CIA ALERT

Blog - Page 681 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 9, 2018
munna.jpg
1min15460
ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં અંડરવર્લ્ડ ડૉન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની જેલમાં જ ગોળી મારી હત્યા કરાતાં ઉત્તર પ્રદેશ જેલ પ્રશાસનથી લઇને લખનૌના પોલીસ અધિકારીઓમાં સન્નાટો મચી ગયો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આજે તા.9મી જુલાઇને સોમવારે સવારે 5.30 વાગ્યે જેલ ખૂલ્યા બાદ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની હત્યા કરવામાં આવી હતી. મુન્ના બંજરગીની પત્નીએ 29 જૂનના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી જેલમાં મુન્ના બંજરગીની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. એ આશંકા સાચી ઠરી છે. સૌથી વધુ સવાલો જેલ પ્રસાશકો સામે જ ઉઠી રહ્યા છે.
આજરોજ તા.9મી જુલાઇએ પૂર્વ બસપા ધારાસભ્ય લોકેશ દીક્ષિતથી રંગદારી માંગવાના આરોપમાં બાગપત કોર્ટમાં મુન્ના બજરંગી હાજર થવાનો હતો. મુન્ના બજરંગીને રવિવારે ઝાંસી જેલથી બાગપત લાવવામાં આવ્યો હતો. તેણે તન્હાઈ બેરકમાં કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુંહેડાની સાથે રાખવામાં આવ્યો હતો.
સોમવાર તા.9મી જુલાઇએ મુન્ના બજરંગી કોર્ટમાં હાજર થવાનો હતો
મુન્ના બજરંગીનું અસલી નામ પ્રેમ પ્રકાશ સિંહ છે. તેનો જન્મ 1967માં ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના પુરેદયાલ ગાંમમાં થયો હતો. તેના પિતા પારસનાથ સિંહ તેણે ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવાના સપના જોયા હતા. પરંતુ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીએ પિતાના સપનાઓને ચકનાચુર કરી દીધા હતા. મુન્ના બજરંગીએ પાંચમા ધોરણમાં અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું. કિશોર અવસ્થા સુધી પહોંચતા તેણે એવા ઘણા શોખ લાગી ગયા જેના કારણે ગુનાઓની દુનિયામાં આવવા પૂરતા હતા.
July 9, 2018
dollarvsrupeee.jpg
1min7090

ડોલરમાં સતત મજબૂતાઈ, વિદેશી રોકાણપ્રવાહનો અભાવ અને ક્રૂડના ભાવમાં વૃદ્ધિની ચિંતાથી રૂપિયો ચાલુ સપ્તાહે ઘટીને 70 થવાનો અંદાજ બેન્કર્સે વ્યક્ત કર્યો છે. જોકે, RBI સ્થાનિક કરન્સીને ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, રૂપિયો 28 જૂને ડોલર સામે 69.10ની અત્યાર સુધીની નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. તા.5 જુલાઇને ગુરુવારે તે 68.95 અને તા.6 જુલાઇને શુક્રવારે 68.87ના મથાળે બંધ રહ્યો હતો.

રૂપિયો થોડા સમય માટે 70ના સ્તરે પહોંચશે, પણ ત્યાં લાંબો સમય ટકે તેવી શક્યતા નથી.” એક બેન્ક ટ્રેઝરરના જણાવ્યા અનુસાર જે કંપનીઓને વિદેશી વેપારી ઋણ (ECB) ચૂકવવાનું છે તે પણ ડોલર એકત્ર કરી રહી છે. અન્ય એક બેન્કરે જણાવ્યું હતું કે, “RBI રૂપિયાને 69.30ના સ્તરની નીચે નહીં જવા દે. જોકે, આ સ્તર તૂટશે તો સ્થાનિક ચલણ ઝડપથી 70ને સ્પર્શશે.”

બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રૂડના ઊંચા ભાવને કારણે રાજકોષીય ખાધ વધવાની ચિંતા તેમજ ઓઇલ કંપનીઓ અને આયાતકારો તરફથી ડોલરની માંગની અસરને કારણે રૂપિયો દબાણમાં રહેશે.

રિઝર્વ બેન્કે હંમેશા જણાવ્યું છે કે, રૂપિયા માટે તેણે કોઈ ટાર્ગેટ નક્કી કર્યું નથી, પણ ચલણની વોલેટિલિટીને અંકુશમાં રાખવા તે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગિરી કરે છે. 29 જૂનના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 406.058 અબજના સ્તરે હતું, જે RBI માટે ઘણું અનુકૂળ સ્તર છે.

વિશ્લષકોના જણાવ્યા અનુસાર ચીન અને અમેરિકા વચ્ચે ‘ટ્રેડ વોર’ના કારણે તમામ એશિયન કરન્સી પર દબાણ વધ્યું છે, પણ રૂપિયાનું પ્રદર્શન અત્યાર સુધીમાં સૌથી ખરાબ રહ્યું છે. ટ્રેડ વોરની ચિંતાના કારણે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના અહેવાલ મુજબ RBI દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ થાય ત્યારે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે. RBIએ 6 જૂને રેપો રેટ વધાર્યો ત્યારથી રૂપિયો 1.9 ટકા ઘટ્યો છે.

July 9, 2018
jee13.png
1min12290

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એમબીબીએસ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષા તેમજ એનઆઇટી, આઇઆઇટી જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ  કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન પરીક્ષા એક કેલેન્ડર વર્ષમાં બે વખત લેવાની જાહેરાત બાદ દેશમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે. કેમકે નીટ અને જેઇઇ બે વખત લેવાથી ફાયદો કોને થશે?, જાન્યુઆરીમાં નીટ આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ક્યારે અને કેવી રીતે મળશે? , ધો.12ની જે તે બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાતી હોય ત્યારે એ પહેલા જેઇઇ કે નીટની પરીક્ષા કોણ આપશે? વગેરે સવાલોના કોઇ જવાબ કેન્દ્ર સરકાર આપી શકતી નથી. નીટ અને જેઇઇ પરીક્ષા બે વખત લેવાની જાહેરાત બાદ યોગ્ય ગાઇડન્સના અભાવે સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉલ્ટાની વધુ ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે.

વિદ્યાર્થીઓ 12મું નહીં 13મું ધોરણ ભણતા થઇ જશે

સામાન્ય રીતે ભારતમાં ધો.10 માધ્યમિક અને ધો.11-12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને તેમના રસના વિષયો અનુસાર ગ્રેજ્યુએશન માટે કોલેજમાં પ્રવેશ મળે છે. પરંતુ, બે વખત નીટ અને જેઇઇ લેવાથી એક ભયસ્થાન એ પણ ઉપસ્થિત થયું છે કે વિદ્યાર્થીઓ  વધુ એક ચાન્સ મળે તેવી આશા સાથે ડિસેમ્બરની પરીક્ષા આપશે એટલે તેમનું એક વધારાનું વર્ષ શાળાકીય સ્કુલમાં વ્યતિત થશે અને એ રીતે ધો.12ની જગ્યાએ વધુ એક વર્ષ એટલે કે 13મું વર્ષ પણ ભણશે.

 

નીટ અને જેઇઇના પરીણામો જોયા પછી પણ વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી

હકીકતમાં નીટ અને જેઇઇ પરીક્ષાનું પરીણામ જોતા હાયર મેરિટ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને જ આઇઆઇટી કે એનઆઇટીમાં પ્રવેશ મળે છે. આ એક રિયાલિટી છે, વાસ્તવિક સ્થિતિ એવી પણ છે કે દર વર્ષે આઇઆઇટી, એનઆઇટીમાં ગુજરાતના ફક્ત 100 વિદ્યાર્થીઓ જ  પ્રવેશ પામી શકે છે, આમ છતાં હજારો વિદ્યાર્થીઓ ધો.11-12માં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસની કરોડો રૂપિયાની ફી ચૂકવે છે અને છેલ્લે 96 ટકા વિદ્યાર્થીઓએ જીટીયુ એફિલિયેટેડ કોલેજોમાં જ ગુજકેટને આધારે પ્રવેશ લેવો પડે છે. આવું દર વર્ષે જોવા મળે છે. આમ છતાં પછીના વર્ષના વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી અને તમામ જેઇઇ નીટની તૈયારીમાં કરોડો રૂપિયા વ્યય કરી બેસે છે.

હજુ સુધી જેનું કાગળ પર પણ અસ્તિત્વ નથી એવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)જ એનઇઇટી, જેઇઇ અને નેટના એન્ટ્રેન્સ એક્ઝામ કરાવશે. જે લોકો આ પરીક્ષા આપવા માગે છે તેમને વધુ ચાન્સ મળી રહે તેવો આશય તેમાં રહેલો છે, તેમ કેન્દ્રીય માનવ સંશાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું હતું. પરંતુ, આવી જાહેરાતને પગલે જે સવાલો ઉપસ્થિત થયા છે એ પેચીદા બન્યા છે.

સવાલ-1

ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇની પરીક્ષા આપશે કોણ? કેમકે ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરશે કે નીટ કે જેઇઇ પરીક્ષા આપશે?

સવાલ-2

ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇ પરીક્ષા આપ્યા બાદ જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થશે અને તેમાં સારો રેન્ક ધરાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ કોણ આપશે, અધવચ્ચેથી પ્રવેશ અપાશે તો સીટ્સ ક્યાંથી ઉપલબ્ધ થશે. અને જો શૈક્ષણિક વર્ષ અનુસાર જૂનમાં પ્રવેશ અપાશે તો વિદ્યાર્થીને ફાયદો શું થશે?

સવાલ-3

બે વખત નીટ કે જેઇઇ પરીક્ષા લેવાની યોજના ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે અસ્તિત્વમાં લાવવામાં છે કે જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે?

સવાલ-4

ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ બીજી વખતની નીટ કે જેઇઇની પરીક્ષામાં સારો સ્કોર લાવશે ત્યારે તેના મેરિટની ગણતરી બીજા વર્ષના ફ્રેશર્સ વિદ્યાર્થીઓની સાથે કેવી રીતે સરખામણી કરાશે?

July 7, 2018
rera.jpg
1min7450

રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (રેરા)ને એક વર્ષ થયું છે અને આમ છતાં સમગ્ર દેશમાં રેરાનો પૂરેપૂરો અમલ થઇ શક્યો નથી. કેટલીક રાજ્ય સરકારો આ ધારાને અમલ કરવામાં વિલંબ કર્યો છે અથવા તેની જોગવાઇ હળવી કરી છે. મહારાષ્ટ્રે પૂરી ભાવનાથી રેરાનો અમલ કર્યો છે અને મધ્યપ્રદેશ હવે તાલ મિલાવી રહ્યું છે, પરંતુ બીજા રાજ્યોમાં અમલીકરણ ધીમું છે. દેશમાં રેરા હેઠળ નોંધાયેલા આશરે 25,000 પ્રોજેક્ટ્સમાંથી 62 ટકા મહારાષ્ટ્રના છે. બંગાળ તદ્દન અલગ માર્ગ અપનાવ્યો છે. તેની સરકારે તેના પોતાના હાઉસિંગ કાયદા હાઉસિંગ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેશન એક્ટ (હીરા)નો અમલ કર્યો છે.

મોટાભાગના રાજ્યોએ વચગાળાના નિયમનકાર બનાવ્યા છે અ્ને રેરા હેઠળ કાયમી નિયમનકારી સંસ્થાની નિમણુક કરી નથી. રેરાના હજુ પ્રારંભિક દિવસો છે. તેથી તેના ધીમા અમલ પર ફોકસ કરવાનો કોઇ અર્થ નથી. ત્રણથી ચાર વર્ષ પછી રિયલ એસ્ટેટ સંપૂર્ણ પણે અલગ ઉદ્યોગ હશે. મહારાષ્ટ્રના રેરાના તાજેતરના ચુકાદાથી બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સમાં ખરીદદારના વિશ્વાસને પુન:સ્થાપિત કરવામાં સફળતા મળે છે. કેટલાંક ચુકાદા ફરિયાદ દાખલ કર્યાના ૩૦ દિવસમાં આવ્યા હતા.

પારદર્શકતામાં વધારો 

રેરાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તુલનાત્મક રીતે પારદર્શકતા આવી છે. ઉહાહરણ તરીકે બિલ્ડર્સ હવે બિલ્ટ-અપ અથવા સુપર બિલ્ટ અપ એરિયાને ટાંકને પ્રોપર્ટીની સાઇઝ અંગે ખોટી માહિતી આપી શકશે નહીં. હવે તમામ એગ્રીમેન્ટમાં કાર્પેટ એરિયાનો ઉલ્લેખ કરવા ફરજિયાત છે. ખરીદદારો રેરાની વેબસાઇટ પર તેમના પ્રોજેક્ટ્સના સ્ટેટસ, સાઇટ પ્લાન, વેચાયેલા મકાન, બાંધકામનો તબક્કો, પઝેશનની તારીખ વગેરેની માહિતી મેળવી શકે છે.

પ્રોજેક્ટ્સની તમામ વિગત સાથેની એક વેબસાઇટતી રિયલ્ટી ટ્રાન્ઝેક્શનમાં મોટી પારદર્શકતા આવે છે. ખરીદદારો સમાન બિલ્ડર્સના હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની માહિતી જોઇ શકે છે અને બિલ્ડર્સ પાસે વધુ પડતા પ્રોજેક્ટ્સ છે કે નહીં તેની વિગત મેળવી શકે છે.

સપ્લાયમાં ઘટાડો 

નવા પ્રોજેક્ટ્સની રજૂઆતમાં વિલંબ રેરાની પ્રારંભિક નેગેટિવ અસર છે. ડેવપલર્સ હવે વગરવિચાર્યે પ્રોજેક્ટ્સ લોન્ચ કરતા નથી. તેઓ નવા પ્રોજેક્ટ્સ અંગે ખૂબ સાવધ બન્યા છે અને સુનિશ્ચિત કરે છે કે લોન્ચ પહેલા તમામ મંજૂરી મળી જાય. સપ્લાયમાં હવે ફરી વધારો થઈ રહ્યો છે.

નબળા બિલ્ડર્સ પાસેથી મજબૂત બિલ્ડર્સ પ્રોજેક્ટ્સ લઈ રહ્યા છે, તેથી ઇન્ડસ્ટ્રી હવે ઓર્ગેનાઇઝ્ડ બની રહી છે. અને સપ્લાયમાં ટૂંક સમયમાં વધારો થશે.

શું આવા કોન્સોલિડેશનથી રિયલ્ટી બિઝનેસ અમુક ગણ્યાગાંઠ્યા બિલ્ડર્સ પાસે આવી જશે અને તેનાથી સેલર્સ માર્કેટનું સર્જન થશે?

નબળા અને ખરાબ બિલ્ડર્સ માટે આકરા જોગવાઈ છે. તેથી રેરાથી નાના અને સારા બિલ્ડર્સ માટે તક ઊભી થઈ છે. નાના અને સારા બિલ્ડર્સ નાણા સંસ્થાઓ પાસેથી ધિરાણ લઈ શકે છે. તેથી રેરાથી ખરેખર તો બજારનું વિસ્તરણ થઈ રહ્યું છે.

પઝેશન તારીખ 

રેરાથી પઝેશનની તારીખ લંબાઈ છે. પ્રોજેક્ટસમાં વિલંબ બદલ ભારે પેનલ્ટીથી બિલ્ડર્સ પઝેશન તારીખને લંબાવે છે. પ્રોજેક્ટ્સના બાંધકામના સમયે કેટલાંક મંજૂરી જરૂરી છે. બિલ્ડર્સને આવી મંજૂરીની ખાતરી ન હોય તો તેઓ પઝેશનની તારીખ લંબાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓથોરિટીને રેરા હેઠળ લાવવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અ્ને એપ્રુવલ સિસ્ટમ વધુ સરળ બનશે.

મોટા ભાગના બિલ્ડર્સ રેરાના નિયમો હેઠળ નિર્ધારિત તારીખ પહેલા પઝેશન આપશે, પરંતુ મૌખિક ખાતરી ખરીદદારો માટે જોખમી બની શકે છે. તેઓ જણાવે છે કે પ્રોજેક્ટસ રેરા એપ્રુવ્ડ હોવાથી ખરીદદારોએ ભાર મૂકવો જોઇએ કે બિલ્ડર્સ તમામ પ્રતિબદ્ધતા લેખિતમાં આપે .

રેરા જાદૂઈ છડી નથી 

રેરાની સાથે રિયલ એસ્ટેટમાં પારદર્શકતા આવી હોવા છતાં રેરામાં રજિસ્ટ્રેશન ધરાવતા તમામ પ્રોજેક્ટ્સ રોકાણને લાયક હોતા નથી. શેરબજારમાં જેમ તમામ કંપનીઓ રોકાણને લાયક હોતી નથી, તેમ રેરા હેઠળ નોંધાયેલા કેટલાંક પ્રોજેક્ટ્સ પણ રોકાણની લાયક ન હોય તેવી શક્યતા છે. રેરા હેઠળ નોંધાયેલા પ્રોજેક્ટ્સનું યોગ્ય મૂલ્યાંકન ફરજિયાત છે.

July 7, 2018
law1.jpg
1min13710

કાયદા પંચે સ્પોર્ટ્સમાં જુગાર અને સટ્ટાને નિયંત્રિત કરવા ભલામણ કરી છે. આજે સરકારને સુપ્રત કરવામાં આવેલા વિગતવાર અહેવાલમાં પંચે એવો અભિપ્રાય આપ્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવી શકાય તેમ ન હોવાથી તેને કાયદા દ્વારા નિયંત્રિત કરવી જ સારું રહેશે.

પંચના અહેવાલ પ્રમાણે સંસદ રાજ્યો માટે આદર્શ કાયદો ઘડી શકે છે અથવા તો બંધારણની કલમ 249 કે 252 હેઠળ તેને મળેલી સત્તાઓનો પ્રયોગ કરીને કાયદો ઘડી શકે છે. આ કલમ હેઠળ કેન્દ્ર સરકારને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં રાજ્યના વિષયમાં કાયદો ઘડવાની સત્તા છે.

પંચે જુગાર માટે 18 વર્ષની લઘુતમ વય નિર્દિષ્ટ કરી છે. તેણે એવી પણ ભલામણ કરી છે કે જુગાર અને સટ્ટાના તમામ વ્યવહારોને ઓપરેટર અને ખેલીના આધાર કે પાન કાર્ડ સાથે લિન્ક કરવા જોઇએ. અહેવાલમાં તો એમ પણ જણાવાયું છે કે કેસિનો/ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા એફડીઆઇ નીતિ પણ હોવી જોઇએ. મેચ ફિક્સિંગ અને સ્પોર્ટ્સ ફ્રોડને કડક સજા સાથે ફોજદારી ગુનો ગણવો જોઇએ એવું સૂચન કરવામાં આવ્યું છે.

પંચનું વડપણ ધરાવતા ન્યાયમૂર્તિ (નિવૃત્ત) બી એસ ચૌહાણે એવો મત વ્યક્ત કર્યો છે કે જુગાર પર નિયંત્રણ લાદવાથી છેતરપિંડી અને મની લોન્ડરિંગને શોધી કઢાશે. જોકે પંચના એક સભ્યએ બહુમતી અભિપ્રાય સામે વિરોધી સૂર વ્યક્ત કર્યો છે. પ્રોફેસર એસ સિવાકુમારે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે પંચ સમક્ષ સ્પોર્ટ્સમાં સટ્ટાનો મુદ્દો ક્યારેય રીફર ન કર્યો હોવાથી પંચનો અહેવાલ સર્વગ્રાહી ન કહી શકાય.

July 7, 2018
alison2.jpg
1min6380

વિમ્બલ્ડનમાં તા.6 જુલાઇને શુક્રવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન સ્પેનની ગાર્બિન મુગુરુઝાને હરાવનાર બેલ્જિયમની ૨૪ વર્ષીય ખેલાડી ઍલિસન વૅન ઉઇતક્વેન્ક ટેનિસજગતની જાણીતી લેસ્બિયન ખેલાડી છે. તે પોતાના જ દેશ બેલ્જિયમની ૨૦ વર્ષીય ટેનિસ ખેલાડી ગ્રીત મિનેન સાથે સજાતીય સંબંધો ધરાવે છે અને એનો એકરાર તેઓ બન્ને ખેલાડીઓ જાહેરમાં કરી ચૂકી છે. ઍલિસને તા.6 જુલાઇએ સ્પેનની વિશ્વની ત્રીજા નંબરની મહિલા ટેનિસ ખેલાડી મુગુરુઝાને ૫-૭, ૬-૨, ૬-૧થી હરાવ્યા પછીની અખબારી મુલાકાતમાં કહ્યું હતું કે ‘મને લેસ્બિયન હોવાનો ગર્વ છે. આ કોઈ રોગ નથી. મેં અને ગ્રીટે અમારી વચ્ચેના સંબંધોને ગુપ્ત રાખવાનું ક્યારેય નહોતું વિચાર્યું. અમારી વચ્ચે આ સંબંધો હોવા બદલ અમને આનંદ છે. લોકોને એ વિશે કહેવામાં અમને કોઈ શરમ પણ નથી આવતી’ વર્તમાન ટેનિસમાં સ્વિડનની યોહાન્ના લાર્સન અને નેધરલૅન્ડ્સની રિચેલ વૅન હૉગેનકેમ્પ પણ લેસ્બિયન છે.

July 7, 2018
mugu2.jpg
1min7770

વિશ્વની સૌથી પ્રસિદ્ધ લોન ટેનિસ સ્પર્ધા વિમ્બલ્ડનમાં મેજર અપસેટ સર્જાયો છે. ગત વર્ષની ચેમ્પિયન મહિલા સ્પેનની મુગુરઝા બીજા જ રાઉન્ડમાં સ્પર્ધાની બહાર થઇ જતા ચાહકોમાં પણ નારાજગી પ્રવર્તી ઉઠી છે.

વિમ્બલ્ડનની સિંગલ્સમાં તા.6 જુલાઇએ મહિલાઓના વર્ગમાં ટોચની આઠ ક્રમાંકિતોમાં ગાર્બિન મુગુરુઝા આ વખતે સ્પર્ધામાંથી વહેલી બહાર થઈ જનારી છઠ્ઠી ખેલાડી બની હતી. બેલ્જિયમની વિશ્વની ૪૭મા નંબરની ઍલિસન વૅન ઉઇતક્વેન્કે થર્ડ-સીડેડ સ્પેનની મુગુરુઝાને બીજા રાઉન્ડમાં ૫-૭, ૬-૨, ૬-૧થી હરાવીને સ્પર્ધાની બહાર કરી દીધી હતી.

ટોચની આઠ ક્રમાંકિત ખેલાડીઓમાં હવે ફક્ત ટૉપ-સીડેડ અને વર્લ્ડ નંબર વન સિમોના હાલેપ અને સેવન્થ-સીડેડ કરોલિના પ્લિસકોવાની વિજયકૂચ ચાલુ રહી છે.

પુરુષોમાં રાફેલ નડાલ અને નોવાક જૉકોવિચ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા.

વર્લ્ડ નંબર વન નડાલે કઝાખસ્તાનના મિખાઇલ કુકુશ્કીનને ૬-૪, ૬-૩, ૬-૪થી હરાવી દીધો હતો. તાજેતરમાં ઘૂંટણની ઈજામાંથી મુક્ત થયેલા જૉકોવિચે આર્જેન્ટિનાના હૉરેસિયો ઝેબાલોસને ૬-૧, ૬-૨, ૬-૩થી હરાવ્યો હતો.

July 6, 2018
pr1-1280x803.jpg
1min17480

ઇન્સ્ટાગ્રામ પર બોલીવુડ અને હોલીવુડમાં હીટ થઇ રહેલી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાના સૌથી વધુ ૨.૫ કરોડ ફૉલોઅર્સ થઇ ચૂક્યા છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પચીસ મિલ્યન એટલે કે ૨.૫૦ કરોડ ફૉલોઅર્સ થયા છે. તેણે દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી દીધી છે. દીપિકાના ફૉલોઅર્સ વધુ હતા, પરંતુ હવે પ્રિયંકાએ બાજી મારી લીધી છે. પ્રિયંકા તેની અમેરિકન ટીવી-સિરિયલ ‘ક્વૉન્ટિકો’ અને હવે તેના અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનાસને લઈને સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. તે પહેલી સેલિબ્રિટી છે જેના ઇન્સ્ટાગ્રામ પર આટલા ફૉલોઅર્સ છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર ૨૫ મિલ્યન ફૉલોઅર્સ થતાં પોતાની પ્રોફાઇલને શૅર કરતાં લખ્યું હતું કે ‘૨૫ મિલ્યન સ્ટ્રૉન્ગ ફૉલોઅર્સ. તમારા પ્રેમ બદલ આભાર. હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું.’

 

priyanka

 

 

July 6, 2018
isro.jpg
1min5160

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ અવકાશયાત્રીઓને તાકીદની પરિસ્થિતિમાં ઉગારવા માટેની નવી ડિઝાઇનવાળી ક્રૂ એસ્કેપ સિસ્ટમની 5 જુલાઇ 2018ના દિને સફળ ફ્લાઇટ ટેસ્ટ કરી હતી.

ઇસરોએ જણાવ્યું હતું કે ક્રૂ એસ્કેપ સિસ્ટમના યોજાનારા શ્રેણીબદ્ધ પરીક્ષણમાંનું આ સૌપ્રથમ પરીક્ષણ હતું. અવકાશયાન છોડવાની કામગીરી અચાનક રદ કરવી પડે તો એવા તાકીદના સમયે અવકાશયાત્રીઓને ક્રૂ મૉડ્યુલ સાથે લૉન્ચ વેહિકલથી સલામત સ્થળે લઇ જવા માટેની આ ખાસ યંત્રણા તૈયાર કરાઇ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનની યાદીમાં જણાવાયું હતું કે લૉન્ચ પૅડ ખાતે કોઇ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો ક્રૂ મૉડ્યુલને ઝડપથી સલામત સ્થળે ખેંચી જવા તૈયાર કરાયેલી પ્રથમ ‘પૅડ અબૉર્ટ ટેસ્ટ’ સફળ રહી હતી.

July 6, 2018
kr2.jpg
1min14520

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ કૉંગ્રેસ-જેડી (એસ) યુતિ સરકારના પહેલા બજેટમાં રૂ. 34,000 કરોડની લોન માફી યોજનાની જાહેરાત કરતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. કુમારસ્વામીએ સંપૂર્ણ સરકારની રચનાના 24 કલાકમાં ખેડૂતો માટે બધા પ્રકારના પાક માટેની લોન માફી જાહેર કરવાની આપેલી ખાતરીની યાદ અપાવી હતી.

વિધાનસભામાં બજેટ રજૂ કરતાં કુમારસ્વામીએ જણાવ્યું હતું કે તેમણે લોનની રકમ રૂ. બે લાખ જેટલી મર્યાદિત રાખી છે કારણ કે વધુ કિંમતના પાક માટેની લોન માફી આપવાનું ઉચિત નથી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યને એક પક્ષની સરકારનો જનાદેશ મળ્યો નહીં હોવા છતાં મને યુતિ સરકારની રચના કરવાની અને મુખ્ય પ્રધાન તરીકે કામ કરવાની તક મળી છે. તેમણે જણાવ્યું હતું કે મેં પહેલા તબક્કામાં 2017ના 31 ડિસેમ્બર સુધીમાં પાક લોન ચૂકવવામાં નિષ્ફળ ગયેલા ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત લોનની ભરપાઈ રકમ અથવા રૂ. 25,000 બેમાંથી જે ઓછી રકમ હોય તે ખેડૂતના ખાતામાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સમયસર લોનની ચૂકવણી કરનારા ખેડૂતોને મદદરૂપ બની રહે.

પાક લોન માફી યોજનાને લીધે ખેડૂતોને રૂ.34,000 કરોડ જેટલો લાભ મળશે. જેડી(એસ)એ વિધાનસભાની ચૂંટણીઢંઢેરામાં આપેલા વચનનું પાલન સરકારે કર્યું છે.

લોન માફી યોજનાને લીધે સરકાર પર પડનારા મોટા બોજને અનુલક્ષીને મુખ્ય પ્રધાને પેટ્રોલની કિંમતમાં લિટરદીઠ રૂ. 1.14 અને ડીઝલની કિંમત લિટર દીઠ રૂ. 1.12 જેટલો વધારો કરવા સહિત અન્ય વેરા વધારવાની જાહેરાત કરી હતી.

જોકે એક કાંટાળા પ્રસ્તાવમાં ઇંધણ અને વીજળી પરના વેરામાં વધારો કરવાની રજૂઆત કરી છે. બજેટમાં દેશી દારૂ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં 18 સ્લેબમાં 4 ટકા વધારવાની દરખાસ્ત રજૂ કરી હતી.