Alert Archives - Page 321 of 518 - CIA Live

October 10, 2019
leo4-1280x853.jpg
2min11330

Super-30ના આનંદ કુમારને તેડાવવા મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો વિફળ રહી: લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટી. સદભાગી રહ્યું

આજે એવો જમાનો છે જ્યાંથી એજ્યુકેશન પ્લસ એટલે કે શિક્ષણ ઉપરાંત અન્ય બાબતોનું એક્સપોઝર મળે એ જરૂરી છે અન્યથા વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસમાં ઉણપ રહે એ સ્વાભાવિક છે. અહીં વાત બિહારના સુપર-30 અને આનંદ કુમારની કરવી છે. ગઇ તા.6 ઓક્ટોબર 2019ના રોજ બિહારના સુપર-30ના સ્થાપક અને ઇન્ટરનેશનલ પર્સનાલિટીમાં જેઓ સ્થાન પામે છે એ આનંદ કુમાર સુરતમાં હતા.

તા.6 ઓક્ટોબર 2019ને રવિવારની બપોરે સુપર-30 ના સ્થાપક વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત સમા શ્રી આનંદ કુમારને પોતાની શાળામાં આવકારી રહેલા લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના સ્થાપક શ્રી જયસુખભાઇ કથીરીયા

આ એ જ આનંદ કુમાર છે જેના જીવન પરથી હ્રિતિક રોશન અભિનિત ફિલ્મ સુપર-30 બની છે અને હાલ દુનિયાભરમાં એ જોવાય રહી છે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રો સમા બિહારના આ રિયલ હીરો જ્યારે સુરતમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે સૂરતની મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો તેમને સ્કુલમાં તેડાવવા માટે અનેક પ્રકારે પ્રયાસો કરી ચૂકતી હોય છે. પણ અહીં કહેવા દો કે મોટી સ્કૂલો સુપર-30ના આનંદ કુમારને મેળવી શકી નહીં અને સૂરતની મુલાકાત અત્યંત ટૂંકી હોવા છતાં ઉધના વિસ્તારમાં લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂશન્સનું સંચાલન કરી રહેલા જયસુખભાઇ કથીરીયાને સુપર-30ના આનંદ કુમારે પૂરો એક કલાક ફાળવ્યો હતો.

સૂરતની બ્રાન્ડેડ, મોટી મોટી શાળાઓની ઓફરો ઠુકરાવીને સુપર-30ના સંચાલક શ્રી આનંદ કુમાર ઉધનાની લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂટ્સમાં ધો.10ના વિદ્યાર્થીઓને સંબોધવા પહોંચ્યા હતા. લિયો ગ્રુપના સ્થાપક શ્રી જયસુખભાઇ કથિરીયા સાથે તેમની યાદગાર તસ્વીર

સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સમાં ઉધના મેઇન રોડ પર બીઆરસીની સામે આવેલી સનરેઝ સ્કુલના ખીચોખીચ ભરેલા ઓડીટોરીયમ ખાતે લિયો ગ્રુપના વિદ્યાર્થીઓને સંબોધતા 45 મિનિટ સુધી પ્રેરણાદાયી ટીપ્સ આપી હતી.

સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરતના આગેવાનોની મદદથી સૂરતના ઉધના વિસ્તારમાં કાર્યરત લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમારે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું એ પૂર્વે આગેવાનોએ તેમનું મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કર્યું હતું

લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના ધો.10ના સેંકડો વિદ્યાર્થીઓને સંબોધતા સુપર-30ના આનંદ કુમારને દરેકે દરેક વિધાનમાં એક સંદેશો હતો, દરેક વિધાનમાં સફળતાના રહસ્યો હતા. આમેય આનંદ કુમાર જ્યારે સમગ્ર વિશ્વના બાળકો માટે પ્રેરણામૂર્તિ બની રહ્યા છે ત્યારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ માટે સુપર-30ના આનંદ કુમારની મુલાકાત અને ટીપ્સ જીવનભરનું સંભારણું અને લાઇફટાઇમ એક્સ્પોઝર સમાન બની રહી છે.

કાર્યક્રમના સમાપન બાદ સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓપ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સેલ્ફી આપી હતી.

ઉધનાના લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં કાર્યક્રમ બાદ સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમાર સાથે સેલ્ફી લેવા માટે સેંકડો વિદ્યાર્થીઓ, આગેવાનોએ કતારો લગાડી દીધી હતી.

કાર્યક્રમ અંગે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના શ્રી જયસુખભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે તેમના મિત્ર અને સામાજિક આગેવાન શ્રી અજયભાઇ ચૌધરીના પ્રયાસો થકી તેઓ સુપર-30ના આનંદ કુમારને સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મેળવી શક્યા હતા. શ્રી જયસુખભાઇ કથિરીયાએ સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરત તેમજ શ્રી અજયભાઇ ચૌધરી સમેત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

October 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5320

GJEPC, ડાયમંડ એસોસીએશન અને  સુરત જ્વેલરી મેન્યુ. એસો.ના ઉપક્રમે ઋુણ સ્વીકાર કાર્યક્રમ

છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે ઉપેક્ષિત થતાં આવેલા હીરા ઉદ્યોગને તાજેતરમાં હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને હીરા ઉદ્યોગે આવકારી લીધી હતી. હીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો છે.

હીરા ઉદ્યોગને જીએસટીમાં રાહત મળે એ માટે પરીણામદાયી રજૂઆતો કરનાર ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલનું સુરતમાં જાહેર અભિવાદન કરશે હીરા ઉદ્યોગપતિઓ (ફાઇલ ફોટો)

વધુ માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, સુરત ડાયમંડ એસોસીએશના પ્રમુખ શ્રી બાબુભાઇ કથિરીયા તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના જંયતિભાઇ એ જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલે હીરા જોબવર્ક પર અમલી જીએસટીના દરોમાં ઘટાડા અંગે હીરા ઉદ્યોગની પડખે રહીને કેન્દ્રમાં પરીણામદાયી રજૂઆતો કરી હતી. સુરતનો હીરા ઉદ્યોગ તેમનો ઋુણ સ્વીકાર કરવા માટે આગામી તા.14મી ઓક્ટોબરના રોજ બપોરે અઢી વાગ્યે એક કાર્યક્રમ યોજી રહ્યું છે.

સુરત સ્થિત જીજેઇપીસી, સુરત ડાયમંડ એસોસીએસન તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના નેજા હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં ખંભાતના હીરા ઉદ્યોગકારો પણ જોડાશે. તમામ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલને બહુમાનિત કરશે. પરવટ પાટીયા સ્થિત અમેઝિયા ખાતે યોજાનારા કાર્યક્રમ આમંત્રિતો માટે મર્યાદિત છે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ઉપરાંત મેયર ડો.જગદીશ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી કિશોર કાનાણી, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમજ સાંસદ શ્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

October 9, 2019
diwalibonus-1280x720.jpg
1min6580

દિવાળી આખર તારીખમાં, એવું પણ બને કે અનેક નોકરીયાતોને દિવાળી પહેલા પગાર (એડવાન્સમાં) ન પણ મળે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માર્કેટમાં હાલ અંડરટોન મંદી તરફી છે, નાણાંભીડની અભૂતપૂર્વ સ્થિતિ હોવાની દશેરાના તહેવારોની નબળી ખરીદીએ પ્રતીત કરાવી દીધું છે. સુરત વ્યાપારીક શહેર છે, ઉદ્યમીઓથી ભરેલું શહેર છે, નાના-મધ્યમ વર્ગના ધંધાર્થીઓ, કારખાનેદારોથી ભરેલું શહેર છે. બેથી 15-20 કર્મચારીઓ ધરાવતા કારખાનેદારો, વ્યાપારીઓની સંખ્યા અહીં લાખો છે. આવી સ્થિતિમાં દિવાળી આ વખતે બરાબર મહિનાની આખર તારીખમાં આવી રહી છે.

વ્યાપારીઓ-કારખાનેદારોએ ગત સપ્ટેમ્બર 2019 મહિનાનો પગાર નવરાત્રીના તહેવારો દરમિયાન કારીગર-કર્મચારીઓને ચૂકવી દીધો છે અને હવે દિવાળી આખર તારીખમાં હોઇ, ચાલુ ઓક્ટોબર 2019નો પગાર પણ દિવાળી પહેલા ચૂકવવો પડશે અને તેની સાથે જે ધંધાર્થીઓ કર્મચારીઓ, કારીગરો, કામદારોને બોનસ ચૂકવતા હોય તો એ પણ ચાલુ મહિને જ ચૂકવવું પડે તેવી નોબત આવી છે. સુરતમાં ઘણાં વેપારીઓ આ સ્થિતિને પામી ચૂક્યા છે અને તેમના નવરાત્રીના તહેવારોમાં દિવાળીની કેશ મેનેજમેન્ટનું ટેન્શન થઇ ગયું હતું.

Symbolic Photo

માર્કેટ મિડીયમ ચાલતું હોત તો આ ખર્ચા નીકળી શક્યા હોત, પણ મંદી છે એટલે મોટી મુશ્કેલી

23 જણાનો સ્ટાફ ધરાવતા ટેક્સટાઇલ કારખાનેદાર રતીલાલે જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં બે વખત (10-12 દિવસ એડવાન્સ) પગાર ચૂકવવો પડે તેવા સંજોગો ભૂતકાળમાં પણ સર્જાયા હતા પણ એ વખતે માર્કેટમાં ઘરાકી હતી અને થોડું જોર લગાડીને એડવાન્સ પગાર માટેની કેશની ગોઠવણ થઇ જતી હતી. પણ આ વખતે માર્કેટમાં મંદી છે અને એ આજકાલની નથી, ઘણા મહિનાઓથી ટર્ન ઓવર નીચું થઇ રહ્યું છે એટલે આ દિવસો કેમ જશે એ સમજાતું નથી.

કોર્પોરેટ સિસ્ટમમાં કદાચ ઓક્ટોબરનો એડવાન્સ પગાર ન પણ થાય

શહેરના જાણીતા લેબર કન્સલ્ટન્ટ કહે છે કે ઘણા ઉદ્યોગ, ધંધાઓ કોર્પોરેટ સિસ્ટમથી ચાલે છે. માર્કેટમાં હાલ મંદીનો માહોલ છે અને એવું પણ બને કે 5થી 7 તારીખ વચ્ચે દર મહિને પગાર કરતા એકમો દિવાળી પહેલા ઓક્ટોબર મહિનાનો પગાર ન પણ ચૂકવે. બોનસ કે કેશ જે સંસ્થઆની પરંપરા હોય તે અનુસાર કામદાર કર્મચારીઓને તહેવાર માટેની રોકડ ચૂકવવાનો અભિગમ પણ રાખે તો નવાઇ નહીં. અનેક એકમોમાં કર્મચારીઓ, કામદારો આ સિસ્ટમથી વાકેફ છે અને તેઓ પણ આ વખતે દિવાળી પહેલા એડવાન્સ પગાર નહીં મળે તો પારિવારીક તકલીફ પડશે એવી અનૂભુતિ કરી રહ્યા છે.

હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોનું સ્ટેન્ડ આગામી દિવસોમાં ક્લીયર થશે

દિવાળી આખર તારીખમાં આવી રહી હોઇ, કામદારો, કર્મચારીઓને એડવાન્સમાં ઓક્ટોબર મહિનાનો પગાર દિવાળી પહેલા ચૂકવવો જોઇએ કે કેમ એ અંગે દશેરાનો પર્વ પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં શહેરના બે મોટા ઉદ્યોગ હીરા અને ટેક્સટાઇલના ઉદ્યોગકારો, કારખાનેદારો નિર્ણય લેશે કે શું કરવું. માર્કેટની પરિસ્થિતિ જોતા સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ બે મહિનાનો પગાર અને સાથે દિવાળીમાં પેશગી, બોનસ કે એકમમાં જે શિરસ્તો ચાલતો હોય એ ત્રણેયને ભેગા કરવામાં આવે તો કારખાનેદારો અને કામ ઉદ્યોગકારોના રેવન્યુ ખર્ચમાં તોતિંગ વધારો થઇ શકે તેમ છે.

સૌથી મોટી મુશ્કેલી કામદાર-કર્મચારી વર્ગને

કામદાર કર્મચારીઓને પણ એ વાતનો અણસાર આવી ગયો છે કે આ વખતે દિવાળી આખર તારીખમાં છે અને માર્કેટમાં મંદીના ટોનને લઇને જો ઓક્ટોબર 2019નો પગાર એડવાન્સમાં નહીં મળે તો દિવાળીના તહેવારની ઉજવણી ફિક્કી પડે તેમ છે. મધ્યમવર્ગીય પરીવાર તેમજ નોકરીયાત વર્ગે પોતાના સેવિંગ્સમાંથી કરકસરપૂર્વક દિવાળીના ખર્ચા કરવા પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

મૂડી-બચત ઘસાય, લોન ધિરાણ કે ઉછીના પાછીનાથી દિવાળીનું સેટિંગ થશે

જાણકારો કહે છે કે આ વખતે મંદીના માહોલમાં દિવાળીના ખર્ચાને પહોંચી વળવા માટે દરેક વર્ગના લોકો પોતાના રિર્ઝવ, સેવિંગ્સ, કેપિટલ જે રસ્તો સૌથી અનૂકુળ રહે તે અપનાવશે. ભૂતકાળમાં પણ આવા સંજોગો બન્યા હતા એના પરથી જ લોકો આ વર્ષે પણ દિવાળીનો રસ્તો કાઢશે. એવું બને કે મોટા કારખાનેદારો, વ્યાપારીઓ રેવન્યુ ખર્ચને પહોંચી વળવા માટે પોતાની મૂડી કેપિટલમાં થોડો ઘસારો વેઠે, મધ્યવર્ગીય પરિવારો, નોકરીયાતો સેવિંગ્સમાંથી દિવાળીને કેટલાક અનિવાર્ય ખર્ચાઓ કાઢે પણ ખરા, ઘણાં લોકો એવા પણ હશે કે દિવાળીના ખર્ચાઓને પહોંચી વળવા માટે લોન, ધિરાણ, ઉછીના રૂપિયા લાવીને પણ દિવાળીના તહેવારનું સેટિંગ કરશે એમ મનાય છે.

October 9, 2019
sachin_air.jpg
1min6160

ભારતીય હવાઈ દળના માનદ્ ગ્રુપ કૅપ્ટનની પદવી મેળવનાર સૌપ્રથમ રમતવીર સચિન તેન્ડુલકરે મંગળવારે ઉત્તર પ્રદેશમાં હિન્ડન હવાઈ મથક ખાતે હવાઈ દળના ૮૭મા વાર્ષિક દિનમાં ભાગ લીધો હતો. આ બૅટિંગ-લેજન્ડની પત્ની અંજલિ તેમ જ હવાઈ દળ, લશ્કરી દળ અને નૌકા દળના વડાઓ પણ પરેડ સહિતના આ પ્રસંગે ઉપસ્થિત હતાં.

October 8, 2019
r3-1280x853.jpg
2min11740

સુરતીઓ મિની વાવાઝોડાને ખમી શક્યા, રાવણ ખમી શક્યો નહીં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજયા દશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ભારે કરી હતી. અનેક વૃક્ષો વરસાદે પાડી દીધા, અનેક છાપરાં ઉડાડ્યા. લોકો સમજે વિચારે એ પહેલા રહેણાંકોના બારી બારણા અથડાવા માંડ્યા હતા. માહોલ તો એવો રચાયો કે જાણે પૃથ્વીલોકના સૌથી મોટા રાક્ષસને ખરેખર વધ થવાનો હોય. અને હા એવું થયું પણ ખરું. સુરતમાં વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર આજે લિંબાયત વિસ્તારમાં નિલગીરી સર્કલ પર રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિજયાદશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ સુરતના લિંબાયતના નિલગીરી વિસ્તારમાં રાવણને આ રીતે ઢાળી દીધો હતો. ઃ તસ્વીર આસિફ એચ. મલેક

રાવણને ફટાકડાથી ભરીને, આતશબાજીઓથી શણગારીને 60 ફૂટ ઉંચાઇ જેટલો તાજોમાજો કરી દેવાયો હતો. દહન પહેલા રાવણની તસ્વીરો પણ સોશ્યલ મિડીયામાં ફરતી કરી દેવામાં આવી હતી. પરંતુ, એ પછી કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો. અને સુરતમાં વિજયાદશમીની સમી સાંજે મિની વાવાઝોડું ફૂંકાયું. આ મિની વાવાઝોડાથી લોકો બચવા માટે પ્રયાસો કરી રહ્યા હતા, પણ જબરદસ્ત હાઇટ ધરાવતો રાવણ મિની વાવાઝોડાને ખમી શક્યો નહીં અને જમીનદોસ્ત થઇને પડ્યો હતો.

વિજયાદશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ રાવણને આ રીતે ઢાળી દીધો હતો. ઃ તસ્વીર આસિફ એચ. મલેક

રામાયણના રામ બનેલા પાત્ર રાવણ પર તીર છોડે એ પહેલા મિની વાવાઝોડાએ રાવણને જમીનદોસ્ત કરી દીધો હતો.

રાવણ દહનનો કાર્યક્રમ લોકો માણી શકે એ માટે કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા પણ વેરણ છેરણ ઃ તસ્વીર આસીફ એચ. મલેક

સુરતના પત્રકાર તેજસ મોદીએ મિની વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા રાવણનો જોવા જેવો વિડીયો શેર કર્યો છે

https://www.youtube.com/watch?v=Cv0Pe5IJ28U&feature=youtu.be&fbclid=IwAR1rVp9lCsU9VjmWw3AynX_aFE0vVbY-VKCXQzGIJfJvUheiTd9s9qOdLFs

October 8, 2019
cp4-1280x853.jpg
2min10950

સુરતવાસીઓની રક્ષા કાજે અને કાયદો વ્યવસ્થા જાળવવા સુરત શહેર પોલીસ સુસજ્જ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજયા દશમીએ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે શસ્ત્રનું પૂજન કરવામાં આવે. પ્રાચિન કાળમાં શસ્ત્રો જ માનવીની રક્ષા કરતા, આજના કાળમાં હવે ઔજારો શસ્ત્રનું કામ કરે છે. હવે એવો ટ્રેન્ડ છે કે અર્થોપાર્જનમાં ઉપયોગમાં લેવાતા ટૂલ્સની પૂજા વિજયા દશમી એટલે કે આજના દશેરના પર્વે થાય છે. તાજેતરમાં જ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળનાર શ્રી આર.બી.બ્રહ્મભટ્ટએ આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાને જાળવતા શસ્ત્ર પૂજન કર્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

સુરત શહેર પોલીસના ઉપક્રમે યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ પાસે ઉપલબ્ધ દરેક પ્રકારના શસ્ત્રોને પૂજા સ્થળે ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. સુરત શહેરના લોકોની રક્ષા માટેના આ શસ્ત્રોનું પૂજન કરી શાસ્ત્રોક્ત વિધીથી કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે સુરત પોલીસ બેડા પાસે ઉપલબ્ધ દરેક પ્રકારની પિસ્તોલ, બંદૂક, મશીનગન્સ વગેરે પ્રકારના શસ્ત્રોને તિલક કરીને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સુરત શહેરમાં જુદા જુદા પદો પર ફરજ બજાવી રહેલા પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

ચાપલધરા વિભાગ રાજપૂત સમાજે પોતાની પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કર્યું

સુરતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતના જાણિતા રાજપૂત સમાજ, ચાપલધરા વિભાગ રાજપૂત સમાજના ઉપક્રમે આજરોજ ગુજરાતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં રાજપૂત સમાજની પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન વિધિ તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમી પર્વે થતી શસ્ત્ર પૂજન વિધિનું અનેરુ મહત્વ છે. આ પરંપરા ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ હરહંમેશ જાળવીને વિધિ વિધાન અનુસાર શસ્ત્ર પૂજન કરે છે.

શહેરના જાણિતા પત્રકાર નિલકંઠ શાસ્ત્રી વર્ષોથી તેમના શસ્ત્રનું પૂજન કરે છે

સુરત શહેરના સુપ્રસિદ્ધ અખબાર ગુજરાત ગાર્ડિયનમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહેલા સુરતના જાણિતા પત્રકાર શ્રી નિલકંઠ શાસ્ત્રી પોતે લાઇસન્સ વેપન ધરાવે છે. તેઓ પણ વર્ષોથી પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કરે છે. આજે વિજયા દશમીના પર્વે તેમણે પોતાના લાઇસન્સ વેપન તેમજ જે કલમ (બોલપેન) થી તેઓ ફરજ બજાવે છે તેનું પૂજન કર્યું હતું. નિલકંઠ શાસ્ત્રીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં દશેરા પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા તેઓ જ્યારથી સમજણા થયા ત્યારથી જાળવી રહ્યા છે.

October 8, 2019
medical_noble.jpg
1min8130

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં વર્ષ 2019 માટે નોબેલ પુરસ્કારોની ઘોષણા સોમવારથી શરૂ થઇ ગઇ છે. પ્રથમ નોબેલ સન્માન ચિકિત્સાનાં ક્ષેત્રમાં આપવાની ઘોષણા કરાઇ હતી.

અમેરિકાના વિલિયમ જી. કેલીન જૂનિયર અને બ્રિટનના સરપીટર જે. રેટફિલક તેમજ અમેરિકાના ગ્રેએલ સંમેન્જાને સંયુક્ત રીતે સન્માનિત કરાશે.

આ ત્રણેય વિજેતાને શરીરના કોષોમાં જીવન અને ઓકિસજન ગ્રહણ કરવાની ક્ષમતા અંગે કરેલી મહત્ત્વપૂર્ણ શોધ બદલ નોબેલથી નવાજાશે.

તબીબી ક્ષેત્રના નોબેલ પુરસ્કારો બાદ 14 ઓક્ટોબર સુધી છ અન્ય ભૌતિક રસાયણ, સાહિત્ય, શાંતિ સહિત ક્ષેત્રોમાં વિજેતાઓનું એલાન કરાશે. આ વખતે પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન માટે દુનિયાભરમાં ઓળખ ઊભી કરનારા ગ્રેટા થુન્બર્ગને શાંતિ નોબેલ પુરસ્કારના દાવેદાર મનાય છે.

વધુમાં, આ વરસે સાહિત્યના એક સાથે બે નોબેલ પુરસ્કાર અપાશે. ગત વર્ષે યૌન શોષણના આરોપો થકી પુરસ્કાર નહોતા અપાયા. ગત વર્ષે 70 વર્ષમાં પહેલીવાર સાહિત્ય માટે નોબલ પુરસ્કાર નહોતા અપાયા. યૌન શોષણના આરોપો બાદ અકાદમીના 7 સભ્યોએ રાજીનામું આપી દીધું છે.

October 8, 2019
icc.jpg
1min7490

આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા જાહેર કરાયેલ મહિલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટના નવા ક્રમાંકમાં ભારતે પોતાનું બીજું સ્થાન જાળવી રાખવા સાથે ઈંગ્લેન્ડ સામે પોતાની સરસાઈ વધારી હતી.

મિતાલી રાજના નેતૃત્વમાં ભારતની મહિલા ટીમે (૧૨૫) ઈંગ્લેન્ડ (૧૨૨) સામે પોતાની સરસાઈ એક પોઈન્ટથી ત્રણ પોઈન્ટ સુધી વધારી હતી.

ટી-૨૦ ક્રિકેટના રેન્કિંગમાં ભારત પાંચમા સ્થાને છે.

ઑસ્ટ્રેલિયાએ પોતાના સતત સારા દેખાવના બળે વન-ડે ઈન્ટરનેશનલ અને ટી-૨૦ ક્રિકેટ, બંનેમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કયુર્ં હતું.

ઑસ્ટ્રેલિયાએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં આઈ. સી. સી. મહિલાઓનો ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. 

October 8, 2019
income_tax-1280x853.jpg
1min6120

આવકવેરા વિભાગે સોમવારે ઇ-એસેસમેન્ટ સ્કીમ લોન્ચ કરી હતી જેમાં કરદાતા અને તેના એસેસિંગ ઑફિસર વચ્ચે કોઇ કડી રહેશે નહીં. રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર (એનઇએસઇ) લોન્ચ કર્યું હતું અને શરૂઆતમાં નવી સ્કીમ હેઠળ ૫૮,૩૨૨ કેસની પસંદગી કરવામાં આવી હતી.

આ યોજનાના અમલ માટે આઇટી વિભાગના ૨,૬૮૬ અધિકારીઓને નિમવામાં આવ્યા છે. એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇ-નોટિસો મોકલી આપવામાં આવી છે. કરદાતાઓને તેમના નોંધાયેલા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ અને ઇમેઇલ ચેક કરવાની સૂચના આપવામાં આવી છે અને ૧૫ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. પાંડેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, સ્ક્રુટિની માટે જેમનો પણ કેસ પસંદ કરવામાં આવ્યો હોય તેઓ બધા ડૉક્યુમેન્ટ્સ ઓનલાઇન ફાઇલ કરી શકશે જે તે કેસના એસેસમેન્ટ અધિકારી પણ ડ્રો કરીને પસંદ કરવામાં આવશે. આમાં એસેસમેન્ટ અધિકારી અને કરદાતા વચ્ચે કોઇ સંપર્ક ન હોવાથી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ કહેવામાં આવે છે અને નાણાં પ્રધાન સીતારામને જુલાઇમાં પોતાના બજેટ પ્રવચનમાં આ અંગેની જાહેરાત કરી હતી.તેમણે તે વખતે કહ્યું હતું કે વર્તમાન પ્રણાલિમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સંપર્ક થતો હોવાથી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિ થવાની સંભાવના છે. આવી પ્રવૃત્તિ નિવારવા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ તબક્કાવાર દાખલ કરવામાં આવશે.

October 7, 2019
mbbs.jpg
3min7760

ચીનમાં ભારતના 21000 વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ કરી રહ્યા છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ એજ્યુકેશન ખાસ કરીને એમ.બી.બી.એસ. અભ્યાસ માટે હાલમાં ચીનમાં અભ્યાસ કરી રહેલા ભારતના લગભગ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓના માથે મોટી આફત આવી છે. ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ રાતોરાત એવો ફતવો જારી કર્યો છે કે ચીનની ફક્ત 45 મેડીકલ કોલેજો જ એમબીબીએસનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં ચલાવી શકશે. બાકીની યુનિવર્સિટીઓએ ચાઇનીઝ ભાષામાં જ ફરજિયાત એમબીબીએસ અભ્યાસક્રમ ચલાવવો પડશે. ચીનના સત્તાવાળાઓએ કોલેજોનો સંચાલકોને ચાઇનીઝ અને અંગ્રેજી એમ બે ભાષામાં પણ કોર્સ ચલાવવાની મંજૂરી આપી નથી. ચાલુ વર્ષથી જ આ બાબતનો અમલ કરી દેવાની સૂચના આપવામાં આવી હોઇ, ભારતના હજારો વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટી મુશ્કેલી ઉપસ્થિત થઇ છે.

મેડીકલ ભણવા ચીનની 200 યુનિવર્સિટીમાં ભારતના 21000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે

ભારતીય એમ્બેસીની સત્તાવાર માહિતી મુજબ ચીનની જુદી જુદી 200 યુનિવર્સિટીઓમાં ભારતના હાલમા 23000 વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. આ પૈકી 21000 વિદ્યાર્થીઓ ચીનમાં મેડીકલ, એમબીબીએસ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. ભારતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સરખામણીમાં ચાઇનીઝ મેડીકલ કોલેજોની ફી સસ્તી હોઇ, ભારતમાંથી મોટા પાયે વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ માટે ચીન ગયા છે. હવે ફક્ત 45 કોલેજો જ અંગ્રેજીમાં એમબીબીએસ ભણાવી શકે એવી સૂચના આપવામાં આવી હોઇ બાકીની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

ચીનની આ 45 મેડીકલ કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવાની મંજૂરી અપાઇ છે

University: (no of international students)
Jilin University: 62 (school year 2018-2019 was 100, 38 fewer)
Chinese Medical University: 100
Dalian Medical University: 100
Capital Medical University: 100
Tianjin Medical University: 100
Shandong University: 78 (school year 2018-2019 100, 22 fewer)
Fudan University: 100
Xinjiang Medical University: 100
Nanjing Medical University: 100
Jiangsu University: 100
Wenzhou Medical University: 100
Wenzhou Medical University (Overseas Schools): 50
Zhejiang University: 100
Wuhan University: 100
Huazhong University of Science and Technology: 100
Xi’an Jiaotong University: 100
Southern Medical University: 100
Jinan University: 100
Guangxi Medical University: 100
Sichuan University: 100
Chongqing Medical University: 100
Harbin Medical University: 60
Beihua University: 40
Jinzhou Medical University: 60
Qingdao University: 60
Hebei Medical University: 60
Ningxia Medical University: 60
Tongji University: 60
Shihezi University: 60
Southeast University: 60
Yangzhou University: 60
Nantong University: 60
Suzhou University: 60
Ningbo University: 60
Fujian Medical University: 60
Anhui Medical University: 60
Xuzhou Medical College: 60
Three Gorges University: 20
Zhengzhou University: 60
Guangzhou Medical University: 60
Sun Yat-sen University: 60
Shantou University: 20 (school year 2018-2019 was 60, 40 fewer)
Kunming Medical University: 60
North Sichuan Medical College: 40
Southwest Medical University: 60
Xiamen University: 60

હાલમાં ભારતીય એમ્બેસી ચીન સાથે વાટાઘાટો કરી રહી છે

ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે રાતોરાત નિર્ણય લઇને ફક્ત 45 કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવા માટેની મંજૂરી આપી હોઇ, બાકીની મેડીકલ કોલેજોમાં હાલ અંગ્રેજીમાં મેડીકલ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓનું શું થશે એ મુદ્દે ભારતીય એમ્બેસી દ્વારા હાલમાં ચીન સરકાર સાથે વાટાઘાટ શરૂ કરવામાં આવી છે.