Alert Archives - Page 418 of 512 - CIA Live

January 11, 2019
sansad.jpeg
1min13770

સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયું છે. અનેક કારણસર લોકસભા અને રાજ્યસભા અવારનવાર મુલતવી રહી હતી. લોકસભામાં ૪૭ ટકા કામકાજ થયું હતું, જયારે રાજયસભામાં કુલ ૨૭ ટકા કામકાજનું પ્રમાણ હતું, એમ સંસદીય બાબતોના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું. સવર્ણો માટે અનામત બિલ બંને ગૃહમાં પસાર થયાને તેમણે વિશેષ સિદ્ધિ ગણાવી હતી.

થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચના આંકડા પ્રમાણે સંસદના શિયાળુ સત્રમાં ૧૬મી લોકસભામાં ત્રીજું સૌથી ઓછું કામકાજ થયું છે. ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો બંને ગૃહમાં પસાર થયો તે પણ એક વિશેષ સિદ્ધિ છે જે આર્થિક નબળા વર્ગને ૧૦ ટકા અનામત પુરી પાડે છે. કરોડો ભારતીયોને આવરી લેતો ખરડો પસાર થયો તે ઐતિહાસિક ક્ષણ હતી એમ તેમણે કહ્યું હતું.

આ બિલને સમર્થન આપનાર તમામ પક્ષ અને સભ્યોનો આભાર માન્યો હતો. રાજ્યસભામાં પેન્ડિંગ બિલ ટ્રિપલ તલાક ખરડો તથા નાગરિકત્વ સુધારા ખરડાના સંદર્ભમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વિજય ગોયલે જણાવ્યું હતું કે, આ બંને ખરડા પસાર કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે જે લોકસભામાં પસાર થઈ ગયા છે.

લોકસભામાં ૨૯ દિવસમાં ૧૭ બેઠક થઈ હતી, જયારે રાજ્યસભામાં ૩૦ દિવસમાં ફકત ૧૮ બેઠક થઈ હતી. સત્ર દરમિયાન લોકસભામાં ૧૨ બિલ અને રાજ્યસભામાં પાંચ બિલ રજૂ થયા હતા. તે પૈકી પાંચ ખરડા બંને ગૃહમાં પસાર થયા છે. ચાર પેન્ડિંગ બિલ રાજ્યસભામાં પાછા ખેંચાયા હતા, જેમાં નાલંદા યુનિવર્સિટી સુધારિત બિલ, ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલ, હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલનો સમાવેશ છે.

January 11, 2019
gst.jpg
1min14980

દોઢ કરોડના ટર્નઑવરવાળા માટેની કમ્પૉઝિશન સ્કીમ પહેલી એપ્રિલ

જીએસટી કાઉન્સિલે વસ્તુ અને સેવા કર (જીએસટી)ની ચુકવણીમાંથી મુક્તિની ટોચમર્યાદા બમણી એટલે કે રૂપિયા ૪૦ લાખની કરી છે. આમ હવે નાના વેપારીઓને મોટી રાહત થઇ છે અને રૂ.૪૦ લાખ સુધીના ટર્નઑવર પર જીએસટી નહીં. તેણે કમ્પૉઝિશન સ્કીમમાં એક ટકો કર ચૂકવવા માટેની રૂપિયા દોઢ કરોડના ટર્નઑવરની ટોચમર્યાદાનો અમલ પહેલી એપ્રિલથી કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત, કેરળને ગયા વર્ષે પૂરને કારણે સર્જાયેલા વિનાશ વખતે નિરાશ્રિત બનેલા લોકોના પુનર્વસન માટે નાણાં ભેગા કરવા રાજ્યને આંતર-રાજ્ય વસ્તુ અને સેવા પર એક ટકો કુદરતી આફત વેરો નાખવાની પરવાનગી આપી હતી.

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કુલ ટર્નઑવર રૂપિયા ૪૦ લાખ સુધીનું હોય એવા કરદાતાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઇ છે. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા રૂપિયા ૨૦ લાખ કરાઇ છે. હાલમાં રૂપિયા ૨૦ લાખ સુધીનું ટર્નઑવર ધરાવતા વ્યાપારીઓને જીએસટીની નોંધણીમાંથી મુક્તિ અપાઇ હતી. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા અત્યાર સુધી રૂપિયા ૧૦ લાખ હતી.

દેશના બધા રાજ્ય જીએસટીમાંથી મુક્તિની રૂપિયા ૪૦ લાખની ટોચમર્યાદાનો અમલ કરે તો સરકારની અંદાજે રૂપિયા ૫,૨૦૦ કરોડની આવક ઘટશે. જેટલીએ જણાવ્યું હતું કે નાના વ્યાપારીઓનું ટર્નઑવર રૂપિયા ૧.૫ કરોડ સુધી હોય તો જીએસટી કમ્પૉઝિશન સ્કીમ હેઠળ એક ટકો કર ભરવો પડશે અને તેનો અમલ પહેલી એપ્રિલથી થશે. અગાઉ, ટર્નઑવરની આ ટોચમર્યાદા રૂપિયા એક કરોડ હતી.

વસ્તુ અને સેવાના સર્વિસ પ્રૉવાઇડર્સ અને સપ્લાયર્સનું ટર્નઑવર રૂપિયા પચાસ લાખ સુધીનું હોય તો તેઓ જીએસટી કમ્પૉઝિશન સ્કીમ માટે યોગ્ય ઠરશે અને છ ટકા કર ભરી શકે છે. જીએસટી કાઉન્સિલના કમ્પૉઝિશન સ્કીમ હેઠળના આ બે નિર્ણયને લીધે સરકારની વાર્ષિક આવકમાં રૂપિયા ૩,૦૦૦ કરોડનો ઘટાડો થવાની આશા છે. જેટલીએ ટ્વીટ કર્યું હતું કે જીએસટી કાઉન્સિલે ગુરુવારે મળેલી પોતાની ૩૨મી બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત આપી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ ઍસ્ટૅટ માટેના જીએસટીને મુદ્દે વિરોધાભાસી અભિપ્રાય રજૂ થતાં કાઉન્સિલે પ્રધાનોની સાત સભ્યની સમિતિ રચી છે અને તે સંબંધિત ભલામણ કરશે. લૉટરી અંગે પણ વિરોધાભાસી અભિપ્રાય રજૂ કરાતા તે અંગે જરૂરી સૂચન હવે પ્રધાનોની એક સમિતિ કરશે. કમ્પૉઝિશન સ્કીમમાં કરવેરાનું રિટર્ન માત્ર એક જ વખત ફાઇલ કરવાનું રહેશે, પરંતુ દર ત્રિમાસિક ગાળામાં કર ભરવો પડશે.

દરમિયાન, રૂપિયા દોઢ કરોડથી ઓછું ટર્નઑવર ધરાવનારાઓ માટે નિ:શુલ્ક ઍકાઉન્ટિંગ અને બિલિંગ સૉફ્ટવેર ઉપલબ્ધ કરાવાશે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીને લગતી મોટા ભાગની આવક મોટી કંપનીઓ પાસેથી જ મળે છે. કાઉન્સિલે નાના વ્યાપારીઓને મદદ કરવા નિર્ણય લીધા છે. વ્યાપારીઓને વિવિધ વિકલ્પ અપાયા છે. જો વ્યાપારીઓ સર્વિસીસ સૅક્ટરમાં હોય તો છ ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ લઇ શકશે, જ્યારે રૂપિયા દોઢ કરોડ સુધીનું ટ્રૅડિંગ હોય તો એક ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ મેળવી શકશે. તેઓની જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા રૂપિયા ૪૦ લાખ કરાઇ છે.

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા હાલમાં રૂપિયા ૨૦ લાખ હોવા છતાં રૂપિયા ૨૦ લાખથી ઓછું ટર્નઑવર ધરાવતા અંદાજે ૧૦.૯૩ લાખ કરદાતા કરવેરો ભરે છે. પાણ્ડેયે જણાવ્યું હતું કે ચીજવસ્તુનો વ્યાપાર કરનારા અને આંતર-રાજ્ય ટ્રૅડ (વ્યાપાર) કરનારાઓ માટે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઇ છે, પરંતુ આંતર-રાજ્ય ટ્રાન્ઝૅક્શન (લેવડદેવડ) કરનારાઓ માટે તે લાગુ નહિ પડે. કમ્પૉઝિશન સ્કીમમાં વ્યાપારીઓ અને ઉત્પાદકો એક ટકાના દરે કરવેરો ભરી શકે છે, જ્યારે રેસ્ટૉરાં પાંચ ટકા જીએસટી ભરે છે.

January 10, 2019
surat.jpeg
1min26320

સુરતનો વિકાસ કરતી મ્યુનિસિપલ કોર્પોરેશન હાંફી ગઇ છે, તિજોરી તળીયું દેખાતી થઇ છે ત્યારે શહેરમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓ સામે આવીને સુરતના માળખાગત સુવિધાઓ વિકસાવવામાં યોગદાન ક્યારે આપશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના અર્થતંત્રને સમગ્ર વિશ્વમાં ગણનાપાત્ર બનાવતા બે મુખ્ય ઉદ્યોગો હીરા અને ટેક્સટાઇલનું સમાજ પ્રત્યે પણ ઉત્તરદાયિત્વ હોય છે. સુરત મહાનગરપાલિકાની તિજોરી હવે સતત તળીયા ઝાટક બની રહી છે ત્યારે સુરતમાંથી કમાણી કરતા ઉદ્યોગોની નૈતિક ફરજ બને છે કે સામે આવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

સુરતમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓએ આ શહેરના વિકાસમાં પણ યોગદાન આપવાનું થતું હોય છે. કોર્પોરેટ જગતમાં રાજ્ય સરકારે ફરજિયાત સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી) એક્ટવિટી કરાવે છે પરંતુ, સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે વ્યક્તિગત કે ભાગીદારી પેઢીમાંથી વિકાસ પામ્યા છે ત્યારે સામાજિક ઉત્તરદાયિત્વ એટલે કે સુરતના વિકાસમાં પણ યોગદાન આપવાની બાબત વ્યક્તિગત બની ગઇ છે.

સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ સખાવતમાં પાછું વળીને જોયું નથી

છેલ્લા 25 વર્ષથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને સામાજિક ઉત્તરદાયિત્વમાં જે જોયું જાણ્યું છે એના પરથી લખી રહ્યો છું કે સુરત પાસેથી કમાણી કરીને સુરતને ઋુણ ચૂકવવામાં હીરા ઉદ્યોગપતિઓએ જબરદસ્ત ફાળો આપ્યો છે અને આપી રહ્યા છે. હીરા ઉધોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓએ સુરતના વિકાસમાં જ્યારે જ્યારે ટહેલ પડી છે ત્યારે રકમની સામું જોયા વગર કરોડો રૂપિયા આપ્યા છે અગર તો સુરતને પબ્લિક પ્રોજેક્ટ સમર્પિત કર્યા છે. કિરણ હોસ્પિટલ હોય કે સૌરાષ્ટ્ર પટેલ સમાજની લાઇબ્રેરી હોય કે પછી પબ્લિક દવાખાના હોય, હીરા ઉદ્યોગપતિઓએ સુરતના લોકો માટે આ પ્રોજેક્ટસ આપીને ઋુણ અદા કરવામાં કોઇ કચાશ છોડી નથી. બીજી તરફ, શહેરમાં સી.સી. ટીવી કેમેરાનું નેટવર્ક બિછાવવાનું હોય કે સરહદ પર શહીદ થતા વીર સૈનિકોના પરિવારજનોને આર્થિક સહયોગ આપવાનો હોય સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ આવા સામાજિક ઉત્તરદાયિત્વના કામો માટે અપેક્ષા કરતા મોટી રકમ આપી છે.

  • હીરા ઉધોગપતિઓ ન હોત તો આ મેગા પ્રોજેક્ટસના મીઠાં ફળ સુરતીઓને મળી શક્યા હોત
  • કિરણ હોસ્પિટલ
  • લોકસમર્પણ બ્લડ બેંક
  • લોકદ્રષ્ટી ચક્ષુબેંક
  • વરાછા કો.ઓ. બેંક
  • ડાયમંડ હોસ્પિટલ
  • જે.ડી. ગાબાણી લાઇબ્રેરી અને પુસ્તકાલય
  • ઓડીટોરીયમ અને આર્ટ ગેલેરી (પ્રપોઝ્ડ)
  • સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ
  • આવી તો કંઇ કેટલીય પ્રવૃતિઓ છે જેનો લાભ સમાજના દરેક વર્ગના લોકોને આજે મળી રહ્યો છે, આ પ્રવૃતિઓ હીરા ઉદ્યોગ સાથે કંળાયેલા ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આપેલા દાનમાંથી ધમધમી રહી છે. આવા પ્રોજેક્ટસને કારણે સ્થાનિક વહીવટીતંત્રોને મોટી રાહત મળતી હોય છે. સુરતના વિકાસમાં આ પ્રોજેક્ટસ મહત્વની ભૂમિકા ભજવે છે.

બિનગુજરાતી ઉદ્યોગપતિઓની સખાવત સ્વકેન્દ્રી બની રહી

બીજી તરફ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ હિન્દીભાષીઓ કાર્યરત છે અને તેઓ કમાણી પણ કરી રહ્યા છે. રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, ઉત્તર પ્રદેશ વગેરેથી અહીં મોટા પ્રમાણમાં વર્કર્સ આવ્યા છે, તેઓ મર્યાદિત આવક રળી રહ્યા છે, રોજી રોટી માટે આવ્યા છે માની શકાય પરંતુ, સુરતમાં એવા અનેક હિન્દીભાષી, બિનગુજરાતી ટેકસટાઇલ ઉદ્યોગપતિઓ છે જેઓ કરોડો નહીં અબજો રૂપિયાની કમાણી સુરતમાંથી કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. પરંતુ, ઉડીને આંખે વળગે તેવા સોશ્યલ રિસ્પોન્સિબિલીટીના એકેય પ્રોજેક્ટ આ વર્ગમાંથી મળ્યા નથી. કહેવાનો મતલબ એવો હરગીઝ નથી કે બિનગુજરાતી ઉદ્યોગપતિઓ દાન-ધર્મ નહીં કરતા હોય પરંતુ, હોસ્પિટલ, સ્કુલ, કોમ્યુનિટી હોલ જે કંઇ પણ આ વર્ગે બનાવ્યું એમાં ટોપ પ્રાયોરિટી પોતાના વર્ગ પૂરતી સિમીત રાખી હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાંથી લખલૂંટ કમાણી કર્યા પછી બિનગુજરાતી ઉદ્યોગપતિઓએ જે સખાવતો કરી એ પોતાના વર્ગ પૂરતી સ્વકેન્દ્રી કરી છે. સ્વકેન્દ્રી એટલા માટે લખવું પડી રહ્યું છે કેમકે બિનગુજરાતી કહો કે હિન્દીભાષી ઉદ્યોગપતિઓએ આ શહેરમાં જો પબ્લિક પ્રોજેક્ટસ આપ્યા હોય તો એ મહત્તમ સીબીએસઇ સ્કુલ્સ છે કે કોલેજો છે. સીબીએસઇ એટલા માટે કે આખા દેશમાં સીબીએસઇ બોર્ડ હોય અને આવી સ્કુલ્સમાં મિડીયમ ઓફ ટીચીંગ કોમન હોય એટલે એ વર્ગના પરિવારોના બાળકોની શિક્ષણની સુવિધાઓ સચવાય રહે. સીબીએસઇ સ્કુલ્સમાં પ્રાયોરિટી બિનગુજરાતી પરિવારોને પહેલા આપવામાં આવે છે પરીણામે સ્વકેન્દ્રી અભિગમ છતો થઇ રહ્યો છે.

સૌથી કંજૂસ હજીરાના ઉધોગો, સુરતની તાપી નદીનું પાણી લીધું એટલા રૂપિયા પણ આપતા નથી

એવું નથી કે સુરતને ધંધાકીય સિટીની ઓળખ હજીરાના ઉદ્યોગોથી મળી હોય. દાયકાઓ પૂર્વેથી સુરત વેપાર-વણજ માટે પ્રખ્યાત હતુ અને છે. અને આ જ કારણે દેશના ઉદ્યોગપતિઓ સુરત નજીક હજીરામાં આવ્યા. હજીરા ખાતે પ્લાન્ટસ નાખીને દેશની અગ્રણી હરોળની બનેલી અનેક કંપનીઓએ સુરતના તટેથી વેપાર કરીને અબજો રૂપિયા બનાવ્યા. સી.એસ.આર. એક્ટિવિટીના નામે આ ઉધોગોએ હજીરાના આસપાસના ગામોમાં થોડી ઘણી સખાવતો કરી છે, એ સિવાય તાપી નદીમાંથી રોજેરોજ કરોડો લિટર પાણી ઉલેચી રહેલી હજીરાની કંપનીઓ જો સુરતને પાણી લીધા બરાબર પણ ઋુણ અદા કરે તો સુરતમાં અનેક માળખાગત સુવિધાઓ વિકસી શકે. સુરતના વિશાળ હિતમાં જ્યારે જ્યારે કોઇ પ્રોજેક્ટ હાથ ધરાય અને પબ્લિક પાર્ટિશિપેશનની જરૂર પડે ત્યારે સ્થાનિક અધિકારીઓએ દમ મારીને દાનના રૂપિયા હજીરાના ઉધોગો પાસેથી કઢાવવા પડે એ સિવાય સ્વયંભુ સુરતને કશું આપવા માટે હજીરાના ઉદ્યોગો ક્યારેય આગળ આવતા નથી.

હવે એવો સમય આવી ગયો છે કે સુરતના વિકાસ માટે એક્સ્ટ્રા એટેમ્પ્ટ કરવો પડશે. એકલી સુરત મહાનગરપાલિકા પાસે જ સુરતના વિકાસની અપેક્ષા રાખી શકાય નહીં. ઉધોગો અને ઉધોગપતિઓએ સામાજિક ઉત્તરદાયિત્વ સમજવું પડશે. સુરત એવા લેવલમાં આવી ચૂક્યું છે કે અહીંથી આયોજનબદ્ધ રીતે વિકાસને દિશા મળી શકે અન્યથા મુંબઇની જેમ અણઘડ રીતે એ વિકાસના નામે ફેલાતું રહેશે. એકલા ઉદ્યોગપતિઓ નહીં સમગ્ર ઉદ્યોગે સાથે મળીને સુરતના વિકાસના પ્રોજેક્ટસની જવાબદારી ઉપાડી લેવાનો વખત આવી ચૂક્યો છે.

January 10, 2019
hacked.jpg
1min5370

ચાઇનીઝ હેકર્સની એક ટોળકીએ ઇટાલિયન કંપની ટેકનિમોન્ટ સ્પાના ભારતીય એકમ સાથે 18.6 કરોડ ડોલર (₹130 કરોડ)ની છેતરપિંડી કરી છે. હેકર્સે એક એક્વિઝિશન માટે આ નાણાંની જરૂર હોવાનો સ્થાનિક મેનેજરોને ભરોસો અપાવ્યો હતો અને બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવીને ઉપાડી લીધા હતા. ભારતમાં સાઇબર ઇતિહાસમાં આ સૌથી મોટી ચોરી માનવામાં આવે છે.

હેકર્સે મિલાનમાં મુખ્યમથક ધરાવતી કંપની ટેકનિમોન્ટ સ્પાના ભારતીય એકમ ટેકનિમોન્ટ પ્રા લિને ઇ-મેઇલ કર્યા હતા જે ગ્રૂપ સીઇઓ પિયરોબેર્ટો ફોલ્જિયેરોના એકાઉન્ટ જેવું જ દેખાતું હતું એમ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

હેકરોએ ચીનમાં સંભવિત ‘અત્યંત ગુપ્ત’ એક્વિઝિશન માટે શ્રેણીબદ્ધ કોન્ફરન્સ કોલ કર્યા હતા. આ કોલ્સ દરમિયાન કેટલાક લોકોએ વિવિધ ભૂમિકા ભજવી હતી. તેઓએ પોતાને ગ્રૂપ સીઇઓ અને સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ટોચના વકીલ અને કંપનીના અન્ય સિનિયર એક્ઝિક્યુટિવ્સ ગણાવ્યા હતા, એમ મુંબઈ પોલીસ સાઇબર ક્રાઇમ યુનિટને સુપરત કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું.

હેકરે ભારતીય વડાને તે વાત સાથે સહમત કર્યા હતા કે નિયમનકારી અવરોધોના કારણે આ નાણાં ઇટાલીમાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે. તેમણે તેના બદલે નાણાં નવેમ્બરમાં એક જ સપ્તાહમાં ત્રણ તબક્કામાં ટ્રાન્સફર કર્યાં હતાં. નાણાંને ભારતમાંથી 56 લાખ ડોલર, 94 લાખ ડોલર અને 36 લાખ ડોલરના સ્વરૂપમાં હોંગકોંગ સ્થિત બેન્કોમાં ટ્રાન્સફર કરાયા હતા અને ત્યાંથી તે ગણતરી મિનિટોમાં ઉપાડી લેવાયા હતા. છેતરપિંડી આચરનારાઓએ ચોથી વખત ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધી છેતરપિંડી પકડાઈ ગઈ હતી. ટેકનિમોન્ટ સ્પાના ચેરમેન ફ્રાન્કો ઘિરનઘેલીએ ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લીધી ત્યારે આ બાબત ધ્યાનમાં આવી હતી.

ટેકનિમોન્ટ સ્પા પબ્લિકલી ટ્રેડેડ ઇટાલિયન ગ્રૂપ મૈયર ટેકનિમોન્ટની બ્લૂ-ચિપ કંપની છે, તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. કંપની એન્જિનિયરિંગ, એનર્જી અને કેમિકલ્સના કારોબારમાં જોડાયેલી છે. તેણે જણાવ્યું હતું કે તેણે આ બાબતને રીતસરની છેતરપિંડી ગણી છે. કંપનીએ ઇટીને વિનંતી કરી છે કે તે આમાં કોઈનું નામ ન લે, નહીં તો કેસમાં અસર થઈ શકે.

મૈયર ટેકનિમોન્ટે ઇટીને ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, “અમે તેની સાથે સંકળાયેલી કંપનીનું નામ જાહેર નહીં કરીએ અને અમે આ સમાચાર પર ટિપ્પણી પર નહીં કરીએ. કોઈ પણ ડિસ્ક્લોઝરથી પ્રવર્તમાન હિલચાલમાં પૂર્વગ્રહ રચાઈ શકે છે. આ સાઇબરએટેક નથી, પરંતુ રીતસરની છેતરપિંડી છે, જેમાં અમે અમારાં નાણાં પરત મેળવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.

January 10, 2019
world_bank.png
1min5270

સામાન્ય ચૂંટણી પહેલાં મોદી સરકાર માટે સારા સમાચારમાં વિશ્વબેન્કે 2021 સુધીમાં ભારત સમગ્ર વિશ્વની સૌથી ઝડપી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની રહેશે તેવો વર્તારો આપ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે તેવું પણ પૂર્વાનુમાન કરાયું છે. જો કે, 2021 સુધીમાં ભારતનો વિકાસદર વધીને 7.5 ટકા પર પહોંચી જશે તેવો વર્તારો પણ વર્લ્ડ બેન્કે આપ્યો છે.

વિશ્વબેન્કનો ‘ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પકેટસ’ અહેવાલ નોંધે છે કે ભારતનો સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) દર 2017ના 6.7 ટકામાંથી વધીને 2018માં 7.3 બાદ 2019, 2020 અને 2021માં 7.5 ટકા રહી શકે છે. આ રીતે ભારત સમગ્ર દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરનાર અર્થવ્યવસ્થા બની રહેશે તેવી આગાહી વિશ્વબેન્કે કરી છે. વાસ્તવમાં અન્ય કોઈપણ અર્થવ્યવસ્થાનો વિકાસદર સાત ટકાને પણ પાર નહીં કરી શકે તેવું પૂર્વાનુમાન અહેવાલમાં કરાયું છે.

વિશ્વબેન્કના આ અહેવાલમાં મોદી સરકાર દ્વારા કરાયેલા ઢાંચાગત સુધારાઓની પ્રશંસા કરતાં નોંધાયું છે કે, આવા સુધારાઓનાં પરિણામ હવે સામે આવવા લાગ્યાં છે. તાજા નીતિગત સુધારાઓના લાભ દેખાવા લાગ્યા છે અને ઋણ લેવાનું પ્રમાણ વધ્યું છે. જેનાથી વ્યક્તિગત ઉપયોગ મજબૂત રહેવા સાથે રોકાણમાં તેજી જારી રહેવાની આશા છે તેવું વિશ્વબેન્ક નોંધે છે.

January 10, 2019
gabbar.jpg
1min14350

અંબાજીના ગબ્બરમાં બનવા જઈ રહ્યો છે દેશનો પ્રથમ કાચનો સ્કાય વૉક.

અંબાજીમાં બનશે દેશનો પ્રથમ કાચનો સ્કાય વૉક
ગબ્બરમાં બનશે દેશનું પ્રથમ કાચનું સ્કાય વૉક

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં દેશનો પ્રથમ કાચનો સ્કાય વૉક બનશે. યાત્રિકો હવે રોમાંચ અને સાહસિકતાથી ભરપૂર સ્કાય વૉકની મજા માણી શકશે. આગામી વાઈબ્રન્ટ સમિટમાં સ્કાય વૉક બનાવવા માટે MOU કરવામાં આવશે અને તે વહેલી તકે પૂર્ણ થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. ગબ્બર પર્વત પર બનનારો આ પુલ ભારતનો પ્રથમ કાચનો પુલ હશે.

કાચના પુલ પર ચાલીને ગબ્બર પર્વતની એક બાજુએથી જઈ શકાશે. કાચના પુલ પરથી અરવલ્લીના પર્વતો અને ખીણને નિહાળી શકશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટ અધર્વ્યુએ પ્રોજેક્ટ પર માહિતી આપતા કહ્યું કે, ઉષા બ્રેક કંપની સાથે સ્કાય વૉક બનાવવા માટે MOU કરવામાં આવશે. સ્કાય વૉકનું નિર્માણ થતા અંબાજી આવતા યાત્રિકોને વધુ એક નજરાણું મળી રહેશે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી બાદ વધુ એક પર્યટન સ્થળ સ્કાય વૉકના રૂપમાં મળશે.

January 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5090

ગોડાદરાની કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવા મામલે પોલીસે દરોડા પાડ્યા છે. બિલ્ડર શાંતિલાલ શાહ પર કરોડો રૂપિયાની કિંમતની જમીન બોગસ પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડવાનો આરોપ છે. પોલીસ આ મામલે શાંતિલાલ શાહની ધરપકડ પણ કરી ચૂકી છે. તો તેની ઓફિસ, ઘર અને તેના સાળાની ઓફિસ મળી કુલ 4 જગ્યાએ તપાસ પણ કરી હતી.

ગોડાદરાના સુથાર ફળિયામાં રહેતાં ઉષાબહેન ગોપાલભાઈ લાડે એપ્રિલ 2017માં લિંબાયત પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કરંજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત કુલ 14 આરોપીના નામો લખાવ્યા હતા. આ તપાસ જાન્યુઆરી 2018માં સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી.પરિણામે સીઆઇડી ક્રાઇમની ટીમે બિલ્ડર શાંતિલાલ મદનલાલ શાહની ધરપકડ કરી હતી. જેનાં એક દિવસનાં રિમાન્ડ મંજૂર થયાં હતાં. જેમાં શાંતિલાલની ઓફિસ, ઘર અને શાંતિલાલના સાળાની અડાજણ વિસ્તારમાં આવેલી ઓફિસ પર પોલીસે તપાસ કરી હતી. જ્યાંથી કેટલાક મહત્વના દસ્તાવેજી પુરાવા પોલીસને હાથ લાગ્યા હતા.

એપ્રિલ 2017માં ઉષાબહેને લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીમાં ધારાસભ્યનું નામ હોવાના કારણે લિંબાયત પોલીસે તપાસમાં ઢીલું વલણ અખત્યાર કરતા ઉષાબહેને હાઇકોર્ટનું શરણું ગ્રહણ કર્યું હતું. હાઇકોર્ટના આદેશ બાદ જાન્યુઆરી 2018થી આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ હતી.

January 10, 2019
somnath_temple-1280x720.jpg
1min13300

બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની આવકમાં વધારો થયો છે. 2018ના વર્ષમાં કરોડો ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, જેને કારણે મંદિરની આવકમાં પણ વધારો નોંધાયો છે

સોમનાથ મંદિરની વધી આવક

બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની આવકમાં વધારો થયો છે. 2018ના વર્ષમાં કરોડો ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, જેને કારણે મંદિરની આવકમાં પણ વધારો નોંધાયો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2018 સુધી સોમનાથ મંદિરને 33 કરોડ રૂપિયાની આવક થઈ છે. હજી આમાં ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની ગણતરી બાકી છે. ત્યારે 2018ની મંદિરની કુલ આવક 40 કરોડને પાર થાય તેવું અનુમાન છે.

સોમનાથ મંદિરમાં વર્ષ 2018માં આવતાં યાત્રિકોની સંખ્યામાં વધારો થતા મંદિરની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો. જેમાં ગોલખ દાન, પૂજા વિધિ, અતિથિ ગૃહોનું ભાડું, સુવર્ણદાન, તેમજ ભોજનાલયો સહિતનાં ટ્રસ્ટનાં આવકના સ્ત્રોત દ્વારા સોમનાથ ટ્રસ્ટની આવક 33 કરોડને પાર થઈ છે. જો કે સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

વર્ષ 2012થી મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટને 120 કિલોથી વધુ સોનાનું દાન મળ્યું છે. જેનાથી મંદિરની આગળના 10 પિલરો, ગર્ભગૃહ, શિખર, તથા મંદિર 1500 જેટલા કળશ પૈકી 300થી વધારે કળશ મઢાઈ ચૂક્યા છે. બાકીના કળશોને પણ સોને મઢવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરાશે. જે સંદર્ભે શ્રદ્ધાળુઓનો સારો એવો પ્રતિસાદ મળતા નોંધણી શરૂ થઈ ચૂકી છે.

વર્ષ 2018 દરમિયાન VIP શ્રદ્ધાળુનું આગમન પણ વધ્યું હતું. જેમાં અમિત શાહ, વિજય રૂપાણી સહિત પ્રથમ વખત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાં અનેક મહાનુભાવો સોમનાથ દાદાનાં દર્શને આવ્યા હતા. તો મંદિર ખાતે ગત વર્ષે અનેક પ્રકારની સુવિધાઓમાં પણ વધારો કરાયો હતો. જેમાં ભોજનાલયથી માંડીને સમગ્ર મંદિર ખાતે સીસીટીવીનો પણ સમાવેશ થાય છે. અને યાત્રાળુઓ કોઈ પણ જાતની સમસ્યા વગર સોમનાથ મહાદેવના દર્શન કરે છે.

January 9, 2019
budget.jpg
1min6660

1 ફેબ્રુઆરીના રોજ સરકાર વચગાળાનું બજેટ જાહેર કરશે. આ વખતે બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ફાઇલ ફોટો

તાજા સમાચારો મુજબ નરેન્દ્ર મોદી સરકાર આગામી તા. 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાનું બજેટ સંસદભવનમાં રજૂ કરશે. આ માટે કેબિનેટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરીની વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે લોકસભા ચૂંટણીઓ યોજાવાની હોઇ ઇન્ટરિમ બજેટ રજૂ કરવામાં આવશે.

જ્યારે લોકસભા ચૂંટણી થાય છે, તે વર્ષે નાણામંત્રી વચગાળાનું એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરિમ બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાક મહિનાઓના સરકારી કામકાજ ચલાવવા માટે હોય છે. નવી સરકાર બન્યા પછી જુલાઈમાં સપ્લીમેન્ટરી બજેટ રજૂ કરવામાં આવે છે, જે બાકીના નાણાકીય વર્ષ માટે હોય છે. અન્ય વર્ષોમાં નાણામંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે.

લોકસભા ચૂંટણીની બરાબર પહેલા થનારા આ બજેટ સત્રમાં સરકાર કંઇક મોટી જાહેરાતો કરી શકે છે. હાલના શિયાળુ સત્રમાં પણ સરકાર સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું બંધારણીય સુધારા બિલ લઈને આવી છે, જેને લોકસભામાંથી પાસ થયા પછી રાજ્યસભાની મંજૂરી મળવાની રાહ છે.

કેબિનેટની સંસદીય મામલાઓ સાથે જોડાયેલી સમિતિ (કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ)એ બુધવાર તા.9મી જાન્યુઆરીએ આ નિર્ણય લીધો છે. ન્યુઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. અધિકૃત એલાન પછીથી કરવામાં આવશે.

 

January 9, 2019
mbbs.jpg
234min1014

આખા ભારતની મેડીકલ કોલેજોની માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. ભારતમાં 497 જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે. આ તમામ મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ની કુલ 60680 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ધો.12 સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ માહિતી અગત્યની થઇ પડતી હોય છે. તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે આ સમાચારને શક્ય એટલા શેર કરજો.