યુક્રેન સાથે જંગ છેડનાર રશિયાના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ ગયો છે જે શરમજનક કહી શકાય.
રશિયા હવે દુનિયાનો એવો દેશ બની ગયો છે જેના પર સૌથી વધારે પ્રતિબંધો લાગુ થઈ ગયા છે.આ બાબતમાં રશિયાએ ઈરાન અને નોર્થ કોરિયાને પણ પાછળ રાખી દીધા છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપે રશિયા પર અત્યાર સુધીમાં 5530 પ્રતિંબંધો લગાવ્યા છે.
રશિયા પર આ પૈકીના 2754 પ્રતિબંધ તો 22 ફેબ્રુઆરીથી જ લાગેલા છે અને બીજા પ્રતિબંધો એ પછી લાગુ કરાયા છે.
ઈરાનની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં તેના પર 3616 પ્રતિંબધ લગાવ્યા છે.મોટાભાગના પ્રતિબંધ આતંકવાદ અને ન્યુક્લિયર પ્રોગ્રામના કારણે લગાવાયા છે.જ્યારે સીરિયા અને નોર્થ કોરિયા પર ક્રમશ 2608 અને 2077 પ્રતિબંધ લાગુ થયેલા છે.જ્યારે રશિયા પર માત્ર 10 દિવસમાં 5000 કરતા વધારે પ્રતિબંધ લગાવી દેવાયા છે.
રશિયા પર સૌથી વધારે 568 પ્રતિબંધ સ્વિત્ઝરલેન્ડ દ્વારા લગાવાયા છે.એ પછી યુરોપિયન યુનિયને 518 અને ફ્રાંસે 512 પ્રતિબંધ લગાવ્યા છે.અમેરિકાએ 243 પ્રતિબંધ મુક્યા છે.
આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહિલાઓનાં સશક્તિકરણ માટે અસાધારણ કાર્ય કરનાર ૨૯ મહિલાઓ અને સંસ્થાઓને વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માટેનો ‘નારી શક્તિ’ પુરસ્કાર આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઍવૉર્ડ વિજેતા મહિલાઓ સાથે વાતચીત કરશે. વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ પ્રત્યેકના ૧૪ ઍવૉર્ડ કુલ ૨૯ મહિલાને આપવામાં આવશે.
ખાસ કરીને સમાજના વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગની મહિલાઓનાં સશક્તિકરણ માટે તેમણે કરેલાં કાર્યો બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવશે. સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવનાર મહિલાઓને આ પુરસ્કારથી નવાજવામાં આવશે.
સમાજમાં સમાનતા લાવવા અને મહિલાઓને પ્રોત્સાહન આપવા આ પુરસ્કાર આપવામાં આવશે.
Nari Shakti Puruskar 2020
Sl. No
Name
State/ UT
Domain
Anita Gupta
Bihar
Social Entrepreneur
Ushaben Dineshbhai Vasava
Gujarat
Organic farmer & Tribal Activist
Nasira Akhter
Jammu & Kashmir
Innovator – Environmental Conservation
Sandhya Dhar
Jammu & Kashmir
Social Worker
Nivruti Rai
Karnataka
Country Head, Intel India
Tiffany Brar
Kerala
Social Worker – Working for Blind people
Padma Yangchan
Ladakh
Revived the lost cuisine & clothing in Leh region
Jodhaiya Bai Baiga
Madhya Pradesh
Tribal Baiga Art Painter
Saylee Nandkishor Agavane
Maharashtra
Down syndrome affected Kathak Dancer
Vanita Jagdeo Borade
Maharashtra
First Women Snake Rescuer
Meera Thakur
Punjab
Sikki Grass Artist
Jaya Muthu, Tejamma (Jointly)
Tamil Nadu
Artisans – Toda embroidery
Ela Lodh (Posthumous)
Tripura
Obstetrician & Gynecologist
Arti Rana
Uttar Pradesh
Handloom Weaver & Teacher
Nari Shakti Puruskar 2021
Sathupati Prasanna Sree
Andhra Pradesh
Linguist – preserving minority tribal languages
Tage Rita Takhe
Arunachal Pradesh
Entrepreneur
Madhulika Ramteke
Chhattisgarh
Social Worker
Niranjanaben Mukulbhai Kalarthi
Gujarat
Author & Educationist
Pooja Sharma
Haryana
Farmer & Entrepreneur
Anshul Malhotra
Himachal Pradesh
Weaver
Shobha Gasti
Karnataka
Social Activist – Working for ending Devadasi system
Radhika Menon
Kerala
Captain Merchant Navy – First woman to receive award for Exceptional Bravery at Sea from IMO
Kamal Kumbhar
Maharashtra
Social Entrepreneur
Sruti Mohapatra
Odisha
Disability Rights Activist
Batool Begam
Rajasthan
Maand & Bhajan Folk Singer
Thara Rangaswamy
Tamil Nadu
Psychiatrist & Researcher
Neerja Madhav
Uttar Pradesh
Hindi Author – working for rights for transgenders and Tibetan refugees
ચાલુ માસથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાને અનુલક્ષીને ગુજરાત બોર્ડે દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન વ્યવસ્થા વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ, વાલીઓથી લઇને શાળાના શિક્ષકો, આચાર્યોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે.
ગુજરાત બોર્ડની પરીક્ષા હેલ્પલાઇન નં. 1800 233 5500
વિદેશી બજારોના નબળા સંકેતો અને ક્રૂડની ક્રૂર ચાલને પગલે Dt.07/03/2022ના સત્રમાં ભારતીય શેરમાર્કેટમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સામે પક્ષે સેફ હેવન ગણાતા સોના અને ડોલરમાં મક્કમ ચાલ જોવા મળી રહી છે.
શરૂઆતી સત્રમાં એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 52,542નું તળિયું બનાવીને સેન્સેકસ 12 કલાકે 1166 અંકોના કડાકે કારોબાર કરી રહ્યો છે.
યુક્રેન રશિયા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો જોવા મળતા ભારતનું ઈમ્પોર્ટ બિલ વધવાની ભીતિ છે. આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને અસરની આશંકાએ રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. ડોલરની સામે રૂપિયો આજે 77 તરફ આગળ વધ્યો છે.
શેરબજારના કડાકાને કારણે રૂપિયામાં દબાણ વધ્યું હતું અને 77ને સ્પર્શ્યા બાદ સવારે 10:00 કલાક આસપાસ 76.95 પર વેપાર કરી રહ્યો હતો જે અમેરિકી ડોલર સામે ભારતીય કરન્સીનું નીચલું સ્તર છે. અગાઉનો ઘટાડો એપ્રિલ 2020માં લોકડાઉન દરમિયાન કોરોનાના પીક વખતે 76.87 રૂપિયા નોંધાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Dt.7/3/22 યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ફોન પર લગભગ 35 મિનિટ સુધી વાત ચાલી હતી. પીએમએ ઝેલેન્સ્કી સાથે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. વડાપ્રધાને સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના ચાલી રહેલા પ્રયાસોમાં યુક્રેન સરકારના સમર્થનની પણ માંગ કરી હતી. સૂત્રો અનુસાર, વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી.
આ પહેલા 26 ફેબ્રુઆરીએ પણ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પીએમ મોદી વચ્ચે યુદ્ધ સંકટને લઈને વાતચીત થઈ હતી. ઝેલેન્સ્કીએ આ દરમિયાન ભારતના રાજકીય સમર્થનની માંગ કરી હતી. તે સમયે યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને યુક્રેનમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે દોષિત હર્ષ સહાયને Dt.7/3/22 ફાંસીની સજા ફટકારી છે જ્યારે સહ આરોપી હરિઓમને આજીવદ કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારને 7.50 લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
સુરતના પાંડેસરામાં ચકચારીત માતા-બાળકી પર રેપ બાદ હત્યા મામલે 3 દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને દોષિત ઠેરવ્યો છે. આ સાથે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યો છે.
એપ્રિલ 2018માં માસૂમ બાળકી અને તેની માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાતા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસે આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા. શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર ન હતી. કારણ કે બંનેની લાશ જુદી-જુદી જગ્યાએથી મળી આવી હતી. બાદમાં ડીએનએ કરતા બંને માતા અને દીકરી હોવાની પૃષ્ટિ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી.
માતાની હત્યા લગભગ 4 દિવસમાં જ માતાના મૃતદેહ બાદ બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બન્નેની ઓળખ માટે પોલીસે લગભગ 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. છતાંય કોઈ સફળતા મળી નહોતી. જોકે આખરે એક CCTV કેમેરાની ફૂટેજના આધારે કડી મળી હતી અને કારમાં સવાર આરોપીઓ પકડાઈ ગયા અને પૂછપરછમાં તેમને ગુનો કબૂલ કરી લીધો હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, માતા અને દીકરીને રાજસ્થાનના એક ગામમાંથી કામ અપાવવાના બહાને સુરતના કામરેજ ખાતે લવાયા હતા. જ્યાં એક ક્ન્સ્ટ્ર્ક્શન સાઈટ પર કામ અપાવ્યા બાદ આરોપીઓએ પહેલા માતા અને બાદમાં દીકરીની હત્યા કરી બંને લાશ અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધી હતી.
હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે, બંગાળનાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેની અસર ગુજરાતનાં વાતાવરણ પર જોવા મળશે. જેને કારણે 6 માર્ચ પછી અને 10 તારીખ સુધીમાં વાતાવરણમાં થોડો પલટો આવશે. આ વચ્ચેનાં દિવસોમાં એટલે કે 7, 8 અને 9 તારીખ સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદ આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે. માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. જ્યારે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.
ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 5 માર્ચથી 12 માર્ચ દરમિયાન હળવા કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8થી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં 6/3/22થી કેટલાક દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી શકયતા છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેવાની વકી છે. વિપરીત વાતાવરણના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે. જોકે 6 થી 12 માર્ચના વાતાવરણના પલટાની શક્યતાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, હવે શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે અને તેવામાં જ સામાન્ય વરસાદની અગાહીએ ચિંતા વધારી છે. જો કમોસમી વરસાદ થાય તો ઉભા પાકમાં રોગ થવાની શકયતા રહે.
દેશ પર પડકારો આવે છે ત્યારે વંશવાદીઓ પોતાનું રાજકીય હિત જુવે છે : મોદીએ બુદ્ધીજીવીઓ સાથે ચર્ચા કરી
મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા, એકના મોતની સ્થિતિ તંગદીલ
વારાણસી : ઉત્તર પ્રદેશમાં છ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે હવે અંતિમ સાતમા તબક્કા માટે સાતમી માર્ચે મતદાન યોજાશે. સાતમા તબક્કામાં અંતિમ બાકી રહેલી 54 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો કુલ નવ જિલ્લાને આવરી લેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીનો પણ સમાવેશ થાય છે.
આ સાથે જ વિધાનસભાની એક મહિના સુધી ચાલેલી ચૂંટણીઓનો પણ અંત આવી જશે. આ સાથે જ એક મહિનો લાંબી ચાલેલી મતદાન પ્રક્રિયાનો પણ અંત આવશે જેની શરૂઆત 10મી ફેબુ્રઆરીએ થઇ હતી, કુલ પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા આ સાથે જ પૂર્ણ થઇ જશે.
ત્રણ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું હતું જ્યારે મણીપુરમાં બીજા અને અંતિમ તબક્કા માટે કુલ 76.04 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 82 ટકા મતદાન સેનાપતિ જિલ્લામાં થયું હતું. દરમિયાન મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
એવા આરોપો છે કે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઇંફાલમાં ભારે ઘર્ષણ થયું હતું, જે દરમિયાન ભાજપના એક કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. 25 વર્ષીય એલ અમુબા સિંહ નામના આ વ્યક્તિની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ છે.
હત્યાનો આરોપ ભાજપે કોંગ્રેસના એક કાર્યકર્તા પર લગાવ્યો છે. જ્યારે કેટલાક મતવિસ્તારોમાં હિંસાની ઘટના પણ સામે આવી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે પણ વારાણસીમાં જોવા મળ્યા હતા.
અગાઉ તેમણે અહી રોડ શો યોજ્યો હતો જ્યારે બીજા દિવસે શનિવારે મોદીએ વારાણસીના પદ્મશ્રી તેમજ પદ્મભુષણ એવોર્ડ વિજેતા બુદ્ધિજીવીઓની સાથે વાતચીત કરી હતી અને ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર રચવા માટે જનતાને અપીલ કરી હતી.
મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં જો સિૃથર સરકાર હશે તો મોટા અને સાહસીક નિર્ણયો લેવામાં સરકાર સક્ષમ રહેશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે રાષ્ટ્રની સામે પડકારો આવે છે ત્યારે વંશવાદી પોતાનંુ રાજકીય હિત જ જોવે છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. આઝમગઢમાં સપા વડા અખિલેશ યાદવની જાહેરીમાં તેઓ સપામાં સામેલ થયા હતા.
તા.૭ માર્ચના રોજ પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે, જેમાં વલસાડ-ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ રદ રહેશે. બે ટ્રેનો આંશિક રદ રહેશ જ્યારે ૨૦ ટ્રેનો ૩૫ થી ૪૦ મિનિટ મોડી ચાલશે.
વાપી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગના કાર્યને લઇને આગામી તા.૭ માર્ચે ટ્રેનોના સંચાલનને અસર થનાર છે. બાન્દ્રા ટર્મિનસ-વાપી પેસેન્જર ભિલાડ-વાપી વચ્ચે રદ રહેશે, વાપી-વિરાર શટલ વાપી અને ભિલાડ વચ્ચે રદ રહેશે.
મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મોડી પડશે. આ દિવસે મુંબઇથી વલસાડ, પોરબંદર, માતા વૈષ્ણોદેવી, અમૃતસર, ચંદીગઢ, ભુજ, જોધપુર, અમદાવાદ, ઉદયપુર સહિતના સ્ટેશનોએ જતી ટ્રેનો મોડી પડશે. રેલવેની વેબસાઇડ, હેલ્પલાઇન નંબર પર ટ્રેનોના સંચાલનને લગતી છેલ્લી માહિતી મેળવીને મુસાફરોએ મુસાફરી અંગેનો નિર્ણય લેવા રેલવે દ્વારા જણાવાયું છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રી અને સૌરાષ્ટ્રના સાંસદ મન્સુખ માંડવીયાની આજે રવિવાર, તા.6 માર્ચ 2022ની સુરતની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થતાં સુરતમાં સરકારી મેડીકલ કોલેજના નવા ભવનની ઉદઘાટન વિધીથી લઇને શહેરમાં યોજાયેલા અનેક સરકારી, ખાનગી કાર્યક્રમો આજે સવારે રદ કરી દેવાયા હોવાની માહિતી સરકારના અધિકૃત માહિતી ખાતા દ્વારા જારી કરવામાં આવી હતી. મન્સુખ માંડવીયાની સુરત મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી તમામ પૂર્વતૈયારીઓ પણ આ સાથે જ વ્યર્થમાં ગઇ હતી.
સુરતમાં આજે રવિવાર, તા.6 માર્ચ 2022ના રોજ કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ માટે ભપકાદાર તામઝામ કરવામાં આવ્યા હતા જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ, મન્સુખ માંડવીયાએ એકાએક દિલ્હી જવાનું થતા તેમના સુરત ખાતેના આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી હતી.
અલથાણ, ભીમરાડ ખાતે સ્વ.પદ્માબેન એચ. હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12.00 વાગ્યે બારડોલી તાલુકાના ટુંડી ગામના એડન હોમ્સ ખાતે ઉત્તર ગુજરાત 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સ્નેહમિલનમાં હાજરી આપવાના હતા. સાંજે કતારગામ, આંબાતલાવડી રોડ ખાતે પાટીદાર સમાજની વાડીના સભાખંડમાં સરદારધામ આયોજિત ‘યુવા સંગ વિચાર સંગોષ્ઠિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.