CIA ALERT

ટેક ન્યુઝ Archives - CIA Live

June 23, 2025
image-10.png
1min45

રાજ્યને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની નેમ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫
(જીઈસીએમએસ-2025) જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે. આ પોલિસીને પગલે ગુજરાતમાં રૂ.35 હજાર કરોડનું નવું જંગી મૂડીરોકાણ થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂર અને સહાય પ્રાપ્ત એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે ૧૦૦ ટકા સહાય પ્રોત્સાહન મળશે. આનો અર્થ એ થાય કે ગુજરાતમાં સ્થપાનારા મેઈટીની મંજૂરી પ્રાપ્ત પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને તરફથી બેવડા પ્રોત્સાહનનો લાભ મળી શકશે.

કેન્દ્રની સહાય ચૂકવાયાના મહિનાની અંદર સહાય ચૂકવાશે

આ જીઈસીએમએસ-2025 પોલિસી કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ઈસીએમએસ) ને સંપૂર્ણપણે સુસંગત છે અને ૧૦૦ ટકા ટોપ-અપ અનુસરણ કરીને ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવશે. એકવાર મેઈટી Ministry of Electronics and Information Technology (MeitY)જીઈસીએમએસ હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી, રાજ્યમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સ આપમેળે સમાન ગ્રાન્ટ-સહાયપાત્ર બનશે. કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયાના ૩૦ દિવસની અંદર રાજ્ય સરકાર દ્વારા પણ પ્રોત્સાહન સહાય ચૂકવી દેવામાં આવશે.

ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસના લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ અને ઓટો હબ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે, ત્યારે આ નવી પોલિસી અપસ્ટ્રીમ ઉદ્યોગને પણ વેગ આપશે. આના પરિણામે આયાત પરની નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થશે. આ પોલિસી દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ₹૩૫,૦૦૦ કરોડથી વધુના નવા રોકાણો આકર્ષિત કરવાનું અને વધુને વધુ ઉચ્ચ-કુશળ રોજગારનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ જીઈસીએમએસ પોલિસીના પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસ.એમ.ડી. પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિતના આવશ્યક ઉદ્યોગો-એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળશે.

આ પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે પણ ઉદાર સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તદ્અનુસાર, ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કુલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ₹૧૨.૫ કરોડ સુધીની મેચિંગ સહાય મળવાપાત્ર થશે. જીઈસીએમએસ અંતર્ગત ટર્નઓવર લિન્ક્ડ ઇન્સેન્ટિવ છ વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે.
પોલિસીના હેતુઓઓ પર એક નજર કરીએ તો તેનો સૌથી પહેલો હેતું તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું. સ્થાનિક કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સમાં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવાનો છે.

આ પોલીસીનો લાભ લેવા માટે સરકારે પાત્રતા નક્કી કરી છે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. કેન્દ્ર સરકારના મેઈટી દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે. ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.

સરકારે આ માટે ખાસ પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જાહેર કર્યા હતા. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮ હેઠળ સહાય મેળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે.આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮નો લાભ મળશે નહીં. પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે. તે ઉપરાંત વધારાના પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જેવા કે, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ: ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત સહાય અપાશે.

ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર ૩૦ કાર્ય દિવસમાં સહાય ચૂકવશે. રાજ્યની આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫નું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (જીએસઈએમ) દ્વારા કરવામાં આવશે.

June 2, 2025
SS_Logo_Red-1280x986.png
3min89

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરે સોમવારે (2 જૂન) JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટૉપ કર્યું છે. તેણે 360 માંથી 332 ગુણ મેળવ્યા છે, પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર રિઝલ્ટ જોઈ શકે છે.

રિઝલ્ટની સાથે જ ફાઇનલ આન્સર કી પણ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે. JEE એડવાન્સ 2025ની પરીક્ષા 18 મેના દિવસે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં પેપર-1 અને પેપર-2 સામેલ હતા. વિદ્યાર્થીની રિસ્પૉન્સ શીટ 22 મેના દિવસે જાહેર કરવામાં આવી હતી અને 25મેના દિવસે પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ગણિતનું પેપર સૌથી અઘરૂ હતું. જોકે, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ એટલાં જ અઘરા હતાં. પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓ હવે JoSAA કાઉન્સિલિંગના માધ્યમથી પોતાની પસંદગીના IIT સંસ્થામાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

JEE એડવાન્સમાં પરીક્ષામાં કુલ ગુણની (એગ્રીગેટ માર્ક્સ)ની ગણતરી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણના સરવાળાના આધારે ગણવામાં આવે છે. ઉમેદવારે રેન્ક યાદીમાં સામેલ થવા માટે માત્ર કુલ લઘુત્તમ લાયકાત ગુણ જ નહીં પરંતુ દરેક વિષયમાં લઘુત્તમ લાયકાત ગુણ પણ મેળવવાના રહેશે. આ પરીક્ષામાં મહત્તમ કુલ ગુણ 360 છે, જેમાં પેપર-1 અને પેપર-2 દરેકમાં 180 ગુણ છે. દરેક વિષય – ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મહત્તમ 120 ગુણ હોય છે, જેને પેપર-1 અને પેપર-2 દરેકમાં 60 ગુણમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

JoSAA Counselling 2025: 3/6/25 to 12/6/25

The Joint Entrance Examinations (JEE) Advanced results 2025 have been released on the official website, jeeadv.ac.in. Following the release of the result, the Joint Seat Allocation Authority (JoSAA) counselling will start tomorrow, on June 3, 2025, at 5 PM. All candidates who have qualified the JEE Advanced are eligible to participate in the seat allocation process for admission to Indian Institutes of Technology (IITs), National Institute of Technology (NITs), Indian Institutes of Information Technology (IIITs), and other Government Funded Technical Institutes (GFTIs).

The registration and choice-filling window will remain open till June 12, 2025, on the official website — josaa.nic.in. Candidates are required to complete the registration, fill in their preferred institute choices, and lock them before the deadline. On June 9, 2025, the mock seat allocation 1 list will be displayed based on the choices filled by the candidates. Mock seat allocation 2 list will be displayed on June 11, 2025.

JoSAA Counselling 2025: Steps to register
Candidates can follow the steps mentioned here to apply for the JoSAA Counselling 2025:

Visit the official website: josaa.nic.in.

Click on the link for JoSAA Counselling 2025 registration.
Enter JEE Main/Advanced credentials and complete the registration.
Log in to your account and fill out the application form.
Select and prioritize institute/course choices.
Submit the form and download a copy for future reference.

Candidates must ensure all personal and academic details are accurately filled out during registration. Choice filling must be completed before the last date; preferences can influence seat allotment results.

Candidates are advised to stay in touch with the official website to get the complete details of the JoSAA counselling 2025.

May 31, 2025
passport-police-verification.jpg
1min62

ભારત સરકાર દ્વારા હવે પાસપોર્ટ સિસ્ટમને વધુ આધુનિક બનાવવાની દિશામાં ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે ઈ-પાસપોર્ટ, સિક્યોરિટી ફીચર્સ અને એપ્લિકેશન પ્રોસેસમાં બદલાવ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ જ અનુસંધાનમાં પાસપોર્ટમાં કેટલાક મહત્ત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે.

ભારત સરકાર દ્વારા ઈ-પાસપોર્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આરએફઆઈડી ચિપ લગાવવામાં આવે છે. આને કારણે તમારો બાયોમેટ્રિક અને પર્સનલ ડેટા સુરક્ષિત રહે છે. ડિજિટલ ટેક્નિકથી આઈડેન્ટિટી ચોરી અને છેતરપિંડી થવાનું જોખમ પણ ઘટી જાય છે. આ ઈ-પાસપોર્ટની શરૂઆત ગોવા અને રાંચી જેવા શહેરોમાં તો આની શરૂઆત કરી દેવામાં આવી છે.

અત્યાર સુધી પાસપોર્ટ એડ્રેસ પ્રૂફ તરીકે પણ ચાલતું હતું, કારણ કે તેના પર તમારું રેસિડેન્શિયલ એડ્રેસ છાપવામાં આવતું હતું, પરંતુ હવે પાસપોર્ટમાંથી એડ્રેસ ગાયબ થશે અને તેની જગ્યાએ બારકોડ જોવા મળશે. બારકોડથી ઓફિશિયલ ઈમિગ્રેશન ઓફિસર તમારા એડ્રસની માહિતી જાણી શકશે. જેને કારણે પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રોત્સાહન મળશે.

નવી સિસ્ટમ પ્રમાણે હવે પાસપોર્ટમાં માતા-પિતાના નામ નહીં જોવા મળે. આ બદલાવ એવા લોકો માટે ખૂબ જ કામનું સાબિત થશે, જેમની પારિવારિક સંરચના પારંપારિક નથી, જેમ કે સિંગલ પેરેન્ટ્સ, ડિવોર્સ કે બીજા કોઈ પરિસ્થિતિ. આ પગલું અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે.

ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત
જી હા, પહેલી ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે પાસપોર્ટ એપ્લાય કરવા માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. અધિકૃત રજિસ્ટ્રાર દ્વારા જારી કરવામાં આવેલું બર્થ સર્ટિફિકેટ વેલિડ ગણાશે. આ પહેલાં જન્મેલા લોકો માટે બીજા વૈકલ્પિક ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર, પેન અને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ પણ માન્ય ગણાશે.

ભારત સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે 2030 સુધી દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકોને નજીકના કેન્દ્રમાં પાસપોર્ટ સંબંધિત સુવિધાઓ મળી શકે. આ પગલું દેશભરમાં પાસપોર્ટ સુવિધાની પહોંચ અને દક્ષતાને વધારવાની દિશામાં લેવામાં આવ્યું છે.

May 28, 2025
itr.jpg
1min61

દેશભરના કરોડો ઈન્કમ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ રિટર્ન ભરવાની તારીખ વધારવાનો નિર્ણય કર્યો છે, જે કરદાતા માટે મોટી રાહતસમાન છે.

સીબીટીડીના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માટે આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન) ભરનારા માટે અંતિમ તારીખ 31 જુલાઈ, 2025થી લંબાવીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આઈટીઆર ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરુરિયાત અને ટીડીએક ક્રેડિટ રિફ્લેક્શનમાં મહત્ત્વપૂર્ણ સંશોધનની કામગીરીને કારણે તારીખ લંબાવી છે.

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મારફત કરદાતાઓને જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે સીબીડીટીએ આઈટીઆર ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે. હવે 31 જુલાઈના બદલે 15 સપ્ટેમ્બર 2025 સુધી તારીખ લંબાવી છે. સરકારે નવી તારીખ લંબાવવા પાછળનો આશય ખાસ કરીને આઈટીઆર ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરુરિયાત અને ટીડીએસ રિફ્લેક્શનમાં મહત્ત્વપૂર્ણ સંશોધનનો સમાવેશ થાય છે.

31 જુલાઈ, 2025 સુધીમાં આઈટીઆર ફાઈલિંગની ડેડલાઈન લાગુ પડતી હોય છે, જેમાં મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને તમામ પ્રકારના કરદાતાનો પણ સમાવેશ થાય છે, જેમના ખાતાનું ઓડિટ કરવાનું જરુરી હોતું નથી. હવે કર્મચારીઓને તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં વધુ 46 દિવસ મળશે. જો અંતિમ તારીખ સુધીમાં આઈટીઆર ફાઈલ નહીં કરો તો 5,000 રુપિયા સુધીનો દંડ થશે.

May 14, 2025
e-passport.png
1min110


કેન્દ્ર સરકારે હાઈટેક પહેલાના ભાગરૂપે દેશભરમાં ચિપ આધારીત ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરી દીધી છે. દેશમાં આ નવી સુવિધા શરૂ થવાની સાથે વિદેશ પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોને અનેક ફાયદા થશે સાથે જ ઈમિગ્રેશન પ્રક્રિયા, સુરક્ષા અને કૉન્ટેક્ટલેટ થઈ જશે. દેશમાં આ નવી પહેલ શરૂ થતાની સાથે જ ભારત અમેરિકા, યુકે, ફ્રાન્સ, જાપાન અને કેનેડા જેવા 120 દેશોમાં સામેલ થઈ ગયા છે, જેઓ પહેલેથી જ ઈ-પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે.

ઈ-પાસપોર્ટ એક ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ છે. તેની પાછળના ભાગે એક RFID ચિપ અને એન્ટીના હોય છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકનું નામ, જન્મતારીખ, પાસપોર્ટ નંબર, ફેસ અને ફિંગરપ્રિન્ટ જેવી બાયોમેટ્રિક અને વ્યક્તિગત માહિતી સુરક્ષીત રહે છે. આ ડેટા આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિયમો BAC, PA અને EAC અનુસાર એન્ક્રિપ્ટેડ છે.

ઈ-પાસપોર્ટની સેવાનો પાયલોટ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં નાગપુર, ભુવનેશ્વર, જમ્મૂ, ગોવા, શિમલા, જયપુર, ચેન્નાઈ, હૈદરાબાદ, ગુજરાતનું સુરત, રાયપુર, અમૃતસર, રાંચી, દિલ્હી જેવા શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જૂન-2025 સુધીમાં દેશભરમાં લાગુ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે.

ઈ-પાસપોર્ટના કારણે ઈમિગ્રેશન પ્રક્રિયા વધુ સરલ અને આધુનિક બનશે. પ્રવાસીઓ હવે ઈ-ગેટ્સમાંથી ઓટોમેટેડ તેમજ કોન્ટેક્ટલેસ પ્રોસેરમાંથી પ્રવેશ કરી શકશે. આ નવી સુવિધાના કારણે વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી છૂટકારો મળશે અને મુસાફરો સરળતાથી અને આરામદાયક મુસાફરી કરી શકશે.

ઈ-પાસપોર્ટ મેળવવા ઈચ્છુક નાગરિક પાસપોર્ટ સેવા પોર્ટલ પર અરજી કરી શકે છે. તેઓએ નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિકની માહિતી આપવાની રહેશે. આગામી સમયમાં ઈ-પાસપોર્ટમાં ડિજિટલ વિઝા, મોબાઈલ પાસપોર્ટ વૉલેટ, આધાર તેમજ ડિજિલોકર ઈન્ટીગ્રેશન જેવા ફિચર્સ જોડવામાં આવી શકે છે. આ સુવિધાના કારણે પ્રવાસીનો પ્રવાસ સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ થઈ જશે.

January 18, 2025
sanchar-saathi.jpg
1min104

ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડને રોકવા માટે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફત મોબાઈલ પરથી ઓનલાઈન ફ્રોડ સંબંધિત છેતરપિંડીથી લઈને ફોન ગૂમ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાશે, એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ નાણાકીય વ્યવહાર આખી દુનિયામાં સૌથી વધુ ક્યાંય થયો હોય તો તે આપણું ભારત છે, પરંતુ જેમ જેમ લોકો ડિજિટલ વ્યવહારો કરવા લાગ્યા છે તેમતેમ છેતરપિંડી પણ વધવા લાગી છે. મધ્યમવર્ગના માનવી તો આવી છેતરપિંડીમાં આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. આજકાલ ‘ડિજિટલ અરેસ્ટ’ અને તેના જેવા અનેક ‘સાયબર ફ્રોડ’ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા હોવાની ફરિયાદો વધી જતાં સરકારે પણ તેના પર લગામ તાણવા માટે નક્કર તૈયારીઓ કરી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ લોકોની સુવિધા માટે ‘સંચાર સાથી’ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી લઈને ફોન ખોવાઈ જવા સુધીની ફરિયાદો મોબાઈલ પર જ નોંધાવી શકાય છે. આ એપ લોન્ચ થવાથી રિપોર્ટિંગની પ્રક્રિયા સરળ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે અગાઉ ફોન ચોરી અને નકલી કોલની ફરિયાદ કરવા માટે સંચાર સાથીની વેબસાઈટ પર જવું પડતું હતું. જો કે હવે મોબાઈલ ફોન દ્વારા પણ જાણ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના લોન્ચ દરમિયાન કહ્યું કે આ એપ દ્વારા દેશના લોકો સુરક્ષિત રહેશે અને ગુપ્તતા જળવાઈ રહેશે.

અન્ય કોઈ પણ એપની જેમ સંચાર સાથી પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ પર જઈને તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા કનેક્શન ખોટી રીતે લેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તે કનેક્શન્સને બ્લોક પણ કરી શકાય છે. આ સિવાય એપ પર જઈને ફોન ખોવાઈ જવા કે ચોરાઈ જવાનો રિપોર્ટ નોંધાવી શકાય છે. આમાં ઉપકરણને ટ્રેક કરી શકાય છે તેમ જ ફેક મેસેજ અને કોલની ફરિયાદ પણ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે સંચાર સાથી પોર્ટલ બે વર્ષ પહેલા એટલે કે ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એપ રજૂ કરવામાં આવી છે. વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરીને પોતાને સુરક્ષિત રાખી શકશે.

December 12, 2024
પીએ-એટીએમ.png
1min118

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ મેમ્બર્સ માટે સારા સમાચાર છે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ કરેલી જાહેરાત મુજબ, શ્રમ તથા રોજગાર મંત્રાલય વર્તમાનમાં ભારતના કાર્યબળને શ્રેષ્ઠ સેવા આપવા માટે આઈટી સિસ્ટમને શાનદાર બનાવવાની પ્રક્રિયામાં છે. ઈપીએફઓ મેમ્બર્સને 2025માં કેટલીક શાનદાર સુવિધા મળી શકે છે. તેઓ એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકશે.

શ્રમ તથા રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરાએ કહ્યું, અમે પીએફની આઈટી સિસ્ટમને સુધારી રહ્યા છીએ. આ પહેલા પણ અમે અનેક સુધારા કર્યા હતા. જેનાથી ક્લેમમાં તેજી આવી છે અને સેલ્ફ ક્લેમમાં વધારો થયો છે. પીએફમાંથી બિનજરૂરી પ્રક્રિયાઓને હટાવી દેવામાં આવી છે. અમારી મહત્ત્વકાંક્ષા અમારા ઈપીએફઓના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમારા બેંકિંગ સિસ્ટમને સમાન સ્તર પર લાવવાની છે. જાન્યુઆરી 2025માં તમને મોટા સુધારા જોવા મળશે. જ્યારે અમારી પાસે ઈપીએફઓમાં આઈટી 2.1 એડિશન હશે ત્યારે દાવેદાર, લાભાર્થી સીધા એટીએમના માધ્યમથી દાવો કરી શકશે. સિસ્ટમ વધુ એડવાન્સ થવાથી તમે કેટલાક અન્ય સુધારા જોઈ શકશો.

જાણકારી મુજબ, ઈપીએફઓ પીએફના પૈસા ઉપાડવા માટે એક નવું કાર્ડ જાહેર કરશે. જેનાથી એટીએમના માધ્યમથી સરળતાથી પૈસા ઉપાડી શકાશે. જોકે કુલ જમા રકમના 50 ટકા રૂપિયા જ ઉપાડી શકાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સક્રિય સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 7 કરોડથી વધારે છે.

નોકરી દરમિયાન તમે પીએફ ફંડ આંશિક કે પૂર્ણ રીતે ઉપાડવાની મંજૂરી નથી. જો તમે ઓછામાં ઓછા એક મહિનાથી બેકાર હો તો તમે પીએફ બેલેન્સના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો. બે મહિનાની બેરોજગારી બાદ તમે પૂરી રકમ ઉપાડી શકો છો.

September 28, 2024
call-center.jpg
1min181
  • એફબીઆઇએ આપેલા રિપોર્ટના આધારે સમગ્ર દેશમાં સીબીઆઇની દરોડાની કાર્યવાહી કરવામાં આવી
  • ૩૦ વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં સીબીઆઇએ દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં 20 જેટલા કોલ સેન્ટર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.

સીબીઆઈના દેશભરમાં દરોડા

દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા.

અમદાવાદમાં શંકાસ્પદ 30 વ્યક્તિની અટકાયત

અમદાવાદમાં 20થી વધુ કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય કરવામાં આવી છે.

September 23, 2024
upi.jpeg
1min147

ભારતના UPI માર્કેટમાં phonepeએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તાજેતરમાં જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ જાહેર કરેલા આંકડાઓ અનુસાર, Phonepeએ ઓગસ્ટમાં ભારતમાં UPI માર્કેટનો અડધા કરતાં પણ વધુનો હિસ્સો કબજે કર્યો છે. PhonePe એ Walmartની માલિકીની અમેરિકન કંપની છે, જે ભારતમાં Google Pay અને Paytmને ટક્કર આપીને સ્પર્ધા કરી રહી છે. Google Pay પણ અમેરિકન માલિકીની કંપની છે, જ્યારે Paytm ભારતીય કંપની છે. જોકે, RBIએ લાદેલા પ્રતિબંધ બાદ Paytmનું UPI માર્કેટ ઘણું ઘટી ગયું છે.

NPCIએ ઓગષ્ટમાં જાહેર કરેલા આંકડાઓ જોવામાં આવે તો, ઓગસ્ટમાં ભારતના UPI માર્કેટમાં રૂ. 20,60,735.57 કરોડના વ્યવહારો થયા હતા. આ લગભગ 14.96 અબજના વ્યવહારો થયા છે. તેમાંથી 10,33,264.34 કરોડ રૂપિયાના વ્યવહારો એકલા PhonePe દ્વારા થયા છે. તેની સંખ્યા 7.23 અબજથી વધુ છે. જો થયેલા કુલ વ્યવહારોના આંક પર નજર કરીએ, તો PhonePeનો બજાર હિસ્સો 48.36 ટકા છે, જ્યારે UPI પેમેન્ટની કિંમતની દ્રષ્ટિએ બજાર ભાગીદારી 50.14 ટકા જેટલી છે.

NPCI ઓગસ્ટના આંકડા:

PhonePe – રૂ. 10,33,264.34 કરોડ
Google Pay – રૂ. 7,42,223.07 કરોડ
Paytm – રૂ. 1,13,672.16 કરોડ

ઓગસ્ટમાં કોનો કેટલો માર્કેટ શેર હતો?

PhonePe – 48.39 ટકા
Google Pay – 37.3 ટકા
paytm – 7.21 ટકા

ઓગસ્ટમાં મહિનામાં Google Payએ રૂ. 7,42,223.07 કરોડના રૂપિયાની કિંમતના 5.59 અબજ UPI પેમેન્ટ કર્યા હતા, જ્યારે Paytm એ રૂ. 1,13,672.16 કરોડના વ્યવહારો કર્યા હતા. આ સમયગાળા દરમિયાન Google Payનો બજાર હિસ્સો લગભગ 37.3 ટકા રહ્યો છે, જ્યારે Paytmનો બજાર હિસ્સો 7.21 ટકા રહ્યો છે. NPCIના જુલાઈના ડેટા અનુસાર PhonePeનો માર્કેટ શેર લગભગ 48 ટકા છે. Google Payનો બજારહિસ્સો 37 ટકા હતો અને Paytmનો બજાર હિસ્સો 7.82 ટકા હતો.