CIA ALERT

Alert Archives - Page 479 of 519 - CIA Live

September 5, 2018
af1.jpg
1min10540

Contact number for any more news  98253 44944

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ચોર્યાસી તાલુકાના જૂનાગામ (શિવરામપુરા) ખાતે અદાણી ફાઉન્ડેશન- હજીરા દ્વારા નવનિર્મિત કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષ ૨૦૧૭-૧૮ માં કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રૂ. ૩૦ લાખના ખર્ચે કૉમ્યુનિટી હોલ બાંધવામાં આવ્યો છે. જુના ગામના ગ્રામજનોને સામૂહિક તેમજ સામાજિક પ્રસંગો માટે અતિ ઉપયોગી બની રહેશે. આ વેળાએ મંત્રીશ્રીએ અદાણી ફાઉન્ડેશનની સામાજિક ભાવનાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

લોકાપર્ણ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, ધારાસભ્યશ્રી મુકેશભાઇ પટેલ, ચોર્યાસી ડેરીના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ, જૂનાગામના સરપંચશ્રી ભગુભાઈ પટેલ તથા હજીરા વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

September 5, 2018
drsarvepalliradhakrishnan-1280x720.jpg
1min22390

 

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન એટલે સાર્વત્રિક શિક્ષકોના એક કર્મયોગી પુરૂષ. આ કર્મયોગને વાગોળવાનો, સમજવાનો, તેના રસ્તે ચાલવાનો દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર. આપણી સાંસ્કૃતિક વૈભવસંપત્તિને ઓળખીને અને તેને અનુસરીએ તો શિક્ષણની-કેળવણીની મિલકત અનેકગણી વધી જાય. તે માટે આવો ડો.રાધાકૃષ્ણનના જીવન કવનને પામીએ.

શિક્ષણને પોતાનો ધર્મ માનનારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ચેન્નઈ(મદ્રાસ) નજીના યાત્રાધામ તિરૂતની ગામમાં તા.૫મી સપ્ટેમ્બર, ૧૮૮૮ ના રોજ થયો હતો. તેમના પૂર્વજો સર્વપલ્લી નામક ગામના હોવાથી ગામની યાદ કાયમ રહે તે માટે તેમણે સર્વપલ્લી નામ ધારણ કર્યું. તેમના પિતા વીરસ્વામી શિક્ષક હતા અને સાથે ગોરપદું પણ કરતા.

પાંચ ભાઈઓમાં બીજા નંબરના ડો.રાધાકૃષ્ણન્ નાનપણથી શરમાળ, સંકોચશીલ પરંતુ ભારે બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. વાંચન અને મનનનો તેમને ભારે શોખ. ખ્રિસ્તી સ્કુલમાં તેમણે શાળાકીય શિક્ષણ લીધું. મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાંથી દર્શનશાસ્ત્ર વિષય સાથે પ્રથમ નંબરે બી.એ. થયા. તત્વજ્ઞાન વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી અને પ્રેસિડન્સી કોલેજમાં તર્કશાસ્ત્ર(તત્વજ્ઞાન)ના પ્રાધ્યાપક થઈને શિક્ષણ કાર્યનો આરંભ કર્યો. એમનો પહેરવેશ લાંબો કોટ અને ધોતિયું અને માથે મદ્રાસી પાઘડી. વિદેશમાં પણ તેઓ ગાંધીજીની જેમ આ ભારતીય પોશાક પહેરતા. રાધાકૃષ્ણનનું અંગ્રેજી અને સંસ્કૃત વિષય પર ગજબનું પ્રભુત્વ હતું. અંગ્રેજીમાં એમનું વક્તવ્ય સાંભળી સૌ એમ જ માનતા કે તેઓ અમેરિકાની કેમ્બ્રિજ કે ઓફસફર્ડમાં ભણ્યા હશે. વર્ગખંડમાં તેમની એવી જાદુઈ અસર થતી કે કોઈ શિષ્ય બેધ્યાન ન બનતો. પોતાના વિનમ્ર અને મિલનસાર સ્વભાવથી તેઓ શિષ્યો તથા સાથી કર્મચારીઓમાં પણ ખૂબ પ્રિય અને આદરપાત્ર બન્યા હતા. તેઓ ખ્યાતિ અને પ્રસિદ્ધિથી દૂર જ રહેતા. ભારતની ઋષિ પરંપરાને નાનપણથી જ આદર આપતા, શિક્ષણને જીવનનું અભિન્ન અંગ માનતા.

મહાત્મા ગાંધીજી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના આજીવન અનુયાયી એવા ડો. ડો.રાધાકૃષ્ણન્ જુદા જુદા પ્રાંતની અને વિદેશની પંદરથી વધુ ભાષામાં વાતચીત કરી શકતા. વર્ગમાં ટટ્ટાર, મજબુત બાંધો, ખડતલ, માથે પાઘડી, ભારતીય પોષાકમાં તેઓ જયારે અનોખી વાકછટાથી અંગ્રેજીમાં વ્યાખ્યાન આપતા તો સૌ મંત્રમુગ્ધ થઈ જતા. ૧૭ વર્ષ સુધી તેમણે યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે વ્યાખ્યાનો આપ્યાં.
સને ૧૯૩૧માં આંધ્ર યુનિ.માં કુલપતિ થયાં. યુનિવર્સિટીએ તેમની સેવાની કદર કરીને એલ.એસ.ડી.ની માનદ્દ ઉપાધિથી તેમને નવાજ્યાં. હવે પ્રોફેસર રાધાકૃષ્ણન્ ડો. રાધાકૃષ્ણન્ બન્યા. સને.૧૯૫૦ થી તેઓ ત્રણ વર્ષ રશિયાના એલચી બન્યા. તે અરસામાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમની વરણી થઈ. ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી તેમણે એ પદ શોભાવ્યું. ત્યારબાદ ૧૯૬૨માં દેશના પ્રથમ નાગરિક તરીકેનું બહુમાન તેમને મળ્યું. સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવનાર ડો.રાધાકૃષ્ણન્ને ત્યારબાદ પાંચ વર્ષ માટે પોતાની આગવી સૂઝ બૂઝ અને બુદ્ધિ-પ્રતિભાથી રાષ્ટ્રપતિપદ શોભાવ્યું. રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન તેઓ નખશિખ શિક્ષક જ રહ્યા. તેમના કર્તવ્યમાં એક આદર્શ શિક્ષકની સમૃદ્ધિ જ પ્રગટતી હતી. તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના માસિક રૂ.૧૦ હજારના પગારમાંથી માત્ર રૂ. ૨૫૦૦ જ પગાર લેતા. આમ, તેમણે જીવનભર શિક્ષકધર્મ અપનાવ્યો હતો. તેઓ પોતાનો પરિચય રાષ્ટ્રપતિ તરીકે નહીં, પરંતુ ‘હું શિક્ષક છું’ એમ કહીને આપતા.
ભારતના ત્રણેય વડાપ્રધાનો:- જવાહરલાલ નહેરૂ, લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી સાથે તેમણે દેશની અપૂર્વ સેવા કરી. છેવટે આ દિવ્યાત્માનો નો એપ્રિલ,૧૯૭૫માં તેમના દૈહિક જીવનનો અંત આવ્યો. આમ, તેઓ શિક્ષણ ક્ષેત્રની સાથે રાજકીય ક્ષેત્રે પણ સમર્પિત રહ્યા. તેમની એક શિક્ષકથી રાષ્ટ્રપતિપદ સુધીની જીવનયાત્રા અદભૂત અને પ્રેરણાદાયી રહી હતી. તેઓ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા અને કહેતા કે શિક્ષક અને શિષ્ય વચ્ચે આદાન-પ્રદાનનો, એકબીજાના સ્વીકારની ભાવનાનો અવિરત પ્રવાહ વહેવો જોઈએ. એક વિદ્યાર્થીમાં ઉદારતા, સહાનુભૂતિ, સાહસ, વીરતાની ભાવનાનો વિકાસ કરવામાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. તે શિષ્યને સદગુણોનું આચરણ કરતાં શીખવે છે. તેથી બાળક વિદ્યાર્થી પણ શિક્ષકના આચાર-વિચારનું અનુસરણ કરતા રહે છે. શિક્ષકે એવી રીતે શિક્ષણ આપવું જોઈએ કે જ્ઞાન પ્રકાશમાં વિદ્યાર્થી પોતાનું અહમ ઓગાળીને મન તથા બુદ્ધિ અને આત્માને પરમાત્મા સાથે એકાકાર કરી દે.

પોતાનો જન્મદિવસ શિક્ષકદિન” તરીકે ઉજવવાનો તેમનો આશય શિક્ષકને સમાજમાં ગૌરવ અને પ્રતિષ્ઠા અપાવવાનો હતો. આવી ઉદાત્ત ભાવના દાખવીને તેમણે સમગ્ર શિક્ષણ જગતને સામાજિક મોભો અને વિરલ પ્રતિષ્ઠા અપાવી અને એક અનોખા ‘પ્રસંગદિન” ની ભેટ આપી. એક શિક્ષક નાનાં નાનાં ગામડાં સુધી પહોંચી બાળકોના જીવન ઘડતર દ્વારા રાષ્ટ્રઘડતરનું કાર્ય કરી રહ્યો છે, તેથી જ શિક્ષકોના ગૌરવને વધારવા શિક્ષકદિન ઉજવાય છે. શાળાઓમાં આ દિવસની ઉમંગથી ઉજવણી કરવા માટે વિદ્યાર્થીઓ હોંશે હોંશે અને આતુરતાથી રાહ જુએ છે. શાળા-કોલેજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. વર્ગખંડોને શણગારવામાં આવે છે. ઉત્સાહી વિદ્યાર્થીઓ શિક્ષક બને છે અને જાતે શિક્ષક બની શિક્ષણ કાર્ય કરાવે છે.

વિશ્વભરમાં ‘શિક્ષકદિન’ ચીનમાં પહેલી સપ્ટેમ્બરે, યુ.એસ.એ માં મે મહિનાના પ્રથમ મંગળવારે, તાઈવાનમાં ૨૮ સપ્ટેમ્બર, કોરિયામાં ૧૫મી મેના રોજ, ઈરાનમાં બીજી મે, મલેશિયામાં ૨૪મી નવેમ્બરે અને રશિયામાં પાંચમી ઓકટોબરે તથા થાઈલેન્ડમાં ૧૬મી જાન્યુઆરીએ ઊજવાય છે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેઓના ઉજજવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને પ્રવૃત્ત આદર્શ શિક્ષકો શિક્ષકદિને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક’ નો પુરસ્કાર પણ ગ્રહણ કરે છે કે

આવતીકાલ તા.૫મી સપ્ટેમબરના રોજ શિક્ષક દિન છે, ત્યારે ચાલો આપણે આ ‘રાષ્ટ્રગુરૂ” ને એમના જન્મદિને કોટિ કોટિ વંદન કરીએ તથા ભાવાંજલિ આપીએ. ‘‘જ્ઞાનથી વધારે બીજું કંઈજ પવિત્ર નથી” આ તેમના જીવનમંત્રને ચરિતાર્થ કરવાનો શિક્ષકદિને સંકલ્પ કરીએ.

September 4, 2018
SS_Logo_Blue-1280x986.png
1min14320

 

અત્યાર સુધી એવું નોંધવામાં આવ્યું છે કે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ સારી રીતે પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ કારકિર્દીનો નિર્ણય લેવામાં ભારે મૂંઝવણ અનુભવતા હોય કેમકે તેમની પાસે કોલેજમાં કેવી રીતે, કયા કોર્સમાં અભ્યાસ કરવો તેની કોઇ જ જાણકારી હોતી નથી. પરીણામે છેલ્લી ઘડીએ જ્યાં મળે ત્યાં ઉતાવળે નિર્ણય લઈને સચોટ નિર્ણય લઇ શકાતો નથી.

બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કઇ કઇ મૂંઝવણો અનુભવે છે એના પર નજર કરીએ તો…

તેમની પાસે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની કોઇ જ માહિતી ઉપલબ્ધ હોતી નથી. જે હોય તે પ્રાથમિક અને આઉટ ડેટેડ હોય છે.

તેમની પાસે પ્રવેશ પરીક્ષાઓ અંગેની 90 ટકા માહિતી હોતી જ નથી.

તેમને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષા પહેલા ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તેવી ખબર હોતી નથી.

તેઓ હાઇલી વોકેશનલ અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓમાં નોંધણીની મુદતથી વાકેફ હોતા નથી.

તેમને કેવા પ્રકારના દસ્તાવેજો ક્યાંથી મેળવવા તે અંગેની જાણકારી હોતી નથી.

મેરીટ પ્રીપેરેશન કેવી રીતે થાય તે અંગે તેમની પાસે કોઇ જ જાણકારી હોતી નથી.

તેમને ખબર હોતી નથી કે ક્વોલિફાઇંગ માર્કસ અને મેરીટ વચ્ચે શું તફાવત હોય.

તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે પરીણામ પહેલા અને પરીણામ પછી કયા અને કેટલા ફોર્મ ભરવાના હોય.

તેમને જાણકારી હોતી નથી કે સ્કોલરશીપ કેવી રીતે મેળવી શકાય, અગર તો પોતાને મળવાપાત્ર છે કે નહીં.

આવી અસંખ્યા બાબતોથી વાકેફ નહીં હોય તેવા વાલીઓ માટે શિક્ષણ સર્વદાએ મોબાઇલ એલર્ટ સિસ્ટમ લોંચ કરી છે. જેમાં પ્રતિ દિન રૂ.1ની નજીવા દરે બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને મહત્વની જાણકારીઓ પરીણામ આવે એ દિવસ સુધી મળતી રહેશે.

વહેલો તે પહેલાના ધોરણે આ યોજનામાં સમાવેશ કરાશે.

યોજનાનો ચાર્જ પ્રતિ મોબાઇલ નંબર રૂ.200 છે જે બોર્ડના પરીણામની ઘોષણા સુધીની મુદત માટેનો રહેશે.

આ યોજનામાં જોડાવા માટે 98253 44944 પર મેસેજ કરો. અગર તો નીચે દર્શાવેલી લિંક પર ક્લીક કરો.

Paytm પેટીએમથી ચૂકવણી માટેનો નંબર 98253 44944

https://chat.whatsapp.com/1m37dIlbbVS1aauncRfaNP

 

 

September 4, 2018
petrol.jpg
1min6540

તા.3જી સપ્ટેમ્બર 2018ના રોજ મુંબઇમાં પેટ્રોલનો દર પ્રતિ લિટર રૂ.૮૬.૫૬ અને ડીઝલ પ્રતિ લિટર ૭૫.૫૪ રૂપિયા પર પહોંચ્યું

મુંબઈમાં સોમવાર તા.3જી સપ્ટેમ્બર 2018ના રોજ પેટ્રોલના ભાવ વિક્રમી ઊંચાઈ પર રહ્યા હતા. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૬.૫૬ રૂપિયા થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. આ પહેલાં ૨૯ મેએ મુંબઈમાં પેટ્રોલની કિંમતે પ્રતિ લીટર ૮૬.૨૪ રૂપિયાનો વિક્રમ નોંધાવ્યો હતો.

પેટ્રોલની સાથે જ ડીઝલ પણ તા.3જી સપ્ટેમ્બર 2018ના રોજ મુંબઈમાં ૭૫.૫૪ રૂપિયા પ્રતિ લીટરની ઊંચી કિંમતે વેચાયું હતું. ફેડરેશન ઑફ ઑલ મહારાષ્ટ્ર પેટ્રોલ ડીલર્સ અસોસિએશનના જણાવ્યા મુજબ ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ ઑઇલના ભાવ વધતા હોવાથી અને ડૉલરની તુલનામાં રૂપિયાનો ઘટાડો ચાલુ હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સરકારે એક્સાઇઝ ટૅક્સ, ઈંધણ પરના સેસ તેમ જ અન્ય ટૅક્સમાં રાહત આપવી જોઈએ.

September 4, 2018
IIT-1.jpg
1min7340

જોગેશ્વરીમાં SV રોડ પર આવેલી ટ્રિબો હોટેલ્સના રૂમમાંથી તા.2જી સપ્ટેમ્બર 2018ના રોજ સવારે ૧૧ વાગ્યે બાવીસ વર્ષના MTechના વિદ્યાર્થી જયદીપ સ્વેઇનની ડેડ-બૉડી મળી આવી હતી. આ સાથે જ આઇઆઇટી જેવી સંસ્થામાં અભ્યાસ કરતા વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીએ પોતાનું જીવન રહસ્યમયી સંજોગોમાં ટૂંકાવી દીધું છે.

IIT

આંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ગાયકવાડે જણાવ્યું હતું કે જયદીપ સ્વેઇન પવઈની IIT કૉલેજમાં MTechના પહેલા વર્ષમાં ભણતો હતો અને ત્યાં જ હૉસ્ટેલમાં રહેતો હતો. જયદીપ ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેણે જોગેશ્વરીની હોટેલમાં ગઈ કાલે સવારે જ ચેક-ઇન કર્યું હતું.

વધુ મળતી જાણકારી મુજબ જયદીપ સ્વેઇન મૂળ છત્તીસગઢ વતની હોવાનું જાણવા મળે છે. પોલીસે તેના પરિવારજનોને તેની આત્મહત્યા અંગે જાણકારી આપી હોવાનું જાણવા મળે છે.

September 4, 2018
kerosene.jpg
1min6710

ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને મળશે, એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન વિતરણ બંધ કરાતા અનેક પરિવારો મુશ્કેલીમાં

ગરીબ પરિવારોને વર્ષોથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અપાતા પ્રાથમિક ઇંધણ કેરોસીન પર શનિવાર, તા.2 સપ્ટેમ્બર 2018થી રાજ્ય સરકારે પ્રતિબંધ મુકયો છે. કેરોસીન બંધ થઇ જતા લાખો ગરીબ પરિવારોને ભારે મુશ્કેલી સર્જાશે. ચોમાસાની સિઝનમાં કેરોસીન પર આશરો રાખી પ્રાયમસ પર રસોઇ બનાવી રાંધેલું અનાજ ખાતા ગરીબ પરિવારો મુશ્કેલીગ્રસ્ત બની ચૂક્યા છે.

ગુજરાત સરકારે પુરવઠા ખાતેની ચેનલ મારફતે કેરોસીન વિતરણ પર પાછલા ઘણાં વર્ષોથી સતત કાપ મુકવાનું શરૂ કર્યું હતું અને આખરે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં જ્યારે પુરવઠા ચેનલ મારફતે રેશનિંગથી કેરોસીન વિતરણ શરૂ કરાયું હતું ત્યારે પ્રતિ લિટરના રૂ. 0.15 પૈસા દરથી શરૂ થયેલું કેરોસીન છેલ્લે 27 રૂપિયાને 10 પૈસા ભાવે મળતું હતુ. જે પણ હવે બંધ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે એપીએલ કાર્ડ ધારકોનું કેરોસીન બંધ કરાયું છે. બીપીએલ અને અંત્યોદર ધારકોને કેરોસીન મળશે જે પણ થોડા સમય પછી બંધ કરી દેવામાં આવે એમ જણાય છે.

શરૂઆતમાં કાર્ડ વિના અમર્યાદીત પ્રમાણમાં લોકોને કેરોસીન આપવામાં આવતું હતુ. બાદમાં કાર્ડની શરૂઆત થતા કાર્ડ દીઠ 18 લિટર કેરોસીન આપવામાં આવતું હતું સમયાંતરે બીપીએલ અને અંત્યોદર કાર્ડ આવતા કેરોસીનમાં કાપ મુકવાની શરૂઆત કરી દેવાઇ હતી.

જેમાં છેલ્લે બીપીએલ અને અંત્યોદર ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દિઠ 8 લિટર કેરોસીન અપાતુ હતું. જયારે એપીએલ કાર્ડ ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દીઠ 4 લિટર કેરોસીન મળતું હતું. જોકે 1લી સપ્ટેમ્બરથી એપીએલ ધારકોને કેરોસીન આપવાનુ બંધ કરવામાં આવ્યું છે. એકલા અમદાવાદમા જ 2 લાખથી વધુ એપીએલ કાર્ડધારકો છે. ત્યારે આખા રાજ્યમાં લાખો કુંટુબોને મળવાપાત્ર કેરોસીન હવેથી બંધ થઇ જશે.

September 4, 2018
thailadn-1280x720.jpg
1min12300

વર્ષ ૨૦૧૮માં ૧૫ લાખ ભારતીય થાઈલૅન્ડના પ્રવાસે આવશે એવી તેમની અપેક્ષા હોવાનું થાઈલૅન્ડના એક ટોચના અધિકારીએ તા.3 સપ્ટેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું. ડિરેક્ટર ઑફ ટૂરિઝમ ઑથોરિટી ઑફ થાઈલૅન્ડ, મુંબઈ, ચોલાડા સિદ્ધિવર્ણએ કહ્યું હતું કે જાન્યુઆરીથી જુલાઈ ૨૦૧૮ દરમિયાન થાઈલૅન્ડની મુલાકાતે આવેલા ભારતીયોની સંખ્યાનો આંક ૯.૧૯ લાખ હતો.

આ આંકડો ગયા વરસે આ જ સમયગાળામાં થાઈલૅન્ડની મુલાકાતે ગયેલા ભારતીયોની સંખ્યાના આંક કરતાં ૧૩.૨૪ ટકા વધુ હતો.  થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને બાકી બચેલા વર્ષમાં પણ એ સંખ્યામાં સતત વધારો જોવા મળશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે આ વરસે થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યાનો આંક ૧૫ લાખ પર પહોંચશે.

વર્ષ ૨૦૧૭માં થાઈલૅન્ડની મુલાકાતે જનારા ભારતીયોની સંખ્યાનો આંક ૧૨ લાખ હતો, એમ તેમણે કહ્યું હતું. બૅંગકોકની મુલાકાતે આવનારાં લોકોની સંખ્યામાં થયેલા વધારા અંગેનું કારણ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ભારતીય મુલાકાતીઓ માટે અમે વધુ સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.  મહિલાઓ તેમ જ પરિવાર સાથે આવતા લોકોને આપવા માટે અમારી પાસે વધુ સારી સેવા અને સુવિધા છે, એમ તેમણે કહ્યું હતું. ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાની પ્રવાસીઓની સંખ્યા પર અસર પડશે એવા સવાલનો જવાબ તેમણે નકારમાં આપ્યો હતો.

વર્ષ ૨૦૨૦ સુધીમાં થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યાનો આંક ૨૦ લાખને પાર કરી જશે એવી આશા તેેમણે વ્યક્ત કરી હતી.

September 3, 2018
mundan.jpg
1min7180

પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના 50થી વધુ યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું. જ્યારે આ ગામની 200થી વધુ મહિલાઓ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠી હતી અને રામધૂન બોલાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસને 10 દિવસ થઈ ગયા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉતર્યા છે. પાટીદારો અને ખેડૂતો  આ‌વેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે.

 

September 3, 2018
china-flag-759.jpg
9min4750

એશિયન ગેમ્સમાં ફરી એકવાર સ્પોર્ટસ પાવર હાઉસ ચીનનું વર્ચસ્વ કાયમ રહયું છે. એ વાત અલગ છે કે 2010 અને 2014ની તુલનામાં ચીનને જાકાર્તામાં રવિવારે સમાપ્ત થયેલા 18મા એશિયન ગેમ્સમાં ઓછા ચંદ્રક મળ્યા છે. જયાં સુધી ભારતની વાત છે તો આપણા ખેલાડીઓએ 19પ1ની સ્વર્ણિમ સફળતાનું પુનરાવર્તન કરીને એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ ચંદ્રક પોતાના નામે કર્યાં છે.

ચીને જાકાર્તામાં 132 ગોલ્ડ, 92 સિલ્વર અને 6પ બ્રોન્ઝ સહિત કુલ 289 મેડલ પર કબજો જમાવ્યો. જયારે બીજા નંબર પર રહેલ જાપાને 200 મેડલનો આંકડો પાર કર્યોં. તેણે 7પ ગોલ્ડ, પ6 સિલ્વર અને 74 બ્રોન્ઝ જીતીને કુલ 20પ મેડલ કબજે કર્યાં. જયારે દ. કોરિયા ત્રીજા નંબર પર રહીને કુલ 177 મેડલ જીતવામાં સફળ રહયું. તેણે મેડલનો સરવાળો 49-પ8-70 સાથે 177 મેડલનો રહયો.

જયારે ભારતની સફર શ્રેષ્ઠ દેખાવ સાથે 1પ ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ સહિત કુલ 69 મેડલ કબજે કર્યાં અને મેડલ ટેલીમાં આઠમા નંબર પર રહયું. ભારતની ઉપર યજમાન દેશ ઇન્ડોનેશિયા (31 ગોલ્ડ સાથે કુલ 98 મેડલ જીતીને ચોથા સ્થાને), ચોથા નંબર પર ઉઝબેકિસ્તાન 21 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ પાંચમા સ્થાને, ઇરાન 20 ગોલ્ડ સહિત કુલ 62 મેડલ સાથે છઠ્ઠા અને ચીની તાઇપે 17 ગોલ્ડ સહિત કુલ 67 મેડલ સાથે સાતમા નંબર પર રહયું છે. ભારતને હોકી અને કબડ્ડીની હારને લીધે સુવર્ણ ચંદ્રક જીતવાનો લક્ષ્યાંક પૂરો થયો નહીં.

Asian Games 2018 Medal Tally

Rank Country Gold Silver Bronze Total
1 China 132 92 65 289
2 Japan 75 56 74 205
3 Republic of Korea 49 58 70 177
4 Indonesia 31 24 43 98
5 Uzbekistan 21 24 25 70
6 IR Iran 20 20 22 62
7 Chinese Taipei 17 19 31 67
8 India 15 24 30 69
9 Kazakhstan 15 17 44 76
10 DPR Korea 12 12 13 37
11 Bahrain 12 7 7 26
12 Thailand 11 16 46 73
13 Hong Kong, China 8 18 20 46
14 Malaysia 7 13 16 36
15 Qatar 6 4 3 13
16 Mongolia 5 9 11 25
17 Vietnam 4 16 18 38
18 Singapore 4 4 14 22
19 Philippines 4 2 15 21
20 United Arab Emirates 3 6 5 14
21 Kuwait 3 1 2 6
22 Kyrgyzstan 2 6 12 20
23 Jordan 2 1 9 12
24 Cambodia 2 0 1 3
25 Kingdom of Saudi Arabia 1 2 3 6
26 Macau, China 1 2 2 5
27 Iraq 1 2 0 3
28 Korea 1 1 2 4
28 Lebanon 1 1 2 4
30 Tajikistan 0 4 3 7
31 Lao PDR 0 2 3 5
32 Turkmenistan 0 1 2 3
33 Nepal 0 1 0 1
34 Pakistan 0 0 4 4
35 Afghanistan 0 0 2 2
35 Myanmar 0 0 2 2
37 Syria 0 0 1 1
Total 465 465 622 1552

 

September 3, 2018
patni.jpg
1min9310

હરીયાણા ભાજપના બે ધારાસભ્યોએ પત્નીપીડિત પતિ-મહાશયો અંગે ચિંતા વ્યકત કરી તેમની મદદે આવવાનું નક્કી કર્યું છે, બન્ને ધારાસભ્યોએ મહિલાઓની સુરક્ષા માટે ઘડવામાં આવેલી કલમોના થતા દુરુપયોગ અને મહિલાઓ દ્વારા પુરુષ તથા તેમના પરિવારોને કરવામાં આવતી માનસિક હેરાનગતિને દૂર કરવા રાષ્ટ્રીય પુરુષ પંચની સરકાર પાસે માગણી કરી છે.

હરિયાણાના રાજભર-ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર તથા અંશુલ વર્મા-સસંદ સભ્ય હરદોઇએ પુરુષ આયોગ અંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લીધો છે.

પુરુષ આયોગ કાર્યક્રમમાં બન્ને ધારાસભ્યો પુરુષ સલામતી અંગે વક્તવ્ય આપશે. રાજભારે પત્રકારોને જણાવ્યું છે કે દરેક મહિલા ખોટી હોય છે એવું તેમનુ કહેવાનું નથી, તેઓ દરેક પુરુષને સાચો પણ નથી માનતા પણ અત્યાચાર સામે રક્ષણાર્થે ઘડેલા સ્ત્રી તરફેણના કાયદાઓને કારણે ઘણીવાર નિર્દોષ પુરુષે પણ સહન કરવું પડે છે. નેશનલ કમિશન ફોર વુમનની જેમ જ નેશનલ કમિશન ફોર મેન પણ હોવું જરૂરી છે. તેમણે સંસદમાં પણ પુરુષોની તકલીફ અંગે અવાજ ઉઠાવ્યો હતો.

અશુંલ વર્માએ પણ પોતે જેના સભ્ય છે એ પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મુદ્દો રજૂ કર્યો હતો. અંશુલ વર્માએ દહેજ વિરોધી ધારા અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત પુરુષોની થતી કનડગત સંદર્ભે કમિટીનું ધ્યાન દોર્યું હતું. તેમણે આ કલમો (૪૯૮એ)માં જરૂરી બદલાવ લાવવા સૂચન કર્યું.

તેમણે ઉમેર્યું હતું કે ૪૯૮ એ કલમ પુરુષ વિરોધનું શસ્ત્ર સમાન સાબિત થઇ રહી છે. ૧૯૯૮થી ૨૦૧૫ સુધીમાં કલમ હેઠળ ૨૭ લાખ કેસ નોંધવામાં આવ્યા છે. અંશુલે સ્ત્રી-પુરુષ સમાનતાના ધોરણ પર ભાર મૂક્યો છે.

જ્યારે નેશનલ કમિશન ફોર વુમનના ચેરપર્સન રેખા શર્માએ હકારાત્મક અભિગમ દાખવી જણાવ્યું છે કે મહિલાઓના અવાજને વાચા આપવા કમિશનની રચના કરવામાં આવી છે, એ જ રીતે પુરુષોની માગણીને ધ્યાનમાં રાખી નેશનલ કમિશન ફોર મેન પણ રચાય તો કઇ ખોટુ નથી. પરંતુ તેમણે તેમના તરફથી આવા કોઇ કમિશનની જરૂર નહીં હોવાની સ્પષ્ટતા પણ કરી હતી.

મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય મંત્રી મેનકા ગાંધીએ પણ તેમની પાસે પુરુષો પરના અત્યાચારની ફરિયાદો આવી હોવાનું જણાવ્યું હતું.

તેમણે રાષ્ટ્રીય મહિલા પંચને જ પુરુષોની ફરિયાદ વિશે વિચારણા કરવાનું અને પુરુષોને પણ તેમની રજૂઆત એનસીડબલ્યુના પ્લેટફોર્મ દ્વારા કરવા દેવા અનુરોધ કર્યો હતો.

તેમણે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા જૂઠા કેસ સંદર્ભે પુરતી તપાસ માટે પણ અપીલ કરી હતી.

જોકે રાષ્ટ્રીય મહિલા પંચના રેખા શર્માએ પૂરતી વિગતો અને તપાસ વગર મેનકા ગાંધીના સૂચનનો અમલ કરવો શક્ય ન હોવાનું જણાવ્યું છે.