ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય રેલ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઇ રહ્યું છે. લગભગ દરેક પ્રકારનો અભ્યાસ તેમજ સ્નાત્તક કે અન્ય ડિગ્રી ધારકોને ભારતીય રેલની નોકરી ઉપલબ્ધ બની શકશે. કેમકે ભારતીય રેલ ચાલુ કેલેન્ડર વર્ષમાં કમસે કમ 4 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરી રહી છે.
આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક
રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી
રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી
બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે
સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી
રેલ મંત્રી પીયૂષ ગોયલે બેરોજગારો માટે એક મોટું એલાન કર્યું છે. ગોયલના કહેવા અનુસાર ગત વર્ષે સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી અને આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક રેલવે આપવા જઈ રહ્યું છે. રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવશે. રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી પડી છે. બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે. આમ કુલ મળીને બે વર્ષમાં રેલવે ચાર લાખ જેવી ભરતી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2.30 લાખ નવા પદ માટે થનારી ભરતીમાં આર્થિક કમજોર ઉમેદવારોને 10 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવનાર છે. આ ભરતી બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1.31 લાખ પદો માટે જાહેરનામું બહાર પડશે. જે ફેબ્રુઆરી કે માર્ચમાં આવવાની સંભાવના છે. જ્યારે બીજા તબક્કામાં 99 હજાર પદો ઉપર ભરતી થશે. તેનાં માટે મે-જૂન 2020માં નોટીફિકેશ જારી કરવામાં આવશે.
બજેટ પણ રજૂ કરે તેવી શક્યતા : જેટલી સ્વસ્થ ન થાય ત્યાં સુધી ખાતા વગરનાં મંત્રી
અરુણ જેટલી અગાઉ કિડની રિપ્લેશમેન્ટની ટ્રીટમેન્ટને કારણે અને હવે ઘોષિત નહીં થયેલી બિમારીની સારવારના કારણે દેશના ખાતા વગરના મંત્રી બન્યા છે. કેમકે અરુણ જેટલી જે ખાતું સંભાળે છે એ નાણાં મંત્રાલયનો વધારાનો હવાલો જેટલીની અસ્વસ્થતાને કારણે રેલવે મંત્રી પીયૂષ ગોયલને સોંપીને કામચલાઉ નાણાંમંત્રી બનાવવામાં આવ્યા છે.
આ ઘટનાક્રમને પગલે હવે વચગાળાનું બજેટ પણ ગોયલ જ સંસદમાં રજૂ કરે તેવી શક્યતા દેખાય છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિએ પીયૂષ ગોયલને અસ્થાયી ધોરણે નાણા અને કોર્પોરેટ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપ્યો છે. જ્યાં સુધી જેટલી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેઓ મંત્રાલય વગરનાં મંત્રી બની રહેશે.
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના કદાવર નેતા એવા શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાશે.
હવે ‘ઘડિયાળના કાંટે’ ચાલશે બાપુ
પહેલા ભાજપ, પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જનવિકલ્પ મોરચો અને હવે શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના કદાવર નેતા એવા શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બાપુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. બાદમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ મોરચાની રચના કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ આ મોરચો ખાસ કંઈ કમાલ કરી શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં હોવા દરમિયાન શંકરસિંહ વાઘેલા અને પક્ષના નેતાઓ વચ્ચે વારંવાર મતભેદ સામે આવતા હતા. બાદમાં બાપુએ હાથનો સાથ છોડી દીધો હતો.
ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા એનસીપી પણ ગુજરાતમાં પોતાનો પગ મજબૂત કરવા બાપુનો સાથ લઈ રહી છે. જો કે ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાનું વજન હજીય કેટલું પડે છે તે આગામી ચૂંટણીમાં જાણી શકાશે.
દાહોદ નજીકના એક ગામની યુવતી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વડોદરાની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે ઘરે લઈ જતી વખતે ગોધરા-દાહોદ રોડ પર યુવતીના શરીરમાં અચાનક હલનચલન થતા તેને ફરી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની તબિયત સુધારા પર છે.
દાહોદ નજીકના એક ગામમાંથી બહારગામ જવા નીકળેલા પરિવારને ગત તા. 19મી જાન્યુઆરીએ રાતના સમયે દાહોદ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં પરિવારની એક યુવતીને ગંભીર ઈજાઓ હતી જેથી તેને સારવાર અર્થે વડોદરાની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને સારવાર દરમિયાન બીજા દિવસે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા દાહોદ વસતા આ યુવતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને યુવતીની અંતિમ યાત્રા સવારે દસ વાગ્યે લઈ જવાશે તેવું પરિવાર દ્વારા નક્કી કરાયા બાદ સમાજમાં સોશિયલ મીડિયા દ્વારા પણ જાણ કરી દેવામાં આવી હતી. જોકે દાહોદ પરત લાવતી વખતે ગોધરાથી દાહોદની વચ્ચે એમ્બ્યુલન્સમાં યુવતીનું શરીર હલાવતા તે જીવિત હોવાનું જણાયું હતું જેથી યુવતીને દાહોદના ખાનગી દવાખાનામાં લઈ જઈને તપાસ કરવામાં આવતા યુવતી જીવિત હોવાનું સામે આવ્યું હતું.
પ્રાથમિક સારવાર બાદ યુવતીને વધુ સારવાર માટે ફરીથી વડોદરા ખાતે બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પરના તબીબોના મત પ્રમાણે દર્દી શોકમાં જતો રહે તે અવસ્થામાં તેના ધબકારા અનિયમિત થઈ જાય છે, જેથી તે સાંભળવા અતિમુશ્કેલ હોય છે. આ સંજોગોમાં પલ્સ અને બીપી બિલકુલ આવતું નથી, જેથી દર્દી મૃત છે કે જીવિત તે અનુમાન થતું નથી. આ સંજોગોમાં ક્યારેક ભૂલ થઈ પણ શકે છે.
ગુજરાતમાં સ્વાઇન ફ્લુ રોગચાળાએ બિલ્લી પગે જાહેર આરોગ્ય પર જબરદસ્ત શિકંજો કસી દીધો હોવાની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગમાં પણ સ્વાઇન ફ્લુના રોગોના કેસોની સંખ્યાએ ભૂકંપ મચાવી દીધો છે. છેલ્લા 22 દિવસ દરમિયાન સ્વાઇન ફ્લુના 210થી વધુ કેસો નોંધાતા સમગ્ર રાજ્યના દરેક જિલ્લાના આરોગ્ય અધિકારીઓને એલર્ટ પોઝીશનમાં લાવી દેવામાં આવ્યા છે. હાલમાં રાજકોટ અને અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લુના રોગો સૌથી વધુ સંખ્યામાં મળી રહ્યા છે.
દેશમાં સ્વાઈન ફ્લૂના કેસમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂને કારણે 13ના મોત
રાજકોટમાં સ્વાઈન ફ્લૂને કારણે 10નો મોત થયા
રાજકોટમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ
ગુજરાતભરમાં સ્વાઈન ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે. 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 210 કેસ નોંધાયા છે. તેમ જ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂને કારણે 13ના મોત થયા હતા. ફક્ત અમદાવાદ સિવિલમાં સ્વાઈન ફ્લૂના 31 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
રાજકોટમાં સ્વાઈન ફ્લૂને કારણે 10નો મોત થયા હતા જેમાં રાજકોટમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ નોંધાયા છે જેથી આરોગ્ય વિભાગના સલામતીના દાવા પોકળ સાબિત થયા છે. દેશમાં સ્વાઈન ફ્લૂના કેસમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે આવે છે. રાજસ્થાનમાં 33માંથી 31 જિલ્લા સ્વાઈન ફ્લૂના સકંજામાં છે. તેમ જ રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂના 789 કેસ નોંધાયા છે તેમ જ 51 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગચાળાએ માઝા મૂકી છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 66 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 19 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 19 કેસ અને રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 27 કેસ નોંધાયા છે જેમાંથી રાજકોટ શહેરમાં 2, રાજકોટ ગ્રામ્યમાં 3 અને રાજકોટ જિલ્લામાં 6 લોકોના મોત થયા છે.
શુક્રવારે, તા. ર5/01/ર019 થી શરૂ થનાર આ ચાર દિવસીય પ્રદર્શન રોજ સવારે 10.00 થી સાંજે 07.00 કલાક સુધી ખુલ્લું રહેશે. જાહેર જનતા માટેનો પ્રવેશ સાંજે 06.00 કલાકે બંધ કરવામાં આવશે.
પશ્ચિમ ભારતનું સૌથી વધુ આકર્ષણ ધરાવતું એકઝીબીશન સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો 2019
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે રીતે ઓટો એક્ષ્પો 2019નું આયોજન તેમજ પબ્લિસીટી કરવામાં આવી છે એ જોતા એવું જણાય આવે છે કે આ વખતે ઓટો એક્ષ્પો 2019 જોવા જાણવા માટે અડધો લાખથી વધુ લોકો ઉમટી પડશે. આ વખતે વાહનો પણ મોટી સંખ્યામાં ડિસ્પ્લે કરાયા હોવા ઉપરાંત નવા પાંચ વ્હીકલ્સ સુરતના ઓટો એક્ષ્પોથી લોંચ થવાના છે, વિન્ટેજ કારોથી લઇને ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ પણ હશે એટલું જ નહીં પણ સુરતની પહેલી ટેસ્લા કાર કે જે હાલમાં એસ.આર.કે. પરિવાર પાસે ઉપલબ્ધ છે એ મોડેલ પણ અહીં ડિસ્પ્લે કરવાનું આયોજન છે. આમ, ચેમ્બરનું ઓટો એક્ષ્પો પ્રદર્શન જોવા માટે મોટી સંખ્યામાં સમગ્ર દક્ષિણ ગુજરાતથી લઇને વડોદરાથી પણ મોટી સંખ્યામાં વાહનપ્રેમીઓ ઉમટી પડે તેમ છે. ચાર દિવસ દરમિયાન રોજના 9 કલાક પ્રદર્શન ખુલ્લું રહેશે, ઓટો એક્ષ્પોમાં પબ્લિક એન્ટ્રી રોજ એક કલાક વહેલી બંધ થશે એ હિસાબે ચાર દિવસના 32 કલાકના ઓટો એક્ષ્પોમાં અડધા લાખથી વધુ લોકો ચેમ્બરનું વાહન પ્રદર્શન જોવા ઉમટી પડે તેવો અંદાજ છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમેયોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની વિવિધ શ્રેણીઓ વચ્ચે ઓટો એક્ષ્પો શ્રેણીના પાંચમા પ્રદર્શન ભસુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો 2019નું આયોજન તા. ર5/1/ર019 થી ર8/1/ર019 દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બર પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતાએ જણાવ્યું કે આ ઓટો એક્ષ્પોમાં વિન્ટેજ કાર્સ ડિસ્પ્લે કરવામાં આવી રહી છે, સાથોસાથ હાલના સમયની શ્રેષ્ઠત્તમ કારો તેમજ ભવિષ્યમાં માર્કેટ કેપ્ચર કરે તેવી કાર્સનું પણ ડિસ્પ્લે થશે આમ, કલ, આજ ઔર કલની તર્જ પર સુરતવાસીઓને કાર્સનો કાફલો જોવા મળશે. હેતલ મહેતાએ ઉમેર્યું કે કન્વેન્શન સેન્ટરની તમામ જગ્યા ઉપરાંત ડિસ્પ્લે માટે બે ડોમ બનાવવા પડ્યા છે, એટલા વ્યાપક પ્રમાણમાં વાહનો ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું કે નવી કાર ખરીદનારાઓ માટે એક જ સ્થળે અલગ અલગ બ્રાન્ડની કાર જોવા, જાણવા માટે આ સૌથી અમૂલ્ય તક મળી રહેશે.
(File Photo of Auto Expo)
ચેમ્બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત જયારે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના હબ તરીકે પ્રસ્થાપિત થઈ રહયું છે ત્યારે રાજયમાં યોજાનારા આ મેગા ઓટોમોટીવ શોમાં દેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ પોતાના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાર્ટસ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું એકઝીબીશન બની રહેશે છે.
તેમણે વધુમાં કહયુ હતુ કે, સુરતમાં યોજાનારા ઓટો ઇન્ટરનેશનલ એક્ષ્પોને દર વખતે જબરજસ્ત પ્રતિસાદ મળે છે. ભારતમાં દિલ્હી બાદ સુરતમાં બીજા ક્રમે ઓટો ઇન્ટરનેશનલ એક્ષ્પોનું ભવ્ય પ્રદર્શન યોજાય છે. આ વખતે પણ આ પ્રદર્શનમાં મોટાભાગની દરેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓટો કંપનીઓએ ભાગ લીધો છે.
ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે શુક્રવારે, તા. રપમી જાન્યુઆરી ર019ના રોજ સવારે 10.30 કલાકે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં અતિથિ વિશેષ તરીકે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (એન.એસ.આઇ.સી., અમદાવાદ)ના ઝોનલ જનરલ મેનેજર શ્રી પી.કે. ઝા તથા માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તેમજ કામરેજના વિન્ટેજ કારના પ્રિઝર્વર એન્ડ કન્ઝર્વેટર શ્રી કે.કે. પટેલ અને યસ બેન્કના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ખુશરો અંકલેશ્વરીયા ઉપસ્થિત રહેનાર છે.
ઓટો પ્રદર્શન વિશે માહિતી આપતા ઓટો એક્ષ્પોના ચેરમેન શ્રી મેહુલ દેસાઈ અને કો – ચેરમેન શ્રી વિશાલ સિંહાએ જણાવ્યુ હતુ કેઆ વખતના પ્રદર્શનમાં ફોર વ્હીલર કેટેગરીમાં લેકસસ, મર્સિડીઝ બેન્ઝ, વોલ્વો, જેગુઆર, લેન્ડ રોવર, બી.એમ.ડબ્લ્યુ., ઈસુઝુ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફોર્ડ, ટાટા, નિસાન, મારૂતી અને હયુન્ડાઇ જેવી બ્રાન્ડ ભાગ લઈ રહી છે. ટુ વ્હીલર્સ કેટેગરીમાં સુઝુકી, હાર્લી ડેવીડ્સન, બીએમડબ્લ્યુ મોટોરાડ, ટીવીએસ, યામાહા, ટ્રાયમ્ફ અને રોયલ એન્ફીલ્ડ જેવી બ્રાન્ડ જોવા મળશે. જયારે કમર્શિયલ કેટેગરીમાં ટાટા અને મહિન્દ્રા કમર્શિયલ જેવી બ્રાન્ડ જોવા મળશે.
આ વખતે પાંચથી વધુ નવા વાહનોનું લોન્ચીંગ પણ કરવામાં આવશે. આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં વ્હીલ્સ ઓન રેમ્પ, સ્ટન્ટ બાઇકીંગ, વિન્ટેજ કાર અને સુપરકાર્સ રહેશે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજરોજ તા.23મી જાન્યુઆરી 2019ના રોજ સી.એ. ફાઇનલ્સ અને સી.એ.નું પહેલું ચરણ ફાઉન્ડેશનની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું હતું.
સુરત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ બનવા માટેનું હબ છે અને એ રૂઆબ સાથે જ આજે સુરતના ઉમેદવારોનું ઝળહળતું પરીણામ જોવા મળ્યું હતું. સુરતમાં વર્તમાન પરિસ્થિતિમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ સ્ટડી માટેનું સૌથી બેસ્ટ કોચિંગ રવિ છાવછરીયા આપી રહ્યા છે. આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પરીક્ષાના પરીણામમાં પણ રવિ છાવછરીયાના તાલિમાર્થીઓએ જ મેદાન માર્યું છે.
રવિ છાવછરીયા પાસે કોચિંગ લેતા કુલ 12 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતના ટોપ ફિફ્ટી (ટોચના 50) ઉમેદવારોમાં સ્થાન હાંસલ કરીને સમગ્ર સુરતનું નામ આખા ભારતમાં ગૂંજતુ કરી દીધું છે. એટલું જ નહીં પણ ત્રણ ઉમેદવારો એવા છે જેમણે રવિ છાવછરીયાનું કોચિંગ લઇને સી.એ. ફાઇનલ્સની 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ટોપ ફિફ્ટીમાં રેન્ક હાંસલ કર્યો છે.
સમગ્ર ભારતમાંથી સી.એ. બનવા માટે ઉમેદવારો સુરત જેની પાસે કોચિંગ લેવા માટે આવે છે એ રવિ છાવછરીયાએ સી.આઇ.એ . લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે તેમની પાસેથી કોચિંગ લઇને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ડિગ્રી હાંસલ કરનારા ઉમેદવારોની સંખ્યા 90થી વધુ છે. તા.23મીએ રાત્રે જ્યારે આ લખાય રહ્યું હતું ત્યારે હજુ તેમના વિદ્યાર્થીઓના રિઝલ્ટ એક પછી એક મળી રહ્યા હતા.
આમ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહેલા રવિ છાવછરીયાએ આજે સી.એ. રીઝલ્ટ 2019માં સુરતને 15 નેશનલ રેન્કર્સ તો આપ્યા છે સાથોસાથ સુરતને 90થી વધુ નવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પણ આપ્યા છે.
રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇને ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં દેશના ટોચના 50માં સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી
All INDIA Rankers from SURAT
Name
Rank in India
Marks
Dhara Tailor
17th
353
Akash Bothra
25th
345
Anshul Agarwal
25th
345
Rushab Khaitan
32nd
338
Harshit Chanduka
32nd
338
Vishvas Nandwani
33rd
337
Mayank Jajoo
35th
335
Dipti Seksaria
43rd
327
Divyansh Jain
44th
326
Mayank Jain
47th
323
Prachi K Shah
48th
322
Amish Ramgarhia
49th
321
સી.એ. ફાઇનલ્સ 2019 પરીક્ષામાં દેશના ટોપ ફિફ્ટીમાં સ્થાન પામનારા વિદ્યાર્થીઓની યાદી
GPSC એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષ 2019 દરમિયાન ગુજરાત સરકાર માટે જુદા જુદા સંવર્ગ અને જુદા જુદા ખાતાઓ માટે કુલ 4500થી વધુ ક્લાસ વન, ક્લાસ ટુ અને ક્લાસ થ્રી વર્ગની પોસ્ટસ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન ધરાવે છે.
આજરોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કેલેન્ડર વર્ષ 2019માં કઇ કઇ પરીક્ષાઓ હાથ ધરાવામાં આવશે તે અંગેની સઘળી વિગતો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ માટેની સઘળી વિગતો આ મુજબના કેલેન્ડર પરથી સરળતાથી જાણી શકાશે. લગભગ દરેકેદરેક ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવક યુવતિઓ માટે આ ભરતી પ્રક્રિયાને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માનવામાં આવી રહી છે. આવો જાણીએ જીપીએસસી કઇ કઇ પરીક્ષાઓ લેવાનું છે.
આ તમામ ભરતી પ્રક્રિયા માટે એપ્લિકેશન કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે અને રસ ધરાવતા યુવક યુવતિઓએ ઓજસ (ઓનલાઇન જોબ એપ્લિકેશન) જે ગુજરાત સરકારની વેબસાઇટ છે તેના પરથી પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.
રેમો ડિસોઝા દ્વારા દિગ્દર્શિત ‘એબીસીડી’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘એબીસીડી-3’માં બ્રાન્ડ ન્યુ હેરકટ સાથે વરુણ ધવન તદ્દન નવા અવતારમાં પ્રેક્ષકોને જોવા મળશે. બૉલીવુડનાં માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ પણ ફિલ્મમાં હીરોનો લુક અતિશય મહત્ત્વનો હોય છે અને આજકાલના હીરો શક્ય હોય ત્યાં સુધી તેને બદલવા તૈયાર નથી હોતા. આનાથી વિપરીત જૂના જમાનાની ફિલ્મોમાં હીરો વિવિધ વેશભૂષા અને ગેટઅપમાં નજરે પડતા હતા. આગામી ફિલ્મો ‘ટોટલ ધમાલ’ અને ‘કલંક’માં રોલ કરી રહેલી અભિનેત્રી માધુરી દીક્ષિત-નેનેએ પણ આ ફિલ્મોની જાહેરાત કરવામાં આવ્યા બાદ ‘લુક ટેસ્ટ’ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાએ ચોથી વન ડેમાં શરમજનક હાર જોયા બાદ પાંચમી વન ડે જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની સિરીઝ પર 4-1થી કબજો કરી લીધો છે.
યુઝવેન્દ્ર ચહલ
ટીમ ઈન્ડિયાએ ચોથી વન ડેમાં શરમજનક હાર જોયા બાદ પાંચમી વન ડે જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની સિરીઝ પર 4-1થી કબજો કરી લીધો છે.
253 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા કવિઝની શરૂઆત સારી નહોતી રહી. ન્યૂઝીલેન્ડે 38 રનમાં જ 3 વિકેટ ગુમાવી હતી. જોકે ટોમ લાથમ અને જેમ્સ નિશામે ન્યૂઝીલેન્ડની ટીમને ઉગારવાનો પ્રયાસ કર્યો. પરંતુ ચહલના સ્પિન સામે લાથમ ટકી ન શક્યો તો જેમ્સ નિશામને ધોનીએ રન આઉટ કરીને પેવેલિયન પરત મોકલી દીધો. ન્યૂઝીલેન્ડ તરફથી જેમ્સ નિશામે સૌથી વધુ 44 રન બનાવ્યા.
તો ભારત તરફથી ચહલે 3, શમીએ 2, હાર્દિક પંડ્યાએ 2, ભુવી અને કેદાર જાધવે 1-1 વિકેટ ઝડપી હતી.
પહેલી ઈનિંગમાં બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ રન બનાવ્યા છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. જાણે ચોથી વન ડેની હાઈલાઈટ ચાલતી હોય તેમ ટોપ ઓર્ડરે ઘૂંટણીયા ટેકવી દીધા. ભારતે પહેલી વિકેટ 8 રને, બીજી વિકેટ 12 રને, ત્રીજી વિકેટ 17 રને, ચોથી વિકેટ 18 રને ગુમાવી હતી.
આજની વન ડેમાં ટીમમાં ઈજા બાદ પાછા ફરેલા ધોની પાસેથી ઘણી આશાઓ હતી. જો કે ધોની માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા. જો કે અંબાતી રાયડુ અને વિજય શંકરે ભારતીય ઈનિંગને સંભાળી. જો કે રાયડુ સદી ચૂક્યો અને 90 રને આઉટ થઈ ગયો. તો વિજય શંકરે 45 રન બનાવીને રાયડુને સાથ આપ્યો હતો. છેલ્લે હાર્દિક પંડ્યાએ પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરતા ટીમના સ્કોરને 252 પહોંચાડ્યો. હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 45 રન બનાવ્યા. જેમાં 5 સિક્સર્સ અને 2 ફોર સામેલ હતી.
ND VS NZ: ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે ભારતને હરાવ્યું
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 30.5 ઓવરમાં માત્ર 92 રનમાં જ ઢેર થઈ ગઈ. ભારત તરફતી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 18 રન બનાવ્યા તો હાર્દિક પંડ્યાએ 16 રન બનાવ્યા.
ટ્રેન્ટ બોલ્ટે ઝડપી 5 વિકેટ
પાંચ વન ડેની સિરીઝની ચોથી વન ડેમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ચોથી વન ડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટે પરાજય આપ્યો. 93 રનના ટાર્ગેટનો પીછ કરવા ઉતરેલા કિવિઝે આ માત્ર 14.4 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો. રોસ ટેલર 37 અને હેન્રી નિકોલસ 30 રને અણનમ હતા.
આ પહેલા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગમાં ઉતારી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડની ટીમે તેને સાચો સાબિત કરતા ટીમ ઈન્ડિયાને 100 રન પણ પાર ન કરવા દીધા.
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 30.5 ઓવરમાં માત્ર 92 રનમાં જ ઢેર થઈ ગઈ. ભારત તરફતી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 18 રન બનાવ્યા તો હાર્દિક પંડ્યાએ 16 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફી ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમા 21 રન આપીને 5 વિકેટ ઝડપી. આ ઉપરાંત કોલિન ડી ગ્રેન્ડ હોમે 3 વિકેટ ઝડપી.
IND VS NZ : ત્રીજી વન ડેમાં 7 વિકેટે ભારતનો વિજય
ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સના દમદાર પ્રદર્શન સામે કિવિઝની ટીમ માત્ર 243 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, તો ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી.
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ત્રીજી વન ડેમાં હરાવીને સિરીઝ જીતી લીધી છે. પહેલી ત્રણ વન ડે જીતવાની સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર પણ કબજો જમાવ્યો છે.
ત્રીજી વન ડે જીતીને ભારતે ઈતિહાસ રચી લીધો છે. આ મેચ જીતવાની સાથે જ વિરાટ સેનાએ વન ડે સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. પાંચ વન ડેની સિરીઝમાં ટીમ ઈન્ડિયા હવે 3-0થી આગળ છે. આ મેચ જીતવાની સાથે જ ભારતે 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતી છે. ક્રિકેટ ઈતિહાસમાં માત્ર બીજી વખત ભારત ન્યૂઝીલેન્ડમાં વન ડે સિરીઝ જીત્યું છે.
ટીમ ઈન્ડિયા 1976ના વર્ષથી ન્યૂઝીલેન્ડમાં દ્વિપક્ષીય સિરીઝ રમી રહી છે. ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વચ્ચે આ 8મી દ્વિપક્ષીય વન ડે હતી. આ પહેલા ભારત માત્ર એક જ વખત ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતી શક્યું છે. માર્ચ, 2009માં ટીમ ઈન્ડિયા 5 વન ડેની સિરીઝ 3-1થી જીત્યું હતું.
આ પહેલા ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સના દમદાર પ્રદર્શન સામે કિવિઝની ટીમ માત્ર 243 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, તો ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી.
જવાબમાં બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે પહેલી વિકેટ ઝડપથી ગુમાવી હતી. 39 રનના સ્કોરે જ શિખર ધવનને બોલ્ટે પેવેલિયન ભેગા કરી દીધા. પરંતુ કપ્તાન કોહલી અને રોહિત શર્માની જોડીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગને સંભાલી. રોહિત શર્મા 62 અને વિરાટ કોહલી 60 રનના સ્કોરે આઉટ થયા હતા.
IND VS NZ: પહેલી નેપિયર વનડેમાં ભારતનો 8 વિકેટે વિજય
મેચની શરૂઆતથી જ વિપક્ષી ટીમ પર ભારતીય ટીમે દબાવ બનાવતા માત્ર 157 રનમાં ઓલઆઉટ કરી હતી જેના જવાબમાં માત્ર 2 વિકેટના નુકશાને ભારતે આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું હતું.
ભારતની જીત
ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતની શરૂઆત ધમાકેદાર રહી છે. ભારતીય બોલરોના તરખાટ અને બેટ્સમેનોની મક્કમ બોટિંગના કારણે ભારતનો 8 વિકેટે વિજય થયો છે. મેચની શરૂઆતથી જ વિપક્ષી ટીમ પર ભારતીય ટીમે દબાણ બનાવતા માત્ર 157 રનમાં ઓલઆઉટ કરી હતી. જેના જવાબમાં માત્ર 2 વિકેટના નુકશાને ભારતે આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું હતું. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 75 રન અને વિરાટ કોહલીએ 41 રનની મહત્વની ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી અને બ્રેકવેલને 1-1 વિકેટ મળી હતી.
ન્યુઝીલેન્ડની ઈનિંગને 157 રનમાં ઓલઆઉટ કર્યા પછી રોહિત શર્મા અને શિખર ધવને મક્કમ શરૂઆત કરી હતી. જો કે ભારતે રોહિત શર્માના રૂપમાં પહેલી વિકેટ વહેલા ગુમાવી હતી. રોહિત શર્મા માત્ર 11 રનમાં આઉટ થયો હતો, ત્યાર બાદ શિખર અને વિરાટે ભારતને જીત અપાવી. જો કે 156 રને ભારતીય ટીમની ઈનિંગ અટકાવી હતી ત્યારબાદ ડક વર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતની જીત થઈ હતી.
ભારતીય ટીમના જબરજસ્ત બોલિંગ પરફોર્મન્સ સામે ન્યુઝીલેન્ડની ટીમ લાચાર સાબિત થઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર વિલિમ્સને હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. વિલિયમ્સન સિવાય કોઈ પણ પ્લેયર ભારતીય બોલિંગનો સામનો કરી શક્યો ન હતો. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ શામીએ 3 વિકેટ , ચહલે 2 વિકેટ , અને કેદાર જાદવે 1 વિકેટ ઝડપી હતી. 75રનની ઈનિંગ સાથે જ શિખર ધવન સૌરવ ગાંગુલીને પાછળ મુકતા બીજો ફાસ્ટેસ્ટ 5,000 રન બનાવનાર ખેલાડી બન્યો છે. શિખર ધવને 118 મેચમાં 5,000 રન પૂરા કર્યા હતાં.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.