રમત જગત Archives - Page 34 of 45 - CIA Live

July 29, 2019
icc_world_test_championship_jpg.jpg
1min5600

જૂન 2021 સુધીમાં 9 ટીમ વચ્ચે 27 સિરિઝમાં 71 ટેસ્ટ મેચ રમાશે

એક ઓગસ્ટથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક એશિઝ સિરિઝનો પ્રારંભ થશે. આ સાથે જ આઇસીસીની વર્લ્ડ ચેમ્પિયનશિપની પણ શરૂઆત થશે. દ્રિપક્ષી ટેસ્ટ શ્રેણીની આ ચેમ્પિયનશિપથી નવી દીશા મળશે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની આ પહેલી એડિશન જૂન 2021 સુધી ચાલશે. જેનો ફાઇનલ ક્રિકેટના મક્કા લોર્ડસ પર જૂન 2021માં રમાશે.

આઇસીસી ક્રમાંકની ટોચની 9 ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હશે. આ ટીમોમાં ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, બંગલાદેશ, ન્યુઝીલેન્ડ, દ. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા હશે. જે દેશ અફઘાનિસ્તાન અને આયરલેન્ડ વિરૂધ્ધ ટેસ્ટ મેચ રમશે. તે ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો ગણાશે નહીં. તમામ 9 ટીમને 6 ટીમ સામે રમવાનું રહેશે. જેમાં ત્રણ હોમ અને ત્રણ વિદેશી સિરિઝ હશે. એક સિરિઝમાં ઓછામાં બે અને વધુમાં વધુ પ ટેસ્ટ મેચ હશે.
આ મેચ સામાન્ય દ્રિપક્ષી ટેસ્ટ શ્રેણી જેવા જ હશે, પણ હવે દરેક મેચનું મહત્વ વધી જશે.

મેચ ડે-નાઇટમાં પણ રમાઇ શકે છે. જે બન્ને દેશના બોર્ડની સહમતિ પર નિર્ભર રહેશે. આ પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન 27 સિરિઝ અને 71 ટેસ્ટ મેચ રમાશે. લીગ સ્ટેજ પર ટોચ પર રહેનારી બે ટીમ વચ્ચે જૂન 2021માં લોર્ડસ પર ફાઇનલ રમાશે. આ પછી એપ્રિલ 2023થી બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થશે.

દરેક સિરિઝમાં કુલ 120 પોઇન્ટ હશે

દરેક સિરિઝમાં કુલ 120 પોઇન્ટ હશે. જે શ્રેણીના દરેક મેચના પરિણામ આધારે મળશે. પ ટેસ્ટની શ્રેણીમાં દરેક મેચ દીઠ 24 પોઇન્ટ મળી શકે છે. જો બે મેચની શ્રેણી હશે તો એક મેચ જીતાવ પર 60 પોઇન્ટ મળશે. ડ્રો થવા પર બન્ને ટીમને 20-20 પોઇન્ટ મળશે. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં મેચ જીતવા પર 40 અને ડ્રો માટે 13.3 અંક મળશે. ચાર મેચની શ્રેણીમાં જીત માટે 30 અને ડ્રો માટે 10-10 અંક ફાળવવામાં આવશે. જયારે પાંચ મેચની શ્રેણી વખતે એક મેચની જીત પર 24 અને ડ્રો માટે 8-8 પોઇન્ટ મળશે. ટાઇની સ્થિતિમાં બન્ને ટીમને ઉપરોકત શ્રેણી અનુસાર અનુક્રમે 30, 20, 1પ અને 12 પોઇન્ટ મળશે. એક શ્રેણી કેટલી પણ મોટી હોય, પણ 120 પોઇન્ટથી વધુ મળશે નહીં. તેવું ફોર્મેટ આઇસીસી ગોઠવ્યું છે.
ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની બે ટેસ્ટની શ્રેણી રમીને કરશે. આ પછી દ. આફ્રિકા સામે ત્રણ અને બંગલાદેશ સામે બે ટેસ્ટની શ્રેણી ઘરઆંગણે રમશે. જે આ વર્ષે રમાશે. આ પછી 2020માં બે ટેસ્ટ રમવા ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ જશે. 4 ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં રમશે. છેલ્લે ઘરઆંગણે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પ ટેસ્ટની શ્રેણી રમશે.

July 27, 2019
england-ireland_opt.jpg
1min12380

લોર્ડસના મેદાન પર વિશ્વ વિજેતા ઇંગ્લેન્ડની ટીમે ફરી ઇતિહાસ આલેખ્યો છે. આયરલેન્ડની ટીમ 182 રનના વિજય લક્ષ્યાંક સામે માત્ર 38 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ઇંગ્લેન્ડનો શ્રેણીના એકમાત્ર ટેસ્ટમાં 143 રને નાટકિય વિજય થયો હતો. પોતાના પ્રથમ ટેસ્ટ વિજયના ઓરતા સાથે આજે મેચના ત્રીજા દિવસે સવારે બીજી ઇનિંગમાં બેટીંગમાં ઉતરેલી આયરલેન્ડની ટીમનો ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોકસ અને સ્ટૂઅર્ટ બ્રોડની આગઝરતી ખતરનાક બોલિંગ સામે માત્ર 1પ.4 ઓવરમાં 38 રનમાં વીંટલો વળી ગયો હતો. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો આ પાંચમો સૌથી ઓછો ટીમ ટોટલ છે. સૌથી ઓછા રનમાં ઓલઆઉટ થવાનો વિક્રમ ન્યુઝીલેન્ડની ટીમના નામે છે. તે 19પપમાં ઓકલેન્ડમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 26 રનમાં ઓલઆઉટ થઇ હતી. પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડનો 8પ રનમાં ઢાળિયો થયો હતો. પહેલી ઇનિંગમાં સૌથી ઓછો સ્કોર હોવા છતાં મળેલી જીતની સૂચિમાં ઇંગ્લેન્ડનો આ વિજય પાંચમા ક્રમે છે. આ પહેલા 1886/87માં ઇંગ્લેન્ડની ટીમ પહેલા દાવમાં 4પ રનમાં ઓલઆઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયા સામે જીતી હતી. ઓવરઓલ પહેલા દાવના ઓછા સ્કોર છતાં પાછલા 112 વર્ષની આ પહેલી જીત નોંધાઇ છે.
લોર્ડસ ટેસ્ટની બીજી ઇનિંગમાં 92 રન કરનાર ઇંગ્લેન્ડનો જેક લીચ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેના 92 રન અને જેસન રોયના72, સુકાની જો રૂટના 31, સેમ કરનના 37 રનથી ઇંગ્લેન્ડની ટીમ આજે તેના બીજા દાવમાં 303 રનમાં ઓલઆઉટ થઇ હતી. આથી આયરલેન્ડને તેની પહેલી ટેસ્ટ જીત માટે 182 રનનું લક્ષ્યાંક મળ્યું હતું, પણ આયરલેન્ડની ટીમ તેના બીજા દાવમાં પત્તાના મહેલની માફક વિખેરાઇ ગઇ હતી. ટીમનો એકમાત્ર બેટધર જેમ્સ મેકયુલમ (11) બે આંકડે પહોંચી શકયો હતો. સુકાની પોર્ટફિલ્ડ 2, પોલ સ્ટર્લિંગ 0, કેવિન ઓ’બેરોય 4, ગેરી વિલ્સન 0 અને સ્ટૂઅર્ટ થોમ્પસન જેવા કાઉન્ટિ ક્રિકેટના અનુભવી બેટસમેનો વોકસ-બ્રોડની જોડી સામે ઘૂંટણિયે પડી ગયા હતા. વોકસે તેની કેરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 17 રનમાં 6 વિકેટ લીધી હતી. સ્ટૂઅર્ટ બ્રોડે 19 રનમાં 4 વિકેટ લીધી હતી. ચાર દિવસીય ટેસ્ટ મેચ સવા બે દિવસમાં જ સમાપ્ત થઇ ગયો હતો. આ દરમિયાન લોર્ડસના મેદાન પર 170 ઓવરમાં 40 વિકેટ પડી હતી.

July 26, 2019
dhoni.jpg
1min775

૨૦૧૧ની સાલમાં ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી મેળવનાર ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આ મહિનાના અંતમાં જમ્મુ અને કાશ્મીરની બટાલિયનમાં જોડાશે અને સંરક્ષક દળો સાથે 

મળીને ફરજ બજાવશે, એમ સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. ધોની ૩૧ 

જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધી ૧૦૬-ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૅરા) સાથે રહેશે અને આ અર્ધલશ્કરી દળો ભેગા રહેવાની સાથે પેટ્રોલિંગ (દેખરેખ)ની તેમ જ રક્ષણની અને ચોકીપહેરાની ફરજ સંભાળશે.

ધોનીએ ટેસ્ટ-ક્રિકેટમાં રમવાનું છોડી દીધું છે, પરંતુ વન-ડે અને ટી-ટ્વેન્ટી કરિયરને હજી ગુડબાય નથી કરી. તે બે મહિનાનો બ્રેક લઈને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે નથી જવાનો. તેણે આ નિર્ણય લઈને ભારતીય લશ્કરને જણાવી દીધું છે કે તે પોતાને મળનારી બટાલિયન સાથે કામ કરવા ઉત્સુક છે. તેના આ સંદેશાને ધ્યાનમાં રાખીને તેનું પોસ્ટિંગ કાશ્મીર ખીણમાં કરવામાં આવ્યું છે. તેનું યુનિટ કાશ્મીર ખીણપ્રદેશમાં વિક્ટર ફોર્સના ભાગરૂપે છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધોનીએ ફરજ બજાવવા કરેલી વિનંતીને લશ્કરના વડામથકે મંજૂર કરી છે અને તે દળો સાથે મળીને વિવિધ પ્રકારની ફરજ પર રહેશે.’

July 16, 2019
Simon-Taufel.jpg
1min11000

અમ્પાયરોએ નિયમ પ્રમાણે ઓવરથ્રોમાં ઇંગ્લૅન્ડને છ નહીં, પણ પાંચ રન આપવા જોઈતા હતા

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ અમ્પાયર અને એક સમયે વિશ્ર્વભરના ક્રિકેટ-અમ્પાયરોમાં નંબર વન (સુપર અમ્પાયર) કહેવાતા સાયમન ટૉફેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘રવિવારે વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની અત્યંત રસાકસીભરી ફાઇનલમાં મેદાન પરના અમ્પાયરોએ એક ઓવરથ્રો સંબંધમાં ઇંગ્લૅન્ડને પાંચ રનને બદલે છ રન આપીને નિર્ણય લેવામાં ભૂલ કરી હતી. દેખીતી રીતે એ ભૂલ જ હતી.’

ટૉફેલના આ નિરીક્ષણ સંદર્ભમાં ક્રિકેટની સંચાલક આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ કોઈ જ પ્રતિક્રિયા નહોતી આપી.

ફાઇનલ ટાઇ થઈ એ પહેલાંની મુખ્ય મૅચની આખરી ઓવરમાં ઇંગ્લૅન્ડે જીતવા ૩ બૉલમાં ૯ રન બનાવવાના હતા. ટ્રેન્ટ બૉલ્ટની એ નિર્ણાયક ઓવરના ચોથા બૉલમાં બેન સ્ટૉક્સે દોડીને એક રન લીધો હતો અને પછી બીજો રન પણ પૂરો કર્યો ત્યારે માર્ટિન ગપ્ટિલના ઓવરથ્રોમાં બૉલ સીધો સ્ટૉક્સના બૅટને વાગ્યો હતો જેમાં બૉલ સીધો બાઉન્ડરી લાઇનની બહાર પહોંચી જતાં અમ્પાયરે એ બૉલમાં કુલ ૬ રન (૨+૪) આપ્યા હતા. ત્યાર પછી બે બૉલમાં બ્રિટિશ ટીમે ત્રણ રન બનાવવાના હતા અને બે બૉલમાં બરાબર ત્રણ રન થતાં મૅચ ટાઇ થઈ હતી. ત્યાર પછીની સુપર ઓવર પણ (૧૫-૧૫ રનથી) ટાઈ થઈ હતી અને છેવટે ઇંગ્લૅન્ડને ન્યૂ ઝીલૅન્ડ કરતાં વધુ બાઉન્ડરી ફટકારી હોવાથી નિયમ મુજબ વિજેતા જાહેર કરાયું હતું.

જોકે, ભૂતપૂર્વ ‘સુપર અમ્પાયર’ ટૉફેલે કહ્યું છે કે ‘આઇસીસીના નિયમ ૧૯.૮ મુજબ ફીલ્ડરના હાથમાંથી બૉલ છૂટે ત્યારે જ ઓવરથ્રો શરૂ થયો કહેવાય. જો કોઈ ફીલ્ડરથી ઓવરથ્રો થઈ જાય અને એમાં જો એ ફીલ્ડરના હાથમાંથી ઓવરથ્રો પહેલાં બૉલ છૂટે એ અગાઉ બૅટ્સમેનો દોડીને રન લેવા માટે ક્રોસ ન થયા હોય તો તેમનો એ રન ગણતરીમાં નથી લેવાતો. જોકે, રવિવારની લૉર્ડ્સની ફાઇનલમાં બેન સ્ટૉક્સ અને આદિલ રશીદે બીજો રન દોડવા એકમેકને ક્રોસ કરે એ પહેલાં ડીપમાંથી ગપ્ટિલના હાથમાંથી બૉલ છૂટી ગયો હતો. એ જોતાં, નિયમ મુજબ સ્ટૉક્સ-રશીદે દોડેલો બીજો રન ગણતરીમાં ન લેવાય અને ઇંગ્લૅન્ડને કુલ ૬ (૨+૪)ને બદલે પાંચ (૧+૪) રન મળે. જો બેઉ બૅટ્સમેનો આ સ્થિતિમાં એકમેકને ક્રોસ ન કર્યા હોય તો એ રન પૂરો થયો ન ગણાય. બીજું, તેઓ એક જ રન દોડ્યા હોવાથી સ્ટૉક્સ પાંચમા બૉલમાં સ્ટ્રાઇકર્સ-એન્ડને બદલે નોન-સ્ટ્રાઇકર્સ એન્ડ પર હોવો જોઈતો હતો.’

જોકે, ટૉફેલે ફાઇનલના અમ્પાયરોની થોડી તરફેણ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘અમ્પાયરો નિયમના તેમના અર્થઘટનને આધારે નિર્ણય લેતા હોય છે અને અમે સામાન્ય રીતે તેમના નિર્ણયો પર કોઈ કમેન્ટ નથી કરતા. ક્યારેક ગરમાગરમીમાં અમ્પાયરથી ખોટો નિર્ણય લેવાય પણ ખરો.’

July 15, 2019
djokovic-1280x720.jpg
1min5830

વિમ્બલ્ડનની મૅરથૉન ફાઇનલમાં જૉકોવિચે ફેડરરને હરાવ્યો

કુલ પાંચમી વખત જીત્યો આ ટાઇટલ, કુલ ૧૬ ગ્રૅન્ડ સ્લૅમ સાથે નડાલની કરી બરોબરી

વિમ્બલ્ડનની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સર્બિયાના નોવાક જૉકોવિચે સ્વીડનના રૉજર ફેડરરને ૭-૬, ૧-૬, ૭-૬, ૪-૬, ૧૩-૧૨થી હરાવ્યો હતો. આ સાથે જ તેણે પાંચમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીતીને કુલ ૧૬ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના રાફેલ નડાલના રેકૉર્ડની બરાબરી કરી હતી. આ મૅચ લાંબા સમય સુધી ચાલી હતી. પાંચ વખત વિમ્બલ્ડન જીતનારો તે ચોથો પુરુષ ખેલાડી બન્યો હતો. આ મૅચ વિમ્બલ્ડનના ઇતિહાસની સૌથી લાંબી ફાઇનલ મૅચ હતી, જે અંદાજે પાંચ કલાક ચાલી હતી.

wimbledon winner 2019 માટે છબી પરિણામ

 

July 15, 2019
world_cup_logo.png
1min5200

વર્લ્ડ કપના અદ્ભુત થ્રિલરમાં ન્યૂ ઝીલૅન્ડ છેવટે હાર્યું: ટાઈ-ટાઈ ફિનીશ: બ્રિટિશ ટીમને ૨૮ કરોડ રૂપિયા

વન-ડે વર્લ્ડ કપમાં અભૂતપૂર્વ ફાઇનલ રમાઈ હતી બે વખત ટાઇ થવાને પગલે પરિણામ આવ્યું હતું જેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે યજમાન ઇંગ્લૅન્ડ પહેલીવાર વિજેતા જાહેર થયું હતું. મુખ્ય મૅચ ટાઇ થયા પછી સુપર ઓવર થઈ હતી અને એ સુપર ઓવર પણ ટાઇ થઈ હતી જેને પગલે ઇંગ્લૅન્ડે વધુ બાઉન્ડરી ફટકારી હોવાથી વિજેતા થયું હતું.

મુખ્ય મૅચ ૨૪૧-૨૪૧ રનના સ્કોર પર લેવલ થઈ હોવાથી આ મુકાબલો ટાઇમાં પરિણમ્યો હતો. એકંદરે, બન્ને ટીમો બધી રીતે મુખ્ય મુકાબલામાં બરાબરીમાં રહી હતી અને છેવટે

વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ટાઇ હતી. દિલધડક મુખ્ય મુકાબલામાં ઇંગ્લૅન્ડ ઑલઆઉટ થયું હતું, પરંતુ એણે ન્યૂ ઝીલૅન્ડ જેટલા જ ૨૪૧ રન બનાવ્યા હોવાથી મૅચ બરાબરીમાં રહેતાં ટાઇ જાહેર થઈ હતી. એ વખતે બેન સ્ટૉક્સ (૮૪ અણનમ, ૯૮ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) નૉટઆઉટ રહ્યો હતો.

મૅચ છેક છેલ્લે સુધી બધાના શ્ર્વાસ અધ્ધર કરી મૂકે એવી હતી. અનેક ઉતાર-ચઢાવ પછી મુકાબલો છેવટે ટાઇમાં પરિણમ્યો હતો અને સુપર-ઓવરથી પરિણામ લાવવાનું નક્કી થયું હતું. સુપર ઓવરમાં બન્ને ટીમના ૧૫-૧૫ રન થયા હતા, પણ બ્રિટિશરોની વધુ ફોરને લીધે એને વિજેતા જાહેર કરાયું હતું.

ઇંગ્લૅન્ડની ટીમે મુખ્ય મૅચમાં ઓવરથ્રોમાં જે ફોર મેળવી એ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી.

એ અગાઉ, જૉસ બટલર અને બેન સ્ટૉક્સ વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૧૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. જોકે, સેમી ફાઇનલમાં છેલ્લે-છેલ્લે ભારતની જેવી હાલત હતી એવી ગઈ કાલે ઇંગ્લૅન્ડની હતી. ધોની છેલ્લી ક્ષણોમાં રનઆઉટ થયો હતો અને જાડેજા પાંચમી સિક્સર મારવા જતાં કૅચઆઉટ થયેલો એમ ગઈ કાલે જૉસ બટલર (૬૦ બૉલમાં ૫૯ રન) તથા તેના પછી ક્રિસ વૉક્સ (ચાર બૉલમાં બે રન) અને લિયામ પ્લન્કેટ (૧૦ બૉલમાં ૧૦ રન) ઊંચો શૉટ મારવાની લાલચમાં કૅચઆઉટ થયા હતા. બન્નેની વિકેટ લૉકી ફર્ગ્યુસને લીધી હતી.

એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ ૫૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૨૪૧ રન બનાવ્યા હતા. એમાં એકમાત્ર હેન્રી નિકોલ્સ (૭૭ બૉલમાં પંચાવન રન)ની હાફ સેન્ચુરી હતી. એકંદરે, ઇંગ્લૅન્ડની અનેક ગુણો ધરાવતા બોલિંગ-આક્રમણ સામે કિવીઓનો બૅટિંગ-પર્ફોર્મન્સ સાધારણ હતો. ઇંગ્લૅન્ડના પેસ બોલર ક્રિસ વૉક્સ (૯ ઓવરમાં ૩૭ રનમાં ત્રણ વિકેટ)ના પ્રારંભિક અફલાતૂન સ્પેલ બાદ હેન્રી અને કૅપ્ટન કેન વિલિયમસન (૫૩ બૉલમાં ૩૦ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી થઈ હતી. લૉર્ડ્સમાં બોલરોને વધુ ફાયદો કરાવતી પિચ પર ઇંગ્લિશ પેસ બોલર જોફરા આર્ચર (૧૦ ઓવરમાં ૪૨ રનમાં એક વિકેટ)ની પણ બોલિંગ અસરકારક હતી.

જોકે, બ્રિટિશ બોલરોમાંથી લિઆમ પ્લન્કેટ (૧૦ ઓવરમાં ૪૨ રનમાં ત્રણ વિકેટ) કિવીઓ માટે સૌથી વધુ ઘાતક રહ્યો હતો.

કિવી બૅટ્સમેનોનો રનરેટ ઇનિંગ્સમાં મોટા ભાગે ૪.૫૦થી નીચે રહ્યો હતો. અન્ય બૅટ્સમેનોમાં ગપ્ટિલે ૧૯, રૉસ ટેલરે ૧૫, ટૉમ લેથમે ૪૭, જેમ્સ નીશૅમે ૧૯, કૉલિન ગ્રેન્ડમે ૧૬, મિચલ સૅન્ટનરે અણનમ પાંચ, મૅટ હેન્રીએ ચાર અને ટ્રેન્ટ બૉલ્ટે અણનમ એક રનનું યોગદાન આપ્યું હતું. બ્રિટનના અન્ય બોલરોમાંથી માર્ક વૂડે એક વિકેટ લીધી હતી, જ્યારે આદિલ રશીદે ૩૯ રન આપીને બૅટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા.

July 10, 2019
brasil_copa.jpg
1min6940

બ્રાઝિલે શનિવારે કોપા અમેરિકા ફૂટબૉલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પેરુને ૩-૧થી હરાવીને નવમી વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે બ્રાઝિલે મુખ્ય ખેલાડી નેયમાર વિના આ સિદ્ધિ મેળવી છે અને ટીમને માત્ર તેના પર સૌથી મદાર હતો એ મહેણું હવે ભાંગ્યું છે.

ઘૂંટણની ઈજા તથા ‘બળાત્કાર’ના આક્ષેપથી ઘેરાયેલા કૅપ્ટન નેયમારને ૨૦૧૪માં ઘરઆંગણે વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં ઈજા થઈ હતી અને જર્મની સામેની સેમી ફાઇનલ તેણે ગુમાવી હતી. જર્મનીએ ત્યારે બ્રાઝિલને ૭-૧થી હરાવીને યજમાન ટીમનો માનભંગ કર્યો હતો.

બ્રાઝિલે ૧૨મા વર્ષે મોટી ટ્રોફી જીતી છે. નેયમાર છેલ્લા બે વર્ષથી કોઈને કોઈ વિવાદમાં રહ્યો છે.

July 10, 2019
indiavsnew.jpg
1min6260

મંગળવારે જેનો ડર હતો એ જ થયું. ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની વર્લ્ડ કપની સેમી ફાઇનલ વરસાદને કારણે ખોરવાઈ ગઈ હતી અને વારંવાર વર્ષા થવાને લીધે છેવટે બાકીની રમત આજ પર (રિઝર્વ-ડે) મુલતવી રખાઈ હતી. ગઈ કાલે રમત જ્યાં અટકી હતી ત્યાંથી આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૦૦થી) ફરી શરૂ કરાશે. ભારતને આજના રિઝર્વ-ડેએ રમવાનું આવતાં ફાયદો છે. આજે પણ વરસાદ પડવાની આગાહી છે જે જોતાં જો આજે મૅચ નહીં થાય તો પૉઇન્ટ્સ-ટેબલમાં ચડિયાતી સ્થિતિ હોવાને કારણે ભારત ફાઇનલમાં જશે. ટિકિટ આજના રિઝર્વ-ડેએ કાયદેસરની ગણાશે. ગઈ કાલની રમતને અંતે કિવીઓનો સ્કોર ૪૬.૧ ઓવરમાં પાંચ વિકેટે ૨૧૧ રન હતો. ભુવનેશ્ર્વર, બુમરાહ, હાર્દિક, જાડેજા, ચહલે એક-એક વિકેટ લીધી હતી.

July 9, 2019
indiavsnew.jpg
1min5040

આજે આઇસીસી વર્લ્ડ કપ ક્રિકેટની પહેલી સેમિફાઇનલ માન્ચેસ્ટર ખાતે યોજાઇ રહી છે. અહીં બે ટીમો નહીં બલ્કે ત્રણ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જોવાનું એ રહે છે કે ત્રણ પૈકી ભારત જીતે છે, ન્યુઝીલેન્ડ જીતે છે કે વરસાદ જીતે છે એના પર તમામ ચાહકોની નજર રહેલી છે. પ્રથમદર્શી નજરે એવું મનાય છે કે આજનો દિવસ ભારત કે ન્યુઝીલેન્ડને વરસાદ નહીં ફાવવે દે, માન્ચેસ્ટરમાં આજે 50 ટકા વરસાદ પડે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને આજનો આખો દિવસ ખોરવાય જાય તેવી આગાહી પણ કરવામાં આવી છે.

આ મૅચ બંને ટીમ માટે એટલા માટે પણ મહત્ત્વની હશે કેમ કે આજની મૅચમાં વિજય મેળવનારી ટીમ 14મી જુલાઈએ રમાનારી વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશશે.

આજની મૅચમાં જો ભારતનો વિજય થશે તો તેને ત્રીજીવાર વર્લ્ડ ચૅમ્પિયન બનવાની તક મળશે અને જો ન્યૂ ઝીલૅન્ડની ટીમ વિજય મેળવશે તો તે પ્રથમ જ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનવાની દિશામાં વધુ એક ડગલું માંડશે અને કદાચ વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું તેનું સપનું સાકાર થશે.

ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બંને ટીમે કરેલા પ્રદર્શનને જોતાં આજની મૅચ માટે ભારતીય ટીમને ફૅવરિટ ટીમ તરીકે જોવામાં આવી રહી છે કેમ કે બૅંટિંગ અને બૉલિંગ એમ બંને ક્ષેત્ર ભારતની ટીમ ન્યૂ ઝીલૅન્ડની ટીમ કરતા બળૂકી જણાઈ રહી છે.

ભારતે ટુર્નામેન્ટની અત્યાર સુધી રમાયેલી નવ મૅચમાંથી સાત મૅચમાં વિજય મેળવ્યો છે અને ન્યૂ ઝીલૅન્ડ સામેની એક મૅચ ધોવાઈ ગઈ હોવાને કારણે 15 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે તો ન્યૂ ઝીલૅન્ડની ટીમે નવ મૅચમાંથી પાંચ મૅચમાં વિજય મેળવી 11 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું છે.

આજની મૅચ પ્રેક્ષકો અને પ્રશંસકો માટે રોમાંચક, મનોરંજક અને ઉત્તેજનાસભર બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

July 7, 2019
world_semis-1280x720.jpg
1min5070
INDvNZ

ક્રિકેટ વર્લ્ડકપ 2019ની અંતિમ લીગની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયાની 10 રનથી હરાવ્યું છે. આ મેચના પરિણામ બાદ સેમિફાઈનલમાં કઈ ટીમો આમને સામને આવશે તે નિશ્ચિત થઈ ગયું છે. ભારતીય ટીમ 15 અંકો સાથે ટોપ પર આવી ગઈ છે, એટલે કે ભારત હવે સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે રહશે. જ્યારે નંબર બે પર રહેલી ઓસ્ટ્રેલિયાની ટક્કર ત્રણ નંબર પર રહેલી ઈંગ્લેન્ડ સામે થશે.

9 જુલાઈએ ભારત અને ન્યુઝીલેન્ડ

11 જુલાઈએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટક્કર 11 જુલાઈએ બીજી સેમિફાઈનલમાં બર્મિઘમમાં થવાની છે. ઓસ્ટ્રેલિયા નવ મેચમાંથી 7 મેચ જીત્યું છે જ્યારે 2માં તેની હાર થઈ છે, યજમાન ઈંગ્લેન્ડને 9 મેચમાંથી 6 મેચમાં જીત મળી છે જ્યારે 3 મેચમાં હાર થઈ છે.