CIA ALERT

Blog - Page 697 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 27, 2018
deepika-padukone-10-1280x800.jpg
1min13510

‘પદ્માવત’ની જબરદસ્ત સફળતા બાદ દીપિકા ભારતની પહેલી મહિલા સુપર વુમન બનવા જઇ રહી છે

લગ્નની વાતો તો ક્યારની થયા કરે છે, કારકિર્દીને પ્રાથમિકતા આપી રહેલી બૉલીવૂડની સફળ અભિનેત્રી દીપિકા પદુકોણ હવે સુપર વુમન બનવા જઇ રહી છે. સંજય લીલા ભણસાળી નિર્મિત ‘પદ્માવત’ની જબરદસ્ત સફળતા બાદ દીપિકા ભારતની પહેલી મહિલા સુપર વુમન બનવા જઇ રહી છે. તાજેતરમાં જ તેણે આ ફિલ્મને સાઇન કરી છે. દીપિકાની કિસ્મત તેનો પૂરતો સાથ દઇ રહી છે.

એક ઇન્ટરવ્યૂ દરમ્યાન રણવીર સિંહે દીપિકા સાથેના લગ્ન વિશે જણાવ્યું હતું કે ‘અમે બંને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા ઇચ્છીએ છીએ. લગ્ન વિશે અમારો હજુ કોઇ વિચાર નથી. દીપિકા પણ હવે લાંબા સમય બાદ કામે ચઢી જશે.’

સુપર વુમન પર બની રહેલી આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મકારો હૉલીવૂડની ‘વંડર વુમન’થી પ્રભાવિત થઇને ભારતમાં ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જો દીપિકા સુપર વુમન બનશે તો તેને પણ સુપરહીરોની જેમ સારો અને આકર્ષક કોસ્ચ્યુમ જોઇશે. ફિલ્મી કાનાફૂસી અનુસાર આ વિશે જાણવા મળ્યું છે કે તેનો પોષાક એકદમ સેક્સી અને આકર્ષક હશે. હજુ ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી નથી. આ પોષાકને ખાસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે, જેથી એક્શન સીન્સ કરતી વખતે દીપિકાને મુશ્કેલીઓેનો સામનો ન કરવો પડે! ફિલ્મ માટે દીપિકાને ભારે મહેનત કરવી પડશે. તેને માર્શલ આર્ટસની સાથે કપરા એક્શન દ્રષ્યો ભજવવાની તાલીમ મેળવવી પડશે. આવતા વર્ષે ફિલ્મના શૂટિંગને શરૂ કરી દેવામાં આવશે.

May 27, 2018
nipaah.jpg
1min13530

દક્ષિણ ભારતના કેરળમાં કોઝીકોડે અને મલ્લાપુરમ જિલ્લામાં નિપાહ વાયરસે કાળો કેર વરતાવ્યો હોવાથી ૧૨ જણનાં મોત નીપજ્યાં હતાં.

જોકે ચામાચીડિયા અને ડુક્કર કંઈ નિપાહના પ્રાથમિક સ્ત્રોત નથી જ, એમ આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું. હવે મેડિકલ ટીમ નિપાહ વાયરસ ફાટી નીકળવાના અન્ય સંભવિત કારણો અંગે ચકાસણી કરી રહી છે.

મેડિકલ ટીમ અન્ય સંભવિત કારણો અંગે તપાસ કરી રહી છે.

જાતજાતના કુલ ૨૧ સેમ્પલ ભોપાળના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યોરીટી એનીમલ ડીસીઝને તેમ જ પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને મોકલાવવામાં આવ્યા છે.

આ અધિકારીઓએ કહ્યું હતું કે કેરળના પેરામ્બ્રામાં એક ઘરના કૂવામાંથી ચામાચીડિયા મળ્યા હતા. આરંભિક મોત ત્યાં જ થયા હતા. જોકે હવે ભૂંડ, ચામાચીડિયાની પ્રજાતિનાં ઉક્ત સેમ્પલના પરીક્ષણ નકારાત્મક આવ્યા હતા, એમ ઉક્ત અધિકારીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત જે માનવી સંસર્ગમાં આવ્યા હતા તેમનામાં કરાયેલું પરીક્ષણ પણ નકારાત્મક રહ્યું હતું, એમ તેમણે ઉમેર્યું હતું.

નિપાહ ૧૨ જણને ભરખી ગયું છે અને અસરગ્રસ્ત ત્રણ જણનો ઉપચાર ચાલી રહ્યો છે.

હિમાચલ પ્રદેશ અને હૈદરાબાદમાંથી મળેલા સેમ્પલ નકારાત્મક હતા. નિપાહ કેરળમાં સ્થાનિક સ્તરે વ્યાપેલો હોવાથી ગભરાઈ જવાની આવશ્યકતા

નથી. તેમણે સામાન્ય જનતા અને આરોગ્યની સારસંભાળ પૂરી પાડનારાઓને સાવધાની તથા અટકાયતના ખાસ પગલાં લેવાનું જણાવ્યું છે.

નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ ડિરેક્ટર દ્વારા ઘડાયેલી એક ખાસ ટીમ કેરળની પરિસ્થિતિનું પુનરાવલોકન કરી રહી છે.

કોઝીકોડે અને મલ્લાપ્પુરમને હાઈ એલર્ટ પર મૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે ઉમેર્યું હતું.

May 27, 2018
geeta-kapoor-759.jpg
1min13170

ફિલ્મ ‘પાકીઝા’માં અભિનય કરનાર અભિનેત્રી ગીતા કપૂરનું શનિવારે ૫૭ વર્ષની ઉંમરે વૃદ્ધાશ્રમમાં મૃત્યુ થયું હતું. આ અંગેની જાણકારી ફિલ્મમેકર અશોક પંડિતે ટ્વીટ કરીને આપી હતી.

ગયા વર્ષે અભિનેત્રીનો પુત્ર રાજા તેને ગોરેગાંવમાં આવેલી એક ખાનગી હૉસ્પિટલમાં બ્લડપ્રેશરની સારવાર માટે લઇ ગયો હતો. એટીએમમાંથી પૈસા કાઢવાના બહાને તે ગીતાને છોડીને હૉસ્પિટલમાંથી ભાગી ગયો હતો. રાજા કૉરિયોગ્રાફર છે, જ્યારે ગીતાની પુત્રી પૂજા ઍર હોસ્ટેસ છે.

‘પાકિઝા’ અને ‘રઝિયા સુલતાન’ સહિત ગીતાએ ૧૦૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.

ગીતા કપૂરના નિધન અંગે દુ:ખ વ્યકત કરતા અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે ‘ગીતા કપૂરના પાર્થિવ શરીર પાસે ઊભો છું. જેને તેના બાળકો એક વર્ષ પહેલા એસઆરવી હૉસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હતા. આજે સવારે તેમણે વૃદ્ધાશ્રમમાં અંતિમશ્ર્વાસ લીધા. અમે તેની સંભાળ રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે પુત્ર અને પુત્રીની રાહમાં દિવસેને દિવસે કમજોર થતી ગઇ’.

પંડિતે જણાવ્યું હતું કે ‘વૃદ્ધાશ્રમમાં સવારે નવ વાગ્યેે તેનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું, જ્યાં તે છેલ્લા એક વર્ષથી હતી. તે કમજોર થતી જતી હતી અને પ્રવાહી પદાર્થ ખાઇને જ જીવી રહી હતી.

એક દિવસ પુત્ર રાજા તેને લેવા માટે જરૂર આવશે અને તેને વૃદ્ધાશ્રમમાંથી લઇ જશે એ જ આશાએ તે જીવતી હતી, એમ પંડિતે જણાવ્યું હતું.

પંડિત અને ફિલ્મમેકર રમેશ તોરાણીએ જ ગીતાનું હૉસ્પિટલનું બિલ ભર્યું હતું અને તેની સંભાળ પણ લીધી હતી.

પંડિતના જણાવ્યા અનુસાર તેના મૃતદેહને કૂપર હૉસ્પિટલમાં બે દિવસ માટે રાખવામાં આવશે, જેથી કરીને તેને લઇ જઇ અંતિમ સંસ્કાર કરે.

જો તેઓ માતાના શબને લેવા નહીં આવે તો સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરાશે, એમ પંડિતે જણાવ્યું હતું.

May 27, 2018
Delhi-Heat-2.jpg
1min12500

દિલ્હીમાં પારો ૪૫ ઊપર પહોંચતા શનિવાર આ ઉનાળાનો સૌથી ગરમ દિવસ બન્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવતા બે દિવસ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઇ આસાર નથી અને તાપમાન ૪૫ ડિગ્રીની આસપાસ જ રહેશે. શનિવારે નોંધાયેલું ૪૫ ડિગ્રીનું તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધારે હતું. લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે શનિવારનું તાપમાન પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધારે નોંધાયું હતું. આ અગાઉ ૨૬ મે, ૨૦૧૫ના દિવસે દિલ્હીમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાનના પ્રમાણમાં ભેજ ઘટીને ૨૭ ડિગ્રી નોંધાયો હતો.

May 26, 2018
chamachidiya.jpg
1min15270

અમદાવાદથી 50 કિમી દૂર આવેલ ગામ રાજપુરમાં 2 રુમના મકાનમાં રહેતા શાંતાબેન પ્રજાપતિ(74)ના ઘરમાં 400 જેટલા ચામાચિડિયા રહે છે. ગામ લોકો તેમને ‘ચામાચિડિયવાળા બા’ તરીકે ઓળખે છે.

શાંતાબેને કહ્યું કે, ‘હા, મે નિપાહ વિશે સાંભળ્યું છે. પરંતુ મને જરા પણ ડર નથી. હું અહીં દાયકાથી આ ચામાચિડિયા સાથે રહું  છું અને તેઓ અકિલા હવે તો મારા પરિવાર જેવા છે. તેઓ આરામથી રહી શકે તે માટે મે મારા ઘરમાં સુવાનું અને રસોઈ બનાવવાનું પાછળના વાડામાં શિફ્ટ કરી નાખ્યું છે. હવે તો ઘરમાં ફક્ત થોડીઘણી વસ્તુઓ જ મારી છે.’

ચામાચિડિયા દ્વારા કરવામાં આવતી ગંદકીને સાફ કરવા માટે તેઓ દિવસમાં બેવાર લીમડા અને કપૂરનો ધુમાડો કરે છે અને પછી તે ગંદકીને સાફ કરે છે. તેઓ કહે છે કે ‘પહેલા આજુબાજુના કેટલાક ઘરોમાં પણ ચમાચિડિયા રહેતા હતા પરંતુ તેમણે કેમિકલનો છંટકાવ કરીને તેમને ભગાવી દીધા હતા.જોકે હું આવું કરી શકું નહીં. હું કોણ છું જે તેમનું ભાગ્ય નક્કી કરે. જ્યાં સુધી તેમને અન્નજળ પાણી અહીં લખ્યા હશે ત્યાં સુધી તેઓ રહેશે. બાકી હું તો મારા મૃત્યુ સુધી તેમનાથી અલગ થવાની નથી. તેમના આ ચામાચિડિયા પ્રેમ પર 2015માં દિલ્હીના વિદ્યાર્થીઓએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી હતી.

શાંતાબેનના ઘરમાં અકીલા પ્રવેશો એટલે દરેક દિવાલ અને છત પર તમને ચામાચિડિયાની કોલોની જ વસેલી જોવા મળે. તેમના કહેવા મુજબ લગભગ એકાદ દાયકા પહેલા ચામાચિડિયાના એક પરિવારે અહીં મારા ઘરની દિવાલ પર રહેવાનું શરું કર્યું. શરુઆતમાં તો શાંતાબેન તેમનાથી ડરતા હતા.

 

’ રાજપુર ગામના સરપંચ મદિના બીબી સીપાઈ કહે છે કે, ‘શાંતાબેનનો ચામાચિડિયા પ્રત્યેનો આ લગાવ ખરેખર આશ્ચર્યજનક છે કેમ કે સામાન્ય રીતે લોકો તેમનાથી ડરતા હોય છે અને તેમને અશુભ પ્રાણી ગણતા હોય છે. ગામના કેટલાક લોકોએ તેમને ચામાચિડિયા મુક્ત ઘર કરવા માટે પણ સમજાવ્યા હતા અને પોતે મદદ કરવાની ઓફર પણ કરી હતી. જોકે શાંતાબેન નહોતા માન્યા. હવે તો ગામવાળા તેમને શાંતાબેન ઓછા ચામાચિડિયાવાળા બા તરીકે વધુ ઓળખે છે.’ જ્યારે શાંતાબેન કહે છે કે ‘નિષ્ણાંતો મુજબ નિપાહ વાયરસ ખાસ પ્રકારના ફ્રુટ ચામાચિડિયાના કારણે ફેલાય છે. જ્યારે માઉસ ટેઇલ્ડ ચામાચિડિયા અને બીજા ચામાચિડિયા દ્વારા આ રોગ ફેલાતો નથી.’

 

શાંતાબેનના 30 વર્ષના હતા ત્યારે જ તેમના પતિ તો ઇલેક્ટ્રિક્ટ શોકના કારણે મૃત્યુ પામ્યા હતા. જે બાદ તેમણે ખેત મજૂરી કરીને ચારેય બાળકોને ભણાવ્યા, ગણાવ્યા અને મોટા કર્યા છે.

નિષ્ણાંતોએ આ ચામાચિડિયાને ગ્રેટર માઉસ ટેઇલ્ડ પ્રજાતીના હોવાનું કહ્યું છે. જેઓ રાત આખી બહાર ઉડે છે અને સવારે ફરી ઘરે આવીને સુઈ જાય છે. જોકે તેમના દ્વારા ઘરને ઘણું જ ગંદુ કરવામાં આવતું હતું. પરંતુ શાંતાબને પાસે ઘરે રહેનાર કોઈ નહોતું. કેમ કે તેમની ત્રણેય દીકરીઓના મેરેજ થઈ ગયા છે અને દીકરો મુંબઈ રહે છે.

 

 

May 26, 2018
tiger.jpg
1min20700

‘બાગી ટુ’ ફિલ્મની સફળતા પછી ટાઇગર શ્રોફ બહુ ફોર્મમાં આવી ગયો છે. તેની સરખામણી રિતિક રોશન અને સલમાન ખાન સાથે થવા લાગી છે. તેને નવી નવી ફિલ્મો પણ મળવા લાગી છે. તેના પિતા જેકી શ્રોફ અને માતા આયેશા પણ તેની સફળતાથી ખુશ છે. ટાઇગર તેની સખત મહેનતથી આગળ આવી રહ્યો છે અને હજુ પોતાને નવોદિત જ માને છે. ટાઇગર તેની નવી ફિલ્મો અને કારકિર્દી વિશે રસપ્રદ વાતો કરે છે.

બાગી ટુ’ની સફળતા. કપરો સમય પણ આવ્યો હતો.

કોઇને અપેક્ષા ન હતી કે ‘બાગી ટુ’ ફિલ્મને આટલી બધી સફળતા મળશે. મારો કહેવાનો અર્થ કે તેમાં સલમાન જેવો કોઇ સ્ટાર ન હતો. મારા નિર્માતા સાજિદ નડિયાદવાલા પણ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા. તેમણે મને કહ્યું કે તેમણે નિર્માતા તરીકે તેમની કોઇ ફિલ્મને આટલી સફળતા મેળવતા જોઇ નથી. હું તો ખુશ થઇ ગયો કે મારું ટેન્શન ઉતરી ગયું. ‘હીરોપંતી’થી ડેબ્યુ કર્યા પછી મારે નિષ્ફળતાનો દોર પણ જોવો પડ્યો હતો. ફિલ્મો નહોતી મળતી. તેની અસર મારા માતા-પિતા પર પણ પડી હતી, પણ ‘બાગી ટુ’ની સફળતા પછી તેમના ચહેરા પર પણ ખુશી આવી ગઇ છે. મારા પિતાએ તો મારી માતાને ભેટીને કહ્યું કે હું મારા પુત્ર માટે ગર્વ અનુભવું છું.

રૂ. ૧૦૦ કરોડની ફિલ્મનો હીરો બની ગયો.

અંગત રીતે મારા પર એની કોઇ અસર નથી થઇ. મારી ફિલ્મને સફળતા મળી તેનાથી જ હું ખુશ છું. મને ફિલ્મ રૂ. ૧૦૦ કરોડની ક્લબમાં આવે તેવી કોઇ ખેવના નથી. તેના પછી મને બીજી ફિલ્મ મળી તેની મને ચોક્કસ ખુશી છે. હવે હું ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ’નું શૂટિંગ કરી રહ્યો છું. ઉપરાંત યશરાજની રિતિક રોશન સાથેની ફિલ્મ પણ અત્યારે ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. આથી મને ‘બાગી ટુ’ની સફળતાની અસર દેખાય છે.

રિતિક રોશન સાથે કામ કરવા માટેનો રોમાંચ.

રિતિક રોશન તો મારા બાળપણના આઇડલ અને પ્રેરણા છે. મારી કારકિર્દીમાં આટલી જલદી તેમની સાથે કામ કરવાનું મળતા મારું સપનું સાકાર થયેલું લાગે છે. ફિલ્મમાં અમારા બંનેના સાથે ઘણાબધા એકશન સીન્સ છે. રિતિક સર હંમેશાંથી ગ્રેટેસ્ટ સુપરહીરો છે. હું તેમનો ચાહક છું. તેમની ‘ક્રિષ’ ફિલ્મ જોઇને મને ઇર્ષ્યા પણ થાય છે કે આવી ફિલ્મ મને કરવા મળે તો! મેં તેમની આ ફિલ્મ અગણિત વખત જોઇ છે અને તેમની બૉડી લૅંગ્વેજ અને કશ્ચ્યુમ્સ પર બહુ ધ્યાન આપતો હોઉં છું.

‘ફ્લાઇંગ જાટ’ પછી તારી સરખામણી પણ રિતિક સાથે થાય છે.

મારી સરખામણી રિતિક સર સાથે થઇ શકે નહીં. તે બહુ શ્રેષ્ઠ કલાકાર છે. મારી ફિલ્મ ‘ફ્લાઇંગ જાટ’ તો રેમો ડિસૌઝા સરનો પ્રયાસ હતો, જેમાં મને સુપર હીરો બનાવવામાં આવ્યો હતો.

પિતા જેકી શ્રોફે પણ ૩૦ વર્ષ પહેલા સુપરહીરો ફિલ્મ ‘શિવા કા ઇન્સાફ’ કરી હતી.

મારા પિતાની તે ફિલ્મ મારી હંમેશની મનપસંદ ફિલ્મ છે. બાળક તરીકે હું તે ફિલ્મ બહુ જોતો. દરેક બાળકનો પહેલો હીરો તેના પિતા હોય છે. મારા પિતા મારા પ્રથમ સુપરહીરો હતા. મારા માટે તે સુપરમેન અને બેટમેન બંને છે. મને મારા પિતાને દેસી સુપરહીરો બનતા જોવાની બહુ મઝા આવે છે. મારા પિતાએ ક્યારેય જોકે, સુપરહીરો બનવાના પ્રયત્ન નથી કર્યા. તે તેમનામાં કુદરતી શક્તિ છે. તેમની ઊંચાઇ બહુ છે, તેમનો શારીરિક બાંધો સુસજ્જ છે અને તેમની બોડી લૅંગ્વેજ બહુ સારી છે. આથી તે સુપરહીરો જેવા જ લાગે છે. મારે તેમના સુધી પહોંચવા માટે બહુ મહેનત કરવાની જરૂર છે.

તને નવી પેઢીને સલમાન ખાન કહેવામાં આવે છે.

મારા માટે તે બહુ વધારે પડતું છે. તે બહુ સીનિયર કલાકાર છે અને બહુ ઉમદા સ્ટાર પણ. મારી તો હજુ પાંચ જ ફિલ્મો આવી છે. આથી તેમની સાથે સરખામણી કરવી યોગ્ય ન કહેવાય. મારા પિતા સાથે મારી સરખામણી કરવા જેવું તે છે.

દિશા સાથેના તારા સંબંધો.

અમે અંગત રીતે એકબીજા સાથે જે સંબંધો ધરાવીએ તે મારે જાહેરમાં શું કામ કહેવા જોઇએ? અમારી વચ્ચે જે છે તે છે.

May 26, 2018
cbse.jpg
1min10670
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12નું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીણામમાં છોકરીઓએ બાજી મારી છે. ટોપર્સ લિસ્ટમાં નોઇડા અને ગાઝિયાબાદના વિદ્યાર્થીઓનો સમાવેશ છે. ટોપ 10માંથી પાંચ વિદ્યાર્થીઓ નોઇડા અને ગાઝિયાબાદના છે. આ ટોપ નવ વિદ્યાર્થીઓમાંથી છ છોકરીઓનો સમાવેશ થાય છે. ક્ષેત્ર પ્રમાણે પરીણામ જોવા જઇએ તો ત્રિવેન્દ્રમ સેન્ટર 97.32 ટકા સાથે પહેલા, ચેન્નાઇ સેન્ટર 93.87 ટકા સાથે બીજા અને દિલ્હી 89.0 ટકા સાથે ત્રીજા ક્રમે છે.
બોર્ડના વરિષ્ઠ અધિકારીના જણાવ્યું કે ‘આ વખતે ધો. 12ની એક્ઝામમાં 11 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.’ પરીક્ષામાં 500માંથી 499 અંક લાવનાર નોઇડાની મેઘના શ્રીવાસ્તવ દેશમાં પ્રથમ ક્રમે, 498 અંક સાથે અનુષ્કા ચંદ્રા બીજા ક્રમે અને 497 અંક સાથે ચાહત બોધરાજ ત્રીજા ક્રમે છે.
આ સાથે આ વર્ષે કુલ 2914 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાંથી 2482 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત CBSEની પરીક્ષામાં આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. આ વર્ષે લગભગ 88.31 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. અને CBSE ધો.12ની પરીક્ષામાં કુલ 83.01 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. HRD મિનિસ્ટરમાં સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી અનિલ સ્વરૂપે ટ્વિટ કરી પરીણામની માહિતી આપી હતી.
May 26, 2018
social-security-scheme.jpg
1min12580

સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા અનોખી ‘સામાજિક સુરક્ષા યોજના’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં ૧,૪૦૦થી વધુ સભ્યો નોંધાયા છે. ચાર વર્ષમાં સમાજના ૨૮ સભ્યોના અવસાન થયા છે. તેમણે યોજનામાં ૨.૮૯ લાખ જમા કરાવ્યા હતા. જ્યારે તેમના પરિવારને રૂ. ૨૦.૩૩ લાખ ચૂકવવામાં આવ્યા છે.

સમાજના પ્રમુખ પ્રફૂલભાઇ આર. તલસાણીયા કહે છે કે, સમાજના જ રૂપિયા સમાજના લોકોના કામમાં આવે તેના માટે આ યોજના શરૂ કરાઇ છે, જેમાં ૨૧ વર્ષથી માંડીને ૬૫ વર્ષ સુધીનો સમાજનો કોઇ પણ વ્યકિત સભ્ય બની શકે છે. જેણે એક વખત નક્કી કરેલું પ્રીમિયમ ભરવાનું હોય છે. ૨૧ વર્ષના યુવક માટે રૂ. ૫૦૦ જયારે ૬૫ વર્ષના સભ્ય માટે રૂ. ૧૪,૮૦૦ પ્રીમિયમ નક્કી કરાયું છે.

આ પ્રીમિયમમાંથી એક રૂપિયો પણ વાપરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે પ્રથમ વર્ષે જ્યારે યોજનામાં ૫૦૦ સભ્યો હતા. પ્રથમ વર્ષે બે સભ્યોના અવસાન થયા હતા. તે બે સભ્યો માટે તમામ સભ્યદીઠ રૂ. ૨૦૦ (દરેક મૃતકના રૂ.૧૦૦) ઉઘરાવવામાં આવ્યા. એટલે રૂપિયા એક લાખ એકત્રિત થયા. જે પૈકી ૮૦ ટકા રકમ એટલે કે બન્ને મૃતકોના સ્વજનોને રૂ. ૪૦-૪૦ હજાર આપી દેવામાં આવે છે. ૨૦ ટકા રકમ ટ્રસ્ટ પાસે રાખવામાં આવે છે. જેનો ઉપયોગ કોઇ હોનારત વખતે ઉપયોગમાં લઇ શકાય.

ડોક્ટરોની યોજના પરથી યોજના તૈયાર કરી

ડોક્ટર સમાજના સૌથી જાગૃત નાગરિકો ગણાય છે. તબીબોએ આવી યોજના અમલમાં મૂકી હતી. તેના ઉપરથી પેરણા લઇને અમારા સમાજ માટે પણ આ યોજના શરૂ કરી છે. જેને ખૂબ જ સરસ આવકાર મળી રહ્યો છે. ગયા વર્ષે તો વ્યાજના આવક થતાં તમામ સભ્યોને ચાંદીનો સિકકો બોનસ તરીકે આપવામાં આવ્યો હતો. દરેક સમાજ જો આવી યોજના અમલમાં મૂકે તો ચોક્કસ ફાયદો જ થાય.

કોઇ પણ સભ્યનું અવસાન થાયો તે અઠવાડિયામાં જ તેને મળવાપાત્ર રકમ કોને આપવી? તેની વિગતો સભ્ય ફોર્મ સાથે જ ભરી દેવામાં આવતી હોય છે. જેમાં એક પ્રિન્સિપલ નોમીની હોય. જો તે ન હોય તો પ્રથમ વૈકલ્પિક નોમીની અને દ્વિતીય વૈકલ્પિક નોમીનીની વિગતો પણ સબમીટ કરવાની હોય છે. જેને લઇને ચોક્કસ વ્યક્તિના હાથમાં ચેક સોંપી શકાય.

May 26, 2018
default.jpg
1min12550
ગુજરાતની જ નહીં બલ્કે ભારતની આર્થિક નગરી, બિજનેસ સિટી ગણાતા સુરત શહેરનું અર્થતંત્ર જેના પર નભી રહ્યું છે એ હીરા-કપડા ઉદ્યોગ બાદ હવે ઉઠમણાઓએ જ્વેલરી બિઝનેસમાં પણ સ્થાન લેવા માંડ્યું છે. જાણકારો કહે છે કે સુરતના બજારોમાં ઉઠમણા એક પ્રકારનો ધંધો થઇ ગયો છે. સિફતપૂર્વક માર્કેટમાં પ્રવેશીને બાદમાં મોટી રકમ ગજવે ઘાલીને ઉઠી જનારા લોકોની સંખ્યા  દિનપ્રતિદિન વધી રહી છે. કાપડ, હીરા, જ્વેલરી ઉપરાંત સુરતમાં કેટલાક મોટા ગજાના મનાતા ફાઇનાન્સરો પણ ઉઠી જવા પામ્યા છે.
સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં તો ઉઠમણાંના સમાચારો બહાર આવતા જ છે, જોકે હવે  પણ  જ્વેલરી બજારમાં પણ ઉઠમણાંની ઘટનાઓ બહાર આવી છે. છેલ્લાં બે થી ત્રણ મહિનામાં શહેરની બે મોટી જ્વેલર્સ પેઢીના ઉઠમણાં ઉપરાંત સીટી વિસ્તારમાં વેપાર કરતાં જ્વેલર્સએ પણ બુલિયનમાં થયેલા નુકશાનના કારણે કરોડોનું ઉઠમણું કરવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા ઘણા સમયથી ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં એક પછી એક ઉઠમણાંની ઘટનાઓ સામે આવી રહી છે. તો બીજી તરફ જ્વેલરી બજારમાં પણ ઉઠમણાં શરૂ થઇ ગયા છે. જેમ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઘોડદોડ રોડ ખાતે આવેલા જ્વેલરી શો-રૂમ ધરાવનાર પાંચ ભાગીદારોની પેઢી દ્વારા મોટા પ્રમાણમાં સોનામાં રોકાણની તૈયારી કરવામાં આવી હતી. જોકે તેમાં નુકશાન થતા ચાર ભાગીદારો પેઢીમાંથી ખસી ગયા હતા. જેના કારણે જ્વેલર્સને પેઢીનું ઉઠમણું કરવાની નોબત આવી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટના માર્ચ મહિના બાદ બહાર આવી છે ઉપરાંત શહેરના અડાજણ સ્થિત એક અન્ય જ્વેલર્સ તેમજ સીટી વિસ્તારમાં જ્વેલરીના વેપાર પાસે સંકળાયેલા એક જ્વેલર્સને પણ બુલિયનમાં થયેલા નુકશાનના કારણે ઉઠમણું કર્યું હોવાની વિગતો સામે આવી છે.જ્વેલરી બજારમાં કરોડો રૂપિયાના ઉઠમણાંઓની ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ડોલરના સતત વધી રહેલા ભાવના કારણે પોલીશ્ડ ડાયમંડના વેચાણને મોટી અસર જોવા મળી રહી છે. ડોલરમાં સતત એક અઠવાડિયામાં આવેલા ઉછાળા સામે રફ ડાયમંડની કિંમત ઉંચી જઇ રહી છે. જેના કારણે પોલિશ્ડ ડાયમંડના વેપારને મોટી અસર જોવા મળી રહી છે.
May 26, 2018
kanya.jpg
1min12300
વડોદરાની 25 વર્ષિય નિશીતા રાજપૂતે શરૂ કરેલા બેટી બચાવો બેટી પઢાવોના અભિયાનને ભારે સફળતા મળી રહી છે. છેલ્લા 6-7 વર્ષથી નિશીતા રાજપૂત આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા પરિવારોની દિકરીઓના અભ્યાસ માટે શાળાની ફી ભરીને દીકરીઓને શિક્ષિત કરવાની નેમ શરૂ કરી છે. ત્યારે આ વર્ષે નિશીતા 10 હજાર વિદ્યાર્થીનીઓની કુલ એક કરોડ રૂપિયા જેટલી ફી વિવિધ શાળાઓમાં ભરશે. અત્યાર સુધીમાં અસંખ્ય દિકરીઓ આ અભિયાનને કારણે શાળામાં અભ્યાસ કરી શિક્ષિત બની રહી છે. જેના કારણે દિકરીના વાલીઓ પણ નીશિતાની આ કામગીરીને ખૂબ આવકારી રહ્યા છે.
ગુલાબ રાજપુત અને તેમની દીકરી નિશિતા રાજપુતે ગરીબ છોકરીઓને ભણાવવા માટે ફી પેટે દરેકને 1000 રૂપિયા આપી રહ્યા છે. ગરીબ બાળકીઓના શિક્ષણ માટે તેઓ એક કરોડનું ડોનેશન ભેગું કરશે. નીશિતા પોતાની આ કામગીરી દાતાઓની મદદથી આગળ વધારી રહી છે. જેમાં અભિયાનની શરૂઆતમાં ફંડની અછત અનુભવાતી હતી. પરંતુ ધીરે ધીરે નિશીતાને વિવિધ દાતાઓ તરફથી નાણાકીય મદદ મળતી ગઈ.
ગુલાબભાઈ રાજપૂતે કહ્યું કે ફી પેટે તેઓને અત્યાર સુધીમાં 22 લાખ રૂપિયાના ચેક મળ્યા છે. ચેક સ્વરૂપે મળતી આ મદદને સીધી શાળામાં જમા કરાવવામાં આવે છે. એટલુ જ નહી દાતાઓની મળેલી રકમ કઈ શાળામાં કઈ દિકરીની ફી પેટે વપરાઈ છે તેની લેખિતમાં પણ જાણકારી આપવામાં આવે છે. દાતાઓ દ્વારા પણ દર વર્ષે વિદ્યાદાનની રકમમાં વધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નિશીતાના આ ભગીરથ અભિયાનને વડોદરાવાસીઓએ ખૂબ બિરદાવ્યુ છે.
અમારી આર્થીક સ્થિતી એવી ન હતી કે મારી બે દિકરીઓ છે એ શાળામાં આગળ અભ્યાસ કરી શકે નીશીતાએ મારી દિકરીઓની ફિ ભરી આજે અમને એક આશા બંઘાઇ છે અને મારી દિકરીઓ ઉત્સાહથી અભ્યાસ કરી રહી છે, આંમ બેટી બચાવ- બેટી પઢાવને સાચા અર્થમાં વડોદરાની એક દીકરીનાં અનોખા અભિયાનની મદદ થી પ્રોત્સાહન મળી રહ્યું છે.