આધ્યાત્મિક Archives - Page 26 of 37 - CIA Live

June 29, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9720

’જય શ્રી ગોપાલલાલ મહારાજશ્રીની સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરત’ નિર્મિત પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલીના પાટોત્સવના ૨૫ વર્ષ પૂરા થતાં ટ્રસ્ટ આયોજીત પાટોત્સવ મિતિ રજત મહોત્સવ વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ ના ભાગરૂપે આજ રોજ સવંત ૨૦૭૫,  જેઠ વદ દશમ તારીખઃ- ૨૮/૦૬/૨૦૧૯ શુક્રવારના રોજ શ્રી જમુનેશ મહાપ્રભુજીનો ૩૪૯માં જન્મદિન રૂપી ઓચ્છવમાં સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ સુંદર સત્સંગ સાથે કુંજવારા (છપ્પનભોગ) તેમજ રાત્રે ઢાઢીલીલા નું સુંદર આયોજન કરવામા આવ્યું હતું. જેમાં હજારો વૈષ્ણવોએ જન્મોત્સવ નો લાભ લઈ આનંદ અને ખુશી વ્યકત કરી હતી.

પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલી – કતારગામ, સુરત ટ્રસ્ટના પ્રમુખશ્રી નાગજીભાઈ જે. પટેલ તથા મંત્રીશ્રી જસમતભાઈ એન. વિડિયા તથા સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરતના સેવાકાર્યમાં જોડાયેલ વૈષ્ણવો ભીખાભાઈ ઈટાલિયા, વશરામભાઈ શેટા, પ્રવિણભાઈ કાકડિયા, હિંમતભાઈ સવાણી, ભરતભાઈ ઈટાલિયા (ઢાઢીશ્રી), ભીમજીભાઈ મીયાણી, બટુકભાઈ જીવાણી, લક્ષ્મણભાઈ મોરડિયા, હિંમતભાઈ બેલડિયા સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ કરેલ સુંદર આયોજન સાથે સેવાકાર્યની સુરત સૃષ્ટિના વૈષ્ણવો થકી પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, તેમજ સુરત સૃષ્ટિ ટ્રસ્ટે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં અથાગ પરિશ્રમ કરનાર સ્વયં સેવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

June 27, 2019
dron.jpg
1min11880

શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો.

રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ શહેરના રૂટપર ફલેગ માર્ચ યોજી આખરી ઓપ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અગાઉથી જ પોલીસ એકશનમાં આવી જતી હોય છે. જૂના પોલીસ અધિકારીઓ કે જેમણે રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોય તેવા અધિકારીઓનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાતું હોય છે. અને સાથે થોડા દિવસો પહેલા જ કોમ્બિંગ, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.

પોલીસે દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ અને કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે આ વખતે પોલીસ સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. જેને લઇને પહેલા તો આ વિસ્તારમાં 100થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.

June 21, 2019
PM-Modi-Yoga-Ranchi.jpg
3min8440

પાંચમા વિશ્વ યોગ દિને પીએમ મોદીએ રાંચીમાં કર્યા યોગાસન

modi

આજે વિશ્વ યોગ દિવસ, 21 જૂને દિવસ ઉગ્યો ત્યારથી સમગ્ર વિશ્વમાંથી યોગ દિવસની ઉજવણીના જ સમાચારો ટ્રેન્ડમાં જોવા મળ્યા હતા.

વિશ્વને યોગ દિવસની ભેંટ આપનારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે યોગ દિનની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે રાંચીના પ્રભાત તારા મેદાન પર યોજાયેલા યોગાસન કાર્યક્રમમાં એક પાર્ટીસિપેટ તરીકે યોગાસન કરીને વિશ્વને યોગ અંગે ગાઇડન્સ આપ્યું હતું.

ગુજરાતમાં અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.

એવી જ રીતે યોગ ગુરુ ગણાતા બાબા રામદેવની વેશભૂષામાં આવેલા તેમ સ્કેટિંગ શૂઝ સાથે યોગ કરનારા બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું.

યોગને સમર્પણ, શિસ્તની ઉપમા આપતા પીએમે કહ્યું હતું કે તેનું પાલન જીવનભર કરવાનું હોય છે. યોગ ઉંમર, વર્ણ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીર-ગરીબ, પ્રાંત, સરહદના ભેદથી ઉપર છે. યોગ સૌનો છે, અને સૌ યોગના છે. પીએમે કહ્યું હતું કે, આજે આપણા યોગને દુનિયા અપનાવી રહી છે, અને આપણે પણ યોગ સાથે જોડાયેલા રિસર્ચ પર ભાર મૂકવો પડશે. તેના માટે જરુરી છે કે આપણે યોગને કોઈ મર્યાદામાં બાંધીને ન રાખીએ. પીએમે યોગના જ્ઞાનને પોતાના ફોનના સોફ્ટવેર તરીકે અપડેટ કરવા પણ લોકોને અપીલ કરી હતી.

પીએમ મોદીએ આજે જણાવ્યું હતું કે, આધુનિક યોગની યાત્રા શહેરોથી ગામડાં તરફ લઈ જવાની છે, ગરીબ અને આદિવાસીના ઘર સુધી લઈ જવાની છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો પણ હિસ્સો બનાવવો છે. કારણકે ગરીબ જ બીમારીને કારણે સૌથી વધુ કષ્ટ પામે છે. તેમણે કહ્યું હતું કે, આજના સમયમાં ઈલનેસથી બચવાની સાથે-સાથે વેલનેસ પર પણ આપણું ફોકસ હોવું જરુરી છે. આ જ શક્તિ આપણને યોગથી મળે છે. 92 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે

View image on Twitter

June 18, 2019
rath2.png
1min12680

નવી મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન બનેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે બે દિવસ એટલે કે, ૩ અને ૪ જૂલાઈ ગુજરાતની મુલાકાતે આવશે. ૪ જુલાઈના રોજ અમિત શાહ ૧૭મી વખત મંગળા આરતીના દર્શન કરશે. ગાંધીનગર લોકસભા બેઠકના કાર્યકરો દ્વારા અમિત શાહનો અભિવાદન સમારોહ યોજવામાં આવશે. માત્ર એટલું જ નહીં, શાહ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અને રાજ્યસભાની બે બેઠકોની યોજાનારી ચૂંટણી અંગે પણ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજશે. તેમના હસ્તે ઈન્કમટૅક્સ ચાર રસ્તા પર ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા પુલનું લોકાર્પણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે અમિત શાહનો આ પહેલો લોકાર્પણ કાર્યક્રમ હશે. તો સાથે જ ગાંધીનગર લોકસભા બેઠકના જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.

ભગવાન જગન્નાથની ૧૪૨મી જળયાત્રા મંદિરેથી સવારે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. શ્રૃંગાર કરેલા હાથીઓની સાથે બેન્ડવાજા ભજનમંડળી અને મોટીસંખ્યામાં ધજા પતાકા લઈને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન બાદ ૧૦૮ કળશમાં જળ ભરવામાં આવ્યા હતા. નિજ મંદિરે આવ્યા બાદ સવારે ૧૦ વાગ્યે વિધિવત મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો.ભગવાન તેમના મોસાળમાં આગામી ૧૪ દિવસ સુધી વિશ્રામ કરશે. હવે ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થયું હતું અને સાંજે છ વાગ્યે વાજતે ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરી હતી.

June 16, 2019
jalyatra.jpg
1min906

શહેરમાં ભગવાન જગનાથજીની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમને સોમવારે તા.17મી જૂને મંદિરથી ગજરાજોની સવારી સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજા માટે અને મંદિરમાં 108 કળશ જળ ભરી લાવી ભગવાનને જળાભિષેક કરવામાં આવશે. યાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, શહેર મેયર બીજલ પટેલ તેમ જ સાધુ સંતો ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો જોડાશે.

ગુજરાતના અમદાવાદમાં સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તા.4થી જુલાઈને અષાઢી બીજનાં દિવસે નીકળવાની હોઈ તેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢ મહિના બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે 142મી રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરું મહત્ત્વ છે. વર્ષમાં એકવાર બહેન સુભદ્રાજીના ભાઈ બળભદ્રજી અને જગતનો નાથ જગન્નાથજી શ્રદ્ધાધાળુઓને દર્શન આપવા મંદિરની બહાર નીકળીને અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે.

આ મહોત્સવ પૂર્વેનો અંતિ મહત્ત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ જેઢ સુદ પૂનમને તા. 17મી જૂનને સોમવારે જગનાથ મંદિરથી હજારો સાધુ સંતો ઉપરાંત ગજરાજો અને બેન્ડ બાજા અને ડીજેના નાદ સોથે શોભાયાત્રા મંદિરથી સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા અને નદીએથી 108 કળશ જળ ભરી મંદિરે લાવી ભગવાન જગનાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવશે.

જલયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શહેર મેયર બિજલ પટેલ સહિત શહેરના મોટી સંખ્યામાં લોકો જળયાત્રામાં હર્ષઉલ્લાસ સાથે જોડાશે.

June 8, 2019
modi-kerala-pti.jpg
1min7840

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે તા.8મી જુન 2019ને શનિવારે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

modi in kerala માટે છબી પરિણામ

કેરળના મંદિરમાં વડાપ્રધાન શ્રી મોદીનો તુલાભાર વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. એવી જ રીતે ભાજપાના પાર્ટી સિમ્બોલ કમળના ફૂલોથી પણ તેમની તુલા કરવામાં આવી હતી.

મંદિરમાં પૂજા-અર્ચના માટે એક મુસ્લિમ ખેડૂત પરિવાર પાસેથી 112 કિલો કમળના ફૂલ ખરીદાયા હતા. ત્રિશૂરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી જાણીતા મંદિરોમાંથી એક છે.

 

એ પૂર્વે શ્રી મોદી કેરળ એરપોર્ટ ખાતે ઉતાર્યા હતા ત્યારે કેરળના ઉચ્ચાધિકારીઓ તેમજ સરકારના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

June 7, 2019
Sarla-Didi.jpg
1min12470

ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેક્ટર અને ઝોનલ હેડ રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીનું ગુરુવારે તા.6 જુન 2019ના રોજ નિધન થયું છે. તેમનો પાર્શ્ર્વ દેહ સાંજે 5 કલાકથી 8 કલાક સુધી અમદાવાદના બ્રહ્માકુમારી, સુખ શાંતિ ભવન, ભૂલાભાઈ પાર્ક રોડ, કાંકરીયા અમદાવાદ ખાતે પુષ્પાંજલિ માટે રાખવામાં આવ્યો હતો.

તા.7 જુન 2019ને શુક્રવારે સવારે 6 કલાકે તેમના દેહને અમદાવાદથી માઉન્ટ આબુ ખાતે આવેલા બ્રહ્માકુમારીના મુખ્યાલય ખાતે અંતિમસંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે.

દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ કોહલીએ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા રાજયોગિની સરલા દીદીના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. બી. કે. સરલા દીદીને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે, પ0 વર્ષથી તેઓએ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતના વડા તરીકે સેવાઓ આપીને ત્યાગ, તપસ્યા, સેવામય વ્યક્તિત્વથી સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યુ હતું.

June 7, 2019
Pashupatinath-Temple-Nepal-1280x853.jpg
1min10320

પાંચમી સદીના આ ટેમ્પલના ટ્રસ્ટ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 1.2 અબજ રૂપિયા રોકડા

નેપાળના જગવિખ્યાત પશુપતિનાથ ટેમ્પલ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 120 કરોડ રૂપિયા રોકડ રકમ છે. દેશના સૌથી પવિત્ર તથા સૌથી ધનિક ગણાતા આ હિન્દુ મંદિરની અસ્ક્યામતોના અભ્યાસ માટે રચવામાં આવેલી સમિતિ દ્વારા પહેલી જ વાર આ વિગતો વિશેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.

પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આ મંદિરની આવકની ચકાસણી માટે રચાયેલી તપાસ સમિતિના જણાવ્યા મુજબ સોના તથા ચાંદીના આ જથ્થાની આવક 1962થી 2018 સુધીના 56 વર્ષના સમયગાળાની છે. આ વિગતો ટ્રસ્ટના એક્ઝિક્યૂટિવ ડિરેકટર રમેશ ઉપરેટીએ આપી હોવાનું કઠમંડુના એક અખબારમાં જણાવાયું હતું.

પશુપતિનાથ (ભગવાન શિવ)ના આ મંદિરના 1.20 અબજ (120 કરોડ) રૂપિયા વિવિધ બૅન્કોમાં જમા કરાવેલા છે, જ્યારે આ ટ્રસ્ટ પાસે કુલ 3,667 રોપાનીસ (186 હેક્ટર) જમીન પણ છે.

સુપ્રીમ કોર્ટે 2009ની 24મી ડિસેમ્બરે આ મંદિરના સત્તાધીશોને તિજોરીઓ ન ખોલવાનો આદેશ આપ્યો હોવાથી મંદિરની અસ્ક્યામતો વિશેના અહેવાલમાં આ ખજાનાના ખરેખરા મૂલ્યનો સમાવેશ નથી કરાયો.

પાંચમી સદીમાં બનેલું પશુપતિનાથ મંદિર કઠમંડુનું સૌથી જૂનું મંદિર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના પ્રધાનમંડળના કેટલાક સાથીઓએ નેપાળના પ્રવાસ દરમિયાન આ મંદિરની મુલાકાત લીધી હતી.

ટ્રસ્ટ પાસે જેટલી રજિસ્ટર્ડ જમીન છે એમાંથી 1,161 રોપાનીસ (59 હેક્ટર) જમીન ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ તથા ગૉલ્ફ કોર્સ માટે 99 વર્ષના પટ્ટે (વાર્ષિક 50 લાખ રૂપિયાના ભાડા પર) આપવામાં આવી છે. એ જ પ્રમાણે, ટ્રસ્ટ દ્વારા 17 રોપાનીસ જમીન બૌદ્ધા ખાતેની ફાઇવ-સ્ટાર હોટેલ હયાત રિજન્સીને લીઝ પર આપવામાં આવી છે.

June 5, 2019
eid.jpg
1min6550

દેશભરમાં  આજે બુધવારે, તા.5મી જુન 2019ના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. તા.4 જુન મંગળવારની પૂર્વ સંધ્યાએ ઈદનો ચાંદ દેખાયો હતો અને અનેક સ્થળોએ ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતા આજે ભારતભરમાં ઇદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો, પરિવારોમાં હર્ષોલ્લાસભેર ઇદની ઉજવણી થઇ રહી છે.

Eid ul fitr 2019 માટે છબી પરિણામ

આજે સવારથી જ અલ્લાહની બંદગી, નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

મસ્જિદોમાં આજે ઇદની નમાઝ દરમિયાન શાંતિ અને સમૃદ્ધિની દુઆ માગવામાં આવી રહી છે.

વર્ષમાં બે વખત ઈદ મનાવવામાં આવે છે. આ ઈદને ઈદ-ઉલ-ફિત્ર ના નામથી ઓળખવામાં આવે છે જ્યારે બીજી ઈદ ઈદ-ઉલ-અઝહા અથવા બકરીઇદ ગણાય છે.

રમઝાનનો મુકદ્દસ માસ ખતમ થયા બાદ ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. આ દિવસે મીઠાં પકવાન અને ખાસ કરીને સેવૈયા બનાવવામાં આવે છે. સાઉદી અરબમાં એક દિવસ પહેલા જ ચાંદ દેખાયો હતો. ત્યાં 4 જૂનના રોજ ઈદ ઉજવવામાં આવી હતી.

May 18, 2019
modi_kedardham.jpg
1min10310

આજે શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ પહોંચ્યા છે. ચૂંટણી સભાઓમાંથી વિરામ મળતાની સાથે જ તેઓ ચારધામ પૈકી કેદારનાથ અને બદરીનાથના દર્શને ઉપડ્યા છે. આજે કેદારનાથ પહોંચેલા વડાપ્રધાનની મુલાકાતને લઇને અહીં ટાઇટ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તૈનાત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ટાળવા જણાવ્યું છે.

નરેન્દ્ર મોદીએ કેદારધામ પહોંચીને મંદિરમાં પ્રવેશ કરીને શિવપૂજા કરી હતી. આવતીકાલ રવિવારે રવિવારે મોદી બદ્રીનાથના દર્શન કરશે.

વડાપ્રધાન કાર્યાલયે આ અંગેની માહિતી ચૂંટણી પંચને પણ આપી હતી. આયોગે જણાવ્યું હતું કે મોદીની આ યાત્રાથી કોઈ વાંધો નથી. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 9મી મેના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ યાત્રાના રસ્તામાં 300થી વધુ ટેન્ટ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથના કપાસ 10મેના ખોલવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ, ‘વડાપ્રધાનની આ સત્તાવાર મુલાકાત છે, જો કે હજુ આચારસંહિતા લાગુ હોવાનું પીએમઓને યાદ કરાવ્યું છે.’

અમિત શાહ પરિવાર સમેત સોમનાથ પહોંચ્યા

બીજી તરફ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવાર સમેત ગુજરાતના જ્યોતિર્રલિંગ સોમના મહાદેવ પહોંચ્યા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી.

શનિવારે અમિત શાહે તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી સહિત પરિવારજનો સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા તેમજ વિશેષ પૂજા કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ ભાજપ અધ્યક્ષે હોમ સ્ટેટમાં સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો. સહ પરિવાર તેમણે સોમનાથ દાદાની અભિષેક પૂજા અર્ચના કરી હતી.

શનિવારે સવારે ભાજપ અધ્યક્ષ તેમના પરિવાર સાથે સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભોળાનાથને શીશ ઝુકાવી પૂજા કરી હતી.