Alert Archives - Page 399 of 519 - CIA Live

March 22, 2019
jklf.jpeg
1min13660
  • અગાઉની સરકારોએ યાસીન મલિક અને તેના જેવા નેતાઓ અને તેમની સંસ્થાઓને સુવિધાઓ જ આપ્યે રાખી હતી
  • અગાઉની એકેય સરકારોએ યાસિન મલિક કે અન્ય અલગાવવાદીઓ સામે પગલાં ભરવાથી કિનારો કર્યે રાખ્યો હતો

ચૂંટણીના સમયે તો ચૂંટણીના સમયે પરંતુ, નરેન્દ્ર મોદી સરકારની હિંમતને દાદ આપવી ઘટે. અત્યાર સુધી જેની સામે અગાઉની સરકારોએ એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો એવા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની સંસ્થા JKLF પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. દેશના મોટા ભાગના મોદી સરકારના આ નિર્ણયથી ખુશી અનુભવી રહ્યા છે. આ સંસ્થાની આડમાં યાસીન મલિક અનેક રીતે આતંકીઓનો પોષતો હોવાની પાક્કી બાતમીઓ મળી હતી. યાસીન મલિક અને તેની સંસ્થા JKLF સામે 27 જેટલી એફ.આઇ.આર. પણ દર્જ થઈ ચૂકી છે.

ગઇ તા. 26 ફેબ્રુઆરીએ NIAએ કાશ્મીર ખીણ વિસ્તારમાં સંખ્યાબંધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં યાસીન મલિક, શબ્બીર શાહ, મીરવાઈઝ ઉર ફારુક, મોહમ્મદ અશરફ ખાન, મસર્રત આલમ, ઝફર અકબર ભટ્ટના નામ સામેલ હતા જેના ભાગરૂપે આતંકવાદ સામે કેન્દ્ર સરકારે વધુ કાર્યવાહી હાથ ધરીને આજે તા.22મી માર્ચ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) પર પ્રતિબંધ લાદી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે વર્તમાન નરેન્દ્ર મોદીની સરકારે આ પ્રકારની હિંમત કરી છે, અગાઉની સરકારોએ યાસિન મલિક અને તેના જેવા અનેક કાશ્મીરી અલગાવવાદીઓને સુવિધાઓ જ ધર્યે રાખી હતી.

મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFને આતંક વિરોધ કાયદા અંતર્ગત પ્રતિબંધિત કર્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય અલગાવવાદીઓ સામે મહત્વનો નિર્ણય છે. અલગાવવાદી નેતા યાસીન મલિક JKLFના પ્રમુખ છે.

JKLF પર સમયાંતરે આતંકી ગતિવિધિઓને સમર્થન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. JKLF પર પ્રતિબંધના સરકારના નિર્ણય અંગે માહિતી આપતા ગૃહ સચિવ રાજીવ ગાબાએ કહ્યું કે JKLF વિરુદ્ધ 27 FIR નોંધાઇ ચૂકી છે. જેમાં વાયુસેનાના ચાર અધિકારીઓની હત્યાના કેસ અને મુફ્તી મોહમ્મદ સઈની પુત્રી રુબૈયા સઈદના અપહરણનો કેસ સામેલ છે. રાજીવ ગાબાએ કહ્યું કે આ સંગઠન આતંકને પ્રોત્સાહન આપવા માટે ગેરકાયદે ફંડિંગમાં જવાબદાર છે. આ સંગઠન ફાળો એક્ઠો કરીને ખીણમાં અશાંતિ ફેલાવે છે. જેનાથી હુર્રિયતના કાર્યકર્તાઓ અને પત્થરબાજોને પૈસા મળે છે.

JKLFને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, એટલે તેના વિરુદ્ધમાં ત્રણ મહિનાથી પગલાં લેવાઈ રહ્યા હતા. આ પહેલા સરકાર જમાત એ ઈસ્લામી પર પણ પ્રતિબંધ મૂકી ચૂકી છે. ઈડીએ પણ પાછલા કેટલાક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં દરોડા કર્યા હતા. ઈડીએ યાસીન મલિકના કેટલાક ઠેકાણાંઓ પર પણ દરોડા કર્યા હતા.

 

March 22, 2019
road-safety-council-logo.jpg
1min17450
મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના બિલ્ડીંગોના મનઘડંત નિયમો સામે પોલિસ કમિશનરની લાલ આંખ
પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇઃ
રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં પોલિસ કમિશનર કચેરીના સભાખંડમાં શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી.
રોડ સેફટી કાઉન્સીલના સભ્યની એક રજૂઆતના સંદર્ભમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ શહેરના એપાર્ટમેન્ટ, હાઈરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગોમાં આવતા મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના મનઘડંત નિયમો સામે લાલ આંખ કરતા જણાવ્યું કે, ખાસ કરીને મોટા વરાછા, યોગી ચોક, સરથાણા, કતારગામ સહિતના વિસ્તારોમાં એપાર્ટમેન્ટના ગેટ પર ‘મહેમાનોએ પોતાના વાહનો બહાર પાર્ક કરવા’, ‘પાર્કિંગ ફક્ત સોસાયટીના સભ્યો માટે જ છે.’ એવા લખાણ વાળા બોર્ડ લગાવી સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે.
કેટલાક સાંકડા રસ્તા પરની રહેણાંક બિલ્ડીંગોના આવા ગેરકાયદેસર નિયમોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્દ્ભવે છે. પોલિસ કમિશનરશ્રીએ સોસાયટી-એપાર્ટમેન્ટ દ્વારા મહેમાનો અને મુલાકાતીઓને રેસિડેન્સીની બહાર પાર્કિંગ કરવા માટે દબાણ કે ફરજ પાડી શકાય નહી એમ જણાવી આવું કરીને મનમાની કરતી બિલ્ડીંગોના જવાબદાર હોદ્દેદારો સામે સખ્ત કાર્યવાહી કરવાની તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે શહેરમાં આ પ્રકારની બિલ્ડીંગો પર જાત તપાસ કરી કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સુરત એ.આર.ટી.ઓ. શ્રી ડી.કે.ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન, કાયદાકીય જોગવાઇઓ સંબંધિત જાણકારી આપવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્કૂલ કોલેજો દ્વારા પણ વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અને જાણકારી આપવામાં આવે તે માટે શાળાઓને ટ્રાફિક પોલીસ દ્વારા પ્રેરિત કરવામાં આવે છે. તેમણે અડચણરૂપ થાય તેવી જગ્યાએ પાર્કિંગ કરનારા સામે સખત દંડનાત્મક કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.
બેઠકમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ સૂરત શહેરમાં ટ્રાફિક, વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોની સમસ્યાને નિવારી શકાય, લોકો ટ્રાફિકના નીતિ-નિયમોનું પાલન કરે, રોડ પર દબાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી થાય, શહેરીજનો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન અને જનજાગૃતિ વિષયક સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
March 22, 2019
nit-kurukshetra.jpg
1min7970

જયેશ બ્રહ્મભટ્ટ

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પર આધારિત આમીર ખાનની સુપ્રસિદ્ધ ફિલ્મ થ્રી ઇડિયટમાં એક દ્રશ્ય એ છે કે ત્રણ મિત્રો આમંત્રિત ન હોવા છતાં કોલેજના ડાયરેક્ટરની પુત્રીના લગ્નમાં જમવા માટે પહોંચી જાય છે. ફિલ્મમાં આ સીન જોવાની બહુ મજા આવે, મનોરંજક લાગે પણ કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NIT ની હોસ્ટેલમાં રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને તેમની આસપાસના વિસ્તારોમાં થતાં લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જાય છે, આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને સમાજમાંથી ગંભીર ફરીયાદો ઉઠતાં કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NITના મેનેજમેન્ટએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એક નોટીસ જારી કરવી પડી છે કે જો હવે પછી તેઓ અજાણ્યાના લગ્નસમારોહમાં, વિના આમંત્રણે જમવા માટે પહોંચી ગયેલા જણાશે, પકડાશે તો તેમની સામે આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

કુરુક્ષેત્ર એન.આઇ.ટી.ના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચીફ વોર્ડનએ આ પ્રકારે નોટિસ પાઠવવી પડી છે.

 

કુરુક્ષેત્ર NITના ચીફ વોર્ડનએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જોગ પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે વિના આમંત્રણે, ભળતા લોકોના લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જવું એ કોઇ મજાક નથી પણ સિદ્ધાંતો વિરુદ્ધની અને અનૈતિક વાત છે અને એ સંપૂર્ણ અસામાજિક વર્તન છે. સાંખી નહીં લેવાય એવી હરકત કરવાનું હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બંધ નહીં કરે તો આકરાં પગલાં માટે તૈયાર રહે.

કુરુક્ષેત્ર NITના વિદ્યાર્થીઓ થ્રી ઇડિયટ મૂવીના સીન પરથી પ્રેરણા લઇને હોસ્ટેલનું બીબાંઢાળ ખાવાનું છોડીને હોસ્ટેલની આસપાસના પાર્ટી પ્લોટ્સમાં યોજાઇ રહેલા લગ્ન સમારોહમાં બિન બુલાયે મહેમાનની જેમ જમવા માટે પહોંચી જાય છે. અનેક વખત આ પ્રકારે કુરુક્ષેત્ર એન.આઇ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને લગ્ન આયોજકોએ તેમની ફરીયાદો પણ કરતા કુરુક્ષેત્ર NITનું મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે.

 

March 22, 2019
data.jpg
1min1596

જયેશ બ્રહ્મભટ્ટ

જો તમારા બાળકે ધો.10 કે ધો.12ની પરીક્ષા આપી હોય અને તમારા મોબાઇલ નંબર પર કોઇ કોચિંગ ક્લાસ, ક્રેશકોર્સ, એડમિશન અપાવનારા દલાલો વગેરે ઇન શોર્ટ અજાણ્યાનો નંબર પરથી કોલ અગર તો મેસેજ આવે તો એવું સમજી જજો કે તમારા બાળકની વ્યક્તિગત માહિતી ધંધાદારીઓને વેચી દેવામાં આવી છે અગર તો લિક કરવામાં આવી છે. એક વખત કોચિંગ ક્લાસીસોવાળા, એડમિશન અપાવવા વાળા વગેરે પાસે વિદ્યાર્થીઓનો ડેટા પહોંચી જાય પછી એ વિદ્યાર્થીઓને તેમના ક્લાયન્ટ બનાવવામાં ક્લાસીસોવાળા માહેર હોય છે.

વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે મેળવીને માર્કેટિંગ કરવાનો પેંતરો

બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ રહી છે અને હવે એડમિશન સીઝન શરૂ થઇ રહી છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા જેમાં જે તે વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે યેનકેન પ્રકારે મેળવીને પોતાનું માર્કેટિંગ કરવા માટે ધંધાદારી કોચિંગ ક્લાસીસો, ઇન્સ્ટિયુટ્સ, એડમિશન અપાવતા દલાલોએ ગતિવિધિઓ શરૂ કરી દીધી છે.

સુરત સમેત રાજ્યના મહાનગરોની અનેક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી લીક થઇ રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓને કેટલાક દિવસથી કોચિંગ ક્લાસીસ તરફથી ફોન આવી રહ્યા હોઇ તેમના કોચિંગ ક્લાસીસમાં એડમિશન લેવા માટે સ્કોલરશીપ આપવાની, એમબીબીએસમાં એડમિશન અપાવવાની, ફોરેન મોકલવાની વગેરે જેવી લલચામણી ઓફરો કરવામાં આવી રહી છે. કેટલાક બુદ્ધિજીવી વાલીઓને એવો પ્રશ્નો જરૂર ઉપસ્થિત થયો છે કે તેમના ફોન નંબર તેમજ વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે કેવી રીતે પહોંચી

વિદ્યાર્થીઓની પર્સનલ માહિતી સ્કુલથી શરૂ કરીને બોર્ડ સુધીની સિસ્ટમમાંથી અનેક રીતે અને અનેક પોઇન્ટસ પરથી ધંધાદારી કોચિંગવાળા, એડમિશનના દલાલો વગેરે યેનકેન પ્રકારે મેળવી લેતા હોય છે.

અનેક શાળાઓની મોબાઇલ એપ્લિકેશનમાંથી પણ વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા આરામથી બહાર જઇ રહ્યો છે

કાયદાનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના વ્યક્તિગત ડેટા લીક થઇ રહ્યાનું વાલીઓ તેમ જ વાલી સંગઠનો દ્વારા પ્રકાશમાં લવાયું છે. અનેક નામાંકિત શાળા દ્વારા વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસને પૂરી પડાઇ રહી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે હોવા સંદર્ભેની ફરિયાદ છેલ્લા કેટલાક દિવસથી સુરત જ નહીં બલ્કે ગુજરાતભરમાંથી વાલીઓ કરી રહ્યા છે. કોચિંગ ક્લાસીસ પાસે આ માહિતી કેવી રીતે આવી તે અંગે પૂછપરછ કરાઇ, પણ કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. અનેક નામાંકિત શાળાઓએ પોતાની ઍપ તૈયાર કરી હોઇ તેમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી મૂકવામાં આવે છે. આથી આ ડેટા કોચિંગ ક્લાસીસને હાથ તો લાગતો નથી ને? એ બાબતે વાલીઓ મૂંઝવણમાં છે. શાળાએ પણ આ અંગે ઇનકાર કર્યો હોવાથી આ ડેટા લીક કેવી રીતે થયો? એ બાબતે વાલીઓએ હવે અવાજ ઉઠાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર વિદ્યાર્થીઓનો આધારકાર્ડ નંબર કે આધારકાર્ડ પરની માહિતી ક્યાં પણ લીક થવી જોઇએ નહીં. તેમ છતાં આવું બનતું હોવાથી વાલીઓમાં ભયનું વાતાવરણ છે.

March 21, 2019
mumbai_indian.png
1min12020

ફોર્બ્સે ના અહેવાલ મુજબ મુંબઇ ઇન્ડિયન્સની કુલ માર્કેટ વેલ્યુ 50 બિલિયન ડોલર

આજને સમયમાં વિશ્વમાં મુકેશ અંબાણીનું નામ એટલે બિઝનસ બની ગયું છે. તે ત્યારે હવે ફોર્બ્સે હાલમાં જ એક યાદી જાહેર કરી હતી. આ યાદી વિશ્વમાં સ્પોર્ટ્સ ટીમના સૌથી અમીર માલિકોની હતી. જેમાં અન્ય કોઇ જ નહી પરંતુ ભારતના અને મુળ ગુજરાતી એવા રીલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. આમ મુકેશ અંબાણી વિશ્વની સ્પોર્ટ્સ ટીમના માલિકોમાં સૌથી વધુ ધનીક છે. ફોર્બ્સે કુલ 20 લોકોને આ યાદીમાં સામેલ કર્યા હતા.

 

13 ટીમના માલિકોની સંપતિમાં વધારો થયો

ફોર્બ્સે જાહેર કરેલી યાદી પ્રમાણે ગત વર્ષ કરતા કુલ 13 ટીમના માલિકોની સંપતીમાં વધારો થયો છે. તો બીજી તરફ 5 માલિકોની સંપતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો બે માલિકોની સંપતિમાં કોઈ ફેરફાર થયો નથી. મુકેશ અંબાણીએ વર્ષ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદી હતી.

NBAની લોસ એન્જિલ્સ ટીમના માલિક સ્ટીવ બીજા ક્રમે

ફોર્બ્સની આ લિસ્ટમાં NBA ની ટીમ લોસ એન્જિલિસ ક્લિપર્સના માલિક સ્ટીવ બાલમર બીજા અને ઓટો રેસિંગ ટીમ રેડ બુલના માલિક ડિએટ્રિચ માટેશિટ્ઝ ત્રીજા નંબર પર છે. આ સિવાય આઈસ હોકી ટીમ સાન જોસ શાર્કના માલિક હાસો પ્લેટનર એન્ડ ફેમિલી, ચેલ્સી ફુટબોલ કલબના માલિક રોમન અબ્રામોવિચ અને કેરોલિના પૈંથર્સ ફૂટબોલ ટીમના માલિક ડેવિડ ટેપર પણ લિસ્ટમાં સામેલ છે.

ટોપ સ્પોર્ટ્સ ટીમ માલિક

ટીમના માલિક     
                  ટીમ                રમત                             નેટવર્થ

મુકેશ અંબાણી                  મુંબઇ ઇન્ડિયન્સ     આઇપીએલ           50 બિલિયન ડોલર
સ્ટીવ બાલમર                   લોસ એન્જલિસ      એમબીએ             41.2 બિલિયન ડોલર
ડિઅટ્રિચ માટેશિટઝ         રેડ બુલ                   ઓટો રેસિંગ          18.9 બિલિયન ડોલર
હાસો પ્લેટનર & ફેમિલી    સાન જોસ શાર્ક      આઇસ હોકી          13.5 બિલિયન ડોલર
રોમન અભ્રામોવિચ           ચેલ્સી ક્લબ            ફુટબોલ                 12.4 બિલિયન ડોલર

March 21, 2019
elnino1.jpg
1min17730

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અલ નિનોની આશંકા વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ મિટિયોરોલોજીએ તા.19મી માર્ચ 2019ના રોજ અલ નિનોના આઉટલૂકને ‘એલર્ટ’ મોડમાં મૂક્યું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના વૈશ્વિક ક્લાઇમેટ મોડલ્સ જૂનની આસપાસ અલ નિનો શક્યતામાં ‌વધારો દર્શાવે છે.

અલ નિનો પેસેફિક મહાસાગરની સપાટી પરનું તાપમાન ગરમ થવા સાથે સંકળાયેલું છે. તેની ભારતના ચોમાસા પર પ્રતિકૂળ અસર થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચોમાસુ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં હોય છે અને દેશના કુલ વરસાદનો 70 ટકા હિસ્સો આ ગાળામાં આવે છે.

બ્યૂરોએ તા.19મી માર્ચે અલ નિનો અંગેના તાજેતરના મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે, “2019માં અલ નિનોની શક્યતા વધીને લગભગ 70 ટકા થઈ છે, જે સામાન્ય કરતાં લગભગ ત્રણ ગણી છે.” બ્યૂરોએ કહ્યું હતું કે, “આઠમાંથી એક સિવાયના તમામ ક્લાઇમેટ મોડલ્સમાં દરિયાની સપાટી પરનું તાપમાન એપ્રિલ અને જૂનમાં અલ નિનોની મર્યાદા કરતાં ઊંચું રહેવાની આગાહી કરાઈ છે. છ મોડલ્સમાં સી સરફેસ ટેમ્પરેચર (SSTs)નું મૂલ્ય ઓગસ્ટમાં મર્યાદા કરતાં ઊંચું રહેવાની ધારણા છે.

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે અગાઉની આગાહીમાં ચાલુ વર્ષે અલ નિનોની શક્યતા 50 ટકા દર્શાવી હતી. જોકે, ભારતના હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વખતે ચોમાસા પર અલ નિનોની પ્રતિકૂળ અસર નહીં થાય. ઇન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ ચાલુ મહિને જણાવ્યું હતું કે, મે મહિના સુધી અલ નિનોની સ્થિતિ નબળી રહેશે અને ત્યાર પછી તેમાં નબળાઈ વધવાનો અંદાજ છે.

સ્કાયમેટે ફેબ્રુઆરીમાં જારી કરેલા ચોમાસાના પ્રારંભિક આઉટલૂકમાં જણાવ્યું હતું કે, દેશમાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદની શક્યતા છે. ચોમાસાની પ્રગતિ સાથે અલ નિનો નબળું પડવાનો અંદાજ છે.

What is El Nino?

an irregularly occurring and complex series of climatic changes affecting the equatorial Pacific region and beyond every few years, characterized by the appearance of unusually warm, nutrient-poor water off northern Peru and Ecuador, typically in late December. The effects of El Niño include reversal of wind patterns across the Pacific, drought in Australasia, and unseasonal heavy rain in South America.

El Nino on India

El Nino, characterised by a warming of surface temperatures in the Pacific Ocean, is associated with lower than normal monsoon rainfall in India. … El Nino affects the flow of moisture-bearing winds from the cooler oceans towards India, negatively impact the summer monsoon, which accounts for over 70% of annual rainfall.

March 21, 2019
h-1b_visa_1mmn.jpg
1min1608

યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઇએસ)એ પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે એચ-૧બી વિઝા પિટિશન્સ સ્વીકારવાનું શરૂ કરી દેશે. આ વિઝા માટે રોજગાર શરૂ કરવાની તારીખ પહેલી ઓક્ટોબર રહેશે.

જોકે અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ એચ-૧ માટે નિયમિત વિઝાની મર્યાદા પણ ૬૫,૦૦૦એ સ્થિર રહેશે. આ ઉપરાંત યુએસ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી અથવા માસ્ટર્સ મેળવનાર અન્ય ૨૦,૦૦૦ પિટીશનર્સને પણ વિઝા મળશે. પરંતુ ઘણાં વકીલોનું કહેવું છે કે આ વર્ષ અસાધારણ બની શકે છે મોટાભાગે એટલે કે આ વર્ષના પ્રારંભમાં જ અનેક નિયમો બદલાયા હતા.

યુએસસીઆઇએસે જાન્યુઆરીમાં ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો. જે મુજબ હવે ફાળવણીની ગણતરી કરશે. હવે તમામ પિટિશનોને નિયમિત મર્યાદામાં જ ગણાશે. જેમાં એડવાન્સ્ડ ડિગ્રીનો પણ સમાવેશ થાય છે. બીજા રાઉન્ડમાં તે બાકીની પિટીશન્સની પસંદગી કરશે. યુએસસીઆઇએસના જણાવ્યાનુસાર નવો ફેરફાર ૧૬ ટકા વધારો થશે. જેને કારણે એડવાન્સ્ડ યુએસ ડિગ્રી સાથે પસંદગી પામેલા એચ-૧ બી પિટીશનરોમાં ૫,૩૪૦ કામદારોનો વધારો થશે. જોકે, કેટલાક વકીલોનું કહેવું છે કે એચ-૧ બી પર અમેરિકાના દેખીતા અંકુશને કારણે ઇમીગ્રેશન પર એકંદરે નકારાત્મક સેન્ટિમેન્ટ દેખાશે અને તેની અસર ફાઇલિંગ્સ પર દેખાશે.

March 21, 2019
priyanka-gandhi1.jpg
1min16210

કાશીનાં ઘાટો ઉપર ગંગા પૂજા, જય હિંદનાં નારા અને વિશ્વનાથ મંદિરમાં રુદ્રાભિષેક. ચૂંટણીનાં માહોલમાં આ વખતે કાશીનું દ્રશ્ય પલટાયેલું દેખાય છે. આ વખતે ચિત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં પણ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી છે.’ મોદીનાં જ રાજકીય પ્રતીકોને આધાર બનાવીને પ્રિયંકા ઉત્તરપ્રદેશમાં હાંસિયામાં ધકેલાયેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયત્નો કરે છે.’

પ્રિયંકાએ પ્રયાગરાજનાં મનૈયા ઘાટથી વારાણસીનાં અસ્સી ઘાટ સુધીની નૌકાયાત્રા કરી. સમર્થકોથી ઘેરાયેલા પ્રિયંકા આજે અસ્સી ઘાટ પહોંચ્યા પછી કેન્દ્ર સરકાર ઉપર તડાપીટ બોલાવવા લાગ્યા હતાં. આ દરમિયાન તેમણે મોદીની તર્જ ઉપર જ ઉપસ્થિત સમૂહને જય હિંદનાં નારા પણ લગાવરાવ્યા હતાં. ત્યારબાદ તેઓ કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતાં અને રુદ્રાભિષેકનો લાભ લીધો હતો. પોતાની યાત્રાનાં ત્રીજા અને અંતિમ દિવસે આજે તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાત્રીનાં પૈતૃક આવાસની મુલાકાત પણ લીધી હતી અને આ સાથે જ તેઓ આ સ્થાને જનાર ગાંધી પરિવારની પહેલી વ્યક્તિ પણ બન્યા હતાં. અહીં 15 મિનિટનાં રોકાણમાં તેઓ ભાવુક બન્યા હતાં. પોતાનાં ભાષણમાં પ્રિયંકાએ કહ્યું હતું કે વારાણસીથી અવાજ ઉઠવો જોઈએ કે દેશમાં નકારાત્મક, કિસાન વિરોધી, જનવિરોધી,મજૂર અને મહિલા વિરોધી સરકારની જરૂર નથી.

March 21, 2019
ipl-2019-min-1024x585.jpg
1min16060

22 ચેનલો ઉપર પ્રસારણ કરાશે: ગત વર્ષ કરતા 20 ટકા વધારે આવક

સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ટકા વધારે રકમ મળનાર છે.

બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને 1750 કરોડ રૂપિયાની કમાણી 2018માં થઈ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કંપની માટે ખૂબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. 80 ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે. આઈપીએલ-19ની શરૂઆત 23મી માર્ચના દિવસે થશે.

મોગે મીડિયાના ચેરમેન ડોક્ટર સંદીપ ગોયેલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જોરદાર દેખાવ રહેનાર છે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે 2100 કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.

આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકાકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારૂતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. 12 ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર 22 ચેનલો ઉપર આઈપીએલનું પ્રસારણ કરનાર છે.’

March 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6700

સ્પેસ સ્કૂલનો સંચાલક 10માં સારા માર્કે પાસ કરાવી દેવાની લાલચ આપી 3 દિવસથી અડપલા કરતો હતો

જેતપુરના સરદાર ચોક નજીક શાંતિવન આશ્રમ રોડ પર આવેલ સ્પેશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલાં કરવા અંગે સ્કૂલના સંચાલક અરવિંદ હરદાસભાઇ સાવલિયા અને તેના ભાઇ કિરીટને બોધપાઠ ભણાવ્યો હતો. શાંતિવન આશ્રમ રોડ પર આવેલા સીબીએસસી સ્પેશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર (સંચાલક) અરવિંદ હરદાસભાઇ સાવલિયા છે. તેણે સ્કૂલમાં સીબીએસસી કોર્સ મુજબ ધો.- 9નો અભ્યાસક્રમ પૂર્ણ થયેલ અને ધો. 10ના વર્ગ શરૂ કર્યા છે ત્યારે ધો. 10ની એક વિદ્યાર્થિનીને સંચાલકે તેની ઓફિસમાં બોલાવી ચોકલેટ આપી હતી અને આપણી સ્કૂલને બોર્ડનું કેન્દ્ર મળી ગયું છે. માટે હું તને પરીક્ષામાં ચોરી કરાવીને સારા માર્કસ લેવડાવી દઇશ તેમ કહીને છેલ્લા બે – ત્રણ દિવસથી એ છાત્રા સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.

તા.19મી માર્ચે પણ સ્કૂલ સંચાલકે વિદ્યાર્થિનીને બોલાવીને કહ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ લલીત એક મહિનાથી રજા ઉપર છે તે કાલ આવી જશે એટલે જ્યાં સીસીટીવી નથી તે સ્પોર્ટસ રૂમમાં મળીશું. આ વાત સાંભળીની વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. પહેલા તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તે પહેલા તેણે તેની માતાને તેની વિતક વર્ણવી હતી. સ્કૂલમાં બનેલી તમામ હકીકત જણાવીને સંચાલકને પાઠ ભણાવવો પડશે તેવું જણાવ્યું હતું.

તા.20મી માર્ચે સવારે તેની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી હતી. આથી વાલી મંડળ સ્પેશ સ્કૂલનાં કેમ્પસમાં એકઠું થયું હતું. જ્યાં સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયા અને કિરીટ સાવલિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા વાલીઓએ સંચાલકોને મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. આ બાબતેની જાણ થતાં સંચાલકનો પરિવાર બચાવવા માટે આવી ગયો હતો. વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે શાળા સંચાલક અરવિંદ સાવલિયાની ધરપકડ કરી હતી.

કાળા કાચ કાઢો અને સીસીટીવી કેમેરા લગાવો
આ સ્કૂલના તમામ વર્ગખંડના બારી – દરવાજામાં કાળા કાચ લગાવ્યા છે. તે દૂર કરવા અને સ્કૂલમાં અનેક સ્થળે સીસીટીવી કેમેરા લગાડયા નથી ત્યાં કેમેરા વાલીઓએ પોલીસને આવેદનપત્ર આપીને માગણી કરી હતી.

પેપર રદ્દ કરાયા
સ્પેશ સ્કૂલમાં ધો.1થી 8ના વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ હોય અને આજે છેલ્લા બે પેપર ગણીત અને અંગ્રેજીના લેવાના હતા ત્યારે હોબાળો થતાં નાના ભુલકાઓ ગભરાઇ ગયા હતા. સંચાલક દ્વારા આજના પેપર રદ્દ કરવામાં આવ્યા હતા અને સોમવારે આ પેપર લેવાશે તેમ જણાવ્યું હતું. તેના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.