સામાજિક મીડિયામાં વડા પ્રધાન અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર એમડીએમકેના સ્થાનિક કાર્યકર્તાની અટક કરવામાં આવી હતી, એવી પોલીસ સૂત્રોએ માહિતી આપી હતી.
મોદીની તમિળનાડુ મુલાકાત પહેલા ફેસબુક પર વડા પ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર એમડીએમકેના સિરકાઝી ગામના એકમના નેતા સાહિત્યરાજ ઉર્ફે બાલુ સામે સ્થાનિક ભાજપ નેતાએ ફરિયાદ નોંધાવી હતી. સાહિત્યરાજે મોદીનું એક ચિત્ર બનાવ્યું હતું જેમાં મોદીને કટોરો લઇને ભીખ માગતા બતાવવામાં આવ્યા હતા. સાહિત્યરાજને સિરકાઝી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે ઉપસ્થિત કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી હતી.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલએકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરખાતે યોજાયેલા ચાર દિવસીય ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો ર019’ને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ઓટો એક્ષ્પોમાં ફોરવ્હીલ અને ટુ વ્હીલ કંપનીને કરોડો રૂપિયાનું સ્પોટ બુકીંગ મળ્યુ છે. આ ઉપરાંત અન્ય જેન્યુન ઇન્કવાયરીમાં વધુ કરોડો રૂપિયાનો બિઝનેસ મળવાની પાકી સંભાવના તેમના દ્વારા વ્યકત કરવામાં આવી હતી. આથી ઓટો કંપનીના વિવિધ ડીલરોએ અત્યારથી જ આગામી ઓટો એ1પો માટે બુકીંગની તૈયારી બતાવી હતી.
ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં પટેલ પરિવારના લગ્ન યોજાયા હતા જ્યાં ભોજન સમારંભમાં જાનૈયા અને માંડવીયા (કન્યાપક્ષ) વચ્ચે માથાકૂટ સર્જાતા હસ્ત મેળાપ થયાની થોડી જ મિનિટોમાં નવદંપતીએ છૂટાછેડા લેવાની નોબત આવી હતી. લગ્ન સમારંભમાં જ વકીલોને બોલાવી વર અને કન્યા પક્ષે એકબીજાને આપેલી ચીજ વસ્તુઓ સામસામી પરત કરી લગ્ન ફોક જાહેર કર્યા હતા. ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં આટલું ટૂંકું લગ્નજીવન હજી સુધી નોંધાયું નથી. કહેવાય છે આ નવદંપતિનું લગ્ન ફક્ત 16 મિનિટ જેટલું ટક્યું હતું અને 17મી મિનિટે જાનૈયાઓ અને માંડવીયાઓ (કન્યાપક્ષ) વચ્ચે થયેલી બબાલમાં નવદંપતિએ કાયમ માટે છૂટા પડી જવું પડ્યું હતું.
ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ યોજાયો હતો. ખેડાથી આવેલી જાન લઇને આવેલા જાનૈયાઓના આગમનથી લઇને લગ્ન મંડપમાં બધુ સમૂસુતરું ચાલ્યું હતું. માંડવીયાઓની હસી ખુશીથી લગ્ન વિધિ થઇ રહી હતી. દરમિયાન પંચોલાના ભોજન વેળાએ કોઈ કારણોસર જાનૈયા અને માંડવીયાઓ વચ્ચે ઝઘડો થતાં ઝઘડો થયો હતો. સૌરાષ્ટ્રમાં પંચોલુ એટલે લગ્નમંડપમાં કંસાર જેવી વાનગીથી મોઢું મીઠું કરાવવાનો રિવાજ. આ રિવાજ રસમ અદા કરતી વખતે કશું વાંકું પડ્યું હતું અને શરૂ થઇ હતી મોટી બબાલ. જોત જોતામાં બબાલ એટલી મોટી થઇ કે હાથાપાઇ સુધી વાત પહોંચી ગઇ અને પોલીસને બોલાવવાની નોબત આવી ગઇ હતી. અંતે વર અને કન્યા પક્ષના આગેવાનોએ લગ્ન સ્થળે જ છુટાછેડાની વિધી કરી લેવા માટે વકીલોને પણ ત્યાં બોલાવી લીધા હતા અને વર અને કન્યા પક્ષે એકબીજાને જે કંઇપણ આપ્યું હતું તેની પરત આપલે કરીને છૂટાછેડાના કાગળીયાઓ પર પણ સહીઓ કરાવી લેવાઇ હતી.
‘રાત્રિના સમયે જાનૈયા અને માંડવીયા વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીટી પોલીસના પી.એસ.આઈ ઠાકોર તેમજ રાઇટર પુનિતભાઈ અગ્રાવત સહિતનો પોલીસ કાફલો દોડી ગયો અને બંને પક્ષના વકીલો આવી ચડતા સગાઈ તેમજ લગ્ન વખતે એકબીજાને આપવામાં આવેલી ચીજવસ્તુઓ પરત કરવામાં આવી હતી. ચાર ફેરા ફર્યાની ગણતરીની મિનિટમાં જ મંડપ મધ્યે છૂટાછેડા થવા પામ્યા હતાં.
સુરત હવે ગુજરાત કે ભારતનું જ નહીં બલ્કે વિશ્વનું સૌથી ઝડપથી વિકસી રહેલું ધંધાકીય સિટી બન્યું છે. સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, મોડેલ સિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિટી એવા કઇ કેટલાય હુલામણા નામો સુરતને એમ જ નથી મળ્યા. સુરત સફળ થયું છે તેના સફળ બિઝનેસમેન, સફળ પ્રોફેશનલ્સ થકી. મૂળ સુરતીઓ કે સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા ગુજ્જુ હોય કે પછી ભારતના કોઇપણ રાજ્યમાંથી સુરતને કર્મભૂમિ બનાવીને અહીં સ્થાયી થયેલા લોકો હોઇ, તાપી નદી તટે વસેલા આ સુરત શહેરે તમામને અપનાવ્યા અને સબકા સાથ સબકા વિકાસ સૂત્રને વાસ્તવિક રીતે ચરિતાર્થ કરી દેખાડ્યું છે.
સુરતમાં છેલ્લા દાયકાઓમાં જબરદસ્ત પ્રગતિ સાધનાર અનેક હસ્તીઓ મૌજુદ છે. આ સુપર સુરતીઓની સક્સેસ સ્ટોરીઝ પાછળ અનેક સિક્રેટ સંતાયેલા છે. આ સફળ સુરતીઓની સક્સેસ સ્ટોરીઝના સિક્રેટ સુરતના જાણીતા કપલ અને પબ્લિક સ્પિકીંગમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પિયુષ વ્યાસ અને પૂજા વ્યાસની જોડી બખૂબી ઉજાગર કરી રહી છે. પિયુષ-પૂજાની જોડીએ અગાઉ પહેચાન સીઝન-1 બાદ હાલમાં જ પહેચાન સીઝન-2 લોંચ કરી છે. પહેચાન એવો ટૉક શૉ છે જેમાં સુરતમાં રહીને પોતાના કર્મો થકી પોતાની ઓળખ ઉભી કરનારા બિઝનેસમેન, પ્રોફેશનલ્સ કે સેવાકીય કામ કરતા આગેવાનો સાથે વાતચીત, ચર્ચા વિચારણા કરીને તેમના જીવનની એવી અતરંગ વાતો બહાર લાવે છે કે જેનાથી પ્રેરાયને અનેક સામાન્ય લોકોને તેમની મુશ્કેલીઓમાંથી આગળ વધવાનું બળ મળે છે, પ્રેરણા મળે છે. આ જ કારણથી પિયુષ-પૂજા વ્યાસનો ટૉક શૉ પહેચાન સિરીઝ ટુ હાલમાં હીટ થઇ રહ્યો છે.
પહેચાન સીઝન ટુમાં પહેલા જ એપીસોડમાં સુરતમાં વિકલાંગો માટે કાર્યરત એવા કનુભાઇ ટેલરની સાથે પૂજા-પિયુષ વ્યાસની વાતચીત સુપર હીટ રહી અને જુદા જુદા ટેલિવિઝન, સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર આ શૉ લાખો લોકોને આકર્ષવામાં સફળ નિવડ્યો છે.
પિયુષ-પૂજા વ્યાસના પહેચાન સીઝન-2 ટોક શૉના એપિસોડ્સ શરૂ થઇ ચૂક્યા છે અને તેને વી ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલ, સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ, જુદા જુદા ડિજીટલ પ્લેટફોર્મ્સ જેવા કે ગ્લોબલ સિટી, સિટી તડકા, જલ્સા કરો ને જેંતીલાલ, સુરત પ્રાઇડ વગેરે પરથી નિહાળી શકાય છે.
બીએસ-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી
રતન ટાટાની ડ્રીમ કાર ‘ટાટા નેનો’ કે જે સૌથી સસ્તી ફેમિલી કાર તરીકે જગવિખ્યાત બની હતી તેનું ઉત્પાદન અને વેચાણ એપ્રિલ-2020થી અટકાવી દેવામાં આવશે.
(નેનો કાર)
નેનો સામે શરૂઆતથી જ વિધ્નો હતા
પશ્ચિમ બંગાળના સિંગુરમાં તીવ્ર વિરોધના પગલે ટાટા નેનોનો પ્લાન્ટ રિલોકેટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રતન ટાટાને ‘વેલકમ’નો એસએમએસ કરીને રાતોરાત સાણંદમાં જમીન ફાળવી હતી તે નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી અને હવે બીએસ-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી તેથી એમ કહી શકાય કે એપ્રિલ-૨૦૨૦માં નવા નિયમો અમલી બનવા સાથે જ ટાટા નેનોનું ઉત્પાદન અને વેચાણ અટકી જશે.
ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પરીકે ગઇ તા.24મી જાન્યુઆરી 2019ના રોજ હૈદરાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “નેનોનું ઉત્પાદન સાણંદ પ્લાન્ટમાં થાય છે. જાન્યુઆરીમાં નવા સેફ્ટી નિયમો આવ્યા છે, એપ્રિલમાં વધુ કેટલાક નિયમો આવશે અને ઓક્ટોબરમાં નવા સેફ્ટી નિયમો આવશે અને 1 એપ્રિલ 2020થી બીએસ-6 અમલી બનશે, તેથી તમામ પ્રોડક્ટ્સ (બીએસ-૬ નિયમો)નું પાલન નહીં કરે અને અમે તમામ પ્રોડક્ટ્સને અપગ્રેડ કરવા માટે રોકાણ નહીં કરીએ અને નેનો તે પૈકીની એક છે.” બીએસ-૬ના અમલ બાદ ટાટાની અન્ય કેટલીક કારનું ઉત્પાદન પણ અટકી જશે એવો સંકેત તેમણે આપ્યો હતો.
ટુ-વ્હીલર પર મુસાફરી કરતાં ભારતનાં કુટુંબોને સલામત અને એફોર્ડેબલ વિકલ્પ આપવા માટે રતન ટાટાએ નેનોનું સ્વપ્ન જોયું હતું અને લગભગ ₹1 લાખમાં ૨૦૦૯માં આ એન્ટ્રી લેવલ કાર લોન્ચ કરી હતી પરંતુ ભારતીય ગ્રાહકોએ તેને ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. જૂન ૨૦૧૮માં માત્ર એક નેનો કાર બનાવવામાં આવી હતી.
બીએસ-6 વાહનો અંગે પરીકે જણાવ્યું હતું કે તે ઓટો કંપનીઓ માટે એક પડકાર છે કારણ કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા ૧ એપ્રિલ ૨૦૨૦ બાદ બીએસ-૬ સિવાયનાં વાહનોના રજિસ્ટ્રેશનની પરવાનગી આપતી નથી.
ઉલ્લેખનીય છે કે ટાટા નેનો પ્લાન્ટનું આગમન ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નિર્ણાયક સાબિત થયું છે. નેનો પ્લાન્ટ સાણંદમાં આવ્યા બાદ ફોર્ડ મોટર્સ, હોન્ડા સ્કૂટર્સ એન્ડ મોટરસાઇકલ્સ, સુઝુકી મોટર્સ જેવી ઓટો જાયન્ટ કંપનીઓ અને તેમને સંલગ્ન અનેક વેન્ડર્સ કંપનીઓ ગુજરાતમાં આવી હતી અને ગુજરાત ભારતનું નવું ઓટોમોબાઇલ હબ બન્યું છે.
ટાટા મોટર્સ હાલમાં સાણંદ પ્લાન્ટ ખાતે તેની લોકપ્રિય કાર ટિયાગો અને ટિગોરનું ઉત્પાદન કરે છે અને અહીં તેણે ઇલેક્ટ્રિક વાહનોનું પણ ઉત્પાદન શરૂ કર્યું છે. કંપની હાલમાં 60 ટકા કાર માર્કેટમાં ઓપરેટ કરે છે અને 2021-’22 સુધીમાં નવી પ્રોડક્ટ્સ લોંચ કરીને 90 ટકા માર્કેટને આવરી લેશે.
What are Bharat Stage norms?
The Bharat Stage are standards instituted by the government to regulate emission of air pollutants from motor vehicles. The norms were introduced in 2000. With appropriate fuel and technology, they limit the release of air pollutants such as nitrogen oxides, carbon monoxide, hydrocarbons, particulate matter (PM) and sulphur oxides from vehicles using internal combustion engines. As the stage goes up, the control on emissions become stricter. Thus Bharat Stage VI norms are two stages ahead of the present Bharat Stage IV norms in regulating emissions. These norms are based on similar norms in Europe called Euro 4 and Euro 6.
Differences between two stages
The extent of sulphar is the major difference between Bharat Stage IV and Bharat Stage VI norms. BS-IV fuels contain 50 parts per million (ppm) sulphur, the BS-VI grade fuel only has 10 ppm sulphur. BS VI can bring PM in diesel cars down by 80 per cent . The new norms will bring down nitrogen oxides from diesel cars by 70 per cent and in petrol cars by 25 per cent. BS VI also make on-board diagnostics (OBD) mandatory for all vehicles. OBD device informs the vehicle owner or the repair technician how efficient the systems in the vehicle are.
ગત સપ્ટેમ્બર 2018માં 325 ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂકાયો હતો
ફિક્સ ડોઝ કોમ્બિનેશનની દવાઓની આડઅસરને રોકવા માટે કેન્દ્ર સરકારે ગઇ તા.11મી જાન્યુઆરીએ સ્પેશિયલ ગેઝેટ બહાર પાડીને દેશમાં તબીબો દ્વારા દર્દીઓને આપવામાં આવતા વિવિધ કોમ્બિનેશન ડ્રગ પૈકીના 80 પ્રકારના ડ્રગ ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂક્યો છે, આ તાજા નોટિફિકેશનનો અમલ ગુજરાતમાં પણ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશને આ 80 પ્રકારના ફિક્સ ડોઝ કોમ્બિનેશનની દવાઓ બજારમાંથી તાત્કાલિક પરત ખેંચી લેવા આદેશ આપ્યો છે. જોકે, સરકારે અથવા દવા કંપનીઓએ તમામ દવાઓના નામની યાદી જાહેર કરવી જોઇએ એવી કેમિસ્ટ્સની માંગ છે.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન જશવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, “આ નિર્ણયના કારણે લગભગ ૩,૦૦૦ જેટલી દવાઓને પરત ખેંચવી પડશે અને તેના કારણે ટૂંકાગાળા માટે બજારમાં દવાઓની અછત સર્જાઇ શકે છે. વેપારીઓ ટ્રેડ નામથી વેચાણ કરતા હોય છે તેથી તેઓ કોમ્બિનેશન માહિતી ધરાવતા હોતા નથી.
નીચેની લિંક પર ક્લીક કરવાથી કયા કયા ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની સંપૂર્ણ જાણકારી ગેઝેટ સાથે નિહાળી શકાશે. Banned_FDC2019_list
બન્ને ધર્મસ્થાન આસપાસ 500 મીટરનો વિસ્તાર વેજ. ઝોન જાહેર
70મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ બનાસકાંઠાથી ‘વિકાસ સપ્તક’ની ભેટ ધરતા અંબાજી અને સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારોને વેજ ઝોન જાહેર કર્યા હતાં. અંબાજી મંદિરે 140 કિલો સોને મઢયા શિખરનું લોકાર્પણ કરી તમામ શિખરોને સુવર્ણમઢીત કરવાનો સંકલ્પ કરી મુખ્યમંત્રીએ એક તોલો સોનાનું દાન કરી માઇ ભકતોને સુવર્ણશિખરો માટે દાનની ટહેલ નાખી હતી.
સોમનાથ મંદિરથી મુખ્ય રોડ 500 મીટર સુધી તેમજ ત્રિવેણી સંગમ રોડ હમીરજી સર્કલથી ગૌરીકુંડ ચેકપોસ્ટ રોડ, હિરણ નદી સુધી ઇંડા, માંસ, મટન, વેચાણ તથા સંગ્રહ પર કાયમી ધોરણે પ્રતિબંધની જાહેરાત કરી હતી.
પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરની 500 મીટરની ત્રિજયામાં નોનવેજ વેંચાણ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી આ વિસ્તારને વેજીટેરીયન ઝોન કાયમી ધોરણે જાહેર કર્યો હતો.
35 દિવસના શટડાઉન પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંધિના જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે અમેરિકાના સાંસદો સાથે સ્ટોપ-ગૈપ ફન્ડિંગમાં ત્રણ સપ્તાહ માટે સંધિ કરી છે, જે 35માં દિવસે આંશિક અમેરિકન સરકારના બંદને સમાપ્ત કરશે. એક વરિષ્ઠ ડેમોક્રેટિક સહયોગી મુજબ આ કરારમાં ટ્રમ્પે દ્વારા સરહદે દિવાલ માટે પૈસાની માગનો સમાવેશ નથી કરાયો.
આ પહેલા ટ્રમ્પે અમેરિકા-મેક્સિકોની સરહદે વિશાળ દિવાલ ઉભી કરવા માટે ફન્ડિંગ રુપે 5.7 મિલિયન ડોલરની માગણી કરી હતી. ટ્રમ્પે કરારની જાહેરાત સાથે ચેતવણી પણ આપી હતી કે, ત્રણ સપ્તાહ દરમિયાન સાંસદ દિવાલ માટે ફન્ડિંગની મંજૂરી નહી આપે તો, તે શટડાઉન ફરી શરુ કરશે. ટ્રમ્પ આ મામલે રાષ્ટ્રીય ઇમરજન્સીની જાહેરાત પણ કરી શકે છે.
આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસ પર દબાણ પછી શક્ય બન્યો હતો, જેના કારણે અમેરિકન સરકાર સંપૂર્ણ રીતે કાર્ય પ્રણાલી સંભાળી શકે અને 8 લાખ કર્મચારીઓ ફરીથી નોકરી પર પરત ફરી શકે.
ટ્રપ્મે જણાવ્યું કે, અમેરિકા પાસે વાસ્તવમાં બોર્ડર પર કોઇ શક્તિશાળી દિવાલ કે સ્ટીલ બેરિયર બનાવવા સિવાય બીજો કોઇ વિકપ્લ નથી. જો કોંગ્રેસ થકી યોગ્ય નિરાકરણ ન મળ્યું તો, અમેરિકા 15 ફેબ્રુઆરીથી ફરીથી શટડાઉન થઇ જશે.
રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ
રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી
અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ
મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી
એક તરફ સરકારે દારુબંધીનો કડક અમલ ફક્ત અમીર, વીઆઇપી, ધનવાન લોકો પર કરાવ્યે રાખ્યો છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાના પરવાનાઓ પણ સરકાર ધડાધડ મંજૂર કરી રહી છે
લિકર શોપનો પ્રતિકાત્મક ફોટો
ગુજરાતમાં એક તરફ રૂપાણી સરકારે દારુબંધીનો કડક અમલ કરાવવાના બહાને ધનવાન ઘરના, ખાનદાન ઘરના, મોટા લોકો પર દારબંધીના કેસો ઠોકાવ્યા છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાની પરવાનગી પણ આ જ રૂપાણી સરકાર આપી રહી છે. દારુબંધીના મુદ્દે સરકારના બેવડા વલણો હોવાની હદ તો ત્યારે દેખાઇ રહી છે કે ગુજરાતમાં દારુબંધી જેના કારણે અત્યારપર્યંત અણનમ રહી છે એ પૂ.મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમના 500 મીટર વિસ્તારમાં બબ્બે સ્થળોએ સત્તાવાર રીતે દારુ વેચવા માટે નોટીફાઇડ લિકર શોપની મંજૂરી આપી દેવામાં આવી છે.
રાજ્યમાં એક તરફ દારુબંધીના કડક અમલના નામે પોલીસે રીતસર જુલ્મો કરવા માંડ્યા છે. પીધેલા પોલીસવાલાઓ જ દારુડીયા લોકોને પકડી પકડીને કેસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે એવા લોકોની સામે પગલાં ભરવાની જગ્યાએ દારુ પીનારાઓને પકડી પકડીને પોલીસ મીર માર્યો હોય તેવો ડોળ કરી રહી છે. દારુબંધીના કડક અમલના નામે આજકાલ મહિલાઓને પાર્ટીઓમાંથી પકડી લાવીને પોલીસ મિડીયા માઇલેજ મેળવીને દારૂબંધીનું પ્રમોશન કરી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. દેશી દારુ પીને રસ્તે રખડતા લોકો પર કોઇ દારુબંધી જોવા મળતી નથી. પોલીસ મથક કે પોલીસ સ્ટેશનની સામેથી લથડીયા ખાતા ખાતા પસાર થતા દારુડીયાઓ પોલીસ તંત્ર માટે કામના નથી. ફક્ત ધનવાન, જાણીતા, વીઆઇપી લોકો પર જ પોલીસ દારુબંધીનો અમલ કરાવી રહ્યાની ફરીયાદો ઉઠી છે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી છે. દારૂના વેચાણ માટે હોટલમાં પરમીટ માટેની અરજીઓની સમીક્ષા કરતી હાઇ-પાવર કમિટી તેની આગામી મીટિંગમાં વધુ 12 હોટલોને કાયદેસર રીતે દારુ વેચવાના લાયસન્સ આપશે એમ મનાય છે. નશાબંધી વિભાગના અધિકારીએ કહ્યું હતું કે 15 હોટલો કે જેમણે લાયસન્સ માગ્યા છે તેમાં 10 નવી હોટલો એકલા અમદાવાદની છે.
ગુજરાતમાં ચાર નવી હોટલો કે જ્યાં દારુ વેચવાની સરકારે પરવાનગી આપી છે એ અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ થાય છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે હોટેલોને ઉદારતાથી શરાબની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ છે.
માત્ર અમદાવાદમાં એપ્રિલ 2014 સુધીમાં શરાબનું વેચાણ કરતી હોટલોની સંખ્યા માત્ર પાંચ હતી. સરકારે સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી આપી છે. અમદાવાદમાં હવે શરાબ વેચતી હોટલોની સંખ્યા 13 થવા જાય છે.
સાધુસંતોમાં પણ આ વખતે એક ઑસ્ટ્રેલિયન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમનું નામ છે શરભંગગિરિ
ઓસ્ટ્રેલિયન બાબા શરભંગગિરી
અલાહાબાદમાં ચાલી રહેલા કુંભમેળામાં માત્ર ભારતીયો જ નહીં, દુનિયાભરના લોકો ભાગ લેવા માટે આવી રહ્યા છે. કુંભમેળામાં સાધુસંતો બહુ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ સાધુસંતોમાં પણ આ વખતે એક ઑસ્ટ્રેલિયન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમનું નામ છે શરભંગગિરિ. આ બાબા ૧૯૯૮માં પહેલી વાર ટૂરિસ્ટ તરીકે ઑસ્ટ્રેલિયાથી ખાસ કુંભમેળો જોવા આવ્યા હતા. તેમણે સાંભળેલું કે આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક ફેસ્ટિવલ છે. એ પહેલાં તેઓ એથિસ્ટ હતા. અહીં આવીને તેઓ ગિરનારની તળેટીમાં ગુરુ દત્તાત્રેયને મYયા. તેમને ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સાધુ જીવનશૈલી આકર્ષી ગઈ. મેલબર્ન છોડીને શરભંગગિરિએ સંન્યાસ લઈ લીધો અને ત્યારથી સાધુની જેમ કુટિરમાં જીવન ગાળે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.