CIA ALERT

Alert Archives - Page 28 of 517 - CIA Live

September 17, 2025
image-25.png
3min241

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતના લોકલાડિલા નેતા નહીં પણ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવનારા નેતા છે. પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ 17મી સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગર ખાતે થયો હતો. પાંચ ભાઈ-બહેનોમાં પીએમ મોદી સાહેબ બીજા નંબરે છે. એક ચાવાળાથી લઈને દેશના વડા પ્રધાન બનવા સુધીની મોદીસાહેબની સફર ખૂબ જ રોમાંચક રહી છે. આજે આપણે અહીં પીએમ નરેન્દ્ર મોદીના જીવનના એવા કેટલાક રોચક તથ્યો વિશે વાત કરીશું કે જેના વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે.

બાળપણમાં આ હુલામણા નામથી લોકો બોલાવતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની બીએન હાઈસ્કૂલમાં ભણતા હતા અને પીએમ મોદીને ધોરણ 9,10 અને 11માં સંસ્કૃત ભણાવતા શિક્ષક પ્રહ્લાદ પટેલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું નરેન્દ્રને નરિયા કહીને બોલાવતો હતો. આખા વર્ગમાં તેઓ ક્યારેય સાચું બોલતા નહોતા ખચકાતા. બાકીના બાળકોની જેમ તોફાની ખરા પણ તેમ છતાં તેઓ તમામ શિક્ષકોનો આદર કરતાં હતા. જ્યારે નરેન્દ્ર મોદીજીના બાળપણના મિત્ર જાસુદભાઈએ જણાવ્યું હતું કે બાળપણમાં અમે મિત્રો તેમની એનડી કહીને બોલાવડા અને જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અમારી તેમની મુલાકાત થઈ અને મેં તેમને એનડી કહીને બોલાવ્યા તો તેઓ હસી પડ્યા હતા.

રાજકારણ નહીં આ ક્ષેત્રે આગળ વધવું હતું

તમને જાણીને નવાઈ લાદશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણ નહીં પણ સૈન્યમાં જોડાવવાની ઈચ્છા હતી. પીએમ મોદીજીની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બાળપણમાં તેઓ જામનગર ખાતે આવેલી સૈનિક શાળામાં અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે આવું ના થઈ શક્યું. આઠ વર્ષની ઉંમરમાં તેમણે આરએસએસ જોઈન કરી લીધું હતું.

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેનારા બીજા નેતા, આ નેતાનો રેકોર્ડ તોડ્યો

નાટકમાં કર્યું કામ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને બાળપણમાં એક્ટિંગનો શોખ હતો અને આ વાતનો ઉલ્લેખ તેમના પર લખવામાં આવેલા એક પુસ્તકમાં જોવા મળે છે. જ્યારે પીએમ મોદી 13-14 વર્ષના હતા ત્યારે તેમણે શાળા માટે ભંડોળ એકઠું કરવા માટે શાળાના બાકી વિદ્યાર્થીઓ સાથે નાટકમાં ભાગ લીધો હતો અને આ નાટકનું નામ હતું પીળું ફૂલ. આ નાટક ગુજરાતી નાટક હતું.

સંન્યાસી બનવા ઘરથી ભાગ્યા

શાળાનું ભણતર પૂરું થતાં જ પીએમ મોદીજી સંન્યાસી બનવા માટે ઘરથી ભાગી ગયા હતા અને તેઓ પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમ સહિત દેશની અનેક જગ્યાઓ પર ગયા હતા. હિમાચલમાં તેઓ અનેક દિવસ સુધી સાધુ-સંતો સાથે રહ્યા હતા અને એ સમયે તેમને સંતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા તો સંન્યાસ લીધા વિના પણ કરી શકાય છે. બસ આ વાત બાદ તેઓ ગુજરાત પાછા ફર્યા અને સંન્યાસને ત્યાગવાનું નક્કી કર્યું.

પીએમ મોદીનું મનપસંદ ગીત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેમને ફિલ્મોનો ખાસ કંઈ શોખ નથી, પરંતુ તેમને લતા મંગેશકરજીના ગીતો સાંભળવાનું ખૂબ જ પસંદ છે. લતાદીદીએ ગાયેલું હો પવન વેગ સે ઉડનેવાલે ઘોડે પીએમ મોદી સાહેબનું સૌથી વધુ મનપસંદ ગીત છે.

જ્યારે સીખ બની ગયા પીએમ મોદી

જી હા, 1975માં જ્યારે ઈમર્જન્સીની જાહેરાત કરવામાં આવી ત્યારે પીએમ મોદી યુવા અવસ્થામાં હતા અને એ સમયે તેમણે સંઘના સ્વયંસેવક હોવાને નાતે આનો વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસથી બચવા માટે તેમણે સરદારજીનો ગેટઅપ કર્યો હતો અને અઢી વર્ષ સુધી તેઓ આ જ રીતે પોલીસને હંફાવતા રહ્યા.

પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

દેશના પહેલાં વડા પ્રધાન કે જેઓ આઝાદી પછી જન્મ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દેશના એવા પહેલાં વડા પ્રધાન છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો છે. 2001માં તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને 2014માં તેઓ દેશના વડા પ્રધાન બન્યા. 2019માં બીજી વખત અને 2024માં તેઓ ત્રીજી વખત દેશના વડા પ્રધાન બન્યા.

September 17, 2025
image-24-1280x800.png
1min224

આસો માસની નવરાત્રિનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વ અને તેના યોગ્ય વિધિવિધાન વિશે સવિસ્તાર માહિતી આપી છે.

જીવનમાં પૂજા-ભક્તિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે. નવરાત્રિ, શિવરાત્રી, હોળી જેવી રાત્રિ પૂજા દ્વારા ભક્તો ઈશ્વરની નજીક જઈ શકે છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિઓમાંથી આસો માસની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, જેમાં ગરબા રમવાનું પણ એક ખાસ કારણ હોય છે. નવરાત્રિ દરમિયાન થતા ઘટ (કુંભ) સ્થાપનનો પણ એક વિશેષ ભાવ રહેલો છે. આ માટે સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કે સંધ્યા સમયે શુભ યોગમાં સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવે છે, પરંતુ રાત્રે સ્થાપન ન કરવું જોઈએ.

નવરાત્રિ દરમિયાન ઘટની અંદર પ્રગટાવવામાં આવતો અખંડ દીપ ખૂબ પ્રભાવશાળી ગણાય છે. તેના પ્રકાશથી ઉત્પન્ન થતી શક્તિશાળી ઊર્જા ભક્તિ કરનારની આભામાં વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. આ દીપક દ્વારા ભક્ત પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. જોકે, પૂજા અને વિધિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે માતાજી ભક્તનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે.

પૂજા દરમિયાન ભક્તો પોતાની પરંપરા અને પ્રાંતીય રિવાજોનું પાલન કરતા હોય છે. કેટલાક વિદ્વાનોના મતે, નવરાત્રિ દરમિયાન રાહુકાળમાં વિશિષ્ટ પાઠ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે, જેનું રહસ્ય યોગ્ય વિદ્વાન પાસેથી જાણી શકાય છે. નવરાત્રિ પછી ઘટનું ઉથપાન શુભ યોગ મુજબ સવારના સમયે કરવું જોઈએ.

September 15, 2025
Cia_business_news-1280x936.jpg
1min263

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાએ રવિવારે મોડીરાત્રે સોશ્યલ મિડીયા પ્લેટ ફોર્મ એક્સ પર એક પોસ્ટ જારી કરીને સ્પષ્ટ જણાવી દીધું છે કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આવતીકાલ તા.15મી સપ્ટેમ્બર 2025ને રાત્રે 12 વાગ્યા સુધીની રહેશે. સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર ડ્યૂટ ડેટ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હોવાનો વાઇરલ કરાયેલો મેસેજ ફેક છે.

નાણાકીય વર્ષ 2024 25 ના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આજરોજ સોમવાર તારીખ 15મી સપ્ટેમ્બર રાત્રે 12 કલાક સુધીની છે, સામાન્ય રીતે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત 31 જુલાઈ હોય છે આ વર્ષે આ મુદત માં દોઢ મહિનો એક્સટેન્ડ કરવામાં આવ્યો છતાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટમાં ડેટા અપલોડ કરવાની મુશ્કેલીના કારણે આવતીકાલ અંતિમ મુદત પછી પણ સુરતના હજારો કરદાતાઓના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જાય તેવી સ્થિતિ છે.

Income Tax Department e-filing portal face glitches

શહેરના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટે આપેલી માહિતી મુજબ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માટે સુરત ગુજરાત અને નેશનલ લેવલે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અવધીમાં દોઢ મહિનો વધાર્યા પછી પણ હજારો રિટર્ન ભરવાના બાકી રહી જાય તેમ છે. આ પરિસ્થિતિ માટે ટેક્સ કન્સલ્ટન્ટો કે ચાર્ટર્ડ એકાઉન્ટો કે કરદાતા કોઈનો વાંક નથી પરંતુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રિટર્ન ફાઇલ કરવાની વેબસાઈટ અત્યંત ધીમી ચાલી રહી હોવાના કારણે આ પરિસ્થિતિ પેદા થઈ છે. કર દાતાઓના ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે સ્થાનિક સ્તરેથી બધી જ તૈયારીઓ છે પરંતુ રિટર્ન ના ડેટા અપલોડ થઈ શકતા નથી.

આઈટી રિટર્ન ફાઈલ કરવાની અવધી લંબાવવા માટે ક્યારની રજૂઆતો કરી દેવામાં આવી છે પરંતુ હવે જ્યારે આખરી મુદત આડે ફક્ત 24 કલાક બાકી રહ્યા છે ત્યારે ફરી સરકારને અપીલ કરવામાં આવી છે કે વેબસાઈટમાં ધાંધિયાના કારણે સુરત સમય રાજ્યમાંથી હજારો એક્સપાયર ના રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જશે અને લેટ રિટર્ન ફાઇલિંગ પેટે ₹5,000 ની પેનલ્ટી લાગશે, કર દાતાઓને આ પ્રકારે ખોટી પેનલ્ટી કરી શકાય નહીં એ માટે તેમના રિટર્ન ફાઇલ કરવા માટે અવધી વધારે આપવા તેમજ it ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે છેલ્લી ઘડીની રજૂઆતો કરવામાં આવી રહી છે.

What is Penalty?

According to Income Tax rules, a penalty of up to Rs 5,000 can be imposed on belated ITR. If your taxable income is less than Rs 5 lakh, then the penalty will be Rs 1,000. Apart from this, you will also have to pay interest under section 234A, 234B and 234C on delay.


September 10, 2025
image-21.png
1min185

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયતા થતી ભારતના ઉત્પાદનો પર ભારે ટેરીફ લગાવ્યા બાદ અને ભારત પર વેપાર પ્રતિબંધો લગાવવાની અનેક વાર ધમકીઓ આપ્યા બાદ ભારત અને યુએસના સંબંધોમાં તિરાડ આવી છે. એવામાં ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ભારત સાથે વેપાર વાટાઘાટો માટે તૈયારી બતાવી છે, જેના પર પ્રતિક્રિયા આપતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાતચીત માટે તૈયાર હોવાનું કહ્યું છે.

મંગળવારે ટ્રમ્પે તેમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, “મને એ જાહેર કરતા ખુશી થઇ રહી છે કે ભારત અને યુએસ વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. હું આગામી અઠવાડિયે મારા ખૂબ જ સારા મિત્ર, વડા પ્રધાન મોદી સાથે વાત કરીશ. મને વિશ્વાસ છે કે આ વાટાઘાટો આપણા બંને મહાન દેશો માટે સારા પરિણામો સાથે પૂર્ણ થશે!”

ટ્રમ્પની પોસ્ટ અંગે વડાપ્રધાન મોદીએ X પર લખ્યું, “ભારત અને યુએસ મિત્રો અને ભાગીદાર છે. મને વિશ્વાસ છે કે આપણી વચ્ચે વેપાર વાટાઘાટો ભારત-યુએસ ભાગીદારીની અપાર સંભાવનાઓને ખોલશે. આપની ટીમો આ ચર્ચાઓને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. હું પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે આતુર છું. અમે બંને દેશોના લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.”

રશિયાથી પેટ્રોલીયમ ખરીદવા બદલ યુએસએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પ અને તેમના અધિકારીઓ સતત ભારતની ટીકા કરી રહ્યા છે અને વધુ પ્રતિબંધોની ધમકી આપી રહ્યા છે. જો કે ભારત પોતાના વલણ પર અડગ રહ્યું છે. હવે બંને દેશો વચ્ચે વેપાર અંગે વાતચીત ફરી શરુ થવા જઈ રહી છે.

September 9, 2025
image-19.png
1min297

એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.

એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.

ભારત બુધવારે 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. ફાઇનલ 28 સપ્ટેમ્બરે યોજાશે.

તમે ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર એશિયા કપ 2025 મેચનો આનંદ માણી શકો છો. જ્યારે એશિયા કપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લીવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ.

શ્રીલંકા : ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નુવાનીદુ ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, કામિલ મિશારા, દાસુન શનાકા, વાનિન્દુ હસરંગા, ડુનિથ વેલલાગે, ચમિકા કરૂણારત્ને, મહેશ તિક્ષાના, દુશમથા ચમીરા, બિનુરો ફર્નાન્ડો, નુવાન તુષારા, મથીશા પથિરાના.

પાકિસ્તાન: સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જૂનિયર, સાહિબજાદા ફરહાન, સઇમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફિયાન મોકીમ.

બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), તન્જીદ હસન, પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, જેકર અલી અનિક, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહન, શેક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તન્ઝીમ હસન શાકિબ, તસ્કીન અહમદ, શૈફઉદ્દીન, શોરફુલ ઈસ્લામ.

અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, દરવિશ રસૂલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરજઈ, કરીમ જનત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહેમદ, ફરિદ મલિક, નવીન ઉલ હક, ફજલહક ફારુકી.

હોંગકોંગ: યાસીમ મુર્તજા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝકત ખાન મોહમ્મદ, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમન રથ, કલ્હણ માર્ક ચલ્લુ, આયુષ શુક્લા, મોહમ્મદ એઝાઝ ખાન, અતીક ઉલ રહેમાન ઇકબાલ, કિંચિત શાહ, અલી હસન, શાહિદ વાસિફ, ગઝનફર મોહમ્મદ, મોહમ્મદ વહીદ, એહસાન ખાન.

UAE : મુહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, અર્યાશ શર્મા, આસિફ ખાન, ધ્રુવ પરાશર, એથન ડિસુઝા, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનેદ સિદ્દીકી, મતિઉલ્લાહ ખાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ જૌહૈબ, રાહુલ ચોપરા, રોહીદ ખાન, સિમરનજીત ખાન, સગીર ખાન.

ઓમાન: જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિષ્ટ, કરણ સોનાવાલે, જિક્રિયા ઈસ્લામ, હસનૈન અલી શાહ, ફૈઝલ શાહ, મોહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ.

September 9, 2025
image-18.png
1min293


નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાતા યુવાપેઢીએ તેને સ્વતંત્રતા પર સરકારનો અંકુશ ગણ્યો હતો. કેપી શર્મા ઓલી ચીનની જેમ નેપાળમાં પણ એકહથ્થુ સોશિયલ ઈકોસિસ્ટમ ગોઠવવા માગે છે કે જેથી લોકો કે વિરોધીઓ આંખ ઉંચી કરી શકે નહીં. તેની સામે લોકોમાં આક્રોશ હતો. વળી, છેલ્લાં કેટલાય સમયથી ચીનમાં સરકારી ભરતીમાં પારદર્શકતાનો અભાવ જોવા મળતો હતો. મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે.

આ બધા સામે લોકોમાં ભારે આક્રોશ હતો ને એમાં સોશિયલ મીડિયાના પ્રતિબંધથી યુવાનોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધી તરાપ લાગી એટલે બળતામાં ઘી હોમાયું, પરિણામે નેપાળમાં જનાક્રોશનો અગ્નિ ભભૂકી ઉઠયો છે.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત પછી લાખોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પાટનગરમાં પ્રદર્શનો કર્યા. એટલું જ નહીં, સંસદભવન તરફ કૂચ કરી અને સંસદભવનમાં ઘૂસી ગયા હતા. ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠાર કરો એવો સરકારે સુરક્ષાદળોને આદેશ આપ્યો તેનાથી મામલો વધારે તંગ બન્યો હતો. પોલીસે રબરની ગોળીઓ વરસાવી હતી. એમાં ૨૦ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. ૨૫૦થી વધુને ઈજા પહોંચી છે. આ ઘટના પછી સ્થિતિ વધારે વણસી હતી.

નેપાળમાં કર્ફ્યૂ લાગુ કરીને પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે સૈન્ય બોલાવાયું છે. સેનાએ બળપ્રયોગ કરતાં પ્રદર્શનકારીઓ લડી લેવાના મૂડમાં છે. અનેક લોકો સરકારી ભવનો તરફ કૂચ કરી રહ્યા છે એટલે સુરક્ષાદળો અને સરકાર વચ્ચે ઝપાઝપી-સંઘર્ષની ઘટનાઓ બની રહી છે. સુરક્ષાદળોએ રબરની ગોળી છોડવાથી લઈને ટીઅર ગેસ છોડયો અને ફાયરિંગ સુદ્ધાં કર્યું છે. પ્રદર્શનમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે એમાં યુવાપેઢી સ્વયંભૂ જોડાઈ છે. કોલેજના વિદ્યાર્થીઓ, યુવા એક્ટિવિસ્ટ, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. એમાંય જેન-ઝીનું પ્રમાણ ખૂબ વધારે છે. જેન-ઝીનો આરોપ છે કે સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મૂકીને ભ્રષ્ટાચાર સામેના અવાજને દબાવવા માગે છે.

વિપક્ષોએ પણ આ પ્રદર્શનકારીઓના સમર્થનમાં સરકાર સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો આદેશ પાછો ખેંચવાની માગણી કરી છે. નેપાળના પૂર્વ વિદેશ મંત્રી ઉપેન્દ્ર યાદવે કહ્યું કે સરકારે તુરંત આ આદેશ પાછો ખેંચીને યુવાનોની માગણી સ્વીકારી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે નેપાળમાં ઓલીની કમ્યુનિસ્ટ પાર્ટી અને નેપાળી કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. ગઠબંધનમાં પણ અંદરો અંદર સત્તાની ખેંચતાણ રહે છે એટલે નેપાળમાં કેટલાય સમયથી રાજકીય અસ્થિરતાનો માહોલ છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં આદેશ કર્યો હતો કે જેટલા વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નેપાળમાં સત્તાવાર રજિસ્ટ્રેશન ન થયું હોય એના પર પ્રતિબંધ મૂકી દો. એ પછી વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટયૂબ, વોટ્સએપ જેવી કંપનીઓને રજિસ્ટ્રેશન કરવા નોટિસ આપી હતી. સાત દિવસ સુધી નોટિસનો કોઈ જવાબ ન મળતા આખરે સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રજિસ્ટ્રેશન ન થયું હોય એવા ૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રાતોરાત બંધ કરી દીધા. પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ફેસબુક, વોટ્સએપ, યુટયૂબ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, એક્સ (ટ્વિટર), રેડિટ, લિંક્ડઈન, સ્નેપચેટ, સિગ્નલ, પિંટરેસ્ટ, થ્રેડ્સ, ક્લબહાઉસ વગેરેનો સમાવેશ થાય છે.

September 9, 2025
image-17.png
1min183

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે.

મતદાન 9 સપ્ટેમ્બર સવાર 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે

મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.

September 9, 2025
image-16.png
1min191


ફ્રાન્સમાં સોમવારે (8 સપ્ટેમ્બર) સવારે ભારે રાજકીય ઉથલ-પાથલ જોવા મળી હતી. કારણ કે, વડાપ્રધાન ફ્રાંસ્વા બેરોની સરકાર સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી. આ પગલાંથી પ્રમુખ ઇમૈનુએલ મેક્રોંના છેલ્લાં બે વર્ષોમાં પોતાના પાંચમાં વડાપ્રધાન નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.

74 વર્ષીય ફ્રાંસ્વા બેરો, જે ફક્ત 9 મહિના વડાપ્રધાન પદ પર રહ્યા. મંગળવારે (9 સપ્ટેમ્બર) તેમણે પોતાનું રાજીનામું સોંપશે. બેરોએ પોતાની સરકારની 44 અબજ યૂરો (51.5 અબજ ડૉલર)ની બચત યોજનાને સમર્થન આપવા માટે અવિશ્વાસ પ્રસ્તાવનો ટેકો લેવામાં આવ્યો હતો, જેથી ફ્રાન્સની ખાધ, જે યુરોપીયન યુનિયનની 3% મર્યાદાથી બમણી થઈ ગઈ છે, તેને ઓછી કરી શકાય.

વર્તમાનમાં ફ્રાન્સનું દેવું જીડીપીના 114% છે. અહેવાલો અનુસાર, બેરોએ નાણાંકીય વર્ષ 2025-26ના બજેટમાં આ બચતને નાણાંકીય વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી ગણાવી હતી. પરંતુ, 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પર નજર રાખતા વિપક્ષી પક્ષોએ તેમને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ સામે મતદાન કરતા પહેલા, ફ્રાંસ્વા બેરોએ સંસદને ચેતવણી આપી હતી કે, ‘તમે મારી સરકારને ઉથલાવી શકો છો, પરંતુ તમે વાસ્તવિકતાને ભૂંસી નથી શકતા. ખર્ચ વધતો રહેશે, અને પહેલાથી જ અસહ્ય દેવાનો બોજ વધુ ભારે અને મોંઘો બનશે.’ આ હોવા છતાં, સાંસદોએ તેમની યોજનાને ભારે બહુમતીથી નકારી કાઢી.

વિરોધ પક્ષો, ખાસ કરીને નેશનલ રેલી અને ડાબેરી ગઠબંધન, બેરોની બચત યોજનાને સામાજિક કલ્યાણ અને જાહેર સેવાઓ પર હુમલો ગણાવે છે. તેમણે દલીલ કરી હતી કે, તે મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોને નુકસાન પહોંચાડશે, જ્યારે ધનિકોને ટેક્સ છૂટનો લાભ મળશે. આ મતભેદને 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પહેલાની રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે, કારણ કે વિપક્ષ તેની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. આ ઘટના ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતાને પ્રકાશિત કરે છે, જ્યાં પ્રમુખ ઇમૈનુઅલ મેક્રોં સ્થિરતા અને આર્થિક સુધારાઓને સંતુલિત કરવામાં પડકારોનો સામનો કરી રહ્યા છે.

ફ્રાન્સ પ્રમુખ મેક્રોં હવે એવા નેતાની શોધમાં છે જે સંસદમાં વિભાજિત પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવી શકે. ફ્રાન્સનું ક્રેડિટ રેટિંગ તાજેતરમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે અને યુરોપિયન યુનિયને ખાધ ઘટાડવા માટે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે. નવા વડાપ્રધાનની પસંદગી કરવી સરળ નહીં હોય, કારણ કે સંસદમાં કોઈપણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. ફ્રેન્ચ જનતા પણ વધતા દેવા અને રાજકીય અસ્થિરતા અંગે ચિંતિત છે. બધાની નજર પ્રમુખ મેક્રોં આગામી વડાપ્રધાન તરીકે કોને નિયુક્ત કરશે તેના પર છે.

September 7, 2025
Cia_business_news-1280x936.jpg
1min293

વરાછા કો-ઓપ. બેંક સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં કુલ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન તેમજ પ્રોફેટેબિલિટી મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટી માટે કુલ મળીને ત્રણ કેટેગરીમાં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સ્કોબા પ્રાઈડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તા. 06th સપ્ટેમ્બર, 2025 ના રોજ વેસ્ટ બંગાળ રાજ્યના ડાર્જિલિંગ શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઈડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક ના જનરલ મેનેજર રવિશંકર ગોડાની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહ નું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ. બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 30 વર્ષમાં 28 શાખાઓ સાથે રૂ|. 6,000/- કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે.

આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના 200 થી વધુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરાછા બેંકના ચેરમેનશ્રી ભવનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન અને સહકારી ક્ષેત્રે “સહકારીતા બંધુ” તરીકે ખ્યાતનામ એવા શ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક નાં જનરલ મેનેજરશ્રી રવિશંકર ગોડા નાં વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે સ્કોબાના વાઈસ પ્રેસિડેન્ટશ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો. આ સાથે સાયબર સિક્યુરિટી માટે તમામ બેંકો સકારાત્મક અભિગમ સાથે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે તાકીદ કરી હતી. સ્કોબાનાં પ્રેસિડેન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડેન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિતના હોદ્દેદારશ્રીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.

મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે સતત પ્રગતિશીલ વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસ અને બચત જાગૃતિ જેવા અભિયાન થકી લોક જાગૃતિ માટેના કાર્ય કરતી રહે છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટર્સશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ વરાછા બેંક પરિવારના તમામ સભ્યોની મહેનત નું પરિણામ છે. બેંક હર હંમેશ ગ્રાહકોના હિતને કેન્દ્રમાં રાખી બેંકિંગ સેવા પૂરી પાડે છે. તહેવાર નિમિત્તે લોકોને સરળતાથી નાણાકીય સેવા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ જેવી કે 8.21% વ્યાજદર ની સહકાર સમૃદ્ધિ બચત યોજના અને 8.25% થી શરૂ થતી ફેસ્ટિવલ કાર લોન અમલમાં મૂકી છે. બેંકના સભાસદો અને ગ્રાહકોનાં સાથ સહકાર થકી રૂ|. 6,000/- કરોડથી વધુ નો બિઝનેસ કરી ગૌરવંતી સિદ્ધિ હાંસિલ કરી છે, જે ખૂબ આનંદની વાત છે. આ હર્ષ અને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટર્સશ્રીઓ, મેનેજમેન્ટ સભ્યશ્રીઓ, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.

September 7, 2025
pitru-paksh25.png
1min243

Shraddh Paksha 2025: ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી તેમને શાંતિ અને સદ્ગતિ મળે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા અનુસાર વર્ષ 2025 માટે, શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આવતી કાલ તારીખ 8મી સપ્ટેમ્બર, સોમવારથી થશે અને તેનું સમાપન 21મી સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે.

શ્રાદ્ધ પક્ષ 2025: તિથિ અને તારીખ

શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ 2 – image

મહત્ત્વપૂર્ણ તિથિઓ અને તેમનું મહત્ત્વ

શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ 3 – image

શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિઓનું વિશેષ મહત્ત્વ હોય છે:

તિથિ 3 અને 4: આ બંને તિથિઓ એકસાથે છે. જે લોકોની તિથિ 3 અથવા 4 હોય, તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે.

તિથિ 9 (નવમી): આ તિથિને સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય.

તિથિ 12 (બારસ): આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે.

તિથિ 14 (ચૌદશ): આ દિવસ શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ કરવા માટે ખાસ છે, જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતને કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે.

તિથિ 15/30 (અમાસ): આ દિવસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને તેમના પિતૃઓની તિથિ યાદ ન હોય, તેઓ આ દિવસે સર્વપિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે.