ટ ઓછું છે. એક અંદાજ મુજબ સુરત MMF ફેબ્રિકસના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં થતા ફેબ્રિકસના કુલ ઉત્પાદનમાં લગભગ ૬પ ટકા ફાળો આપે છે ત્યારે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ MMF ફેબ્રિકસનું એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં પ્રયાસ કરવો પડશે.

ભારત હાલમાં કાપડ ક્ષેત્રે વિશ્વમાં પ ટકાનો માર્કેટ શેર ધરાવે છે. ભવિષ્યમાં વર્ષ ર૦૪૭ સુધીમાં સંભવિત કાપડ ક્ષેત્રે ભારતનું માર્કેટ શેર વિશ્વ ફલક પર ર૦ ટકા જેટલો થઇ જશે. આવનારા ર૦ વર્ષમાં ભારતની પોતાની કાપડની આંતરીક ખપત તથા વૈશ્વિક ધોરણે જે ડિમાન્ડ ઉભી થઇ રહી છે તેને સપ્લાય કરવામાં આવશે તે જોઇને સુરતનો આર્થિક વિકાસ ગગનચૂંબી હશે, આથી આજથી જ આવનારા ભવિષ્યની પરિકલ્પના કરવી પડશે અને સુરત કે જે ભારતનું સૌથી મોટું MMF ટેક્ષ્ટાઇલ કલસ્ટર છે તેને વિશ્વનું સૌથી મોટું ટેક્ષ્ટાઇલ કલસ્ટર બનાવવા તરફ આપણે પ્રયાસ કરવો પડશે.

છેલ્લાં ઘણા વખતની ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસીની આતુરતાથી રાહ જોવાઇ રહી છે ત્યારે આ ટેક્ષ્ટાઇલ પોલિસી એવી બને કે જેના કારણે સુરત વિશ્વનું ટેક્ષ્ટાઇલ હબ તરીકે વિકસી આવે. આ ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કોઇ પણ પ્રકારના બ્લેકઆઉટ પિરિયડનો અવકાશ નહીં રહે અને ૦૧/૦૪/ર૦ર૪થી અમલમાં આવે તેવી પોલિસી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે અને એના માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ સ્તરે રજૂઆતો કરાઇ છે. તેમણે કહયું હતું કે, સુરત પોતાની મહેનતથી આગળ વધ્યું છે ત્યારે સરકારની પોલિસીની મદદથી સુરત કયાંથી કયાં પહોંચી જશે તેની કલ્પના પણ કરી શકાય નહીં.

વધુમાં, ચેમ્બર પ્રમુખે સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ભારતના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રી એસ.પી. વર્માના યોગદાન બદલ આભાર વ્યકત કર્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ તેમના તરફથી સહકાર મળી રહેશે તેવો અનુરોધ કર્યો હતો.

શ્રીમતી દર્શનાબેન જરદોશે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, સુરતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોમાં સાથે મળીને કામ કરીશું. ઉદ્યોગકારોએ હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓના નિરાકરણ અને તેના ભવિષ્ય અંગે વિચારીને ચાલવું પડશે. MMF ગારમેન્ટ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે. ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી અને પાવર પોલિસી બંને માટે સાથે મળીને પ્રયાસ કરીશું. તેમણે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ ટફ, ટેક્ષ્ટાઇલની યોજના સિવાય MSME સેકટરની યોજનાઓનો પણ લાભ લેવો જોઇએ. સુરતની ઓરિજીનલ જરીને GI ટેગ મળ્યું છે ત્યારે જરી ઉદ્યોગને તથા સુરત બ્રાન્ડને પ્રમોટ કરવા ઉદ્યોગકારોને હાંકલ કરી હતી. તેમણે ઉદ્યોગકારોને ભારત સરકારની વિશ્વકર્મા યોજનાનો પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

શ્રી એસ.પી. વર્માએ જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોએ હવે વિશ્વના કપડાનો ટેસ્ટ સમજીને સુરતમાં બનતા ગારમેન્ટ વિશ્વના લોકોને પહેરાવવા પડશે. સુરતને લીડ કરવા માટે કાપડના ઉત્પાદકોએ અહીં (સુરતમાં) ગારમેન્ટ લઇને આવવું પડશે. સુરતમાં બનતા કાપડ ઉપર વેલ્યુ એડીશન કરીને ગારમેન્ટ ઉદ્યોગકારો ૩૦૦ ટકા કમાઇ કરી રહયા છે ત્યારે સુરતના વિવર્સ અને નીટર્સ ભાઇઓએ કપડાની સાથે સાથે ગારમેન્ટ પણ બનાવવું જોઇએ. હું ઇચ્છું છું કે, હવે આગામી જુલાઇ ર૦રપમાં યોજાનાર વિવનીટ એકઝીબીશન અને ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પોમાં સુરતમાં બનેલા ગારમેન્ટનું પ્રદર્શન થવું જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે, લોકોને હવે ઇવેન્ટ બેઇઝ ગારમેન્ટ જોઇએ છે. ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ થવાના છે ત્યારે ઉદ્યોગકારોએ અત્યારથી જ તૈયારી કરવી પડશે. કારણ કે, ઓલમ્પિક ગેમ્સમાં જુદા જુદા પ્રકારના કાપડની જરૂર પડે છે. ઉદ્યોગકારોએ હવે કન્ટ્રી વાઇઝ કપડાનો ટેસ્ટ ઓળખવો પડશે. ડિજિટલ પ્રિન્ટમાં સુરતે મહારથ હાંસલ કરી છે ત્યારે સુરતની પ્રોડકટને માર્કેટ કરતા શીખવું પડશે. એના માટે માર્કેટીંગ સ્ટ્રેટેજી સ્ટ્રોન્ગ હોવી જોઇએ. વર્ષ ર૦૩૦ સુધીમાં ૩પ૦ બિલિયન યુએસ ડોલરના લક્ષ્યાંકને હાંસલ કરવો છે, અત્યારે ૧પ૦ બિલિયન ડોલર પર છીએ ત્યારે રૂપિયા ૪૦ હજાર કરોડના રોકાણની જરૂર છે. નવા કન્ઝયુમર સેગમેન્ટના માઇન્ડસેટ સાથે ઉદ્યોગકારોએ પોતાને ઢાળવું પડશે. એના માટે નાની નાની વિકનેસને દૂર કરવી પડશે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ એકઝીબીશન વિશે માહિતી આપી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કિરણ ઠુમ્મરે ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, વિવનીટ એકઝીબીશનના ચેરમેન શ્રી દીપ પ્રકાશ અગ્રવાલ, SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પોના ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, તથા ચેમ્બરના પૂર્વ પ્રમુખો શ્રી હિમાંશુ બોડાવાલા, શ્રી આશીષ ગુજરાતી, શ્રી અમરનાથ ડોરા, સીએ પી.એમ. શાહ તેમજ ટેક્ષ્ટાઇલ જગતના અગ્રણીઓ, એકઝીબીટર્સ અને ઉદ્યોગ સાહસિકો ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.

Reported on 19/09/2024

SGCCI વીવનીટ એક્ષ્પોમાં સુરત ઉપરાંત દેશભરની કપડામંડીમાંથી ખરીદારો ઉમટી પડશે

SGCCI દ્વારા સરસાણા ખાતે તા. ર૦થી રર સપ્ટેમ્બર દરમ્યાન વિવનીટ એકઝીબીશન– ર૦ર૪ (થર્ડ એડીશન) અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪ યોજાશે

ચેમ્બર દ્વારા વિવનીટ એકઝીબીશનથકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સનીટર્સટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોરકટકજયપુરપૂણેબનારસગ્વાલિયરહૈદરાબાદબેંગ્લોરમદ્રાસચંડીગઢલુધિયાનાકોલકાતાલખનઉચેન્નાઇમુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે

સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીનધાગાલેસબટનકલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગનું ડિસપ્લે કરાશે

સુરત શહેરમાં 245 જેટલી ટેક્ષટાઇલ માર્કેટોમાં ટેક્ષટાઇલ ફેબ્રિક, સાડી, ડ્રેસ મટિરિયલ, લૂંગી, ધોતી, કૂર્તી વગેરેનો વેપાર કરી રહેલા 75 હજાર જેટલા વેપારીઓ ઉપરાંત દેશભરની કપડામંડીઓના હોલસેલ વેપારીઓ માટે આગામી તા.20થી 22 સપ્ટેમ્બર દરમિયાન શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વીવનીટ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કપડા ઉદ્યોગમાં મંદીના કારણે વીવનીટ એક્ષ્પોનું આયોજન થઇ શક્યું ન હતું.

વીવનીટ એક્ષ્પો અંગે વધુ માહિતી આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, સેક્રેટરી નિરવ માંડલેવાલા, બિજલ જરીવાલા અને બંદના ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગનું આ એક્ષ્પોમાં ડિસપ્લે કરવામાં આવશે. 

વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સ (વોટર રિપેલન્ટ, એન્ટિ માઈક્રોબાયલ અને ફાયર રિટારડન્ટ)નું પ્રદર્શન કરવામાં આવશે. સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેકચરર્સ દ્વારા આ પ્રોડકટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્‌સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ્‌સ અને ડ્‌યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્‌ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડકટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.

આ ઉપરાંત વિસ્કોસ ફીલ સાથેનું ૧૦૦ ટકા પોલી ફેબ્રિક કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રો અને ડિજિટલ પ્રિન્ટ માટે થાય છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત પોલી ફલેકસનું મિશ્રિત ફલેકસો લિનન અને પોલી લિનન લુકવાળું ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ પ્રદર્શિત કરવામાં આવશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦થી રર સપ્ટેમ્બર ર૦ર૪ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’અને તેની સાથે SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આ એકઝીબીશન ચેમ્બર ઓફ કોમર્સનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ચેમ્બર દ્વારા ‘વિવનીટ એકઝીબીશન’ થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ એકઝીબીશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવનીટ એકઝીબીશનનું થર્ડ એડીશન યોજાઇ રહયું છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વખતે વિવનીટ એકઝીબીશનની સાથે SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગનું આ એક્ષ્પોમાં ડિસપ્લે કરવામાં આવશે. સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આ એકઝીબીશન મહત્વની ભૂમિકા અદા કરશે.

વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સ (વોટર રિપેલન્ટ, એન્ટિ માઈક્રોબાયલ અને ફાયર રિટારડન્ટ)નું પ્રદર્શન કરવામાં આવશે. સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેકચરર્સ દ્વારા આ પ્રોડકટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્‌સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ્‌સ અને ડ્‌યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્‌ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડકટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.

આ ઉપરાંત વિસ્કોસ ફીલ સાથેનું ૧૦૦ ટકા પોલી ફેબ્રિક કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રો અને ડિજિટલ પ્રિન્ટ માટે થાય છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત પોલી ફલેકસનું મિશ્રિત ફલેકસો લિનન અને પોલી લિનન લુકવાળું ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ પ્રદર્શિત કરવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા યોજાયેલા વિવનીટ એકઝીબીશનમાં એકઝીબીટર્સને છ મહિનામાં જ રૂપિયા ૩પ૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે ગત વર્ષની તુલનામાં વિશાળ એરિયામાં એકઝીબીશન યોજાઇ રહયું છે ત્યારે એકઝીબીટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઇ રહી છે. તેમણે વધુમાં કહયું કે, ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે, આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને કવોલિટીઓ આપવામાં આ એકઝીબીશન મહત્વનું પ્લેટફોર્મ પૂરુ પાડશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વિવનીટ તથા SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૦ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ભારતના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર (નિવૃત્ત) શ્રી એસ.પી. વર્મા અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, સરસાણાના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફુટ એરિયામાં પીલરલેસ એસી હોલમાં યોજાનાર વિવનીટ એકઝીબીશનમાં ૧૦૦ અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પોમાં ૧પ મળી કુલ ૧૧પ જેટલા એકઝીબીટર્સ ભાગ લેશે. આ એકઝીબીશનના માધ્યમથી તેઓ દેશભરના હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, બ્રોકેડ ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. એકઝીબીટર્સ નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.

વિવનીટ અને SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એકઝીબીશનના ચેરમેન શ્રી દીપ પ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન થકી એકઝીબીટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે.

SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪ના ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગ વિગેરેનું આ એક્ષ્પોમાં ડિસપ્લે કરવામાં આવશે. ગારમેન્ટ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં વેન્ડર સોર્સિંગ માટે ઘણી તકો આ એક્ષ્પો થકી ઉભી થશે અને તેને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાત જ નહીં પણ સમગ્ર ગુજરાતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને તેનો લાભ મળી રહેશે.

વધુમાં તેમણે કહયું હતું કે, સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કન્વર્ટ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. સુરતનું કાપડ અને રેડીમેડ ગારમેન્ટનું વિશ્વ કક્ષાએ માર્કેટીંગ, પ્રોડયુસિંગ અને સેલીંગ થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે ત્યારે SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો મહત્વનો ભાગ ભજવશે.

આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે.

આ ઉપરાંત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનિકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.

September 18, 2024
funding-drop.jpg
1min334

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો

સ્ટાર્ટઅપ ફંડિંગ એક વર્ષના નવા તળિયે

કોરોના મહામારીના તબક્કામાં કૂદકે ને ભૂસકે બિલાડીની ટોપની માફક ફાટી નીકળેલા સ્ટાર્ટઅપ્સના હવે પાણી ઓસરી રહ્યાં છે અને ફંડની ભારે અછતનો માહોલ સર્જાઈ રહ્યો છે. ૨૦૨૨ના અંતથી શરૂ થયેલા ફંડિંગ વિન્ટરની સ્થિતિ સુધરી રહી હતી પરંતુ ફરી છેલ્લા એકાદ-બે મહિનામાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું તો ફંડિંગ મામલે અનેક રેકોર્ડ તોડતું નજરે પડયું છે.

સમગ્ર વિશ્વ અને ભારતમાં બે વર્ષથી સ્ટાર્ટઅપ માટે ભંડોળ ભેગું કરવું મુશ્કેલ બન્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો રહ્યો છે. બીજા પખવાડિયામાં પણ સમાન સ્થિતિ રહેશે તો ભારત માટે આ રેકોર્ડ ખરાબ તબક્કો હશે.

ભારતના વેન્ચર કેપિટલ માર્કેટમાં પણ ફંડ એકત્રીકરણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ધીમું પડયું છે. ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર ૧.૩ અબજ ડોલરના કમિટમેન્ટ સાથે ૨૧ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા તેમ પિચબુકના એક રિપોર્ટમાં જણાવાયું છે. સમગ્ર ૨૦૨૩ની વાત કરીએ તો ગત વર્ષે કુલ ૨૩ નવા ફંડોએ ૧.૭ અબજ ડોલર ઊભા કર્યા હતા.

લાંબાગાળાની એવરેજ પર નજર કરીએ તો ૨૦૧૫થી દર વર્ષે ૩૮-૪૯ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા, જેમાં ૨.૪-૪.૫ અબજ ડોલર વચ્ચેની પ્રતિબદ્ધતાઓ હતી. જોકે ૨૦૨૨ એક શાનદાર વર્ષ રહ્યું હતું જેમાં વૈશ્વિક સ્તરે નીચા વ્યાજ દરો અને કોરોના બાદના બૂમને કારણે ૭૮ નવા વીસી ફંડોએ ૧૧ અબજ ડોલર એકત્ર કર્યા હતા. જોકે તેમાંથી નોંધપાત્ર હિસ્સો હજી સુધી સ્ટાર્ટઅપને નથી મળ્યો.

એક્ઝિટની વાત કરીએ તો વેન્ચર કેપિટલો આ વર્ષે જૂન સુધી ૩૦ એક્ઝિટ ડીલ કરવામાં સફળ રહ્યા છે, જેનું સંયુક્ત મૂલ્ય ૧.૨ અબજ ડોલર રહ્યું છે. તેની સરખામણીમાં ૨૦૨૩માં ૧૦૫ એક્ઝિટ ડીલમાં કુલ ૪.૮ અબજ ડોલર પરત ખેંચાયા હતા તેમ પિચબુકના ડેટા જણાવે છે.

September 18, 2024
pitru-paksh.png
1min352

હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી પિતૃપક્ષ શરૂ થાય છે. જેમાં પિતૃપક્ષના 15 થી 16 દિવસમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન વગેરે કરવામાં આવે છે.

પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જે મનુષ્ય પોતાના પિતૃઓને તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે. તેને પિતૃદેવના આશીર્વાદ મળે છે અને તેના પાપોનો નાશ થાય છે. આગામી 2 ઓક્ટોબર-બુધવાર સુધી મહાલયા-શ્રાદ્ધપક્ષ છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કોઇ પ્રકારના શુભકાર્ય થઇ શકતા નથી. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તેની વિગતવાર માહિતી આ મુજબ છે.

બુધવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ: આ તારીખ સુધી નહીં થાય કોઈ શુભ કાર્ય, જુઓ તિથી પ્રમાણે વિગતવાર માહિતી 2 - image
September 18, 2024
working-women-facilities.jpg
1min310

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસની મંગળવારે (17 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં સુપ્રીમ કોર્ટે મહિલા ડોકટરોની નાઈટ ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણય પર બંગાળ સરકારીની ઝાટકણી કાઢી હતી.

તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે?

CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, “તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે? તેઓ કોઈ છૂટ ઈચ્છતા નથી. સરકારનું કામ તેમને સુરક્ષા આપવાનું છે. પાઈલટ, આર્મી જેવા તમામ વ્યવસાયોમાં મહિલાઓ રાત્રે કામ કરે છે.”

સરકાર નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ પાછો ખેંચશે

કોર્ટની ઝાટકણી પર બંગાળ સરકારના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, “સરકાર મહિલા ડૉક્ટરોની ડ્યૂટીને 12 કલાક સુધી મર્યાદિત કરવા અને નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પાછો ખેંચી લેશે.”

‘બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ’

આ ઉપરાંત કોર્ટે વિકિપીડિયાને મૃતક તાલીમાર્થી ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો આદેશ આપ્યો કર્યો છે. કોર્ટે કહ્યું કે “બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ.” અને આ અંગે સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરશે.

September 18, 2024
lebanon.png
1min380

પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે લેબનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઇ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.

હિઝબુલ્લાહનો મોટો દાવો…

એવી ચર્ચા છે કે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાહના લડાકૂઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ હેકિંગ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તે આ હુમલા માટે ઈઝરાયેલ જ જવાબદાર છે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વિસ્ફોટો સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે લગભગ 3.30 કલાકે થયા હતા.

શું મોસાદે પેજર્સ હેક કર્યા?

ઘણા અહેવાલો અનુસાર ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહને નિશાન બનાવતી વખતે આ પેજર્સ સાથે છેડછાડ કરી હતી. આ પેજર સાથે છેડછાડ કરીને પાંચ મહિના પહેલા જ તેમાં વિસ્ફોટક ફીટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.

એક કલાક સુધી પેજર બ્લાસ્ટ થતા રહ્યા

મંગળવારે અચાનક લેબનોનમાં ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવાનું શરૂ થયું હતું. લગભગ એક કલાક સુધી લેબનોનથી સીરિયા સુધી વિસ્ફોટો થયા હતા. લેબનોનનું કહેવું છે કે ઈઝરાયેલે હિઝબુલ્લાહને નિશાન બનાવી સીરીયલ પેજર બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલાને હિઝબુલ્લાહની કોમ્યુનિકેશન સિસ્ટમ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

પેજર બ્લાસ્ટથી લેબનોનમાં સનસનાટી મચી

લેબનોનમાં મંગળવારે ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે એક પછી એક જોરદાર પેજર બ્લાસ્ટ થવા લાગ્યા. પેજર કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ફાટ્યાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતના અહેવાલ છે.

September 18, 2024
harsh-sanghvi-with-cm.png
1min299

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના પુત્રની સારવાર માટે રાજા પર વિદેશ જઈ રહ્યા હોવાની વાત બે દિવસથી સોશિયલ સાઇટ પર જંગલની આગની માફક વહેતી થઈ છે. તદ્દન પાયા વિહોણી આ વાતને લઈને સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી લાલઘૂમ થઈ ગયા છે. તેઓએ એક સાર્વજનિક કાર્યક્રમમાં માધ્યમો સાથે વાત કરતાં કહ્યું કે,આવી અફવાઓ કોણ ફેલાવે છે ? મુખ્યમંત્રી ક્યાંય -કશે વિદેશ જવાના નથી, આ હાથ-માથા વગરની કોરી અફવા જ છે’ તેમણે ચેતવણીના સૂર ઉચ્ચારતા કહ્યું કે, અમે આ વાત અંગે તપાસ શરૂ કરી દીધી છે અને નોટિસ પણ ફટકારવામાં આવશે.

અફવાને આંખ કે પાંખ હોય ? જાણો, શી હતી મૂળ વાત ?

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)આગામી દિવસોમાં બીમાર પુત્રની સારવાર માટે અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમઓ પાસે એક માસની રજા માંગી છે. જો કે આવા સમયે સીએમ અમેરિકાના પ્રવાસે જાય તો તેમનો ચાર્જ કોને સોંપવો તે અંગે મથામણ ચાલી રહી હોવાની માહિતી સાંપડી છે. તેમજ તેમનો આ પ્રવાસનો સમયગાળો ઓછો કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ મુદ્દે ચર્ચા થઇ શકે છે તેવી પણ સંભાવના છે.

સચિવાલયમાં પણ ચર્ચાઓ

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે તો ઇન્ચાર્જ સીએમ કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અથવા અન્યને કોઇ મંત્રીને આ ચાર્જ સોપવામાં આવી શકે છે. આ અંગે સચિવાલયમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે.

પુત્ર અનુજ પટેલની તબિયત ખરાબ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત ખરાબ છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા મુંબઇમાં સારવાર કરવામાં આવી હતી. જોકે, અનુજ પટેલની સ્થિતિમાં કોઇ સુધારો ના થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઇને વધુ સારવાર કરાવવા માંગે છે.

September 8, 2024
પરીમલ-નથવાણી.jpeg
1min1617

દેશ નહીં પણ દુનિયાની દિગ્ગજ કંપની રિલાયન્સ લિમિટેડના ડાયરેક્ટર અને રાજ્યસભાના સ્વતંત્ર એમ.પી. પરીમલ નથવાણી આજે સુરતની મુલાકાતે હતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તેઓ સુરતના કોટ વિસ્તારમાં આવેલી દાયકાઓ જૂની જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની દુકાને પહોંચ્યા હતા. તેમણે સોશ્યલ મિડીયા હેન્ડલ પર લખ્યું કે તેઓ 20 વર્ષ પછી આ જગ્યાએ ફરી આવ્યા છે અને તેમણે સુરતની આ ફેમસ અને અસ્સલ સુરતી ફરસાણ માટે જાણિતી દુકાનમાં જઇને ગરમાગરમ રતાળુપૂરી, પૂરી ભાજી અને મિક્સ ભજીયા આરોગ્યા હતા.

તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે ચૌટાબજારમાં સ્થિતિ સામાન્ય હતી. અનેક રાહદારીઓ અને વાહનચાલકોને ખબર સુધ્ધા ન હતી કે દેશના હાઇપ્રોફાઇલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પૈકીના એક અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીના ડિરેક્ટર અને રાજ્યસભાના મેમ્બર ચૌટાબજારની દુકાન આગળ ઉભા રહીને નાસ્તો કરી રહ્યા છે.

તેમણે જ્યારે ફેસબુક અને ટ્વીટર જેવા પોતાના સોશ્યલ મિડીયા હેન્ડલ પર આ માહિતી શેર કરી ત્યારે અનેક સુરતીઓ આશ્ચર્ય પામ્યા હતા.

ચૌટાબજારની સુવિખ્યાત જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની પેઢી સુરત ભાજપના પૂર્વ પ્રમુખ અને અસ્સલ સુરતી નીતિનભાઇ ભજીયાવાળાના પરીવારની છે. નીતિન ભજીયાવાળાએ પણ રિલાયન્સના ડિરેક્ટર પરીમલ નથવાણીની મુલાકાત બાદ તેમનો સોશ્યલ મિડીયા પર આભાર વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી હતી.

September 7, 2024
ambaji_temple-1280x720.jpg
1min359

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિવર્ષ સંચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળા યોજાશે.

પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. મેળાના સુચારુ આગોતરા આયોજન માટે પ્રવાસન અને યાત્રાધામ સચિવ રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં અંબાજી મંદિર હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેળા માટે બનાવાયેલી વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓને મેળા સંબધિત તમામ પ્રકારની માહિતી મળી રહે માટે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન ક્યુઆર કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા વિગતો અને માહિતી રજૂ કરાઇ હતી. પ્રવાસન અને યાત્રાધામ સચિવ સચિવ રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ‘વહીવટીતંત્ર દ્વારા કરાયેલી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે જરૂરી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા ભાવિક ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરાશે. દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.’

ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા-સલામતી, પ્રચાર-પ્રસાર સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

September 2, 2024
gujarat_rain_map.jpg
1min295

રાજ્યમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતનના વિસ્તારોમાં સારો એવો વરસાદી વરસી રહ્યો છે, ત્યારે સુરતથી લઈને અમદાવાદ સુધીમાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં મેઘરાજાએ ગુજરાતનાં 111 તાલુકા તરબોળ કરી દીધા છે. જ્યારે તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગ સહિતના વિસ્તારોમાં આજે (2 સપ્ટેમ્બર) ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, 35થી વધુ તાલુકામાં બે ઈંચ અને 58 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોધમાર વરસાદને પગલે ચંદવાસા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે નદીનું ગામ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે.

સુરતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન નદીનું પાણી મિયાપુર ગામ પાસેના સ્ટેટ હાઈવેમાં પાણી ફરી વળતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પરિવહન કરતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ અને ઓઢવમાં બે ઇંચ, વિરાટ નગર અને મણીનગરમાં દોઢ ઇંચ, વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ, મેમ્કોમાં એક ઇંચ અને ચકુડીયામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.

August 28, 2024
missing.png
1min477

કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસને કારણે પશ્ચિમ બંગાળ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલાને લઈને દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આવો આજે અમે તમને આ કડીમાં એવી મહિલાઓ અને છોકરીઓ વિશે જણાવીએ જે દરરોજ આપણી વચ્ચેથી ગાયબ થઈ જાય છે અથવા ગાયબ કરવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ૨૦૨૨ના રિપોર્ટ અનુસાર ભારતમાં દરરોજ ૩૪૫ છોકરીઓ ગુમ થાય છે, જેમાંથી ૧૭૦ છોકરીનું અપહરણ થાય છે, ૧૭૨ છોકરીઓ ગુમ થાય છે અને લગભગ 3 છોકરીઓની તસ્કરી થાય છે. આમાંથી કેટલીક છોકરીઓ મળી આવે છે, પરંતુ મોટી સંખ્યામાં છોકરીઓનો કોઈ પત્તો નથી લાગતો. મહિલાઓની વધતી અસલામતી દેશ માટે ગંભીર બાબત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ ગુમ

જુલાઈ 2023માં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓના આંકડાઓએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. રિપોર્ટ મુજબ 2019 અને 2021 વચ્ચે દેશમાં 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. સરકારે આ આંકડા નેશનલ ક્રાઈમ બ્યુરો પાસેથી એકત્રિત કર્યા છે. આ રિપોર્ટ અનુસાર આમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરની ૧૦,૬૧,૬૪૮ મહિલાઓ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની ૨,૫૧,૪૩૦ છોકરીઓનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશમાંથી સૌથી વધુ ગુમ

જો આપણે રાજ્યોની વાત કરીએ તો ગુમ થનારી મહિલાઓ અને છોકરીઓની સૌથી વધુ સંખ્યા મધ્ય પ્રદેશમાંથી છે. અહીં ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ ગુમ થઈ હતી. પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે. અહીં ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ ગુમ થઈ હતી. જ્યારે ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે. અહીં ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ ગુમ થઈ હતી.

માનવ તસ્કરીના કેસ કેટલા?

એનસીઆરબીના ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨માં સમગ્ર દેશમાં માનવ તસ્કરીના કુલ ૨૨૫૦ કેસ નોંધાયા હતા. આ કેસોમાં પીડિતોની સંખ્યા ૬,૦૩૬ હતી. જેમાં છોકરીઓની સંખ્યા ૧,૦૫૯ હતી અને ૨૦૨૨માં જ છોકરીના અપહરણના ૬૨,૦૯૯ કેસ નોંધાયા હતા. તે જ વર્ષે ૬૨,૯૪૬ છોકરીઓ ગુમ થવાના કેસ નોંધાયા હતા. આમાંથી ઘણી છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. જો કે, મોટી સંખ્યામાં આવી છોકરીઓનું ઠેકાણું આજ સુધી જાણી શકાયું નથી.