CIA ALERT

Alert Archives - Page 424 of 512 - CIA Live

December 25, 2018
bank-strike.jpg
1min9600

તા.26મી ડિસેમ્બર 2018ને બોક્સિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. આ બોક્સિંગ ડે ના દિવસે ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર જઇ રહ્યા છે.

દેનાબેંક, વિજયા બેંક અને બરોડા બેંકના એકત્રીકરણના નિર્ણયના વિરોધમાં તા.26મી ડિસેમ્બરે રાજકોટ સહિત દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારી દ્વારા એક દિવસીય હડતાલ કરવામાં આવશે. આ હડતાલમાં દેશભરમાંથી 9 લાખ કર્મચારીઓ જોડાશે. રાજકોટમાં પરાબજાર ખાતે સવારે 10-30 કલાકે દેખાવ યોજવામાં આવશે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા જણાવ્યા પ્રમાણે બેંકના એકત્રિકરણને લઇને એક મજબૂત બેંકનું નિર્માણ થશે કે તેની કાર્યક્ષમતામાં વધારો થશે તેવા કોઇ નક્કર અણસાર દેખાતા નથી. પાંચ સ્ટેટ સેક્ટર બેંકોને એસબીઆઇમાં મર્જ કરી દેવાયેલ છે. આ એકત્રિકરણનો અનુભવ સારો નથી. મર્જરને કારણે બેંકોની શાખાઓ બંધ થયેલ છે. બેંકનાં ડૂબત લેણામાં વધારો થયેલ છે. બસ્સો વર્ષનાં ઇતિહાસમાં પ્રથમવાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમવાર ખોટ કરેલ છે.

આ ત્રણ બેંકોનાં કુલ ડૂબત લેણાં રૂ.80,000 કરોડ છે. એકત્રિકરણને કારણે ડૂબત લેણામાં કોઇ ફેરફાર થશે નહીં. હાલ પૂરતી વસૂલીમાં એકત્રિકરણને કારણે ઢીલાશ આવશે. પ્રજાનું ધ્યાન ડૂબત લેણાની વસૂલીને બદલે અન્ય બાબત પર કરવા માટે સરકારની આ ચાલ છે.
ગુજરાતમાં દેના બેંક અને બરોડા બેંકની શાખાઓ બાજુબાજુમાં છે. એક અંદાજ પ્રમાણે આ બંને બેંકોની લગભગ 300 શાખાઓ બંધ થશે. પ્રજા બેંકની સેવાથી વંચિત રહેશે. ગામડાઓમાં પણ શાખાઓ બંધ થશે. જ્યાં ખાનગી બેંકો જતી નથી. આમ ગ્રામ્ય પ્રજાને વધારે પ્રમાણમાં બેંકિંગ સેવાથી વંચિત રાખવામાં આવશે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ દેશભરના 9 લાખ બેંક કર્મચારીઓ તા.26 ડિસે.ના રોજ એક દિવસની પ્રતિક હડતાલ પર જશે. સરકારનો યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આગળનો કાર્યક્રમ નક્કી થશે, તેમ મહામંત્રી કે.પી. અંતાણીની યાદીમાં જણાવાયું છે.

 

December 24, 2018
siddhi_vinayak_pal.jpg
1min21510

સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે પણ આસ્થાનું પ્રતિક બનેલા સુરતના પાલ આરટીઓ બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આવતીકાલ મંગળવાર તા.25મી ડિસેમ્બર 2018ના અંગારકી ચૌથના પર્વે ખાસ ગણેશાર્ચનમ્ પૂજા વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગણેશાર્ચનમ્ પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ પણ અંગારકી ચૌથના પર્વે તેનું વિશેષ મહાત્મ્ય હોય છે.

પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલ ખાતે દર વખત કરતા આ વખતની અંગારકી ચૌથની ઉજવણી કંઇક અનોખી રીતે કરવામાં આવશે. મંદિર સંચાલકગણએ આવતીકાલે ગણેશ યાગ આયોજન તો કર્યું જ છે પણ તેમાં આકર્ષણ ભારતવર્ષ માં ગજરાજ (હાથી)ના પૂજન-વિધાન સાથે તથા કેરળના પારંપરિક અને સાંસ્કૃતિક શણગારથી પરીસર બની રહ્યું છે. કેરળના જુદા જુદા વાદ્યોનું વાદન સાથે સમગ્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે વેદપારાયણ પણ કરવામાં આવશે. આ તમામ પૂજાઓ સુરતમાં ભાગ્યે જ થતી હોય છે.

વડોદરા, કાશી અને નાશિકના પ્રખર વિદ્વાન પંડિતોના સાનિધ્યમાં ગણેશયાગ અને અન્ય પૂજન વિધી હાથ ધરવામાં આવશે. કુલ ૧૦૮ યુગલ આ યાગ માં બેસશે. મંગળવાર તા.25મી ડિસેમ્બર સવારથી પાલ સ્થિત અન્નપુર્ણા (સિધ્ધી વિનાયક ) મંદિર , પાલ ( આર.ટી. ઓ. ની બાજુ માં) કાર્યક્રમો શરૂ થશે.

સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે આ આયોજન મંદિર મેનેજમેન્ટ દ્વારા ઘણાં દિવસો પૂર્વેથી શરૂ કરી દેવાયું હતું. અનેક પ્રકારની તૈયારીઓ કરવાની હતી, આખરે આ મહાપૂજા સમાન ગણેશાર્ચનમ્ માટે અમે પૂર્વ સંધ્યાએ સજ્જ થઇ શક્યા છીએ. ગણેશ યાગમાં આમ તો 101 યુગલ બેસવાના હતા પરંતુ, ભક્તજનોની માગણીને પગલે 125થી વધુ યુગલ પૂજામાં બેસશે. તેમણે કહ્યું કે સુરત, તાપી, બારડોલી, નવસારી, વલસાડ, વાપી, વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ગણેશાર્ચનમ્ આયોજન અંગે ખાસ્સી ચર્ચા છે અને આવતીકાલે મંદિર પરીસરમાં વીસથી પચ્ચીસ હજાર ભક્તજનો અંગારકી ચૌથના પર્વે ભગવાન શ્રી ગણેશના દર્શનાર્થે તેમજ ગણેશયાગનો લાભ લેવા પધારશે એવી ગણતરી છે. તેમણે કહ્યું કે ભક્તજનોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તજનોએ સ્વયં સેવકોને અનુસરીવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

December 24, 2018
fo2-1280x853.jpg
1min11750

આમ તો સુરત અને સુરતીઓ ઉદાર સખાવતી ગણાય. સુરતમાં કહેવાય છે કે કોઇક સારા કામ-કાર્ય કરવા માટે ટહેલ નાંખે એટલે જોતજોતામાં કરોડો રૂપિયા ભેગા થઇ જાય. ખાણીપીણીના શોખીન સુરતીઓમાં હેલ્પિંગ હેન્ડસની ભાવના પણ ઉજાગર થતી જોવા મળે છે. આવા જ એક સુરતી યુવાન જીગર ટોપીવાલાએ પોતાની નાનકડી દિકરી વિહાની જીગર ટોપીવાલામાં નાનપણથી જ ઉદાર હાથે બીજાને કશુંક આપવાની પ્રેરણાના બી રોપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના અંદાજે 286 જેટલા વિદ્યાર્થીઓને ગીફ્ટસ વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે શહેરના દાનવીરોને મળી છે દાન કરવાની ચેલેન્જ અને એ ચેલેન્જનું નામ પણ રાખવામાં આવ્યું છે હેશટેગ વાઇરલ કર દો ખુશીયા…#KhushiyanViralKarDo

(વિહાની જીગર ટોપીવાળા નામની આ દિકરીમાં અત્યારથી જ ઉદારતા અને સમર્પણની ભાવના વિકસાવવા માટે તેના માતાપિતાએ નાતાલ પર્વને અનુલક્ષીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત રવિશંકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિહાનીના હસ્તે ગીફ્ટ વિતરણ કર્યું હતું.)

૨૪ ડિસેમ્બરના રોજ શહેરની શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા, ઉગત ના વિદ્યાર્થીઓ એ નાનકડા બાળ સાન્ટા કલોઝ સાથે નાતાલની ઉજાણી કરી હતી. વિદ્યાર્થીઓમાં ડાન્સ, ક્વિઝ અને તેમની ઉમર મુજબ ગિફ્ટ્સ, ચોકલેટસ તથા કેક આપી ભૂલકાઓના ચહેરા પર ખુશાલી મહેકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના અડાજણ સ્થિત ડિજીટલ મિડીયા માર્કેટિંગ ફર્મ ઓનલાઈન યુગ ના મેનેજમેન્ટએ આ ચેલેન્જ લઇને દાનવીર તરીકે જાણીતા સુરતીઓને એક નવી દિશા આપી છે.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પર્વે જીગર ટોપીવાળા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 286 જેટલા બાળકોને ગીફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો)

બાળપણથી નાના બાળકોમાં ઉદારતા અને સમર્પણની ભાવનાના બીજ રોપાય અને સમગ્ર જીવન દરમિયાન તેઓ તેનો વ્યાપ વધારે એવા પ્રયાસના ભાગરૂપે સુરત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પૂર્વ સંધ્યાએ ગીફ્ટ વિતરણ કરતા જૈવલ કુનાલ મારફતિયા)

દાન અને મદદની ભાવના રાખીને આગળ વધે એ જ આપણી સભ્યતા અને સંસ્કાર છે. આ વર્ષ ના અંત પેહલા એક નાનકડી પ્રતિજ્ઞા લઇને આપણા બાળકોને દાન કરતા શીખવીએ અને ગરીબ બાળકોની મદદ શરુ કરીએ. સોશ્યિલ મીડિયા પર લોકોને પ્રેરિત કરવા માટે #KhushiyanViralKarDo મુકી તમારા ફોટોસ શૅર કરો. સુરતના દરેક લોકો દાન કરે અને ખુશી ફેલાવામાં પોતાનું યોગદાન આપે, એ ઉદેશ્ય સાથે ચાલો અપને પણ આજે એક ચેલેન્જ લઈએ અને બીજા પાંચ લોકોને ચેલેન્જ લેવા પ્રેરિત કરીયે.

(વિહાની ટોપીવાળાની સખાવત સાથે શહેરમાં શરૂ થઇ ચેલેન્જ #KhushiyanViralKarDo)

દરેક ગરીબ બાળક ને પણ એ જ ઉજાણી અને મજાક મસ્તી નો હક છે જે આપણા બાળકો ને છે. ૨૦૧૯ ની શરૂઆત દરેક બાળક માટે યાદગાર બને એ માટે એક ખુશ ભવિષ્ય ની તરફ કદમ ઉઠાવીયે, ચાલો ખુશી વાયરલ કરીયે.

December 24, 2018
mal7.jpg
4min8290

આજના જમાનામાં એન.જી.ઓ. બનાવીને સમાજ સેવાની જાણે ફેશન ચાલી નીકળી છે. સમાજ સેવાના ક્ષેત્રમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક પ્રકાર એવો હોય છે જેમાં કેટલાક લોકો પબ્લિસિટી મેળવવા માટે જ સામાજિક સેવાના ક્ષેત્રમાં જોડાતા હોય છે અને બીજો પ્રકાર એવો હોય છે કે જેમાં લોકો ખરેખર ઉમદા સમાજ સેવા કોઇપણ જાતની પબ્લિસિટી વગર કર્યે રાખતા હોય છે. બીજા પ્રકારના લોકોને સી.આઇ.એ. ન્યુઝ પોર્ટલ પ્લેટફોર્મ આપે છે. અમે એવા લોકો, એવી સંસ્થાઓને શોધીને તેમની પ્રવૃતિને મહેક ચારે કોર પ્રસરાવવાનું કામ કરે છે.

આજે અહીં એવા જ એક ગ્રુપની વાત કરી રહ્યા છે. મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર એવી સંસ્થા છે જે સિનિયર સિટીઝન્સ (વયોવૃધ્ધ) માટે કાર્યરત છે. આ ગ્રુપ ડો.રમેશ ઠક્કરે 2010માં સ્થાપ્યું હતું. આ ગ્રુપમાં 11 જેટલા તબીબો જોડાયેલા છે.  મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે જોડાયેલા તબીબોમાં એક કોમન શોખ છે અને એ છે સંગીત. મ્યુઝિકની પેશન ધરાવતા આ તબીબો શહેરના સિનિયર સિટીઝન્સની મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ શબ્દ અમે આપ્યો છે, કહેવાનું તાત્પર્ય એ છે કે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સિનિયર સિટીઝન્સ માટે ઓડિટોરીયમમાં સંગીત સંધ્યા રાખે છે, અહીં સિનિયર સિટીઝન્સના તેમના ઠેકાણેથી બસમાં લાવીને તેમની સામે 11 તબીબો એક એકથી ચઢીયાતા ગીતો ગાય છે, મનોરંજન કરાવે છે, સંગીત સંધ્યા બાદ તેમને પ્રેમથી જમાડે છે અને ફરીથી તેમને તેમના મુકામ સુધી સહીસલામત પહોંચાડે છે. તાજેતરમાં આ જ પ્રકારે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હારના ડો.રમેશ ઠક્કર, ડો. યોગેશ કાંઠાવાલા અને ડો.મુકેશ વાઘેલા સમેત અન્યોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના ઓડિટોરીયમ ખાતે ખાસ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કર્યું હતું. સિનિયર સિટીઝન્સની આવી સેવા જો કોઇ કરતું હોય તો એ ફ્કત મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર છે.

(મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે યોજાયેલી સંગીત સંધ્યામાં શહેરના સિનિયર સિટીઝન્સને લઇ જવામાં આવી રહ્યા હતા એ પ્રસંગની તસ્વીર)

મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે 11 તબીબો જોડાયેલા હોવા ઉપરાંત 30 જેટલા મેમ્બર્સ પણ છે જેઓ કોઇપણ જાતની અપેક્ષા, સ્વાર્થ વગર સિનિયર સિટીઝન્સની દેખભાળ રાખે છે, સ્વૈચ્છીક બધી જ કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા શહેરના અંદાજે 1200 જેટલા સિનિયર સિટીઝન્સ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરીયમ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસ્વીરી ઝલક આ મુજબ છે.

 

 

The Statement of The Music group of Malhar Founder Member Dr.Ramesh Thakkar. ( Pediatrician )

I m founder member of my group, named ” Music group of Malhar ” ! The name was given by me. I have started this group ( as a founder members ) in 2010. This is small group of ( 11 ) doctors, having common, passion for music. The concept was generated in my mind (in 2010 ). Do some social services for the benefits of those section of society , who are socially deprived from their home – society and who are really in need of help-support . ( group of people from Old age home, poor Students from orphan center , poor Patients, and students from tribal area’s school ). What me and my group are doing…? As we all members are music lovers. So, we are doing once -twice large scale music concerts in big auditorium, usually after diwali. We ourselves are performing ( singing ) on stage with live orchestra. We invite people from old age home and from different senior citizens clubs for this live music program. We make arrangements of transport (of almost 20 plus buses ) for these all people. The group viewers( almost plus 1500) are there, to attend our program. Really, it’s worth to watch, how these old aged group of persons are enjoying in our program! ! ! It’s really great enjoyment for all of them. Prog is running for, almost 3 hrs plus. Afterwards, at the end of program, We all serving food ( dinner ) for all. After dinner, they will return to their place through buses. 30 Volunteers are working with my group, to help us this kind work. Charity should be start from our home. So, we individual( all my members ) contribute for this prog. And during program, we many times receiving donation from rich members of different seniors citizens clubs. Here, we ( me & my group) are using this donation for those, who are socially deprived from society, ( old age homes ) poor patients and poor students of tribal area’s school. So, in brief, my self and members of my group are doing such social activities, through music platform. Sometimes, we are receiving invitation for music program out of Surat also. Small scale music program are running every 3 – 4 months at local (surat ) level round the year. Regards ! Dr.Ramesh Thakkar. ( Pediatrician )

December 24, 2018
CIA_Live_Logo_New2.jpg
1min6370

ગુજરાત સહિત સમગ્ર દેશની યુનિવર્સિટીઓ અને સાથે જોડાયેલી કૉલેજોમાં છેલ્લા આઠ માસથી અધ્યાપકોની ભરતી પર પ્રતિબંધના કારણે કૉલેજો અને યુનિવર્સિટીઓમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ વડા પ્રધાન અને માનવ સંસાધન મંત્રાલયને પત્ર લખીને ભરતી પરથી પ્રતિબંધ દૂર કરવાની માગણી કરતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો ઉચ્ચ શિક્ષણમાં અરાજકતાની સ્થિતિ ઊભી થશે.

  • અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી
  • આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થવાની શક્યતાઓ હતી
  • યુજીસીએ આ નિર્ણય રિફરબેક કરવાના પ્રત્યાઘાત સ્વરૂપે સમૂળગો જ પ્રતિબંધ લાદી દીધો હતો

યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના સત્તાવાળાઓ દ્વારા 2018-19ના ચાલુ વર્ષમાં અધ્યાપકોની ભરતી માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી. આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થાય તેવી સ્થિતિના કારણે યુનિવર્સિટીના સેનેટ સભ્યે માનવ સંસાધન પ્રધાન અને એસટી કલ્યાણ વિભાગના ચેરમેનને આ મુદ્દે રજૂઆત કરતા વિભાગ દ્વારા તાકિદે આ પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણયની સાથે દેશભરમાં અધ્યાપકોની ભરતી માટેની પ્રક્રિયા પણ સ્થગિત કરવાનો આદેશ કરાયો હતો. આ નિર્ણયને આઠ માસનો સમય પસાર થઈ ગયો છે પણ અત્યાર સુધી આ મુદ્દે કોઈ નિર્ણય કરવામાં ન આવતા યુનિવર્સિટીમાં અને કૉલેજોમાં શૈક્ષણિક ભરતી થઈ શકતી નથી.

December 24, 2018
in1.jpg
1min7630

જ્વાળામુખી ફાટતા ઊંચા મોજાં ઊછળ્યાં: ૮૪૩ ઘાયલ, ૨૮ લાપતા

ઇન્ડોનેશિયાના કેરિટા ટાપુ પર જ્વાળામુખી ફાટવાની સાથે સુનામી આવતા સુંદા સામુદ્રધુનીની આસપાસના કાંઠાના વિસ્તારમાં અંદાજે ૨૨૨ લોકો માર્યા ગયા હતા. સપ્તાહના અંતે દરિયાકિનારે સેંકડો લોકો રજા માણી રહ્યા હતા ત્યારે આવેલા સુનામીમાં અનેક ઘર અને હૉટેલ નાશ પામ્યા હતા.

ડિઝાસ્ટર મૅનૅજમૅન્ટ ઍજન્સીએ જણાવ્યું હતું કે શનિવારે તા.22 ડિસેમ્બર 2018ની રાતે ૯.૨૭ વાગ્યે આવેલા સુનામીમાં ૮૪૩થી વધુ લોકો ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા ૨૮ જણ લાપતા છે.

ક્રાકાટાઉ જ્વાળામુખી દ્વારા નજીકમાં જ રચાયેલા જ્વાળામુખીવાળા ટાપુ અનાક ક્રાકાટોઆ ખાતે દરિયામાં ભેખડો ધસી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. પૂનમને લીધે દરિયામાં રાતે ભરતી પણ હતી. સોશિયલ મીડિયા પર મુકાયેલા ફૂટૅજ મુજબ એક સ્થાનિક વિદ્યુત કંપનીના

કર્મચારીઓ માટે દરિયાકાંઠે તંબુમાં ‘સૅવનટીન’ નામનું પૉપ બૅન્ડ કાર્યક્રમ આપી રહ્યું હતું, મંચ પર ફ્લૅશ લાઇટ હતી, એક બાળક ટોળાની વચ્ચે ફરતું હતું, દરિયાકાંઠે સફેદ કાપડ સાથેના ટૅબલ ગોઠવ્યા હતા, બીજા ગીતની શરૂઆત થઇ હતી, ડ્રમરે ડ્રમ વગાડવાનો પ્રારંભ કર્યો હતો ત્યારે સુનામી આવતા મંચ પરના બધા લોકો સંગીતના સાધનો દર્શકો પર ફેંકીને નાસી ગયા હતા.

બૅન્ડે નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા બાસ પ્લૅયર અને રૉડ મૅનૅજર મૃતાવસ્થામાં મળ્યા હતા, જ્યારે બૅન્ડના અન્ય ત્રણ સભ્ય અને એક કલાકારની પત્ની લાપતા છે.

દરિયાના મોજાં બહુ જ ઊંચે સુધી ઊછળ્યાં હતાં અને દરિયાકાંઠા પરના અનેક લોકોને ખેંચીને લઇ ગયા હતા.

નાતાલની રજા માણવા અહીંના દરિયાકિનારે આવેલા અનેક પર્યટક પણ મોતને ભેટ્યા હતા.

ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડે જણાવ્યું હતું કે અમારા કોઇ નાગરિક મૃત્યુ પામ્યા હોવાની હજી માહિતી નથી મળી, પરંતુ અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

નોર્વેના એક પર્યટકે ફૅસબુક પર લખ્યું હતું કે સુનામીના મોજાં કાંઠાના ૧૫થી ૨૦ મીટર સુધીના વિસ્તારમાં આવ્યા હોવાથી મારે જીવ બચાવવા દોડવું પડ્યું હતું. હું જ્વાળામુખીના ફૉટા પાડતો હતો ત્યારે અચાનક મોટું મોજું મારા ભણી ધસી આવ્યું હતું. હું જે હૉટેલમાં રહેતો હતો તે વિસ્તાર સુધી બીજું મોજું આવ્યું હતું. હું મારા પરિવારની સાથે જંગલના માર્ગે અને ગામડાંમાં થઇને સલામતસ્થળે પહોંચ્યો હતો અને ત્યાં સ્થાનિક લોકોએ અમારું ધ્યાન રાખ્યું હતું.

જાવામાં બાન્ટેન પ્રાંતના પાંડેગ્લાંગ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું હતું. આ પ્રદેશમાં ઉગુંગ કુલોન રાષ્ટ્રીય ઉદ્યાન અને લોકપ્રિય દરિયાકાંઠા છે.

દક્ષિણ સુમાત્રાના બંદર લમ્પુંગ શહેરમાં સેંકડો લોકોએ સરકારી કચેરીમાં આશ્રય લીધો હતો.

સુંદા સામુદ્રધુનીમાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી આવેલો છે. આ સામુદ્રધુની હિંદ મહાસાગર અને જાવાના સમુદ્રને જોડે છે. આ જ્વાળામુખી સુનામીની અંદાજે ૨૪ મિનિટ પહેલાં ફાટ્યો હતો.

રાજધાની જાકાર્તાના વાયવ્યમાં અંદાજે ૨૦૦ કિલોમીટર દૂર આવેલો આ જ્વાળામુખી ૩૦૫ મીટર ઊંચો છે અને તેમાંથી જૂનથી લાવા નીકળી રહ્યો છે.

સુનામીને લીધે ૪૩૦ ઘર, ૯ હૉટેલ, ૧૦ જહાજને ભારે નુકસાન પહોંચ્યું હતું. અનેક રસ્તા પર ઊંધા વળી ગયેલા વાહન જોવા મળતા હતા.

અગાઉ, ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી અને સુનામીને લીધે જાનમાલની ભારે હાનિ થઇ હતી.

સુનામી લાવનારો જ્વાળામુખી ૯૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો

ઇન્ડોનેશિયામાં શનિવારે રાતે સુનામી લાવનારો જ્વાળામુખી અનાક ક્રાકાટોઆ મૂળ ક્રાકાટોઆમાંથી ૯૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો અને તે ગયા જૂનથી અંશત: સક્રિય છે. જ્વાળામુખીવાળા ટાપુ ક્રાકાટોઆ પર

૧૮૮૩થી જ્વાળામુખી ફાટી રહ્યા છે અને અનાક ક્રાકાટોઓ ૧૯૨૮માં એટલે કે આજથી ૯૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો અને લાવાને લીધે તે જ્વાળામુખીનો નાનો ટાપુ જ બની ગયો છે. તે દરિયાની જળસપાટીથી અંદાજે ૩૦૦ મીટર (૧,૦૦૦ ફૂટ) ઊંચો છે. અનાકા ક્રાકાટોઆ

તૈયાર થયા બાદ દર બેથી ત્રણ વર્ષે ફાટે છે. જ્વાળામુખી ફાટે ત્યારે દરિયામાં પણ ભેખડો ધસી પડે છે અથવા ધરતીકંપ થાય છે અને તેને લીધે સુનામી પણ આવી શકે છે.

જ્વાળામુખીવાળા આ ટાપુ પર કોઇ નથી રહેતું, પરંતુ પર્યટકો અને જ્વાળામુખીના અભ્યાસાર્થીઓ તેની આસપાસ જાય છે.

મૂળ ક્રાકાટોઆ ૧૮૮૩ની ૨૭મી ઑગસ્ટે ફાટ્યો હતો અને ૨૦ કિલોમીટરથી વધુ વિસ્તારમાં રાખ ફેલાઇ હતી. આ જ્વાળામુખી ફાટવાનો અવાજ ઑસ્ટ્રેલિયા અને મોરિશિયસ સુધી સંભળાયો હોવાનું પણ કહેવાય છે.

સુનામીને લીધે અગાઉ ૩૬,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને મોટા પાયે જાનમાલની હાનિ થઇ હતી. પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઑફ ફાયર’ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા દેશોમાં ૧૩૦ સક્રિય જ્વાળામુખી છે.

December 24, 2018
mainved.jpg
1min17880

સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.

  • જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
  • દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
  • ૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી

પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.

બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.

December 24, 2018
utu_logo-1280x1380.png
1min17390

સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા કેમ્પસમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીનો 6ઠ્ઠો વાર્ષિક પદવીદાન સમારોહ તા.23મી ડિસેમ્બર 2018ના રોજ યુનિવર્સિટી સંકુલમાં શાનદાર રીતે સંપન્ન થયો હતો. માલિબા કેમ્પસમાં ચાલતી વિવિધ ફેકલ્ટીઓની કોલેજોના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર સાથે દિક્ષા આપીને વ્યવહારુ દુનિયામાં પ્રવેશ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(6th Convocation of Uka Tarsadia University)

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 6ઠ્ઠા વાર્ષિક પદવીદાન સમારોહના અધ્યક્ષ પદે સંસ્થાના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના કમિશનર શ્રી ડો.હેમંતભાઇ જી. કોશીયા, શ્રી બળદેવભાઇ ઠાકોર અને શ્રી નારણભાઇ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પદવીઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની તેમના માતા-પિતા, પરિવારજનો, ફ્રેન્ડ્સ તેમજ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(Anthem of UTU)

Value based Education at Uka Tarsadia University

Posted by Uka Tarsadia University -Maliba Campus on Thursday, 18 December 2014

(Uka Tarsadia Univeristy Convocation held at the Maliba Campus on 23-12-2018)

 

 

December 24, 2018
ankur_logo.png
4min21440

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના હીરાબાગ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળાના મિત્તલ બી. પરડવા અને તેમની ટીમે પ્રાઇમરી શિક્ષણથી જ બાળકોને પુસ્તકના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની તાલિમ આપવાનું શરુ કર્યું છે અને આ તાલિમ ગઇ તા.22-23 ડિસેમ્બર 2018ના રોજ શાળામાં યોજાયેલા નોલેજ કાર્નિવલના સ્વરૂપમાં ચરિતાર્થ થયેલી દેખાઇ આવી હતી. નોલેજ કાર્નિવલમાં હીરાબાગની અંકુર વિદ્યાવિહારના બાળકોએ પુસ્તકોમાં રહેલી કલ્પનાઓને તેમના વાલીઓ, શાળાની આસપાસના રહેવાસીઓને વાસ્તવિક કરી દેખાડી હતી.

વરાછા રોડ પર હીરાબાગ સર્કલ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળામાં ગઇ તા.22-23 ડિસેમ્બ દરમિયાન નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળભવનથી શરૂ કરીને ધો.12 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહેવાસીઓ વગેરેએ ફુડ ઝોનની પણ મજા માણી હતી.

દરમિયાન સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ પણ નોલેજ કાર્નિવલની મુલાકાત લીધી હતી.

હીરાબાગ સ્થિત અંકુર વિદ્યાવિહાર શાળાના નોલેજ કાર્નિવલનું ઉદઘાટન મધુવન ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક શ્રી ભૂપતભાઇ સુખડીયાએ કર્યું હતું.  શનિ અને રવિવાર દરમિયાન શાળાના બે હજાર વાલીઓ ઉપરાંત શાળાની આસપાસ રહેતા અંદાજે 1500 લોકોએ અંકુર વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓના અદભૂત પ્રયોગ નોલેજ કાર્નિવલની મુલાકાત લઇને બાળકોના પ્રયાસને બિરદાવ્યો હતો.

વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત નોલેજ કાર્નિવલ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ભણતરને મનોરંજક સ્વરૂપે દર્શાવ્યુ હતું અને પોતાની અદ્ભૂત કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત શિક્ષકોએ પણ આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અંકુર વિદ્યાવિહાર ખાતે યોજાયેલા નોલેજ કાર્નિવલની તસ્વીરી ઝલક

 
December 23, 2018
gseb-1280x720.jpg
1min7170

લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી આ વખતે સરકાર દ્વારા પ્રથમવાર ધોરણ.10 અને ધોરણ. 12ની બોર્ડની પરીક્ષાનું સમગ્ર મોનિટરિંગ મુખ્ય પ્રધાનના કાર્યાલય (Chief Minister Office) થી થશે અને આત્યારથી જ બોર્ડની પરીક્ષાને લઈને રોજેરોજ સી.એમ કાર્યાલયમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના માટે દરરોજ રાજ્યના પાંચ પાંચ ડીઈઓને ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં બોલાવી બિલ્ડિંગ અને બ્લોક વાઈઝ એનાલિસીસ કરવામાં આવી રહ્યુ છે.

આગામી તા.7મી માર્ચથી ધોરણ.10 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સના અંદાજે 19 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થશે. દર વર્ષે બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા માટે રાજ્યના તમામ ડીઈઓની એક સાથે ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે માત્ર પાંચ પાંચ ડીઈઓને બોલાવી એકદમ ઝીણવટ પૂર્વક માહિતી એકઠી કરવામાં આવી રહી છે. બોર્ડની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર કેન્દ્ર પરથી લીક થતું હોય છે. જેથી આવાં સંવેદનશીલ કેન્દ્રો પર વધુ બંદોબસ્ત ગોઠવવો કે પછી આવાં કેન્દ્રો રદ કરવા વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં જ યોજાએલી લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા આખી પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.