CIA ALERT

Alert Archives - Page 422 of 519 - CIA Live

January 21, 2019
vbi.jpg
1min7120
  • કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં

  • 21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના

  • શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516

  • પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548

  • મિનરલ સેક્ટરમાં 977

  • એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197

  • પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા

નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કુલ 28,360 સમજૂતિપત્રો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે 21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જોકે તેમણે આ એમઓયુ દ્વારા રાજ્યમાં કેટલું રોકાણ આવશે તેનો કોઈ આંકડો આપ્યો ન હતો.

કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા. શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516, પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548, મિનરલ સેક્ટરમાં 977, એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197, પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા હતા.

સમિટમાં કુલ 135 દેશોના 42,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કુલ 1,05,000 રજિસ્ટ્રેશન થયા હતા. સમિટમાં 30 દેશોના રાજદૂતો, સાત વડાપ્રધાનોએ ભાગ લીધો હતો. આ વખતે 15 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા હતા. 1,140 બીટુજી અને 2,458 બીટુબી મિટિંગ થઈ હતી. ટ્રેડ શોમાં કુલ 1,200 સ્ટોલ હતા અને તેમાં ₹15,000 કરોડના એમઓયુ થયા હતા.

ત્રણ દિવસની સમિટના સમાપન સત્રમાં બોલતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હોવાથી આ ઇવેન્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થયું છે. ગુજરાત વિશ્વ માટે પ્રવેશદ્વાર બન્યું છે અને દરેક માટે આદર્શ પ્લેટફોર્મ સાબિત થયું છે. આ સમિટ માત્ર બિઝનેસ અને ટ્રેડ પૂરતી મર્યાદિત ન રહેતાં સામાજિક ઉદ્ધાર માટેનું મંચ બની છે.”

2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનો નિર્ણય લીધા પછી ગુજરાત રોકાણ માટેનું પસંદગીનું ડેસ્ટિનેશન બન્યું છે. 2003ની પ્રથમ સમિટમાં બહુ બિઝનેસ હાઉસે ભાગ નહોતો લીધો. 9મી સમિટમાં વડાપ્રધાનનું વિઝન સંપૂર્ણપણે સાકાર થયું છે.

આ ઇવેન્ટ નોલેજ શેરિંગ અને નેટવર્કિંગ માટે પણ આદર્શ પ્લેટફોર્મ બની ગયું છે. તેમણે દાવો કર્યો હતો કે આ સમિટે એમએસએમઇ પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે મંચ પૂરો પાડ્યો છે.

સમિટની સમાપ્તિ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા.

January 19, 2019
ragha1-1280x926.jpg
1min10810
  • જેઇઇ પેપર-1 2019માં સુરતના રાઘવ સોમાણીએ કુલ 99.99 પર્સન્ટાઇલ માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે
  • સુરતમાં જીએસટી અધિકારીનો દિકરો છે રાઘવ સોમાણી
  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવએ આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે

(Raghav Somani, Jee Main Gujarat Topper & Student of Aakash Institute)

સુરતમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીનો દિકરો રાઘવ સોમાણી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણમાં છવાય જવા પામ્યો છે. સુરતમાં ઉછરીને મોટા થયેલા રાઘવ સોમાણીએ ચાલુ મહિનામાં જ લેવાયેલી ઇજનેરી માટેની નેશનલ ટેસ્ટ જેઇઇ પેપર-1માં સમગ્ર ગુજરાતમાં નંબર વન હાંસલ કર્યો છે.

  • ધો.10માં મહેશ્વરી વિદ્યાપીઠમાં 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા રાઘવ સોમાણીએ
  • આશ્ચર્યજનક રીતે ધો.11-12 સાયન્સમાં કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવએ

રાઘવ સોમાણી માટે કહેવાય છે કે ધો.10 સુધી એ સુરતની મહેશ્વરી સ્કુલમાંથી ભણ્યો હતો.  ધો.10માં રાઘવ સોમાણીએ 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા. આટલા સીજીપીએ મેળવ્યા પછી પણ રાઘવ સોમાણીએ એવી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો કે જ્યાં રાઘવને ભણવા માટે વધુ સમય મળી શકે એટલે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવ એ એવું તેમના પિતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ધો.11-12 સાયન્સમાં ભણવા માટે વધુ સમય મળી શકે તે માટે કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે જ્યારે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં રાઘવ સોમાણીની ચર્ચા સર્વત્ર થતી હતી ત્યારે ડીવાઇન ચાઇલ્ડ સ્કુલના સંચાલકો સાવ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણી જેઇઇ મેઇન જેવી અઘરી પરીક્ષામાં ગુજરાત ટોપર આવ્યો છે. આવું સ્વભાવિક છે કેમકે અગાઉ ડીવાઇન સ્કુલનું નામ ટોપર લિસ્ટમાં ભાગ્યે જ આવ્યું છે. આજે જ્યારે પરીણામ જાહેર થયું ત્યારે પણ રાઘવ સોમાણી આકાશ મજૂરાગેટ ખાતે જ હતો.

  • આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ડીવાઇન ચાઇલ્ડ સ્કુલનું નામ ચર્ચાતું હતું ત્યારે તેના સંચાલકો જ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ જેઇઇ મેઇન પેપર-1 જેવી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં સૌથી પહેલો ક્રમ મેળવ્યો છે.

ખેર વાત કરીએ રાઘવ સોમાણીની. જેઇઇ મેઇન પેપર-1માં ગુજરાત ટોપર આવેલા રાઘવ સોમાણીએ જણાવ્યું કે તે મુંબઇ આઇ.આઇ.ટી.માં કમ્પ્યૂટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક છે અને તેણે મજૂરા ગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ ક્લાસીસમાં ધો.9થી જ પ્રવેશ મેળવી લીધો હતો. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાઘવ સોમાણીની અદ્વિતિય સિદ્ધિમાં આકાશનો જ સિંહફાળો રહ્યો છે પરંતુ, ખેલદિલ રાઘવ સોમાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સિદ્ધિ માટે ક્રેડિટ કોને આપશો ત્યારે તેણે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને આકાશ બન્નેને શ્રેય આપ્યો હતો.

ફરીથી આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

જેઇઇ મેઇન પેપર-1 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવ સોમાણીને પત્રકારો સમક્ષ રજૂ કરનાર સુરતના મજૂરાગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જણાવ્યું હતું કે ફરીથી તેમના વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન જેવી પરીક્ષામાં ઝળકી ઉઠ્યા છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના અનેક વિદ્યાર્થીઓએ 97થી 99 પર્સન્ટાઇલ વચ્ચે માર્કસ મેળવ્યા છે.

January 19, 2019
result.png
1min11390

ચાલુ જાન્યુઆરી 2019 માસમાં જ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પહેલી વખત લેવામાં આવેલી દેશની સત્તાવાર ઇજનેરી પ્રવેશ પરીક્ષા JEE Main પેપર-1 પરીક્ષાનું પરીણામ આજે આશ્ચર્યજનક રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ચૌતરફા રીતે મળી રહેલા પરીણામોના અહેવાલો મુજબ ગુજરાતી વિદ્યાર્થીઓનું પરીણામ અત્યંત નીચું અને કંગાળ રહ્યું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ એવી ફરીયાદો કરી હતી કે પહેલી વખત ઓનલાઇન પરીક્ષા આપવામાં જવાબનો વિકલ્પ પસંદ કરવામાં ગોથું ખાતા જવાબો ખોટા પડ્યા હતા અને તેને કારણે કમાયેલા માર્કમાંથી કપાત થતાં માર્કસ ઓછા આવ્યા છે.

  • 100 સ્કોર લાવનારા દેશના 15 વિદ્યાર્થીઓમાં એકેય ગુજરાતી નહીં

  • ગુજરાત ટોપર રાઘવ સોમાણીના 99.99 પર્સન્ટાઇલ

  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019નું પરીણામ આ મુજબની વેબસાઇટ પરથી જાણી શકાશે.

https://jeemain.nic.in/webinfo/Public/Home.aspx

 

January 19, 2019
hacked.jpg
2min11540

દુનિયાભરમાંથી 77,29,04,991 ઇમેલ I’d. હેક થયા છે. રકમ વાંચવામાં તકલીફ પડતી હોય તો દેશી ભાષામાં લખીએ છીએ કે દુનિયાભરમાંથી કુલ 77 કરોડ 29 લાખ 4 હજાર 991 ઇમેઇ આઇ.ડી. હેક થયા છે. આની સાથે 21,222,975 જેટલા યુનિક પાસવર્ડ પણ હેકર્સે હેક કરી લીધા છે. ઘણાં લોકો માટે એક ઇમેઇલ આઇ.ડી. એટલે કોઇ કિંમત નથી પણ ઘણાં લોકો માટે ઇમેઇલ આઇડી એટલે બેંક અકાઉન્ટ કરતા પણ વધુ કિંમતી છે અને ઘણાં લોકોએ પોતાની પ્રાઇવેટ માહિતીઓ, પ્રાઇવેટ ફોટા, પ્રાઇવેટ વિડીયો પેન ડ્રાઇવ કે હાર્ડ ડિસ્ક જેવી ફિઝિકલ સ્ટોરેજ વસ્તુઓમાં સંગ્રહિત કરવાને બદલે ઇમેઇલમાં મૂકી રાખ્યા છે. જો આવા લોકોના ઇમેઇલ આઇડી હેક થયા હોય તો તેમના માટે કદાચ જીવન મરણનો પણ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે.

77 કરોડ ઇમેઇ આઇ.ડી. હેક કરીને હેકર્સે સમગ્ર વિશ્વમાં મોટું તોફાન મચાવ્યું છે હવે તેઓ ઇમેઇલમાં સંગ્રહિત કિંમતી માહિતીઓનો ઉપયોગ કરીને રૂપિયા બનાવશે, લોકોને બ્લેક મેઇલ કરશે, લોકોને ઉઘાડા પણ પાડશે.

આવી સ્થિતિમાં સી.આઇ.એ. લાઇવએ પોતાના વાચકો માટે એક ઉપયોગી લિંક અહીં મૂકી છે. તમે ખુદ ચેક કરી શકો છો કો તમારુ ઇમેઇલ આઇ.ડી. હેક થયું છે કે સલામત છે. લિંકને ફોલો કરશો એટલે પાંચથી 10 સેકન્ડમાં વેબસાઇટ દર્શાવશે કે તમારુ ઇમેઇલ આઇડી હેક થયું છે કે નથી થયું.

સંશોધકોએ એક ઇન્ટીગ્રેટેડ ડેટા બેઝ તૈયાર કર્યો છે અને તેનું નામ જ છે હેવ આઇ બીન પૉન્ડ…

  • તમારુ આઇ.ડી. હેક થયું છે કે નહીં તે જાણવા માટે આ મુજબની પદ્ધતિ અનુસરો

  • આ માટે આ વેબસાઇટ પર લોગ ઇન કરો.

  • https://haveibeenpwned.com

  • પહેલા વેરીફાઇ કરશે કે યુઝર રોબોટ તો નથી ને..

  • બીજા સ્ટેપમાં તમારું ઇમેઇલ આઇડી માંગશે એ લખ્યા બાદ લિંક પર ક્લીક કરશો એટલે 5 સેકન્ડમાં રિઝલ્ટ આવશે કે તમારું ઇમેલ હેક થયું છે કે નથી થયું.

The researcher has integrated the database on the website ‘Have I been Pwned’ (https://haveibeenpwned.com). You can easily check if your email ID was part of hacked email IDs list, by just entering your email ID in the dialog box.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ ડિસ્પ્લે થાય તો સમજી જજો કે તમારું મેઇલ આઇ.ડી. હેક છે

જો તમારુ ઇમેઇલ આઇડી હેકિંગ લિસ્ટમાં હોય તો તમને સલાહ છે કે તાત્કાલિક અસરથી ડેસ્કટોપ કે લેપ્ટોપ પરથી મેઇલ લોગઇન કરીને પાસવર્ડ બદલી નાંખજો

તમારો પાસવર્ડ હેક થયો છે કે કેમ તે કેવી રીતે જાણશો

પાસવર્ડ હેક થયો છે કે કેમ એ જાણવા માટે https://haveibeenpwned.com/passwords પર લોગઇન થાવ.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ આવશે તો સમજી જજો કે તમારો યુનિક પાસવર્ડ હેક થઇ ચૂક્યો છે.

જો પાસવર્ડ હેકિંગ લિસ્ટમાં હોય તો તેને બદલવું થોડું અટપટું કામ થઇ જશે.

January 19, 2019
PHOTO-WITH-MODI.jpg
1min12940

ગાંધીનગરમાં ચાલી રહેલી ગ્લોબલ સમિટમાં ટેક્નોલોજીની મદદથી વડા પ્રધાન મોદી સાથે પોતાનો ફોટો જોડવા માટે લાંબી કતારો લાગી રહી છે

  • મોદી સાથેનો ફોટો પડાવતા લોકોએ આપેલા કારણો હેરત પમાડે તેવા છે
  • મોદી સાથેનો ફોટો એટલે વટ પડે, સોશ્યલ મિડીયામાં મૂકીશ
  • રેસ્ટોરેન્ટમાં મફતીયા સરકારી મહેમાનોને બંધ કરવા ફોટો મૂકી દઇશ
  • મોદી સાથે ફોટો હોવાને ગર્વ માનું છું
  • મોદીથી મોટી કોઇ બ્રાન્ડ છે, તો તેની સાથે ફોટો પડાવીશ
વાઈબ્રન્ટ સમિટઃમોદી સાથે પર્સનલી ફોટો પડાવવો છે, તો પહોંચી જાઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં
ટેક્નોલોજી દ્વારા પોતાનો ફોટો પીએમ મોદી સાથે જોડીને પ્રિન્ટ મેળવવા માટે મોટી કતારો લાગી રહી છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો કેટલી મોટી સંખ્યામાં છે અને તેમની સાથેના ફોટો માત્રથી સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ કેટલા માપમાં રહે છે તેની પ્રતીતિ કરવી હોય તો પહોંચી જાવ ગાંધીનગર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં. અહીં ત્રણ એવા સ્ટોલ-બૂથ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ટેકનોલોજીની મદદથી નરેન્દ્ર મોદી સાથે જે તે વ્યક્તિનો ફોટો જોડીને પ્રિન્ટ આપવામાં આવે છે. આ પ્રકારે ફોટો મેળવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત 2019 શરૂ થયું ત્યારથી એમ.આઇ.ટી.ના સ્ટોલ પર કતારો લાગી રહી છે. ઉપરોક્ત તસ્વીરમાં એ જોઇ શકાય છે.

આમ સામાન્ય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પર્સનલી ફોટો પડાવવો એ કંઇ ખાવાના ખેલ નથી. અને મોદી સાહેબનો મૂડ હોય તો આ શક્ય બને અન્યથા દિલ્હીના 50 ફેરા લાગી જાય પણ નરેન્દ્ર મોદી સાથે પર્સનલી ફોટો ન પણ પડે. પરંતુ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં એમ.આઇ.ટી.નામના એક સ્ટોલ પર મોદી સાથે જે તે વ્યક્તિનો ફોટો મૂકીને પ્રિન્ટ આપવામાં આવે છે. મોદી સાથે ફોટોની આ પ્રોડક્ટ ગરમાગરમ ભજીયાની જેમ વેચાઇ રહી છે. દેશી અને વિદેશી બન્ને લોકો એમઆઇટીના સ્ટોલ પર મોદી સાથે પોતાનો ફોટો જોડી દેવા માટે લાઇનો લગાડી રહ્યા છે.

ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર સંકુલમાં ત્રણ બૂથ ઊભાં કરવામાં આવ્યાં છે જ્યાં નરેન્દ્ર મોદી ન હોવા છતાં ટેક્નૉલૉજીની મદદથી જાણે કે તમે નરેન્દ્ર મોદી સાથે ઑફિસમાં ઊભા રહીને ફોટો પડાવતા હોય એમ ફોટો બનાવી આપવામાં આવે છે. આ બૂથો પર નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા લાઇનો લાગી હતી. મહિલાઓ અને વિદેશી મહેમાનો પણ નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા લાઇનમાં ઊભાં હતાં.

નરેન્દ્ર મોદીના ચાહકોએ જે મંતવ્યો આપ્યા એ પણ હેરત પમાડે તેવી છે, એક ચાહકે કહ્યું કે ‘તેઓ અમારા માનીતા નેતા છે. તેમની સાથે ફોટો પડાવવો એ અમારા માટે ગર્વની વાત છે. તેમના માટે અમને માન છે.’ એક ચાહકે કહ્યું કે તે રેસ્ટોરેન્ટના બિઝનેસમાં છે, પોલીસથી લઇને સરકારી ખાતાઓના એટલા બધા અધિકારી કર્મચારીઓ આવીને દમ મારીને મફતમાં નાસ્તો પાણી કરી જાય છે, કેટલાક પાર્સલ મંગાવે છે, મારા એક મિત્રએ કહ્યું કે મોદીનો ફોટો રાખ એટલે મોટા ભાગના મફતિયા બંધ થઇ જશે. હું મોદીનો ફોટો મૂકવાનું વિચારતો હતો ત્યાં વાઇબ્રન્ટમાં ફરતા ફરતા આ સ્ટોલ મળી આવ્યો હવે આ ફોટો જ કાઉન્ટર પર મૂકી દઇશ.

એક ચાહકે કહ્યું કે મોદી સાથેનો ફોટો એટલે વટ પડી જાય. હું સોશ્યલ મિડીયામાં મૂકીશ.

January 19, 2019
buddh-1280x960.jpg
1min5450

સુરતમાં ધર્મ પરિવર્તન માટે 500થી વધુ વ્યક્તિઓએ પાંચ વર્ષ પહેલા કલેકટરને અરજી કરી હતી કે બાદ્વધર્મ અંગિકાર કરવા માટેની મંજૂરી આપો   આ ધર્મ પરિવર્તન માટે આખરે પાંચ વર્ષ બાદ સરકારે 432 વ્યક્તિઓને બૌદ્ધધર્મ અંગિકાર કરવાની મંજૂરી આપી છે. જે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત ધર્મ પરિવર્તનની ઘટના બનશે.

આજરોજ તા.19 જાન્યુઆરીને શનિવારે સવારે  સુરત શહેરના ગોડાદરા ખાતે આવેલા મંગલ પાંડે કોમ્યુનિટી હોલ  ખાતે બૌદ્ધધર્મ દિક્ષા અંગિકાર કરવાનો સમારોહ અનેક લોકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં 430 વ્યકિતઓ બૌદ્ધધર્મ અપનાવ્યો હતો.  સુરતમાં પ્રથમ વખત આ પ્રકારનો સમારોહ યોજાયો હોઇ, સમગ્ર દેશ દુનિયામાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

બૌદ્ધધર્મ દીક્ષા અંગિકાર સમિતિના સુરતના કન્વીનર એડવોકેટ પરીક્ષિત રાઠોડએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરવા કાયદાની લાંબી પ્રકિયા પૂર્ણ કરાયા બાદ સુરત જિલ્લા કલેકટર તરફથી ધર્મ પરિવર્તનની મંજૂરી પ્રાપ્ત થઇ છે. જે અંગેના પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરાયું છે.

January 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5260

કોસ્ટલ ટુરિઝમના વિકાસ માટે 1 હજાર કરોડના કરાર : દ્વારકામાં 250 કરોડના ખર્ચે 3 વર્ષમાં કામ પુરૂ કરાશે

ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં પ્રથમ દિવસે જ ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં ટુરીઝમ ક્ષેત્રે બમ્પર વિકાસની શક્યતા જોતાં મહાત્વાકાંણી પ્રોજેક્ટ સાથે મેગા પ્રોજેક્ટસની જાહેરાતો કરવામાં આવી છે.

જેમાં શીપીંગ ક્ષેત્રે જાણીતી કંપની જે.એમ.બક્ષીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના મુખ્ય ટુરીઝમ તેમજ બંદરના વિકાસલક્ષી સ્થળો સૌરાષ્ટ્રના યાત્રાધામ દ્વારકા, પોરબંદર તેમજ વેરાવળ અને કચ્છમાં માંડવી બંદર મળી કુલ ચાર જગ્યાએ ક્રુલ ટર્મીનલો વિકસાવવા અંગે કરારો કર્યા છે.

ગુજરાત સરકારના અધિકારીઓએ આ ક્રુઝ ટર્મીનલોના નિર્મા અંગે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી સૌરાષ્ટ્ર કચ્છમાં ચાર બંદર તથા યાત્રાધામો ખાતે ક્રુઝ ટર્મીનલો અંદાજીત રૂપિયા એક હજાર કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં સમયગાળામાં દ્વારકા ખાતેનું ક્રુઝ ટર્મીનલ કાર્યરત થાય તેવી સંભાવનાઓ છે. આ સાથે ગુજરાતના યાત્રાધામો તથા બંદરો પર ક્રુઝ ટર્મીનલો બનતાં અહીંના ટુરીઝમ ઉદ્યોગને બમ્પર બુસ્ટઅપ મળે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે. અને દ્વારકામાં આગામી ત્રણ વર્ષમાં ક્રુઝ ટર્મીનલના આયોજનથી દ્વારકા સહિતના સ્થળોએ હોટેલ પણ જેટ ગતિએ વિકાસ પામશે તેવી સંભાવનાઓ જણાઇ રહી છે.

January 19, 2019
maha_canteen1-1.jpg
1min5190

મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિનમાં વેઇટરની 13 ખાલી પડેલી જગ્યાએ નોકરી માટે 7,000 ઉમેદવારોએ અરજી કરી છે અને.તેમાં મોટા ભાગના અરજદાર ગ્રેજ્યુએટ ડિગ્રી ધારક છે. રાજ્યમાં યુવાનો પાસે નોકરી નથી અથવા જેમની પાસે નોકરી છે તેઓ તેનાથી સંતુષ્ટ નથી એવી ચર્ચાઓ કરતા એવી ચર્ચાઓને વ્યાપક સ્થાન મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિન એવી જગ્યા છે જ્યાંથી મહારાષ્ટ્ર કે મુંબઇના જ નહીં બલ્કે દેશભરના અબજો રૂપિયાના પ્રોજેક્ટસના બી રોપાય છે, મહારાષ્ટ્ર મંત્રાલયમાં આવતા જતા લોકો આર્થિક, સામાજિક, રાજકીય રીતે પાવરફુલ મનાય છે અને એટલા માટે જ અહીંથી લાયેઝનિંગનું કામ સરળતાથી થઇ શકે છે.

સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં વેઇટરના પદ માટે 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને તે માટેની શૈક્ષણિક લાયકાત ચોથા ધોરણ પાસ હતી. પરીક્ષાની પ્રક્રિયા 31 ડિસેમ્બરે પૂર્ણ થઇ ચૂકી છે અને હાલમાં નોકરીમાં જોડાવા અંગેની પ્રક્રિયા શરૂ છે. વેઇટરના પદ માટે પસંદ કરવામાં આવેલા 13 અરજદારમાંથી આઠ પુરુષ અને બાકીની મહિલાઓ છે.

મંત્રાલયમાં વેઇટરની નોકરી માટે પસંદ કરવામાં આવેલા 13 જણ પૈકી 12 ગ્રેજ્યુએટ છે, જયારે એક બારમું ધોરણ પાસ છે. આ તમામની વય 25-27 વર્ષ વચ્ચે છે.

બીજીતરફ મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે માત્ર 13 પદ માટે 7,000 અરજીઓ આવી એ દર્શાવે છે કે રાજ્ય અને દેશમાં રોજગારની સ્થિતિ કેટલી ગંભીર છે. ચોથા ધોરણની લાયકાત ધરાવતા પદ માટે ગ્રેજ્યુએટ અરજી કરે આ દુ:ખની વાત છે. દરમિયાન બે કરોડ લોકોને રોજગાર આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવા વિરુદ્ધ તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં પોલીસના 852 ખાલી પદ માટે 10.5 લાખ લોકોએ અરજી કરી હતી. તે જ પ્રમાણે રેલવેમાં પણ 10,000 ખાલી પદ માટે એક કરોડ બેરોજગાર લોકોએ અરજી કરી હતી. મોદી સરકારના જીએસટી અને નૉટબંધી જેવા નિર્ણયને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા, પરિણામે બેરોજગારીમાં વધારો થયો.

January 18, 2019
Ind-vs-Aus_Playing-1.jpg
1min5640

ચહલ મેન ઓફ ધ મેચ અને મહેન્દ્રસિંહ ધોની મેન ઓફ ધ સિરીઝ બન્યા

IND VS AUS ત્રીજી વન-ડેમાં ભારતની જીત, 2-1 થી જીતી સિરીઝ
ભારતની ધમાકેદાર જીત

મેલબોર્નમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ભારતની ધમાકેદાર જીત થઈ છે. મેચની સાથે ભારતે સિરીઝ પણ જીતી લીધી છે. 231 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી થઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા તુરંત જ આઉટ થતા વિરાટ કોહલી અને ધોનીએ ઈનિંગને મક્કમતાથી આગળ વધારી હતી. જો કે વિરાટ કોહલી 46 રને આઉટ થતા કેદાર જાદવ અને ધોની ભારતને જીત તરફ લઈ ગયા હતા. ટિકાકારોને જવાબ આપતા સતત ત્રીજી વન-ડેમાં ધોનીએ હાફ સેન્ચુરી ફટકારી હતી અને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ધોનીએ 87 રનની અને કેદારનાથે 61 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ત્રીજી અને આખરી વન ડેમાં ચહલના ચમત્કાર સામે ઓસ્ટ્રેલિયન ટીમ ચિત થઈ છે. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી ચહલે છ, ભુવનેશ્વર અને શમીએ 2-2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પિટર હેન્ડ્સકોમ્બે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા જ્યારે શૉન માર્શે 39 અને ઉસ્માન ખ્વાજાએ 34 રનની મહત્વની ઈનિંગ રમી હતી.

ત્રીજી વન ડે માટે ટીમ ઈન્ડિયામાં ત્રણ પરિવર્તન કરાયા હતા. સિરાજના બદલે વિજય શંકર, કુલદીપના બદલે ચહલ, સાયદુની જગ્યાએ કેદાર જાધવને ટીમમાં સામેલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે વન ડે સિરીઝની આ છેલ્લી મેચ રમાઈ. મેલબોર્નમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચ પહેસા બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી હતી અને સિરીઝ જીતવા આ મેચ બન્ને ટીમ માટે ફરજિયાત હતી . ભારતે મેચમાં જીત મેળવીને સિરીઝ પર પણ કબજો કર્યો છે.

January 18, 2019
agri-1.jpg
1min11750

(Symbolic Photo DAM)

2018માં નબળા રહેલા ચોમાસાને કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટ તરફ આગળ વધી રહ્યું છે, હાલ શિયાળાનો માહોલ છે છતાં પાણીની તકલીફો પડવા માંડી છે પરંતુ, આગામી દિવસોમાં અને ખાસ કરીને ઉનાળો શરૂ થશે ત્યારથી સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટમાં સપડાયેલું હશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે. ઉકાઇ ડેમમાં હાલ સંગ્રહિત પાણીનો જથ્થો તેમજ ખેતી સિંચાઇ માટેના રોટેશનની સ્થિતિને જોતા ઉનાળામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવીને ઉનાળું પાક પકવતા ખેડૂતોને પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી જેને પરીણામે ડાંગર, શેરડી અને શાકભાજી મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાનીની દહેશત વર્તાય રહી છે. ખેતી માટે સિંચાઇ નહીં મળતા અંદાજે 3 લાખથી વધુ પરિવારો માટે આફતના ઓળા ઉતરી આવે તેમ છે. ગુજરાતની ભાજપા સરકારની નિર્ણય શક્તિની ટીકા ત્યારે કરવી પડી રહી છે જ્યારે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં આપવાનો નિર્ણય સિંચાઇ ખાતું કરી ચૂક્યું છે પરંતુ, તાપી નદીમાથી મનફાવે તેટલું પાણી ઉલેચીને અબજો રૂપિયાની ધીકતી કમાણી કરી રહેલા ઉધોગો ઉપર પાણી કાપ તો દૂરની વાત રહી તેમને એક ટીપું પાણી ઓછું મળે તો ઉદ્યોગોના સરકારી દલાલો લોબીંગ કરવા પહોંચી જાય છે.

સિંચાઇ વિભાગના સુરત સુપરિટેન્ડન્ટ અધિકારી શ્રી સુનિપ મહાકાલ સાથે પત્રકારની થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઉનાળુ પાક માટે ઉકાઇમાંથી પાણી મળવાનું છે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉકાઇ ડેમમાંથી થતા સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ પૂરી થયા બાદ ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ ખેતી સિંચાઇ માટે પાણી આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ 16મી મે 2019 સુધીની છે.

ઉનાળામાં ખેતીને પાણી મળે તેવી કોઇ શક્યતા નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાક માટે ખેડૂતોને ઉકાઇ ડેમમાંથી પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી. કેમકે ડેમમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે અને જુલાઇ 2019 સુધી પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવો પડે છે. ગણતરી પ્રમાણે જ પાણીના જથ્થો વપરાશમાં લેવો પડે છે. ઉકાઇ ડેમમાંથી સિંચાઇના એક રોટેશન માટે 450 એમસીએમ જેટલો પાણીનો જથ્થાની જરૂરિયાત રહે છે, હાલમાં ઉકાઇ ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ જોતા ઉનાળામાં ખેતીને સિંચાઇ માટે પાણી મળવાની કોઇ શક્યતાઓ જણાતી નથી.

ખેતી અને ખેડૂતોને 1600 કરોડના જંગી નુકસાનની દહેશત

બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ (પાલ)એ જણાવ્યું કે ઉનાળુ પાક માટે પાણી નથી તેવી દહેશત અમને ક્યારની વર્તાય રહી છે પણ જો હયાત પાણીના જથ્થાના વિતરણ અંગે યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે ઉનાળુ પાક માટે જો ઉકાઇ ડેમ પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જો પાણી પૂરૂં પાડવામાં નહીં આવે તો ડાંગરના પાકને રૂ.250 કરોડ, શેરડીના પાકને રૂ.600 કરોડ, શાકભાજીને રૂ.250 કરોડથી વધુ તેમજ દુધ ઉત્પાદનને રૂ.250 કરોડ મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે.

19મીએ ખેડૂતો સિંચાઇ સલાહકાર સમિતિને મળશે

શ્રી જયેશ પાલએ જણાવ્યું કે સિંચાઇ વિભાગને ઉનાળુ પાક અંગે સિંચાઇનું પાણી ખેડૂતોને વિતરણ કરવા સંદર્ભે રજૂઆતો કરવા માટે તા.19 જાન્યુઆરી 2019ના રોજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સિંચાઇ વિભાગના અધિકારીઓને મળવા જઇ રહ્યું છે.

તાપી નદી પોતાના બાપની જાગીર હોય એમ હજીરાના ઉદ્યોગો પાણી ઉલેચી રહ્યા છે, તેમના પર હજુ સુધી કોઇ પાણી કાપ મૂકાયો નથી

આમ, સિંચાઇના અભાવે દક્ષિણ ગુજરાતમાં એક તરફ ખેતી અને ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ તાપી નદીમાંથી હજીરા સમેતના ઉદ્યોગ સમૂહો બેરોકટોક પાણી ઉલેચી રહ્યા છે અને પાણીનો મનસ્વી ઉપયોગ કરી રહ્યા છે. હજુ સુધી ખેડૂતો પર અનેક પાણીના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પરંતુ, હજીરા સમેતના ઉધોગો જેઓ તાપી નદી પોતાના બાપની જાગીર હોય એ રીતે નદીનું પાણી ઉલેચી રહ્યા છે તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે જણાવ્યું હતું કે આ સરકાર ઉદ્યોગોનું હિત વિચારી રહી છે, એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારને કેમ રસ રહ્યો નથી.