CIA ALERT

Alert Archives - Page 190 of 521 - CIA Live

March 14, 2021
amarnath-copy.jpg
2min727

આ વર્ષે અમરનાથ યાત્રાએ જવાનું વિચારતા હોવ તો અત્યારથી તૈયારી કરવા માંડો, કેમકે અમરનાથ યાત્રા શ્રાઇન બૉર્ડે અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરી છે.

અમરનાથ યાત્રા ૨૦૨૧નો પ્રારંભ ૨૮ જૂનથી કરવામાં આવશે. જોકે, યાત્રા દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

  • અમરનાથયાત્રા માટે ૧લી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે
  • પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર બેંક અને કેટલીક યસ બેંકની બ્રાન્ચમાંથી અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે
  • તા.૨૨મી ઓગસ્ટ ૨૦૨૧ના પૂર્ણિમા (રક્ષાબંધન)ના દિવસે અમરનાથ યાત્રાને પૂર્ણ જાહેર કરાશે

યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યાની કોઇ મર્યાદા રાખવામાં નથી આવી. બાબા અમરનાથની ૫૬ દિવસની યાત્રા ૨૮મી જૂનથી શરૂ થશે અને ૨૨મી ઑગસ્ટ સુધી ચાલશે. દેશવિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે યાત્રાની વ્યવસ્થાની મોટે પાયે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

યાત્રાળુઓની સુરક્ષા વિશે સતર્ક સરકાર આ વર્ષે રેડિયો ફ્રિક્વન્સી દ્વારા યાત્રાળુઓ પર નજર રાખશે. આ માટે સરકારે જરૂરી વ્યવસ્થા કરી રાખી છે અને બાલટાલ તથા પહલગામમાં ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયા છે.

યાત્રાની શરૂઆતમાં યાત્રાળુઓને ટૅગ આપવામાં આવશે અને એની મદદથી એમના પર નજર રાખવામાં આવશે. આ ટૅગની મદદથી આપત્તિના સમયે યાત્રાળુને ઝડપથી મદદ પહોંચાડી શકાશે.

Amarnath Yatra would commence on June 28 on auspicious day of Ashaad Chaturthi & conclude on Shravan Purnima (Raksha Bandhan)

The annual Amarnath yatra to the 3,880-metre high cave shrine in the south Kashmir Himalayas will commence on 28 June 28 and culminate, as per the tradition, on the day of Raskha Bandhan festival on 22 August, officials said today.

A decision to this effect was taken at the 40th board meeting of the Shri Amarnath Shrine Board (SASB) chaired by Lt Governor Manoj Sinha at Raj Bhavan here, the officials said.

The Jammu and Kashmir administration said, “Advance registration of pilgrims from Amarnath Yatra will commence from April 1 through 446 designated branches of Punjab National Bank, Jammu and Kashmir Bank and YES Bank, located in 37 states and UTs.”

March 13, 2021
corona_india.jpg
1min597

દેશમાં નોંધાતા નવા દૈનિક કુલ કેસમાં પૈકી ૮૫ ટકા કેસો છ રાજ્યો, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુના હોવાનું આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ એમ છ રાજ્યમાં કોરાનોના નવા દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૦૮,૮૪૬ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૧,૯૭,૨૩૭ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૭૪ ટકા છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્ર ૧૪,૩૧૭, કેરળ ૨૧૩૩, પંજાબ ૧૩૦૫નો સમાવેશ થાય છે.

દેશમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસમાં પાંચ રાજ્યનું યોગદાન ૮૨.૯૬ ટકા, મહારાષ્ટ્ર અને કેરળ બે રાજ્યમાં કુલ યોગદાન ૭૧.૬૯ ટકા હોવાનું તેમણે કહ્યું હતું.

ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યાનો આંક ૧,૯૭,૩૩૭ પર પહોંચ્યો છે જે કુલ કેસના ૧.૭૪ ટકા જેટલો હોવાનું કોરોના દેખરેખ અધિકારીએ નવી દિલ્હી ખાતેથી કહ્યું હતું.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જે છેલ્લા ૭૮ દિવસનો સર્વોચ્ચ આંક હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૧૭ જણનાં મોત થયાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૩૦૬ પર પહોંચી ગયો છે.

છેલ્લે ૨૪ ડિસેમ્બરે ૨૪ કલાકમાં કોરોનાના ૨૪,૨૪,૭૧૨ કેસ નોંધાયા હતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા છ દિવસમાં દેશમાં કોરોનાના ૧,૧૬,૭૫૮ કેસ નોંધાયા હતા.

આઈસીએમઆરના જણાવ્યા અનુસાર દેશમાં ૧૧મી માર્ચ સુધીમાં ૨૨,૪૯,૯૮,૬૩૮ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

શુક્રવારે દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૧૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૫૭ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે રહ્યું હતું.

March 13, 2021
corona-gujarat.jpg
1min471

તા.૧૨મીએ રાત્રે ૯ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા કુલ 715 કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં રાજ્યમાં કોરોનાગ્રસ્ત હોય તેવા 495 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગર, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રાજ્યનો રિકવરી રેટ પણ 96.95%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 145, સુરતમાં 196, વડોદરામાં 117 તેમજ રાજકોટમાં 69 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 4006 એક્ટિવ કેસમાંથી 51 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 3955 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત અને સુરતમાં પણ 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4420એ પહોંચ્યો છે.

March 13, 2021
cia_society-1280x880.jpg
1min1197

કેન્દ્ર સરકારે શુક્રવારે તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સ્થળાંતરીય લાભાર્થીઓ માટે ‘મેરા રાશન’ મોબાઇલ ઍપ લોન્ચ કરી હતી, જેના થકી તેઓ વાજબી ભાવની દુકાન શોધી શકે છે, તેમના હકની વિગતો જાણી શકે છે અને તેમના તાજેતરના વ્યવહારોની તપાસ કરી શકે છે.

Govt launches 'Mera Ration' app: Details here

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા આ ઍપ લોન્ચ કરવામાં આવી છે. હાલમાં આ ઍપ હિંદી અને અંગ્રેજી ભાષામાં છે. ટૂંક સમયમાં આ ઍપ અન્ય ૧૪ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) મુજબ જાહેર વિતરણ સેવા (પીડીએસ) અંતર્ગત અત્યંત ઓછા દરે એટલે કે કિલો દીઠ એકથી ત્રણ રૂપિયાના દરે દેશના ૮૧ કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે અને તેઓને ‘વન નેશન વન રેશન કાર્ડ’ અંતર્ગત દેશના ૩૨ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં રેશન કાર્ડ પોર્ટેબિલીટી સેવાનો લાભ પણ આપવામાં આવે છે.

March 13, 2021
NEET-1.png
1min906

Jayesh Brahmbhatt 98253 44944

દેશભરમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી નીટ ૨૦૨૧ પ્રવેશ પરીક્ષા આગામી તા.૧લી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે પણ નીટનો સ્કોર જરૂરી છે.

એમ.બી.બી.એસ. અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની લઘુત્તમ લાયકાત ૫૦ પર્સન્ટાઇલ છે જ્યારે મેરીટની ગણતરીમાં સંપૂર્ણપણે નીટના માર્કસ (પર્સન્ટાઇલ સ્કોર) ધ્યાનમાં લેવામાં આવે છે.

નીટ પરીક્ષા હિન્દી, અંગ્રેજી સમેત કુલ ૧૧ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવે છે.

નીટ પરીક્ષા ઓફલાઇન, પેન એન્ડ પેપર મોડથી રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે.

March 12, 2021
maha_corona.jpg
1min559

ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ હવે ભયજનક સ્થિતિ પેદા કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળની સ્થિત અત્યંત કપરી બની રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણ માટે લૉકડાઉન જેવા પગલાં ભરવાનું શરૂ કરાયું છે. એ સિવાય પંજાબ, કેરળ વગેરે રાજ્યોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. અકોલામાં 15 માર્ચ સુધી લોકડાઉન લાગુ રહેશે. પુણેમાં પણ નાઈટ કર્ફ્યૂની સરકારે જાહેરાત કરી છે.

અકોલામાં તંત્રએ શુક્રવારના રાતથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. અકોલામાં શુક્રવારે રાત્રીના 8 વાગ્યાથી સોમવારના સવારના 8 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે. કોરોના વાયરસના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારે આકરા નિયમો લાદ્યા છે. કોરોનાના કેસોનો પ્રકોપ વધતા નાગપુરમાં પણ લોકડાઉન લાગુ કરાયું છે. આ ઉપરાંત 31 માર્ચ સુધી શાળા અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે. હોટેલ અને બારને પણ રાતના 10 વાગ્યા પછી ખુલ્લા નહીં રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

કોરોનાએ ફરી સ્પીડ પકડતાં મહારાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉન રહેશે અને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ થશે. થાણેમાં 16 હોટસ્પોટમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ સંકેત આપ્યા છે કે જો કોરોનાના કેસો વધવાનું બંધ નહીં થાય તો કેટલાક સ્થળે લોકડાઉન લાગુ થઈ શકે છે. નાગપુર પછી પુણે, મુંબઈ અને થાણે જેવા ગીચ વિસ્તારોમાં લોકડાઉન લાગુ થવાની સંભાવના છે.

પંજાબના ૫ જિલ્લાઓમાં રાત્રિ કરર્ફ્યુ

પંજાબમાં કોરોના કેસમાં વધારો થતાં પાંચ જિલ્લાઓ, જેમાં જલંધર, એસબીએસ નગર, હોશિયારપુર અને કપૂરથલામાં નાઈટ કર્ફ્યૂ ઇમ્પોઝ કરવામાં આવી ચૂક્યો છે. પટિયાલામાં પણ નાઈટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે.

ગુરુગ્રામમાં બુધવાર સુધીમાં 18 કન્ટેનમેન્ટ ઝોન થઈ ગયા હતા. આ વિસ્તારને સીલ કરાયા છે. મૂવમેન્ટ પર રોક લગાવવાની સાથે રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તાર હોટસ્પોટ બન્યા છે ત્યાં પોલીસ દ્વારા કોર્ડન ઓફ કરાઈ રહ્યો છે. માસ્ક ન રહેરનારા પાસે ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

March 12, 2021
pmatgandhiashram.jpg
1min581
PM Narendra Modi pays floral tribute to Mahatma Gandhi at Sabarmati Ashram,  launches 'Amrit Mahotsav' | India News | Zee News

15 ઓગષ્ટ 2022ના રોજ દેશ 75મો સ્વતંત્રતા દિન ઉજવશે, તેના 75 સપ્તાહ અગાઉ પીએમ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવ્યો છે. આ પર્વની શરુઆત કરાવતા પીએમે જણાવ્યું હતું કે 15 ઓગષ્ટ 2023 સુધી આઝાદીનો અમૃત મહોત્સવ દેશભરમાં ઉજવવામાં આવશે. દેશના દરેક નાગરિકને તેનો હિસ્સો બનવા માટે પણ પીએમે અપીલ કરી હતી. તેમણે આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવની વેબસાઈટ india75.nic.in પ્રારંભ કરાવ્યો હતો.

પીએમે આજે ગાંધી આશ્રમથી આજે દાંડીયાત્રાનો પણ પ્રારંભ પણ કરાવ્યો હતો. દાંડીયાત્રાના 91મા વર્ષે નીકળેલી આ યાત્રા 06 એપ્રિલના રોજ દાંડી પહોંચશે, જેમાં 81 લોકો જોડાયા છે. આજના કાર્યક્રમનો હિસ્સો બનવા માટે પીએમ મોદી કળા-સાહિત્ય, નાટ્ય જગત, ફિલ્મ જગત અને ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટટ સાથે સંકળાયેલા લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ દેશના ભૂતકાળમાં વિખરાયેલી પડેલી અનેક વાર્તાને શોધીને તેમને જીવંત બનાવે.

દેશ 75મા આઝાદી પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે, ત્યારે પીએમે દેશની ઉપલબ્ધીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આજે પણ દેશની ઉપલબ્ધીઓ માત્ર આપણી નથી, પરંતુ આખી દુનિયાને રોશની બતાવનારી છે, માનવતાની આશા જગાવનારી છે. ભારતની આત્મનિર્ભરતાથી ઓતપ્રોત આપણી વિકાસ યાત્રા આખી દુનિયાની વિકાસ યાત્રાને ગતિ આપનારી છે.

pm modi gandhi ashram note

પીએમ મોદીએ ગાંધીઆશ્રમની વિઝિટર્સ બુકમાં લખેલો સંદેશ
પીએમે જણાવ્યું હતું કે, આપણે ભારતીય ચાહે દેશમાં હોઈએ કે પછી વિદેશમાં, આપણે પોતાની મહેનતથી પોતાની જાતને સાબિત કરી છે. આપણને આપણા બંધારણ, લોકતાંત્રિક પરંપરાઓ પર ગર્વ છે. લોકતંત્રની જનની ભારત આજે પણ લોકતંત્રને મજબૂતી આપતા આગળ વધી રહ્યું છે.

દેશની આઝાદીની લડાઈને યાદ કરતા પીએમે જણાવ્યું હતું કે, દેશના આ ગૌરવનું જતન કરવા માટે છેલ્લા છ વર્ષથી સજાગ પ્રયાસ કરાઈ રહ્યા છે. દરેક રાજ્ય, દરેક ક્ષેત્રમાં આ દિશામાં પ્રયાસ કરાઈ રહ્યા છે. દાંડીયાત્રા સાથે જોડાયેલા સ્થળનો પુનરુદ્ધાર પણ બે વર્ષ પહેલા જ કરાયો છે.

દાંડીયાત્રાનો ઉલ્લેખ કરતા પીએમે જણાવ્યું હતું કે, તેનો પ્રભાવ અને સંદેશ પણ એવો જ છે, જે આજે દેશ અમૃત મહોત્સવના માધ્યમથી લઈને આગળ વધી રહ્યો છે. આપણા દેશમાં મીઠાનું મૂલ્ય ક્યારેય તેની કિંમતથી આંકવામાં નથી આવ્યું. આપણે ત્યાં તેનો મતલબ છે વફાદારી, વિશ્વાસ અને વફાદારી. ગાંધીજી આ દર્દને સમજ્યા, અને જન-જન સાથે સંકળાયેલી નાડીને પકડી, અને જોતજોતામાં જ આ આંદોલન દરેક ભારતીયનું આંદોલન બની ગયું, અને દરેક ભારતીયનો સંકલ્પ બની ગયો.

March 12, 2021
breaking_CIA-1280x831.jpg
2min1025
May be an image of 2 people
Surat Mayor Hemali Boghawala with PM Shri Modi, File Photo

સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે હેમાલી બોઘાવાલા તેમજ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પરેશ પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી તેમજ શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવાનો મેન્ડેટ ભાજપના પ્રદેશ મોવડી મંડળે આપ્યો હતો.

May be an image of 4 people and people smiling
SMC Standing Committee chairman Shri Paresh Patel with PM Shir Modi, file photo

Standing Committee Members

સ્થાયી સમિતિની ટીમ

  • વ્રજેશ ઉનડકટ,
  • ઉર્વશી પટેલ,
  • ચીમન પટેલ,
  • દક્ષેશ વાઘાણી,
  • સુધાકર ચૌધરી,
  • મનીષા મહાત્મા,
  • ભૂષણ પાટીલ,
  • રશ્મિબેન,
  • અમીતાબેન પટેલ,
  • ધર્મેશ ભાલાળા

ભાજપાના પ્રદેશ મોવડી મંડળે સુરતમાં જ્ઞાતિ કે કોમના કોઇપણ સમીકરણોને પ્રાધાન્ય નહીં આપીને પહેલી વખત બોલ્ડ નિણર્ય લીધો છે.

March 12, 2021
indiavsenglandt20.jpg
1min493

ટીમ ઈન્ડિયા સામે હવે ટી20 ચેલેન્જ છે. ઈંગ્લેન્ડ સામે પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો શુક્રવારે રમાશે. ભારતીય ટીમની નજર શ્રેણી જીતવા ઉપરાંત ભારતમાં જ આયોજીત ટી20 વર્લ્ડકપ માટે પરફેક્ટ સંયોજન શોધવા ઉપર રહેશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

કેપ્ટન વિરાટ કોહલીનું મુખ્ય લક્ષ્ય શ્રેણી મારફતે ઓક્ટોબરમાં થનારા વિશ્વકપ માટે ખેલાડીઓને પસંદ કરવા ઉપર રહેશે. ભારતીય કેપ્ટન આ માટે ઈયોન મોર્ગનની આગેવાનીની દુનિયાની નંબર 1 ટી20 ટીમથી વધારે સારા પ્રતિદ્વંદ્વીની આશા કરી શકે નહી.

શ્રેણી દરમિયાન સપાટ પીચ ઉપર ખૂબ રન બનવાની સંભાવના છે. તેવામાં ભારતીય બોલરો માટે સ્થિતિ સરળ નહી રહે. ઈંગ્લેન્ડના આક્રમક વિકેટકીપર જોશ બટલરે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ માટે આ શાનદાર તક છે કે અલગ પરિસ્થિતિમાં રમવાનો મોકો મળી રહ્યો છે અને જ્યાં વિશ્વકપ પણ રમાવાનો છે.

ભારત પાસે દરેક સ્થળ માટે અલગ અલગ વિકલ્પ છે અને તેવામાં આ કેપ્ટન માટે સારો માહોલ છે. જો કે ઘણી વખત મુશ્કેલ સ્થિતિ પણ બની શકે છે. જેમ કે 2019માં ટૂર્નામેન્ટમાં ભારત પાસે નિયમિત રૂપે ચોથા ક્રમાંકનો બેટ્સમેન નહોતો.

અનુભવને ધ્યાને લઈને કોહલી અને મુખ્ય કોચ રવિ શાત્રી ઈચ્છશે કે તેઓ નિર્ણય કરે કે વિશ્વકપમાં રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કોણ કરશે. તેમની પાસે કેએલ રાહુલ અને શિખર ધવનના રૂપમાં બે વિકલ્પ છે.

સામાન્ય રીતે સીમિત ઓવરના અંતિમ ઈલેવનમાં રાહુલની પસંદગી લગભગ નક્કી છે. પરંતુ વૈશ્વિક પ્રતિયોગિતામાં શિખર ધવને હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમના સૌથી સીનિયર ખેલાડીઓમાંથી એક છે. કોહલી જો ધવનને તક આપવાનો નિર્ણય કરશે તો રાહુલને ચોથા ક્રમાંકે ઉતરવું પડશે.

આ મુશ્કેલ નિર્ણય છે જે કોહલીએ લેવાનો છે. કારણ કે બન્ને રમશે તો શ્રેયસ અય્યર અથવા આકરી મહેનત બાદ ટીમમાં જગ્યા મેળવનારા સૂર્યકુમાર યાદવને બહાર બેસવું પડશે. શ્રેયસ અને સૂર્યકુમાર ચોથા કે પાંચમા ક્રમાંકે આક્રમક બેટિંગ કરે છે.’ ટીમ પ્રબંધન તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.

મોટેરા પીચ નિશ્ચિત રીતે સપાટ રહેશે. બન્ને ટીમમાં ઘણા આક્રમક બેટ્સમેન છે અને તેવામાં દર્શકોને ઢગલાબંધ બાઉન્ડ્રી જોવા મળી શકે છે.

ભારત પાસે ઉપકેપ્ટન રોહિત ઉપરાંત ઋષભ પંત અને હાર્દિક પંડયા જેવા તોફાની બેટ્સમેન છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ડેવિડ મલાન અને જેસન રોય જેવા આક્રમક બેટ્સમેન છે.

ટી નટરાજન ઉપલબ્ધ ન હોવાથી બોલિંગ આક્રમણની આગેવાની વાપસી કરનારો ભૂવનેશ્વર કુમાર કરશે. જ્યારે સીનિયર સ્પિનર યુજવેન્દ્ર ચહલ તેનો સાથ આપશે. ચહલને વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ બન્નેનો સાથ મળી શકે છે. ત્યારબાદ શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને નવદીપ સૈનિમાંથી કોઈ એકને તક મળશે.

March 12, 2021
bharat_e_market.jpg
1min605

ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે હવે એમેઝોન, ફિલ્પકાર્ટ સિવાય વધુ એક મોટુ પોર્ટલ ઉપલબ્ધ થયુ છે. ટોચની ઈ કોમર્સ કંપનીઓને ટક્કર આપવા દેશી ભારત ઈ માર્કેટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ પ્લેટફોર્મ પર સૌથી સસ્તા દરે સામાન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આશરે 8 કરોડ વેપારીઓના બનેલા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ વેન્ડર મોબાઈલ એપ્લીકેશન ભારત ઈ માર્કેટ ગુરુવારે દિલ્હીમાં લોન્ચ કરી હતી. જે સીધી રીતે એમેઝોન અને ફિલપકાર્ટને ટક્કર આપશે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ વિઝન પર આધારીત આ પ્લેટફોર્મ અંગે સીએઆઈટીએ દાવો કર્યો છે કે ડિસેમ્બર ર0ર1 સુધીમાં તેમાં 7 લાખ ટ્રેડર્સ જોડવાનો અંદાજ છે અને ડિસેમ્બર ર0ર3 સુધીમાં તેમાં 1 કરોડ ટ્રેડર્સ જોડાઈ જશે. આવુ થતાં જ તે દુનિયાનું સૌથી મોટુ ઈ કોમર્સ પ્લેટફોર્મ બની જશે. આ દેશી મોબાઈલ એપની હરિફાઈ વિશ્વની ટોચની ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન, ફિલ્પકાર્ટ અને અલીબાબા સાથે થશે. આ પોર્ટલ પર વેપારીથી વેપારી અને વેપારીથી ગ્રાહક વચ્ચે માલનું ખરીદ-વેચાણ કરી શકાશે.’

ભારત ઈ માર્કેટ પર પોતાની ઈ દુકાન ખોલવા વ્યક્તિએ મોબાઈલ એપથી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાસ બાબત એ છે કે તેમાં નોંધાયેલી કોઈ માહિતી વિદેશ નહીં જાય કારણ કે આ સંપૂર્ણ સ્વદેશી એપ છે. કોઈ પણ વિદેશી ફંડને આ પ્લેટફોર્મ પર સ્વીકારવામાં નહીં આવે. કોઈ પણ વેપારી મેડ ઈન ચાઈના માલ અહીં નહીં વેંચે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા વેપારીઓ, કારીગરો, શિલ્પકારો, ઉત્પાદકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ થશે. આ પોર્ટલ પર કારોબારમાં કોઈ કમિશન વસૂલવામાં નહીં આવે.