આઇસીએમઆર (ICMR) અને પેનેશિયા બાયોટેકએ ભારતમાં ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે પ્રથમ તબક્કાની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે, તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.
ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી, ડેન્ગીઓલ, પેનેશિયા બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે અને આ અજમાયશમાં પ્રથમ સહભાગીને બુધવારે પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રોહતક ખાતે રસી આપવામાં આવી હતી.
યુનિયન હેલ્થ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૯ સાઇટ્સ પર હાથ ધરવામાં આવશે, જેમાં ૧૦૩૩૫થી વધુ સ્વસ્થ પુખ્ત સહભાગીઓ સામેલ છે. તેમણે કહ્યું કે આઇસીએમઆર અને પેનેશિયા બાયોટેક વચ્ચેના આ સહયોગ દ્વારા, અમે માત્ર આપણા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે એક પગલું ભરી રહ્યા છીએ એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની અમારી દ્રષ્ટિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.
હાલમાં, ભારતમાં ડેન્ગ્યુ સામે કોઈ એન્ટિવાયરલ સારવાર અથવા લાઇસન્સ પ્રાપ્ત રસી નથી. અસરકારક રસીનો વિકાસ ચારેય સીરોટાઇપ માટે સારી અસરકારકતા હાંસલ કરવાની જરૂરિયાતને કારણે જટિલ છે. ભારતમાં, ડેન્ગ્યુ વાયરસના તમામ ચાર સીરોટાઇપ ઘણા પ્રદેશોમાં ફરતા અથવા સહ-પ્રસાર માટે જાણીતા છે, તેવું મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રસીના પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ ૨૦૧૮-૧૯માં પૂર્ણ થયા હતા, જેનાથી આશાસ્પદ પરિણામો મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી માટે 6,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.
આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ‘વિકસિત ભારત @2047’ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે. એટલે વર્ષ 2047માં ભારત તેની આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવશે. કેન્દ્ર સરકારે આ પહેલા કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, બજેટનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે.
કેવો હશે આ સમારોહ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દ્વારા સ્વાગત કરવામાં આવશે. સંરક્ષણ સચિવ દિલ્હી વિસ્તારના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમારનો વડાપ્રધાન સાથે પરિચય કરાવવામાં આવશે.
પીએમને સલામી સ્થળ સુધી કોણ લઈ જશે?
દિલ્હી ક્ષેત્રના GOC વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામી સ્થળ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ તેમને સલામી આપશે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, એ પછી પીએમ મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે. પીએમ માટે ગાર્ડ ઑફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, ઍરફૉર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.
રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રશાસન પર જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી લાલ કિલ્લા તરફ આગળ વધશે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન સંજય શેઠ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને ઍરફૉર્સ ચીફ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કરશે અને દિલ્હી ક્ષેત્રના GOC રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પીએમ મોદીને મંચ પર લઈ જશે.
ધ્વજ ફરકાવવામાં કોણ મદદ કરશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં લેફ્ટનન્ટ સંજીત સૈની મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ 1721 ફિલ્ડ બેટરી(સેરેમોનિયલ)ના બહાદુર ગનર્સ દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રિય ધ્વજ ગાર્ડમાં આર્મી, નેવી અને ઍરફૉર્સના એક-એક અધિકારી અને 32 અન્ય રેન્કના કર્મચારીઓ અને 128 દિલ્હી પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થયેલો છે.
હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરાશે
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેને રાષ્ટ્રિય સલામી આપવામાં આવશે. સલામી દરમિયાન પંજાબ રેજિમેન્ટ મિલિટરી બેન્ડ, જેમાં JCO અને 25 અન્ય રેન્કનો સમાવેશ થાય છે તેમના દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. આ બેન્ડનું નેતૃત્વ સુબેદાર મેજર રાજિન્દર સિંહ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ ભારતીય વાયુસેનાના બે અદ્યતન હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
ફૂલોની વર્ષા કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે અને તેમનું ભાષણ પત્યા પછી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે. આ સાથે દેશભરની વિવિધ શાળાઓના કુલ 2,000 છોકરા અને છોકરીઓ કેડેટ્સ (આર્મી, નેવી અને ઍરફૉર્સ) સમારોહમાં ભાગ લઈ રહ્યા છે.
મહેમાનો કોણ છે?
વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યુવાનો, આદિવાસી સમાજ, ખેડૂતો અને મહિલાઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ અટલ ઇનોવેશન મિશન અને પીએમ (પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર ઇમર્જિંગ ઇન્ડિયા) યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ અને ‘મેરી માટી મેરા દેશ’ હેઠળ માય યુથ ઇન્ડિયા (MY ભારત) અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ સમારોહમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભાર્થીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (ASHAs), સહાયક નર્સ મિડવાઇવ્સ (ANMs) અને આંગણવાડી કાર્યકરો, લખપતિ દીદી અને ડ્રોન દીદી પહેલ અને સખી કેન્દ્ર યોજનાના લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓ પણ સામેલ
મળતી માહિતી પ્રમાણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. MyGov અને ઓલ ઇન્ડિયા રેડિયોના સહયોગથી સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓના ત્રણ હજાર (3,000) વિજેતાઓ પણ સમારોહમાં હાજરી આપશે.
રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. આ અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશીયલ ઉપચાર માટેની ૩૩ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120 થી વધીને 199, એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52 થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.
પૅરિસ 2024 ઑલિમ્પિક્સના (Paris Olympics 2024) ઉદ્ઘાટન સમારોહ પહેલા, ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (IOC) એ બુધવાર, 24 જુલાઈએ જાહેરાત કરી હતી કે ભારતના રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા મુકેશ અંબાણીને ભારત વતી IOC પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૅરિસમાં 142માં IOC સત્રમાં નીતા અંબાણી100 ટકા મત સાથે સર્વસંમતિથી ફરી ચૂંટાયા બાદ નીતા અંબાણીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું.
નીતા અંબાણીએ કહ્યું “હું રાષ્ટ્રપતિ બાક અને IOC ખાતેના મારા તમામ સાથીદારોનો મારા પ્રત્યે વિશ્વાસ દાખવવા બદલ આભાર માનું છું. આ પુનઃચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પણ વૈશ્વિક રમતગમતના ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવની માન્યતા પણ છે. હું દરેક ભારતીય સાથે આનંદ અને ગર્વની આ ક્ષણ શૅર કરું છું અને ભારત અને સમગ્ર વિશ્વમાં ઑલિમ્પિક ચળવળને મજબૂત કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે ઉત્સુક છું.” નીતા અંબાણીનો (Paris Olympics 2024) પ્રથમ વખત 2016માં રિયો ડી જાનેરો ઑલિમ્પિક ગેમ્સમાં પરિચય થયો હતો. ત્યારથી તેઓ IOC માં જોડાનાર ભારતના પ્રથમ મહિલા બન્યા હતા અને તેમણે પહેલેથી જ આ એસોસિએશન માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, તેમજ ભારતની રમતગમતની મહત્વાકાંક્ષાઓ અને ઑલિમ્પિક વિઝનની હિમાયત કરી છે.
તાજેતરમાં ઓક્ટોબર 2023 માં જ મુંબઈમાં 40 કરતાં વધુ વર્ષો બાદ પહેલું IOC સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની વિશ્વ સામે એક નવા, મહત્વાકાંક્ષી ભારતનું પ્રદર્શન (Paris Olympics 2024) કરવા માટે પ્રશંસા કરવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન તરીકે નીતા અંબાણી લાખો ભારતીયોને સંસાધનો અને તકોથી સશક્ત કરવા માંગે છે. નીતા અંબાણીએ રમતગમત, શિક્ષણ, આરોગ્ય, કળા અને સંસ્કૃતિમાં વિવિધ પહેલોનું નેતૃત્વ કરે છે – આ તમામનો હેતુ સમગ્ર દેશમાં લોકોના જીવનને સુધારવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતના રમતગમતના વિકાસને આગળ વધારવામાં મોખરે છે, તેના કાર્યક્રમો ભારતના 22.9 મિલિયનથી વધુ બાળકો અને યુવાનો સુધી પાયાના સ્તરથી લઈને ઉચ્ચ સ્તર સુધી પહોંચે છે.
સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારની રમતોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં જ્યાં રમતગમત અને સાધનોની કોઈ પહોંચ્યા નથી. ભારતીય ઑલિમ્પિક એસોસિએશન (Paris Olympics 2024) (IOA) સાથે લાંબા ગાળાની ભાગીદારીના ભાગરૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન આ ઉનાળામાં પૅરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમ ઈન્ડિયા હાઉસ ખોલી રહ્યું છે. ઈન્ડિયા હાઉસ એથ્લેટ્સ માટે `ઘરથી દૂર ઘર` હશે, જે જીતની ઉજવણી કરવાનું અને વિશ્વ સાથે ભારતની ઑલિમ્પિક સફર શૅર કરવાનું સ્થળ હશે. તે વૈશ્વિક રમતોમાં મોટી શક્તિ બનવાની, ઑલિમ્પિક્સમાં વધુ સફળતા મેળવવા અને ભવિષ્યમાં ગેમ્સની યજમાની તરફનો માર્ગ મોકળો કરવાની ભારતની મહત્વાકાંક્ષાઓને દર્શાવે છે.
શહીદ જવાનોના પરિવારો માટે લોકો તરફથી મળી રહેલો સહયોગ
શાળાના બાળકો તથા મહિલાઓ પણ રાષ્ટ્રીયચેતનાના કાર્યમાં સહભાગી
કુલ ૩૦ પરિવારોને ૬૦ લાખની સહાય અર્પણ થનાર છે
દેશ માટે લડતા જવાનો વીરગતિ પામે ત્યારે તેના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરવા જય જવાન નાગરિક સમિતિ સુરતને લોકો તરફથી ઉમદા ભાવ સાથે સહયોગ મળી રહ્યો છે. શાળાના બાળકો, મહિલાઓ, તબીબો અને અગ્રણીઓ તરફથી દાનનો પ્રવાહ શરૂ થયો છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨ ના બાળકોએ જન્મદિવસની ચોકલેટ ને બદલે શહીદ બોક્સમાં રકમ એકત્ર કરે છે. આજે એકત્ર કરેલી રકમ રૂપિયા રૂ. ૫૮,૦૦૦/- જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કરવામાં આવે છે. શાળાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ ધામેલીયા અને બાળકોએ આ રકમ જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટીશ્રી કાનજીભાઈ ભાલાળા તથા રમેશભાઈ વાઘાણી ને અર્પણ કરી છે. સનસીટી સ્કુલ તરફથી રૂ. ૧૦,૦૦૦/- દાન આજે શહીદોના પરિવાર માટે અર્પણ કર્યું.
દીકરીના જન્મ દિવસે ડો. અમુલખ સવાણીએ જવાનોના પરિવાર માટે રકમ અર્પણ કરી છે. દીકરી પાર્થી ને ૩૧ વર્ષ પુરા થતા તેની જન્મદિનની ઉજવણી ના ભાગરૂપે રૂ. ૩૧,૦૦૦/- જય જવાન નાગરિક સમિતિ સુરતના મનજીભાઈ વાઘાણીને અર્પણ કર્યા હતા.
ઘેર રાખડી બનાવી તેના વેચાણની આવક માંથી બચત કરી રૂપિયા ૫૦,૦૦0/- નો ચેક રેખાબેન ચતુરભાઈ કથીરીયાએ અર્પણ કર્યો છે. ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટના સેક્રેટરી શ્રીમતિ રેખાબેન તરફથી સરહદ ઉપર તૈનાત જવાનો માટે રાખડી મોકલવામાં આવનાર છે.
ભોળાદ ગામના તરુણભાઈ લક્ષ્મણભાઈ પરવડીયા તરફથી રૂ. ૧,૫૧,૦૦૦/- તથા રામદેવ રેયોનના શ્રી સુરેશભાઈ ઠુંમર તરફથી રૂપિયા ૧ લાખ, આટકોટના શ્રી અરજણભાઈ રામાણી તરફથી ૧ લાખ, અમદાવાદથી હરેશભાઈ નાગજીભાઈ રામાણી તરફથી રૂપિયા ૨ લાખ તેમજ ચતુરભાઈ નાગજીભાઈ ધાનાણી તરફથી રૂપિયા ૨૫૦૦૦/- અને શ્રીમતિ ચંદ્રિકાબેન અરવિંદભાઈ કાનાણી તરફથી રૂપિયા ૧૧૦૦૦/- જવાનોના પરિવારને આપવા માટે જય જવાન નાગરિક સમિતિને મળેલ છે. આ વર્ષે કુલ ૩૦ વિર જવાનોના પરિવારોને કુલ રૂ. ૬૦ લાખની સહાય અર્પણ કરવામાં આવનાર છે.
૨૬ જુલાઈથી શરૂ થનાર પૅરિસ ઑલિમ્પિક્સ માટે વિરાટ કોહલીએ લગભગ એક મિનિટનો વિડિયો શૅર કરીને ભારતીય ખેલાડીઓને મોટિવેટ કર્યા છે. તેણે ભારતના રમતપ્રેમીઓને ૧૧૮ સભ્યોની ભારતીય ઑલિમ્પિક્સ ટીમને સમર્થન આપવાની હાકલ કરી છે, કારણ કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન (સાત મેડલ) કરતાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.
કિંગ કોહલીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દુનિયા ભારતને સાપ અને હાથીઓના દેશ તરીકે જાણતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ડેટા ટેક્નૉલૉજીનું કેન્દ્ર છીએ. અમે ક્રિકેટ અને બૉલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકૉર્ન અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે જાણીતા છીએ. હવે આ મહાન દેશ માટે આગળ શું થશે? મહત્તમ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ. આપણાં ભાઈ-બહેનો મેડલ જીતવા પૅરિસ જઈ રહ્યાં છે. જ્યારે તેઓ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ, કોર્ટ અથવા રિંગમાં ઊતરશે ત્યારે એક અબજથી વધુ ભારતીયો તેમને ઉત્સાહથી જોતા હશે. મારી સાથે તમે પણ એવા લોકોના ચહેરા યાદ કરજો જેઓ ગર્વથી તિરંગો ધ્વજ લહેરાવવાના દૃઢ નિશ્ચય સાથે પોડિયમની નજીક જશે. જય હિન્દ અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.’
અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.
14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે. અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.
પેરિસ જતી ભારતીય ઓલિમ્પિક ટીમના હોંસલાની બુલંદીના પ્રચંડ સમર્થનના ભાગરુપે દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ મુહિમ ફિલ્મ અંતર્ગત અગ્ર પ્રયોજક તરીકે અદાણી ગ્રૂપનું વચન
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના રાષ્ટ્રગાન સાંભળવાના સન્માનનું લક્ષ્ય સેવતા ભારતના ટોચના ચુનંદા એથ્લેટ્સને આ ફિલ્મ ઉજાગર કરે છે
અદાણી ગૃપ 2016થી અવિરત આંતરરાષ્ટ્રીય ખેલકૂદ રમતોત્સવની વિવિધ રમતોમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારા 28થી વધુ એથ્લેટ્સને પ્રોત્સાહનના પોરસ પુરુ પાડતું આવ્યું છે.
રસજ્ઞો અદાણીની આ મુહિમ સોશ્યલ મીડિઆના વિવિધ પ્લેટફોર્મ
As we get ready for the 2024 Paris Olympics, I wish the very best to the exceptional athletes who will represent our nation on the world’s grandest sporting stage. Their relentless riyaaz and unwavering dedication truly embody the new indomitable spirit of India. I am confident… pic.twitter.com/Oi7GsSj8Zb
અમદાવાદ, ૦૮ જુલાઇ ૨૦૨૪: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરતા અગાઉ જીત મેળવવાના જુસ્સા સાથે સખ્ત પરિશ્રમ કરતા રહે છે, ત્યારે તેના મુખ્ય પ્રણેતા અદાણી ગૃપએ દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ થીમ સાથેની મુહિમ દ્વારા રાષ્ટ્રના ચેમ્પિયનને તેહદીલથી સમર્થન આપવાનું વચન અભિવ્યક્ત કર્યું છે. જીત મેળવવા અને જીતનો જશ્ન મનાવવા રાષ્ટ્રગીત સાંભળવાના લક્ષ્યને હાંસલ કરવા સાથે તાલીમમાં કલાકો અને વર્ષો ગાળ્યા છે એવા એથ્લેટ્સની આસપાસ આ મુહિમ કેન્દ્રિત છે.
ભારતીય રમતવીરોના અવિરત સમર્પણ ભાવને આવરી લેતી પ્રેરણાદાયી ફિલ્મ દ્વારા સમર્થિત આ મુહિમ ફરી એકવાર મેદાને જંગમાં પ્રવેશી રહેલા ભારતના શ્રેષ્ઠ રમતવીરોને કેન્દ્રમાં રાખે છે ત્યારે રમત ગમતના ચાહકોમાં દેશદાઝની લાગણીને ફરી પ્રજ્વલિત કરે છે. પેરિસ જવાની તૈયારી કરી રહેલા ભારતની શિરમોર રમતવીરોની પ્રતિભા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ખેલાડીઓનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સના મેડલ જીતવા અને સૌથી વધુ અપેક્ષિત વિશ્વના ખેલકૂદ રમતોત્સવમાં રાષ્ટ્રગીત લલકારવાનું સન્માન હાંસલ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે ગત ઓલિમ્પિકમાં ભારતે રેકોર્ડ 7 મેડલ જીત્યા હતા.
ભારતમાં રમતગમતની ઇકોસિસ્ટમના સ્તરને ઉંચે લઇ જવા અને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં ખેલ જગતની સંસ્કૃતિને ઉત્તેજીત કરવા અને આગળ વધારવામાં યત્કિંચિત યોગદાન આપી રહ્યું છે. અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય પોતાના યોગદાન મારફત ભારતની આગામી પેઢીમાં રમતગમતના સંસ્કારોનું ઘડતર કરી તેઓમાં ચેમ્પિયન બનવાની જીંદાદીલી વિકસાવવાનો છે અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફની તેઓની સફરમાં તેમને જૂસ્સો પુરો પાડવાનો છે.
2016 થી અદાણી ગૃપએ બોક્સિંગ, કુસ્તી, ટેનિસ, ભાલા ફેંક, શૂટિંગ, દોડ, શોટપુટ, ઝડપી ચાલવું, તીરંદાજી જેવી અનેક રમતોમાં 28 થી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેની ફળશ્રુતિરુપે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલની પ્રતિભાઓ ઉભરી આવી છે. દહિયા અને પુનિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિક તેમજ 2020 અને 2023 એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. અદાણી ગ્રુપએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને પણ સ્પોન્સર કરી હતી. આ ગૃપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હેંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની ટીમ સાથે ઓફિશ્યલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું.
અદાણી સ્પોર્ટ્સલાઇન ખાતે આ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે સ્પોન્સર્ડ એથ્લેટ્સને શુભેચ્છાઓ પાઠવતા અદાણી સ્પોર્ટ્સલાઇનના CBO સંજય આદેસરાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે પેેરીસ ઓલિમ્પિક્સમાં અગાઉ કરતાં પણ વધુ સફળતા મળશે. અમારા કાર્યક્રમો થકી અમે અમારા રમતવીરોને રમતગમતમાં સર્વોચ્ચ સ્તરે શ્રેષ્ઠતાની શોધમાં તમામ રીતે સમર્થન આપવા માટે કૃતનિશ્ચયી છીએ. અને જ્યારે તેઓ ટોચના પુરસ્કાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે આપણે તેમનું નૈતિક સમર્થન કરી તેમને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરવા જોઈએ.એમ તેમણે કહ્યું હતું.
૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં મુકી: ૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર
ટોક્યોની નિહોનબાશિ સ્થિત બેંક ઓફ જાપાને ૨૦ વર્ષ પછી પહેલીવાર નવું ચલણ બહાર પાડયું છે. બેંક ઓફ જાપાનના ગર્વનર ઉએદા કાજુઓએ જણાવ્યું હતું કે બેંક પહેલા દિવસે ૧૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં બહાર પાડશે. કેન્દ્રી. બેંક દ્વારા નાણાકિય સંસ્થાનોને નવી નોટોના બંડલ સોપવામાં આવ્યા હતા.
૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર છે જેમને આધુનિક જાપાનની અર્થ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. તેમને જુદા જુદા ૫૦૦ જેટલા વ્યવસાયોની શરુઆત અને વિકાસ કર્યો હતો. ૫૦૦૦ યેનની નવી નોટો પર ત્સુદા ઉમેકોની તસ્વીર છે. જે શિક્ષણ જવા માટે વિદેશ જવાની મહિલાઓમાંની એક હતી. ૧૦૦૦ યેનની નવી નોટો પર કિતાસાતો શિબાસાબુરોનું ચિત્ર છે. કિતાસાતો એક જીવાણુ વિજ્ઞાાની હતા જે ટેટનસનો ઇલાજ શોધ્યો હતો.
જાપાનની ચલણી નોટોમાં નવીનત્તમ હોલોગ્રામ તકનીક સામેલ કરવામાં આવી છે.આથી નકલી નોટ બનાવવી શકય બનશે નહી.જાપાનના નેશનલ પ્રિન્ટિંગ બ્યૂરોના જણાવ્યા અનુસાર દુનિયામાં પહેલી વાર ચલણી નોટો પર હોલોગ્રામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોટોમાં થ્રીડી જોવા મળે છે જેનાથી સુરક્ષા ફિચર્સ મજબૂત બનશે.
કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના અંતર્ગત ભારત વડીલ વંદના-૨ કાર્યક્રમ ૨૬ મે ૨૦૨૪ ના રોજ સાંજે ૩:00 કલાકે સ્થળ: કન્વેન્સન સેન્ટર સરસાણા ખાતે ૧૫ હજારની સીટીંગ વ્યવસ્થા સાથેના વિશાળ એસી ડોમમાં વડીલોના વંદન, સંગીત અને ભોજન સાથેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં જણાવતા કહ્યું કે શહેરના વિકાસમાં સીનીયર સીટીઝનો નો મહત્વનો રોલ હોય છે તેથી વિકસિત દેશોમાં સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ અને આદર આપવામાં આવે છે. આપણા દેશમા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ વડીલોનું વિશેષ સ્થાન રહ્યું છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં આપણે હજુ ઉણા ઉતરીએ છીએ. તેથી અમોએ કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના બનાવીને તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલ તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ આપવા માટે સીનીયર સીટીઝન કંટ્રોલ રૂમ પણ ઉભું કરવામાં આવ્યું છે.
કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજનામા વિવિધ રાજ્યમાંથી આવીને સુરતમાં સ્થાયી થયેલા એવા ૧૫ હજાર સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે. વિવિધ રાજ્યમાંથી આવેલા અને સુરતમાં સ્થાયી થયેલા એવા અમારા ૧૫ હજાર મેમ્બરો આ યોજના થી ખુબજ ખુશ છે. દેશ વિદેશમાં રહેતા સીનીયર સીટીઝનના સંતાનો પણ અમને ખુશીના મેસેજ કરે છે અને તેઓ ખુશી વ્યક્ત કરે છે કે અમારા માત પિતાને અચાનક હોસ્પિટલની જરૂર પડે તેવા સમયે કિરણ હોસ્પિટલ તેમની સાથે છે તેથી અમારા માત-પિતાની બીમારી સમયે અમને ખાસ ચિંતા રહેતી નથી. કિરણ હોસ્પિટલની પાછલા ૭ વર્ષમાં દેશ વિદેશના ૨૭ લાખથી વધારે લોકોએ સેવા લીધી છે.
સુરતમાં રહેતા દરેક રાજ્યના લોકો કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના ના મેમ્બર બન્યા હોવાથી કાર્યક્રમ નું નામ “ભારત વડીલ વંદના” રાખવામા આવ્યું છે. કાર્યક્રમમાં દરેક વડીલોનું પૂજન અને સ્વાગત કરવામાં આવશે, તથા વડીલો ભોજન સાથે સંગીત કાર્યક્રમ માણશે. આ ઉપરાંત જે માતાએ પોતાના સંતાનો ને કીડની, લીવર વગેરે અંગ આપીને પોતાના સંતાનને નવું જીવન આપ્યું છે તેવી માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.