CIA ALERT

Alert Archives - Page 220 of 518 - CIA Live

October 18, 2020
adm_guide-1280x874.jpg
1min20260

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની ભારતની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ-2020નું પરીણામ જાહેર થઇ ગયા બાદ થોડા જ દિવસોમાં ગુજરાતમાં નીટ- સ્કોરથી પ્રવેશ મળે એ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધો.12 બાયોલોજી પાસ વિદ્યાર્થીઓ જો ઉપરોક્ત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો તેમણે કયા ડોક્યુમેન્ટસ હાથ પર રાખવાના છે એની વિગતો ખુદ એડમિશન કમિટીએ જાહેર કરી છે જે અત્રે પ્રસ્તુત છે.

એડમિશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશ તેમજ અન્ય માહિતી માટે એડમિશન કમિટીની આ વેબસાઇટ સતત જોતા રહો

http://medadmgujarat.org/ug/home.aspx

October 18, 2020
jacinda-ardern-1280x853.jpg
1min6170
Jacinda Ardern's Labour Party sweeps New Zealand election | South China  Morning Post

કોરોના મહામારી સામેની લડાઇમાં સફળ નેતૃત્વ કરી વિશ્વ સામે ઉદાહરણ બનનાર ન્યૂઝીલેન્ડની વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજય મેળવ્યો છે. આ ચૂંટણી પહેલા 19 સપ્ટેમ્બરે યોજાનાર હતો, પરંતુ કોરોના મહામારીની ગંભીરતાને લીધે લંબાવવામાં આવી હતી. 

ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં કોઇપણ રાજકીય પાર્ટીએ આટલી મોટી વિશાળ જીત ક્યારેય મેળવી નથી. દેશવાસીઓના દિલ જીતનાર જેસિન્ડા એર્ડર્ન ફરી એકવાર દેશનું નેતૃત્વ સંભાળી રહ્યા છે.

એર્ડર્નની સેન્ટર-લેફ્ટ લેબર પાર્ટીએ 87 ટકા વોટમાંથી 48.9 ટકા વોટ મેળવી જીત હાંસલ કરી હતી. જીત પર જેસિન્ડાનું કહેવુ હતું કે દેશવાસીઓએ લેબર પાર્ટીને 50 વર્ષમાં સૌથી વધારે સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ હતું કે દેશ સામે મુશ્કેલીનો સમય આવનારો છે પરંતુ પાર્ટી દરેક દેશવાસી માટે કામ કરશે. મુખ્ય વિપક્ષી દળ નેશનલ પાર્ટીને માત્ર 27 ટકા વોટ મળ્યા હતા. જે 2002 પછીનું તેનુ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ હતું. સૌથી રોચક બાબત એ છે કે ન્યૂઝીલેન્ડમાં કોઇપણ પાર્ટીએ એકતરફી બહુમતી ક્યારેય મેળવી નથી, જે જેસિન્ડાની પાર્ટીએ મેળવી છે. 

જેસિન્ડા પોતાના કાર્યકાળમાં વિશ્વસ્તરે ચર્ચાનો વિષય બની રહ્યા હતા અને અન્ય દેશોના નેતાઓને તેમની પાસેથી શીખ લેવા સલાહ અપાતી હતી. ન્યૂઝીલેન્ડમાં તેમના કાર્યકાળમાં આતંકી હુમલાથી માંડીને કુદરતી આપત્તિ જેવા પ્રતિકૂળ પરિબળોએ પડકાર ફેંક્યો હતો અને અંતમાં કોરોના મહામારી જેવો જટિલ પડકાર પણ જેસિન્ડા સરકારે પાર પાડ્યો.  

October 17, 2020
neetresults-1280x1168.jpg
1min10610

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઓરિસ્સાના શોએબ આફતાબ 720માંથી 720 માર્ક્સ તેમજ દિલ્હીની આકાંક્ષા સિંહે પણ NEETની પરીક્ષામાં 720માંથી 720 માર્ક્સ મેળવ્યા

NEET Result 2020: Here is why Aftab got 1st rank while Akansha got 2nd

તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના પરીણામમાં કુલ 13 લાખ 40 હજાર પૈકી શોએબ આફતાબ નામનો એક છોકરો અને આકાંક્ષા સિંહ નામની દિલ્હીની એક છોકરી બન્નેએ કુલ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. આમ છતાં છોકરા શોએબ આફતાબ ને પહેલો નંબર ઓલ ઇન્ડિયા રેન્ક 01 આપવામાં આવ્યો જ્યારે છોકરી આકાંક્ષાસિંહ ને ઓલ ઇન્ડિયા રેન્ક 02 આપવામાં આવ્યો.

છોકરો અને છોકરી બન્નેને ફુલ માર્ક, હાઇએસ્ટ, સેન્ટ પરસેન્ટ માર્કસ મેળવ્યા છતાં છોકરીને બીજો રેન્ક કેમ મળ્યો. આ અંગે આખા દેશમાં ભારે ચર્ચાઓ ચાલી છેલ્લે એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી છે.

આકાંક્ષાસિંહની ઉંમર ઓછી હોવાથી તેને ફુલ માર્ક 720 હોવા છતાં બીજો રેન્ક આપવામાં આવ્યો

એન.ટી.એ.ના અધિકારીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે બન્નેના માર્કસ સરખા હોય ત્યારે ઉંમરનો નિયમ જોવામાં આવે છે. આ કિસ્સામાં આકાંક્ષાસિંહની ઉંમર આફતાબ કરતા ઓછી હોવાથી તેને બીજો રેન્ક આપવો પડ્યો છે. આ નિયમો પૂર્વનિર્ધારિત હોય છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ટાઈ-બ્રેકિંગ નીતિ (સમાન અંક મળવા પર વરિષ્ઠતાના આધારે રેન્ક નક્કી કરવી) અંતર્ગત ઓછી ઉંમર હોવાના કારણે તેને બીજી રેન્ક મળી. અધિકારીઓએ જણાવ્યું કે, ટાઈ-બ્રેકર નીતિમાં ઉંમર, વિષયોમાં માર્ક્સ્ અને ખોટા જવાબને ધ્યાનમાં લેવામાં આવે છે. આથી ઉંમરના આધાર પર રેન્કીંગ નક્કી કરવામાં આવ્યું હતું.

એન.ટી.એ.ના નિયમો મુજબ સમાન માર્ક્સ ની સ્થિતિ સર્જાય ત્યારે ટાઇ બ્રેકર તરીકે પહેલા કેમેસ્ટ્રી ગણતરીમાં લેવાય, એ સરખા હોય તો પછી બાયોલોજીના માર્ક્સની સરખામણી કરવામાં આવે છે. જો બંને વિષયોમાં સમાન માર્ક્સ હોય તો પછી પરીક્ષામાં ખોટા જવાબ પર વિચાર કરવામાં આવે છે. અહીં પણ નિર્ણય ન થવા પર ઉંમરને આધાર બનાવવામાં આવે છે.

October 17, 2020
neetresults-1280x1168.jpg
6min1819

NEET મેરીટનું આટલું સરળ ભાષામાં ગણિત શિક્ષણ સર્વદા પખવાડિક સિવાય કોઇ સમજાવી ન શકે

Jayesh Brahmbhatt 98253 44944

તા.16મીએ મોડીરાત્રે જાહેર થયેલા નીટ-2020ના પરીણામના પ્રાથમિક એનાલિસીસ કરતા જાણવા મળે છે કે 2019 કરતા 2020માં ઓલ ઇન્ડિયા રેન્ક (મેરીટ) ખૂબ ઉંચું આવ્યું છે. આની સાદી ભાષામાં સમજ આપતા કહી શકું કે નીટ-2019માં 588ના સ્કોર ધરાવતા ઉમેદવારનો ઓલ ઇન્ડિયા રેન્ક 10,500ની રેન્જમાં આવ્યો હતો. આની સરખામણીમાં નીટ-2020માં એટલો જ સ્કોર, 588 સ્કોર કરનાર ઉમેદવારનો મેરીટ રેન્ક છેક 25,700ની રેન્જમાં આવ્યો છે. (શિક્ષણ સર્વદા કાઉન્સેલિંગ 98253 44944)

હાયર મેરીટ રેન્કની સ્થિતિ વધુ સ્પષ્ટ કરતા કહી શકું કે 2019માં 97,000 ઓલ ઇન્ડિયા રેન્ક રેન્જ ધરાવતા ઉમેદવારનો સ્કોર 433 આસપાસ હતો, આ વખતે નીટ-2020ના પરીણામમાં એટલો જ 433 સ્કોર ધરાવતા ઉમેદવારનો રેન્ક 1,49,000 સુધી પહોંચી ગયો છે. આમ, મેડીકલ ડેન્ટલમાં મેરીટ ઉંચુ જવાના ચાન્સીસ હાલ તુરત દેખાઇ રહ્યા છે.

સુરતની આશાદીપ સ્કુલના વિદ્યાર્થી પ્રિયલ હિગરાજીયાએ 691નો સ્કોર કર્યો છે. આ સ્કોર મુજબ ગત વર્ષે 2019માં તેનો ઓલ ઇન્ડિયા રેન્ક 20-25 માં આવવો જોઇતો હતો તેની જગ્યાએ આ વખતે નીટ2020માં 691 માર્કે ઓલ ઇન્ડિયા રેન્ક 10 ઘણો વધીને 215 જેટલો આવ્યો છે.

(શિક્ષણ સર્વદા કાઉન્સેલિંગ 98253 44944)

નીચેના કોષ્ટક પરથી તમે પણ તમારો સ્કોર સરખાવી શકો

2019 Marks vs Rank

Marks rangeRank range
7011
690-68120-88
680-67199-214
670-661223-476
660-651568-930
650-640946-1714
639-6311809-2570
630-6212788-3956
620-6114074-5630
610-6015692-7580
600-5917784-10036
590-58110248-12898
580-57113064-16008
570-56116173-19478
560-55119967-23501
550-54123695-27650
540-53127994-32317
530-52132796-37464
520-51137780-38736
518-50838822-44553
507-49745023-51086
496-48651498-58114
485-47558214-65316
474-46465801-73197
463-45373337-81607
452-44282216-89872
441-43190825-99323
430-42099914-109429
419-409109937-120258
408-398121183-130881
397-387131606-142409
386-376143021-154839
375-365155526-166885
364-354168240-180534
353-343181904-194475
342-330196229-212737
329-319213657-228146
318-308229715-244438
307-297246358-262168
296-286264920-281164
285-275282209-301278
274-264301630-321670
263-253323239-342377
252-242345392-365681
241-231367875-389513
230-220390772-415591
219-209417086-443048
208-198444437-473780
197-187474172-504471
186-176505827-537501
175-165541048-576326
164-154578413-615798
144-134619072-700772
133-123704652-753821
122-112760098-815858
111-101816706-879718
100-90881132-950796
83-731000399-1071321
70-591094305-1168705
58-501174669-1228755
34-181318393-1374142
(શિક્ષણ સર્વદા કાઉન્સેલિંગ 98253 44944)

હવે આ પ્રમાણે ચિત્ર વધુ સ્પષ્ટ થશે

મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સ્થિતિ સ્પષ્ટ થવાને હજુ વીસેક દિવસ લાગશે. પહેલા આ પરિબળો ક્લીયર થશે

  • ગુજરાતમાં કેટલી નવી કોલેજ કે કેટલી સીટો વધે છે, સીટ મેટ્રીક્સ જોવું અત્યંત મહત્વનું થઇ પડશે, સીટ મેટ્રીક્સમાં કેટેગરીવાઇઝ બેઠકોની માહિતી હોય છે. હાલમાં ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ કામગીરી ચાલુ છે પરંતુ, અહીં સીટ મેટ્રીક્સ જાહેર કરાયું નથી. મેડીકલ-ડેન્ટલના વાલીઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે એડમિશન કમિટી સીટ મેટ્રીક્સની માહિતી આપે છે કે નહીં
  • ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફોર્મ ભરે છે
  • ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ 15 ટકા નેશનલ ક્વોટામાંથી પ્રવેશ મેળવે છે
  • ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જશે

ઉપરોક્ત સ્થિતિઓ તબક્કાવાર ક્લીયર થશે. આમ છતાં, પ્રાથમિક દ્રષ્ટીએ આ વખતે મેડીકલ, પેરામેડીકલમાં કટઓફ ઉંચા જશે એ હાલ તુરત તો જોવાય રહ્યું છે.

ગુજરાત રાજ્યમાંથી 36,398 પરીક્ષાર્થીઓ ક્વોલિફાઇડ થયા, ક્વોલિફાઇડ થયા એ બધાને એડમિશન મળવાનું નથી

નીટ 2020 માટે ગુજરાતમાંથી કુલ 79,228 પરીક્ષાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ પછી ગઇ તા.13મી સપ્ટેમ્બર 2020ના રોજ લેવાયેલી નીટ-2020 પરીક્ષામાં કુલ 64791 પરીક્ષાર્થીઓ બેઠા હતા. જેમાંતી નીટ-2020માં લઘુત્તમ લાયકાત (મિનિમમ ક્વોલિફિકેશન) સાથે કુલ 36,398 એટલે કે 56.18 ટકા વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાઇડ થયા છે. એ વાત સમજી લેવી જોઇએ કે નીટ ક્વોલીફાઇડ થનારા બધાને મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથીક કોલેજમાં પ્રવેશ મળવાનો નથી.

2019માં 35,177 વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાઇડ થયા હતા. આ વખતે 1,221 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી વધુ ક્વોલિફાઇડ થયા છે.

October 17, 2020
kkr.jpg
1min5650

દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ની કેપ્ટનશિપ છોવાનો નિર્ણય કરી લીધો છે. તેણે ટીમ મેનેજમેન્ટને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. કાર્તિકે ઈંગ્લેન્ડની લિમિટેડ ઓવરના કેપ્ટન ઈયોન મોર્ગનને કેપ્ટનશિપ સોંપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે શુક્રવારે રમાયેલી મેચમાં મોર્ગને કેકેઆર ટીમનું નેતૃત્વ કર્યું હતું. અત્યાર સુધી કેકેઆરમાં મોર્ગન ઉપસુકાની તરીકે ફરજ બજાવતો હતો.

કેકેઆરના કથળેલા પ્રદર્શનને કારણે દિનેશ કાર્તિકની કેપ્ટનશિપની ભારે ટીકા થઈ રહી છે. કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને જાણ કરી દીધી છે કે તે બેટિંગ પર ધ્યાન આપવા માંગે છે અને ટીમના ઉદ્દેશ માટે વધુ યોગદાન આપવા તે ટીમનું નેતૃત્વ ઈયોન મોર્ગનને સોંપવા માંગે છે.

October 17, 2020
ambaji-4.jpg
1min5320

આજથી જગત જનની મા જગદંબાના નવરાત્રિ પર્વનો દીવ્ય પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે પ્રાચિન ગરબી કે અર્વાચીન રાસોત્સવ યોજાશે નહિ. માત્ર એક કલાક પૂજા-અર્ચના-આરતી કરી શકાશે.

સૌ કોઇ ઘરમેળે માની પૂજા અર્ચના કરશે. નવધા ભક્તિ કરતાં માના ગુણગાન ગાશે. નવ દિવસ સુધી માતાજીની આરાધના કરશે. શહેરમાં વિવિધ વિસ્તારમાં માના નોરતા પહેલા ગરબાની ધૂમ ખરીદી થઇ હતી. સાથોસાથ માતાજીની ચૂંદડી દરરોજ વિવિધ વાનગીની પ્રસાદીની પણ ભાવિકોએ કરી હતી.

માતાજીના વસ્ત્ર, અલંકાર, હાર વગેરે ખરીદતા લોકો જોવા મળ્યા હતા. માતાજીના પર્વને વધાવવા માટે માતાજીના મંદિરોમાં લાઈટીંગ, ડેકોરેશન સહિતના શણગાર કરાયા હતા. જો કે દર્શનાર્થીઓ માત્ર દર્શન કરી શકશે. કોઇપણ સ્થળે રાસોત્સવ, ગરબી યોજાવાના નથી. શહેરમાં માના નોરતાને વધાવવા થનગનાટ છે. માની ભક્તિમાં ભાવિકો લીન થતા માતાજીને કાલાવાલા કરશે.

October 16, 2020
neetresults-1280x1168.jpg
2min12130

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

NEET-JEE જેવી પરીક્ષાઓમાં પ્રોફેશનલ ટિચીંગના બહાને ધો.11-12 સાયન્સના વાલીઓના બેથી અઢીલાખ રૂપિયા ખંખેરી લેતા ધંધાદારી કોચિંગ ક્લાસીસો ને સુરતની આશાદીપ ગ્રુપ, પીપી સવાણી સ્કુલ, ભૂલકાભવન, ભૂલકા વિહાર જેવી સાયન્સ સ્કુલોએ ધોબીપછાડ આપી છે. 2020માં NEET-JEE પરફોર્મન્સમાં કોચિંગ ક્લાસીસો કરતા સુરતની સ્કુલોનું પરફોર્મન્સ જબરદસ્ત જોવા મળ્યું છે તેમાં પણ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 14 જેટલા વિદ્યાર્થીઓ 600 પ્લસ સ્કોર નીટમાં લાવી ચૂક્યા છે. જેઇઇ મેઇન્સ અને એડવાન્સ્ડમાં પણ આશાદીપ સ્કુલના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો હતો.

ધો.11-12 સાયન્સમાં NEET-JEE માટે પ્રાઇવેટ કોચિંગની જગ્યાએ સ્કુલોમાં જ એડમિશન લેવાનો આગ્રહ રાખો

સુરત શહેરના વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે ધો.11-12 સાયન્સમાં NEET-JEEના ખાનગી કોચિંગ ક્લાસીસોની જગ્યાએ રેગ્યુલર સ્કુલમાં જ પ્રવેશ મેળવવો જોઇએ. હાલમાં જે પરફોર્મન્સ આવ્યા છે તેમાં કોચિંગ ક્લાસીસો કરતા સ્કુલના પરફોર્મન્સ ઉજળા છે.

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ અનબિટન

છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સુરત શહેર જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં ધો.12 સાયન્સ કોમર્સના પરીણામમાં એકચક્રી શાસન કરી રહેલા સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓ હવે જેઇઇ અને નીટ જેવી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટના પરફોર્મન્સમાં પણ અનબિટન બની રહ્યા છે. નીટ-2020ના પરીણામ બાદ આશાદીપ આઇ.આઇ.ટી.ના એક સાથે 14 વિદ્યાર્થીઓએ 600 પ્લસ સ્કોર કરીને રેકોર્ડ સર્જી દીધો છે.

  • 1. હિંગરાજીયા પ્રિયલ – 691
  • 2. સાવલિયા ખુશી – 639
  • ૩. ધામેલીયા રાજ – 633
  • 4. કાછડિયા સ્મિત – 633
  • 5. બલદાણીય હાર્દિક – 625
  • 6. ગજેરા દિક્ષિત – 618
  • 7. લખાણી ધ્રુમિત – 616
  • 8. ઉંધાડ કેલ્વીન – 615
  • 9. માવાણી તૃષિત – 614
  • 10. ભાલાળા સ્મિત – 608
  • 11. પટેલ હર્ષ – 604
  • 12. ખોયાણી પ્રેશીતા – 603
  • 13. કાકડિયા જય – 602
  • 14. મકવાણા લલિત -600

નીટ 2020માં સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં 691નો સર્વોચ્ચ સ્કોર ધરાવતા આશાદીપ સ્કુલના વિદ્યાર્થી પ્રિયલ જીતુભાઇ હિગરાજીયાની તસ્વીર

No description available.

તા.16મી ઓક્ટોબરે રાત્રે આઠ વાગ્યા બાદ જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના પરીણામમાં રાત્રે 10 કલાકે મળેલી લેટેસ્ટ માહિતી મુજબ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના ધો.12 સાયન્સ બાયોલોજીના વિદ્યાર્થી હિગરાજીયા પ્રિયલ જીતુભાઇએ 720માંથી 691નો સ્કોર હાંસલ કરીને સમગ્ર સુરત શહેર તેમજ ગુજરાતમાં અનબિટન સ્કોર કર્યો છે. નીટ 2020ના પરીણામો ધીરે ધીરે બહાર આવી રહ્યા હોઇ, સ્કુલ સંચાલકો દ્વારા કોઇ જ દાવો કરાયો નથી કે તેમની સ્કુલનો વિદ્યાર્થી ટોપર છે પરંતુ, સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદાને મળેલી પ્રાથમિક માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં હજુ સુધી નીટ 2020માં 691થી વધુ સ્કોર ધરાવતા વિદ્યાર્થીની માહિતી બહાર આવી નથી.

કૌશલ વિદ્યાભવનના કૌશલ ભાયાણીએ 640 સ્કોર કર્યો

સુરતમાં વરાછા રોડ પર આવેલા કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થી કૌશલ ભાયાણીએ નીટ 2020માં 720માંથી 640 સ્કોર કર્યો હોવાની માહિતી શાળાના આચાર્ય શ્રી હરેશભાઇએ આપી હતી.

જેઇઇ એડવાન્સ્ડમાં પણ આશાદીપ ગ્રુપ અવ્વલ રહ્યું હતું

NEET માં 640 પ્લસ સ્કોર ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓની માહિતી તેમના સ્કોર કાર્ડ અને ફોટા સાથે 98253 44944 પર વ્હોટ્સ એપ કરવા વિનંતી, જેથી તેમને અહેવાલમાં સમાવી શકાય

October 16, 2020
aarti.jpg
1min6820

15 ઓક્ટોબરની સરકારી જાહેરાત સામે ભારે લોકરોષ ઉઠ્યો હતો

આવતીકાલથી નવરાત્રી શરુ થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે માતાજીની પૂજા-આરતીની પરમિશન લેવા અંગે એક મહત્વની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, ફ્લેટ કે સોસાયટીના પ્રિમાઈસિસમાં માતાજીની સ્થાપના કરી પૂજા કે આરતી કરવા માટે પોલીસની પરમિશન લેવાની જરુર નથી. માત્ર જાહેર અને સાર્વજનિક સ્થળો, તેમજ રસ્તા પર આરતી કે પૂજા કરવા માટે પોલીસની મંજૂરી લેવી આવશ્યક છે.

સરકારે જાહેર કરેલી SOPને કારણે પોલીસ સ્ટેશનોમાં વિવિધ સોસાયટી અને ફ્લેટોના પ્રતિનિધિઓએ મંજૂરી લેવા માટે લાઈનો લગાવી હતી. સરકારના આ નિર્ણય સામે કચવાટ પણ જોવા મળી રહ્યો હતો. તેવામાં આજે આ નિયમમાંથી સોસાયટી અને ફ્લેટોને બાકાત કરવામાં આવ્યા છે. જોકે, આ છૂટ માત્ર આરતી અને પૂજા પૂરતી જ છે. ગરબા નહીં યોજી શકાય તેવો નિયમ યથાવત છે.

15 ઓક્ટોબરે સરકારે આ જાહેરાત કરી હતી

ગુજરાતમાં નવરાત્રિમાં આરતી-પૂજા માટે પણ પોલીસ પરમિશન લેવી પડશે

આગામી શનિવારથી ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબાને પરમિશન આપવામાં આવી નથી. એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગરબાની પરમિશન આપવામાં આવી નથી.

એક કલાકના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આરતીના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે ૬ ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત છે. માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવું પડશે. નવરાત્રિને લઈ આ વર્ષે ગરબાનું આયોજન નથી, પરંતુ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત છે, જેના માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવી પડશે.

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવી પડશે.પોલીસ દ્વારા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે. આજથી આ પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ ગઈ છે. જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન નથી લીધી તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

October 16, 2020
coronavirus.jpg
1min5590

નિયાભરના દેશોમાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી હવે તેનું ભયાનક રુપ બતાવી રહી છે. જે આખી દુનિયા માટે ભારે ચિંતા ઉભી કરશે, કારણ કે કોરોના મહામારી સામે હથિયાર મૂકી દીધેલા યુરોપના કેટલાક દેશોમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ શરુ થઇ હોવાના સંકેત મળ્યા છે. જે પહેલા કરતા પણ ભયાનક હોવાની આશંકા છે. આ જ કારણથી યુરોપના કેટલાક દેશોમાં લોકડાઉન લાગૂ કરાયુ છે અને ફ્રાન્સમાં કરફ્યુની સ્થિતિ ઉભી થઇ છે. જોકે લોકડાઉન બાદ ભારત હવે અનલોક થઇ રહ્યુ છે, પરંતુ અહીં પણ દૈનિક સ્તરે સંક્રમણના કેસોમાં ઉછાળો નોંધાયો છે.
 
કોરોના મહામારી ફેલાવાનો ક્રમ જોઇએ તો ચીન પછી સંક્રમણની શરુઆત યુરોપમાં જોવા મળી હતી, પરંતુ એ પછી અમેરિકામાં તબાહી મચાવી એશિયામાં દાખલ થયું. યુરોપના ફ્રાન્સ, ઇટાલી, જર્મની વધુ સંક્રમિત દેશોમાં સામેલ છે. આ દેશોએ કોરોના કાળના પ્રતિબંધો હચાવી દીધા હતા અને અનલોકમાં સામાન્ય જીવનની નવી શરુઆત કરી હતી. પરંતુ વિતેલા 10 દિવસમાં આ દેશોમાં કોરોના સંક્રમણના કેસોમાં અચાનક આવેલો ઉછાળો ચિંતાનો વિષય બની ગયો છે.

ફ્રાન્સમાં રાત્રિના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનું કરફ્યુ લાગૂ કરતા દેશમાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરી છે. જર્મની પણ આજ સ્થિતિનો સામનો કરી રહ્યુ છે. આ સિવાયે ઇંગ્લેન્ડ, ચેક રિપબ્લિક અને અન્ય દેશોમાં કેસોમાં વધારો નોંધાયો છે. WHO  મુજબ વિતેલા સાત દિવસથી યુરોપમાં દૈનિક એક લાખ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. 

October 16, 2020
neetresults-1280x1168.jpg
2min9400

NTA will declare NEET-UG Result 2020 today at ntaneet.nic.in

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજરોજ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ સાંજે 4 કલાકે નીટનું પરીણામ જાહેર થશે એવી જાહેરાતને પગલે દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાંજે ચાર વાગ્યાથી કમ્પ્યુટર, લેપ્ટોપ, મોબાઇલ સ્ક્રીન સામે ગોઠવાય ગયા છે પણ સાંજે સાડાસાત વાગ્યા સુધી રિઝલ્ટના કોઇ ઠેકાણા ન હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓ એટલા કંટાળ્યા કે સોશ્યલ મિડીયામાં શિક્ષણ મંત્રીનો ઉધડો લઇ લીધો.

ઘણાં વાલીઓએ બળાપો કાઢ્યો હતો કે નીટ 2020માં બધું અપશુકનિયાળ જ ચાલી રહ્યું છે. બબ્બે વખત પાછી ઠેલાયેલી નીટ પરીક્ષા લેવાઇ એ તારીખનો આંક 13 હતો, આજે પરીણામ જાહેર થવાનું છે એ પણ અમાસના દિવસે. હવે પરીણામમાં અસહ્ય વિલંબથી પરીક્ષાર્થીઓની ધીરજ ખૂટી ગઇ છે. કલાકો સુધી કમ્પ્યુટર ફંફોસ્યા પણ સ્ક્રીન પર રિઝલ્ટ આવ્યું નહીં.

તા.16મી ઓક્ટોબર 2020ના રોજ અધિક આસો વદ અમાસ આવે છે અને આ જ દિવસે મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ 2020 પ્રવેશ પરીક્ષાના પરીણામને અનુલક્ષીને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કેટલીક અંધશ્રદ્ધાઓની ચર્ચા પ્રબળ બની છે. આમ, તો મેડીકલ અને અંધશ્રદ્ધા વચ્ચે કોઇ કનેકશન નથી પરંતુ, જે રીતે નીટ 2020ને લઇને જે પ્રકારની કચવાટભરી ચર્ચાઓ ચાલી રહી છે એ પણ નજરઅંદાજ થઇ શકે તેમ નથી.

મેડીકલ અને અંધશ્રદ્ધા વચ્ચે કોઇ કનેક્શન નથી છતાંય વાલીઓ-વિદ્યાર્થીઓમાં ગણગણાટ

  • નીટ 2020 તા.13મી સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. આમેય 13નો આંક અપશુકનિયાળ માનવામાં આવે છે.
  • હવે નીટ 2020નું રીઝલ્ટ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થવાનું છે. આ દિવસે અધિક આસોવદ અમાસ છે એટલે ફરી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવો ગણગણાટ છે કે આ દિવસ ભારે હોય છે અને અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અમંગળ કલ્પનાઓ થઇ રહી છે.

આમેય ગુજરાતમાં 13નો આંક અપશુકનિયાળ માનવામાં આવે છે અને તેથી વિશેષ અમાસના દિવસે સારુ કાર્ય કરવાનું ટાળવામાં આવે છે. આવી સ્થિતિમાં નીટ પરીક્ષા આપનારા અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના ગ્રુપ્સમાં નીટ પરીક્ષાને લઇને ભારે અંધશ્રદ્ધાપૂર્ણ ચર્ચાઓ વ્યાપક પ્રમાણમાં સંભળાય રહી છે.

એક પેરેન્ટે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું કે અમાસે રિઝલ્ટ અંગે અંધશ્રદ્ધાની વાત નથી, પણ આપણે જોઇએ છીએ કે અમાસના દિવસોએ લોકો પોતાની સર્જરી પણ ટાળતા હોય છે, સારું કામ કરતા હોતા નથી એટલે સ્વાભાવિક છે કે વાલીઓમાં આ બાબતે દ્વીધા પ્રવર્તે.

એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આ વખતે કોરોનાને કારણે બે વખત નીટ મુલતવી રખાઇ હતી, એ પછી જ્યારે 13મી તારીખ ફાઇનલ થઇ ત્યારે જ અમને લાગ્યું કે આ દિવસ અપશુકનિયાળ અંક છે. અને આમેય પેપર ખરાબ ગયું હતું.

How to check NEET Result 2020

Step 1: Visit the official website http://ntaneet.nic.in

Step 2: Click on the download result link

Step 3: Enter registration number, roll number

Step 4: Results will appear on the screen

Step 5: Download it, and take a print out

Gujarat State All Medical Colleges

આ ડેટા ગયા વર્ષનો છે. આ વર્ષ માટે હજુ સુધી ગુજરાત સરકારની એડમિશન કમિટીએ કોલેજોનું અપગ્રેડેડ લિસ્ટ જાહેર કર્યું નથી.