ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સતત એક માસ સુધી દેવાધિદેવ મહાદેવની વિશેષ આરાધના અને પૂજા થશે. શ્રાવણ માસને લઈ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રાવણ માસના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી અને અમાસ સહિતના સાત દિવસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન માટે મંદિર પરિસર સવારે ચાર વાગ્યે ખૂલશે અને રાત્રે ૧૧ વાગ્યે બંધ કરવામાં આવશે. જ્યારે આ સિવાયના દિવસોમાં ભગવાન ભોળાનાથના દર્શન માટે મંદિર પરિસર સવારે ૫.૩૦ કલાકે ખૂલશે અને રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે. દેવોના દેવ મહાદેવ એવા ભોળાનાથની પૂજા અર્ચના અને આરાધના કરવા માટે ખાસ ગણાતો મહિનો એટલે શ્રાવણ માસ. ત્યારે ૧લી ઑગસ્ટ, ૨૦૧૯ના ગુરુવારથી શ્રાવણ માસ શરૂ થાય છે. આથી શિવભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
શ્રાવણ મહિનો આવતા જ વરસાદની રિમઝિમ વાછટની વચ્ચે ઉત્તર ભારતમાં ચારે તરફ બોલ બમ, બોલ બમની ગૂંજ વહેતી થઇ જાય છે. તે કાવડ યાત્રાના ભક્તોના ઉલ્લાસ સ્વરની ગૂંજ હોય છે. આમ તો સામાન્ય રીતે શિવ ભક્ત શ્રાવણનો મહિનો શરૂ થતાં જ ગંગા નદી તરફ જવા નીકળી પડે છે અને તેનું પવિત્ર જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે. પણ જે ક્ષેત્રોમાંથી ગંગા નદી બહુ દૂર હોય છે ત્યાં
બીજી પવિત્ર નદીનું જળ લાવીને ભગવાન શિવ પર ચડાવાય છે.
પશ્ર્ચિમ અને દક્ષિણ ભારતમાં પણ હવે કાવડનીપરંપરા શરૂથઇ ગઇ છે. નાસિક પાસે આવેલા ત્ર્યંબકેશ્ર્વરમાં ભગવાન ત્ર્યંબકેશ્ર્વર એટલે કે શિવનો ગોદાવરી નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં
આવે છે. આ જ રીતે દક્ષિણ ભારતમાં કૃષ્ણા, કાવેરી નદીઓના જળથી પણ ભગવાન શિવનો જળાભિષેક થાય છે.
પણ મૂળ તો કાવડની ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રા ઉત્તર ભારતની જીવંત પરંપરાનો હિસ્સો છે. હરિદ્વાર અને ઋષિકેશથી અત્યારના દિવસોમાં જળ લાવીને શિવ ભક્તો પૂરા દેશમાં શિવ મંદિરોમાં જાય છે, જેના
કારણે પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાંચલનો એક મોટો હિસ્સો શ્રાવણમાં કાવડ યાત્રાથી તરબોળ થઇ જાય છે.
જો પૌરાણિક દૃષ્ટિએ જોઇએ તો એવું માનવામાં આવે છે કે રાવણ, પરશુરામ અને ભગવાન રામ દુનિયાના પહેલા કાવડિયા હતા, જેમણે નદીઓમાંથી પવિત્ર જળ લાવીને ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો. તેની પાછળ ધાર્મિક વાર્તાનીદૃષ્ટિએજોઇએ તો પૌરાણિક કાળમાં દેવતાઓ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ૧૪ રત્ન નીકળ્યા હતા. આ રત્નોમાં એક હળાહળ વિષ પણ હતું, જે બીજા દેવતાઓની વિનવણીથી ભગવાન શિવે પી લીધું હતું.
કહેવાય છે કે જ્યારે ભગવાન શિવે તે ઝેર પી લીધું તો તે એટલું બધું કડવું હતું કે તેને પીતા જ તેમનું પૂરું ગળું નીલા રંગનું થઇ ગયું. આથી જ તેમનું એક નામ નીલકંઠ પણ છે. તેનાથી ભગવાન શિવનું શરીર એકદમ ગરમીથી બળવા લાગ્યું. આથી તેમની દાહક ગરમીને ઓછી કરવા માટે દેવતાઓએ તેમના શરીર પર જળનો વરસાદ વરસાવ્યો.
આ રીતે તેમના ભક્તોએ પણ તેમનો જળાભિષેક કર્યો. ત્યારથી જ આખા શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો જળાભિષેક થાય છે. આખા દેશની પવિત્ર નદીઓમાંથી જળ લાવીને તેમના પર ચડાવવામાં આવે છે. જેથી પ્રતીકરૂપે પણ તેમના શરીરની ગર્મી ખતમ થઇ જાય. આ જળાભિષેક આખો શ્રાવણ માસ થાય છે. પણ સૌથી વધારે મંદિરોમાં ભીડ તેરસ અને ચૌદશે થાય છે. આ દિવસોમાં તો લાખો, કરોડો ભક્તો શિવની જળ આરાધના કરે છે.
જોકે, તેનું ફક્ત ધાર્મિક મહત્ત્વ જ નથી, પણ કાવડનું કારણ એક જબરજસ્ત સામાજિક અને સાંસ્કૃતિક કારણ પણ છે. વાસ્તવમાં કાવડ જળની મહત્તાને સ્થાપિત કરવા માટેનું કાર્ય પણ છે.
લોકો સેંકડો હજારો માઇલ પગે ચાલીને પવિત્ર નદીઓમાંથી જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે તો એક તરફ જળ એ મહત્ત્વની સંસ્કૃતિ છે તેની જાણ થાય છે તો બીજી બાજુ દેશનાં વિવિધ ક્ષેત્રોમાં રહેતા લોકોનું એક સામાજિક મિલન પણ થઇ જાય છે. જ્યાં સુધી આ કાવડ યાત્રાના કાયદા કાનૂનની વાત છે તો તે બહુ સ્થાયી પ્રકારના નથી.
આથી ક્યાંક તો કાવડિયા પોતાના ઘરેથી ગંગા કે
કોઇ બીજી પવિત્ર નદી સુધી પગપાળા જાય છે. પછી ત્યાંથી કાવડ લઇને ચાલે છે. પછી જ્યાં સુધી ભગવાન શિવ પર જળ નથી ચડાવી દેવાતું ત્યાં સુધી તે ના તો ક્યાંય અટકી શકે છે કે ના તો અન્ન, જળ ગ્રહણ કરી શકે છે.
પણકાવડ યાત્રીઓનો કોઇ એક નિયમ નથી. જુદી જુદી જગ્યાએ અને એક જ જગ્યાએપણ જુદા જુદા કાવડ યાત્રીઓ જુદા જુદા પ્રકારના નિયમોનું પાલન કરે છે. કેટલાક કાવડ યાત્રી હરિદ્વાર કે ઋષિકેશથી જળ લાવીને કેટલાંક પગલાં પગપાળા ચાલે છે અને તેના પછી કોઇ વાહનમાં પોતાની કાવડ રાખીને પોતાના ગંતવ્ય સ્થાન કે તે મંદિર સુધી પહોંચે છે જ્યાં તેમને ભગવાન શિવનો જળાભિષેક કરવાનો હોય છે.
અત્યારેહિન્દુ ધર્મની તમામ બીજી ધાર્મિક, સાંસ્કૃતિક ગતિવિધિયોની જેમ અહીં પણ કોઇ કટ્ટર નિયમ નથી. જેમને જેટલી શ્રદ્ધા હોય છે એ પરંપરાને તે તેટલી જ મહેનતથી સંપન્ન કરે છે.
આ પ્રકારની ધાર્મિક ગતિવિધિયો ફક્ત આપણને અપ્રત્યક્ષ રૂપે પ્રકૃતિ સાથે આત્મસાત કરવાની શીખ આપે છે એટલું જ નહીં પણ માણસની ભાવનાઓ, આસ્થા અને તેના સદીઓ જૂના વિચારોનું નિરંતર પ્રદાન કરે છે.આથી શ્રાવણ મહિનામાં બોલ બમ, બોલ બમની ગૂંજ ફક્ત ધાર્મિક સંદેશ જ નથી આપતી, પણ પ્રકૃતિ અને માનવીની સામંજસ્યતાનો મૂળ સંદેશ પણ આપે છે.
ગઇ તા.1લી જુલાઇ 2019થી શરૂ થયેલી બાબા અમરનાથ યાત્રામાં આ વખતે
યાત્રીઓની સંખ્યામાં વિક્રમી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 25 દિવસમાં જ ત્રણ લાખ
જેટલા યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કરી લીધા છે, યાત્રા હજુ અવિરતપણે જારી છે.
પહેલા 25 દિવસમાં અમરનાથ યાત્રીઓની સંખ્યામાં ગયા વર્ષના આ સમયગાળા કરતાં 25.51%નો વધારો થયો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને
રજિસ્ટ્રેશન કરાવીને કાફલામાં આવતા ભક્તોની સંખ્યામાં 54.98 ટકાનો ઉછાળો આવ્યો છે.
2018માં કુલ 61 દિવસમાં આખી યાત્રા પૂરી થઇ ત્યાં સુધીમાં 2.85 લાખ
યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. આમ, આ વખતે યાત્રીઓની સંખ્યામાં જંગી
વધારો જોવા મળ્યો છે.
કુદરતી રીતે આકાર પામતા શિવલિંગના
દર્શનાર્થે ભારત ઉપરાંત એન.આર.આઇ. પણ મોટી સંખ્યામાં દર વર્ષે આવતા હોય છે.
આ વર્ષની યાત્રા 15 ઓગસ્ટે પૂરી થશે. હજુ 21 દિવસ સુધી યાત્રા ચાલવાની હોવાથી સત્તાવાળાઓ એવી ગણતરી માંડી રહ્યા છે કે
અભૂતપૂર્વ રીતે અમરનાથયાત્રીઓની સંખ્યા વધશે, અગાઉના કોઇ વર્ષમાં નહીં નોંધાયા હોય
તેટલા અમરનાથ બાબાના ભક્તો આ વખતે યાત્રામાં ઉમટશે એ બાબત નિશ્ચિત થઇ ચૂકી છે.
અત્યાર સુધી
અમરનાથા યાત્રામાં સામેલ થયેલા સવા ત્રણ લાખ શ્રદ્ધાળુ પ્રતિ ચોંકાવનારુ તથ્ય એ છે
કે લગભગ સવા બે લાખ લોકોએ કોઇ પણ સુરક્ષા વિના એટલે કે જમ્મુથી રવાના થતા કાફલાથી
અલગ થઇને યાત્રા કરી છે. એનો અર્થ એ થાય છે કે માત્ર એક લાખ જેટલા શ્રદ્ધાળુ માટે
જ રોડબંધી કરવામાં આવે છે, જેને કારણે લખનપુરથી લઇને યાત્રાના પડાવ
સ્થળ સુધી લાખો લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.
આ પરેશાની માત્ર
યાત્રીઓને નહીં, પરંતુ સ્થાનિકોને પણ ભોગવવી પડે છે અને આ
યાત્રા સિવાય અહીં ફરવા આવેલા ટૂરિસ્ટોને પણ ભારે અગવડ ભોગવવી પડે છે, જેઓ લાખો રૂપિયા ખર્ચીને કાશ્મીર ફરવા આવ્યા છે.
અનંતનાગમાં રહેતા એક
વ્યક્તિ જહૂર અહમદે સવાલ કર્યો હતો કે માત્ર મુઠ્ઠીભર લોકોને કોન્વોયમાં લઇને
જવાના હોય છે તે એના માટે લાખો લોકોને શા માટે પરેશાન કરવામાં આવે છે. જહૂર અનંતનાગથી
શ્રીનગર કામ માટે આવે છે. જે દિવસથી યાત્રા શરૂ થઇ છે તે દિવસથી તેની બે કલાકની
સફર સાત કલાકની થઇ ગઇ છે. રોડબંધી અને રેલબંધીને કારણે જમ્મુના હજારો લોકો ત્રસ્ત
છે, જેમને રાજમાર્ગથી જવાનું હોય છે અને તેમને
લિંક માર્ગ પર રોકી દેવામાં આવે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આમ નાગરિકોને
પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા ૧૫ ઑગસ્ટ સુધી ચાલશે.
જમ્મુ નિવાસી ૪૫
વર્ષીય અજય ખજૂરિયા છેલ્લાં કેટલાક વર્ષથી અમરનાથ યાત્રામાં સામેલ થઇ રહ્યા છે.
તેઓ આજ સુધી કોઇ પણ કાફલાનો હિસ્સો બનીને યાત્રામાં નથી ગયા. તેમણે જણાવ્યું હતું
કે અસુરક્ષાનો કોઇ માહોલ નથી. લોકોમાં ખાલી હાઉ પેદા કરવામાં આવ્યો છે. જોકે, તેમના પાછા ફરતી વખતે રોડબંધીનો સામનો જરૂર કરવો
પડ્યો છે.
24 જુલાઈ સુધીમાં રજિસ્ટર કરાવેલા કાફલામાં 1.07 લાખ લોકો આવ્યા હતા. ગયા વર્ષે આ સમયગાળામાં 69,164 યાત્રીઓ રજિસ્ટર કરાવેલા કાફલામાં ગયા
હતા. આ વર્ષે વાહનોના કાફલામાં 80.98%નો વધારો થયો છે. 24 જુલાઈ સુધીમાં વાહનોના કાફલાની સંખ્યા વધીને 4,349 થઈ છે. 2018ના પહેલા 25 દિવસમાં આ સંખ્યા 2,403
હતી.
અમરનાથની ગુફામાં દર્શન કરવા જતા લોકોની
સંખ્યામાં વધારો થવા પાછળનું કારણ આ વખતે ગોઠવાયેલો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. આ
વખતે નવો સિક્યુરિટી પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં લોકલ પોલીસ બંદોબસ્ત, 24 કલાક નાકા પર ચેકિંગ, સીસીટીવી અને સેટેલાઈટ ઈમેજ દ્વારા
યાત્રા પર રખાતી નજર, RFID ટેગિંગવાળા વાહનો, બચાવકાર્ય માટે પર્વતારોહકોની ટીમ, અમુક ચોક્કસ સ્થળોએ SDRFની ટીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત
ગૃહમંત્રી અમિત શાહે ગયા મહિને જમ્મૂ-કાશ્મીર જઈને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી
હતી. લોકસભામાં કેંદ્રીય ગૃહમંત્રાલયે માહિતી આપી હતી કે આ વખતે અમરનાથ યાત્રીઓ પર
પથ્થરમારો થવાની શક્યતા નથી.
મહેસાણામાં રવિવાર 14 July 2019 સવારે જન્મભૂમિ એક્સપ્રેસ(19107) ટ્રેન આવી પહોચતા સાંસદ જુગલજી ઠાકોર ,સ્ટેશન અધિકારી એસ.આર.મીના સહિત આગેવાનો,અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું અને લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યુ હતું.
જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે.
ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે.
સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે.
ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.
૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો.
ગુરુવારે રથયાત્રા સાથે અખંડ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ’ અને ‘લક્ષ્મી’યોગ, આ દિવસે કરેલું કાર્ય સિદ્ધિ-સફળતા અપાવશે
ગુરુવાર, તા.૪ જુલાઈ 2019 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નો દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ગુજરાતી વર્ષ પ્રમાણે અષાઢી બીજના આ ઉત્તમ દિવસે જ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ’, ‘લક્ષ્મી યોગ’નો સમન્વય થઈ રહ્યો છે. જેથી આ દિવસે શુભ કાર્યો માટે અને કાર્યસિદ્ધિ માટે સર્વોત્તમ બની રહેશે. એટલા માટે જ ગુરુવાર આવી રહેલા આ યોગના અત્યંત શુભ માનવામાં આવે છે.
અષાઢ સુદ બીજ, તા.૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં વહેલી સવારે ૪.૪૦ મિનિટે આવે છે અને રાત્રિના ૨.૩૧ મિનિટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રની સાથે મંગળ પણ છે. એટલે ચંદ્ર-મંગળનો ‘લક્ષ્મી યોગ’ થાય છે.
બારમે સૂર્ય, શુક્ર અને રાહુ મિથુન રાશિના છે. ચંદ્રકુંડળી અનુસાર સૂર્ય ધન સ્થાનનો માલિક બને છે અને શુક્ર લાભ સ્થાનનો માલિક બને છે. આ બન્નેની યુતિ ધન-પ્રાપ્તિમાં સહાયક છે. તેની સાથે ઉચ્ચનો રાહુ છે. સામાન્ય રીતે રાહુ નકારાત્મક શક્તિનો દ્યોતક છે, પરંતુ મિથુન રાશિમાં રહેલો ઉચ્ચનો રાહુ હકારાત્મક બને છે. તેની સાથે છઠ્ઠા સ્થાનમાં ધન રાશિમાં રહેલો શનિ તે આ સ્થાનમાં શ્રેષ્ઠ ફળ
આપનાર છે.
વૃશ્ચિક રાશિનો ગુરુ પાંચમા સ્થાનમાં છે અને તે વક્રી હોવાથી ‘શુભા વક્રા અતિશુભા’ શુભ ગ્રહો વક્રી થાય તો વધુ શુભ ફળ આપે છે. એ મુજબ પાંચમા સ્થાનમાં રહેલો ગુરુ વધુ શુભ ફળ આપનારો છે અને તે નવમા ભાગ્ય સ્થાનનો માલિક છે અને તે સ્થાન પર ગુરુની દૃષ્ટિ હોવાથી ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થશે. ગુરુની ચંદ્ર-મંગળ અને બુધ પર દૃષ્ટિ છે અને ગુરુની જે ગ્રહ પર દૃષ્ટિ થાય તે શુભ ફળ આપનાર બને છે. તેથી ચંદ્ર, મંગળ અને બુધ ત્રણેય શુભ ફળ આપનાર બની રહેશે. આ પ્રકારના અખંડ ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગમાં કરેલું કાર્ય સફળતા અપાવનાર બની રહે છે.
આ દિવસે ચંદ્ર-ગુરુનો નવપંચમ યોગ થઈ રહ્યો છે. માટે આ દિવસ કોઈપણ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તથા સરસ્વતી દેવીની આરાધના શ્રેષ્ઠ છે. નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ ઉત્તમ છે. બીજી તરફ તિથિ મુજબ પણ અષાઢી બીજ-રથયાત્રાનો સમન્વય થાય છે. જ્યારે ચાતુર્માસના પ્રવેશ માટે પણ ઉત્તમોત્તમ દિવસ છે.
શહેરમાં આગામી તા.૪થી જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોસાળમાંથી એટલે કે, મામાના ઘરેથી ભગવાન જગન્નાથ આજે મંદિરે પરત ફર્યા હતા.
મંદિરે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાનને આંખો આવી હોવાથી તેઓને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આજે મંદિરે વિશેષ પૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ મોટી સંખ્યાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન પૂનમથી અમાસ એટલે કે ૧૫ દિવસ મામાના ઘેર રોકાયા બાદ આજે મંગળવારની વહેલી સવારે ભગવાન જમાલપુર ખાતેના નિજ મંદિરે વાજતે ગાજતે પરત ફર્યા હતા. સરસપુરમાં મામાના ઘેર ખૂબ કેરી આરોગી હોવાથી ભગવાનને આંખો આવી હોવાથી ભગવાનને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આજે મંદિરમાં સાધુ સંતોનો ભંડારો પણ યોજવામાં આવ્યો હતો.
જેમાં ૨૦૦૦થી વધુ સાધુ-સંતોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો. મંદિર તરફથી સાધુ-સંતોને પ્રસાદ સાથે દક્ષિણા અને ભેટ આપવા આવી હતી. આજના દિવસે વિશેષ ભંડારો કાળી રોટી એટલે કે માલપુવા અને સફેદ દાળ એટલે કે દૂધ પાક આપવામાં આવે છે. ભક્તો પણ દૂર દૂરથી આ પ્રસાદનો લ્હાવો લેવા માટે મંદિરે આવે છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ, મેયર બીજલ પટેલે તેમજ મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓએ પણ ભગવાનના દર્શન કરી શહેરની શાંતિ અને સલામતીની પ્રાર્થના કરી હતી.
મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આ વર્ષે સૌથી મોટી 17 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢવામાં આવશે જેમાં તાલુકાના 72 ગામોના લોકો આ રથયાત્રામાં ભાગ લેશે. પ્રથમ વખત જ આ રથયાત્રાના રૂટ પર ભગવાનના રથ માટે એક લાખ સાડી પાથરવામાં આવશે. જે ગામ લોકોના ઘરે ઘરેથી એકત્ર કરાઈ છે. તેમજ ભક્તોએ માતાજીને દસ હજાર સાડી અર્પણ કરી હતી. રથયાત્રાની સાથે સાથે માતાજી પણ નગરચર્યા માટે નીકળવાના હોવાથી રથ જ્યાં જ્યાં ફરશે ત્યાં રોડ પર સાડી પાથરવામાં આવશે.
રથયાત્રાના દિવસે પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુ માટે ભંડારો પણ યોજાશે. તેમજ પ્રસાદ તરીકે 1200 કિલો જાંબુ- અને મગનું વિતરણ કરાશે. જ્યારે આ રથયાત્રામાં 50થી વધુ રથ જોડાશે તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપરાંત સાધુ-સંતો ભાગ લેશે. અમદાવાદ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સિદ્ધિ વિનાયક મંદિરેથી નીકળનારી રથયાત્રામાં પાંચ લાખથી વધુ ધજા-પતાકા તેમ જ ડીજે જોડાશે.
સાથે સાથે આદિવાસી નૃત્યનું આયોજન કરવામાં આવશે. આ નૃત્ય માટે ડાંગ વિસ્તારના આશરે 150 લોકો સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આવશે. તેમ જ 25થી વધુ ભજનમંડળીઓ આ રથયાત્રામાં જોડાશે. જેમાં જે ભજનમંડળી સારું પ્રદર્શન કરશે તેને ઇનામ આપવામાં આવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન રૂટ પર પાથરવામાં આવેલી સાડીઓ રથયાત્રાની પૂર્ણાહુતિ પછી મંદિરમાં દર્શને આવનારા નવદંપતીને દાન કરવામાં આવશે.
અમરનાથ યાત્રા રવિવારથી વિધિવત રીતે શરૂ થઈ છે અને યાત્રાળઓનો પહેલો જથ્થો બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થઈ ચૂક્યો છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કેકે શર્માએ લીલીઝંડી બતાવીને સંઘને રવાના કર્યો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે અમરનાથ યાત્રા માટે દેશભરમાંથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે.’
આ દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને 60,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં યાત્રાળુઓને રવાના કરતા પહેલા’ સીઆરપીએફ જવાનોએ બાલતાલ અને પહેલગામ માર્ગ ઉપર સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરી હતી.
‘ અમરનાથ માટે બાલતાલથી રવાના થયેલા પહેલા જથ્થામાં 793 પુરુષ, 203 મહિલા, 10 બાળકો, 44 પુરુષ સાધૂ અને એક મહિલા સાધુ સહિત 1051 શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે. જ્યારે પહેલગામથી 1183 શ્રદ્ધાળુ રવાના થયા છે. અધિકારીઓના કહેવા પ્રમાણે દેશભરમાંથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ યાત્રા 36 કિમી લાંબી પારંપરિક પહેલગામ માર્ગ અને ગાંદેરબલ જીલના 14 કિમી લાંબા બાલતાલ માર્ગે થાય છે. ચાલુ વર્ષે શરૂ થયેલી અમરનાથ યાત્રા આગામી 15 ઓગષ્ટે પૂર્ણ થશે.
જમ્મુના પોલીસ મહાનિરીક્ષક એમ.કે. સિન્હાએ કહ્યું હતું કે, યાત્રા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આધાર શિબિર, આશ્રય કેન્દ્ર સહિતના સ્થળોએ’ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સિન્હાએ ઉમેર્યું હતું કે, યાત્રા અવરોધિત કરવા માટે આતંકવાદીઓની યોજના અંગે કોઈ ગુપ્તચર અહેવાલ નથી તેમ છતા વર્તમાન સુરક્ષાને ધ્યાને’ સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે.
કેન્દ્રએ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે 40000 વધારાના જવાનો તૈનાત કર્યા છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર પોલીસ, બીએસએફ અને એસએસબીના જવાનો તૈનાત રહેશે. આમ જમ્મુથી લઈને ગુફા સુધી 60,000 સુરક્ષા જવાન તૈનાત રહેશે.’
’જય શ્રી ગોપાલલાલ મહારાજશ્રીની સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરત’ નિર્મિત પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલીના પાટોત્સવના ૨૫ વર્ષ પૂરા થતાં ટ્રસ્ટ આયોજીત પાટોત્સવ મિતિ રજત મહોત્સવ વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ ના ભાગરૂપે આજ રોજ સવંત ૨૦૭૫, જેઠ વદ દશમ તારીખઃ- ૨૮/૦૬/૨૦૧૯ શુક્રવારના રોજ શ્રી જમુનેશ મહાપ્રભુજીનો ૩૪૯માં જન્મદિન રૂપી ઓચ્છવમાં સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ સુંદર સત્સંગ સાથે કુંજવારા (છપ્પનભોગ) તેમજ રાત્રે ઢાઢીલીલા નું સુંદર આયોજન કરવામા આવ્યું હતું. જેમાં હજારો વૈષ્ણવોએ જન્મોત્સવ નો લાભ લઈ આનંદ અને ખુશી વ્યકત કરી હતી.
પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલી – કતારગામ, સુરત ટ્રસ્ટના પ્રમુખશ્રી નાગજીભાઈ જે. પટેલ તથા મંત્રીશ્રી જસમતભાઈ એન. વિડિયા તથા સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરતના સેવાકાર્યમાં જોડાયેલ વૈષ્ણવો ભીખાભાઈ ઈટાલિયા, વશરામભાઈ શેટા, પ્રવિણભાઈ કાકડિયા, હિંમતભાઈ સવાણી, ભરતભાઈ ઈટાલિયા (ઢાઢીશ્રી), ભીમજીભાઈ મીયાણી, બટુકભાઈ જીવાણી, લક્ષ્મણભાઈ મોરડિયા, હિંમતભાઈ બેલડિયા સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ કરેલ સુંદર આયોજન સાથે સેવાકાર્યની સુરત સૃષ્ટિના વૈષ્ણવો થકી પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, તેમજ સુરત સૃષ્ટિ ટ્રસ્ટે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં અથાગ પરિશ્રમ કરનાર સ્વયં સેવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.