All domestic and international air travel of passengers except for security purposes
All passenger movement by trains, except for security purposes
Buses for public transport
Metro rail services
Inter-district and inter-state movement of individuals except for medical reasons or for permitted activities
All educational, training, coaching institutions etc. shall remain closed
All industrial and commercial activities other than those permitted
Hospitality services other than those specifically permitted
Taxis (including auto rickshaws and cycle rickshaws) and services of cab aggregators
All cinema halls, malls, shopping complexes, gymnasiums, sports complexes, swimming pools, entertainment parks, theatres, bars and auditoriums, assembly halls etc.
All social/ political/ sports/ entertainment/ academic cultural/ religious functions/ other gatherings
All religious places/ places of worship shall be closed for public. Religious congregations are strictly prohibited
In case of funerals, congregation of more than twenty persons will not be permitted
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે આજે તા.15મી એપ્રિલે 20મી એપ્રિલથી લૉકડાઉન દરમિયાન કેટલીક પ્રવૃતિઓને ચુસ્ત નીતિ નિયમોના પાલન કરવાની શરત સાથે છુટછાટ આપવાની જાહેરાત કરી છે. અહીં અમે તેનું ગુજરાતી તેમજ અંગ્રેજી અનુવાદ લખી રહ્યા છે. અમારું ઇન્ટરપ્રિટેશન અને સરકારના નોટિફિકેશન વચ્ચે ભેદ હોઇ શકે. અહીં ફક્ત અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાચકોને સરકારના નોટીફિકેશનનો રેફરન્સ જ ઉપયોગમાં લેવા જણાવવામાં આવે છે.
તદુપરાંત હોટસ્પોટ, ક્લસ્ટર કોરન્ટાઇન વિસ્તારમાં કોઇપણ પ્રકારની છૂટછાટો આપવામાં આવનાર નથી. નોટીફિકેશન ગાઇડલાઇન્સ હોટસ્પોટ એરીયાને લાગૂ પડતી નથી.
Activities permitted April 20 onwards
Specific activities have been allowed April 20 onwards which will be operationalized by states, UTs and district administrations while adhering to social distancing measures.
However, exemptions given from April 20 will not be applicable in Covid-19 hotspots or containment zones and industries operating in rural areas will be able to operate only after April 30:
આટલી કામગીરીને આંશિક રીતે છૂટછાટ મળશે
ખેતી, હોર્ટિકલ્ચર, ફાર્મિંગ, ખેત પેદાશો હેરફેર, લે-વેચ, લેવડ-દેવડ
મત્સ્યોદ્યોગ, એકવા કલ્ચર, ઝીંઘા ફાર્મ તેમજ તેના ઉછેર અંગેની પ્રવૃતિઓ
દેશના 170 હોટસ્પોટમાં ગુજરાતના સૂરત સમેત 5 જિલ્લાઓ : ગુજરાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરતા કેસો મળવાના શરૂ થયા
રાજ્યમાં તા.16મી એપ્રિલે સવારે 10 વાગ્યે આરોગ્ય મંત્રી જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 105 કેસો મળ્યા હતા. જેમાંથી 42 અમદાવાદ અને 35 સૂરતના છે. સૂરતમાં ઉમરવાડા, કતારગામ, માનદરવાજા, મીઠીખાડી અને રૂસ્તમપુરા ખાતે નવા કેસો મળ્યા હોવાનું તેમણે બ્રિફીંગમાં જણાવ્યું હતું.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યમાં કોરોના સ્થિતિ અંગે માહિતી માટે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યમાં 12 કલાકમાં વધુ 105 કેસ સાથે કુલ કેસનો આંકડો 871 પર પહોંચી ગયો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 64 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,000થી વધારે લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 2971 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં પાછલા કલાકમાં અમદાવાદ અને સુરતમાં વધુ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદની વાત કરીએ તો શહેરના જુહાપુરા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, બોડકદેવ, મણીનગર, મેમનગર, સરસપુર અને ગોમતીપુરમાં નવા કેસનો નોંધાયા છે. જ્યારે સુરતમાં માન દરવાજા, કતારગામ, મીઠી ખાડી, રુસ્તમપુરામાં નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં મળેલા નવા કેસોની વિગત
સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોનો આંકડો તા.15મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે 64 હતો જેમાં 22 વધારા સાથે તા.16મી એપ્રિલે સવારે એ વધીને 86 થઇ ગયો છે.
ગુજરાતના કુલ કેસો તા.16મી એપ્રિલે સવારે 11 વાગ્યે
દેશમાં 170 અને ગુજરાતમાં 5 જિલ્લાઓ હોટસ્પોટ જાહેર
કોરોના વાયરસથી અસરગ્રસ્ત 170 જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા (રેડ ઝોન) તરીકે તેમજ સંક્રમણની હાજરી ધરાવતા 207 જિલ્લાઓને નોન હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ બાકીના જિલ્લાઓમાં જો વાયરસનું સંક્રમણ નહીં હોય તો તેમને ગ્રીન ઝોન હેઠળ મુકવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના આ માપદંડ હેઠળ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યાં સૌથી વધુ અસર છે તેવા જિલ્લા એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટને હોટસ્પોટ (hotspot districts with large outbreaks ) જાહેર કરવામાં આવ્યાં છે.
પાટણ જિલ્લાને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નક્કી કરેલા માપદંડ અનુસાર જે વિસ્તારમાં સંક્રમણ વધારે ફેલાતું હોય તે જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ જો સંક્રમણવાળા વિસ્તારમાં એક જ સ્થાન પર સંક્રમણના ઓછામાં ઓછા 15 કેસ થાય તો તેને એક ‘ક્લસ્ટર’ માનવામાં આવશે. આ માપદંડ અનુસાર ગુજરાતનો પાટણ જિલ્લો ક્લસ્ટર ઝોન જાહેર થયો છે.
ગુજરાતમાં પ્લાઝમા થેરાપીથી દર્દીઓની સારવાર કરવાની મંજૂરી મગાઇ
ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં કોરોના વાયરસની સારવાર માટે પ્લાઝમા થેરાપીના ઉપયોગની અરજી કરી છે. રાજ્યના મુખ્ય હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું, અમે રવિવારે સંભવિત પ્લાઝમા થેરાપી શરુ કરવાની પરમીશન માટે ICMRને પત્ર લખ્યો હતો. અમે તેમની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.
આ થેરાપીમાં કોવિડ-19ના પેશન્ટના શરીરમાં વાઈરલ ઈન્ફેક્શનની સામે લડવા શરીરમાં બનતા બ્લડ પ્લાઝમાં ઈન્જેક્શનથી આપવામાં આવે છે. કોરોના વાયરસ સામે લડીને રિકવર થયેલા દર્દીના લોહીમાં ઈન્ફેક્શન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે. પ્લાઝમાં થેરાપીમાં લોહીમાંથી આ પ્લાઝમાંને ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીવ બચાવી શકાય.
ગુજરાતમાં રિકવરી રેટમાં ગાંધીનગર પ્રથમ
ભાવનગરમાં અત્યાર સુધીમાં જે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં સાત કેસમાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા ભાવનગરમાં દર્દીઓના સાજા થવાનો દર ૨૬.૯૨ ટકા છે. જ્યારે
ગાંધીનગર પ્રથમ ક્રમે છે જ્યાં પોઝિટિવ દર્દીનો સાજા થવાનો દર ૪૬.૬૭ ટકા છે. ત્યાં ૧૫ પૈકી સાત દર્દી સાજા થઇ ગયા છે. તો
બીજા ક્રમે રાજકોટ છે જ્યાં ૧૮ પૈકી ૮ દર્દી સાજા થઇ જતાં ટકાવારી ૪૪.૪૪ છે. તો
ત્રીજા ક્રમે પાટણ છે જ્યાં સાજા થવાનો દર ૨૮.૫૭ ટકા છે.
ચોથા ક્રમે ભાવનગર છે.
મૃત્યુ દરમાં ગુજરાતના શહેરોની તુલના
ભાવનગરમાં મૃત્યુદર ઉંચો છે. ભાવનગરમાં ૨૬ દર્દીમાં ત્રણના મોત થતાં ટકાવારી ૧૧.૫૪ ટકા થઈ છે. સુરતમાં મૃત્યુદર ૪૦ દર્દીમાં ચારના મોત થતા ટકાવારી ૧૦ ટકા છે. આમ રાજ્યમાં ભાવનગર પ્રથમ અને સુરત બીજા ક્રમે છે. જોકે વડોદરામાં પણ પાંચ દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે અહીં કુલ પોઝિટિવ કેસ ૧૧૬ ઉપર પહોંચ્યો છે.
લોકડાઉનનું પાલન ન કરે તે વિસ્તારમાં ‘કોરોના કરફ્યૂ’ લદાશેઃ DGPની ચેતવણી
રાજ્યના DGP શિવાનંદ ઝાએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, લોકડાઉનનું પાલન નહીં થાય તેવા વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવશે. લોકોના હિત માટે 21 દિવસ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પોલીસ અપીલ કરતી આવી છે, છતાં અનેક લોકો તેનું પાલન કરતાં નથી અને કોરોના વકરે તેવી પ્રવૃત્તિ કરે છે. આ કારણે પોલીસ પાસે લોકડાઉનનું પાલન થતું ન હોય તે વિસ્તારમાં કરફ્યૂ લાદવાનો વિકલ્પ જ બચે છે. જે વિસ્તારમાં કરફ્યૂ લગાવાયો છે ત્યાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રહ્યાં છીએ. પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે અને જનતા લોકડાઉનનું કડક પાલન કરે.
કોરોના રસીશોધની દિશામાં ગુજરાતની લેબને મહત્વની લીડ મળી
ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન
કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી
કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.
ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે
કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર
મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો
શોધવામાં સરળતા રહેશે.
CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત
બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની
એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને
કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન
બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી
શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન
વધુ એક બાબત બની છે.
Reported on 15 April 2020
કોરોનાથી મુક્ત વિસ્તારોમાં ચેપ નહીં ફેલાય એની ખાસ તકેદારી : એક દર્દીના મોત સાથે સૂરતમાં મૃત્યુઆંક 5
ગુજરાતમાં આજે તા.15મી એપ્રિલે સવારે પૂરા થયેલા 12 કલાક દરમિયાન ગુજરાતમાંથી કોરોના પોઝીટીવના વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો પોઝિટીવ દર્દીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 30 થઇ છે.
આજે તા.15મી એપ્રિલે સવારે વધુ નવા ત્રણ પોઝિટીવ કેસ આવ્યા છે. વધુમાં રાંદેરની ૪૫ વર્ષિય મહિલા યાસ્મીનના મોત સાથે કુલ મોતની સંખ્યા 5 પર પહોંચી છે. સૂરતમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 50 થઇ છે જેમાં 2 કેસ જિલ્લા વિસ્તારના છે.
આજરોજ તા.15મી એપ્રિલથી ભારતમાં લૉકડાઉન 2.0 લાગૂ થઇ ચૂક્યું છે ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક નવા અભિગમ સાથે રણનીતિનો અમલ કરી રહ્યા છે. હવે સમગ્ર ધ્યાન હોટસ્પોટ્સમાંથી નવા વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના પહોંચે તેના પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના અનુમાન અનુસાર, જે વિસ્તારોને હોટસ્પોટ્સ જાહેર કરાયા છે ત્યાં કોરોનાને સંપૂર્ણ કાબૂમાં આવવામાં એકાદ મહિનો લાગી શકે છે.
આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યાં જો 28 દિવસ સુધી કોઈ નવો કેસ ના આવે તો ત્યાં
કોરોનાનો પ્રસાર અટકી ગયો છે તેવું માનવામાં આવે છે. તેના કારણે જ લોકડાઉનને પણ
લંબાવવામાં આવ્યું છે.
દેશમાં હાલ 732માંથી 380 જેટલા જિલ્લામાં કોરોના જોવા મળ્યો છે.
રાહતની વાત એ છે કે, 25 જિલ્લા એવા છે કે જ્યાં શરુઆતમાં કોરોનાના કેસ દેખાયા હતા, પરંતુ છેલ્લા 14 દિવસથી ત્યાં કોઈ નવા કેસ નથી નોંધાયા.
મંગળવાર રાત્રે 8 વાગ્યા પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશના વિવિધ
રાજ્યોમાં 944 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જે સોમવારે નોંધાયેલા 1,276 કેસની સરખામણીમાં થોડા ઓછા હતા.
મહારાષ્ટ્રમાં મંગળવારે 350 નવા પોઝીટીવ કેસો
અને આ જ રાજ્યમાં 18 લોકોના મોત પણ થયા હતા. સમગ્ર દેશમાં મંગળવાર તા.14મીએ કુલ 34 લોકોના મોત થયા હતા, જેમાંથી અડધાથી વધુ માત્ર મહારાષ્ટ્રમાં હતા.
ભારતમાં અત્યારસુધી કોરોનાને કારણે 393 લોકોના મોત થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જે દેશના 24 ટકા જેટલા થાય છે. મોતના મામલે પણ દેશમાં
જેટલો મૃત્યુઆંક છે તેના 45 ટકા માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
રાહતની વાત એ છે કે દિલ્હી અને તમિલનાડુમાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. જ્યારે મંગળવારે એમપી, રાજસ્થાનમાં અનુક્રમે 127 અને 108 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં મંગળવારે પાંચ લોકોના મોત
થયા છે. રાજ્યમાં અત્યારસુધી 10 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં મંગળવારે રાત સુધીની સ્થિતિ
છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 33 કેસ સામે આવ્યા છે. આમ, ગઈકાલ રાતથી અત્યારસુધી રાજ્યમાં કુલ 78 નવા કેસ સામે આવ્યા છે. આજે રાજ્યમાં બે દર્દીના મોત પણ થયા છે. આજે પણ અમદાવાદમાં જ સૌથી વધુ કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજના દિવસમાં પાંચ દર્દીને રજા આપવામાં આવી છે. જેમાં ભાવનગરના બે, અમદાવાદના બે, અને સુરતના એક દર્દીનો સમાવેશ થાય છે.
મંગળવારે રાત્રે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૯૯૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૯ પોઝિટિવ અને ૧૯૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા હતા. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૯૮૦ જેટલા સેમ્પલ ટેસ્ટિંગને અંતે કુલ ૬૧૭ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૬ દર્દીઓનો મોત થઇ ચૂક્યાં છે. અમદાવાદમાં સૌથી વધુ ૩૫૧ કેસ નોંધાયા હતા.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૩૭૫૧ લોકો ક્વોરન્ટીન છે. જેમાંથી ૧૨૨૦૮ હોમ ક્વોરન્ટીન, ૧૩૭૪ સરકારી અને ૧૬૯ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. બીજી બાજુ ૨૦ જિલ્લાઓમાં કોરોના વાઈરસ પ્રસરી ચૂક્યો છે. જિલ્લા દીઠ કોરોનાના આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૩૫૧ કેસ અને ૧૩ દર્દીઓના મોત, વડોદરામાં ૧૦૮ અને ત્રણના મોત, સુરતમાં ૪૩ કેસ અને ચાર દર્દીઓના મોત, ભાવનગરમાં ૨૬ કેસ અને બે ના મોત, ગાંધીનગરમાં ૧૬ કેસ અને એકનું મોત, પાટણમાં ૧૪ કેસ અને એકનું મોત, પંચમહાલમાં બે કેસ અને એકનું મોત, જામનગરમાં એક કેસ અને એકનું મોત થયું હતું. કુલ ૬૧૭ કેસમાંથી ૩૩ દર્દીઓ વિદેશ પ્રવાસથી પરત આવેલા ૩૩, આંતરાજ્ય પ્રવાસ કરનારાં ૩૪ અને લોકલ ૫૫૦ દર્દીઓના સમાવેશ થાય છે. કુલ ૨૬ના મોત થયાં છે, જેમાં વિદેશ યાત્રા કરનારાં ત્રણ અને આંતરરાજ્ય પ્રવાસ કરનારાં ત્રણ તેમજ ૨૦ લોકલ દર્દીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદના હોટસ્પોટમાં કોઈ છૂટ નહીં મળે
કોરોના વાઈરસના ૩૫૧થી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધાઈ ચૂકયાં છે ત્યારે હવે તંત્ર દ્વારા ખાસ કરીને કોરોનાગ્રસ્ત વિસ્તારોને અલગ પાડીને તે વિસ્તારોમાં લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરવાનું નક્કી કર્યું છે.
ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલા કાલુપર, દરિયાપુર, જમાલપુર, તેમજ પશ્ચિમ અમદાવાદના આંબાવાડી, ગુલબાઇ ટેકરા સહિતના વિસ્તારોમાં ૨૦મી પછી પણ કોઇ પણ જાતની છૂટછાટ મળી શકશે નહીં. અમદાવાદમાં ૩૫૧ પોઝિટિવ કેસોમાંથી મોટાભાગના કેસો આવાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાંથી જ નોંધાયેલા છે. જેથી આ વિસ્તારો પર હવે પેરા મિલીટરી ફોર્સ સાથેનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બીજી તરફ લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં તા.13મી એપ્રિલે રાત્રે 8 વાગ્યાથી તા.14મી એપ્રિલે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ 42 નવા કેસો ઉમેરાયા હોવાની માહિતી રાજ્યના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
ભારતમાં 3 મે સુધી લોકડાઉન.02, 20 એપ્રિલ સુધી અત્યંત સખ્તાઈથી થશે અમલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે તા.14મી એપ્રિલે સવારે 10 કલાકે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનાના હોટસ્પોટ્સની ઓળખ કરી પહેલાથી પણ ખૂબ જ વધારે સતર્કતા રાખવી પડશે. જે સ્થળો નવા હોટસ્પોટ્સ્ બની શકે તેમ છે ત્યાં પણ કડક પગલાં લેવા પડશે.
તેમણે કહ્યું કે નવા હોટસ્પોટ્સ આપણા માટે નવા સંકટ પેદા કરશે. આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં કઠોરતા હજુ વધારાશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારિકાઈથી પરખાશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે, તેણે કોરોનાને કેટલો કાબૂમાં રાખ્યો છે તે ચકાસવામાં આવશે. જે ક્ષેત્રો હોટસ્પોટ્સમાં ફેરવાય તેમ નથી ત્યાં 20 એપ્રિલ બાદ થોડી છૂટછાટ મળશે.
જોકે, આ છૂટછાટ શરતી હશે, અને ઘરની બહાર નીકળવાના નિયમ સખ્ત રહેશે. જો લોકડાઉનના નિયમનો ભંગ થશે, અને કોરોના આ ક્ષેત્રોમાં દેખાશે તો તમામ છૂટછાટ પાછી લઈ લેવાશે.
ભારતમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓ
કોરોનાના દર્દીઓ માટે ભારતમાં હાલ એક લાખથી વધુ બેડની સવલત ઉપલબ્ધ છે અને દેશમાં 600થી વધુ હોસ્પિટલોમાં માત્ર કોરોનાના દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે. ભારત પાસે ભલે હાલ મર્યાદિત સંસાધન હોય, પરંતુ ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે અને કોરોનાની રસી બનાવવાનું બીડું ઉઠાવે.
ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.
દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67% વધવા સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.
ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક
જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.
ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું
કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની
તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે.
જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં
તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.
દેશના વિવિધ વિસ્તારોમાં રવી પાકની લણણી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. આગામી સમયમાં ઘઉં, ચણા સહિતના અન્ય પાકની મોટાપાયે આવક શરૂ થશે પરંતુ લોકડાઉનના કારણે ખાનગી વાહન વ્યવહાર બંધ હોવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન પણ સ્થગિત થઇ ગયું છે.
વિવિધ માલને લોડ/અનલોડ કરવા માટે મજૂરો પણ ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રતિકૂળ સંયોગો ઉભા થયેલા છે. અત્રે એ ઉલ્લેેખનીય રહેશે કે આ વરસે ચોમાસુ સારૂ રહેતા તમામ સ્તરે પાકમાં વધારો થવાના ગણિત મંડાયેલા છે.
હાલની પ્રતિકૂળ સ્થિતિમાં પાકને ખેતરથી બજાર સુધી લાવવો એ ખૂબ અઘરી બાબત છે. આ સંજોગોમાં વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો અને કૃષિ મંડળીઓ દ્વારા જે તે રાજ્ય સરકાર સમક્ષ કૃષિ પાકના વહન માટે લોકડાઉનની અમલમાં રાહત આપવા રજૂઆત કરાઇ છે.
મધ્ય પ્રદેશના ખેડૂત સંગઠનો દ્વારા વિવિધ જણસોના ભાવમાં થયેલ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. મધ્ય પ્રદેશના ખેડૂતોના જણાવ્યા મુજબ લોકડાઉનના કારણે અહીંના બજારો બંધ થયા તે પહેલા જ મધ્ય પ્રદેશમાં ચણા અને મસ્ટર્ડ (રાઇ)ના ભાવ ટેકાના ભાવથી ૨૦ થી ૩૦ ટકા નીચા ચાલતા હતા.
આમ પણ નવા પાકની આવકો બજારમાં મોટાપાયે ઠલવાય તે સાથે જે તે જણસના ભાવ પણ ઘટતા હોય છે. તેથી આ મુદ્દાને લઇને મધ્ય પ્રદેશના ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. આ સઘળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્ધસોર્ટીયમ ઓફ ઇન્ડિયન ફાર્મર્સ એસોસીએશને લણણીની આ સિઝનને ધ્યાનમાં રાખી લોકડાઉનમાં છૂટછાટ આપવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રોસરી ચેઇન્સ, ઇ-કોમર્સ કંપનીઓ તેમજ વેપારીઓને સીધા ખેતરમાંથી જ ખરીદી કરવા છૂટ આપવા રજૂઆત કરાઇ છે.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોમવાર તા.14મી એપ્રિલે બપોરે બાર વાગ્યે અમદાવાદ ખાતે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં લોકડાઉન વધારવું કે નહીં તે આવતીકાલે એટલે કે મંગળવાર તા.14મી એપ્રિલના રોજ સત્તાવાર રીતે જાહેર થશે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લૉકડાઉન સંદર્ભે એક્શન પ્લાન કેન્દ્રને સોંપી દીધો છે. ગુજરાતમાં ઉદ્યોગોને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે એવી તેમણે ધરપત પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાહેર જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તેના માટે ખાસ વિચાર કરવામાં આવશે.
ગુજરાતની વાત કરીએ તો આજે તા.13મી એપ્રિલે સવારે 10 વાગ્યે ગુજરાત સરકારની સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં કુલ 22 નવા કેસો સામે આવ્યા છે. જેમાં અમદાવાદના કુલ 13 કેસો છે. અમદાવાદમાં કેસોની સંખ્યા 295 થઇ છે. સૂરતમાં પોઝીટીવ કેસોની સંખ્યા કુલ 33 થઇ છે જેમાં બે ગ્રામ્ય વિસ્તારના છે. ગુજરાતમાં કુલ 26 લોકોના મોત થયા છે જ્યારે 47 દર્દીઓ રિકવર થઇને પોતાના ઘરે પહોંચી ગયા છે.
સૂરતમાં સોમવારે મળેલા બે નવા કેસો રામપુરા સ્થિત લોખાત હોસ્પિટલ સાથે સંકળાયેલા 2 કર્મચારીઓના છે, 1. ઇમરાન હનીફભાઇ પઠાણ 2. શબનમ મકસૂદ અંસારી
કોરોના લોકડાઉનની સ્થિતિમાં ગુજરાત સરકારે રાજ્યમાં APL-1 (એબોવ પોવર્ટી લાઇન) કાર્ડધારકોના પરિવારોને એપ્રિલ મહિનાનું અનાજનું વિમામુલ્યે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આજથી ગુજરાતના લગભગ 60 લાખ પરિવારો સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે અનાજ મેળવી શકશે. આ નિર્ણયથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોના 3 કરોડથી વધુ મધ્યમ વર્ગીય લોકોને હવે કોરોના મહામારી દરમિયાન લાભ મળશે.
રેશનકાર્ડના છેલ્લા નંબર મુજબ અનાજ વિતરણની વ્યવસ્થા 13 એપ્રિલ: રેશનકાર્ડ છેલ્લો નંબર 1 અને 2 14 એપ્રિલ: છેલ્લો નંબર 3 અને 4 15 એપ્રિલ: છેલ્લો નંબર 5 અને 6 16 એપ્રિલ: છેલ્લો નંબર 7 અને 8 17 એપ્રિલ: છેલ્લો નંબર 9 અને 0 18 એપ્રિલ: વિશેષ કારણોસર બાકી રહી ગયેલા લોકો માટે
આટલું અનાજ મળશે
એપ્રિલ મહિના માટે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. જોકે, સીએમ રૂપાણીએ એવી પણ અપીલ કરી છે કે રાજ્યમાં જે સુખી સપન્ન લોકો છે તેમના હિસ્સાનું અનાજ જતું કરે તો વધુ પ્રમાણમાં લોકોને અનાજ મળી શકે છે.
ઘર બેઠાં જરૂરી સામાન મળે તેવી વ્યવસ્થા થશે ‘હોટસ્પોટ’માં લોકો બહાર ન નીકળે : કેન્દ્રીય ગૃહ મંત્રાલય
‘હોટસ્પોટ’ વિસ્તારોમાં વખતે લોકો ઘરની બહાર ન નીકળે અને કોરોના વાઇરસ વધુ ન ફેલાય એ માટે રાજ્ય સરકારો જીવન જરૂરિયાતની વસ્તુઓની ઘરપહોંચ થાય એની વ્યવસ્થા કરી રહી હોવાની માહિતી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપી હતી.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુન્યા સલિલાએ જણાવ્યું હતું કે જ્યાં વાઇરસ વધુ ફેલાયો હોય એવા હોટસ્પોટ વિસ્તારોમાં રહેતા લોકો ઘરની બહાર ન નીકળે એ માટે રાજ્ય સરકારો જરૂરિયાતની વસ્તુઓની ઘરપહોચ થાય એની વ્યવસ્થા કરી રહી છે. આ માટે તેઓ સ્વયંસેવકો અને સમાજસેવી સંસ્થાઓની મદદ પણ લેશે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે કે તેઓ આંતરરાજ્ય અને રાજ્યની બહાર દરેક પ્રકારનો સામાન કે વસ્તુઓ લઇને જતા કે આવતા વાહનોને રોક્યા વગર જવા દે. ગોડાઉનો અને કોલ્ડ સ્ટોરેજમાં દરેક પ્રકારની વસ્તુઓ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ કેટેગરીમાં કંપનીઓની અંદરના ગોડાઉનોને પણ આવરી લેવામાં આવ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓના મજૂરો અને કર્મચારીઓને સરળતાથી પરવાનગીના પાસ મળી રહે એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને અમે એમને એ પ્રક્રિયા સરળ બનાવવાનો આદેશ આપ્યો છે.
અમદાવાદમાં હવે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારાને ₹ ૫૦૦૦નો દંડ
કોરોના સંકટની ચરમસીમાને પગલે હવે લોકડાઉન વચ્ચે પણ કોઇ પણ વ્યકિત જરૂરી કામ માટે માસ્ક કે ચેહરા પર દુપટ્ટો કે રૂમાલ પહેર્યા વગર નીકળશે તો તેને રૂ. ૫ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુ.કમિશનર વિજય નહેરા જણાવ્યું હતું કે, માસ્ક વિના બહાર નીકળતા લોકોને ૫૦૦૦નો દંડ કરવામાં આવશે. દંડ નહીં ભરનાર સામે ગુનો નોંધવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને ત્રણ વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.
જો કે માસ્કમાં રૂમાલ અને મહિલાઓને દુપટ્ટો હશે તો પણ ચાલશે. ૧૩ એપ્રિલની સવારે ૬ વાગ્યાથી તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત છે. તમામ માસ્ક પહેરે તે જરૂરી છે.માસ્ક પહેરવાથી સંક્રમણ અટકાવી શકાય છે. ૧૩ એપ્રિલથી મનપાની ટીમો રોડ પર ફરશે અને જો કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ફટકારવામાં આવશે.
રાજ્યમાં કુલ ૧૦ હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ થયા
ગુજરાતમાં કોરોના કેસના પ્રારંભથી રવિવાર તા.12મી એપ્રિલે સાંજે 8 વાગ્યા સુધીમાં સુધીમાં કુલ ૧૦૯૯૪ લોકોના સેમ્પલ લઇને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ 514 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જોકે
ગુજરાતમાં રવિવાર તા.12મી એપ્રિલે રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન કુલ ૨૬૬૩ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાંથી ૬૧ લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે રવિવારે સવારે કુલ ૧૧૬ રીપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યાં હતા.
રવિવારે સાંજે વડોદરામાં વધુ ચાર કેસ નોંધાયાં હવે એકલા વડોદરામાં જ કેસનો આંકડો ૧૦૦ ની નજીક પહોંચી ચૂક્યો છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે સવાર સુધીમાં વધુ ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૨૩ કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. જ્યારે કલોલ તાલુકના રાંચરડા ગામમાં ૬ વર્ષના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં કોઈ સીધો સંપર્ક જોવા મળ્યો નથી અને બાળકની તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૪૯૩ દર્દીમાંથી ૨૩ના મોત થયા છે. જ્યારે ૪૨૨ની હાલત સ્થિર અને ૪ દર્દી વેન્ટીલેટર પર છે. ૨૪ કલાક દરમિયાન ૨૬૬૩ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૧ પોઝિટિવ અને ૨૪૮૬ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૧૧૬ રિપોર્ટ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં ૧૦૯૯૪ ટેસ્ટ કર્યાં, ૪૯૩ પોઝિટિવ, ૧૦૩૯૭ અને ૧૧૬ પેન્ડિંગ છે.
ભારતમાં 6 દિવસમાં બમણા થઇ ગયા કેસો
ભારતમાં 6 દિવસ પૂર્વે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 4500 જેટલી હતી, ફક્ત 6 જ દિવસમાં આ આંકડો બમણો થઇ ગયો છે. રવિવારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 9,000ના આંકડાને પાર કરી ગઈ છે. કોરોના વાયરસે દેશમાં અત્યાર સુધીમાં 300 લોકોના જીવ હણી લીધા છે. માત્ર રવિવારે જ કોરોનાના 763 કેસ સામે આવ્યા અને 39 દર્દીઓના મોત થયા હતા.
ભારત સ્ટેટવાઇઝ કેસીસ તા.13 એપ્રિલ સવારે 11 વાગ્યે
STATE
Cases
Death
MAHARASHTRA
1985
149
DELHI
1154
24
TAMIL NADU
1075
11
RAJASTHAN
804
3
M.P.
564
36
GUJARAT
516
25
TELANGANA
504
9
U.P.
483
5
A.P.
427
7
KERALA
376
2
J.K.
245
4
KARNATAKA
232
6
HARYANA
185
3
WEST BENGAL
152
7
PUNJAB
151
11
BIHAR
64
1
ODISHA
54
1
UTTARAKHAND
35
0
HIMACHAL
32
1
CHHATTISGARH
31
0
ASSAM
29
1
CHANDIGARH
21
0
JHARKHAND
19
2
LADAKH
15
0
ANDAMAN
11
0
GOA
7
0
PUDUCHERRY
7
0
MANIPUR
2
0
TRIPURA
2
0
MIZORAM
1
0
ARUNACHAL
1
0
તા.12મી એપ્રિલે પોસ્ટ કરાયેલા સમાચાર
સૂરતમાંથી કુલ 7 દર્દીઓ રિકવર થઇને ઘરે ગયા
રાજ્યમાં કોરોનાના કન્ફર્મ કેસનો આંકડો 500 ની સંખ્યા નજીક પહોંચી ગયો છે. જોકે, કોરોના પોઝીટીવ કેસો જે વિસ્તારમાંથી મળી રહ્યા છે એ જોતા ગુજરાતના આરોગ્ય વિભાગે અપનાવેલી નીતિને સફળતા મળી છે કેમકે આ એરીયાને હોટસ્પોટ તરીકે જ સ્થાપિત કરીને સીલ કરી દેવામાં આવ્યા છે. એટલે ચિંતાજનક સ્થિતિ કરતા કેસો મળી રહ્યા છે એ બાબત મહત્વની બની છે.
દરમિયાન શનિવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં નોંધાયેલા નવા 90 કેસ બાદ રવિવારે સવારે 10 વાગ્યે વધુ નવા 25 કેસોની જાહેરાત કરવામાં આવી હતી. આ નવા 25 કેસોમાંથી 23 અમદાવાદ અને 2 વડોદરાના હોવાનું જાણવા મળ્યું છે.
એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં જેટલા
પોઝિટિવ કેસ છે જેમાંથી પચાસ ટકા જેટલા એકલા (243 કેસ) અમદાવાદના છે. અમદાવાદ ઉપરાંત, વડોદરામાં પણ કન્ફર્મ કેસનો આંકડો 95 પર પહોચી ગયો હતો.
શનિવારે રાત્રે 8 વાગ્યે સરકારે આપેલી
માહિતી મુજબ રાજ્યમાં જે 468 કન્ફર્મ કેસ નોંધાયા છે તેમાં લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ
બનનારા દર્દીની સંખ્યા 403 જેટલી છે. આ ઉપરાંત, જે 22 લોકોના મોત થયા છે તેમાંથી 16 દર્દીને લોકલ ટ્રાન્સમિશનથી તેનો ભોગ બન્યા હતા.
સરકાર દ્વારા શનિવારે રાત્રે 8 વાગ્યે
આપેલી માહિતી મુજબ 2045 ટેસ્ટ કરાયા છે, જેમાં છેલ્લા 12 કલાકમાં જ 1432 ટેસ્ટ કરાયા છે. કુલ 2045
ટેસ્ટમાંથી 407 સિવાયના તમામ લોકોના રિઝલ્ટ આવી ચૂક્યા છે. રાજ્યમાં છેલ્લા બાર
કલાકમાં જે નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 15, વડોદરા 18, ભરુચ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં
ત્રણ દર્દીના મોત પણ થયા છે, અને ત્રણેય મૃતકો અમદાવાદના છે.
આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના
જણાવ્યા અનુસાર, અમદાવાદમાં જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે તે સિવાયના
વિસ્તારોમાં પણ હવે સેમ્પલ લેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના જે 14 જિલ્લામા કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો
તેવા જિલ્લામાં પણ સેમ્પલ લેવાનું શરુ કરાયું છે. આજે જુનાગઢ, નવસારી, તાપી, અમરેલી અને બનાસકાંઠામાં સેમ્પલ લેવાયા હોવાનું તેમણે જણાવ્યું
હતું.
રાજ્યમાં હાલ 468માંથી 402 દર્દીઓ એક્ટિવ છે, અને તેમાંથી 4ની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રખાયા છે, જ્યારે 398 સ્ટેબલ છે. ડીસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા 44 થાય છે જ્યારે 22 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં આજે દરિયાપુર, નવરંગપુરા, જમાલપુર, નારણપુરા, સારંગપુર જેવા વિસ્તારોમાં નવા કેસ સામે આવ્યા છે.
India Update
STATE
Cases
Death
MAHARASHTRA
1761
127
DELHI
1069
19
TAMIL NADU
969
10
RAJASTHAN
700
3
M.P.
532
36
TELANGANA
504
9
U.P.
452
5
GUJARAT
495
23
A.P.
381
6
KERALA
364
2
KARNATAKA
214
6
J.K.
207
4
HARYANA
177
3
PUNJAB
151
11
WEST BENGAL
134
5
BIHAR
63
1
ODISHA
50
1
UTTARAKHAND
35
0
HIMACHAL
32
1
ASSAM
29
1
CHANDIGARH
19
0
CHHATTISGARH
18
0
JHARKHAND
17
1
LADAKH
15
0
ANDAMAN
11
0
GOA
7
0
PUDUCHERRY
7
0
MANIPUR
2
0
TRIPURA
2
0
MIZORAM
1
0
ARUNACHAL
1
0
ICMRએ કહ્યું કે શનિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં 1,64,773 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કોવિડ-19ના સંક્રમણ અંગે તપાસ કરવા માટે કુલ 1,79,374 સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 4.3 ટકા લોકો પોઝિટિવ જોવા મળ્યા છે. રાજ્યો દ્વારા મળેલા અહેવાલ અનુસાર શનિવારે દેશમાં કોવિડ-19ના 825 નવા કેસ આવ્યા છે. આ પહેલા શુક્રવારે દેશમાંથી 863 જેટલા નવા કેસ સામે આવ્યા હતા.
દેશમાં પહેલીવાર 24 કલાકમાં 1000 કરતા વધારે નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આંકડાઓ જોઈએ તો પાછલા 3 દિવસમાં દેશમાં કોરોનાનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી ગયો છે. તેવામાં દેશવ્યાપી લોકડાઉનને હજુ આગામી 2 સપ્તાહ સુધી વધારવામાં આવશે તેવું નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8300ને પાર થઈ ગઈ છે.
ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.
દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ
તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી
એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67%ની વૃદ્ધીદર સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.
ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક
જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.
ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું
કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની
તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે.
જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં
તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.
Cases : 10,363
Deaths : 339
Recovered : 1,036
Active Cases : 8,988
STATE
Case
Death
Recover
MH
2334
160
217
DL
1510
28
30
TN
1173
11
58
RJ
873
3
21
MP
604
43
44
TG
562
16
100
UP
558
5
49
GJ
539
26
54
AP
432
7
11
KL
379
3
198
JK
270
4
16
KA
247
6
59
WB
190
7
36
HR
185
3
29
PB
167
11
14
BR
65
1
26
OR
54
1
12
UK
35
0
5
HP
32
1
13
CG
31
0
10
AS
31
1
0
JH
24
2
0
CH
21
0
7
LADAKH
15
0
10
AN
11
0
10
PY
7
0
1
GA
7
0
5
MN
2
0
1
TR
2
0
0
NL
1
0
0
MZ
1
0
0
AR
1
0
0
Update on 12 April 11 Am
Confirmed Cases : 8,356
Total Deaths : 273
Total Recovered : 716
Active Cases : 7,367
STATE
Cases
Death
MAHARASHTRA
1761
127
DELHI
1069
19
TAMIL NADU
969
10
RAJASTHAN
700
3
M.P.
532
36
TELANGANA
504
9
U.P.
452
5
GUJARAT
495
22
A.P.
381
6
KERALA
364
2
KARNATAKA
214
6
J.K.
207
4
HARYANA
177
3
PUNJAB
151
11
WEST BENGAL
134
5
BIHAR
63
1
ODISHA
50
1
UTTARAKHAND
35
0
HIMACHAL
32
1
ASSAM
29
1
CHANDIGARH
19
0
CHHATTISGARH
18
0
JHARKHAND
17
1
LADAKH
15
0
ANDAMAN
11
0
GOA
7
0
PUDUCHERRY
7
0
MANIPUR
2
0
TRIPURA
2
0
MIZORAM
1
0
ARUNACHAL
1
0
સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર બન્યું કોરોનાનું હૉટસ્પૉટ
મધ્ય પ્રદેશનું ઇન્દોર શહેર એક સમયે વ્યાપારી તેમ જ સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું હતું અને સૌથી સ્વચ્છ શહેર તરીકે ગણાતું હતું, પરંતુ અત્યારે આ શહેર કોરોના વાઇરસના ચેપની ચપેટમાં આવી ગયું છે અને કોવિડ-૧૯ના હૉટસ્પૉટ બની ગયું છે.
ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સતત ત્રીજી વખત દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત ઇન્દોર પખવાડિયાથી કર્ફ્યુ હેઠળ છે. ઇન્દોરની મહાનગર પાલિકાએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન શહેરભરમાંથી કચરો નાબૂદ કર્યો છે અને દરેક ઘર દ્વારા સૂકો તથા લીલો, એમ અલગ કચરો જમા કરવામાં આવે એવી યોજનાને ૧૦૦ ટકા સફળ બનાવી છે. ઇન્દોરમાં કોવિડ-૧૯ના ૧૭૩ કેસ નોંધાયા છે અને ૧૬ જણના મૃત્યુ નીપજ્યા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડવામાં શરૂઆતના તબક્કાઓમાં જે વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી હતી એ બદલ ઇન્દોરના સ્થાનિક વહીવટીતંત્રની ટીકા થઈ રહી છે.
આરોગ્ય ક્ષેત્રના કાર્યકર અમૂલ્ય નિધિએ જણાવ્યું હતું કે ‘ઇન્દોર કમર્શિયલ શહેર છે અને હજારો લોકો રેલવે તથા રોડ માર્ગે શહેરમાં આવતા તથા જતા હોય છે. જોકે, આવા બધા જ મુલાકાતીઓનું શરૂઆતમાં સ્ક્રીનિંગ નહોતું થયું એ વહીવટીતંત્રની મોટી ભૂલ હતી.’ ૩૦ લાખ લોકોની વસતિ ધરાવતા ઇન્દોરમાં જિલ્લા વહીવટીતંત્રએ ૨૩મી માર્ચે શહેરમાં લૉકડાઉન જાહેર કર્યું હતું.
દેશમાં સંખ્યા વધીને છ હજારને આંબી ગઈ
ભારતમાં કોરોના ચેપના દરદીઓની સંખ્યા વધીને છ હજારની નજીક પહોંચી ગઇ છે અને તેમાં સૌથી વધુ માઠી અસર મહારાષ્ટ્રમાં જ થઇ છે તેમ જ ગુજરાતમાં પણ આવા દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
દેશમાં ગુરુવારે કોરોના વાઇરસના રોગચાળામાં ઓછામાં ઓછા ૧૮ જણ મૃત્યુ પામ્યા હતા અને તેમાં મહારાષ્ટ્રમાંના ૯, ગુજરાતના ૩, જમ્મુ અને કાશ્મીરના બે, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુના એક-એક દરદીનો સમાવેશ થતો હતો.
ઓડિશાએ લોકડાઉનને મહિનાના અંત સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી અને દેશના અનેક રાજ્ય પણ આવું પગલું ભરે એવી શક્યતા છે.
વિશ્ર્વભરમાં આ રોગચાળો ૧૯૨ દેશમાં ફેલાઇ ગયો છે અને અત્યાર સુધીમાં અંદાજે ૮૭,૩૨૦ લોકો મૃત્યુ પામ્યા છે.
ચીન ઉપરાંત અમેરિકા, ઇટલી, સ્પેન, બ્રિટન, દક્ષિણ કોરિયા સહિતના અનેક દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે રોગચાળાને વિશ્ર્વભરમાં મંદી આવવાનો અને તેને લીધે દુનિયાના અંદાજે લાખો લોકો ગરીબ થઇ જવાનો ભય વ્યક્ત કર્યો હતો.
ચીનના વુહાન શહેરમાંથી વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાનો ચેપ લાખો લોકોને લાગ્યો છે અને મરણાંકમાં સતત વધારો થઇ રહ્યો છે. વિવિધ સરકાર લૉકડાઉન સહિત આરોગ્ય સુવિધા વધારવા પગલાં લઇ રહી છે.
દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીથી ગુરુવારે રાત સુધીમાં મૃતકોની સંખ્યા 90 હજારને પાર પહોંચી ગઈ છે. કુલ 90,938 મૃત્યુમાં અડધાથી વધુ પેશન્ટ માત્ર અમેરિકા, ઈટાલી અને સ્પેનના છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સમય અનુસાર સવારે ચાર વાગ્યા સુધીના દુનિયાભરના દેશોના આંકડાનો સરવાળો કરી કુલ મૃત્યુનો આંકડો જાહેર કર્યો છે.
ઈટાલીમાં અત્યારસુધી સૌથી વધુ 18,279 લોકોના મોત થયા છે. ત્યારબાદ સ્પેનમાં 15,238 લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. દુનિયામાં સૌથી વધુ દર્દીઓ ધરાવતા અમેરિકામાં અત્યારસુધી 14,830 લોકો મોતને ભેટી ચૂક્યા છે. અમેરિકાનું ન્યૂયોર્ક કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંનું એક છે. અહીં સતત ત્રીજા દિવસે કોરોનાને લીધે 799 લોકોના મોત થયા છે.
ફ્રાંસમાં પણ અત્યારસુધી 10,869 લોકોએ આ વાયરસને કારણે જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમાં સત્તાવાર રીતે 15.34 લાખ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો હોવાનું કન્ફર્મ થયું છે. ભારતમાં પણ તેના 5,865 દર્દી નોંધાયા છે, જ્યારે દેશનો કુલ મૃત્યુઆંક 169 પર પહોંચ્યો છે. કોરોનાને રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે જે 14 એપ્રિલે પૂરું થઈ રહ્યું છે, પરંતુ તેને લંબાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
કોરોના વાયરસની જ્યાં ઉત્પત્તિ થઈ હતી તેવા ચીનમાં તે સંપૂર્ણપણે કાબૂમાં આવી ચૂક્યો છે. કોરોનાના એપિસેન્ટર એવા વુહાનમાં બે મહિના બાદ લોકડાઉન ખોલી દેવામાં આવ્યું છે. સમગ્ર ચીન કોરોનાની અસરમાંથી બહાર આવીને ધમધમતું થઈ ગયું છે. જોકે, ચીનના જ પાડોશી દેશોમાં આ વાયરસ હજુય બેકાબૂ છે.
આજે લૉકડાઉન અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે : PM મોદી અને રાજ્યોના CM વચ્ચે વિડીયો મીટ : ગુજરાતે પોતાની રણનીતિ કેન્દ્રને મોકલી
ગુજરાત અપડેટ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 432 એ પહોંચી છે. કુલ 34 વ્યક્તિઓ રિકવર થઇ ચૂક્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે કુલ 228 નોંધાયા છે. એ પછી વડોદરામાંથી કુલ 77 કેસો મળ્યા છે. જ્યારે સૂરતમાં આજે તા.11 એપ્રિલે સવારે વધુ એક કેસ મળતા કુલ આંકડો 28 પર પહોંચ્યો છે. જેમાં સૂરત શહેર વિસ્તારમાંથી 26 તથા જિલ્લા વિસ્તારમાંથી 2 કેસ મળ્યા છે. ભાવનગરમાં કુલ કેસ સંખ્યા 23ની થઇ છે.
રાજ્યમાં તા.11 એપ્રિલે સવારે 10 વાગ્યે
નવા 54 કોરોના + ve કેસ
રાજ્યમાં કુલ કોરોના + ve – 432
કોરોનાથી કુલ મોત – 19
રિકવરી – 34
અમદાવાદ 228 ( 7 )
વડોદરા 77 ( 2 )
સુરત 28 ( 4 )
ભાવનગર 23 ( 2
રાજકોટ 18
ગાંધીનગર 14 ( 1 )
પાટણ 14
પોરબંદર 3
ગીર સોમનાથ 2
ભરૂચ 7
કચ્છ 4
મહેસાણા 2 ( 1 )
સાબરકાંઠા 1
આણંદ 5
મોરબી 1
છોટાઉદેપુર 2
પંચમહાલ 1 ( 1 )
જામનગર 3 ( 1 )
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને
વડોદરામાં કોરોનાનું સંકટ ઘેરું દિનપ્રતિદિન ઘેરું બની રહ્યું છે. વડોદરામાં તા.10મી
એપ્રિલને શુક્રવાર બ્લેક ફ્રાઇડે બની ગયો હતો. કોરોનાના વધુ 20 કેસ નોંધાતા વડોદરામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ 59એ પહોંચી ગઇ હતી.
વડોદરાના ક્લસ્ટર ઝોન જાહેર કરાયેલા
વિસ્તાર નાગરવાડા અને સૈયદપુરામાંથી વધુ 20 કેસ સામે આવ્યા હતાં. જેમાંથી 11 પુરુષ અને 9 સ્ત્રીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે વડોદરામાં લોકલ
ટ્રાન્સમિશનથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે નાગરવાડા અને
સૈયદપુરાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
અમદાવાદમાં 540 ટેસ્ટમાંથી 44 પોઝિટિવ મળ્યાં છે. જેમાં 36 જેટલા પુરુષ અને 8 મહિલાઓ છે. આ સાથે જ શુક્રવારે દિવસ
દરમિયાન ભરૂચમાં 3, સુરતમાં 3
મળીને રાજ્યભરમાંથી 70 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી
કુલ આંકડો 378એ પહોંચી ગયો હતો.
કોરોનાના વધતા કહેરની સાથે જ આજે
ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ એમ વધુ 3 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે જ
દર એક લાખે 102 ટેસ્ટ થઈ રહ્યાં છે. આ સાથે જ આરોગ્ય સચિવ જયંતિ રવિએ એ પણ
જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 16000
ટેસ્ટ કરવામાં
આવ્યાં છે. જેમાંથી ગુજરાતે 1540
ટેસ્ટ કર્યાં છે.
પીએમ મોદી ગઇ તા.2જી એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટીંગ કરી ચૂક્યા છે : આજે 11 એપ્રિલે પુન વિડીયો મીટીંગ
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
આજરોજ તા.11મી એપ્રિલને શનિવારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લૉકડાઉન તેમજ
કોરોના વિરુદ્ધના યુદ્ધની રણનીતિના અગત્યના મુદ્દા પર દેશના તમામ રાજ્યોના
મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે. અગાઉ ગઇ તા.2જી એપ્રિલે પણ વડાપ્રધાન
મુખ્યમંત્રીઓની સાથે વિડીયો મીટિંગ કરી ચૂકયા છે. ગઇ તા.8મી એપ્રિલે વડાપ્રધાન
શ્રી મોદીએ સંસદ અને રાજ્યસભાના તમામ પક્ષોના પ્રતિનિધિઓની સાથે મીટિંગ કરી હતી. આ
મિટીંગમાં શ્રી મોદીએ હિંટ આપીને કહ્યું હતું કે તેઓ દેશભરમાં લાગૂ લોકડાઉનની
સમયમર્યાદામાં ફેરફાર કરવાનો નિર્ણય કરતાં પહેલાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે
વિચાર વિમર્શ કરશે.
અગાઉ ભાજપાના સ્થાપના દિવસે પણ વડાપ્રધાન
એ વાતનો સંકેત આપી ચૂક્યા છે કે આવનાર 14મી એપ્રિલના રોજ લોકડાઉન સંપૂર્ણપણે હટાવવું
મુશ્કેલ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા દરેક જીવની
સુરક્ષા છે. લોકડાઉનના વિસ્તારના મુદ્દા પર તેમણે કેટલાંય જિલ્લાના જિલ્લાધિકારીઓ
સાથે વાત કરી અને તમામને એકમત થઇ લોકડાઉનની સમય મર્યાદાને આગળ વધારવા પર સહમતિ
વ્યકત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આખા દેશમાં એક સાથે લોકડાઉન હટાવું શકય
નથી.
ઓરિસ્સા બાદ પંજાબમાં પણ લોકડાઉનની અવધિ વધી
પંજાબના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં
કોરોનાના મળી રહેલા કેસોને પગલે લૉકડાઉન પિરીયડ લંબાવવાની જાહેરાત કરી દીધી છે.
અગાઉ નવીન પટનાયક સરકારે રાજ્યમાં લોકડાઉનને 30મી એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી ચૂક્યા
છે. જે બાદ તા.10મી એપ્રિલે પંજાબ સરકારે પણ રાજ્યમાં લોકડાઉન આગળ વધારીને 30 એપ્રિલ અંતિમ તારીખ જાહેર કરી છે.
ગુજરાત સરકારે લૉકડાઉન સંભવિત રણનીતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો
કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી મોદીએ
જાહેર કરેલી 21 દિવસના
ડેડલાઇન પૂરી થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે લૉકડાઉન લિફ્ટીંગ અંગે ગુજરાતની
સંભવિત રણનીતિનો એક રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય
સરકારો સાથે ચર્ચા કરીને 14મી
એપ્રિલ બાદ લોકડાઉનને કેવી રીતે ખોલી શકાય તે બાબતે મંતવ્યો મગાવ્યા હતા. જેમાં
ગુજરાત સરકારે આ ભલામણો મોકલી હતી.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુજરાત
સરકાર લૉકડાઉન ઉઠવવા અંગે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરશે.
ગુજરાત સરકરારે કેન્દ્રને લોકડાઉનમાં તબક્કાવાર
ઢીલ આપવા વિશે એક રિપોર્ટ હાઇલેવલના અધિકારીઓ પાસે તૈયાર કરાવ્યો છે અને એ
હાઈ-લેવલ કમિટીએ કોવિડ-19ના
કેસો અને ક્વોરન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યાને આધારે રાજ્યને ત્રણ- ગ્રીન, યેલો
અને રેડ ઝોનમાં દઇને લૉકડાઉન ઉઠાવવા અંગેની રણનીતિ તૈયાર કરી છે.
રાજ્ય સરકારે તેવા પણ સૂચનો કર્યા છે કે પહેલા
ફેઝમાં જરૂરી સુવિધાએ માટે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એકમોને છૂટ આપવામાં આવે.
અન્ય કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ગાઈડલાઈન્સ મુજબ સુરક્ષા અને સાવધાની
સાથે બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં તેવો પણ ઉલ્લેખ છે કે
સ્કૂલ, કોલેજ
અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ લોકડાઉન બાદના બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે.
લોકડાઉન સંપૂર્ણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી દરેક માટે માસ્ક ફરજિયાત
દરેક પ્રકારનું સામૂહિક પરિવહન લોકડાઉન રહે ત્યાં સુધી સંપૂર્ણ બંધ
ધાર્મિક, રાજકીય અને સામાજિક રીતે મિટીંગ મેળાવડા પર પ્રતિબંધ
બધી સરકારી ઓફિસ 50 ટકા સ્ટાફ સાથે વૈકલ્પિક દિવસોમાં ચાલુ રહેશે
રેસ્ટોરન્ટ પહેલા ફેઝમાં પાર્સલ સર્વિસ જારી રાખશે અને બાદમાં પોતાના પ્રિમાઈસીસમાં લોકડાઉન સુધી સર્વ કરી શકશે.
India Update 11 April 2020 @ 10 am
Confirmed Cases : 7,447
Total Deaths : 239
Total Recovered : 643
Active Cases : 6,565
STATE
Cases
Death
MAHARASHTRA
1574
110
TAMIL NADU
911
8
DELHI
903
13
RAJASTHAN
553
3
TELANGANA
473
7
M.P.
435
33
U.P.
431
4
KERALA
364
2
A.K.
363
6
GUJARAT
308
19
KARNATAKA
207
6
J.K.
207
4
HARYANA
177
3
PUNJAB
132
11
WEST BENGAL
116
5
BIHAR
60
1
ODISHA
48
1
UTTARAKHAND
35
0
ASSAM
29
1
HIMACHAL
28
1
CHHATTISGARH
18
0
CHANDIGARH
18
0
LADAKH
15
0
JHARKHAND
14
1
ANDAMAN
11
0
GOA
7
0
PUDUCHERRY
5
0
MANIPUR
2
0
MIZORAM
1
0
TRIPURA
1
0
ARUNACHAL
1
0
Reported on 10 April 2020
શુક્રવાર સવારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો કે જ્યાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ મળ્યો ન હતો ત્યાં એક સાથે ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન મળ્યું છે.
ભરૂચમાં મળેલા ચારેય દર્દીઓનું દિલ્હી સ્થિત નિઝામુદ્દીન જમાત સાથે કનેકશન ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે.
ચારેય જમાતીઓ તામિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા બાદ બાય રોડ ભરૂચ આવી ને તા. 12 થી 17 માર્ચ એક મસ્જિદ માં રોકાયા હતા. તા 17 માર્ચે ભરૂચથી ઇખર રવાના થયા હતા અને તા. 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા. તા 23 માર્ચે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામને આઇડેન્ટિફાઇડ કરી ઇખર ખાતે એક ખાલી મકાનમાં ક્વોરન્ટાઇન કરાયા હતા.
ગુજરાતમાં કોરોનાના 76 નવા કેસ: કુલ આંકડો 262 પર પહોંચ્યો, બે-ચાર દિવસ હજુ કેસ વધશે
ગુરુવારે સવારે ગુજરાતમાં કોરોનાના 55 નવા કેસ સામે આવ્યા બાદ ગુરુવારે સાંજ સુધીમાં વધુ 21 નવા કેસ કન્ફર્મ થયા છે. આરોગ્ય ખાતાના સચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હોટસ્પોટ વિસ્તારોને સીલ કરી મોટી સંખ્યામાં ટેસ્ટ કરવામાં રહ્યા છે, જેથી કન્ફર્મ કેસનો આંકડો વધે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાંથી કોરોનાનો ચેપ બહાર ના જાય તે માટે મોટાપાયે કામગીરી કરાઈ રહી છે.
ગુજરાત અપડેટ તા.10 એપ્રિલ સવારે 10 વાગ્યે
અમદાવાદ- 153
વડોદરા 39
સુરત- 24
રાજકોટ- 18
ગાંધીનગર-14
ભાવનગર- 22
પાટણ-14 (એક જ પરિવારના સંપર્કથી)
ભરૂચ 4
કચ્છ 2
મહેસાણ 2
ગીરસોમનાથ 2
પોરબંદર- 3
પંચમહાલ-1
છોટાઉદેપુર-2
સાબરકાંઠા 1
મોરબી 1
દાહોદ 1
સાબરકાંઠામાં 1
આણંદ -2
વડોદરાના રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં વધુ 17 પોઝિટીવ કેસ મળતા ખળભળાટ
વડોદરામાં રેડ ઝોન જાહેર થયેલા નાગરવાડા વિસ્તારમાંથી માસ સેમ્પલ લઇને ચકાસણી કરવાના પ્રક્રિયા દરમિયાન ૧૭ વ્યક્તિઓમાં કોરોનો પોઝિટીવ આવ્યો હતો. આ જ વિસ્તારમાંથી આજે સવારે ત્રણ કેસ પોઝિટીવ આવ્યા હતા. આમ વડોદરાના કોરોના પોઝિટીવની સંખ્યા ૩૯ પર પહોચી ગઇ હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના જણાવ્યા પ્રમાણે જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા એ પૈકી ૧૭ નવા કોરોના પોઝિટીવ કેસો જણાયા છે.
રાજકોટના જંગલેશ્વરમાંથી વધુ પાંચ પોઝિટિવ
કોરોના વાયરસનું સંક્રમણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધી રહ્યું હોવાનું જણાય છે. રાજકોટના કોરોના વાયરસ માટેના હોટ સ્પોટ જંગલેશ્વરના એક જ વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે એ જ વિસ્તારમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સમગ્ર ક્લસ્ટરને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યું છે.
ગુરુવારથી 16 સેમ્પલ જંગલેશ્વરમાંથી લેવાયા જેમાં વધુ 5 લોકોના સેમ્પલ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ પાંચ દર્દીઓ ત્રણ દિવસ પેહલા આવેલ યુવાનનાં પરિવારજનો અને સંપર્કમાં આવેલ હોવાથી લોકસ ટ્રાન્સમિશન થયું હોવાનું હાલ જણાય રહ્યું છે. રાજકોટમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 18 થયો છે. અમદાવાદ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરનાનો ક્લસ્ટર બોમ્બ વિસ્ફોટ થવાની ભીતિ સેવાઈ રહી છે.
આજ સાંજ સુધીની સ્થિતિ અનુસાર, રાજ્યમાં કુલ 215 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 212 દર્દીઓ સ્ટેબલ તેમજ ત્રણ વેન્ટિલેટર પર છે અને ICUમાં તેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 1975 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 358ના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.
ગુજરાતમાં એકસાથે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે છે. ટેસ્ટિંગ વધારી દેવાથી આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે અને આગામી કેટલાક દિવસોમાં પણ વધારે કેસો બહાર આવી શકે છે.
જુદા જુદા વિસ્તારોમાંથી જેમ જેમ કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા છે, તેમ તેમ લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ ૨૪૧ પોઝિટિવ કેસ છે. જેમાંથી ૩૩ વિદેશી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે ૧૭૬ દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૨ પોઝિટિવ, જ્યારે ૧૬૨૪ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. હજી ૧૦૨ ટેસ્ટ પેન્ડિંગ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ ૫૭૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૪૧ પોઝિટિવ અને ૫૪૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. રાજ્યમાં કુલ ૧૨૩૫૨ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૦૧૫ હોમ ક્વોરન્ટીન, ૧૧૭૦ સરકારી અને ૧૬૭ ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોવિડ-૧૯નું સંકટ હવે ગંભીર સ્વરૂપ પકડી રહ્યું છે. બુધવારની સવારથી ગુરૂવારની સવાર સુધીના ૨૪ કલાકમાં એક સાથે ૬૨ કેસનો ચિંતાજનક વધારો થયો છે. ગુરુવારે સાંજે વડોદરાથી પણ ગંભીર સમાચાર આવ્યા હતા. વડોદરામાં એક સાથે 11 નવા કેસ અને પાટણમાં એક જ પરિવારમાં 9 કેસ મળી આવ્યા હતા.
એ પૂર્વે બુધવારની સાંજથી ગુરુવારે સવાર સુધીમાં ૫૫ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, પરંતુ બપોરે વડોદરામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ ૨૪૫ દર્દીઓ થયા છે. જ્યારે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતાં હવે રાજ્યમાં કોરોનાનો મોતનો આંકજો ૧૭ પર પહોંચી ચૂક્યો છે. અમદાવાદમાં આજે ૫૦ નવા કેસ સામે આવતા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાં ૧૩૩ ઉપર પહોંચી ચૂકી છે.
ઇમરજન્સીમાં મેડીકલ ફોર્સ મળે એ માટેની દીર્ઘદ્રષ્ટીપૂર્ણ રજૂઆતો સૂરતથી થઇ હતી
કેન્દ્ર સરકારે કોરોના યુદ્ધના સમયમાં ભારત દેશને એક મોટી મેડીકલ ફોર્સ મળે એ માટે સમયસરનું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. દેશભરમાં આવેલી મેડીકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પ્રક્રિયા લગભગ 75 ટકા જેટલી પૂરી થઇ ચૂકી હતી. બાદમાં કોરોના અને લૉકડાઉન જેવી સ્થિતિને કારણે પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા અનિશ્ચિત બની હતી.
દરમિયાન કેન્દ્ર સરકારની સૂચનાથી નેશનલ બોર્ડ ફોર એક્ઝામિનેશન દ્વારા આજે પી.જી. મેડીકલ માટેનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ સાથે એલોટમેન્ટ પણ જાહેર કરી દીધું છે. એવી પણ માહિતી મળી છે કે પી.જી. મેડીકલમાં જેમને બેઠક મળી છે એમને તા.20મી એપ્રિલ સુધીમાં પ્રવેશ મેળવી લેવા જણાવાયું છે. સરકારે તા.20મી એપ્રિલ સુધીમાં પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી દેવાની સૂચના આપી છે.
હાલમાં દેશમાં મેડીકલ ફોર્સની તાતી જરૂરીયાત વર્તાય રહી છે ત્યારે એવા અનેક તબીબોની સેવા આજના એલોટમેન્ટ પછી મળી જશે.
આજના આ ડેલવપમેન્ટમાં પી.જી. મેડીકલની 13237 સીટોનું એલોટમેન્ટ
દરમિયાન સૂરતના ખ્યાતનામ તબીબ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના તત્કાલિન સભ્ય ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ અને તેમની ટીમે વિઝનરી એપ્રોચ સાથે સ્થાનિક સાંસદ શ્રી સી.આર. પાટીલ સાથે મળીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રજૂઆતો કરીને પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા જે ઓનલાઇન છે એ સત્વરે પૂરી કરવામાં આવે તો કોરોના ઇમરજન્સીના સમયમાં દેશને મોટી મેડીકલ ફોર્સ મળી શકે.
સૂરતથી સાંસદ સી.આર. પાટીલ અને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા સંદર્ભે વડાપ્રધાન શ્રી મોદીને રજૂઆતો કરી હતી
આજે સંકટમોચક હનુમાનની જન્મ જયંતી છે. એક એવા દેવ જે ચારે યુગમાં હાજરાહજૂર છે. જી.. હાં, હનુમાનજી અમર છે. ચિરંજીવ છે. શંકરનો અવતાર એવા આ હનુમાન ત્રેતા યુગમાં રામના સેવક બનીને આવે છે તો દ્વાપર યુગમાં મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના રથ પર બિરાજી ધર્મની ધજા ફરકાવે છે.
આશા રાખીએ કે હાલ કળિયુગમાં વ્યાપી રહેલા કોરોના રૂપી માયાવી રાક્ષસનો કોળિયો કરીને આ કષ્ટભંજક આપણી સહાય કરે. આજે આપણે પંચમુખી હનુમાનને વિશેષરૂપે યાદ કરવાની જરૂર છે. રામ-રાવણના યુદ્ધ સમયે એક સમય એવો આવ્યો હતો કે રાવણનો ભાઇ અહીરાવણ જે માયાવી રાક્ષસ હતો. તેણે પોતાની માયાથી રામ-લક્ષ્મણને મૂર્છિત કરી દીધા હતા અને પાતાળલોક લઇ ગયો હતો. માયાની અસર ઓછી થતાં વિભીષણને જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો કે અહીરાવણ રામલક્ષ્મણને પાતાળલોક લઇ ગયો છે તો તેમને છોડાવી લાવવા હનુમાનને ત્યાં જવાનું કહ્યું. અહીરાવણે માયા પ્રપંચથી પોતાના જીવને પાંચ દિશામાં પાંચ દીવા તરીકે સ્થાપિત કર્યો હતો. આ પાંચ દીવા એક સાથે બુઝાય તો જ અહીરાવણનો વધ થાય એમ હતો. આ કામ કરવા માટે હનુમાનજીએ પાંચ રૂપ ધારણ કર્યા. ઉત્તરમાં વરાહમુખ, દક્ષિણમાં નરસિંહમુખ, પશ્ર્ચિમમાં ગરૂડમુખ, આકાશ તરફ હયગ્રીવ મુખ અને પૂર્વમાં હનુમાન મુખ. આવું રૂપ ધારણ કરી હનુમાને પાંચ દિશામાં રહેલા પાંચ દીપકને બુઝાવ્યા ત્યારે માયારૂપી અહીરાવણનો વધ થયો.
આજે કોરોનારૂપી માયાવી રાક્ષસે પણ આવી જ દહેશત ફેલાવી છે. તેની મારક રસી હજી શોધાઇ નથી. લોકો કશું સમજે તે પહેલાં જ તે કોઇ પણ દિશામાંથી આવીને માણસને તેનો ચેપ લગાડી દે છે. અત્ર તત્ર સર્વત્ર દરેક દિશામાં ફેલાયેલા તેના માયારૂપી દીપને બુઝાવવા આજે હનુમાનજી ફરીથી પંચમુખ ધારણ કરે અને આસુરી કોરોનાનો અંત થાય એવી પ્રાર્થના કરીએ.
અત્યારે લૉકડાઉનને કારણે ઘરે બેઠા તેમના ગુણગાન ગાતો એક શ્ર્લોક ગાઇને તેને આત્મસાત્ કરવાની આજે ઉત્તમ તક છે.
મનોજવં મારુત તુલ્યવેગં,
જિતેન્દ્રિયં બુદ્ધિમતામ્ વરિષ્ઠમ,
વાતાત્મજં વાનરયુથ મુખ્યમ,
શ્રીરામદૂતમ્ શિરસા નમામિ !
ઉત્તમ વિચારોવાળા, પવનની ઝડપે ઊડવાવાળા પણ તમામ ઇન્દ્રિયોને જેમણે વશ કરી છે તેવા બુદ્ધિમાં શ્રેષ્ઠ અને રામના પરમદૂત એવા હનુમાનને વંદન હજો. આ શ્ર્લોકને ખરેખર આજના સંદર્ભમાં સમજીને મનમાં ઉતારવા જેવો છે. આજે સહુ કોઇ પવનની ઝડપે પોતાનો વિકાસ થાય એવું ઇચ્છે છે, પણ આ વિકાસ તેને મન બાહ્યવિકાસ છે. આવો વિકાસ સાધીને અંતે માણસ પોતાની પાંચે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં જ વાપરે છે જે કદીયે સંતુષ્ટ થતી જ નથી. હનુમાનજી જિતેન્દ્રિય છે. તે એવું સૂચન કરે છે કે ઇન્દ્રિયો આપણને જીતી જાય એવું નહીં પણ આપણે ઇન્દ્રિયોને જીતી લઇએ એ શ્રેષ્ઠ કાર્ય છે. આજે માણસ પોતાની ઇન્દ્રિયોને સુખ આપવા એવો વિકાસ કરવા લાગ્યો છે જેનાથી પર્યાવરણ અને ખુદનો પણ નાશ થવા લાગ્યો છે. આજનો વિકાસ ગતિવાન તો છે પણ તે વિનાશ તરફ અધોગતિ કરી રહ્યો છે.
હનુમાન જિતેન્દ્રિય છે, બળવાન અને બુદ્ધિવાન છે છતાંય તેમનામાં અહંકાર લેશમાત્ર નથી. તેઓ રામરૂપી પરમના દૂત બનીને રહેવા માગે છે.
આપણે પણ ગમે તેટલો વિકાસ કરીશું, પણ અભિમાન આવી જશે. નમ્રતાનો છાંટોય આપણામાં નહીં હોય તો એવો વિકાસ રાવણની જેમ વિનાશના પંથે લઇ જશે. આવો આજે હનુમાનના આ શ્ર્લોકને વારંવાર રટીને તેમના જેવા ગુણો જીવનમાં ઉતારવાનો નમ્ર પ્રયાસ કરીએ.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.