CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 23 of 37 - CIA Live

November 5, 2019
girnar.jpg
1min6530

‘મહા’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતાં ગીરનારની લીલી પરિક્રમા આઠ નવેમ્બર પહેલાં શરૂ નહિ કરવામાં આવે. આઠ નવેમ્બર પહેલા કોઈને પ્રવેશ આપવામાં આવશે નહિ. સામાન્ય રીતે લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસના રોજ શરૂ થઈ જાય છે.

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે દર વર્ષે પરિક્રમાના પરંપરાગત સમય કારતક સુદ અગિયારસ પહેલા ભક્તો આવી જતાં હોય છે, પણ ચાર-પાંચ દિવસ ભારે વરસાદની શક્યતાને જોતાં આ વખતે આઠ નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે તે પહેલા પરિક્રમા માટે કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ. ગીરનારને ફરીને કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લીલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગિરનારમાં વસતા ૩૩ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે. આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત શ્રદ્ધાળુઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મહાશિવરાત્રીના મેળામાં અને ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાં શહેરો અને ગામડાંઓમાંથી દિવાળી અને દિવાળી પછી ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.

November 4, 2019
jalarambapa.jpg
1min4580

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભક્તો દ્વારા બાપાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌરાષ્ટ્રના વીરપુર ગામ ખાતે પૂજ્ય જલારામબાપાની ૨૨૦મી જયંતી ઉજવામાં આવી હતી. બાપાના સ્થાનક વીરપુરધામમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બાપાની જયંતી નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ જલારામ જયંતી નિમિત્તે ફૂલોથી જય શ્રી રામ લખીને રામ ભક્ત બાપાના સાનિધ્યમાં સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી હતી. મહિલાઓ, પુરૂષો, બાળકો અને વડીલો જય જલિયાણના સાદ સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ બાપાના દર્શને વીરપુર આવી પહોંચ્યા હતા. મંદિરમાં દર્શન માટે આવતા તમામ ભક્તોના દર્શન માટે અલાયદું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી જલારામ બાપાએ પોતાના જીવનકાળમાં કરેલા અમૃતમયી કાર્યોને કારણે આજે અસંખ્ય લોકાના શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. રવિવારે જલારામ જયંતી નિમિત્તે સૌરાષ્ટ્રમાં ઠેકઠેકાણે શોભાયાત્રા તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જલિયાણ મંદિરોમાં ભક્તોએ વહેલી સવારથી જ કતાર લગાવી બાપાના દર્શન કર્યા હતા. સૌરાષ્ટ્રમાં જલિયાણ જયંતી નિમિત્તે અનેક સેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતી નિમિત્તે લોકડાયરા તેમ જ ભોજન પ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

October 29, 2019
jyotish.jpg
2min8680

શનિની પનોતી કે ગ્રહયોગોથી ડરાવતા જ્યોતિષોની પહોંચની બહાર સોશ્યલ મિડીયા ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિપાવલીની રજાઓમાં જો કંઇપણ વધારે વખત વંચાતુ મટિરીયલ હોય તો એ જ્યોતિષો દ્વારા કરવામાં આવેલી (C.I.A. Live) વિક્રમ સંવતના નવા વર્ષ માટેની ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથન હોય છે. ગુજરાતમાં જ્યોતિષો દ્વારા કરવામાં આવતી આ ભવિષ્યવાણીઓને લોકો આખું વર્ષ સાચવી રાખતા હોય છે અને તેમાં લખેલું હોય એ બ્રહ્મવાક્ય માની લેતા હોય છે.

આ વખતના જ્યોતિષીઓના કથનમાં એક ઉડીને આંખ વળગે એવી વાત આપ સૌ સાથી શેર કરી રહ્યો છું. સોશ્યલ મિડીયા આજના યુગમાં દૈનિક ક્રિયા કે કાર્યની જેમ વણાઇ ચૂક્યું છે એવું અભિન્ન અંગ થઇ ચૂક્યું છે. (C.I.A. Live) સોશ્યલ મિડીયાનો સૌથી નકારાત્મક પ્રભાવ વિદ્યાર્થીઓ પર સૌથી વધુ છે. એવી જ રીતે સ્ત્રી વર્ગ સોશ્યલ મિડીયા અને સાઇબર ક્રાઇમથી ભોગ બનતી હોવાની ઘટનાઓ રોજિંદી બની ચૂકી છે. ધંધા-રોજગાર માટે સોશ્યલ મિડીયાના સારા-નરસા પ્રસંગો પણ રોજેરોજ જોવા મળે છે.

નૂતન વર્ષની ભવિષ્યવાણીઓનો પ્રભાવ લોકો પર હોય છે સોશ્યલ મિડીયાથી થતાં નફા નુકસાનનો કોઇ જ પ્રભાવ જ્યોતિષોની ભવિષ્યવાણીઓ પર નથી

વિક્રમ સંવત 2076ના વર્ષ માટે જ્યોતિષોએ જુદા જુદા પ્લેટફોર્મ પરથી કરેલી ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથનમાં રોજેરોજની પ્રવૃતિઓ ત્યાં સુધી કે ગાયને શું ખવડાવવું, ગરીબોને શું દાન આપવું, કઇ દિશામાં બેસવું, કઇ દિશામાં સૂઇ જવું, કાળા મરી, હળદર, દૂધ કોને ક્યાં કેવી રીતે ચઢાવવું વગેરેનું જ્ઞાન પીરસતા જોવા મળે છે પણ સોશ્યલ મિડીયાથી થતા નુફા નુકસાન બાબતે એક હરફ ઉચ્ચાર્યો નથી. (C.I.A. Live) જ્યારે સામાન્ય લોકોની દૈનિક ક્રિયાઓ, દિનચર્યા અંગેની તમામ વાતો, પાસાઓ જ્યોતિષો આવરી લેતા હોય ત્યારે સોશ્યલ મિડીયા તો દૈનિક કાર્યનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તેના નફા-નુકસાનની સારી નરસી બાબતો સામાન્ય લોકો પર રોજેરોજ વર્તાતી જોવા મળે છે. પણ વિક્રમ સંવત 2076 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓમાં સોશ્યલ મિડીયા જ્યોતિષોની પહોંચની બહાર હોવાનું જણાય આવે છે.

આવી સ્થિતિમાં વિક્રમના નવા વર્ષમાં જ્યોતિષીઓએ કરેલી આગાહીઓમાં ક્યાંયે સોશ્યલ મિડીયાથી થનારા નફા નુકસાનનો કોઇ જ નામોલ્લેખ સુદ્ધાં નથી. બુદ્ધિજીવી વર્ગ આમેય જ્યોતિષીઓના કથનને માનતા નથી ત્યારે આ મુદ્દો તેમની દલીલને બળ આપી રહ્યો છે.

શનિની પનોતી કે અન્ય ગ્રહયોગો અંગે લોકોને ડરાવતા જ્યોતિષો સોશ્યલ મિડીયાના અજગરી ભરડાંથી થતાં નુકસાનથી લોકોને સાવચેત નથી કરી રહ્યા

Symbolic pic : CIA Live

સોશ્યલ મિડીયાથી વિદ્યાર્થી વર્ગને શું નુકસાન

  • વિદ્યાર્થીઓનો અભ્યાસ સોશ્યલ મિડીયા બગાડી રહ્યું છે
  • આરોગ્ય બગડે એ રીતે વિદ્યાર્થીઓ સોશ્યલ મિડીયાના આદી બની ચૂક્યા છે.
  • વિદ્યાર્થીઓ માટે વ્યસન બની ચૂક્યું છે સોશ્યલ મિડીયા
  • પબજી જેવી ગેમ્સ પર સરકારી પ્રતિબંધો મૂકી દેવા પડ્યા હતા (C.I.A. Live)
  • કેટલીક ગેમ્સ રમતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધાના દાખલા વિશ્વભરમાં બન્યા

સોશ્યલ મિડીયાથી સ્ત્રી વર્ગને નુકસાન

  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાના કારણે અનેક સ્ત્રીઓના સંસારમાં કલેષ જન્મે છે
  • સોશ્યલ મિડીયાના દુરુપયોગથી અનેક મહિલાઓ સાઇબર ક્રાઇમનો ભોગ બની
  • સોશ્યલ મિડીયા, સેલ્ફીના ચક્કરમાં અનેક સ્ત્રીઓ પોતાના બાળકોના ઉછેરમાં સમય આપી શકતી નથી (C.I.A. Live)
  • અનેક મહિલાઓ, યુવતિઓના સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરાયેલા ફોટાને મોર્ફ કરીને તેમની બદનામી કરવામાં આવી

સોશ્યલ મિડીયાથી માનસિક-શારીરીક આરોગ્યને ગંભીર નુકસાન

  • કામકાજના માટે 24 કલાકમાંથી માંડ 14 કલાક મળે તેમાંથી 3-4 કલાક સોશ્યલ મિડીયામાં બિનજરૂરી પ્રવૃતિઓમાં વેડફાવા માંડતા નાણાંકીયા આવક અને ક્રિએટિવીટી ઘટી જવા પામી છે.
  • એવા લોકો મંદી મંદીના બૂમો પાડી રહ્યા છે જેઓ સોશ્યલ મિડીયા પાછળ પોતાના કામના કલાકો અને મગજ બન્ને બગાડતા જોવા મળે છે. (C.I.A. Live)
  • શારીરીક અને માનસિક આરોગ્ય બન્ને સામે સોશ્યલ મિડીયાએ જોખમ ઉભા કર્યાના દાખલાઓ રોજેરોજ જોવા-જાણવા મળી રહ્યા છે.
  • સોશ્યલ મિડીયા, ઇલેક્ટ્રોનિક મિડીયાથી બનતા ગુનાઓ વધી રહ્યા છે. સાઇબર ક્રાઇમથી બચવું આજે મહત્વની બાબત બની ચૂકી છે.
  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાને કારણે આર્થિક નુકસાનીનો કોઇ અંદાજ જ નથી. જે યુઝર્સ પહેલા 500 એમ.બી.ડેટા મહિને કરકસરથી વાપતા હતા એ યુઝર્સને આજે દૈનિક 1500 એમ.બી. ડેટા ઓછો પડી રહ્યો છે. સોશ્યલ મિડીયાના કારણે ઇન્ટરનેટને વપરાશ વધ્યો અને વપરાશ વધતા ડેટા પેક પાછળના ખર્ચા પણ વધ્યા.

એવું નથી કે સોશ્યલ મિડીયાથી નુકસાન જ નુકસાન છે ફાયદાઓ પણ અનેક છે

  • જીવનસાથી આ વર્ષે મળશે એવી આગાહી કરતા જ્યોતિષો એવું નથી કહી રહ્યા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કે વ્હોટ્સ એપ જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી જીવનસાથી મળશે. આજે સોશ્યલ મિડીયાથી લોકોનો જીવનસાથી મળી રહ્યા છે અગર તો જીવનસાથીની સાચી ઓળખ સોશ્યલ મિડીયાથી લોકો મેળવી રહ્યા છે. (C.I.A. Live)
  • મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ સોશ્યલ મિડીયા પોસ્ટ્સનો સહારો લઇને ઉમેદવારોનું વ્યક્તિત્વ અને વ્યક્તિગત પસંદગીનો તાગ મેળવતા હોય છે.
  • ધંધા-રોજગારમાં લોકો પ્રત્યક્ષ બિઝનેસ ટુ કસ્ટમર, ડાયરેક્ટ વેપારથી નુકસાન પામતા લોકોને સોશ્યલ મિડીયા માર્કેટિંગ, ઇનડાયરેક્ટ માર્કેટિંગથી ભરપૂર ફાયદો મળ્યો. આમાં કેમ જ્યોતિષો કંઇ કહી શક્તા નથી.

October 29, 2019
kedarnath2020.jpg
1min4990

ભાઈબીજના તહેવાર પર આજે યમુનોત્રી મંદિર અને કેદારનાથ ધામના કપાટ શિયાળા માટે બંધ થઈ જશે. યમુનોત્રી મંદિર સમિતિના ઉપાધ્યક્ષ જગમોહન ઉનિયાલે જણાવ્યું કે ભાઈબીજે સવારે આઠ વાગે ખરસાલીથી યમુનાજીના ભાઈ શનિ મહારાજ સમેશ્વર દેવતાની ડોલી યમુનાજીને વિદાય કરવા માટે યમુનોત્રી જવા રવાના થશે.

12.25 વાગે અભિજિત મુહૂર્તમાં યમુનોત્રી મંદિરના કપાટ શીતકાળ માટે બંધ કરી દેવામાં આવશે. યમુનાજીની ઉત્સવ મૂર્તિને ડોલી યાત્રા સાથે ખરસાલી લાવવામાં આવશે. અહીં વિધિ વિધાન અનુષ્ઠાન સાથે યમુનાજીની મૂર્તિને યમુના મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

કેદારનાથ ધામના કપાટ સવારે 8.30 વાગે બંધ કરવામાં આવશે. બાબા કેદારની પંચમુખી ભોગમૂર્તિ વિગ્રહ ઉત્સવ ડોલીમાં વિરાજમાન થઈને પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓંકારેશ્વર મંદિર માટે પ્રસ્થાન કરતા પહેલા વિરામ માટે રામપુર પહોંચશે. 31 ઓક્ટોબરે બાબાની ભોગમૂર્તિને ઓંકારેશ્વર મંદિરમાં છ મહિનાની પૂજા-અર્ચના માટે વિરાજમાન કરવામાં આવશે.

કપાટ બંધ કરવાની બધી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્ય પૂજારી કેદાર લિંગ દ્વારા બાબાના સ્વયંભૂ જ્યોતિર્લિંગને સમાધિનું રૂપ આપી ભસ્મથી ઢાંકી દેવામાં આવશે. આ પ્રસંગે પંચમુખી ભોગ મૂર્તિનો શૃંગાર કરીને ચલ વિગ્રહ ઉત્સવ ડોલીમાં વિરાજમાન કરવામાં આવશે. પરંપરા અનુસાર સવારે 6.30 વાગ્યે ભગવાન કેદારનાથની પંચમુખી મૂર્તિને ડોલીમાં રાખી મંદિર પરિસરમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવશે.

October 28, 2019
newyear.jpg
1min5170

પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ઉમંગ અને દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળીની રવિવારે લોકોએ મનભરીને ઊજવણી કરી હતી. ફટાકડા તેમ જ મીઠાઈ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. દરમિયાન લોકોએ સંવત ૨૦૭૫ની વિદાય અને ૨૦૭૬ના નૂતન વર્ષને અવકારવા આગોતરી તૈયારીઓ કરી લીધી હતી.

આજરોજ તા. ૨૮મી ઑક્ટોબર કારતક સુદ એકમને સોમવારે ગુજરાતમા પરંપરાગત રીતે નૂતન વર્ષ નિમિત્તે પરિજનો નવાં વસ્ત્રો પહેરી એક બીજાને ઘરે મળવા પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.

આજરોજ સોમવાર તા.28મી ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાઇ રહ્યું છે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થઇ રહી છે. નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ પણ ભરવામાં આવ્યો હતો. હિન્દુનો આ સૌથી મોટો તહેવાર હોવાથી લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દરમિયાન રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને બજારોમાં રોનક જોવા મળી હતી.

દરમિયાન તા.27મી ઓક્ટોબર 2019ના રોજ દિવાળી નિમિત્તે વેપારીઓએ શુભમુહૂર્તમાં ચોપડાપૂજન કર્યાં હતા. કેટલાક ઠેકાણે ચોપડાને બદલે કોમ્પ્યુટરનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરો અને દેવસ્થાનકોમાં અન્નકૂટ ભરાવામાં આવ્યું હતું.

પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે અક્ષરધામ મંદિર પરિસરમાં ૧૦ હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાઈ હતી અને સૌ કોઈએ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.

October 25, 2019
ambaji_temple-1280x720.jpg
1min5030

શક્તિપીઠ અંબાજીમાં દિવાળી પર્વને લઈને આરતી ને દર્શનના સમયમાં ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વને લઈને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. ૨૮ ઑક્ટોબરને બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં આરતી સવારે ૬ વાગ્યે થશે. ભાવિકો સવારે સાડાછ વાગ્યાથી પોણાઅગિયાર વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. ત્યાર બાદ બપોરે ૧૨ વાગ્યે રાજભોગ અને એ પછી અન્નકૂટ આરતી યોજાશે. બપોરે સાડાબાર વાગ્યાથી સવાચાર વાગ્યા સુધી દર્શન થશે. સાંજે સાડાછ વાગ્યે સંધ્યા આરતી થશે અને એ પછી રાત્રે ૧૧ વાગ્યા સુધી માઈભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.

તા. ૨૯-૧૦-૨૦૧૯ને ભાઈબીજથી તા. ૩-૧૧-૨૦૧૯ સુધી આરતી સવારે સાડાછ વાગ્યે થશે. દર્શન સવારે ૭ વાગ્યાથી થઈ શકશે. મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

October 18, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6610

સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

સૂરતના તેરાપંથ સમાજે મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ગેસ બેઝ કે ઇલેક્ટ્રીક બેઝ્ડ ભઠ્ઠીમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પૃથ્વી પર વૃક્ષો બચાવવાના અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.

એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.

મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.

તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.

અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.

સેવા સમાજ ફાઉન્ડેશન

સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.

October 16, 2019
ayodhyay3.jpg
1min12090

રાજકીય રીતે સંવેદનશીલ એવા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની સુપ્રીમ કોર્ટમાં દૈનિક સુનાવણી આ કેસના 40મા દિવસે તા.16મી ઓક્ટોબરને બુધવારે પૂરી થશે એમ આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જણાવ્યું હતું. મૂળભૂત રીતે આ સુનાવણી 17-10-2019એ પૂર્ણ થવાની હતી અને કોર્ટ 17 નવેમ્બરના મુખ્ય ન્યાયાધીશ નિવૃત્ત થાય તે પહેલાં આ કેસનો ચુકાદો જાહેર કરે એવી ધારણા છે.

તા.15મી ઓક્ટોબર 2019ની સુનાવણીમાં અયોધ્યા વિવાદના એક પક્ષકાર ‘રામ લલ્લા વિરાજમાન’ વતી હાજર થયેલા વરિષ્ઠ ધારાશાત્રી કે. પરાશરણે જણાવ્યું હતું કે ભગવાન રામના જન્મસ્થળ તરીકે મનાતા આ સ્થળ માટે સદીઓથી હિન્દુઓ દાવો કરતા આવ્યા છે. તેમણે એવી દલીલ કરી હતી કે મુસ્લિમો ઇચ્છે તે મસ્જિદમાં બંદગી કરી શકે છે. અયોધ્યામાં જ 55થી 60 મસ્જિદો છે, પરંતુ હિન્દુઓ માટે તો આ જ ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે તે જન્મસ્થળને બદલી તો ન શકીએ. હિન્દુઓ માટે જન્મસ્થળ છે. મુસ્લિમો માટે ઐતિહાસિક મસ્જિદ છે. મુસ્લિમો માટે તમામ મસ્જિદો એક સરખી છે. અમારે માટે એવું છે કે અમે જન્મસ્થળ બદલી ન શકીએ.’ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કોર્ટમાં હળવા અંદાજમાં મુખ્ય ન્યાયાધીશે મુસ્લિમ અરજદારોના વકીલ રાજીવ ધવનને પૂછ્યું’ હતું કે, શું તેમને લાગે છે કે કોર્ટે હિન્દુ પક્ષકારોને પૂરતા સવાલો પૂછયા છે? ‘અમે આ હળવાશથી કહીએ છીએ. બધી વાતોને ગંભીરતાથી લેવી ન જોઈએ’ ચીફ જસ્ટીસ ગોગોઇએ હિંદુ પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને ત્યારબાદ મુસ્લીમ પક્ષના વકીલને કહ્યું હતું કે ‘લ્યો હવે તમને સંતોષ થયો ને!’ અને ત્યારે કોર્ટમાં ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું હતું. આજે 39મો દિવસ છે. એમ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું.
સોમવારે સર્વોચ્ચ અદાલતે દશેરાની એક સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ કરી હતી. મુસ્લિમ પક્ષકારોએ એવી દલીલ કરી હતી કે 1989 સુધી હિન્દુઓ દ્વારા અયોધ્યા જમીનની માલિકીનો દાવો કરાયો ન હતો. 1992માં ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ તોડી પડાઈ તે પહેલાં તેનું અસ્તિત્વ હોવાથી તેની પુન:સ્થાપનાની આ મુસ્લિમ પક્ષકારોએ માગણી કરી હતી.
દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા જિલ્લામાં આઈપીસીની ધારા 144 હેઠળ પ્રતિબંધનાત્મક આદેશ લાગુ પાડયો છે. અયોધ્યા કેસના ચુકાદાને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવ્યું છે.
મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ ગયા બાદ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 6 અૉગસ્ટથી દરરોજની સુનાવણી હાથ ધરી હતી.
અયોધ્યાની 2.77 એકર જમીનને ત્રણ પક્ષકારો સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે સરખે ભાગે વહેંચી દેવાના ચાર સિવિલ દાવાઓમાં 2010ના અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં 14 અપીલો કરવામાં આવી હતી.

September 9, 2019
kailash.png
1min8360

ઉત્તરાખંડના લિપુલેખ પાસ ખાતેથી કરવામાં આવતી કૈલાશ-માન સરોવર યાત્રા રવિવારે પૂરી થઇ હતી. છેલ્લા બેચના ૪૧ સભ્ય તિબેટથી સવારે ૭.૩૦ કલાકે ભારતીય ભૂમિ પર પાછા ફર્યા હતા, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. ૪૧ શ્રદ્ધાળુનો અઢારમો અને છેલ્લો બેચ તિબેટથી બુંદી ખાતે રવિવારે સવારે પાછો ફર્યો હતો. તેઓ નિગમના બુંદી કેમ્પમાં રહેશે અને પિથોરગઢ થઇ દિલ્હી પહોંચશે, એવી કુમાઉન મંડલ વિકાસ નિગમ (કેએમવીએન)ના પિથોરગઢ કેમ્પના ઇનચાર્જ દિનેશ ગુરનાનીએ જણાવ્યું હતું. આ વર્ષે કુલ ૯૪૯ લોકોએ લિપુલેખ પાસ ખાતેથી કૈલાશ-માન સરોવરની યાત્રા કરી હતી, જેમાંથી ૭૨૭ પુરુષ અને ૧૯૮ મહિલા હતી. ૨૩ લોકો વિવિધ કારણોસર અડધે રસ્તેથી જ ભારત પરત ફર્યા હતા. ૨૬માં બેચના એક શ્રદ્ધાળુનું કાર્ડિયાક અરેસ્ટને કારણે યાત્રા દરમિયાન મૃત્યુ થયું હતું, એમ ગુરનાનીએ જણાવ્યું હતું.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કૈલાશ-માન સરોવરની યાત્રા વધુ સફળ રહી હતી. નવી દિલ્હીથી આઠ જૂનના રોજ આ યાત્રાની શરૂઆત થઇ હતી.

September 5, 2019
SOMNATH_MAHADEV.jpg
1min10930

શ્રાવણ પર્યન્ત સોમનાથ મહાદેવ સોશિયલ મીડિયામાં પણ છવાયા હતા. શ્રાવણ દરમ્યાન વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ-આરતીના ક્લીપિંગ્સ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, હેગલ્લો એપ વિગેરે પર નિયમિત રીતે શ્રી સોમનાથ ટ્રસ્ટની સોશ્યલ ટીમ દ્વારા મૂકવામાં આવતા હતા.

આ વર્ષે ફેસબુકની વાત કરીએ તો વર્ષ-૨૦૧૮માં ૧.૪૦ (એક કરોડ ચાલીસ લાખ) દેશ-વિદેશના ભક્તોએ ડિજિટલ દર્શનનો લ્હાવો લીધો હતો, આ વર્ષે ૨૦૧૯માં ૪.૦૭ કરોડ રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓએ દર્શન કરેલ છે.

ભક્તોના માનવ સમુદાયની વાત કરીએ તો

  • અમેરિકા યુનાઇટેડ સ્ટેટમાં ૮૬,૦૦૨-
  • નેપાળમાં ૭૭,૨૫૦-
  • આરબ અમીરાતમાં ૫૪,૭૭૨-
  • કેનેડામાં ૨૫,૭૯૪-
  • સાઉદી અરેબિયામાં ૪૦,૮૪૦-
  • ઓસ્ટ્રેલિયામાં ૧૯,૮૨૩-
  • પાકિસ્તાનમાં ૧૩,૩૪૦.

કેપિટલ શહેરોમાંના ભક્તોની સંખ્યા જોઇએ તો

  • દિલ્હીમાં ૧૦.૭૨ લાખ,
  • અમદાવાદમાંથી ૬.૯૭ લાખ,
  • મુંબઇના ૬.૫૩ લાખ,
  • સુરતમાં ૬.૧૨ લાખ

ક્રમશ: ભક્તોએ જોડાઇ સોશ્યલ મીડિયામાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરાવ્યો હતો. ડિજિટલ સેવાના માધ્યમથી ટ્રસ્ટના સોશ્યલ મીડિયાના માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમ્યાન ૪૬ દેશોમાં ૪.૦૭ કરોડ ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા તેમજ શ્રાવણના વિશેષ શૃંગારના અભિનંદન પાઠવ્યા હતા.

ટ્વિટરની વાત કરીએ તો વર્ષ-૨૦૧૮માં ૪.૮૭ લાખ પ્રભાવિત (ઇમ્પ્રેસ) થયા હતા. જે વર્ષ-૨૦૧૯ માં ૨૨.૬૨ લાખ થયા છે. ઇન્સ્ટાગ્રામમાં વર્ષ-૨૦૧૮ માં ૩૦૦૦૦ ભક્તોએ શ્રાવણ દરમ્યાન દર્શન કરેલ જે વર્ષ-૨૦૧૯માં ૩૬.૬૬ લાખ થયા છે.