CIA ALERT

Blog - Page 698 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 26, 2018
firmodi.jpg
1min13220

‘2019 મેં ફિર મોદી સરકાર’. ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે તેનું નવું સૂત્ર તૈયાર કરી લીધું છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે ચાર વર્ષ પૂરાં કરી લીધા બાદ ભાજપે હવે આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે તેની સિદ્ધિઓની યાદીઓ તૈયાર કરી છે અને કેન્દ્ર દ્વારા અમલમાં મુકાતા વિકાસલક્ષી પ્રોજેક્ટો જ નહિ પરંતુ તેના ‘સ્વચ્છ ઇરાદા’ પર ફોકસ કરતાં એક નવું સૂત્ર પણ બનાવી દીધું છે. ભાજપ માને છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સામે લોકોમાં અવિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના ચાર વર્ષની ઉજવણી પ્રસંગે એક જાહેર સમારોહને સંબોધવા માટે આવતીકાલે ઓડિશાના કટક જવાના છે. પાર્ટી માને છે કે ૨૦૧૯ની ચૂંટણીમાં કામગીરી સુધારવા પાર્ટીએ મહેનત કરવાની જરૂર છે. આ માટે જ ઓડિશાથી વડાપ્રધાનનો પ્રવાસ શરૂ થયો છે.

 

દિલ્હીમાં ભાજપ પ્રમુખ અને તેના વ્યૂહકાર અમિત શાહ પણ એક મીડિયા ઇવેન્ટને સંબોધશે. તેઓ ચાર વર્ષમાં પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવશે અને બીજી મુદત માટે પાર્ટીની રાહ બતાવશે. સરકારની વિવિધ યોજનાઓ અને નિર્ણયોને આવરી લેતા એક ત્રણ મિનિટના વીડિયોમાં આ કાર્યક્રમોની સામાન્ય લોકોના જીવનને કેવી અસર થઇ છે તેના ગુણગાન ગવાયાં છે. ‘સાફ નિયત, સહી વિકાસ’ અને પંચલાઇન ‘2019 મેં ફિર મોદી સરકાર’નું સૂત્ર હવેથી ભાજપની સભાઓમાં ગજવાશે. અગાઉ ૨૦૧૪માં ‘અબકી બાર, મોદી સરકાર’નું સૂત્ર ઘણું ગાજ્યું હતું.

સરકાર બન્યાને ચાર વર્ષ પૂર્ણ થયા બાદ ભાજપ દેશમાં અનેક સ્થળોએ ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ‘ખુશીના પ્રસંગે’ ભાજપ ૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટે પુન:ચૂંટણી પ્રચારની ઝુંબેશ શરૂ કરશે.જોકે, અહેવાલો કહે છે કે ચૂંટણી આવતા વર્ષના એપ્રિલથી મેને બદલે તેના સમય કરતાં વહેલી ડિસેમ્બરમાં પણ યોજાઇ શકે છે. મીડિયાના રિપોર્ટ્સ કહે છે કે ભાજપ છેલ્લાં ચાર વર્ષની સરકારની વિવિધ સિદ્ધિઓને દર્શાવતો ત્રણ મિનિટનો વીડિયો બહાર પાડશે. તે ચોથી વર્ષગાંઠે ફેરચૂંટણી માટે સૂત્ર પણ જારી કરશે. ‘૨૦૧૯ મેં ફિર મોદી સરકાર’નું સૂત્ર ગાજે તો તેનો મતલબ એમ થયો કે બીજેપી ફરીથી મોદીને જ દેશનું સુકાન આપવા માગે છે અને તેઓ જ મુખ્ય પ્રચારક રહેશે. જોકે, હાલમાં સ્થિતિ બદલાઇ છે મોદીના ‘અચ્છે દિન’ અથવા ‘ સબકા સાથ સબકા વિકાસ’ જેવા મોદીના મોટા વચનો માત્ર સુત્રો જ રહ્યા હતા કેમ કે હાલમાં દેશ વિવિધ સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો છે.

May 26, 2018
gseb.png
1min12430

તા.6 જુલાઇથી શરૂ થનારી પરીક્ષા તા.9મી જુલાઇ સુધી ચાલશે

– ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આગામી તા.૨૮મીએ જાહેર થવાનું છે. ત્યારે આ પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. કોઇપણ ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. તા.૬ જુલાઇએ પરીક્ષા શરૂ થશે ને તા.૯મી જુલાઇ સુધી ચાલશે.

ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલા બોર્ડ દ્વારા આ પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા કયારે લેવાશે તેની સ્પષ્ટતા કરી દીધી છે. જેમાં તા.૬ જુલાઇને શુક્રવારે ગુજરાતી (પ્રથમ ભાષા) તથા અન્ય પ્રથમ ભાષાની પરીક્ષા લેવામાં આવશે. આજ દિવસે બપોરે ૩ થી ૬-૨૦ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીની પરીક્ષા લેવામાં આવશે. તા.૭મી જુલાઇને શનિવારે સવારે ૧૦ થી ૧-૨૦ દરમિયાન સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. આજ દિવસે બપોરે અંગ્રેજી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવામાં આવશે. તા.૮મીને રવિવારે સવારે ૧૦થી ૧-૨૦ દરમિયાન ગણિત અને બપોરે દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. જયારે તા.૯મીને સોમવારે સવારે ૧૦થી બપોરે ૧-૨૦ દરમિયાન ગુજરાતી દ્વિતીયભાષાની પરીક્ષા લેવામાં આવશે. આમ, આ વખતે રવિવારે પણ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

May 26, 2018
Learn-basics-of-mutual-Funds-1.png
1min13040

અત્યાર સુધી ઘણાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નાણા રોકવાનો રસ દાખવ્યો નથી. કેટલાક રોકાણકારો હવે ફિજિકલ સેવિંગ્સથી ફાઈનાન્શિયલ સેવિંગ્સ તરફ આગળ વધી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહેલા લોકો જાણો કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત રહેશે અને તમારે કઈ સ્કિમ્સની પસંદગી કરવી જોઈએ.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે કેવાયસી (નો યોર કસ્ટમર) પૂરી કરવી પડશે. આ માટે તમે કેવાયસી ફોર્મનો ઉપયોગ કરી શકો છો. આ ફોર્મ ભરી, તમે ફોટો, પેન કાર્ડની ઝેરોક્સ, આધાર, પાસપોર્ટ, વીજળીનું બિલ અથવા તો બેન્ક સ્ટેટમેન્ટની કોપી એડ્રેસ પ્રૂફ તરીકે આપી શકો છો. તમારે પહેલું ઈન્વેસ્ટમેન્ટ ફોર્મ રજિસ્ટ્રાર અથવા તો મ્યુચ્યુઅલ ફંડ્સની ઓફિસે જમા કરાવવું પડશે. કેટલાંક મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટ્સ અથવા તો ડિસ્ટ્રીબ્યૂટર્સ રોકાણ પહેલા તેમના પ્લેટફોર્મ પર ઈ-કેવાયસી પણ કરે છે.

પહેલી વાર રોકાણ કરી રહેલા રોકાણકારે તેમના લક્ષ્ય, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણની મુદતના આધારે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમની પસંદગી કરવી જોઈએ. રોકાણકારો આ માટે કોઈ ફાઈનાન્શિયલ પ્લાનર્સ અથવા તો ડિસ્ટ્રીબ્યૂટર્સની મદદ પણ લઈ શકે છે. રોકાણકાર પોતાની રીતે જ એક એસેટ એલોકેશન કરી શકે છે. જેના દ્વારા રોકાણકાર પોતે ઈક્વિટી, ડેટ અથવા સોના જેવી એસેટ્સમાં કેટલા નાણાં રોકવા માગે છે તે સ્પષ્ટ કરી શકે છે.

જો તમે ત્રણ વર્ષથી ઓછી મુદત માટે રોકાણ કરવા માગતા હો તો ડેટ આધારિત અથવા આર્બિટેજ ફંડ્સની પસંદગી કરવી જોઈએ. ત્રણથી પાંચ વર્ષ માટે હાઈબ્રિડ ફંડ્સ સારા છે જેમાં ડેટ અને ઈક્વિટીનું મિક્સ હોય છે. જો તમે 5-7 વર્ષના ગાળા માટે મૂડીરોકાણ કરવા ઈચ્છતા હો તો ઈક્વિટી ફંડ્સ જેવા વધુ જોખમ ધરાવતી પ્રોડક્ટ્સનો વિચાર કરવો જોઈએ.

એક રોકાણકાર તરીકે તમે ફંડ હાઉસ પર ભરોસો મૂકો છો કે, તે તમારી મહેનતની કમાણીને યોગ્ય રીતે મેનેજ કરે. આ સ્થિતિમાં ફંડ હાઉસ તેમજ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની પસંદગીમાં સાવચેતી રાખવી જરૂરી છે. ફંડ હાઉસ કે ફંડ મેનેજરોના નિર્ણયો સ્કીમની કામગીરીને મોટા પાયે પ્રભાવિત કરી શકે છે. ફાઈનાન્શિયલ પ્લાનર્સનું ખાસ સૂચન છે કે રોકાણકારોએ પોતે જ જે તે સ્કીમની પાછલી કામગીરીની માહિતી મેળવવી જોઈએ. તેમણે ફંડ મેનેજરના ભૂતકાળ, મેનેજમેન્ટ ટ્રેડ રેકોર્ડ અને કામગીરી પર નજર રાખવી જોઈએ.

મ્યુચ્યુઅલ ફંડનો પાછલો દેખાવ ભવિષ્યની કામગીરીના રિટર્નનો સંકેત નથી હોતો પણ વેલ્થ મેનેજર્સ કહે છે કે રોકાણકારોએ કોઈ પણ સ્કીમમાં રોકાણ કરતા અગાઉ સ્કીમના 3, 5 અને 10 વર્ષના લાંબા ગાળાના દેખાવ પર એક નજર અચૂક કરવી જોઈએ. રોકાણકારઓ લગાતાર બેન્ચમાર્કની સરખામણીમાં સારો દેખાવ કરનારા ફંડની પંસદગી કરવી જોઈએ. જો કોઈ સ્કીમ લગાતાર તેના બેન્ચમાર્કને પછાડતી હોય તો તે ફંડ હાઉસમાં સારા અને કાર્યક્ષમ ફંડ મેનેજર્સ હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.

May 26, 2018
npa.jpg
1min12390

ભારતના બેન્કિંગ ઉદ્યોગ પર બેડ લોનનો બોજ તોતિંગ સ્વરૂપ હાંસલ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં SBI સહિતની 26 બેન્કોએ નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે, જેના આધારે માર્ચ’18 ક્વાર્ટરમાં 26 બેન્કોની કુલ ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) ₹7,31,076 કરોડ થઈ છે, જે માર્ચ’17 ક્વાર્ટરમાં ₹4,81,909 કરોડ હતી. આમ, વાર્ષિક ધોરણે આ 26 બેન્કોની NPAમાં 50 ટકા જેટલો (₹2.50 લાખ કરોડ જેટલો) વધારો થયો છે.

આમાં પણ PSU બેન્કોની મુશ્કેલીમાં જબરજસ્ત વધારો થયો છે કારણ કે, ડિસેમ્બર’17 ક્વાર્ટરની સરખામણીએ તેમણે માર્ચ 2018 ક્વાર્ટરમાં ₹1 લાખ કરોડ જેટલી બેડ એસેટ્સનો ઉમેરો કર્યો હતો જ્યારે માર્ચ’17 ક્વાર્ટરની સામે તેમણે ₹1.11 લાખ કરોડનો ઉમેરો કર્યો હતો એમ CARE રેટિંગ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કુલ બેડ લોનના હિસ્સામાં PSU બેન્કોનો હિસ્સો જ ₹6.16 લાખ કરોડ જેટલો છે.

જૂન’17માં ગ્રોસ NPAsનો રેશિયો 9.04 ટકાથી ઘટીને સપ્ટેમ્બર’17 ક્વાર્ટરમાં 8.93 ટકા થયો હતો. બાદમાં આ રેશિયો વધીને માર્ચ’18 ક્વાર્ટરમાં 10.14 ટકાની ટોચે પહોંચ્યો હતો. માર્ચ’18 ક્વાર્ટરમાં PSU બેન્કોનો GNPA રેશિયો કુલ એડ્વાન્સિસના 13.41 ટકા હતો. PSU બેન્કોનો બેડ લોનનો રેશિયો નાણાકીય વર્ષ 2017-18ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં 11 ટકાથી 12 ટકાની રેન્જમાં સ્થિર રહ્યો હતો પરંતુ ચોથા માર્ચ’18 ક્વાર્ટરમાં 163 બેઝિસ પોઇન્ટ્સ વધીને 13.41 ટકા થયો હતો.

ખાનગી સેક્ટરની બેન્કોની વાત કરીએ તો, તેમનો NPA રેશિયો પણ માર્ચ’18 ક્વાર્ટરમાં 4.40 ટકા થયો હતો, જે ડિસેમ્બર’17 ક્વાર્ટરમાં 3.95 ટકા હતો. ખાનગી સેક્ટરની બેન્કોએ ડિસેમ્બર’17 ક્વાર્ટરના અંતે બેડ એસેટ્સમાં લગભગ ₹1,200 કરોડનો વધારો નોંધાવ્યો હતો જ્યારે માર્ચ’18 ક્વાર્ટરમાં તો ₹18,000 કરોડનો વધારો થયો હતો.

સમગ્ર વર્ષ દરમિયાન 26 બેન્કોનું કુલ પ્રોવિઝન્સ ₹43,611 કરોડથી વધીને ₹1,05,150 કરોડ થયું હતું, જે 141 ટકાનો વધારો દર્શાવે છે. 12 PSU બેન્કોનો ગ્રોસ NPA રેશિયો 10 ટકાની ઉપર હતો જ્યારે પાંચ ખાનગી સેક્ટર બેન્કોનો બેડ લોન રેશિયો બે ટકાથી પણ નીચો હતો. અન્ય પાંચ ખાનગી બેન્કોનો બેડ લોન રેશિયો બે ટકાથી પાંચ ટકાની વચ્ચે હતો.

May 26, 2018
canada.jpg
1min11930

કૅનેડાના ઑન્ટારિયો પ્રાન્તમાં બે અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછી ૧૫ વ્યક્તિ ઘાયલ થઈ હોવાનું પોલીસે શુક્રવારે કહ્યું હતું.

ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું.

મોઢુ ઢાંકીને આવેલી બે શંકાસ્પદ વ્યક્તિ ગુરુવારે રાત્રે અહીંની બૉમ્બે ભેલ રૅસ્ટોરાં પર બૉમ્બ ફેંકી ફરાર થી ગઈ હોવાનું પોલીસે કહ્યું હતું.

પોલીસે બે શંકાસ્પદના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. ઘટનાના સમયે રૅસ્ટોરાંમાં કેટલા લોકો હાજર હતા તે જાણી શકાયું નહોતું. હુમલા પાછળના આશય અંગે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે કહ્યું હતું. જે શૉપિંગ પ્લાઝામાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તેને સિલ કરી દેવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

રૅસ્ટોરાંમાં બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી. વિસ્ફોટને પગલે બારીઓનાં કાચ તૂટી ગયા હતા અને ચારે તરફ કાચના ટૂકડો વિખેરાયેલા પડેલા જોવા મળ્યા હોવા ઉપરાંત ઠેરઠેર લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા. રૅસ્ટોરાંનું લગભગ તમામ ફર્નિચર વિસ્ફોટમાં નાશ પામ્યું હતું. અનેક લોકો ચીસો પાડતા લોહી નિંગળતી હાલતમાં રૅસ્ટોરાંની બહાર નીકળતા જોવા મળ્યા હતા. અનેક લોકોનાં શરીર લોહીથી લથબથ હતા, એમ તેમણે કહ્યું હતું.

જોકે બૉમ્બવિસ્ફોટની આ ઘટના આતંકવાદી પ્રવૃત્તિ કે ધિક્કાર ગુનો હોવાના કોઈ સંકેત સાંપડ્યા ન હોવાનું સ્થાનિક પોલીસ વડાએ કહ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલી ત્રણે વ્યક્તિની હાલત હાલ સ્થિર હોવાનું તેમણે કહ્યું હતું. બ્રામ્પનના રહેવાસી ૩૫ વર્ષના પુરુષ, મિસિસૉગામાં રહેતી ૬૨ વર્ષની તેમ જ ૪૮ વર્ષની મહિલાને ટૉરન્ટો ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું પોલીસે કહ્યું હતું.

૨૩થી ૬૯ વર્ષની વયજૂથના અન્ય ૨૩ ઘાયલોને સારવારાર્થે સ્તાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

May 26, 2018
smith.jpg
1min12120

બૉલ-ટૅમ્પરિંગ કૌભાંડને કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવી રહેલા અને દુનિયાભરમાં પોતે જ પોતાની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથને ૨૮મી જૂને શરૂ થનારી ગ્લોબલ ટી-ટ્વેન્ટી કૅનેડા લીગ માટેના માર્કી પ્લેયર (સંબંધિત લીગનો સૌથી વધુ જાણીતો અને સૌથી મૂલ્યવાન ખેલાડી) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એ સાથે, સ્મિથ ક્રિકેટના મેદાન પર કમબૅક કરશે.

સ્મિથ ઉપરાંત ક્રિસ ગેઇલ, આન્દ્રે રસેલ, શાહિદ આફ્રિદી, ડ્વેઇન બ્રાવો, ક્રિસ લીન, લસિથ મલિન્ગા, ડેવિડ મિલર, સુનીલ નારાયણ અને ડૅરેન સૅમીને આયોજકો દ્વારા પણ માર્કી પ્લેયર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે.

સ્મિથના રમવા પર ૧૨ મહિનાનો પ્રતિબંધ છે, પરંતુ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેને ડોમેસ્ટિક ટુર્નામેન્ટોમાં રમવાની છૂટ આપી છે. જોકે, કૅપ્ટન બનવા બાબતમાં તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે.

છ ટીમો વચ્ચેની ગ્લોબલ ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં પાંચ ટીમો કૅનેડાની હશે અને છઠ્ઠી ટીમમાં માત્ર વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ હશે. ટીમોના નામ આ મુજબ રહેશે: ટૉરન્ટો નેશનલ્સ, મૉન્ટ્રિયલ ટાઇગર્સ, ઓટાવા રૉયલ્સ, વૅનકુંવર નાઇટ્સ, વિનિપેગ હૉક્સ અને કૅરેબિયન ઑલ-સ્ટાર્સ.

May 26, 2018
G.k._general_hospital-1280x960.jpg
1min13190

વડા પ્રધાન રાહત ભંડાળમાંથી રૂ.150 કરોડના ખર્ચે બનેલી અદાણી જી. કે. હૉસ્પિટલ હંમેશાં ચર્ચામાં રહી છે. જયારથી અદાણીને સંચાલન સોંપાયુ ત્યાર પછી બેદરકારીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે ત્યારે હવે હૉસ્પિટલમાં ઉપરાઉપરી થઇ રહેલા બાળકોના મોતને લઇને હૉસ્પિટલ સામે ગંભીર આરોપો થઇ રહ્યા છે. 22 તારીખે એક બાળકના મોત બાદ આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

23 મી તારીખે આ મુદ્દે વાલીઓ સાથે બાળકોના મોત મામલે વિરોધ પ્રદર્શિત કરી આક્ષેપ કરાયો હતો કે 20 દિવસમાં 26 બાળકોના મોત થયા છે. આ અંગે અદાણીના સંચાલકો સામે વિરોધ નોંધાવી તપાસની માગ સાથે જાગૃતોએ મામલો ગંભીર હોવાનુ જણાવ્યુ હતુ. જો કે, હૉસ્પિટલ સત્તાધીશોએ આક્ષેપો ફગાવવા સાથે બાળકોનો મૃત્યુદર ઘટ્યો હોવાનો ખુલાસો કર્યો હતો, પરંતુ આ મામલાએ વિવાદ પકડતાં હવે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તપાસ અહેવાલ મંગાવવા સાથે સંપૂર્ણ ઘટનાની માહિતી સંચાલકો પાસેથી મેળવવાના આદેશ કર્યા છે. તેની સંપૂર્ણ ચકાસણી બાદ કલેકટર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી શકે છે. આ આક્ષેપોને પગલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટીમ કચ્છ મોકલવાનું નક્કી કર્યું છે. એક તરફ કચ્છમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાનો અભાવ છે. તેવામાં સ્વાભાવિક છે. કે લોકોને અપેક્ષા હોય કે જિલ્લાની મુખ્ય સરકારી હૉસ્પિટલ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય, પરંતુ સરકારે જે ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપને સંચાલન સોંપ્યુ હતુ તેમાં અદાણી ગ્રુપ ઊણું ઉતર્યું હોવાના પણ આક્ષેપો કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન છેલ્લા પાંચ મહિનામાં અદાણી જી. કે. હૉસ્પિટલમાં 111 બાળકોના મોત થયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

May 26, 2018
dabhoi-1.jpg
1min13270

ગુજરાતના કેવડીયા ખાતે આકાર લઇ રહેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્ લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી હવે વડોદરાથી રાજપીપળા સુધી ઝડપી ટ્રેન દોડાવવા માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઇ નગરને એશિયાખંડના પ્રથમ નંબરના નેરોગેજ જંક્શનનું બિરુદની ભેટ આપનાર નેરોગેજ હવે તારીખ 25મી મેથી એક ભૂતકાળ બની ગઇ છે.

હાલ ડભોઇ-કરજણ-ચાંદોદ અને ડભોઇ-ચાંદોદ વચ્ચે દોડતી બાપુ ગાડી રેલવે તંત્ર દ્વારા ગેજ પરિવર્તન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોય યાત્રાધામ ચાંદોદની ટ્રેનનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. આમ રજવાડી શાશનથી આ રૂટ પર દોડતી આ બાપુગાડીની 139 વર્ષની આપેલી સેવા બાદ 25-5- 2018 થી ડભોઇમાંથી ગાયબ થઇ જવા પામ્યો છે.

1819માં એપ્રિલ મહિનાથી ગાયકવાડી સાશનમાં ડભોઇ-ચાંદોદનો આ નેરાગેજ ટ્રેક ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે આ ટ્રેકને પૂરા 139 વર્ષ થઇ ગયાં છે, ત્યારે વિકાસની દોડ દોડતા આ ગુજરાતમાં નર્મદા ડેમ ખાતે આકાર લઇ રહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ને લઇ ને ડભોઇ પંથકમાં દોડતી બાપુગાડીઓમાં પણ પરિવર્તનનો પવન ફુંકાવવા માંડયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ રૂટને નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રાજપીપળા સુધી લંબાવવાની પણ કામગીરી હાથ ધરવાના શ્રી ગણેશ થઇ ગયાં છે. આવા સંજોગોમાં રેલવે દ્વારા લેવામાં આવેલાં નિર્ણય મુજબ ટ્રેન નંબર 52019/52020 મિયાગામ કરજણ-ચાંદોદ પેસેન્જરને ડભોઇ ચાંદોદ વચ્ચે આંશિકરૂપે રદ કરવામાં આવશે. જે મિયાગામ કરજણ ડભોઇ વચ્ચે જ હાલ ચાલશે. જ્યારે ટ્રેન નંબર 52025/52026 ડભોઇ-ચાંદોદ પેસેન્જર સંપૂર્ણપણે 25મીમેના રોજથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે થઇ ગયા બાદ ગણતરીની મિનિટોમાં ડભોઇથી ચાંદોદનું અંતર તો કપાઇ જશે સાથોસાથ જો રાજપીપળા સુધીની પણ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય રેલવે ટ્રેકના કિલોમીટર મુજબ રાજપીપળા ડભોઇ વચ્ચેનું પણ અંતર ઘટશે.

વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ દોડતી રહી જેમાં 1863 માં એન્જિનની જગ્યાએ બળદો દ્વારા ગાડીઓ ખેંચાતી હતી ત્યાર બાદ સ્ટીમ એન્જિન આવ્યા જે કોલસા અને પાણીથી દોડતાં હતાં કોલસાની તંગીને પહોંચી વળવા મીની ડીઝલ એન્જિનો આવ્યા અને હવે બ્રોડગેજ થતાં મોટા ડીઝલ અને વીજળીના એન્જિનોનાં સથવારે ટ્રેનો દોડતી રહેશે. ભૂતકાળથી વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ પરિવર્તનનાં પવન સાથે દોડતી રહી.

 

May 26, 2018
Nishal-Modi.jpg
1min5460
નિરવ મોદી બાદ તેનો સાવકો ભાઈ પણ ઠગાઈ કરીને ભાગી ગયો છે. નિરવ મોદીનો ભાઈ એક સેફહાઉસમાંથી 50 કિલોનું સોનું લઈને ગાયબ થઈ ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે CBIએ પીએનબી કૌભાંડમાં નિરવ મોદી સામે કેસ દાખલ કર્યાનું માલુમ પડતાની સાથે જ તે ગાયબ થઈ ગયો હતો. તપાસ અધિકારીઓ મુજબ નેહલ જે ઘરેણા લઈને ફરાર થઈ ગયો તેને એક રીટેલ આઉટલેટમાં વેચવા માટે રાખવામાં આવ્યાં હતાં..
પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો જેવો જ ભાંડો ફૂટ્યો કે નેહલને લાગ્યું કે તપાસ એજન્સીઓ દુબઈ સુધી પણ પહોંચી શકે છે. તેવામાં તે ઘરેણાં લઈને સુરક્ષિત સ્થળે ભાગી ગયો છે. જણાવી દઈએ કે મેહુલ ચોક્સીની એક કંપની ગીતાંજલિ જેમ્સ સાથે નેહલ જોડાયેલો હતો. પંજાબ નેશનલ બેંકના કૌભાંડ મામલે સીબીઆઈએ નેહલને આરોપી નથી બનાવ્યો.
નેહલ મોદી અને તેની પત્ની
મની લોન્ડ્રિંગ મામલામાં ઈડીએ નેહલની ભૂમિકા હોવાનું પણ જણાવ્યું હતું. ગુરુવારે ઈડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં નેહલ સહિત 24 આરોપીના નામ સામેલ હતાં. પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલે એક કેસ દાખલ થયાના કેટલાક દિવસો પહેલાં નીરવનો આખો પરિવાર ભારતથીં ભાગી ગયો હતો.
નિરવ મોદીએ નેહલને પંજાબ નેશનલ બેંક સાથે વાતચીત કરવા માટે મોકલ્યો હતો જેથી કરીને પૈસાની ચૂકવણી માટે થોડો સમય મળી શકે. નેહલે પંજાબ નેશનલ બેંક પાસે વધુ લોનની માગણી કરી હતી જેથી પહેલેથી બાકી પૈસા ચૂકવી શકાય. આ દરમિયાન તેણે વિદેશી રોકાણ અને આગામી આપીઓ દ્વારા ચૂકવણી કરવાનો વાદો કર્યો હતો.
May 26, 2018
baroda1.jpg
1min15100

ખખડધજ રસ્તા પર સરળતાથી ચાલી શકે, પણ રસ્તાને અનુકૂળ મોટરસાઇકલની ઉંચાઇ અને લંબાઇ વધારી શકાય તેવી મોનોશેક એર સસ્પેન્શન સિસ્ટમ સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ શાખાના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ અનોખી મોટરસાયકલ બાઇક બનાવી છે. વિવિધ કંપનીનીની મોટરસાઇકલના પાર્ટસ્ એકઠા કરીને મોડીફાય કરેલી આ બાઇક પર કરેલ સંશોધન અંગે વિદ્યાર્થીઓએ પેટર્ન પણ ફાઇલ કરવાની કવાયત આરંભી દીધી છે.

વડોદરા એમ.એસ. યુનિ.ના મિકેનિકલ ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓએ બનાવી સમાજ માટે ઉપયોગી બાઈક

મોટરબાઇકની હાઇટ છ ફૂટની છે, તેને લંબાવીને આઠ ફૂટની બાઇક થતી હોય છે. તેની રસ્તાની અનુકુળતાને પણ ધ્યાનમાં લેવાય છે.

મોટરસાઈકલની લંબાઈ છ ફૂટ તેમજ ઊંચાઈ એક ફૂટ સુધી વધારી શકાય છે
મોટરસાઈકલની લંબાઈ છ ફૂટ તેમજ ઊંચાઈ એક ફૂટ સુધી વધારી શકાય છે

તેમના જણાવ્યા અનુસાર કોલેજમાં જ્યારે અમને પ્રોજેક્ટ બનાવવાનું કહેવામાં આવ્યુ ત્યારે અમે પલ્સર મોટરસાઇકલને મોડીફાય કરીને તેના પર આ પ્રકારની બાઇક બનાવવાનો પ્રયોગ કરવાનું વિચાર્યુ હતુ.

આ યુનિક બાઈકની પેટન્ટ મેળવવા વિદ્યાર્થીઓનો પ્રયાસ
આ યુનિક બાઈકની પેટન્ટ મેળવવા વિદ્યાર્થીઓનો પ્રયાસ

આ વિચારને આધારે એક ડિઝાઇન બનાવીને લગભગ ચાર મહિનાની ભારે જહેમત બાદ દોઢ લાખનો ખર્ચ કરીને અમે અમારા પ્રોજેક્ટમાં સફળ થયા હતા. આ સંશોધન અનોખુ હોવાથી તેની પેટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ અમે શરૂ કરી દીધી છે.