CIA ALERT

રમત જગત Archives - Page 20 of 45 - CIA Live

June 4, 2021
Tokyo-2020-Olympics.png
1min453

વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધ્યો છે. અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે અને કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જાપાનમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે જાપાનમાં ૨૩ જૂન સુધી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન જાપાનના ટૉક્યોમાં યોજાનારી ઑલિમ્પિક્સને લઈને ત્યાંની સરકાર તેમજ લોકો વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. જાપાનના મોટા ભાગના લોકો ઈચ્છતા નથી કે, કોરોના સંક્રમણ વચ્ચે ઓલિમ્પિકનું આયોજન થાય. ત્યારે જ જાપાનની ઑલિમ્પિક્સ કમિટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કારણકે ઑલિમ્પિક્સના ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપી દીધું છે.

ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન એક વર્ષ પહેલા થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તે લંબાવવામાં આવ્યું હતું. હવે ૨૩ જૂલાઈથી જાપાનમાં ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન થવાનું છે. પરંતુ કોરોનાના વધતા કેસને કારણે ફરી આયોજન પર સવાલો ઉઠી રહ્યાં છે. એવામાં ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપતા વધુ પ્રશ્નો થઈ રહ્યાં છે.

એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, ટૉક્યો ઑલિમ્પિક્સના આયોજન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. કુલ ૮૦,૦૦૦ વૉલેન્ટિયર ઑલિમ્પિક્સમાં સેવા આપવાના હતા પણ આ પૈકીના ૧૦,૦૦૦ લોકોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના મોટાભાગનાનું કહેવું છે કે, અમે કોરોનાના સંક્રમણથી ચિંતિત છે. તો કેટલાકનું કહેવું છે કે, અમે રમતના આયોજનના વિરોધમાં રાજીનામા આપ્યા છે.

જાપાનની ઑલિમ્પિક્સ કમિટીનું કહેવું છે કે, ૧૦,૦૦૦ લોકોએ રાજીનામા આપ્યા છે તેનાથી આયોજન પર અસર નહીં પડે.

June 2, 2021
engvsnz.jpg
1min443

ઇંગ્લેન્ડ અને પ્રવાસી ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બે ટેસ્ટની શ્રેણીના પહેલા મેચનો બુધવારથી પ્રારંભ થશે. ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભારત વિરૂધ્ધના ફાઇનલ પૂર્વે કિવિઝ ટીમની નજર ઇંગ્લેન્ડની ટીમને જોરદાર ટક્કર આપીને શ્રેણી કબજે કરવા પર રહેશે. જયારે યજમાન ઇંગ્લેન્ડની ટીમ તેના યુવા ખેલાડીઓના સહારે સિઝનની શરૂઆત વિજય સાથે કરવા ઇચ્છશે. આ સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમે રોટેશન પોલિસી અનુસાર તેના આઇપીએલ સ્ટાર ખેલાડીઓને વિશ્રામ આપ્યો છે.

મેચ 2/6/21, બુધવારે બપોરે 3-30થી શરૂ થશે.

ઇંગ્લેન્ડની ટીમમાં પહેલીવાર વિકેટકીપર તરીકે જેમ્સ બ્રેસી હશે. કારણ કે એલેકસ પેરી ઇજાગ્રસ્ત થયો છે. જો રૂટના સુકાનીપદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ પાસે એન્ડરસન અને બ્રોડના રૂપમાં સૌથી અનુભવી અને સફળ ઝડપી બોલિંગ જોડી છે. બન્ને ખેલાડી પાસે કેટલાક ખાસ રેકોર્ડ રચવાની તક છે. કિવિ બોલર બોલ્ટને પહેલા ટેસ્ટમાં વિશ્રામ મળશે તેવો સંકેત કપ્તાન વિલિયમ્સને આપ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે. જ્યારે ઇંગ્લેન્ડને સ્ટોકસ, બટલર, આર્ચર સહિતના સ્ટાર ખેલાડીઓની ખોટ પડશે.

May 29, 2021
IPL_cia.jpg
1min499

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા તબક્કાનું આયોજન હવે યુએઈમાં થશે. શનિવારે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એસજીએમ ખાતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે, IPL- 2021ની ટુર્નામેન્ટ કોરોનાને કારણે 4 મેના રોજ સ્થગિત કરવામાં આવી હતી.

IPL-2021ના પ્રથમ તબક્કામાં 29 મેચો થઈ હતી. જો કે, હવે બાકીની 31 મેચ સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખરાબ હવામાનની અપેક્ષા રાખતા બીસીસીઆઈએ ટી 20 લીગને યુએઈમાં સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો છે. યુએઈમાં આઈપીએલ 2021ની બાકીની મેચ 19 અથવા 20 સપ્ટેમ્બર સુધી યોજાઈ શકે છે, ફાઈનલ મેચ 10 ઓક્ટોબરના રોજ યુએઈમાં રમાશે.

May 29, 2021
WTC.jpg
1min405

આઇસીસીએ 28/5/2021 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથમ્પટન ખાતે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલની મેચ કન્ડીશન જાહેર કરતા સ્પષ્ટ કર્યું છે કે મેચ ડ્રો કે ટાઇની સ્થિતિમાં બન્ને ટીમને સંયુકત વિજેતા જાહેર કરાશે. 18થી 22 જૂન દરમિયાન રમાનાર આ ફાઇનલ મેચ માટે કોઇ કારણોસર સમય બગડવાની સ્થિતિમાં સુરક્ષિત દિવસની વ્યવસ્થા કરી છે. જે અનુસાર 23 જૂન સુરક્ષિત દિવસ ગણાશે. આઇસીસીએ એમ પણ કહ્યંy કે આ બન્ને ફેંસલા જૂન 2018માં ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કર્યાં પહેલા જ લેવામાં આવ્યા હતા. સુરક્ષિત દિવસનો ઉપયોગ કોઇ કારણોસર જો મેચ અટકી ગયો હોય તો તેની ભરપાઇ માટે કરવામાં આવશે. નિર્ધારિત પાંચમા દિવસે ડ્રોની સ્થિતિમાં વધારાનો ઉપયોગ થશે નહીં. એટલે કે ફાઇનલ મેચ ફાઇટ ટૂ ફિનિશ નથી. ડ્રો અને ટાઇના પરિણામ પણ આવી શકે છે અને આવી સ્થિતિમાં બન્ને ટીમ ટ્રોફીની હકદાર બનશે.

મેચ દરમિયાન આઇસીસી રેફરી મીડિયાને અને બન્ને ટીમને બતાવશે કે સુરક્ષિત દિવસનો ઉપયોગ કયારે અને કેવા સંજોગોમાં થશે. ભારતીય ટીમ તેના ઘરેલુ મેચો એસજી બોલથી અને ન્યુઝીલેન્ડની ટીમ કુકાબુરા બોલથી રમે છે, પણ ફાઇનલ મેચ ડયૂક બોલથી રમાશે. ઇંગ્લેન્ડમાં ડયૂક બોલનો જ ઉપયોગ થાય છે. ફાઇનલમાં શોર્ટ રન, ડીઆરએસના નવા નિયમ પણ લાગુ રહેશે.

May 23, 2021
sushil_kumar_werstler.jpg
1min609

છત્રસાલ સ્ટેડિયમ મર્ડર કેસમાં વોન્ટેડ અને બે વારના ઓલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમારની રવિવારે 23/5/2021 પોલીસે દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. સુશીલ સાથે અજય કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ સ્પેશ્યલ સીપી-સ્પેશ્યલ સેલ નીરજ ઠાકુરે કરી હતી. ઠાકુરે કહ્યું કે, કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના સાથીની સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરી છે.

દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે ઓલિમ્પિકમાં ભારત માટે બે વાર મેડલ જીતી ચૂકેલા અને હત્યા કેસના આરોપી સુશીલની આગોતરી જામીનની અરજી નામંજૂરી કરી હતી. તેનાથી એક દિવસ પહેલા દિલ્હી પોલીસે સુશીલ પર એક લાખ અને સહયોગી અજય પર 50000નું ઈનામ જાહેર કર્યું હતું. ત્યારબાદ તેઓએ આગોતરા જામીનની અરજી કરી હતી.

છત્રસાલ સ્ટેડિયમ ખાતે 4-5 મે દરમિયાન થયેલી હિંસામાં ગ્રીકો રોમન રેસલર સાગરની મોત બાદથી સુશીલ કુમાર ફરાર હતા. એક વિડીયો ફૂટેજ સામે આવ્યા છે જે મેરઠ ટોલ પ્લાઝાના હોવાનું જાણવા મળ્યું છે. સુશીલ કારની આગળની સીટ પર બેઠો જોવા મળે છે, જ્યારે એક શખ્સ કાર ચલાવી રહ્યો છે. ફૂટેજ 6 મેના હોવાનું જણાવાયું છે. પોલીસ તે યુવક અને કારની પણ તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુશીલ હરિદ્વાર સ્થિત એક બાબાની પાસે મદદ માંગવા ગયો હતો.

રેસલર સાગરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સાગરનું મોત નીપજ્યું હતું. લોખંડના સળિયા અથવા ડંડાથી ફટકા મારતા સાગરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલા હાલત ઘણી ખરાબ થઈ હતી. સાગરના શરીર પર ઈજાના ઘણા નિશાન મળી આવ્યા છે.

સુશીલ ઉપરાંત દિલ્હી પોલીસે આ હત્યા કેસમાં અજયકુમાર સહરાવતની ધરપકડ કરવા બદલ 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તે રણહૌલાના કોંગ્રેસના કાઉન્સિલર સુરેશકુમાર ઉર્ફે સુરેશ પહેલવાન ઉર્ફે સુરેશ બક્કરવાળાનો પુત્ર છે. અજય દિલ્હી સરકારમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે, જે કોન્ટ્રાક્ટ પર હોવાનું જાણવા મળ્યું છે.

May 10, 2021
Virat_Kohli_vaccine.jpg
1min610
India Captain Virat Kohli Gets Vaccinated Against Coronavirus

કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને રસી મહત્વના મનાઈ રહ્યા છે, આવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ Dt.10/5/2021 સોમવારે લઈ લીધો છે. આ અંગે કોહલીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેક્સીન લીધાની માહિતી આપી છે. આ સાથે કોહલીએ તસવીર પણ શેર કરી છે.

કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા જલદી ઈંગ્લેન્ડ માટે રવાના થશે, જ્યાં તેણે ન્યુઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. આ પછી ભારતીય ટીમ યજમાન સાથે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.

32 વર્ષના વિરાટ કોહલીએ કોરોનાની રસી લીધા બાદ લોકોને અપીલ કરી છે કે વેક્સીન લેવાની કોશિશ કરો અને સુરક્ષિત રહો. ભારતીય ટીમના અનુભવી બોલર ઈશાંત શર્માએ પણ સોમવારે કોરોનાની રસી લીધી છે, ઈશાંતે પત્ની પ્રતિમા સિંહ સાથે સોશિયિલ મીડિયા પર તસવીર શેર કરી છે.

ઈશાંત પત્ની સાથે વેક્સીનેશન સેન્ટર પહોંચ્યો હતો. ઈશાંતે ફ્રન્ટલાઈન વોરિયર્સનો આભાર માન્યો છે. આ સાથે ટીમના સિનિયર બોલર ઉમેશ યાદવ અને ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ રસીનો પહેલો ડોઝ લીધા બાદ ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે.

May 8, 2021
WTC.jpg
1min412
No Hardik Pandya, Kuldeep Yadav in India's squad of 20 for WTC final and  England Tests

આવતા મહિને ન્યૂ ઝીલૅન્ડની ટીમ સામે રમાનારી વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ અને ઈંગ્લૅન્ડ વિરુદ્ધની પાંચ ટૅસ્ટ મૅચની શ્રેણી માટે શુક્રવારે જાહેર કરવામાં આવેલી ૨૦ સભ્યની ભારતીય ક્રિકેટ ટીમમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, બૅટ્સમેન હનુમા વિહારી અને બૉલર મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પસંદગીકારોએ સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે અભિમન્યુ ઈશ્ર્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન અને અરઝાન નાગવાસવાલાનો ટીમમાં સમાવેશ કયો હોવાનું બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ઍપેન્ડિક્સનાં નિદાન બાદ સર્જરી કરાવનાર કે. એલ. રાહુલ તેમ જ તાજેતરમાં જ રદ કરવામાં આવેલી આઈપીએલ દરમિયાન કોરોના પૉઝિટિવ થયેલા વૃદ્ધિમાન સહાનો પણ (ફિટનેસ ક્લિયન્રને આધારે) ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ વરસે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન જાડેજા અને વિહારી બંને ઈજા પામ્યા હતા.

આઉટ ઑફ ફૉર્મ કુલદીપ યાદવ અને ફાસ્ટબૉલર નવદીપ સાઈનીને સંભવિત આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં ઈંગ્લૅન્ડ માટે રવાના થનારી ટીમમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ સધમ્પટન ખાતે ૧૮ જૂનથી તો ઈંગ્લૅન્ડ સામેની ટૅસ્ટ ૪ ઑગસ્ટથી શરૂ થશે.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, શુભમ ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્ર્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ કૅપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ શિરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે. એલ. રાહુલ (ફિટનેસ ક્લિયન્રને આધારે), વૃદ્ધિમાન સહા (વિકેટકીપર-ફિટનેસ ક્લિયન્રને આધારે).

સ્ટેન્ડ બાય પ્લેયર્સ: અભિમન્યુ ઈશ્ર્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન અને અરઝાન નાગવાસવાલા.

May 5, 2021
t20_worldcup.jpg
1min367

આ વર્ષે ભારતમાં રમાનાર ટી-20 વિશ્વ કપ યૂએઇમાં આયોજિત થઇ શકે છે. કારણ કે બીસીસીઆઇને લાગી રહ્યંy છે કે હાલની સ્થિતિમાં કોઇપણ ટીમ ભારતનો પ્રવાસ કરવા અસહજ મહેસૂસ કરી રહી છે. આ અંગનો આખરી નિર્ણય એક મહિનાની અંદર લેવામાં આવશે. સુરક્ષિત બાયો બબલ છતાં આઇપીએલ દરમિયાન કોરોના પોઝિટિવના મામલા સામે આવ્યા છે અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ થઈ ચૂકી છે. આથી ઓકટોબર-નવેમ્બરમાં 16 ટીમ વચ્ચેની ટી-20 ટૂર્નામેન્ટ (િવશ્વ કપ)ના આયોજન માટે હિચકિચાટ અનુભવી રહી છે.

રિપોર્ટ અનુસાર બીસીસીઆઇના અધિકારીની હાલમાં જ કેન્દ્ર સરકારના ટોચના પદાધિકારીઓ સાથે આ બારામાં ચર્ચા થઇ છે અને યૂએઇમાં આયોજિત કરવા પર લગભગ સહમિત બની ગઇ છે. અગાઉ બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડ કપ ભારતમાં નવ સ્થળે રમાશે તેવો કાર્યક્રમ જાહેર કર્યોં હતો.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ નવેમ્બરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. આથી આ વખતે બીસીસીઆઇ કોઇ જોખમ લેવા માંગતું નથી. જેથી વિશ્વ કપ ભારત બહાર લગભગ રમાશે તે નક્કી છે. આ ઉપરાંત આવતા 6 મહિના સુધી કોઇ ટીમ ભારત પ્રવાસ ખેડવોનો નિર્ણય પણ લેશે નહીં.

May 4, 2021
ipl_suspended.jpg
1min405

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજરોજ તા.4 મે 2021ના રોજ ઇન્ડીયન પ્રીમીયર લીગ ક્રિકેટ ચેમ્પિયનશીપ, IPL-2021ને અધવચ્ચે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસો અને કેટલાક ખેલાડીઓને પણ તેનો ચેપ લાગી જતાં આઈપીએલની આ સીઝનને સસ્પેન્ડ કરી દેવાનું નક્કી કરાયું છે.

સોમવારે અમદાવાદમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ કોરોનાને કારણે જ કેન્સલ કરી દેવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવર્તી અને બોલર સંદીપ વારિયરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યા અનુસાર, મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ધિમાન સાહાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. બીસીસીઆઈના અનેક અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

ચેન્નૈ સુપર કિંગ્સના બે સભ્યો બોલિંગ કોચ એલ. બાલાજી અને બસ ક્લીનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સીઈઓ કાશી વિશ્વનાથનનો બીજો રિપોર્ટ સોમવારે સાંજે નેગેટિવ આવ્યો હતો. જોકે, બાલાજી અને બસ ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડી કોરોનાના વધતા કેસને કારણે જ પોતાના દેશમાં પરત ફરી ચૂક્યા છે. જેમાં એડમ જંપા, એન્ડ્રયુ ટાય અને કેન રિચર્ડસન સામેલ હતા.

રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગ્સ્ટોને પણ બાયો બબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન દિલ્લી કેપિટલ્સના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ 25 એપ્રિલે આઈપીએલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઈપીએલની સીઝન દુબઈમાં રમાઈ હતી. આ વખતે તો દેશમાં સ્થિતિ 2020થી પણ ખરાબ હોવા છતાં અનેક વિરોધ વચ્ચે પણ મુંબઈમાં 2021ની સીઝનની શરુઆત કરવામાં આવી હતી, જ્યારે કેટલીક મેચ અમદાવાદમાં રમાવાની હતી. તમામ ટીમો અમદાવાદ પહોંચી તેના થોડા જ સમયમાં બાયોબબલ હોવા છતાંય તેમની અંદર કોરોનાના કેસ આવવાનું શરુ થયું હતું. જેના કારણે આઈપીએલ પર ફરી એકવાર સવાલ ઉઠ્યા હતા.

April 30, 2021
indiavseng.jpg
1min962

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સટોડિયાને આઇબી કર્મીએ સરકારી ગાડીમાં બેસાડીને સ્ટેડિયમમાં ઘુસાડ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા હતા. સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટોડિયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને શંકા હતી કે, બંને શખસોને કોઈ સ્થાનિક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવા માટે મદદ કરી હતી ત્યારે અમદાવાદના આઇબીના પીએસઆઇ સહિત એક શખસની સંડોવણી બહાર આવી છે.

અમદાવાદ મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડની બે મેચમાં હજારોની મેદની ભેગી કરી કોરોના વધતાં બાકીની ત્રણ મેચમાં કોઈ દર્શકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભારત ઈંગ્લેન્ડની છેલ્લી ટી-૨૦ મેચમાં જીસીએ અને પોલીસની મોટી બેદરકારી સામે આવી હતી. બે સટોડિયાઓ મજૂર બની અંદર ઘૂસ્યા હતા. પોલીસના ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત હોવા છતાં હરિયાણાના બે સટોડિયાઓ ખાનગી સપ્લાયર કંપનીના મજૂર બની અને સ્ટેડિયમમાં ઘૂસી ગયા હતા અને ટી ૨૦ મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં હતાં. તપાસ કરતાં બંનેએ અંદર પ્રવેશ મેળવી સટ્ટો રમતાં તેમની જુગારની કલમ હેઠળ ધરપકડ કરી હતી.

આરોપીઓએ એક સપ્લાયર કંપનીના મજૂરના પાસ મેળવી તેમાં તેમના ફોટો ચોંટાડી તેઓએ પાસ મેળવ્યા હતા અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. જેથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને હરિયાણાના રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. બંને બેઠા હતા તે દરમ્યાનમાં એક વ્યક્તિને શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને પૂછતાં તેઓનું નામ પ્રિન્સ ગંભીર અને આશિષ યાદવ હોવાનું જાણવા મળ્યું. તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા હતા. સ્ટેડિયમમાં એક સપ્લાયરનો જે કોન્ટ્રાક્ટરના મજૂરો પાસેથી બંનેએ પાસ મેળવી લીધાં હતાં અને તેઓ પાસ લઈ મજૂર બની સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાંથી તેઓ બેસી મેચ જોવા બેસી સટ્ટો રમતાં હતા.

બંને આરોપીઓની પૂછપરછમાં આઇબીના પીએસઆઇ અને ગોતાના વ્યક્તિની સંડોવણી બહાર આવી છે. સરકારી બોલેરામાં બેસાડી સટોડિયાઓને સ્ટેડિયમમાં પ્રવેશ અપાવ્યો હતો. પકડાયેલ આરોપી અગાઉ પણ બે વખત સ્ટેડિયમમાંથી સટ્ટો રમાડતા પકડાઈ ચૂક્યો હતો.