CIA ALERT

Alert Archives - Page 271 of 521 - CIA Live

May 1, 2020
Zonation.jpg
1min7500
  • 9 જિલ્લાઓ રેડ ઝોનમાં મોટા ભાગે મહાનગરોનો સમાવેશ
  • 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં જ્યાં 20થી ઓછા કેસ
  • 5 જિલ્લાઓ ગ્રીન ઝોનમાં જ્યાં એક પણ કોરોના કેસ નથી

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દેશમાં 28 રાજ્યો તેમજ આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નોંધાયેલા કેસોને આધારે રાજ્યોના જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરી એક વિસ્તૃત યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે તેમજ 19 જિલ્લાઓને ઓરેન્જ ઝોનમાં જ્યારે પાંચ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રીન ઝોનમાં અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી તેમજ પોરબંદરન સમાવેશ થાય છે. આ ઉપરાંત બાકીના 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

April 30, 2020
ugc.jpeg
1min19750

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે સમગ્ર દેશમાં આવેલી યુનિવર્સિટીઓના નીતિ નિયમો તેમજ તેનું સંચાલન કરે છે એ ઓટોનોમસ સંસ્થાએ આજે તા.30મીના રોજ દેશભરની કોલેજો તથા યુનિવર્સિટીઓ જોગ સ્પષ્ટતા કરતા નવા શૈક્ષણિક વર્ષ 2020-21નું સમગ્ર કેલેન્ડર જાહેર કર્યું છે.

નવા વર્ષ પહેલા સેમેસ્ટર કે પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહી તા.1લી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે

UGC એ ટ્વીટ કરીને માહિતી આપી

UGC દ્વારા તા.30મી એપ્રિલ 2020ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.ugc.ac.in/pdfnews/4276446_UGC-Guidelines-on-Examinations-and-Academic-Calendar.pdf

April 30, 2020
surat_police.jpg
1min5700

રાજ્યભરમાં જ્યારે લોકડાઉન ચાલુ છે ત્યારે સૂરત શહેર પોલીસ પણ સખતાઈથી લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. સુરત શહેરમાં કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર હવે આગામી 14 મે સુધી શહેરભરમાં 144 કલમ લાગુ પડશે.

અગાઉના જાહેરનામા અનુસાર કલમ 144નો 30 એપ્રિલના રોજ અંત આવતો હતો. જેથી હવે નવું જાહેરનામું બહાર પાડીને 14 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે શહેરમાં 4થી વધુ વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે.

April 29, 2020
cbse_logo.jpeg
2min10970

બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે

CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.

સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.

CBSE એ ટ્વીટ કરીને માહિતી આપી

તા.1લી એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

http://cbse.nic.in/newsite/attach/PRESS%20RELEASE%2001.04.20.pdf

April 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5470

કોરોના સુપર સ્પ્રેડરથી બચો, સુપર સ્પ્રેડરમાં દૂધ-શાક-કરીયાણા વિક્રેતાઓ

હાલ કોરોનાનો વ્યાપ વિસ્તાર ગુજરાતના ચાર મહાનગરોમાં કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તેમાં કોરોનાના ફેલાવા માટે કેટલાક સુપર સ્પ્રેડર આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. જોકે, સુપર સ્પ્રેડરની કોઇ નિર્ધારિત વ્યાખ્યા નથી પરંતુ, જે હાલ લૉકડાઉનના સમયમાં પણ સૌથી વધુ લોકોના સંપર્કમાં આવે છે અને તેઓ કોરોના પોઝીટીવ મળે તો તેમને સુપર સ્પ્રેડર ગણવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અઠવાડિયામાં કોરોના સુપર સ્પ્રેડર્સનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 7 દિવસમાં 115 જેટલા સુપર સ્પ્રેડર્સને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા અઠવાડીયા દરમિયાન અમદાવાદમાંથી જ 115 જેટલા સુપર સ્પ્રેડર એટલેકે દૂધ, શાકભાજી વેચતા ફેરીયાઓ તેમજ કરીયાણાની દુકાનોમાં કામ કરતા લોકો કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થતાં તેમના સંપર્કમાં આવેલા હજારો લોકો ભયભીત બની ગયા છે.

શાકભાજી વિક્રેતા, દૂધ વિક્રેતા, કરિયાણા વિક્રેતા અને એવા લોકો જે વારંવાર અન્ય લોકોના સંપર્કમાં આવતા હોય તે તમામનો સુપર સ્પ્રેડર્સમાં સમાવેશ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા 2000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 115 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ દર્દીઓમાંથી અન્ય લોકોમાં કોરોનાનું ટ્રાન્સમિશન વધી રહ્યું હોય તેવી પ્રબળ શક્યતા છે. અમુક વિસ્તારોમાં લોકો શાકભાજી ખરીદવાનું ટાળી રહ્યાં છે. આ ઉપરાંત ઘરે-ઘરે જઈને દૂધનુ વેચાણ કરતા વ્યક્તિને પણ સોસાયટી દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

સૂરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં લૉકડાઉન સમયે પણ છાશવારે નાની મોટી વસ્તુઓ લેવા કરીયાણાની દુકાનો, શાકભાજી વિક્રેતાઓ કે દૂધની ડેરીઓ પર ભીડ જમાવતા લોકો માટે આ બાબત સૌથી ખતરનાક બની શકે તેમ છે. લોકોને સુપર સ્પ્રેડરથી દૂર રહેવા તેમજ શક્ય એટલી ઓછી વખત ઘરની બહાર નીકળવા માટે ભારપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે.

April 29, 2020
coronaguj-1280x875.jpg
1min4920

ગુજરાતમાં તા.28મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ હોય એવા નવા 226 કેસ મળી આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા આ સાથે જ 3774એ પહોંચી ગઇ છે. તા.28મી એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાથી પીડીત હોય તેવા વધુ 19 દર્દીઓના કરુણ મોત નિપજ્યા હતા. ગુજરાતનો મૃત્યુઆંક 181  થયો છે.

નવા આવેલા કુલ 226 કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 164 કેસ નોંધાયા છે તો આણંદમાં 9, ભરુચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6 કેસ, ગાંધીનગર જે પહેલા કોરોનામુક્ત થઈ ચૂક્યું હતું તેમાં નવા 6 કેસ, રાજકોટમાં 9 કેસ, સુરતમાં 14 કેસ અને વડોદરામાં 15 કેસનો સમાવેશ થાય છે. કુલ 3774 પોઝિટિવ દર્દીમાંથી 3125ની હાલત સ્ટેબલ છે જ્યારે 34 લોકો વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત 434 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.

April 28, 2020
gseb-1280x720.jpg
2min11140

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની મુખ્ય વિષયની ઓબ્જેક્ટીવ ટાઇપ પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી વેબસાઇટ પર રિલીઝ કરી છે. નીચે મુજબના વિષયોની આન્સર કી રીલીઝ કરવામાં આવી છે.

  • Maths-050 Provisional Key (GHE – all Medium)
  • Chemistry-052 Provisional Key (GHE – all Medium)
  • Physics-054 Provisional Key (GHE – all Medium)
  • Biology-056 Provisional Key (Gujarati Medium)

How to check GSEB HSC Science Answer Key 2020

Candidates can follow the steps given below to check and download the answer key.
1. Go to the official website of GSEB —gsebeservice.com
2. On the homepage click on the link which reads “HSC Science Examination March 2020 Provisional Answer key”
3. It will direct to a new page of the GSEB website
4. Your GSEB HSC Science Answer Key 2020 will be displayed on the screen
5. Download and take a print out of GSEB HSC Science Answer Key 2020 for future reference

વધુ સૂચનાઓ માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.gsebeservice.com/assets/news/science%20key.pdf

April 28, 2020
surat_loksabha.png
1min4780

સૂરતમાં આજે બે જુદા જુદા સ્થળોએ બબાલ મચતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. હીરા બુર્સ બની રહ્યું છે એ ખજોદ ખાતે કામ કરતા મજૂરોએ વતન જવાની માગ સાથે તોફાન કરીને સિક્યુરિટી કેબિન સમેતની ચીજવસ્તુઓની તોડફોડ કરતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.

સુરતના ખજોદ સ્થિત હિરાબુર્સ સાઇટ પર બાંધકામ કરતા કામદારો દ્વારા એકાએક હોબાળો કરવામાં આવ્યો હતો. કામદારોના ટોળાએ ઓફિસની કેબિનોમાં ભારે તોડફોડ કરી હતી. લગભગ 300થી 400 કામદારોએ અચાનક જ કન્સ્ટ્રક્શન સાઈટ પર આવી પહોંચ્યા હતા અને વાહનો તેમજ ઓફિસમાં તોડફોડ કરી હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી ગાડીઓમાં પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. હાલ પોલીસ દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ડીંડોલીમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સૂરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા ચારથી પાંચ લોકોને PCR વાનના પોલીસ જવાનોએ ઉભા રાખી દંડાવાળી કરતા જોતજોતામાં મામલો બિચક્યો હતો. પોલીસની મારઝૂડને પગલે આસપાસની સોસાયટીના રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરતા સામ સામે થઈ ગયા હતા. વહેલી સવારે બનેલી ઘટના બાદ ઘેરાઈ ગયેલી પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લગભગ એક કલાકના ઘર્ષણ બાદ મામલો થાળે પડ્યો હતો.

April 28, 2020
corona-1.jpg
1min6640

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.27મી એપ્રિલ 2020ના રોજ કોવીડ-19ના માઇલ્ડ ઇન્ફેકશન ધરાવતા દર્દીઓ માટે હોમ આઇસોલેશનમાં રહેવા સંદર્ભે એક સ્પેશિફિક ગાઇડલાઇન જાહેર કરી છે.

નીચેની લિંક પર ક્લીક કરવાથી કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની વેબસાઇટ પર પ્રસારિત હોમઆઇસોલેશન અંગેની ગાઇડલાઇન્સ ડાઉનલોડ કરી શકાશે.

https://www.mohfw.gov.in/pdf/GuidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases.pdf

April 24, 2020
curfew.jpeg
1min5660

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટના કેટલાક વિસ્તારોમાં લાગૂ કરવામાં આવેલો કર્ફયુ ઉઠાવી લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના જે રીતે કેસ વધી રહ્યા હતા તે ધ્યાનમાં રાખતા અમદાવાદ શહેરના કોટ વિસ્તાર (જૂના અમદાવાદ)માં તારીખ 15 એપ્રિલના રોજ એક અઠવાડિયાનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો જેની મુદત વધારીને તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવી હતી.

બાદમાં સુરત અને રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. હવે, આવતીકાલે સવારે 6 વાગ્યે અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરના જે વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્ચો હતો તે ઉઠાવી લેવામાં આવ્યો છે અને હવે આ વિસ્તારો દેશના અન્ય વિસ્તારોની જેમ લૉકડાઉન હેઠળ રહેશે.