CIA ALERT

Alert Archives - Page 398 of 512 - CIA Live

March 12, 2019
bjp-1280x960.jpg
2min10620

મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે: સ્મૃતિ અમેઠીમાં રાહુલ સામે

ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ લોકસભાની ચૂંટણીમાંના પોતાના 184 ઉમેદવારની ગુરુવારે જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને પક્ષના પ્રમુખ અમિત શાહ ગાંધીનગરમાંથી ચૂંટણી લડશે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અમેઠીમાંથી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની સામે ઉમેદવારી નોંધાવશે. કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહ લખનઊ અને અન્ય કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી

નાગપુરમાંથી ચૂંટણી લડશે. આ બન્ને નેતા અગાઉ આ જ બેઠકો પરથી સામાન્ય ચૂંટણી જીત્યા હતા.

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ અરુણાચલ પૂર્વમાંથી, વી. કે. સિંહ ગાઝિયાબાદમાંથી અને મહેશ શર્મા ગૌતમ બુદ્ધનગર (નોએડા)માંથી ચૂંટણી લડશે.

ભારતીય જનતા પક્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તમિળનાડુ, ગુજરાત, છત્તીસગઢ, પશ્ર્ચિમ બંગાળ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાંના પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા.

ભારતીય જનતા પક્ષે બિહાર માટેના પોતાના 17 ઉમેદવારના નામ નક્કી કર્યા હતા અને તે રાજ્યમાંના પક્ષના એકમને મોકલ્યા હતા. આ ઉમેદવારોની જાહેરાત સાથી પક્ષોની સાથે મળીને કરાશે.

લોકસભાની ચૂંટણીમાં મતદાન 11મી એપ્રિલે શરૂ થવાનું છે અને 19મી મેએ પૂરું થશે. મતગણતરી 23મી મેએ થવાની છે.

લોકસભાની 543 બેઠકનું મતદાન 11મી એપ્રિલ, 18મી એપ્રિલ, 23મી એપ્રિલ, 29મી એપ્રિલ, છઠ્ઠી મે, બારમી મે અને 19મી મેએ યોજાવાનું છે.

ગાંધીનગરની બેઠક પક્ષના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીની હતી, પરંતુ હવે ત્યાંથી અમિત શાહ ઊભા રહેશે.

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ ઉધમપુરની બેઠક પરથી ચૂંટણી લડશે.

ભાજપના પશ્ર્ચિમ બંગાળ એકમના વડા દિલીપ ઘોષ મેદિનીપુરમાંથી જ્યારે કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો આસનસોલમાંથી ચૂંટણીમાં ઊભા રહેશે. ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરની બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન કૃષ્ણરાજને સ્થાને અરુણ સાગરને પક્ષની ટિકિટ અપાઇ છે.

ગાંધીનગરનો ગઢ અમિત શાહ માટે સુરક્ષિત

ગુજરાતના ગાંધીનગરની લોકસભાની બેઠક પરથી ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહ ચૂંટણી લડવાના છે. આ બેઠક ભાજપના ઉમેવાર માટે બહુ જ સલામત ગણાય છે.

ગાંધીનગરની બેઠક પર છેલ્લી નવ ચૂંટણીમાં ભાજપ સતત જીત્યું છે. અહીંથી શંકરસિંહ વાઘેલાએ ભાજપની જીતનો પાયો નાખ્યો હતો. બાદમાં, વાજપેયીજી માટે તેમણે આ બેઠક ખાલી કરી હતી.

અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી બાદ હવે અમિત શાહ આ બેઠક પરથી ચૂંટણી લડશે. અહીં 14 વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સતત નવ વખત જીત્યું છે. અહીંથી ફિલ્મ અભિનેતા રાજેશ ખન્ના કૉંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્યા હતા.

મુંબઈના બે સહિત મહારાષ્ટ્રના 16 ઉમેદવાર

મહારાષ્ટ્રના કુલ 16 નામ જાહેર થયા હતા. ઉત્તર મધ્ય મુંબઈની બેઠક પરથી પૂનમ મહાજન અને ઉત્તર મુંબઈની બેઠક પરથી ગોપાલ શેટ્ટીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપની ત્રીજી બેઠક

ઈશાન મુંબઈથી હજુ કોઈ નામની જાહેરાત ન થતાં, વર્તમાન ઉમેદવાર કિરિટ સોમૈયાને ટિકિટ મળવા મામલે સસ્પેન્સ કાયમ રહ્યું છે. જાહેર થયેલા 16 નામમાં માત્ર બે જ ઉમેદવાર બદલવામાં આવ્યા છે, જેમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સુજય વિખે પાટીલને અહમદનગરની બેઠક મળતા ત્યાંના વર્તમાન ઉમેદવાર દિલીપ ગાંધીને ટિકિટ મળી ન હતી. આ સાથે લાતુરમાં સુધાકરરાવ શ્રૃંગારેને ટિકિટ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં નંદુરબારથી હિના ગાવિત, ધુળેથી સુભાષ ભામરે, રાવેરથી રક્ષા ખડસે, અકોલાથી સંજય ધોત્રે, વર્ધાથી રામદાસ તડસ, નાગપુરથી નીતિન ગડકરી, ગઢચિરોળી-ચિમુરીથી અશોક નેતે, ચંદ્રપુરથી હંસરાજ આહિરે, જાલનાથી રાવસાહેબ દાનવે, ભિવંડીથી કપિલ પાટીલ, ઉત્તર મુંબઈથી ગોપાલ શેટ્ટી, મુંબઈ ઉત્તર મધ્ય પૂનમ મહાજન, અહમદનગરથી સુજય વિખે પાટીલ, બીડથી ડૉ. પ્રિતમ મુંડે, લાતુરથી સુધાકરરાવ શ્રૃંગારે અને સાંગલીથી સંજયકાકા પાટીલને ટિકિટ આપવામાં આવી છે.

મુંબઈમાં બે નામ જે બોલાતા હતા, તેમને ટિકિટ મળી છે, પરંતુ ઈશાન મુંબઈમાં સોમૈયાને ટિકિટ આપવા સામે શિવસેનાએ વિરોધ નોંધાવ્યો હોય, તેમના નામની જાહેરાત ન થતાં તેમનું નામ કપાયાની અટકળો ચાલી રહી છે. જોકે બીજી યાદી જાહેર થયા બાદ જ આ અટકળોનો અંત આવશે.

હોળાષ્ટકને પગલે પહેલા ચરણની ચૂંટણી માટે એકેય ઉમેદવારીપત્ર ભરાયું નહીં

 

લોકસભા ચૂંટણીના પહેલા ચરણમાં યુપીની 8 લોકસભા સીટો પર વોટિંગ થવાનું છે. 11 એપ્રિલે યોજાનારા પહેલા ચરણના મતદાનમાં સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનેર, મેરઠ, બાગપત, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગર શામેલ છે. આ આઠ લોકસભા સીટો પર લગભગ દોઢ કરોડ વોટર 11 એપ્રિલે પોતાનો વોટ આપશે. લોકસભા ચૂંટણી માટે પહેલા ચરણના ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પ્રશ્ચિમ ઉત્તર પ્રદેશની ઘણી મહત્વપૂર્ણ સીટો પર યોજાનારી ચૂંટણી માટે આયોગ દ્વારા 18 માર્ચથી 25 માર્ચ સુધી નામાંકન ભરવાની મુદત રાખી છે, પરંતુ હજુ સુધી પશ્ચિન યુપીની સૌથી લોકપ્રિય સીટ મેરઠમાં કોઈ પણ પ્રમુખ પાર્ટીના ઉમેદવારે હજુ સુધી ફોર્મ ભર્યું નથી. કહેવાઈ રહ્યું છે કે રાજકીય દળો અશુભ કાળના ખતમ થવાની રાહ જોઈ રહ્યા છે, જેને હોળાષ્ટક કહે છે.

હોળી પહેલાના આઠ દિવસ અનુસાર અશુભ માનવામાં આવે છે. લોક પરંપરાઓમાં કહેવાય છે કે તેના સમયમાં કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ અને આ દલીલ સાથે જ મુખ્ય રાજકીય દળોના નેતા પોતાનું ફોર્મ નથી ભરી રહ્યા. એવામાં કોઈપણ હિન્દુ ઉમેદવાર આ સમયમાં પોતાની ઉમેદવારી નોંધાવવાનું ટાળે છે.

ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થયાના બે દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી નથી. ઉમેદવાર તેની પાછળ ધાર્મિક કારણ હોવાની વાત કહી રહ્યા છે, પરંતુ હોળી બાદ ઉમેદવારની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવશે. જણાવી દઈએ કે પહેલા ચરણની 8 સીટો પર ઉમેદવારીની છેલ્લી તારીખ 25 માર્ચ છે.

 

 

ભાજપના શાસનમાં દેશમાં કોમી હુલ્લડો નથી થયા: યોગી

અમારી સરકારે ઉત્તર પ્રદેશની છબી બદલી નાખી છે એમ ભારપૂર્વક જણાવતાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું હતું કે ભાજપના શાસનમાં દેશમાં કોમી હુલ્લડોની એક પણ ઘટના નથી બની અને રાજ્યની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ દેશ માટે દૃષ્ટાતંરૂપ બની ગઈ છે.

રાજય સરકારની બે વર્ષની કામગીરીનો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા તેમણે કહ્યું હતું કે માર્ચ 2017માં મેં જ્યારે મુખ્ય પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો ત્યારે દેવામાં ડૂબેલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા અને ઉત્તર પ્રદેશ હત્યા, લૂંટ અને રમખાણોનો પર્યાય બની ગયું હતું.

તેમણે કહ્યું હતું કે રાજકીય પીઠબળ મેળવીને માફિયાઓ રાજ્યના સ્રોતોની લૂંટ ચલાવી રહ્યા હતા.

સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષના શાસનકાળ દરમિયાન માફિયાઓ બેફામ બની ગયા હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે કૌભાંડોનો એક લાંબો યુગ ચાલી રહ્યો હતો. રાજ્ય અંગે અમે લોકોનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે અને રાજ્યની બગડેલી છબી અમે સુધારી છે એવો દાવો તેમણે કર્યો હતો. રાજ્યનું સુધરેલું વાતાવરણ દેશ માટે દૃષ્ટાંતરૂપ બની ગયું હોવાનું તેમણે કહ્યું હતું.

અગાઉની સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે વર્ષ 2012માં રાજ્યમાં 227, 2013માં 247, 2014માં 242 2015માં 219 અને 2016માં 100 કરતાં પણ વધુ મોટા કોમી રમખાણ થયા હતા જેમાં કરોડોની મિલકતને નુકસાન થયું હતું. ભાજપ સરકારના શાસનકાળ દરમિયાન રાજ્યમાં એકપણ કોમી રમખાણ ન થયા હોવા ઉપરાંત અપહરણ કે એસિડ હુમલાની ઘટના પણ ન બની હોવાનો તેમણે દાવો કર્યો હતો.

પકડાઈ ગયા તો મોદીએ સમગ્ર દેશને ચોકીદારમાં ફેરવી નાખ્યો: રાહુલ

વડા પ્રધાન મોદીના ‘મેં ભી ચોકીદાર’ અભિયાનની હાંસી ઉડાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે પકડાઈ ગયા પછી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને ચોકીદાર બનાવ્યો છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશને ચોકીદાર બનાવવામાં આવશે, તેવું વડા પ્રધાને ક્યારેય કહ્યું ન હતું. ઉત્તર કર્ણાટકમાં એક રેલીને સંબોધન કરતા કૉંગે્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે ‘તેમણે કોની ચોકીદારી કરી છે?’ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે મોદીએ અનિલ અંબાણી, મેહુલ ચોકસી અને નીરવ મોદીને મદદ કરી હતી. કેન્દ્ર સરકાર અને ભાજપે કૉંગ્રેસના આવા આક્ષેપો સતત ફગાવ્યા છે.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે નોટબંધી કરી જે રીતે 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરી છે તે જ રીતે વડા પ્રધાન મોદી હવે બંધારણ સાથે ચેડાં કરવા ચાહે છે.

રાહુલ ગાંધી રાફેલ ફાઈટર જેટ ખરીદીના મુદ્દે વડા પ્રધાન મોદી સામે વારંવાર ‘ચોકીદાર ચોર હૈ’નો કટાક્ષ કરતા રહે છે. વડા પ્રધાન મોદીએ શનિવારે જ તેમના સમર્થકોને ‘મેં ભી ચોકીદાર’ પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી અને રાષ્ટ્રને સંદેશ આપ્યો હતો કે ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણો સામેની લડાઈમાં તે એકલા નથી. આ સંદેશના સમર્થનમાં તેમણે એક ત્રણ મિનિટનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. ભ્રષ્ટાચાર કરનારાઓને તે પકડશે તેવા ‘ચોકીદાર’ હોવાનો વડા પ્રધાન મોદીએ દાવો કર્યો હતો.

ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમની ટ્વીટર પ્રોફાઈલમાં બદલાવ કરી ‘ચોકીદાર’ શબ્દ ઉર્મેયો હતો. રાહુલ ગાંધીએ ભાજપના ‘મૌં ભી ચોકીદાર’ ઝુંબેશ સામે વ્યંગ કર્યો હતો કે પકડાઈ ગયા પછી મોદીએ સમગ્ર દેશને ચોકીદાર બનાવી દીધો છે.

દેશમાં રાજકીય પક્ષોની સંખ્યા ૨,૨૯૩ !

શું તમે જાણો છો કે આપણા દેશમાં ભરોસા પાર્ટી, સબસે બડી પાર્ટી અને રાષ્ટ્રીય સાફ નીતિ સહિત ૨,૨૯૩ જેટલા રાજકીય પક્ષ છે?

ભારતના ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ૯મી માર્ચ સુધીમાં એટલે કે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાના એક દિવસ અગાઉ સુધીમાં કુલ ૨,૨૯૩ રાજકીય પક્ષોએ નોંધણી કરાવી હતી. આ બધા પક્ષોમાં સાત રાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત અને ૫૯ માન્યતાપ્રાપ્ત રાજ્યના પક્ષોનો સમાવેશ થાય છે. આ વર્ષના ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ ૧૪૯ રાજકીય પક્ષોએ નોંધણી કરાવી હતી.

આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પંચ પાસે ૨,૧૪૩ રાજકીય પક્ષના નામ નોંધાયેલા હતા અને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ તથા છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણી અગાઉ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮માં ૫૮ રાજકીય પક્ષોએ નોંધણી કરાવી હતી.

તાજેતરમાં નોંધાયેલા પક્ષોમાં બહુજન આઝાદ પક્ષ (બિહાર), સામુહિક એકતા પક્ષ (કાનપુર), રાષ્ટ્રીય સાફ નીતિ પક્ષ (જયપુર), સબસે બડી પાર્ટી (દિલ્હી), ભરોસા પાર્ટી (તેલંગાણા) અને ન્યૂ જનરેશન પીપલ્સ પાર્ટી (કોઇમમ્બતોર)નો સમાવેશ થાય છે.

નોંધાયેલ પણ માન્યતા ન મળી હોય એવી પાર્ટીઓને ચૂંટણી લડવા માટે ચોક્કસ ચિહન નથી આપવામાં આવતા. ચૂંટણીપંચે સૂચવેલા મફત ચિહનોમાંથી એમણે કોઇ એક ચિહન પસંદ કરવું પડે છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર હાલ એવા ૮૪ મફત ચિહનો ઉપલબ્ધ છે.

રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા માટે કોઇપણ પક્ષે અમુક ચોક્કસ સંખ્યામાં મત મેળવવા પડે અથવા તો વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં અમુક બેઠક જીતવી અનિવાર્ય છે.

આવા માન્યતા મેળવ્યા વિનાના પક્ષોનો ઉપયોગ કાળા નાણાંને ધોળા કરવા માટે થતો હોવાનો અંદાજ છે અને આ કારણસર ગયા વર્ષે પાછલાં દસ વર્ષમાં ચૂંટણી ન લડી હોય એવા ૨૫૫ પક્ષના નામ રદ કરવા સાથે ચૂંટણી પંચે સીબીડીટીને એમની નાણાકીય તપાસ કરવાની વિનંતી કરી હતી.

માયાવતી મુલાયમ માટે મત માગશે !

સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ જાણવા મળે છે કે, બસપા સુપ્રીમો માયાવતીએ સપા સંરક્ષક મુલાયમસિંહ યાદવ માટે પ્રચાર કરવાની હામી ભરી દીધી છે. રાજકારણમાં ક્યારે કોણ કઈ તરફ નમી પડશે, તેનું કંઈ જ નક્કી નહીં. એક સમયે એકમેકના કટ્ટર વિરોધી રહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પક્ષ વચ્ચે લોકસભા ચૂંટણી માટે જોડાણે રાજકીય જગતમાં સૌને ચોંકાવી દીધા છે.

ઉત્તરપ્રદેશની રાજનીતિ માટે આ એક મોટો બદલાવ બની રહેશે. માયાવતીની સામું જોવા પણ તૈયાર નહોતા તેવા મુલાયમ મૈનપુરી બેઠક પરથી ઉમેદવાર છે, જે સપાનો ગઢ ગણાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આ બે પક્ષો એકજૂટ થયા છે. પ્રદેશના રાજકારણે એક નવો જ વળાંક લીધો છે. માયાવતી 19મી એપ્રિલના મુલાયમ માટે પ્રચાર કરશે, તે રાજ્યની રાજનીતિ માટે મોટો દિવસ હશે.

સપા, બસપા અને આરએલડીમાં જોડાણ થયા પછી ત્રણેય પક્ષના નેતા 11 સંયુક્ત સભાઓ કરશે, જેમાં એક સમયના કટ્ટર દુશ્મન માયા-મુલાયમ મંચ પર સાથે બેઠેલા જોવા મળશે. એ જોવું ભારે રસપ્રદ રહેશે કે, બસપા સુપ્રીમો માયવતી કઈ રીતે બે દાયકાની કડવાશ ભુલાવીને મુલાયમસિંહ યાદવ માટે મત માગશે, તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. માયાવતીએ બસપાના કાર્યકરોને સમગ્ર ચૂંટણી પ્રચાર દરમ્યાન મુલાયમનું સન્માન કરવાનો નિર્દેશ પણ આપી દીધો છે. માયા અને અખિલેશ પણ સાથે સભાઓ કરશે.

સોનિયાના વિશ્વાસુ નેતા ટોમ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે, ખાસ કરીને કોંગ્રેસ અને તૃણમૂલમાંથી નેતાઓ ભાજપમાં જવા માંડયા છે. કેરળમાં વરિષ્ઠ અને સોનિયા ગાંધીના નિકટના નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાઈ ગયા હતા, તો તૃણમૂલના ધારાસભ્ય અર્જુનસિંહ પણ કેસરિયા પક્ષમાં જોડાઈ ગયા છે.
કોંગ્રેસ છોડીને ગુરુવારે ભાજપમાં જોડાયેલા ટોમ વડક્કને તરત જ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગ્યા ત્યારે મને ભારે આઘાત લાગ્યો હતો. ગઈકાલે બુધવારે તૃણમૂલના હાંકી કઢાયેલા સાંસદ અનુપમ હાજરા ઉપરાંત મંગળવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ પાટિલના પુત્ર સુજય પણ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ખાસ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ્લ પાંચ ધારાસભ્ય કોંગ્રેસ છોડી ચૂકયા છે.

 

ભાજપે જમીન સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રાહુલ-પ્રિયંકા સામે તીર તાકયું

કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામે જમીન સોદામાં મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ ભાજપે બુધવારે મૂકયો હતો. ગાંધી પરિવાર સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. ભાજપના નેતા અને પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વિવાદાસ્પદ જમીન સોદામાં રોબર્ટ વાડ્રા માત્ર મ્હોરું છે વાસ્તવિક ચહેરો તો રાહુલ ગાંધી છે. ભ્રષ્ટાચારના પરિવાર પેકેજમાં સાળા-બનેવી રાહુલ અને રોબર્ટ વાડ્રા સંડોવાયેલા છે જે દેશની જાણમાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, એચ. એલ. પાહવાને સંડોવતા જમીન સોદામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ જમીન ખરીદી હતી. પાહવાને ત્યાં ઈડીએ દરોડા પાડયા હતા. મહેશકુમાર નાગરની જમીન સોદામાં ભૂમિકા રહી છે, જેમાં રોબર્ટ વાડ્રા સંડોવાયેલા છે. પાહવાને સી. સી. થમ્પી દ્વારા નાણાં અપાયા હતા. જે વિવાદાસ્પદ આર્મ ડીલર સંજય ભંડારીના મિત્ર છે.

સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું હતું કે, રાફેલ સોદા વિશે રાહુલ ગાંધીના વિરોધ પાછળ પણ કારણ રહ્યું છે. રાફેલની હરીફ કંપનીને ઓર્ડર આપવામાં ગાંધી પરિવારનું નાણાકીય હિત હતું. રાહુલ ગાંધીએ જમીન સોદામાં પાહવા સાથેના સંબંધ વિશે જવાબ આપવો જોઈએ, એમ ઇરાનીએ માગણી કરી છે.

ભાજપના આક્ષેપને કૉંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પાયા વગરના અને ખોટા ગણાવ્યા હતા.

મમતાની એકલા હાથે 42 બેઠક પર લડશે, કોઈ સાથે યુતિ નહીં

મહાગઠબંધનની વાત કરનારા પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોઈ સાથે યુતિ કરી નથી. રાજયની તમામ 42 લોકસભા બેઠક પર ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે. 42 બેઠકના ઉમેદવારની યાદી તેમણે જાહેર કરી હતી.

તેમણે ભાજપ પર હુમલો કરતાં કહ્યું હતું કે, રાજયના મતદારોને લલચાવવા વીઆઇપી દ્વારા હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ ફલાઇટ દ્વારા નાણાં પહોંચાડાશે એવી માહિતી મળી છે.

રાફેલ સોદો, કૃષિ ક્ષેત્ર, રોજગારી ક્ષેત્રે મોદી સરકારને ઘેરી હતી. ટીએમસી ઓડીસા, આસામ, બિહાર, ઝારખંડ અને આંદામાનમાં પણ ઉમેદવાર ઊભા રાખશે.

આ ચૂંટણીના પરિણામ ભાજપ અને મોદીનો મૃત્યુઘંટ વગાડશે એવી શેખી કરી હતી. તેમણે નૉટબંધીની ફરીવાર ટીકા કરી હતી. ચૂંટણી પંચ પર દબાણ લાવવાનો મોદી સરકાર પર આક્ષેપ કર્યો હતો.

નરેન્દ્ર મોદીના વારાણસી મતક્ષેત્રમાં છેલ્લા તબક્કામાં 19 મેના ચૂંટણી રખાઈ છે તે વિશે પ્રશ્ર્ન કર્યો હતો.

મોદી વારાણસી, રાહુલ અમેઠી ઉપરાંત અન્ય સીટ પરથી પણ લડશે ચૂંટણી

વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી વારાણસી ઉપરાંત અન્ય એક લોકસભાની બેઠક પરથી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત અન્ય એક સીટ પરથી ચૂંટણી લડશે. શુક્રવાર આઠ માર્ચના રોજ ભાજપના સંસદીય બૉર્ડની થયેલી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી સંસદીય સીટથી ચૂંટણી લડવા માટે મંજૂરી મળી ગઇ છે, પરંતુ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ ઉપરાંત અન્ય એક બેઠક પરથી પણ ચૂંટણી લડશે. જોકે તેઓ ક્યાંથી ચૂંટણી લડશે એનો ખુલાસો હજી સુધી નથી કરવામાં આવ્યો. સંભવત: જ્યારે નામાંકન પત્ર ભરવાનો સમય આવે ત્યારે ખુલાસો થઇ જશે. બીજી બાજુ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે પણ અમેઠીથી જ ચૂંટણી લડશે, એવી જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટે જે 15 ઉમેદવારોની પહેલી સૂચિ જારી કરી છે એમાં રાહુલ ગાંધીનું નામ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં વારાણસી ઉપરાંત ગુજરાતના વડોદરા સંસદીય બેઠક પરથી ઊભા રહ્યા હતા અને બંને બેઠક પરથી જીત્યા હતા અને બાદમાં તેમણે વડોદરાની બેઠક છોડી દીધી હતી. આ વખતે ગુજરાતની વડોદરા ઉપરાંત ઓરિસ્સાની પુરી લોકસભા સીટને પણ એમને માટે છોડી દેવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ઓરિસ્સા ભાજપ સંગઠને પુરીથી લોકસભાની ચૂંટણી લડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ મોકલ્યું છે. એવી જ રીતે ગુજરાત ભાજપે પણ વડોદરાથી લોકસભાની ચૂંટણી લડવા માટે મોદીનું નામ મોકલ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત જે સંસદીય સીટ પરથી આસાનીથી બહુમતી મતોથી જીતી શકે છે, અને તેની અસર એ રાજ્યના અને સમાજના લોકોને રિઝવવા માટે વધુ પ્રભાવશાળી સાબિત થશે અને પાર્ટી પણ એ સીટ પરથી તેમને ઉમેદવાર બનાવવાની કોશિશ કરશે. આ વાતને નજરમાં રાખીને ઓરિસ્સા અથવા ગુજરાતની કોઇ પણ લોકસભાની સીટ પરથી તેમને ચૂંટણી લડાવવામાં આવશે એવી વાત ચાલી રહી છે. અગર જો તેઓ ઓરિસ્સાની પુરી લોકસભાની સીટ પરથી ચૂંટણી લડે છે તો શક્યતા છે કે બીજુ જનતા દળ તેમની સામે પોતાનો કોઇ ઉમેદવાર ઊભો નહીં રાખે. પુરીની બેઠક બીજદના કબજામાં છે. રાજ્યના વિકાસ માટે બીજદના પ્રમુખ અને ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક પુરી લોકસભા સીટ પર વડા પ્રધાન મોદીનું સમર્થન કરી શકે છે, પરંતુ કૉંગ્રેસ એમની સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખી શકે છે. ઓરિસ્સા ભાજપના નેતાઓનું કહેવું છે કે વડા પ્રધાન મોદી અગર પુરી લોકસભા સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટણી લડે છે તો એની અસર લોકસભાની સાથે થઇ રહેલી રાજ્ય વિધાન સભાની ચૂંટણીઓ પર પણ પડશે. ઓરિસ્સાના વરિષ્ઠ પત્રકાર સંદીપ સાહુનું કહેવું છે કે ભાજપ જ્યાં સુધી નવીન પટનાયક સાથે ખૂલીને ચર્ચા નહીં કરે ત્યાં સુધી રાજ્યમાં તેમનો આધાર વધારી નહીં શકે.

ભાજપના સ્થાનિક નેતાઓ તો બીજદ સરકાર અને નેતાઓની જોરદાર આલોચના કરતા હોય છે, પરંતુ અહીં કોઇ પણ કાર્યક્રમમાં જ્યારે વડા પ્રધાન આવ્યા હોય ત્યારે એમણે આલોચના કરતી વખતે નવીન પટનાયકનું નામ નથી લીધું. એને કારણે જનતામાં એ સંદેશ ગયો છે કે મોદી કોઇ ને કોઇ કારણસર નવીન પટનાયક સાથે કૂણું વલણ રાખે છે. આ બાબતે વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઇનું કહેવું છે કે બીજદથી ભાજપનું 11 વર્ષ ગઠબંધન રહ્યું હતું. આ ગઠબંધન દરમિયાન ભાજપને પશ્ર્ચિમ ઓરિસ્સાથી લડવા માટે સીટ મળતી રહી. તેથી પશ્ર્ચિમ ઓરિસ્સામાં ભાજપનું કાર્ય વધ્યું છે અને પકડ પણ વધી છે. એટલે જ ભાજપ પશ્ર્ચિમ ઓરિસ્સા પર વધુ મદાર રાખે છે, પરંતુ પૂર્વ ઓરિસ્સામાં બીજદનો પ્રભાવ છે. ત્યાં બીજદને વધુ બેઠક મળશે. આમ પણ 2014ની લોકસભાની ચૂંટણીમાં બીજદએ રાજ્યની 21 બેઠકમાંથી 20 બેઠક જીતી હતી. ભાજપને માત્ર એક જ સીટ મળી હતી. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને બેથી ત્રણ સીટ મળવાની સંભાવના છે. અગર વડા પ્રધાન અહીંથી ચૂંટણી લડે તો લોકસભાની સાથે સાથે રાજ્ય વિધાનસભામાં પણ ભાજપને ફાયદો થશે. બંનેમાં સીટ વધી શકે છે. ઓરિસ્સાના પત્રકાર ડી. પ્રધાનનું કહેવું છે કે રાજ્યની જનતા બીજદથી કંટાળી ગઇ છે અને તેમને વિકાસ જોઇએ છે. અહીંની જનતા કૉંગ્રેસને વોટ નથી આપવા માગતી. બહેતર વિકલ્પ નહીં મળવાને કારણે બીજદને મત આપી રહી છે. જોકે ઘણા મતદાતાઓ એવા છે કે જેમને એવું લાગવા માંડ્યું છે કે બીજદ 2019ની લોકસભાની ચૂંટણી બાદ ભાજપ સાથે હાથ મેળવશે. આ એવા મતદારો છે જે કૉંગ્રેસને છોડીને બીજદમાં આવ્યા છે. તેઓ મજબૂરીમાં કૉંગ્રેસ તરફ પાછા વળી શકે છે. આ જ કારણ છે કે બીજદ પ્રમુખ નવીન પટનાયક ભાજપ સાથે સમ્માનજનક દૂરી રાખવાનો સંકેત આપી રહ્યા છે.

જ્યાં સુધી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો સવાલ છે તો તેઓ ત્રણ વખતથી (2004, 2009, 2014ની લોકસભાની ચૂંટણીમાં) અમેઠી બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યા છે. આ બેઠક પરથી એમની ઉમેદવારીની ઘોષણા 15 ઉમેદવારોની પહેલી સૂચિ જારી કરવા વખતે કરી દેવામાં આવી છે. કેટલાક રણનીતિકારો એમને અન્ય એક સીટ પરથી ચૂંટણી લડવા માટે કહી રહ્યા છે, પરંતુ રાહુલે આ અંગે હજી સુધી મગનું નામ મરી નથી પાડ્યું. આ સંજોગોમાં કૉંગ્રેસના રણનીતિકારો દ્વિધામાં છે. તો પણ એમના માટે મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢમાં યોગ્ય સીટ શોધવામાં આવી રહી છે. ભૂતપૂર્વ પ્રધાન અને વરિષ્ઠ કૉંગ્રેસી નેતાનું કહેવું છે કે રાહુલ અમેઠીમાંથી ચૂંટણી જીતશે જ અને એટલે જ તેઓ આગળ વધીને પડકારનો સ્વીકાર કરી રહ્યા છે. તેથી એમ કહેવું કે તેઓ અન્ય એક સુરક્ષિત સીટ પરથી પણ ચૂંટણી લડશે, એ વહેલું ગણાશે. આમ પણ યુદ્ધની જેમ ચૂંટણીમાં પણ સેનાપતિએ બધી રીતે તૈયારી રાખવી જ જોઇએ.

March 12, 2019
guj.jpg
2min10620

અટલ બિહારી બાજપાઇ એ પછી લાલકૃષ્ણ અડવાણી અને હવે અમિત શાહ, ભાજપના દિગ્ગજ નેતાઓ જે બેઠક પરથી ચૂંટણી લડ્યા એ ગુજરાતની રાજધાની ગાંધીનગર લોકસભા બેઠક પર આ વખતે ભાજપાએ હાલના બીજેપી નેશનલ પ્રેસિડેન્ટ અમિત શાહ ને મેદાનમાં ઉતાર્યા છે. અમિત શાહને ગાંધીનગરની ભાજપાની સૌથી સેફ સીટ પરથી ચૂંટણી લડાવવા પાછળ ભાજપાનું ગણિત અનેક રીતે ફળદાયી નિવડે તેમ મનાય છે.

જેમકે મોદીએ ભાજપામાં હાલ અસંતોષ વધી ગયો છે અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મંત્રીપદ આપ્યા પછી વધુ પ્રમાણમાં ભાજપી નેતાઓ હવે સંતોષનો ગણગણાટ કાઢવા માંડ્યા છે. આવા નેતાઓને એકજૂથ રાખવાનો પ્રયાસ રૂપે અમિત શાહને ગાંધીનગરથી લડાવાય રહ્યા છે. લોકસભા ચૂંટણી અગાઉ ભાજપે ગુજરાતમાં કોંગ્રેસની ઘણી વિકેટો પાડી છે, અને કેસરિયો ખેસ ધારણ કરનારા કોંગ્રેસી ધારાસભ્યોને રાતોરાત મંત્રીપદુ પણ આપી દેવાયું છે. જેનાથી ક્યાંક કાર્યકરોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. કાર્યકરોને લોકસભા ચૂંટણી અગાઉ ચાર્જ રાખવા જરુરી હતા, જે અમિત શાહના ગાંધીનગરથી ચૂંટણી લડવાથી સુપેરે પાર પાડી શકાશે.

બંને બેઠકો પર વિજય મેળવ્યા બાદ વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું તેવામાં આ વખતે તેમના માટે 2014ની સ્થિતિને રિપિટ કરવી મુશ્કેલ હતી. જેથી મોદી પછી કયા મોટા માથાને ગુજરાતમાં ચૂંટણી લડાવી શકાય તે અંગે ભાજપમાં કશ્મકશ ચાલુ હતી જ અને તેનો એકમાત્ર ઉકેલ અમિત શાહ હતા.

 

ગુજરાત ભાજપનો ગઢ છે, અને પીએમ મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું હોમ ટાઉન છે. જોકે, મોદીના દિલ્હી ગયા બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 182માંથી 100 બેઠકો પણ નહોતો મેળવી શક્યો. લોકસભા ચૂંટણીમાં આવો ફિયાસ્કો ફરી ન થાય તે માટે ભાજપે પૂરતી તૈયારીઓ તો કરી જ છે, પરંતુ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી જુવાળ ઉભો કરવા કોઈ મોટા માથાંને ગુજરાતમાંથી ચૂંટણી લડાવવી જરુરી હતી, અને અમિત શાહ તેના માટે સૌથી સારો વિકલ્પ હતા.

ટિકિટ ન મળવાથી નારાજ નેતાઓ કે તેમના સમર્થકો ચૂંટણી ટાણે કોઈ ડખો ઉભો ન કરે તે માટે રાજ્યમાં કોઈ કદ્દાવર નેતાની હાજરી જરુરી હતી. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જ રાજ્યમાંથી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે આવી કોઈ સ્થિતિમાં ભાજપ માટે ડેમેજ કંટ્રોલ પણ સરળ થઈ પડશે.

ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ છે, આ બેઠકનું વર્ષો સુધી અડવાણીએ પ્રતિનિધિત્વ કર્યું છે. આ વખતે અડવાણીની વિદાય નિશ્ચિત હતી, ત્યારે આ બેઠકનું પ્રતિનિધિત્વ અડવાણી જેવા જ કદાવર નેતા કરે તે ભાજપ માટે જરુર હતું, અને અમિત શાહની પસંદગી કરી ભાજપે આ વાતનું સુપેરે ધ્યાન રાખ્યું છે.

ઉત્તર ગુજરાતમાં ભાજપને માટે લોકસભા ચૂંટણીમાં અસંતુષ્ટ નેતાઓ ઉપરાંત બીજા મુદ્દાઓ પણ પડકાર ઉભો કરે તેમ છે, તેવામાં જો ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડવાના હોય તો તેનો ફાયદો ભાજપને સમગ્ર ઉત્તર ગુજરાતમાં મળી શકે તેમ છે.

 

GUJARAT BJP 24 માર્ચથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરશે

24 માર્ચથી ગુજરાતમાં ભાજપ કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ

લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારોને લઈ ભાજપ-કોંગ્રેસ બંને મંથન કરી રહ્યા છે. સાથે જ ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ તરફથી પીએમ મોદી તો કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી સતત પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત ભાજપ દ્વારા પણ રાજ્યમાં પ્રચારનો પ્લાન જાહેર કરી દેવાયો છે. ગુજરાતમાં ભાજપ 24 એપ્રિલથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભાજપ વિજય વિશ્વાસ સંમેલન યોજીને પ્રચાર કરશે.

24થી 26 માર્ચ સુધી યોજાનારા આ વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો પણ સામેલ થશે. તો કેટલાક જિલ્લાઓમાં વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપીને પ્રચાર કરશે. ગુજરાતની સાથે સાથે જ ભાજપે દેશભરમાં એક સાથે ચૂટણી સભાઓ યોજવાનું આયોજન કર્યું છે. દેશભરમાં 24 માર્ચથી જ ચૂંટણી સબાઓ શરૂ થશે. 24થી 26 માર્ચ દરમિયાન દેશભરમાં ભાજપ 500થી વધુ સભાઓ કરશે. દેશભરમાં 500 સ્થળોએ વિજય સંકલ્પ સભાઓ કરશે. અંદાજે 480 લોકસભા બેઠકો પર સભાનુ આયોજન કરાશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારો પસંદ કરવા માટે ભાજપના નીરિક્ષકોએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. બાદમાં આજે દિલ્હીમાં આ ઉમેદવારોના નામ પર આખરી ચર્ચા થશે. ભાજપના પ્રભારી ઓમ માથુર દિલ્હીની મુલાકાતે છે. તેઓ આજે અમિત શાહ સાથે બેઠક કરીને 26 ઉમેદવારોના નામ પર ચર્ચા કરશે.

તાલાલા બેઠક પર પેટાચૂંટણી કેમ જાહેર કરી? હાઈ કોર્ટેની ચૂંટણીપંચને નોટિસ

તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવાના નિર્ણયને પડકારતા હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ હાઈ કોર્ટે કેન્દ્રીય ચૂંટણીપંચને નોટિસ આપી તાલાલા બેઠક પર કેમ પેટાચૂંટણી જાહેર કરી તે અંગે જવાબ માગ્યો છે. કૉંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષના સસ્પેન્શનના નિર્ણયને હાઇ કોર્ટમાં પડકારી 8 સપ્તાહ સુધી કોઇ પગલા નહીં લેવાની કાયદાકીય જોગવાઇને ધ્યાને લીધા સિવાય ચૂંટણીપંચે તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરી હોવાની રજૂઆત કરી હતી.

15 માર્ચના રોજ હાઈ કોર્ટે વેરાવળ સેશન્સ કોર્ટે સજાના અમલ પર મુકેલા સ્ટેને રદ કર્યો હતો. તેમ જ કેસને ફરી ચલાવવા માટે આદેશ આપ્યો હતો. આ પહેલાં ભગવાન બારડે સૂત્રાપાડા કોર્ટે ફટકારેલી 2 વર્ષ 9 માસની સજા સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાર બાદ સેશન્સ કોર્ટે સૂત્રાપાડા કોર્ટે ફટકારેલી સજાના અમલ પર સ્ટે આપ્યો હતો.1995ના ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે ભગવાન બારડે બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

CM house ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતાં આચારસંહિતા ભંગ

CM house ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતાં આચારસંહિતા ભંગગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાતા કેયુર શાહ નામની વ્યક્તિએ ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાજપ દ્વારા સરકારી મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આચારસંહિતાનો ભંગ છે.

ચૂંટણી પંચમાં થયેલી ફરિયાદ મુજબ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકીય હેતુ માટે સરકારી મિલકતનો ઉપયોગ કરી રહ્યા છે, જે આચારસંહિતાનો ભંગ છે. રાજભવન નજીક’ આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધિકૃત નિવાસસ્થાનો ઉપયોગ ભાજપના ટોચના નેતાઓ દ્વારા ચૂંટણી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક માટે કરવામાં આવી રહ્યા છે. આ સમિતિ નક્કી કરે છે કે કોને ટિકિટ ફાળવવી.

આ અરજી સાથે અરજદાર કેયુર શાહે તસવીરો પણ જોડી કરી છે. અરજીમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણે પોતાના ફેસબુક પેજ પર આ તસવીરો પોસ્ટ કરી છે. આ સાથે એવી રજુઆત કરવામાં આવી છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના ટોચના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

આચારસંહિતાની કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાને ચાલતી ભાજપની ચૂંટણી સમિતિની બેઠકને લઇ કોંગ્રેસે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. ચૂંટણી પંચે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને તપાસ કરવા આદેશ આપ્યા છે અને આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી નિષ્પક્ષ કરી અહેવાલ સોંપવા પણ આદેશ કર્યો છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકારી મિલકત અને મશીનરીનો ભાજપ દુરૂપયોગ કરી રહ્યું છે અને આચારસંહિતા ભંગ કરવા બદલ મુખ્યપ્રધાન સામે તાત્કાલિક નોટિસ આપવા માંગ કરી છે. ત્યારે કોંગ્રેસની માંગણી સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ ંકે, મુખ્યપ્રધાનની સુરક્ષાને લઇ સમસ્યા છે. તેથી મુખ્યપ્રધાન નિવાસસ્થાને ઉમેદવાર પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સામે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જીતુભાઇ વાઘાણીનું નિવેદન એ કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતાનું સ્વીકારનામું છે. ભાજપ સરકારમાં ભાજપનું મુખ્ય કાર્યાલય કમલમ મુખ્યપ્રધાન માટે સુરક્ષિત-સલામત નથી તો પછી ગુજરાતના 6 કરોડ નાગરિકોની સુરક્ષા-સલામતીનું શું?તેવો વેધક પ્રશ્ન પણ તેમણે પૂછ્યો હતો.

ગુજરાતમાં સૌથી વધુ મતદાન ૧૯૬૭માં ૬૩.૭૭ ટકા થયું હતું

આગામી તા.ર૩ એપ્રિલ-ર૦૧૯ના ગુજરાતમાં ૧૭મી લોકસભાના ચયન માટેની ર૬ બેઠકોનું મતદાન થવાનું છે. ગુજરાતની ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી ર૦૧૪ સુધીની લોકસભા ચૂંટણીઓમાં મતદારોએ પોતાના આ મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સંસદમાં પ્રતિનિધિત્વ કરવા પોતાના મતક્ષેત્રના ઉમેદવારને ચૂંટીને મોકલ્યા છે. ૧૯૬૦માં ગુજરાત દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પછી ૧૯૬રમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની રર બેઠકો હતી જે ૧૯૬૭માં વધીને ર૪ થઇ અને ૧૯૭૭થી ર૬ બેઠકો થઇ છે.

૧૯૬૭માં યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં રાજ્યની ર૪ બેઠકો માટે ૮૦ ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવેલું. તે વેળાએ રાજ્યના કુલ ૧ કરોડ ૬ લાખ ૯ર હજાર ૯૪૮ મતદારો પૈકી ૬૮ લાખ, ૧૮ હજાર ૬૮ર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સૌથી વધુ ૬૩.૭૭ ટકા મતદાન તે વેળાએ રાજ્યમાં નોંધાયું હતું. ત્યારબાદ સૌથી વધુ મતદાન ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એટલે કે ૬૩.૬૬ ટકા રહ્યું હતું એ વેળાએ રાજ્યના ૪ કરોડ ૬ લાખ ૩ હજાર ૧૦૪ મતદારોમાંથી ર કરોડ પ૭ લાખ ૩ હજાર ૧૭૭ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોની સંખ્યાની વેબસાઇટમાં જણાવેલી વિગતો પર દૃષ્ટિપાત કરીએ તો જણાય છે કે, રાજ્યમાં ર૬ બેઠકો માટે સૌથી વધુ પ૭૭ ઉમેદવારોએ ૧૯૯૬ની લોકસભા ચૂંટણીઓમાં ઉમેદવારી કરી હતી.

આ ચૂંટણીઓમાં ર કરોડ ૮પ લાખ ર૯ હજાર ૦૯૪ મતદારો પૈકીના ૧ કરોડ ર લાખ ૪૮ હજાર ૬પ૦ એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સૌથી ઓછું એટલે કે ૩પ.૯ર ટકા મતદાન નોંધાયું હતું.

ભાજપાની ટિકીટ ફાળવણીના અણીના સમયે આનંદીબેન અને રિવાબા ચર્ચામાં

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપાના ઉમેદવારો નક્કી કરવાના નિર્ણાયક તબક્કામાં જ રાજ્યના માજી મુખ્યમંત્રી હાલ મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ એક અઠવાડિયા માટે અમદાવાદ આવ્યાં હતાં. લોકસભા ચૂંટણી માટે વિવિધ બેઠકો પર સેન્સ લેવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આનંદીબેન નિર્ણાયક તબક્કામાં જ અમદાવાદમાં આવ્યા અને તેના કારણે ટિકીટ ફાળવણીની પ્રક્રિયા પ્રભાવિત થાય એ સ્વાભાવિક છે તેન સાથે જ અનેક તર્કવિતર્કો પણ શરૂ થઇ ગયા હતા કે આનંદીબેન કોના માટે સક્રીય રજૂઆતો કરી રહ્યા છે.

કેટલાક લોકોનું કહેવું હતુ કે આનંદીબેન તેમની દીકરી અનાર પટેલ તેમજ તેમને રાજકીય પથ પર સાથ આપનારા કેટલાક નેતાઓ માટે સમર્થકને લોકસભા ટિકિટ મળે તે માટે લોબિંગ કરી રહ્યાં છે.

આ વખતે ગાંધીનગર બેઠક પરથી અડવાણી ચૂંટણી લડશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ શકી, ત્યારે ભાજપ માટે સૌથી સુરક્ષિત મનાતી આ બેઠક પર અનેક લોકો પોતાની દાવેદારી કરી રહ્યા છે. અટકળો તો એવી પણ છે કે, અમિત શાહ અને આનંદીબેન વચ્ચે ગાંધીનગર બેઠકને લઈને ખેંચતાણ ચાલી રહી છે.

આજે પણ જ્યારે ભાજપના નિરીક્ષકો ગાંધીનગર બેઠકની સેન્સ લેવા પહોંચ્યા ત્યારે આનંદીબેનના સમર્થકોએ બેનને ગાંધીનગરની ટિકિટ મળવી જોઈએ તેવી માગ કરી હતી, જ્યારે અમિત શાહના સમર્થકોએ અમિત શાહને ટિકિટ મળે તે માટે રજૂઆતો કરી હતી.

જામનગર બેઠક પર પૂનમ માડમનું પત્તું કપાશે? રીવાબાને પણ ચૂંટણી લડવામાં રસ?

લોકસભા ચૂંટણીની ટિકિટ ફાળવણી અગાઉ ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના ભાગરુપે જામનગર બેઠકની સેન્સ લેવા પક્ષના ત્રણ સિનિયર નેતાઓ પહોંચ્યા હતા. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા, રમણલાલ વોરા અને રાજકોટના મેયર બિના આચાર્યએ જામનગરમાં મતદારોનો મૂડ જાણવા સેન્સ લીધી હતી.

સૂત્રોનું માનીએ તો, જામનગર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ હાલ પૂનમ માડમ કરી રહ્યાં છે. જોકે, તેમની કામકાજની શૈલીથી પક્ષના કાર્યકરો નારાજ છે, અને તેમની માગ છે કે આ વખતે પૂનમ માડમને પડતાં મૂકી કોઈ બીજાને ટિકિટ આપવામાં આવે. કાર્યકરોનું એક જૂથ જામનગર બેઠક પરથી કોઈ પાટીદારને ટિકિટ અપાય તેવી ડિમાન્ડ પણ કરી રહ્યું છે.

પૂનમ માડમ પણ સેન્સ લેવા આવેલા નેતાઓની ટીમને મળવા માટે પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેમણે ટિકિટ વાંચ્છુક ઉપરાંત એક કાર્યકર્તા તરીકે પણ આ મુલાકાત કરી છે. પોતે જામનગરમાં કયા કામ કર્યા છે તેની જાણકારી પણ તેમણે સેન્સ લેવા આવેલી ટીમને આપી હોવાનું જણાવ્યું હતું.

હાર્દિક પટેલ જામનગર બેઠક પરથી લડે તેવી અટકળો છે ત્યારે આ બેઠક પરથી જો ભાજપ પણ કોઈ પાટીદારને મેદાનમાં ઉતારે તો હાર્દિકને ટક્કર આપવી સરળ રહે તેમ પક્ષના કાર્યકરોનું માનવું છે. ઉલ્લેખનીય છે કે, જામનગર બેઠક પર પાટીદાર મતદારોની બહોળી સંખ્યા છે.

ભાજપની ટીમ સેન્સ લેવા માટે જામનગર પહોંચી ત્યારે રિવાબા જાડેજાએ પણ તેમની મુલાકાત લીધી હતી. જેનાથી રિવાબા પણ જામનગર બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, રિવાબાએ આ અંગે મગનું નામ મરી પાડવાને બદલે તેઓ પાર્ટીના હુકમને અનુસરશે તેમ જણાવ્યું હતું.

ભાજપના નેતાઓને મળ્યાં બાદ રિવાબાએ કહ્યું હતું કે, મને માત્ર એટલું જ પૂછવામાં આવ્યું હતું કે, જામનગરમાં વિકાસના કયા કાર્યો થયા છે અને હજુ શું કરવાનું બાકી છે.

 

ધ્રાંગધ્રા-માણાવદર સહિત રાજ્યની 4 વિધાનસભાની પેટાચૂંટણી 23 એપ્રિલે

કેન્દ્રીય ચૂંટણી પંચે ધ્રાંગધ્રા અને માણાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ લોકસભાની ચૂંટણીની સાથે 23 એપ્રિલ, 2019ના રોજ યોજવાની જાહેરાત કરી છે.આ બેઠકો કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાતા ખાલી પડી છે. અહીં નોંધવું ઘટે કે, અગાઉ ચૂંટણીપંચે ઉંઝા અને તલાલા વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે યોજવાનું જાહેર કર્યુ હતું.આમ ગુજરાતની કુલ ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી એક સાથે 23 એપ્રિલ, 2019ના રોજ લોકસભા ચૂંટણીની સાથે યોજાશે અને 23 મેના રોજ મતગણતરી થશે.
રાજ્ય ચૂંટણીપંચના મુખ્ય નિર્વાચન અધિકારી ડો.એસ.મુરલી ક્રિષ્નાના જણાવ્યા અનુસાર, ધ્રાંગધ્રા અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત સાથે જ કેન્દ્રિય ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટેની આદર્શ આચારસંહિતા, અધિકારી-કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ આ બન્ને વિધાનસભાની પેટાચૂંટણીઓને પણ લાગુ પડશે.આ સૂચનાઓનો અમલ રાજ્યસરકાર, રાજકીયપક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, બોર્ડ/નિગમો, સહકારી મેંડળીઓ વગેરે કે જેમાં જાહેરનામાંનો જરાપણ હિસ્સો હોય તેવી તમામ સંસ્થાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે.આ સૂચનાઓનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી જાહેર થયાના બે દિવસમાં ગુજરાતમાં 67.85 લાખનો દારૂ પકડાયો

ગુજરાતના 11 એરપોર્ટ પર આવકવેરા વિભાગ દ્વારા એર ઈન્ટેલિજન્સ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આચારસંહિતા લાગુ થયા બાદ પોલીસતંત્ર દ્વારા આશરે રૂ.67.85 લાખનો 21,885 લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

આ અંગે રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું, રાજ્યમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2019ને લઈને રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડતાં તેના ચુસ્તપણે પાલન માટે જિલ્લાનાં વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.

પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે સમગ્ર રાજયમાં 563 ફ્લાઈંગ સ્ક્વોડ, 378 વિડિયો સર્વેલન્સ ટીમ, 207 વિડિયો વ્યુઈંગ ટીમ અને 26 હસિાબી ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ સર્વે ટીમ દ્વારા રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવામાં આવશે.

આ ઉપરાંત ચૂંટણી ખર્ચ નિયંત્રણની અદ્યતન સૂચનાઓ મુજબ સર્વે જિલ્લા તંત્રને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે પોલીસ, રાજય આબકારી અને નશાબંધી તેમજ આવકવેરા વિભાગના રાજય કક્ષાના નોડલ અધિકારીઓની નિમણુંક થયેલ છે. પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકની નિમણૂંક થનાર છે. લોકસભા બેઠકના દરેક ભાગ દીઠ મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂંક કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી ખર્ચ ઉપર નિયંત્રણ માટે પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી અદ્યતન સૂચનાઓ ફેબ્રુઆરી, 2019થી અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જિલ્લા તંત્રને પૂરી પાડવામાં આવી રહી છે તેમજ ઉમેદવાર અને પક્ષ માટે રેલી, સભા વગેરે માટેની મંજૂરીમાટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણીતંત્ર દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2019 દરમિયાન પારદર્શી રીતે મતદાન કરી શકે તે માટે આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગથી અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્યનાં ચૂંટણીતંત્ર દ્વારા અંદાજિત 5000 થી 5500 મતદાન મથકો ખાતેથી લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે, તેમ મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું.

દિલ્હીની તમામ બેઠક પરથી ‘આપ’ લડીને જીતશે: કેજરીવાલ

કૉંગ્રેસ સાથે યુતિ નહીં થતાં આમ આદમી પાર્ટી (આપ) હવે દિલ્હીમાં સાતે બેઠક પર એકલા હાથે ચૂંટણી લડશે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીની તમામ સાત બેઠક પર જીત મેળવશું. દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા વડા પ્રધાન મોદીએ આપેલ વચન પૂર્ણ કર્યું નથી.

આગામી ચૂંટણી દિલ્હીને સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માગણી સાથે લડાશે. વડા પ્રધાને આ બાબતમાં સ્પષ્ટતા કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું. તેમણે કૉંગ્રેસ પર હુમલો કરતાં જણાવ્યું હતું કે આ પક્ષ પણ દિલ્હીને સંપૂર્ણ રાજ્ય આપવાનો વિરોધી છે.

કૉંગ્રેસ સાથે યુતિના પ્રયાસ તેમણે કર્યા હતા, પરંતુ તે શક્ય બની નહોતી. આપ પક્ષ તમામ બેઠક પર બહુમતીથી જીતશે એવી આશા દર્શાવી હતી તે માટે તેમણે ચાર કારણ દર્શાવ્યા છે.

દિલ્હી સરકારે કરેલા કામ જોઈને લોકો મત આપશે. મુસ્લિમો પણ આપ તરફ વળ્યા છે.

દિલ્હીની છ બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. પશ્ર્ચિમ દિલ્હીની બેઠકના ઉમેદવારનું નામ ભાજપ-કૉંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ બહાર પડાશે. દિલ્હીમાં 12 મેના ચૂંટણી છે.

પંજાબમાં શિરોમણી અકાલી દળના છૂટા પડેલા જૂથ સાથે યુતિ કરવા વાતચીત ચાલે છે, એમ તેમણે કહ્યું હતું. ભાગવંતમાન અકાલી દળ (તક્સલી) સાથે વાટાઘાટ ચલાવે છે.

ચૂંટણીલક્ષી કોઇપણ માહિતી માટે 1950 નંબરની ટેલિફોનિક હેલ્પલાઇન

ચૂંટણી આચારસંહિતા દરમિયાન બિનરાજકીય, સામાન્ય વ્યક્તિ રૂ.10 લાખ સુધીની રકમ હેરફેર કરી શકશે

સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા (મોડર્ન કોડ ઓફ કન્ડક્ટ) લાગૂ થઇ ગયા પછી સુરતના વ્યાપારીઓ, ધંધાર્થીઓમાં એવી દહેશત હતી કે રૂ.50 હજાર કે તેનાથી વધુની કેશ (રોકડ રકમ)ની હેરફેર નહીં થઇ શકે. પરંતુ, આ બાબતમાં મહત્વની સ્પષ્ટતા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર ડો.ધવલ પટેલએ જણાવ્યું હતું કે રૂ.50 હજાર કે તેથી વધુ રકમની કેશ હેરફેરનો નિયમ ફક્ત રાજકારણ સાથે, રાજકીય પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની સામે ચૂંટણી પંચના કાયદા અનુસાર કાર્યવાહી કરાશે. જો કોઇ બિનરાજકીય, સામાન્ય વ્યક્તિ હોય, કોઇ પાર્ટી કે ઉમેદવાર સાથે સંકળાયેલ ન હોય તેવી વ્યક્તિઓ રૂ.10 લાખ સુધીની રોકડની હેરફેર કરી શકશે. રૂ.10 લાખથી વધુની રોકડ સામાન્ય, બિનરાજકીય વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની જાણ ઇન્કમટેકસ વિભાગને કરવામાં આવશે. સુરત એક બિઝનેસ સિટી છે અને વ્યાપારીઓ વાત વાતમાં બે-પાંચ લાખની રોકડ લઇને ફરતા હોય છે. વેપારી વર્ગમાં એવી ગેરમાન્યતા પ્રવર્તતી હતી કે ચૂંટણી આચારસંહિતામાં ફકત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર થઇ શકે છે.

સુરત શહેર જિલ્લામાં સુરત, બારડોલી અને નવસારી એમ કુલ ત્રણ લોકસભાની બેઠકોના મત વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં તા.23મીએ ચૂંટણી મતદાન યોગ્ય રીતે થઇ શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી રહેલી વ્યવસ્થા, મોડર્ન કોડ ઓફ કન્ડક્ટ વગેરેની માહિતી આપવા માટે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે મોડર્ન કોડ ઓફ કન્ડક્ટ (આદર્શ આચારસંહિતા)નો અમલ શરૂ થઇ ચૂક્યો છે અને તેનું ચૂસ્ત પણે પાલન થાય તે માટે કુલ 16 ટીમો બનાવવામાં આવી છે. એવી જ રીતે કુલ 48 ફ્લાઇંગ સ્ક્વોર્ડ બનાવવામાં આવી છે. અન્ય ટીમો તા.28મી માર્ચ 2019ના રોજ કોડ ઓફ કન્ડક્ટ લાગૂ થાય ત્યારે અમલી બનાવાશે. તેનું ગઠન થઇ ચૂક્યું છે.

સુરત શહેર જિલ્લા મળીને કુલ 41.84 લાખ મતદારો

સુરત શહેર જિલ્લામાં કુલ 41,84,716 મતદારો આ વખતની ચૂૂંટણીમાં મતદાન કરી શકશે. કુલ 18થી 21 વર્ષની વયના 1.26 લાખ મતદારો પહેલી વખત પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. સુરતમાં પુરુષ મતદારોની સંખ્યા 22.65 લાખ જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 19.18 લાખ છે. સુરત શહેર જિલ્લા મળીને કુલ 345 સર્વિસ વોટર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

સુરત શહેર જિલ્લામાં કુલ 4477 મતદાન મથકો

સુરત શહેર જિલ્લા મળીને સુરત, નવસારી, બારડોલી એમ ત્રણેય લોકસભા બેઠકો પર તા.23મીએ વ્યવસ્થાપૂર્ણ સંજોગોમાં મતદાન થાય તે માટે કુલ 4477 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જ્યાં મતદાન માટે વધુ કતારો લાગે છે, ધસારો વધુ થાય છે તેવા વિસ્તારમાં આ વખતની ચૂંટણીમાં કુલ 56 નવા મતદાન મથકો ઉભા કરવા માટેની પ્રપોઝલ કરવામાં આવી છે. આ નવા મતદાન મથકો પહેલી વખત ઉભા થશે જેને પૂરક મતદાન મથક તરીકે નામ આપવામાં આવશે.

ઇવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ

જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ધવલ પટેલે કહ્યું હતું કે સુરત શહેર જિલ્લાના કુલ 41 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ઉભા થનારા 4477 મતદાન મથકો માટે કુલ 6800 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જરૂરીયાત છે, તેની સામે કુલ 6832 ઇવીએમ ઉપલબ્ધ છે. જે જરુરીયાતના પ્રમાણ કરતા 50 ટકા વધારે છે. એવી જ રીતે વીવીપેટની જરૂરીયાત 5666 છે એ જરૂરીયાતના પ્રમાણ કરતા 25 ટકા વધારે છે. આ તમામ ઇવીએમ તેમજ વીવીપેટનું એફ.એલ.સી. (ફર્સ્ટ લેવલ ચેકિંગ) પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ તમામ મશીનરી વોટિંગ માટે બિલકુલ તૈયાર સ્થિતિમાં છે.

ચૂંટણી આચારસંહિતાની ફરીયાદ માટે સીવિજિલ નામની એપ્લિકેશન

અગાઉની ચૂંટણીમાં વિવિધ ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા થતી આચારસંહિતા ભંગની ફરીયાદો માટે લેખિત સ્વરૂપનો આગ્રહ રાખવામાં આવતો હતો. કાગજકીય કાર્યવાહીને પગલે આચારસંહિતાના ભંગની ફરીયાદો થતી ન હતી કે વિલંબમાં મૂકાતી હતી.  આ વખતે ચૂંટણી પંચે સી.વિજિલ (સી.વી.આઇ.જી.આઇ.એલ.) નામની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. કોઇપણ સામાન્ય વ્યક્તિ પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ પર ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરીને જો તેમને ક્યાંય કોઇપણ પ્રકારે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ દેખાય તો તેના પર ફોટો, વિડીયો અપલોડ કરીને ઓનલાઇન ફરીયાદ કરી શકશે અને ચૂંટણી પંચ તમામ ફરીયાદ પર તાત્કાલિક ફોલોઅપ કરશે.

ચૂંટણીલક્ષી કોઇપણ માહિતી માટે 1950 નંબરની ટેલિફોનિક હેલ્પલાઇન

જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ ખાસ આગ્રહ રાખ્યો હતો કે સામાન્ય લોકો, મતદારોમાં ચૂંટણી લક્ષી કોઇપણ પ્રકારની માહિતી જેવી કે મતદારયાદી, મતદાન મથક વગેરે જાણકારી માટે ટેલિફોનિક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. આ ટેલિફોનિક હેલ્પલાઇન નો નંબર 1950 છે. કોઇપણ વ્યક્તિ તેના પરથી ચૂંટણીની માહિતી લઇ શકશે.

રાજકીય પક્ષો ઉમેદવારોને પરમિશન માટે સિંગલ વિન્ડો સિસ્ટમ

ચૂંટણી પ્રચાર દરમિયાન વિવિધ રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો દ્વારા જાહેરસભા, રેલીઓ, વાહન રેલી, પ્રચાર યાત્રા વગેરે કાઢવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ પોલીસ તંત્ર પાસેથી પરવાનગી લેવાની રહે છે. આ વખતે સિંગલ વિન્ડો સિસ્ટમ અન્વયે સુવિધા નામની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાજકીય પક્ષો કે ઉમેદવારો કોઇપણ બાબતની પરવાનગીની અરજીઓ કરીને ત્યાંથી જ પરવાનગી મેળવી શકશે. પોલીસ તંત્ર, સંબંધિત વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારીઓ વગેરેને સંકલન કરીને આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

ચૂંટણી કાર્યવાહીનું સમયપત્રક

ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવાની મુદત                                    તા.28મી માર્ચ 2019ને ગુરુવાર

ઉમેદવારીપત્રો ભરવાની મુદત                                                       તા.28મી માર્ચથી તા.4 એપ્રિલ 2019

ઉમેદવારીપત્રો ચકાસણીની મુદત                                                  તા. 5મી એપ્રિલ 2019

ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ મુદત                                  તા. 8મી એપ્રિલ 2019

મતદાનની તારીખ                                                                         તા. 23મી એપ્રિલ 2019ને ગુરુવાર

મતગણતરીની તારીખ                                                                   તા. 23મી મે 2019ને સોમવાર

 

 

 

March 12, 2019
cvigil.png
2min8420

રાજકીય પક્ષો આચારસંહિતાનો ભંગ ન કરે તે માટે ખાસ સી વ્હિજિલ નામની ઍપ બનાવવામાં આવી છે, જેના પર નાગરિકો ફરિયાદ નોંધી શકે છે. ચૂંટણી પંચનો આ પ્રયોગ સફળ થયો છે અને અત્યાર સુધીમાં રાજ્યભરમાં 717 ફરિયાદ આ ઍપ પર નોંધાઈ છે, જેમાંથી 294 ફરિયાદમાં તથ્ય જણાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઍપ પર મળેલી ફરિયાદોમાં પૉસ્ટર અને બૅનર સંબંધની ફરિયાદો છે, જેમાં 36 ફરિયાદ યોગ્ય છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત દારૂ, પૈસા, પૅડ ન્યૂઝ, ધાર્મિક-સામાજિક ભાષણ, નિર્ધારિત સમય બાદ લાઉડસ્પીકરનો વપરાશ, લાઈસન્સ વિનાના વાહનોનો વપરાશ વગેરેની ફરિયાદો પણ મોટા પ્રમાણમાં છે.

રાજ્યમાં સૌથી વધારે સંખ્યામાં ફરિયાદો પુણેમાં 133 થઈ છે. તે બાદ થાણે 68, સોલાપુર 61, મુંબઈ ઉપનગર 45, જ્યારે મુંબઈ શહેર 41 ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરંત નાગપુરમાં 30, નાંદેડમાં 36, પાલઘરમાં 24 ફરિયાદ કરવામાં આવી હતી. અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ આચારસંહિતા ભંગની ફરિયાદો થઈ છે, પરંતુ શહેરમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરવામાં આવતો હોય, ફરિયાદોની સંખ્યા વધારે છે. આચારસંહિતાનો ભંગ થતો લાગે તેવા ફોટા અથવા બે કે ત્રણ મિનિટનો વીડિયો ઍપ પર પૉસ્ટ કરવાનો હોય છે. આ ઍપ પર ફરિયાદી પોતાની ઓળખ છુપાવી શકે છે, તેથી નાગરિકો નિર્ભય થઈને ફરિયાદ કરી શકે છે.

સી વ્હિજિલ મોબાઈલ ઍપ ગુગલ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલૉડ કરી શકાય છે. તેમાં ફરિયાદ કર્યા બાદ દોઢ કલાકમાં જ ફરિયાદની સ્થિતિ શું છે, તે જણાવવામાં આવે છે.

ફેમિલી ફર્સ્ટ નહીં, ઈન્ડિયા ફર્સ્ટ : મોદી Blog

લોકસભા ચૂંટણીનાં પ્રચાર અભિયાનમાં તપી ગયેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપનાં સિલસિલામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બ્લોગ લખીને કોંગ્રેસ ઉપર કટોકટીથી માંડીને સીબીઆઈ, આંતરિક રાજકારણથી લઈને વંશવાદ સુધી ધગધગતા પ્રહારો કર્યા હતાં. મોદીએ પોતાનાં બ્લોગમાં લખ્યું હતું કે 2014માં દેશની જનતાએ વંશવાદ સામે પ્રમાણિકતા અને દૂષણ સામે વિકાસને પસંદગી આપી હતી. પોતાની સરકાર ફેમિલી ફર્સ્ટનાં સ્થાને ઈન્ડિયા ફર્સ્ટની નીતિથી કામ કરતી હોવાનું પણ મોદીએ ઉમેર્યુ હતું.

પોતાના લેખમાં મોદીએ સંસદ, સંવિધાન, સરકારી સંસ્થાન, સેના વગેરેનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, કોંગ્રેસના કાર્યકાળમાં તેનો દુરુપયોગ અને અપમાન કર્યું. મોદીએ એમ પણ કહ્યું છે કે કોંગ્રેસે તો સેનાને પણ હંમેશા કમાણીનું સાધન સમજી છે. દેશની સંસ્થાઓને નબળી કરી નાખી હતી.

ત્યારબાદ પીએમએ પોતાના કાર્યકાળમાં ચલાવેલી વિભિન્ન યોજનાઓનો ઉલ્લેખ કર્યો. મોદીના મતે સ્વચ્છતાનો દાયરો 2014મા 38 ટકા હતો તે આજે 98 ટકા થઇ ચૂકયો છે. આ સિવાય તેમણે ડાયરેકટ બેનિફિટ, લોન મેળવામાં સુવિધા, પછાત વર્ગ માટે ચલાવામાં આવેલી વિભિન્ન યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે.

મોદીએ આગળ લખ્યું કે, પ્રેસની સ્વતંત્રતા પર પહેલાં પ્રહારો યુપીએના શાસનકાળમાં પણ જોવા મળ્યા. લેખમાં લખ્યું, યુપીએ સરકાર કાયદાને લઇને આવી હતી તે મુજબ જો તમે કંઇ પણ અપમાનજનક પોસ્ટ કરો તો તમને જેલમાં નાંખી દેવાશે. મોદી આગળ લખે છે કે ઇમરજન્સી લઇ કોંગ્રેસે સંવિધાન અને કોર્ટનું અપમાન કર્યું હતું.

પીએમે આગળ લખ્યું કે યુપીએ સરકાર સીબીઆઈ, આઇબી અને રૉ જેવી સંસ્થાઓનો સમય-સમય પર દુરૂઉપયોગ કરતી રહી. તેમણે લખ્યું કે યુપી શાસનના સમયે સીબીઆઈ કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બની ગઈ હતી. તેમણે આગળ મોદી યોજના પંચનો ઉલ્લેખ કરતાં લખ્યું છે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતાની એક ટિપ્પણીમાં આયોજન પંચને વિદૂષકોનો સમૂહ ગણાવી નાખ્યું હતું. એ સમયે યોજના પંચના ઉપાધ્યક્ષ ડૉ.મનમોહન સિંહ હતા.

પીએમે સેનાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે કોંગ્રેસે હંમેશા રક્ષા ક્ષેત્રને કમાણીના એક સ્ત્રોત તરીકે જોયું છે. આ જ કારણ છે કે આપણા સશસ્ત્ર બળોને કયારેય કોંગ્રેસ પાસેથી એ સમ્માન ના મળ્યું, જેના તેઓ હકદાર હતા.

આને કહેવાય પરિવર્તન! ચાયવાલા ચૌકીદાર બન્યા

ભાજપના ‘મૈં ભી ચૌકીદાર’ પ્રચાર અભિયાનની ઉત્તર પ્રદેશમાં મજાક કરતા માયાવતીએ જણાવ્યું હતું કે ચાયવાલા વડા પ્રધાન હવે ચૌકીદાર બન્યા અને આ આને એમની સરકારે લાવેલું પરિવર્તન કહેવાય.

વિરોધપક્ષ તરફથી માયાવતીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ભાજપે ‘મૈં ભી ચૌકીદાર’ પ્રચાર અભિયાન શરૂ કર્યા બાદ પીએમ મોદી અને અન્યોએ પોતાના ટ્વિટર હેન્ડલની આગળ ચૌકીદાર શબ્દ ઉમેર્યો છે. પાછલી ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી ચાયવાલા હતા, પણ હવે તેઓ ચૌકીદાર બની ગયા છે.

ભાજપના શાસન હેઠળ ભારતમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે. શાબાશ!

એમના સાથી પક્ષ સપાના પ્રમુખ અખિલેશ યાદવે રાફેલ સોદાના સંદર્ભમાં કટાક્ષ કરતા સવાલ કર્યો હતો કે શું મંત્રાલયમાંથી ચોરાયેલી ફાઇલ માટે જવાબદાર ચૌકીદારને સજા થઇ? અખિલેશે મંગળવારે પોતાની ટ્વીટની આગળ ‘વિકાસ પૂછ રહા હૈ’નું કેપ્શન લગાવીને ભાજપના 2014ના વિકાસલક્ષી પ્રચાર પર કટાક્ષ કર્યો હતો.

મોદીના મંત્રી ગિરિરાજનો ‘બાગી’ મિજાજ : ચૂંટણી નવાદાથી જ લડીશ

ભાજપે પોતાની બેઠક સાથીઓને આપી દીધા પછી કેન્દ્રીય પ્રધાને બતાવી નારાજગી
પટણા, તા. 18:ચૂંટણી માટે બિહારમાં ઘમાસાણ વચ્ચે એનડીએ જોડાણે બેઠક વહેંચણીની ઘોષણા સાથે એવો સંકેત ભલે આપ્યો છે કે, સાથી પક્ષોમાં કોઈ જાતનો અસંતોષ નથી, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજસિંહે વિદ્રોહી મિજાજ બતાવ્યો છે.

મોદી સરકારના કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મક્કમપણે જણાવ્યું હતું કે હું ચૂટણી લડીશ તો માત્ર નવાદા બેઠક પરથી જ લડીશ.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપે પોતાના બે મોટા નેતા શાહનવાઝ હુસેન અને ગિરિરાજસિંહની બેઠક પણ સહયોગીઓને આપી દીધી હતી.
આ નિર્ણયોની પ્રતિક્રિયામાં ગિરિરાજસિંહે સોમવારે કહ્યું હતું કે, આ અંગે હું કંઈ કરી શકું નહીં. પ્રદેશ પ્રમુખ જ કરી શકે. પરંતુ મારી પોતાની વાત કરું તો ચૂંટણી લડીશ તો માત્ર નવાદા બેઠક પરથી જ, તેવું તેમણે ઉમેર્યું હતું.

 

વડા પ્રધાન મોદી સામે ઉમેદવારી કરવા આતુર ભીમ સેનાના ચંદ્રશેખર

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણ વડા પ્રધાન મોદી સામે વારાણસી લોકસભા બેઠક પર ઊભા રહી શું સાબિત કરવા માગે છે તે બાબતમાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. પોતાની પ્રથમ ચૂંટણીમાં યુવાન દલિત નેતા હારશે તે નિશ્ર્ચિત છે છતાં સૌથી શક્તિશાળી નેતા અને દેશના વડા પ્રધાન સામે ઊભા રહી તે દલિત રાજનીતિમાં મોટા નામ તરીકે ઊભરવા માગે છે તેવું ચર્ચાઈ રહ્યું છે.

વારાણસીમાં ઉમેદવારી કરી તે યુવાન દલિતો અને મુસ્લિમ મતદારોમાં માયાવતીના સંભવિત વિકલ્પ તરીકે પોતાનો દાવો નોંધાવી રહ્યા છે.વારાણસી બેઠકમાં ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ૫,૮૧,૦૨૨ મત મળ્યા હતા, જયારે અરવિંદ કેજરીવાલને ૨,૦૯,૨૩૮ મત મળ્યા હતા. આગામી ચૂંટણીમાં ચંદ્રશેખર મોદીને નુકસાન પહોંચાડી શકે કે નહીં તે બાબતમાં કાશી હિન્દુ વિશ્ર્વ વિદ્યાલય (બનારસ હિંદુ યુનિવર્સિટી) છાત્રસંઘના અધ્યક્ષ રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા અનિલ શ્રીવાસ્તવ કહે છે કે ચંદ્રશેખરને કયો પક્ષ સમર્થન આપે તે પરથી નક્કી થશે.

જો બધા વિપક્ષી નેતા એક જ ઉમેદવાર ઊભો રાખે તો ચૂંટણીજંગ રસપ્રદ બની જશે. વારાણસીના વરિષ્ઠ પત્રકાર વશિકરના અભિપ્રાય પ્રમાણે વડા પ્રધાન મોદીએ ઘણાં વિકાસ કાર્ય શરૂ કરાવ્યા છે પણ બનારસની પ્રજા ખુશ થઈ તેમની તરફેણમાં ભારે મતદાન કરે તેવી સંભાવના નથી. આ બેઠક પરથી મોદી જ જિતશે પણ ૨૦૧૪ની સરખામણીમાં તેમને ઓછા મત મળી શકે છે. કાશીમાં અભ્યાસ કરી રહેલા એક અનુસૂચિત જાતિના વિદ્યાર્થી કહે છે કે, વારાણસીના દલિતોમાં માયાવતીનો પ્રભાવ વધુ છે, જયારે ચંદ્રશેખર વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે. હવે ચંદ્રશેખર ડિપોઝિટ બચાવી શકશે કે નહીં તે અન્ય પક્ષોના વલણ પર નિર્ભર કરે છે.

‘મૈં ભી ચોકીદાર હું’ મોદીનું નવું સૂત્ર ઘર-ઘરમાં ચર્ચાયું

પોતાના ટેકેદારોને ‘ મૈ ભી ચોકીદાર હું ’ના શપથ લેવાની વિનંતી વડા પ્રધાન નરેન્દ્ર્ર મોદીએ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણની લડાઇમાં તેઓ એકલા નથી.

મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તમારો ચોકીદાર સતર્કતાથી ઊભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પણ હું એકલો નથી. દરેક વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, સામાજિક દુષણો અને કચરા સામે લડી રહ્યા છે, એ બધા જ ચોકીદારો છે. ભારતના વિકાસ માટે સખત મહેનત કરી રહેલી દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે દરેક ભારતીય બોલી રહ્યો છે કે ‘ મૈ ભી ચોકીદાર હું ’.

પોતાના સંદેશ સાથે એમણે એક નાનકડો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જોકે, આ વાત કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ગળે નહોતી ઊતરી અને

એણે થોડીવાર પછી મોદીને વખોડતા ટ્વિટર પર જણાવ્યું હતું કે સંરક્ષણાત્મક ટ્વિટ મિ. મોદી. આજે તમે થોડાક દોષી લાગી રહ્યા છો. આ સાથે રાહુલે મોદીના વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી, અનિલ અંબાણી અને ગૌતમ અદાણી સાથેના ફોટા પોસ્ટ કર્યા હતા.

રાહુલ સતત મોદી પર ઉદ્યોગપતિઓની તરફેણ કરવાનો અને રાફેલ મામલે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કર્યા કરે છે તથા મોદીને ચોકીદાર તરીકે સંબોધીને ચોકીદાર ચોર હૈનો સૂત્રોચ્ચાર કરતો રહે છે.

રાહુલે ફરી એકવાર હિંદીમાં ટ્વિટ કરતા જણાવ્યું હતું કે જે રૂ. ૧૦ લાખનો સૂટ પહેરે છે અને મોદી-મેહુલ-માલ્યા જેવા બૅંકને લૂંટનારાને મદદ કરે છે, જે પ્રચાર માટે અને ૮૪ દેશમાં ફરવા માટે જનતાના કરોડો રૂપિયો વેડફે છે, જેણે રાફેલ સોદામાં કરોડો રૂપિયા લૂંટવામાં મદદ કરી એ એક જ ચોકીદાર ચોર છે.

 

મોદી હૈ તો મુમકિન હૈ: ભાજપનું નવું સૂત્ર

આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે “મોદી હૈ તો મુમકિન હૈ એટલે કે મોદી અશક્યને શક્ય બનાવે છે તેવો ભાવાર્થ ધરાવતું સૂત્ર પસંદ કર્યું છે.

નાણાં પ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં દિવસના ૨૪ કલાકમાંથી વધુમાં વધુ કલાક થાક્યા વગર પરિશ્રમ કરનારા વડા પ્રધાન મોદીએ કોઈ પણ મુશ્કેલ કાર્ય કરી શકાય છે તેવું દર્શાવ્યું છે.

“એજન્ડા ૨૦૧૯-ચોથો ભાગ બ્લોગપોસ્ટમાં જેટલીએ કહ્યું કે જટિલ મામલાઓમાં પણ સ્પષ્ટતા અને ઝડપભેર નિર્ણય લેવાની ક્ષમતા દેખાડી મોદીએ દર્શાવ્યું છે કે તે કોઈ પણ વિષય ઝડપભેર સમજી લેતા હોય છે. ૨૦૧૯ ચૂંટણી માટેના ભાજપના પબ્લિસિટી ડિવિઝનના ઈનચાર્જ અરુણ જેટલીએ કહ્યું કે “મોટા ભાગના ભારતીય હવે સમજે છે કે મોદી કોઈ પણ કાર્ય કરી શકે છે. ઝડપભેર નિર્ણય લઈ અમલીકરણ કરવાની ભારતની ક્ષમતાથી ભારતનો અભ્યાસ કરી રહેલા વિશ્ર્વભરના નિષ્ણાતો આશ્ર્ચર્યચકિત થઈ રહ્યા છે.

સતત પાંચ વર્ષ ભારતનું અર્થતંત્ર વિશ્ર્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બની શક્યું છે તેવું પ્રથમ વાર બન્યું છે. નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે નેતૃત્વ, નિર્ણાયક ક્ષમતા, પ્રમાણિકતા અને કરેલા કાર્યોના આધારે વડા પ્રધાન મોદીને સમર્થન આપવાની પ્રજાને આગામી ચૂંટણીમાં તક મળશે.

“શું કોઈ સરકારે આટલું બધું કામ કર્યું છે? તે જ સરકારી તંત્ર, તે જ રાજકીય માળખું, સરકાર પાસે અમલીકરણનું તે જ સંસાધન તેમ છતાં ઘણું કામ કરી શકાયું છે. પ્રેરણાત્મક નેતૃત્વના લીધે આ શક્ય બન્યું છે.

૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઈક અને ૨૦૧૯ની એરસ્ટ્રાઈકે ત્રાસવાદને તેના મૂળ સ્થાન પર જ ઘા કરવાની બિનપારંપરિક પદ્ધતિ ભારતે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં અપનાવી છે.

 

મતદાન જાગૃતિ માટે મોદીએ સંખ્યાબંધ Tweet કર્યા

આગામી ચૂંંટણીમાં ભારે મતદાન કરાવવા પ્રજાને પ્રોત્સાહિત કરવાની અપીલ વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રની પ્રતિષ્ઠિત, લોકપ્રિય અને પ્રભાવશાળી વ્યક્તિઓને કરી હતી. તેમણે મતદાનને અતિ મહત્ત્વની ફરજ ગણાવતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, રતન તાતા અને પીવી સિંધુને વધુમાં વધુ મતદાન કરાવવા પ્રેરિત કરવાની જાહેર વિનંતી કરી હતી. સંખ્યાબંધ ટ્વીટ દ્વારા અને એક બ્લોગમાં મોદીએ લખ્યું હતું કે “મતદાન કરવું એ રાષ્ટ્રના વિકાસના માટે મહત્ત્વનું યોગદાન છે. પ્રજાજનો મત આપી રાષ્ટ્રના સ્વપ્ન અને આકાંક્ષાઓ સાથે પોતાને જોડી શકે છે. સમાજના વિવિધ વર્ગ જેમાં રાજકારણ, ઉદ્યોગ, મીડિયા, ફિલ્મ, સ્પોટ્ર્સ, સમાજસેવા વિગેરેના અગ્રણીઓને મતદાન વિષે જનજાગૃતિ ફેલાવવા તેમણે વિનંતી કરી છે.

રાહુલ ગાંધી, મમતા બેનર્જી, શરદ પવાર, માયાવતી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, એમ. કે. ફટાલિન જેવા રાજકારણીઓને, મોહનલાલ, નાર્ગાજુન જેવા ફિલ્મસ્ટારોને તેમણે અપીલ કરી હતી.

વિનીત જૈન, સંજય ગુપ્તા, અરુણ પૂરી જેવા મીડિયા માંધાતાઓને અને પીટીઆઈ, એએનઆઈ જેવી એજન્સીઓને ટેગ કરતા તેમણે કહ્યું કે, “લોકશાહીમાં મીડિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને લોકોના મનમાં ઊંડો પ્રભાવ ધરાવે છે.

મોદીએ કહ્યું કે, “શું તમે એવા સંજોગ ઈચ્છો છો કે દેશમાં કંઈક બને જે તમને ગમે નહીં અને તમે વિચારવા મજબૂર બનો છો કે હું તે દિવસે મત આપવા ન ગયો હોવાથી આવી વિકટ પરિસ્થતિ ઊભી થઈ છે અને દેશ મુસીબતમાં મુકાયો છે.

યુવાવર્ગને વિશેષ ધ્યાનમાં રાખી વડા પ્રધાન મોદીએ કહ્યું કે, 21મી સદીમાં જન્મેલાઓ પ્રથમ વાર પોતાનો મત આપી શકશે. આથી 2019 ચૂંટણી તેમને માટે વિશેષ છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું કે “હું આશા રાખું છું કે જે પાત્ર યુવાનોને હજી મતદાન માટે નોંધણી કરાવી નથી તેઓ નોંધણી કરાવશે અને મત આપી આપણી લોકશાહીને સમૃદ્ધ કરશે. પાત્ર યુવાનો નોંધણી કરાવી શકે તે માટે તેમણે લિંક પણ શેર કરી હતી. વધુ મતદાન એટલે મજબૂત લોકશાહી અને મજબૂત લોકશાહી એટલે વિકસિત ભારત તેવું તેમણે કહ્યું હતું.

તેમણે બ્લોકમાં લખ્યું કે, “કેટલાક રાજ્યોમાં અને કેન્દ્રમાં યોજાયેલી છેલ્લી કેટલીક ચૂંટણીમાં ભારે મતદાન નોંધાયું છે. આ પ્રોત્સાહજનક પ્રવાહ ચાલુ રાખવો જોઈએ અને તે માટે હું 2019 લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા મારા દેશવાસીઓને વિનંતી કરું છું.વડા પ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં ન થયું હોય તેટલા મોટા પ્રમાણમાં આગામી ચૂંટણીમાં મતદાન થશે. 11મી એપ્રિલથી લોકસભાની ચૂંટણી શરૂ થશે અને સાત તબક્કામાં ચાલશે. 11મી એપ્રિલ, 19 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ વિવિધ વિસ્તારમાં તબક્કાવાર મતદાન થશે. 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે.

ફેસબૂક પર ફેબ્રુઆરી 19માં ભાજપે રૂ.2.37 કરોડની જાહેરાતો કરી

  • ભાજપ અને સહયોગી પક્ષોએ ફેબ્રુઆરીમાં ફેસબૂક પર રાજકીય વિજ્ઞાપન પાછળ ₹2.37 કરોડનો ખર્ચ કર્યો
  • પ્રાદેશિક પક્ષોએ ₹19.8 લાખ
  • કોંગ્રેસ અને સહયોગી પક્ષોએ લગભગ ₹10.6 લાખનો ખર્ચ કર્યો

(Symbolic Photo)

હજુ તો ચૂંટણી પ્રચારની ધીમેધીમે શરૂઆત થઈ રહી છે. જોકે, ફેસબૂક પર એડ્ ખર્ચની બાબતમાં ભાજપ અત્યારથી અન્ય રાજકીય પક્ષોની તુલનામાં ઘણો આગળ નીકળી ગયો છે. ફેબ્રુઆરીમાં ફેસબૂક પરના કુલ એડ્ ખર્ચમાં ભાજપ અને સહયોગી પક્ષોનો હિસ્સો 50 ટકા છે. જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો ત્રીજા નંબરે છે. રસપ્રદ વાત એ છે કે, ફેસબૂક પરના એડ્ ખર્ચમાં પ્રાદેશિક પક્ષોએ બીજું સ્થાન મેળવ્યું છે.

એડ્ ખર્ચની ગણતરીમાં સહયોગીઓનો આંકડો નક્કી કરતી વખતે પક્ષના સભ્યો, મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો અને સંગઠનના નેતાઓનો સમાવેશ થાય છે. ભાજપના ચૂંટણીપ્રચાર સાથે સંકળાયેલા નેતાઓએ જણાવ્યું હતું કે, ચૂંટણીપ્રચાર પૂરો થશે ત્યાં સુધીમાં પક્ષના કુલ એડ્ ખર્ચમાં સોશિયલ મીડિયાનો હિસ્સો લગભગ 20-25 ટકા રહેશે.

ભાજપ અને સહયોગી પક્ષોએ ફેબ્રુઆરીમાં ફેસબૂક પર રાજકીય વિજ્ઞાપન પાછળ ₹2.37 કરોડનો ખર્ચ કર્યો છે. જેની તુલનામાં પ્રાદેશિક પક્ષોએ ₹19.8 લાખ તેમજ કોંગ્રેસ અને સહયોગી પક્ષોએ લગભગ ₹10.6 લાખનો ખર્ચ કર્યો છે.

ફેસબૂક પર નોંધપાત્ર એડ્ કરનારા પ્રાદેશિક પક્ષોમાં બીજુ જનતા દલ, NCP, TDP, YSR કોંગ્રેસ પાર્ટી અને શિવસેનાનો સમાવેશ થાય છે. બ્રાન્ડ કન્સલ્ટન્ટ હરીશ બીજૂરે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયાનો આ એડ્ ખર્ચ માત્ર ટ્રેલર છે. ભાજપ માર્કેટિંગને ખાસ્સું મહત્ત્વ આપે છે. તેઓ બ્રાન્ડ બિલ્ડિંગ અને સોશિયલ મીડિયામાં માને છે.”

શરદ પવારનો યુ-ટર્ન : લોકસભાની ચૂંટણી લડશે નહીં

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે એવી સ્પષ્ટતા કરી છે કે આગામી લોકસભાની ચૂંટણી માઢામાંથી લડશે નહીં.

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે એવી સ્પષ્ટતા કરી છે કે આગામી લોકસભાની ચૂંટણી માઢામાંથી લડશે નહીં. તાજેતરમાં એવી ચર્ચા હતી કે શરદ પવાર વિજયસિંહ મોહિતે-પાટીલને હટાવી જાતે માઢામાંથી ચૂંટણી લડશે.

મને ઘણા લોકોએ આગ્રહ કર્યો કે હું માઢામાંથી ચૂંટણી લડું એમ જણાવતાં શરદ પવારે કહ્યું હતું કે ‘જોકે હજી મેં કોઈ ઉમેદવારી નોંધાવી નથી. મારા કાર્યકાળમાં મેં ૧૪ ચૂંટણીઓ લડી છે તો તમને લાગે છે કે ૧૫મી ચૂંટણી મને રોકી શકે છે?’

શરદ પવારના ભત્રીજાના દીકરા પાર્થ પવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવા બાબતે ચાલી રહેલી ચર્ચા પર ટિપ્પણી કરતાં શરદ પવારે કહ્યું હતું કે ઘણા લોકો મને પાર્થની માવળથી ઉમેદવારી વિશે પણ પ્રશ્ન પૂછી રહ્યા છે.

March 12, 2019
congress.jpg
1min9470

58 વર્ષ બાદ આજે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી છે. અમદાવાદના સરદાર નેશનલ મેમોરિયલ ભવનમાં આ બેઠક મળી રહી છે. બેઠક પહેલા કોંગ્રેસના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને માળા અર્પણ કરી.

આ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની દિશા નક્કી થશે. બેઠક પહેલા દાંડી માર્ચની જયંતિ નિમિતે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કોંગ્રેસના નેતાઓ જોડાયા. બેઠક બાદ ગાંધીનગરના અડાલજમાં જય કિસાન જય જવાનના બેનર નીચે જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પાટીદારના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે.

અમદાવાદના આંગણે સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા વાડરા-ગાંધી તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓનો કાફલો મંગળવારે  સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. અહીંથી તેઓ સાબરમતી ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. બાદમાં સરકાદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

March 11, 2019
parliament-election.jpg
1min8990

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત એક બિઝનેસ સિટી છે અને વ્યાપારીઓ વાત વાતમાં બે-પાંચ લાખની રોકડ લઇને ફરતા હોય છે. વેપારી વર્ગમાં એવી ગેરમાન્યતા પ્રવર્તતી હતી કે ચૂંટણી આચારસંહિતામાં ફકત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર થઇ શકે છે. પરંતુ, આ ગેરમાન્યતા છે. સુરતના બિનરાજકીય સામાન્ય વ્યક્તિ, વેપારી, ધંધાર્થી રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે લઇને ફરી શકશે. એવી સ્પષ્ટતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ આજે પત્રકાર પરિષદમાં કરી હતી.

  • રાજકીય પક્ષ ઉમેદવાર સાથે સંકળાયેલા વ્યક્તિ રૂ.50 હજારની મર્યાદામાં રોકડ રાખી શકશે
  • બિનરાજકીય સામાન્ય વ્યક્તિ રૂ.10 લાખ સુધીની રોકડ રાખી શકશે, રૂ.10 લાખથી વધુ રકમ હશે તો ચૂંટણી તંત્ર ઇન્કમટેક્સ વિભાગને જાણ કરશે

સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા (મોડર્ન કોડ ઓફ કન્ડક્ટ) લાગૂ થઇ ગયા પછી સુરતના વ્યાપારીઓ, ધંધાર્થીઓમાં એવી દહેશત હતી કે રૂ.50 હજાર કે તેનાથી વધુની કેશ (રોકડ રકમ)ની હેરફેર નહીં થઇ શકે. પરંતુ, આ બાબતમાં મહત્વની સ્પષ્ટતા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર ડો.ધવલ પટેલએ જણાવ્યું હતું કે રૂ.50 હજાર કે તેથી વધુ રકમની કેશ હેરફેરનો નિયમ ફક્ત રાજકારણ સાથે, રાજકીય પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની સામે ચૂંટણી પંચના કાયદા અનુસાર કાર્યવાહી કરાશે. જો કોઇ બિનરાજકીય, સામાન્ય વ્યક્તિ હોય, કોઇ પાર્ટી કે ઉમેદવાર સાથે સંકળાયેલ ન હોય તેવી વ્યક્તિઓ રૂ.10 લાખ સુધીની રોકડની હેરફેર કરી શકશે. રૂ.10 લાખથી વધુની રોકડ સામાન્ય, બિનરાજકીય વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની જાણ ઇન્કમટેકસ વિભાગને કરવામાં આવશે.

  • ચૂંટણી આચારસંહિતાની ફરીયાદ માટે cVIGIL નામની એપ્લિકેશન

અગાઉની ચૂંટણીમાં વિવિધ ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા થતી આચારસંહિતા ભંગની ફરીયાદો માટે લેખિત સ્વરૂપનો આગ્રહ રાખવામાં આવતો હતો. કાગજકીય કાર્યવાહીને પગલે આચારસંહિતાના ભંગની ફરીયાદો થતી ન હતી કે વિલંબમાં મૂકાતી હતી.  આ વખતે ચૂંટણી પંચે સી.વિજિલ (cVIGIL) નામની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. કોઇપણ સામાન્ય વ્યક્તિ પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ પર ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરીને જો તેમને ક્યાંય કોઇપણ પ્રકારે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ દેખાય તો તેના પર ફોટો, વિડીયો અપલોડ કરીને ઓનલાઇન ફરીયાદ કરી શકશે અને ચૂંટણી પંચ તમામ ફરીયાદ પર તાત્કાલિક ફોલોઅપ કરશે.

  • 1950 નંબરની ટેલિફોનિક હેલ્પલાઇન સામાન્ય લોકો માટે

જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ ખાસ આગ્રહ રાખ્યો હતો કે સામાન્ય લોકો, મતદારોમાં ચૂંટણી લક્ષી કોઇપણ પ્રકારની માહિતી જેવી કે મતદારયાદી, મતદાન મથક વગેરે જાણકારી માટે ટેલિફોનિક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. આ ટેલિફોનિક હેલ્પલાઇન નો નંબર 1950 છે. કોઇપણ વ્યક્તિ તેના પરથી ચૂંટણીની માહિતી લઇ શકશે.

 

March 11, 2019
abhyam.jpeg
1min18320
  • આ ૧૮૧ હેલ્પલાઇન સતત ર૪ કલાક નિઃશુલ્ક સેવા કાર્યરત રહે છે.
  • આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
  • રાજ્યમાં હાલમાં કાર્યરત ચાઇલ્ડ હેલ્પલાઇન, મહિલા આયોગની હેલ્પલાઇન, ૧૦૦, ૧૦૮ જેવી અન્ય હેલ્પલાઇન સાથે સુગ્રથિત સંકલનની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી છે.
  • ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
  • મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે.
  • રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આ એપ્લિકેશન સહાયક બનશે.
  • આ એપ સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇઓએસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ગુજરાતની દરેક મહિલાઓ, યુવતિઓએ પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં અભયન 181 વુમન હેલ્પ લાઇનની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી જોઇએ. અભયમ 181 વુમન હેલ્પલાઇન એટલી જોરદાર મોબાઇલ એપ્લિકેશન છે કે કોઇપણ મહિલા, યુવતિ, કિશોરી કોઇપણ પ્રતિકૂળ સંજોગો, ઇમરજન્સી, કટોકટીની સ્થિતિમાં હોય અને અભયમ હેલ્પલાઇન એપ્લિકેશન પરથી થી 181 પર કોલ કરી દે એટલે જે તે મહિલા, યુવતિનું કરન્ટ લોકેશન સાથેની વિગતો અભયમ હેલ્પલાઇનના કન્ટ્રોલ રૂમને મળી જાય છે અને ગણતરીની મિનીટોમાં 181 અભયમ હેલ્પલાઇન તરફથી સ્થળ પર મહિલાને સપોર્ટ મળી જાય છે. ગુજરાતમાં અંદાજે 51 હજારથી વધુ મહિલાઓ, યુવતિઓ, સ્કુલ ગર્લ્સ વગેરેએ આ અભયમ 181 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખી છે.

મોબાઇલ એપ્લિકેશ  અભયમ 181 ડાઉનલોડ કર્યા બાદ જે તે મોબાઇલ નંબર અને અન્ય વિગતો સાથે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે. આકસ્મિક સંજોગોમાં મહિલાઓ, યુવતિઓ, વિદ્યાર્થિનીઓને આ મોબાઇલ એપ અભયમ 181 ખૂબ જ ઉપયોગી નિવડી ચૂકી છે.

ગુજરાત સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ ૧૮૧ અભયમ મોબાઇલ એપ જીવીકે ઇએમઆરઆઇના સહયોગથી વિકસાવવામાં આવી છે.

  • મોબાઇલ એપમાં સમાવિષ્ટ બાબતો
  • ૧૮૧ એપ વેબસાઇટ તેમ જ ગૂગલ પ્લેસ્ટોર અને એપસ્ટોર IOS પર ઉપલબ્ધ રહેશે.
  • સ્માર્ટ ફોનમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે.
  • મોબાઇલ શેકિંગ કરતા (જોરથી હલાવતાં) પણ કોલ થઇ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે.
  • મોબાઇલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તરત જ ગૂગલના નકશામાં લેટ લોંગ (“Lat-Longs”) સાથે મળી જશે, જેથી ટેલીફોન કાઉન્સિલર દ્વારા ઘટનાસ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરુરિયાત મુજબ રેસ્કયુકાર્ય થશે.
  • આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસ્કયુવાન કે પોલીસ સ્ટેશનને જાણ કરવાનો નિર્ણય કરવામાં મદદરૂપ બનશે તેમજ એપ્લિકેશન થકી મહિલાના મળેલ લોકેશન સાથેની માહિતી તેમનાં સગાં વ્હાલાને ત્વરિત મોકલી શકાશે જેથી મહિલાને શોધવાના સમયનો બચાવ થશે.
  • મહિલા ઘટનાસ્થળના ફોટો અને વિડીયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે.
  • મહિલા ઘટનાસ્થળ વિશે માહિતી આપી શકે તેમ ન હોય તો પેનીક બટન દબાવતા ઘટનાસ્થળની એપ્લિકેશનના માધ્યમથી માહિતી હેલ્પલાઇનને પહોચી જશે.
  • એપમાં 181 બટન દબાવતાંની સાથે મુશ્કેલ સ્થિતિમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક SMSથી સંદેશ મળી જશે.
  • એપ્લિકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રસ એક સાથે હેલ્પલાઇન સેન્ટરમાં મળી જશે જેમાં તેનું (૧) કોલનું સ્થળ (ર) SDR ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર પાસે નોધાયેલ એડ્રસ (૩) એપ્લિકેશન રજિસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રસ.
  • આ બધી જ માહિતી મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાને ત્વરિત રેસકયૂ કરવામાં હેલ્પલાઇન સેન્ટરને ઉપયોગી પુરવાર થશે.

આ એપની ડાઉનલોડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 51876 મહિલાઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આ એપ્લિકેશનના ઉપયોગથી કોલ કરનારનું ચોક્કસ સ્થળ ગુગલ મેપના માધ્યમથી રિસ્પોન્સ સેન્ટરને મળી જાય છે અને તત્કાળ મુશ્કેલીમાં રહેલી મહિલા કે યુવતીને મદદ માટે રેસ્કયુવાન મોકલવામાં આવે છે. એપ્લિકેશન દ્વારા ઘટના સ્થળના ફોટા કે વીડિયો પણ અપલોડ કરીને મોકલી શકાય છે. ચોક્કસ સ્થળ વિશે કોઇ મહિલા માહિતી આપી શકે તેમ ના હોય તો  પેનિક બટનનો ઉપયોગ કરીને પણ મહિલા મદદ મેળવી શકે છે.

March 11, 2019
Ramzan-Mubarak-Hindi-2013-500x500.jpg
1min7800
રવિવાર તા.10મી માર્ચ 2019ના રોજ કેન્દ્રના ચૂંટણી કમિશને લોકસભાની સામાન્ય ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યા બાદ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના મુસ્લિમ સંપ્રદાયમાંથી તીવ્ર વાંધા-વિરોધ એ બાબતો ઉઠ્યા છે કે કુલ 543માંથી 169 લોકસભા સીટો પર મતદાન રમજાન મહિનામાં થશે. રમજાનને કારણે મુસ્લિમ પરિવારો તેમના વોટિંગ રાઇટથી પણ વંચિત રહી શકે તેવી રજૂઆતો કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતાઓ અને મૌલાનાઓએ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આટલું જ નહીં તેઓએ ચૂંટણી પંચ સમક્ષ મતદાનની તારીખો બદલવા માટેની માગણી પણ કરી છે.
વધુમાં કોલકાતાના મેયર અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા ફિરહાદ હાકીમે કહ્યું કે, ચૂંટણી પંચ એક બંધારણીય એકમ છે અને આપણે તેમના નિર્ણયોનું સન્માન કરવું જોઈએ. આ મતદાન પ્રક્રિયામાં સૌથી વધારે મુશ્કેલી મુસ્લિમોને પડશે કારણકે મતદાન પ્રક્રિયા વખતે રમઝાન મહિનો ચાલતો હશે. અમે ચૂંટણી પંચ વિરુદ્ધ કોઈ જ પગલા લેવા નથી માંગતા, પરંતુ એટલું જરૂરથી કહીશું કે અંતિમ તબક્કામાં યોજાનારી મતદાન પ્રક્રિયા બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો માટે અઘરી રહેશે.
એવી જ રીતે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી પણ મુસ્લિમ સંપ્રદાયે રમજાન મહિનમાં ચૂંટણી મતદાનની પ્રક્રિયાનો વિરોધ કરીને તારીખ બદલવાની માગ કરી છે.
March 11, 2019
epf_logo.jpg
1min13610

ઍમ્પ્લોયિસ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન-ઈપીએફઓના ગ્રાહકોએ આવનારા નાણાકીય વર્ષથી નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ કરવો નહીં પડે એમ જણાવતાં શ્રમ ખાતાએ કહ્યું હતું કે આ પ્રક્રિયાને હવે ઑટોમેટિક બનાવી દેવામાં આવશે.

યુનિવર્સલ અકાઉન્ટ નંબર (યુએએન) હોવા છતાં હાલ ઈપીએફઓના ગ્રાહકોએ નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ ફાઈલ કરવો પડે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દર વરસે ઈપીએફઓને ઈપીએફ ટ્રાન્સફર ક્લેમની આઠ લાખ જેટલી અરજી મળે છે. હાલ ઈપીએફઓ આ યંત્રણાનું પરીક્ષણ કરી રહ્યું છે. આવતા વરસે ગમે ત્યારે ગ્રાહકો માટે આ સુવિધાનો આરંભ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પેપરલેસ સંસ્થા બનવાનું લક્ષ્ય સિદ્ધ કરવા ઈપીએફઓએ આ યંત્રણાનો અભ્યાસ કરવા સી-ડૅક સંસ્થાને રોકી છે. હાલ ૮૦ ટકા કામકાજ ઑનલાઈન થાય છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર જે ક્ષણે નવો માલિક નવા કર્મચારીના યુએએન સહિત માસિક ઈપીએફ રિટર્ન ફાઈલ કરશે ત્યારે જ ઈપીએફનું યોગદાન અને તેના પરનું વ્યાજ ઑટોમેટિક ટ્રાન્સફર થઈ જશે.

March 11, 2019
e84850131edbf2ebb59fefa8671bc828.jpg
1min7800

33 ટકા મહિલા અનામત આપનારો પહેલો પક્ષ બીજુ જનતાદળ

ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે લોકસભા ચૂંટણી પહેલા એક મોટું એલાન કર્યું છે. એક રેલી દરમિયાન સીએમ પટનાયકે કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી મહિલા ઉમેદવારોને ટિકિટની વહેચણીમાં 33 ટકા અનામત આપશે. આ અગાઉ પણ નવીન પટ્ટનાયક સંસદ અને વિધાનસભામાં મહિલાઓને અનામતની તરફેણ કરી ચૂક્યા છે.’ આ સાથે જ બીજેડી ટિકિટ વહેચણીમાં મહિલા અનામત આપનારો દેશનો પહેલો પક્ષ બન્યો છે.
પટ્ટનાયક કેન્દ્રપાડામાં એક ચૂંટણી રેલી સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એલાન કર્ટ્ટું હતું કે, બીજુ જનતા દળ લોકસભા ચૂંટણીની ટિકિટ વહેચણીમાં મહિલાઓને 33 ટકા અનામત આપશે. વિધાનસભા અને સંસદમાં પણ મહિલાઓનું નેતૃત્વ વધારવા માટે નવીન પટ્ટનાયકે અગાઉ અપીલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે,’ મહિલાઓ સશક્ત છે અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહી છે તેવો સંદેશ દેશ સુધી પહોંચવો જોઈએ અને આ માટે સંસદ અને વિધાનસભામાં મહિલાઓનું નેતૃત્વ વધે તેવી જરૂરિયાત છે.
March 11, 2019
parliament-election.jpg
1min10220

લોકસભા ચુંટણી 11 એપ્રીલથી 19 મે દરમ્યાન થશે અને 23 મે પરીણામ જાહેર થશે

ભારતમાં લોકસભા ચુંટણી 11 એપ્રીલ થી 19 મે દરમ્યાન થશે અને પરીણામ 23 મેના રોજ થશે.

ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન 23 એપ્રિલના રોજ થશે.

પ્રથમ તબક્કો : 11 એપ્રિલ 2019

પહેલું તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

આંધ્ર પ્રદેશ 23, અરૂણાચલ પ્રદેશ 2, અસમ 5, બિહાર 4, છત્તીસગઢ 1, જમ્મુ-કશ્મીર 2, મહારાષ્ટ્ર 7, મણિપુર 1, મેઘાલય 2, મિઝોરમ 1, નાગાલેન્ડ 1, ઓડિશા 4, સિક્કિમ 1, તેલંગાણા 17, ત્રિપુરા 1, યુપી 8, ઉત્તરાખંડ 5, પ.બંગાળ 2, અંડમાન એન્ડ નિકોબાર 1 અને લક્ષદિપ 1 સીટોમાં મતદાન થશે.

બીજો તબક્કો : 18 એપ્રિલ 2019

બીજા તબક્કામાં  રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

બીજા તબક્કામાં અસમ 5, બિહાર 5, છત્તીસગઢ 3, જમ્મુ કાશ્મીર 2, કર્ણાટક 14, મણિપુર 1, ઓડિશા 5, તમિલનાડુંના તમામ 39, ત્રિપુરા 1, ઉત્તર પ્રદેશ 8, પ.બંગાળ 3 અને પોંડિચેરીની 1 સીટ માટે 18 એપ્રિલના વોટીંગ થશે.

ત્રીજો તબક્કો : 23 એપ્રિલ 2019

ત્રીજા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ત્રીજા તબક્કામાં અસમમાં 4, બિહારમાં 5, છત્તીસગઠમાં 7, ગુજરાતમાં 26, જમ્મુ કાશ્મીરમાં 1, કર્ણાટકમાં 14, કેરળમાં 20, મહારાષ્ટ્રમાં 14, ઓડિશામાં 6, યુપીમાં 10, પ.બંગાળમાં 5, દાદરનગર હવેલીમાં 1, દમન દીવમાં 1 સીટમાં 23 એપ્રીલના રોજ વોટીંગ થશે.

ચોથો તબક્કો : 29 એપ્રિલ 2019

ચોથા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ચોથા તબક્કામાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 1, ઝારખંડમાં 1, મધ્યપ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 17, ઉડીસામાં 6, રાજસ્થાનમાં 13, યુપીમાં 13, બંગાળમાં 8 સીટો માટે 29 એપ્રીલના રોજ મતદાન થશે.

પાંચમો તબક્કો : 6 મે 2019

પાંચમાં તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

પાંચમાં તબક્કામાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 2, ઝારખંડમાં 4, મધ્ય પ્રદેશમાં 7, રાજસ્થાનમાં 12, ઉ. પ્રદેશમાં 14 અને પ.બંગાળમાં 7 સીટો પર 6 મેના રોજ મતદાન થશે.

છઠ્ઠો તબક્કો : 12 મે 2019

છઠ્ઠા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

છઠ્ઠા તબક્કામાં બિહારમાં 8, હરિયાણામાં 10, ઝારખંડમાં 4, મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 14, પ. બંગાળમાં 8 અને દિલ્હીમાં તમામ 7 સીટો માટે 12 મેના રોજ મતદાન થશે.

સાતમો તબક્કો : 19 મે 2019

સાતમાં તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

સાતમાં ચરણ માટે બિહારમાં 8, ઝારખંડમાં 3, પંજાપમાં 13, પ.બંગાળમાં 9, ચંદિગઢમાં 1, ઉત્તર પ્રદેશમાં 13 અને હિમાચલ પ્રદેશમાં 4 સીટો માટે 19 મેના રોજ મતદાન થશે.

મત ગણતરી : 23 મે 2019

NOTA નો વિકલ્પ

આજથી ચુંટણીની જાહેરાત થતા આચારસંહિતતા લાગુ થઇ ગઇ છે. ચુંટણી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે જો આચારસંહીતાના નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાયદાકીય કાર્યવાહી થશે. લોકસભા ચુંટણી 2019માં વોટર પાસે NOTA નો વિકલ્પ રહેશે. તો ચુંટણી કમિશ્નરે કડક શબ્દોમાં કહ્યું હતું કે વોટીંગના 48 કલાક પહેલા લાઉડસ્પીકર નહી વગાડવામાં આવે. જો નિયમું ઉલ્લંઘન થશે તો કાયદાકીય કાર્યવાહી થશે.

90 કરોડ લોકો આપશે મત : EC

ચુંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર 90 કરોડ લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છે. 18-19 વર્ષનાં 1.5 કરોડ મતદારો છે. ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ વધુમાં જણાવ્યું કે બૂથ પર પાણી, શૌચાલય અને વીજળી જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં પણ NOTAનો ઉપયોગ થશે અને ત્યારે બૂથો પર EVMની સાથે VVPT પણ લગાડવામાં આવશે. આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના 2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી. એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં મોડા છે.

ચુંટણી પંચ સોશિયલ મીડિયા પ્રચાર પર રાખશે નજર

ચુંટણી કમિશ્નર એરોડાએ જણાવ્યું કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે. આચારસંહિતા ભંગની કરવાની ફરિયાદ નોંધાવવા માટે ચૂંટણી પંચે અન્ડ્રોઇડ એપની જાહેરાત કરી છે. 100 મિનિટની અંદર જ સંબંધિત અધિકારી આ અંગેનો જવાબ આપશે.

ચુંટણી પંચ દ્રારા 1950 હેલ્પલાઇન ચાલુ કરાઇ

ચૂંટણી પંચ દ્વારા હેલ્પલાઇન 1950 છે. આ નંબર પર વોટર લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરી શકાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતાં પ્રચાર પર ચૂંટણી પંચ નજર રાખશે, સોશિયલ મીડિયા માટે પણ ગાઇડલાઇન નક્કી કરવામાં આવશે

આ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી પણ યોજાશે

તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભાની ચુંટણીનું મતદાન લોકસભા ચુંટણીની સાથે જ થશે. તો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને જોતા વિધાનસભાની ચુંટણી લોકસભા સાથે નહી થાય.