રમત જગત Archives - Page 35 of 45 - CIA Live

July 7, 2019
rohit.jpg
1min11390

Image result for rohit sharma icc world cup 2019

ભારતે શનિવારે અહીં વર્લ્ડ કપમાં પોતાની અંતિમ લીગ મૅચમાં શ્રીલંકાને ૩૯ બૉલ બાકી રાખીને ૭ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. રોહિત શર્મા (૧૦૩ રન, ૯૪ બૉલ, બે સિક્સર, ૧૪ ફોર) અને કેએલ રાહુલ (૧૧૧ રન, ૧૧૮ બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની ઓપનિંગ જોડીએ ૧૮૯ રનની વિક્રમજનક ભાગીદારીથી ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. આ જીત સાથે ભારત પૉઇન્ટ્સ-ટેબલમાં ઑસ્ટ્રેલિયાને હટાવીને પ્રથમ નંબરે આવી ગયું હતું.

શ્રીલંકાએ ઍન્જેલો મૅથ્યૂઝના ઝમકદાર ૧૧૩ રનની મદદથી ૭ વિકેટે ૨૬૪ રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે ત્રણ તેમ જ ટીમમાં આ વખતે પહેલી વાર લેવામાં આવેલા રવીન્દ્ર જાડેજાએ એક અને ભુવી, કુલદીપ તથા હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે ૪૩.૩ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૨૬૫ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. વિરાટ કોહલી ૩૪ રને અને હાર્દિક પંડ્યા ૭ રને અણનમ રહ્યો હતો. રિષભ પંતે ૪ રનમાં વિકેટ ગુમાવી હતી.

વિરાટની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા અને રોહિતની પત્ની રિતિકાએ સ્ટૅન્ડમાં બેસીને શરૂઆતથી છેક સુધી મૅચ જોઈ હતી.

મૅન ઑફ ધ મૅચ રોહિત શર્મા માટે આ વિશ્ર્વ કપ યાદગાર બની ગયો છે. તેણે શનિવારે આ વર્લ્ડ કપમાં પાંચમી સદી ફટકારી હતી અને એક જ વિશ્ર્વ કપમાં પાંચ સેન્ચુરી ફટકારનારો તે વન-ડે જગતનો પહેલો ખેલાડી બન્યો હતો. તેણે કુમાર સંગકારાના ૨૦૧૫ વર્લ્ડ કપના ચાર સદીના વિક્રમને તોડી નાખ્યો હતો.

રોહિતે શનિવારે ૨૭મી વન-ડે સદી ફટકારી હતી.

સચિન તેન્ડુલકરે કુલ ૬ વર્લ્ડ કપમાં ૪૪ ઇનિંગ્સમાં ૬ સદી ફટકારી હતી, જ્યારે રોહિતનો આ બીજો જ વર્લ્ડ કપ છે અને તેણે બે વર્લ્ડ કપમાં કુલ ફક્ત ૧૬ ઇનિંગ્સમાં ૬ સેન્ચુરી ફટકારી છે જેમાંની પાંચ સદી આ વિશ્ર્વ કપમાં બની છે.

રોહિત હવે એક વર્લ્ડ કપમાં હાઇએસ્ટ ૬૭૩ રન (૨૦૦૩ વિશ્ર્વ કપ) બનાવવાના સચિનના વિક્રમને પણ ઓળંગવાની તૈયારીમાં છે. રોહિતના વર્તમાન વિશ્ર્વ કપમાં ૬૪૭ રન થયા છે અને તે સચિનથી ૨૬ રન જ દૂર છે.

ભારત આ વિશ્ર્વ કપમાં એકમાત્ર ઇંગ્લૅન્ડ સામે હાર્યું છે અને બાકીની ૮માંથી ૭ મૅચમાં વિજય મેળવ્યો છે અને ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

July 6, 2019
world_cup_logo.png
1min7410

૧૨મા વર્લ્ડ કપમાં આજે ભારત એની આખરી લીગ મૅચ રમશે જેમાં એનો મુકાબલો (બપોરે ૩.૦૦થી લાઇવ) પાડોશી રાષ્ટ્ર શ્રીલંકાની ટીમ સાથેે થશે. આજની બીજી અને અંતિમ લીગ મૅચ (સાંજે ૬.૦૦થી લાઇવ) ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.

જો ભારત આજે શ્રીલંકા સામે જીતશે તો પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર વન થઈ જશે અને સેમી ફાઇનલમાં એની ટક્કર ચોથા નંબરના ન્યૂ ઝીલૅન્ડ સાથે થશે.

ભારતની મૅચના આરંભના ત્રણ કલાક બાદ જે મૅચ શરૂ થશે એમાં જો ઍરોન ફિન્ચના નેતૃત્વ હેઠળની ઑસ્ટ્રેલિયાની ટીમ ફૅફ ડુ પ્લેસીના સુકાન હેઠળની સાઉથ આફ્રિકાની ટીમ સામે હારી જશે તો જ ભારતને ટેબલમાં અવ્વલ થવા મળશે. જોકે, એ પહેલાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હોવું જોઈશે.

જો પૉઇન્ટ્સ-ટેબલમાં ભારત નંબર વન થઈ જશે તો સેમી ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમશે અને બીજા નંબર પર ઉતરી જનાર ઑસ્ટ્રેલિયાએ ત્રીજા નંબરના કટ્ટર હરીફ અને વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ ગણાતા ઇંગ્લૅન્ડ વિરુદ્ધ રમવું પડશે. ભારતીયોને તો કિવીઓ સામે જીતવું આસાન બનશે, પણ કાંગારુંઓએ બ્રિટિશરોને હરાવવા લોઢાના ચણા ચાવવા પડશે.ઉ

July 3, 2019
world_cup_logo.png
1min11570

એક પણ વખત વર્લ્ડ કપ ન જીતનાર ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આજે અહીં વિશ્ર્વ કપ-૨૦૧૯ની તેમની આખરી લીગ મૅચ રમાશે. આજે જીતનારી ટીમ સેમી ફાઇનલમાં પહોંચી જશે અને પાકિસ્તાન માટે સેમીનો પ્રવેશ વધુ કઠિન થઈ જશે. એ જોતાં, આજના પરિણામમાં પાકિસ્તાનને વધુ રસ હશે. ભારત સામેના મુકાબલા સહિત કુલ ચાર મૅચ હારી જનાર પાકિસ્તાનની ટીમ પોતાના બળે આ સ્પર્ધામાં આગળ વધવાને બદલે બીજી મૅચોના રિઝલ્ટ પર વધુ મદાર રાખનારી ટીમ બની છે. આજે ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડમાંથી જે પણ ટીમ હારશે એ સ્પર્ધામાંથી આઉટ નહીં થાય. ઇંગ્લૅન્ડ હારશે તો પાકિસ્તાને બંગલાદેશ સામેની શુક્રવારની મૅચ કેમેય કરીને જીતવી પડશે.

July 2, 2019
world_cup_logo.png
1min4490

ઇંગ્લૅન્ડમાં ચાલતા વર્લ્ડ કપમાં એકમાત્ર ઑસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાન સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયા છે. સેમી ફાઇનલના બાકીના ત્રણ સ્થાન માટે ભારત, ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, બંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે હરીફાઈ છે.

ભારતે આજની અથવા ૬ જુલાઈની શ્રીલંકા સામેની મૅચ જીતવાની છે. ભારતની મૅચ ધોવાઈ જશે તો એક પૉઇન્ટથી પણ તથા બન્ને હારને પગલે સારું માર્જિન હોવાથી ઊંચા રનરેટથી પણ ભારતને ચાલી જશે.

ન્યૂ ઝીલૅન્ડને પણ એક જ પૉઇન્ટની જરૂર છે. ઇંગ્લૅન્ડ જો ન્યૂ ઝીલૅન્ડ સામે હારશે, પરંતુ બંગલાદેશ જો પાકને હરાવશે તો પણ ઇંગ્લૅન્ડને સેમીનો ચાન્સ રહેશે. પાકિસ્તાને બંગલાદેશને મોટા માર્જિનથી હરાવવું પડશે, જ્યારે બંગલાદેશે સેમીમાં પહોંચવા ભારતને તેમ જ પાકને હરાવવું જ પડશે.

June 28, 2019
india_wi.jpg
1min4490

-વેસ્ટ ઇન્ડિઝ સામે 125 રને એક તરફી વિજય : શમીની 4 વિકેટ

-ભારત 50 ઓવર: 7/268 વેસ્ટ ઇન્ડિઝ 34.2 ઓવર: 143 ઓલઆઉટ

વિશ્વ કપ અભિયાનમાં સડસડાટ આગેકૂચ કરી રહેલી ટીમ ઇન્ડિયાએ આજે વેસ્ટ ઇન્ડિઝ સામે 12પ’ રને પ્રભાવશાળી વિજય હાંસલ કર્યોં હતો. વિજય રથ પર સવાર કોહલીસેના 6 મેચમાં 11 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલની નજીક પહોંચી ગઈ છે.
સુકાની અને મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીના 72 અને એમએસ ધોનીના અણનમ પ6 રનથી ભારતના 7 વિકેટે 268 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝનો 34.2 ઓવરમાં 143 રનમાં ધબડકો થયો હતો.
ભારત તરફથી શમીએ કાતિલ બોલિંગ કરીને 16 રનમાં 4 વિકેટ લીધી હતી. જયારે ચહલ અને બુમરાહને 2-2 વિકેટ મળી હતી. હાર્દિક-કુલદિપના ફાળે 1-1 વિકેટ આવી હતી.
ભારતે વિશ્વ કપમાં વેસ્ટ ઇન્ડિઝ સામે પાછલા 27 વર્ષથી ચાલ્યો આવતો અપરાજીત રહેવાનો ક્રમ આજે પણ જાળવી રાખ્યો હતો. પહેલા શાનદાર બેટિંગ અને પછી ચુસ્ત બોલિંગ-ફિલ્ડીંગથી ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું.
આઇસીસી ક્રમાંકમાં ફરી નંબર વન બનનાર ટીમ ઇન્ડિયાના પેસ એન્ડ સ્પિન એટેક સામે ગેલ સહિતના તમામ કેરેબિયન બેટધરો નતમસ્તક થઇ ગયા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ 31 રન સુનિલ એમ્બ્રિસે કર્યાં હતા. ગેલ (6), હોપ (પ), પૂરન (28), હેટમાયર (18), સુકાની હોલ્ડર (6) નિષ્ફળ રહયા હતા. ભારતીય ટીમની ટકકર હવે રવિવારે ઇંગ્લેન્ડ સામે થશે.
June 25, 2019
englandvsaus.jpg
1min12070

ઓઇન મોર્ગનની ટીમ તેની છેલ્લી મેચની નિષ્ફળતા બાદ તેના કટ્ટર હરીફ ઑસ્ટ્રેલિયા સામે મંગળવારે અહીં રમાનારી મેચમાં પોતાના વર્લ્ડ કપના સંગ્રામને ફરી વિજયના માર્ગે લાવવાના પ્રયાસમાં રમશે.

એશિઝ સિરીઝનાં બે હરીફ રાષ્ટ્રો વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાનારી આ મેચ પર બધાની મીટ હતી, પણ ઈંગ્લેન્ડની ટીમના શ્રીલંકા સામે ૨૦ રનથી થયેલા પરાજય બાદ તેની મહત્ત્વતા વધી ગઈ છે.

england vs ausi world cup માટે છબી પરિણામ

શ્રીલંકા વિરુદ્ધ હેડીંગલી ખાતેની મેચમાં વિજય માટે ૨૩૩ રન કરવાના સાધારણ લક્ષ્ય સામે અંગ્રેજ ટીમના બધા ખેલાડી ૨૧૨ રનમાં આઉટ થઈ ગયા હતા.

ઈંગ્લેન્ડ આ અગાઉ પાકિસ્તાન સામે પણ તેની વિભાગીય મેચમાં હારી ગયું હતું અને શ્રીલંકા વિરુદ્ધ તેની બીજી નિષ્ફળતા છતાં, આયોજક રાષ્ટ્રની ટીમે પોઈન્ટ-કોષ્ટકમાં ટોચની ચાર ટીમમાં પોતાનું સ્થાન સેમી-ફાઈનલ તબક્કામાં પ્રવેશ માટે જાળવી રાખ્યું હતું.

છતાં, વર્લ્ડ કપ પહેલી વાર જીતવાના પ્રયાસમાં ઈંગ્લેન્ડને હવે તેની બાકીની વિભાગીય મેચમાં કોઈ વધુ નિષ્ફળતા ભારી પડી શકે છે.

ઈંગ્લેન્ડની ટીમની ઑસ્ટ્રેલિયા પછી ભારત અને ન્યૂ ઝીલેન્ડ સામે મેચ રમાવાની બાકી છે જે બધી ટીમ સ્પર્ધા જીતવા ફેવરિટ ગણાય છે અને જેઓને અંગ્રેજ ખેલાડીઓએ ૧૯૯૨ પછી વર્લ્ડ કપમાં ક્યારેય પરાજય આપ્યો નથી.

૨૦૧૫ના વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાંથી બાકાત થઈ જવાની નિરાશા પછી ઈંગ્લેન્ડની ટીમની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટના રેન્કિંગમાં ચઢતી મુખ્યત્વે તેની આક્રમક બૅટિંગના પ્રતાપે છે.

ચાર વર્ષના સમય દરમિયાન ઈંગ્લેન્ડે આ સ્તરે સૌથી વધુ જુમલો નોંધાવવાનો બે વાર વિશ્ર્વવિક્રમ કર્યો છે જેમાં ફક્ત ૧૨ મહિના અગાઉ ટ્રેન્ટ બ્રીજ ખાતે ઑસ્ટ્રેલિયાની ટીમ સામે છ વિકેટે ૪૮૧ રનના સ્કોરનો પણ સમાવેશ છે કે જે વર્તમાનમાં વર્લ્ડ રેકોડર્ રહે છે. પણ, શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડની બૅટિંગ સમસ્યારૂપ બની હતી જેમાં મોઈન અલીએ તેની ૧૦૦મી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં રમવાની ઉજવણીમાં છગ્ગો ફટકાર્યા બાદ ફરી બીજા બોલમાં તે ફટકો મારવાના પ્રયાસમાં તે આઉટ થઈ જતા ઈંગ્લેન્ડે ૧૭૦ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

June 23, 2019
india_vs_afghan.jpg
1min4960

ભારત શનિવારે અહીં અફઘાનિસ્તાનને વર્લ્ડ કપની અત્યંત રસાકસીભરી મૅચની છેલ્લી ઓવરના પાંચમા બૉલમાં ૧૧ રનના માર્જિનથી હરાવીને સેમી ફાઇનલની લગોલગ પહોંચી ગયું હતું. અફઘાનિસ્તાનના મોહંમદ નબી (બાવન રન, ૧૦૫ મિનિટ, પંચાવન બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ ભારતીયોના નાકે દમ લાવી દીધો હતો, પરંતુ મોહંમદ શમીએ આ વખતના વર્લ્ડ કપમાં પ્રથમ હૅટ-ટ્રિક લેનાર બોલર તરીકેનું નામ નોંધાવ્યું હતું. તેને ઈજાગ્રસ્ત ભુવનેશ્ર્વરના સ્થાને રમવાનો મોકો મળ્યો હતો અને તેણે એનો પૂરો ફાયદો લીધો હતો.

અફઘાનની ટીમ ૨૨૫ રનના લક્ષ્યાંક સામે ૪૯.૫ ઓવરમાં ૨૧૩ રનના સ્કોર સાથે ઑલઆઉટ થઈ હતી. ભારત મૅચ જીત્યું, પણ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ બધાના દિલ જીતી લીધા હતા. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો આ ૫૦મો વિજય હતો.

બુમરાહે ખરા સમયે બે વિકેટ (રહમત શાહ-૩૬ રન અને હશમતુલ્લા શાહિદી-૨૧ રન) લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. બુમરાહે એક પછી એક યૉર્કર ફેંકીને અફઘાનના બૅટ્સમેનોને મુસીબતમાં મૂકી દીધા હતા. શમીએ હૅટ-ટ્રિક લેવાની શરૂઆત સૌથી ડેન્જરસ બૅટ્સમૅન મોહંમદ નબીથી કરી હતી અને પછીના બે બૉલમાં આફતાબ અને મુજીબને ક્લીન બોલ્ડ કર્યા હતા. શમી વન-ડેના વર્લ્ડ કપમાં હૅટ-ટ્રિક લેનાર ચેતન શર્મા પછીનો બીજો ભારતીય છે.

વન-ડેના વર્લ્ડ કપમાં મોહંમદ શમીની હૅટ-ટ્રિક ૧૦મો કિસ્સો હતો. આગલા નવ કિસ્સા આ મુજબના હતા: ચેતન શર્મા (૧૯૮૭ વર્લ્ડ કપ), સક્લેન મુશ્તાક (૧૯૯૯), ચામિન્ડા વાસ (૨૦૦૩), બ્રેટ લી (૨૦૦૩), લસિથ મલિન્ગા (૨૦૦૭) (૪ બૉલમાં ૪ વિકેટ), કીમાર રૉચ (૨૦૧૧), લસિથ મલિન્ગા (૨૦૧૧), સ્ટીવન ફિન (૨૦૧૫), જેપી ડુમિની (૨૦૧૫).

શનિવારે કેદાર જાધવ અને વિજય શંકરને બોલિંગ જ નહોતી આપવામાં આવી.

એક તબક્કે શમી બે વાર કમનસીબ સાબિત થયો હતો. તેના બૉલમાં બૅટ્સમૅન સામે એલબીડબ્લ્યૂની જોરદાર અપીલ થઈ હતી અને બૅટસમૅન આઉટ પણ હતો, પરંતુ ‘પિચિંગ આઉટસાઇડ’ને કારણે થર્ડ અમ્પાયરે નૉટઆઉટ જાહેર કર્યો હતો. શમીની બોલિંગમાં આવું બે વખત બન્યું હતું અને નસીબદાર અફઘાની બૅટ્સમેન બચી ગયા હતા. એકંદરે ભારતની ફીલ્ડિંગ શનિવારે સારી નહોતી.

એ પહેલાં, ભારતે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને નબળી શરૂઆત કરી હતી. રોહિત શર્મા પાંચમી ઓવરમાં ૭ રનના ટીમ-સ્કોર પર આઉટ થઈ ગયો હતો. તે ૧૦ બૉલમાં એક રન બનાવી શક્યો હતો. સાથી-ઓપનર લોકેશ રાહુલ પણ લાંબો સમય ક્રીઝ પર નહોતો ટક્યો. અફઘાનિસ્તાન જેવી વર્લ્ડ કપની નવીસવી ટીમ સામે ભારતીય ટીમમાં ફક્ત બે હાફ સેન્ચુરી થઈ હતી. વિરાટે ૬૭ રન અને કેદાર જાધવે ૮૮ મિનિટ સુધી ક્રીઝ પર રહીને બાવન રન બનાવ્યા હતા.

June 20, 2019
afghancaptain.jpg
1min5670

અફઘાનિસ્તાનના ક્રિકેટ ટીમના સભ્યોએ અહીં એક રેસ્ટોરન્ટમાં કરેલી તકરાર માટે પોલીસને બોલાવવામાં આવી હતી.

અફઘાનની ટીમની વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે અહીં ઓલ્ડ ટ્રેફર્ડ ખાતેની મેચની પૂર્વે સોમવારે રાતે બનેલા આ બનાવ માટે બી. બી. સી.ના જણાવ્યા પ્રમાણે કેટલાક અનામી ખેલાડીઓએ કોઈ વ્યક્તિ દ્વારા તેઓની ઉતારવામાં આવેલ ફિલ્મ માટે વાંધો દર્શાવ્યો હતો અને તેની જોડે ઝઘડો કર્યો હતો.

પણ, મેચ બાદ પત્રકારો જોડેની વાતચીતમાં અફઘાનની ટીમના કેપ્ટન ગુલબદિન નઈબે મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે તેની પાસે આ ઘટનાની વધુ વિગત નથી. “ટીમ અનેે મારા માટે આ કાંઈ મોટી ઘટના નથી, એમ તેણે કહ્યું હતું. અફઘાનિસ્તાનનો આયોજક રાષ્ટ્ર ઈંગ્લેન્ડની ટીમ સામે ૧૫૦ રનથી પરાજય થયો હતો.

આ પહેલા, મંગળવારે ગ્રેટર મેન્ચેસ્ટર પોલીસે બહાર પાડેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ અધિકારીઓ આ ઘટનાસર સોમવારે સ્થાનિક સમય અનુસાર રાતે ૧૧.૧૫ વાગ્યે મેન્ચેસ્ટરમાં લિવરપૂલ રોડ ખાતે આવેલ અકબર રેસ્ટોરન્ટ ખાતે દોડી આવ્યા હતા.
તે બનાવમાં કોઈને પણ ઈજા થઈ ન હતી તથા કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ કરાઈ રહી છે.

June 19, 2019
sakib.jpg
1min14770

વર્લ્ડ કપમાં શકિબનો અદ્ભુત દેખાવ

વર્લ્ડ કપમાં વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બંગલાદેશનો શકિબ અલ હસન અદભૂત પ્રદર્શન કરી રહયો છે. ખાસ કરીને તેના બેટમાંથી સતત રન નીકળી રહયા છે. શકિબની અણનમ સદીથી બંગલાદેશે ગઇકાલના મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 7 વિકેટે હાર આપી હતી. બંગલાદેશે પાવર બેટિંગ કરીને 322 રનનો વિજય લક્ષ્યાંક 3 વિકેટ ગુમાવીને 41.3 ઓવરમાં જ કરી લીધો હતો.
બંગલાદેશની રનનો પીછો કરતા આ સૌથી મોટી જીત છે. 99 દડામાં અણનમ 124 રન અને બે વિકેટ લેનાર શકિબ મેન ઓફ ધ મેચ બન્યો હતો. મેચ બાદ તેણે કહયું હતું કે આ એક અદભૂત અહેસાસ છે. આખર સુધી વિકેટ પર ટકી રહીને ટીમને જીત અપાવી સૌથી સંતોષજનક અહેસાસ છે. હું પાછલા દોઢ મહિનાથી મારી બેટિંગ પર મહેનત કરી રહયો હતો. હવે ખુશ છું કે મહેનત રંગ લાવી છે. મેં વિચાર્યું ન હતું કે વિશ્વ કપમાં મને નંબર ત્રણ પર બેટિંગ પર મોકો મળશે.
વનડાઉનમાં આવવાથી મને સેટ થવાનો મોકો મળે છે. અમારે સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા હવે પછીના મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. શકિબના વિશ્વ કપમાં કુલ 382 રન થયા છે અને સૌથી વધુ રન કરનારા બેટધરોની સૂચિમાં તે પહેલા નંબર પર આવી ગયો છે. તેના પછી ઓસ્ટ્રેલિયાનો સુકાની એરોન ફિંચ છે. તેણે 5 ઇનિંગમાં 343 રન બનાવ્યા છે. શકિબની વર્તમાન વિશ્વ કપમાં ચાર ઇનિંગમાં આ મુજબનો સ્કોર છે. 75, 64, 121 અને અણનમ 124. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં પણ તે સૌથી વધુ પોઇન્ટ સાથે આગળ ચાલી રહ્યો છે.
June 18, 2019
world_cup_logo.png
1min6610

પોતાના કેટલાક ખેલાડીની ઈજાની સમસ્યામાં રહેતું ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાં મંગળવારે અહીં નીચલા ક્રમના પણ જુસ્સાભર્યા અફઘાનિસ્તાન સામે રમાનારી મેચમાં પોતાના શ્રેષ્ઠ સંગઠનને રમવા મેદાનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે. એક પણ મેચ ન જીતનાર અફઘાનિસ્તાનની છાપ ડાર્ક હૉર્સ (અણધારી રીતે જીતી શકે એવી ટીમ) તરીકેની છે. ઈંગ્લેન્ડની ટીમ તેના ખેલાડીઓની ફિટનેસ બાબતે ચિંતામાં છે અને તેમાં કેપ્ટન ઈયોન મોર્ગનનો ઉમેરો થયો છે. ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે પણ પગના સ્નાયુની પીડાના કારણે તે મેચમાંથી ખસી જવું પડ્યું હતું અને તે મંગળવારે તથા શુક્રવારે શ્રીલંકા સામેની બે મેચમાં રમી શકનાર નથી. “ટીમના બે ખેલાડી ઈજાના કારણે બાકાત થઈ જવામાં ચિંતા ઉપજાવે છે, પણ ગભરાટ અમુભવવાનું જરૂરી નથી.