CIA ALERT

Blog - Page 696 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 29, 2018
free-textbook.jpg
1min12970

ધો.12 પછી વ્યવસાયલક્ષી પ્રવાહના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાઓનું માધ્યમ અંગ્રેજી હોવા ઉપરાંત આર્ટસને બાદ કરતા મોટા ભાગના કોલેજ-યુનિવર્સિટી ખાતેના અભ્યાસક્રમોમાં મિડીયમ ઓફ ટીચીંગ અંગ્રેજી  જ હોવાના કારણે રાજ્યમાં હાલ અંગ્રેજી માધ્યમમાં ભણવાનો ક્રેઝ વધતો જાય છે. દરેક માતા-પિતા પોતાના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે એવી અદમ્ય ઇચ્છા ધરાવતા હોય છે.

સુરતમાં દર વર્ષે નવરાત્રીથી જાન્યુઆરી સુધીના સમયગાળામાં બાળમંદિરોમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારે સામાન્યમાં સામાન્ય પરિવારમાંથી આવતા માબાપ પોતાના સંતાનને સી.બી.એસ.સી. (સેન્ટ્રલ બોર્ડ) અગર તો ગુજરાત બોર્ડની અંગ્રેજી મિડીયમની શાળામાં પ્રવેશ અપાવવા માટે દોડધામ મચાવી મૂકતા જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની શાળાઓની વધેલી માગને લીધે જ અંગ્રેજી માધ્યમની સ્વનિર્ભર શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

2012-13ના શૈક્ષણિક વર્ષથી અત્યાર સુધીમાં રાજ્યમાં અંગ્રેજી માધ્યમની 1226 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી તેની સામે સરકારી અંગ્રેજી માધ્યમની માત્ર 32 શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આથી મધ્યમ પરિવારના બાળકોને પણ ઊંચી ફી આપીને ખાનગી શાળાઓમાં ભણાવવાની ફરજ પડી રહી છે. ટૂંકમાં, કહીએ તો ગુજરાત રાજ્યમાં અંગ્રેજીમાં ભણવું હોય તો મોટા ભાગે ખાનગી, સેલ્ફફાઇનાન્સ સ્કુલોના શરણે જ જવું પડે છે. રાજ્ય સરકાર અંગ્રેજી માધ્યમની સ્કુલોને પ્રોત્સાહન આપતી નથી. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાજ્યમાં અંગ્રેજી માધ્યમમાં ભણવું હોય તો રાજ્ય સરકારે કોઇ માળખાગત સુવિધા કે ઢાંચો તૈયાર કર્યો નથી. મોટા ભાગે અંગ્રેજી માધ્યમની સ્કુલોનો ઇજારો ખાનગી ધંધાદારી સંચાલકોને સોંપી દેવામાં આવ્યો છે.

લમાં અંગ્રેજી શિક્ષણની માગ દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે અંગ્રેજીથી ગરીબ બાળકો વંચિત રહે તેના માટે અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો ખોલવામાં સરકારની ભારે ઉદાસીનતા જોવા મળી છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓનો સિનારીયો શું બયાં કરે છે

ગુજરાત રાજ્યમાં 33,788 સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે જેમાં 33,281 પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમની છે, જ્યારે અંગ્રેજી માધ્યમની માત્ર 120 પ્રાથમિક શાળાઓ આવેલી છે તેમજ અન્ય માધ્યમની 387 શાળાઓ કાર્યરત છે.

રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓ 10,579 જેમાં 6,974 શાળાઓ ગુજરાતી માધ્યમની છે જ્યારે 3,098 શાળાઓ અંગ્રેજી માધ્યમની છે તથા અન્ય માધ્યમની ખાનગી પ્રાથમિક શાળાઓ 507 કાર્યરત છે. આમ રાજ્ય સરકાર ખુદ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ ન કરી ખાનગી સ્કૂલોને પ્રાત્સાહિત કરે છે.

સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, સીબીએસઈ બોર્ડ સાથે સંલગ્ન કેન્દ્રીય વિદ્યાલયો અને સરકારી સ્કૂલોનું બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં ખાનગી સ્કૂલોની સરખામણીમાં પર્ફોર્મન્સ ટોપ પર હોય છે. જ્યારે ગુજરાત બોર્ડમાં સરકારી સ્કૂલોનું જ પર્ફોર્મન્સ નબળું જોવા મળે છે. આમ બોર્ડનાં પરિણામો પરથી જ સીધો ભેદ જોવા મળે છે અને રાજ્યનો શિક્ષણ વિભાગ સરકારી સ્કૂલોના શિક્ષણને સુધારવામાં નબળું પુરવાર થાય છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ પરફોર્મન્સ આપી શક્તા નથી

એ પણ એક વરવી વાસ્તવિક્તા છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં પણ પરફોર્મન્સ આપી શક્તા નથી. માર્ચ 2018માં લેવાયેલી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાના પરીણામમાં ગુજરાતી વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1.07 લાખની છે.

ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરીણામ 25 ટકા ઉંચુ

ધો.10ના પરીણામમાંથી એ બાબત પણ ઉડીને આંખે વળગે તેવી છે કે ગુજરાત બોર્ડના ધો.10ના પરીણામમાં ગુજરાતી માધ્યમની શાળાઓનું ઓવરઓલ પરીણામ 65.16 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓનું પરીણામ 90.69 ટકા આવ્યું છે. આ જોતા રાજ્યમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ તો વધ્યો છે પણ ત્યાં માહોલ પણ ભણવા માટેનો યોગ્ય હોવાનું પુરવાર થઇ રહ્યું છે.

May 28, 2018
gseb.png
1min13270

 

કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ એ-વન રેન્કમાં

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ      100

સંસ્કારભારતી અડાજણ           28

એક્સપેરિમેન્ટલ ગુજરાતી        32

ભૂલકાવિહાર શાળા                 22

ભૂલકાભવન શાળા                  28

એલ.પી.સવાણી ગ્રુપ               50

સ્વામીનારાયણ ગુરુકુળ           20

એલ.પી.ડી.શાળા, પૂણા           16

અર્ચના વિદ્યાલય                      09

સંસ્કારદીપ વિદ્યાસંકુલ             09

શારદા વિદ્યામંદિર                    07

કૌશલ વિદ્યાભવન                     30

માધવબાગ વિદ્યાભવન             04

દિપદર્શન વિદ્યાસંકુલ                06

પંચશીલ બેંક સ્કુલ                     03

કે.સી.કોઠારી સ્કુલ, વરાછા        06

સંસ્કાર વિદ્યાલય                       02

પ્રેરણા વિદ્યાલય, પૂણા              04

સરસ્વતી વિદ્યાલય,અડાજણ    01

પ્રેસિડેન્સી સ્કુલ                        01

 

May 28, 2018
gseb.png
1min16330

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 100થી વધુ એ-વન રેન્કર્સ

સુરતના નાના વરાછા ખાતે આવેલી આશાદીપ સાયન્સ એન્ડ કોમર્સ ભવનમાં આજે સુરતના 100 જેટલા ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા પાસ કરનાર એ-વન રેન્કર્સ એકત્રિત થતાં આ પ્રકારની ભવ્ય તસ્વીર ઉપસી આવી હતી. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ પૈકીની આશાદીપ વિદ્યાલય-3ના 22 એ-વન રેન્કર્સ, આશાદીપ વિદ્યાલયના કુલ 22 એ-વન રેન્કર્સ, સીમાડા ખાતે આવેલા આશાદીપ વિદ્યાલયના કુલ 13 એ-વન રેન્કર્સ અને કૃષ્ણકુંજ સોસાયટી નાના વરાછા ખાતે આવેલા આશાદીપ વિદ્યાલયના કુલ 42 એ-વન રેન્કર્સ મળીને કુલ 100 જેટલા એ-વન રેન્કર્સ સાથે તસ્વીરમાં શાળાના સંચાલકો સર્વ શ્રી મહેશભાઇ રામાણી, શ્રી શૈલેષભાઇ રામાણી, શ્રી મહેશભાઇ શ્યાની વગેરે દ્રશ્યમાન છે.

 

રૂસીમા પુણાવાલા એક્સપેરિમેન્ટલ સ્કુલના રેન્કર્સનો ગ્રુપ ફોટો

શહેરના પાર્લે પોઇન્ટ સ્થિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રૂ.સી.મા. પૂણાવાળા એક્સપેરિમેન્ટલ સ્કુલના ધો.10ના કુલ 32 વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2018ની પરીક્ષામાં એ-વન રેન્ક હાંસલ કરતા શાળા સંચાલકો અને સ્ટાફ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. પરીણામના દિવસે તા.28મી મે ના રોજ શાળા ખાતે ઉપસ્થિત રેન્કર્સ સાથે શાળાના આચાર્યા શ્રીમતી મિનાક્ષીબેન વખારીયાએ સમૂહ તસ્વીર ક્લીક કરાવી હતી.

ભૂલકાવિહાર સ્કુલના 22 વિદ્યાર્થીઓ ધો.10માં એ-વન રેન્કર બન્યા

શહેરના પાલ-ભાઠા રોડ પર આવેલી ભૂલકાવિહાર શાળાના 22 વિદ્યાર્થીઓએ આજે ગુજરાત માધ્યમિક  શિક્ષણ બોર્ડના ધો.10ના પરીણામમાં એ-વન રેન્ક હાંસલ કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના ટ્રસ્ટી-પ્રિન્સીપાલ શ્રીમતી મીતાબેન વકીલે દરેક વિદ્યાર્થીઓને તેમણે કરેલી મહેનત બદલ શુભેચ્છા પાઠવી હતી.

કોસાડ રોડની માધવબાગ શાળામાંથી 4 વિદ્યાર્થીઓ ધો.10માં એ-વન રેન્કર્સ બન્યા

May 28, 2018
aashadeep1.jpg
1min24650

આ શહેરમાં સારા અને મોટા બનવું એ ગુનો ગણાય, આશાદીપ વિદ્યાલયના સંચાલકોને પણ અનુભવ થઇ ગયો

છેલ્લા 5 વર્ષના બોર્ડના પરીણામોમાં એક તરફ આશાદીપ વિદ્યાલયના રેન્કર્સ અને સામે સુરતની બધી સ્કુલોના રેન્કર્સનો સરવાળો બન્ને સંખ્યા સરખી હશે

 

છેલ્લા 10 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં સાયન્સ અને કોમર્સમાં સુરતનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ, દેશભરમાં રોશન કરનાર નાના વરાછાના આશાદીપ વિદ્યાલયના સંચાલકોએ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓમાં જેટલા રેન્કર્સ સ્ટુડન્ટ આપ્યા હશે એ શહેરની બાકીની તમામ સ્કુલના રેન્કર્સ સ્ટુડન્ટ્સનો સરવાળો કરતા પણ વધારે હશે. દર વર્ષે નિયમિત રીતે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ કાબિલે તારીફ હોય છે. સ્વાભાવિક છે કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સની આવી પ્રગતિ જોઇને અન્ય ધંધાદારીઓના પેટમાં તેલ રેડાતું હોય અને આ જ કારણે આશાદીપ વિદ્યાલયના સંચાલકો પર કાદવ ઉછાળની પ્રવૃતિ ચાલી રહી છે. પરંતુ, આ પ્રવૃતિ હવે માઝા મૂકી છે.

આ શહેરમાં સારા બનવું અને મોટા બનવું જાણે ગુનો હોય એમ કેટલાક હિતશત્રુઓ તેમની બદબોઇ કરવામાં પાછું વળીને જોતા નથી. આવો જ પ્રયાસ કરનારી ટોળકીની સામે આશાદીપ વિદ્યાલયના સંચાલકોએ નમતું નહીં જોખતા આખરે જેલભેગા થવાનો વખત આવ્યો છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીની મુલાકાત વખતે ફેસબુક પર કોમન્ટ કરીને તેમનું સ્વાગત કાળી શાહીથી કરવાનું એલાન કરનાર ડોંડાએ ફરીથી પોત પ્રકાશીને આશાદીપ વિદ્યાલયના સંચાલકો પર ગંભીર આરોપ મૂક્યો હતો કે તેઓ વિદ્યાર્થીઓનું તેમજ શિક્ષિકાનું જાતિય શોષણ કરે છે. સાવ ધડ, માથા વગરની વાહિયાત વાતના આક્ષેપને પગલે સ્વભાવિક છેકે સંવેદનશીલ એવા આશાદીપ વિદ્યાલયના સંચાલકોએ આવી કોમેન્ટ ફેસબુક પર પોસ્ટ કરીને બદનામી કરવાનો પ્રયાસક કરનાર લલીત ડોંડા અને અલ્પેશ ડોંડાને પાઠ ભણાવવા માટે તેમની વિરુધ્ધ પોલીસ ફરીયાદ આપી અને પોલીસે પણ આવા તત્વો માઝા ન મૂકે તે માટે એકને જેલ ભેગો કરીને સબક જરૂર શીખવાડ્યો છે.

આશાદીપ વિદ્યાલયના યુવાન સંચાલક શ્રી મહેશભાઇ રામાણીએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે, અમારી સામે છેલ્લા ઘણા મહિનાઓથી કેટલાક લોકોએ મૂહીમ ચલાવી છે કે કેવી રીતે આશાદીપ વિદ્યાલયની છબી ખરડી શકાય. પરંતુ, અમે કશું ખોટું કરતા નથી એટલે કોઇનાથી ડરવાનો પ્રશ્ન નથી. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા બોર્ડના પરીણામોમાં જે પરફોર્મન્સ આપવામાં આવ્યું છે એ જગજાહેર વાત છે. અમારી ટીમ, અમારા શિક્ષકોના સંનિષ્ઠ પ્રયાસો થકી અમારા વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું પરીણામ છે. અમે કોઇને હરીફ માનતા નથી, પણ કેટલાક લોકો અમને હરીફ માને છે. કેટલાક અમારી પાસે પ્રવેશ માટે દાબદબાણ અને ધાકધમકી આપે છે, આ બધું સહન કરી લઇએ છીએ પરંતુ, જ્યારે ફેસબુક જેવા માધ્યમથી અમારી સામે સામાજિક હેરાનગતિ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે નક્કી કર્યું કે નઠારા તત્વોને પાઠ ભણાવીને જ ઝંપીશું. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનો વહીવટ પાણી જેવો પારદર્શી છે. વિદ્યાર્થીઓ માટે અમે મહેનત કરીએ છીએ. સવારે 7થી રાત્રે 7 સુધી અમે જ્યારે મહેનત કરતા હોઇએ છીએ, મહેનતના પરીણામથી લોકોને બળતરા થતી હોય તો અમે શું કરી શકીએ

આ શહેરમાં અગાઉ પણ એવા અનેક પ્રયાસો થઇ ચૂક્યા છે જેમાં આપ બળે, સ્વબળે, પોતાની ટીમ સાથે મહેનત કરીને સમાજમાં આગવું સ્થાન કરનારા લોકો પર કાદવ ઉછાળવા માટે મનઘંડત આક્ષેપો કરાયા હોય. સી.આઇ.એ. ન્યુઝ ટીમ સ્વબળે ઉપર ઉઠેલા લોકોની પડખે છે અને વાચકોને અપીલ છે કે જો તેઓ સાચા લોકોની હેરાનગતિ થતી હોવાનું જાણતા હોય તો અમારો સંપર્ક કરે અમે તેમના માટે મૂહીમ ઉપાડીને નઠારા તત્વોને શબક શીખવાડીશું.

May 28, 2018
gseb.png
1min13690

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના ધો.10ના પરીણામો આજે સવારે 7 વાગ્યે વેબસાઇટ પરથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પરીણામની વિગતવાર એનાલિસીસ આ મુજબ છે.

May 28, 2018
suratairport.jpg
1min15730

સુરત એરપોર્ટ પર મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને પગલે દેશ – દુનિયાની મોટા ભાગની વિમાની કંપનીઓ સુરત હવાઈ મથકથી પોતાની વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જા કે, સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યાને કારણે હાલ વિમાની કંપનીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સંદર્ભે મારી અને સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ દ્વારા એરપોર્ટ ઓથોરોટી ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી રજુઆતો બાદ હવે સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વે પરથી વિમાનોને લેન્ડીંગ અને ટેક ઓફ ની પરમીશન મળી ચુકી છે.

આ સંદર્ભે ગત ૧૪મી ફેબ્રુઆરીના રોજ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રને પત્ર લખીને આ સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૨મી માર્ચના રોજ નવી દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત દરમ્યાન પણ બન્ને સાંસદો દ્વારા સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યા સંદર્ભે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને પગલે ડીજીસી દ્વારા એક ટીમ સુરત એરપોર્ટ ખાતે મોકલીને ઇન્સ્પેક્શન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ઈન્સ્પેક્શન બાદ સુરત એરપોર્ટ પર તૈયાર થયેલા ૨૯૦૫ મીટરના રન-વે પૈકી ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. વેસુ તરફની નડતર રૂપ ઈમારતોના મુદ્દે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ૬૨૫ મીટરનો રન-વે હાલ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. બન્ને સાંસદોની સફળ રજુઆતને પગલે ડી.જી.સી.એ દ્વારા સુરત એરપોર્ટને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે ૪૪૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ડી.જી.સી. દ્વારા સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને લીલી ઝંડી આપવાના નિર્ણયને પગલે હવે શહેરીજનોને તેનો સીધો લાભ મળશે.

અત્યાર સુધી માત્ર ૧૯૦૫ મીટરના રન-વેનો ઉપયોગ ટેક ઓફ અને લેન્ડીંગ માટે કરવામાં આવતો હોવાને કારણે એરબસ ૩૧૯ અને ૩૨૦ જેવા મોટા વિમાનો માટે વિમાની કંપનીઓપર લોડ પેનલ્ટી લાગુ કરવામાં આવી હતી જેના કારણે વિમાનમાં ચોક્કસ સીટો ખાલી રાખવી પડતી હતી. જેનો સીધો ભાર શહેરીજનોએ ભોગવવો પડતો હતો. હવે રન-વેના મહત્તમ ઉપયોગને પગલે વિમાની કંપનીઓને પેનલ્ટી લોડમાંથી મુક્તિ મળશે. જેને કારણે વિમાની કંપનીઓ વિમાનની તમામ સીટની ટિકીટો વેચી શકશે. જેના કારણે વિમાની દરમાં પણ ઘટાડો થશે. જેનો સીધો લાભ શહેરીજનોને મળશે. સુરત વિમાની મથકે સતત વધી રહેલા એર ટ્રાફિક અને ઉતારૂઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મોટા ભાગની વિમાની કંપનીઓ સુરતથી દેશના અન્ય શહેરોને સાંકળતી વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જ્યારે હવે એરપોર્ટ પર રન-વેની લંબાઈની સમસ્યાનું સમાધાન થતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઈસજેટ માટે સુરતથી દુબઈ અને સુરતથી બેંગકોકની સીધી વિમાની સેવા શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. આ બંને વિમાની કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર હતી. તેમજ એર એશિયા દ્વારા પણ તૈયારી બતાવામાં આવી છે.

May 28, 2018
07-1280x959.jpg
1min13280

સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગામી વર્ષના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ ગઇ તા.27મી મે 2018ના રોજ સરસાણા સ્થિત ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગપતિ શ્રી હેતલ મહેતાએ પ્રમુખ તરીકે તેમજ શ્રી કલ્લુ દેસાઇએ ઉપપ્રમુખ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી ગીરીરાજ કિશોરના સાનિધ્યમાં હોદ્દાઓ ગ્રહણ કર્યા હતા. આ સમારોહની તસવીરી ઝલક આ મુજબ છે.

 

May 28, 2018
CSK_IPL_2018_champion_1527449437.jpg
1min14270

વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે અને ખાસ કરીને એના કાંગારું ઓપનર શેન વૉટ્સને (૧૧૭ અણનમ, ૫૭ બૉલ, ૮ સિક્સર, ૧૧ ફોર) સુપર-સન્ડે મનાવ્યો હતો. મૅન ઑફ ધ મૅચ બનેલા વૉટ્સને આ હાઇ-પ્રેશર મૅચમાં એકલા હાથે ચેન્નઈની ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની રોમાંચક ફાઇનલ જિતાડી આપી હતી. એ સાથે, તે આઇપીએલની ફાઇનલમાં વિનિંગ-સેન્ચુરી ફટકારનારો પહેલો જ ખેલાડી બન્યો છે.

બે વર્ષના સસ્પેન્શન બાદ આ વખતે આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં પાછી ફરેલી ચેન્નઈની ટીમે એ સાથે મુંબઈ ઇન્ડિયન્સની માફક ત્રીજી વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી. વધુ ખૂબીની વાત એ છે કે ચેન્નઈએ આ વખતની આઇપીએલમાં હૈદરાબાદને ચારેય મુકાબલામાં હરાવ્યું હતું.

લીગ રાઉન્ડના અંત સુધી પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે રહેલી હૈદરાબાદની ટીમ બોલિંગના જોર પર ચૅમ્પિયન બનશે એવી અસંખ્ય ક્રિકેટપ્રેમીઓમાં દૃઢ માન્યતા હતી, પરંતુ વૉટ્સને એ જ બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી. તેણે ઓપનિંગમાં આવ્યા બાદ મૅચના અંત સુધી વાનખેડે ગજાવ્યું હતું.

ટુર્નામેન્ટની શરૂઆતમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈની ટીમને ‘ઘરડાઓની ટીમ’ તરીકે ઓળખાવવામાં આવી હતી, પરંતુ એ જ ટીમે વિજેતાપદ મેળવીને ક્રિકેટજગતને આશ્ર્ચર્યમાં મૂકી દીધું છે. ચેન્નઈને જીતવા ૧૭૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે ૧૮.૩ ઓવરમાં બે વિકેટના ભોગે બનેલા ૧૮૧ રનના ટોટલ સાથે હાંસલ કરી લીધો હતો. વૉટ્સનની સાથે અંબાતી રાયુડુ (૧૬ અણનમ, ૧૯ બૉલ, એક સિક્સર, એક ફોર) છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો. એ પહેલાં, વૉટ્સનને સુરેશ રૈના (૩૨ રન, ૨૪ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સારો સાથ મળ્યો હતો અને બન્ને વચ્ચે બીજી વિકેટ માટે ૧૧૭ રનની ભાગીદારી થઈ હતી જે મૅચ-વિનિંગ નીવડી હતી.

સ્પર્ધાના સર્વશ્રેષ્ઠ બોલર ગણાતા અફઘાનિસ્તાની સ્પિનર રશીદ ખાનને ૨૪ રનમાં એકેય વિકેટ નહોતી મળી.

એ પહેલાં, બૅટિંગ મળ્યા પછી હૈદરાબાદની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૮ રન બનાવ્યા હતા. આ મૅચ પહેલાં સ્પર્ધામાં સૌથી વધુ ૬૮૮ રન બનાવનાર કૅપ્ટન કેન વિલિયમસને રવિવારે બે સિક્સર અને પાંચ ફોરની મદદથી ૩૬ બૉલમાં પોતાની ટીમમાં સૌથી વધુ ૪૭ રન બનાવ્યા હતા, જ્યારે યુસુફ પઠાણ પચીસ બૉલમાં બે છગ્ગા અને ચાર ચોક્કાની મદદથી બનેલા ૪૫ રને અણનમ રહ્યો હતો. દાવના અંતભાગમાં કાર્લોસ બ્રેથવેઇટે ૧૧ બૉલમાં ત્રણ સિક્સરની મદદથી ૨૧ રન ખડકી દીધા હતા.

હૈદરાબાદની ટીમ ચેન્નઈ સામેની આગલી મૅચમાં (૨૨મી મેએ) ૭ વિકેટે ફક્ત ૧૩૯ રન બનાવી શકી હતી.

રવિવારે ચેન્નઈએ હૈદરાબાદના બૅટ્સમેનોને બૅટિંગ આપ્યા પછી શરૂઆતમાં બાંધીને રાખ્યા હતા. પહેલી ચાર ઓવરમાં ફક્ત એક બાઉન્ડરી ગઈ હતી તેમ જ શ્રીવત્સ ગોસ્વામીએ રનઆઉટમાં પોતાની વિકેટ પણ ગુમાવી હતી. જોકે, ૧૩ રન પર એ વિકેટ પડ્યા પછી વિલિયમસન અને પચીસ બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી ૨૬ રન બનાવનાર શિખર ધવન વચ્ચેની ભાગીદારી મજબૂત બનતી ગઈ હતી. નવમી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ ધવનને ક્લીન બોલ્ડ કર્યો ત્યાં સુધીમાં કૅપ્ટન સાથે તેણે બીજી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી નોંધાવી દીધી હતી.

કૅપ્ટન વિલિયમસને શાકીબ-અલ-હસન (૨૩ રન)ને ચોથા નંબર પર પ્રમોટ કર્યો હતો અને પાંચમા ક્રમે યુસુફ પઠાણને મોકલ્યા બાદ છઠ્ઠે દીપક હૂડા (૩ રન)ને તેમ જ સાતમે કાર્લોસ બ્રેથવેઇટ (૨૧ રન)ને રમવા મોકલ્યો હતો, પરંતુ નવાઈની વાત એ છે કે કોલકતા સામેની આગલી મૅચમાં ચાર સિક્સર, બે ફોરની મદદથી ૧૦ બૉલમાં ૩૪ રન ઝૂડી કાઢનાર રશીદ ખાનને બૅટિંગ કરવાની તક જ નહોતી આપી.

ટૂંકો સ્કોર

સનરાઇઝર્સ હૈદરાબાદ: ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૮ રન (વિલિયમસન ૪૭, યુસુફ ૪૫ અણનમ, ધવન ૨૬, શાકીબ ૨૩, બ્રેથવેઇટ ૨૧, ગોસ્વામી ૫, હૂડા ૩, ઍન્ગિડી ૨૬ રનમાં તેમ જ ઠાકુર ૩૧ રનમાં, કર્ણ શર્મા પચીસ રનમાં, બ્રાવો ૪૬ રનમાં અને જાડેજા ૨૪ રનમાં એક વિકેટ)

ચેન્નઈ સુપર કિંગ્સ: ૧૮.૩ ઓવરમાં બે વિકેટે ૧૮૧ રન (વૉટ્સન ૧૧૭ અણનમ, રૈના ૩૨, રાયુડુ ૧૬ અણનમ, ડુ પ્લેસી ૧૦, બ્રેથવેઇટ ૨૭ રનમાં એક, સંદીપ બાવન રનમાં એક વિકેટ, ભુવી ૧૭ રનમાં તેમ જ કૌલ ૪૩ રનમાં, રશીદ ૨૪ રનમાં અને શાકીબ ૧૫ રનમાં એકેય વિકેટ નહીં)

May 28, 2018
high-1280x720.jpg
1min13740

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચસો દિવસમાં બાંધવામાં આવેલા રૂ. ૧૧૦૦૦ કરોડના ૧૩૫ કિ.મી. લાંબા ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસવે (ઇપીઇ)નું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પોતાની સરકારની પ્રાથમિકતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ૨૮,૦૦૦ કિ.મી. લાંબા હાઇવે નેટવર્કના નિર્માણ માટે રૂ. ૩ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સરકાનું લક્ષ્ય હાઇવે, રેલવે, હવાઇ માર્ગ અને જળ માર્ગ છે. કૉંગ્રેસના રાજમાં ૧૨ કિ.મી. પ્રતિદિન બંધાતા હાઇવે હવે ૨૭ કિ.મી. પ્રતિ દિન બાંધવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ૧૦ કરોડ લોકોએ હવાઇ યાત્રા કરી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાલા માટે રૂ. ૫ લાખ કરોડ ફાળવવા સાથે બજેટમાં કૃષીને લગતા ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા માટે રૂ. ૧૪ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.

શેરડીના ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે એમને યોગ્ય ભાવ મળે એવાં પગલાં લીધાં છે.

અમારી સરકાર દલિતોના રક્ષણ માટે પ્રતિબધ્ધ છે અને એમને ઝડપી ન્યાય મળી રહે એ માટે ફાસ્ટટ્રેક સુનાવણી માટે ખાસ કોર્ટ બનાવવામાં આવી છે.

યોગી આદિત્યનાથના વખાણ કરતા મોદીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના અસામાજિક તત્ત્વો હવે સામે ચાલીને પોલીસને શરણે આવે છે અને ફરીથી ગેરકાનૂની કામ ન કરવાના સમ ખાઇ રહ્યા છે.

ગંગા સફાઇ કાર્યક્રમ વિશે મોદીએ જણાવ્યું હતું કે રૂ. ૨૧,૦૦૦ કરોડની ૨૦૦થી વધુ યોજનાઓ પર કામ શરૂ કરાયું છે.

વિરોધ પક્ષ ખેડૂતોના મુદ્દે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે અને ખેતરો કોન્ટ્રેક્ટ ખેતી માટે અપાયા હોવાની વાતો ફેલાવે છે, તમારે એના પર ધ્યાન ન આપવું.

ટ્રાંસપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે એક્સપ્રેસવે ૨૭ ટકા પ્રદુષણ ઘટાડશે અને ૪૧ ટકા ટ્રાફિક જામની સમસ્યા દૂર કરશે. ૯૧૦ દિવસની યોજના સામે હાઇવે માત્ર ૫૦૦ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે.

આવતા વર્ષે માર્ચ સુધીમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે તૈયાર થઇ જશે અને ત્યાર બાદ બંને શહેર વચ્ચેનો પ્રવાસ હાલના અઢી કલાકને બદલે માત્ર ૪૦ મિનિટનો થશે.