CIA ALERT

Blog - Page 658 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 14, 2018
drugs.jpg
1min5850

રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ મામલે એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ના માર્ગદર્શન હેઠળ એસઓજી (સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ) કાર્યવાહી કરશે. તાજેતરમાં ગુજરાતમાં નશાના પદાર્થના કેસમાં વધારો થયો છે જે ચિંતાનું કારણ છે. આ માટે કૉલેજ અને સ્કૂલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

ગુજરાતને નશામુક્ત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તેમ જ નશાબંધીના ભંગ માટેની પ્રવૃત્તિઓ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સ્કૂલ અને કૉલેજ કેમ્પસમાં ખાસ કાર્યક્રમ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજ કેમ્પસને નશામુક્ત કરવાની સાથે સાથે ચેઇન સ્નેચર્સ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૩થી સતત ગુજરાતમાં ડ્રગ્સની રેડમાં વધારો થઇ રહ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૩માં ૬, વર્ષ ૨૦૧૪માં ૭, વર્ષ ૨૦૧૫માં ૬, વર્ષ ૨૦૧૬માં ૯, વર્ષ ૨૦૧૭માં ૧૦ અને ચાલુ વર્ષના છ મહિનામાં જ ૬ રેડ થઇ ચૂકી છે. આ સમગ્ર આંકડા પરથી માલૂમ પડે છે કે, ડ્રગ્સ ગુજરાતના યુવાધનને કઇ રીતે બરબાદ કરી રહ્યું છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ચાલુ કરવામાં આવેલી

ટ્રાફિક ડ્રાઇવ મામલે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રાજ્યભરમાં આ ટ્રાફિક ઝુંબેશ ચાલુ જ રહેશે. આ માટે અમદાવાદ અને સુરત શહેરમાં એસઆરપીની વધારે કંપનીઓ ફાળવવામાં આવશે. ટ્રાફિક ડ્રાઇવ માટે પોલીસ કમિશનરો અને એસપીને સૂચનાઓ આપવામં આવી છે. સાથે જ તેમણે લોકોને પણ આ ઝુંબેશમાં સહકાર આપવાની અપીલ કરી હતી.

August 14, 2018
download.png
1min5820

તમે ક્યાં જાઓ છો અે જાણવા ગૂગલ એટલું ઉત્સુક રહે છે કે તમે ના પાડો તો પણ તે તમારી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે છે.

એસોસિયેટેડ પ્રેસ-એપી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવ્યું હતું કે તમારી ગુપ્તતાની જાળવણીની ખાતરી આપતી પ્રાઈવસી સૅટિંગનો તમે ઉપયોગ કર્યો હોય તો પણ તમે ક્યાં છો તેની માહિતીનો ઍન્ડ્રોઈડ અને આઈફોન પરની અનેક ગૂગલ સેવા સંગ્રહ કરે છે.

એપીની વિનંતીને પગલે પ્રિન્સટનસ્થિત કમ્પ્યુટર સાયન્સના સંશોધકોએ તપાસના આ તારણોને સમર્થન આપ્યું હતું.

તમે ક્યાં છો એ સ્થળની માહિતી માટે મોટાભાગે ગૂગલ પરવાનગી માગે છે. ગૂગલ મૅપ જેવી ઍપનો તમે ઉપયોગ કરો તો તે પણ તમે ક્યા સ્થળે છો તેની માહિતી એકઠી કરવા માટે પરવાનગી લેવાનું યાદ કરાવે છે. જો તમે ક્યા સ્થળે છો તેનું રૅકોર્ડિંગ કરવાની સહમતી દર્શાવો તો અને ભવિષ્યમાં તમે ક્યારેક એ અંગેની જાણકારી માગો તો ગુગલ મૅપ તમારી દૈનિક ગતિવિધિઓની હિસ્ટ્રી દર્શાવે છે.

તમારી મિનિટે મિનિટની ગતિવિધિઓનું માહિતી સંગ્રહી રાખવી તમારી અંગતતા સામે જોખમ ઊભું કરી શકે છે અને શંકાસ્પદ લોકોને શોધી કાડવા પોલીસ તેનો ઉપયોગ કરી શકે છે. જોકે ગૂગલનું કહેવું છે કે કોઇપણ સમયે તમે લૉકેશન હિસ્ટ્રીને ટર્નઑફ કરી શકો છો અને ત્યાર બાદ તમે ક્યા સ્થળે જાઓ છો તેની માહિતીનો સંગ્રહ નથી થતો.

August 13, 2018
i8.jpg
1min9770

પસંદ થયેલ બાળકોનેઇન્ટરનેશનલ રનવે શોમાં જાણીતા બ્રાન્ડ્સ અને ડિઝાઇનર્સ માટે રેમ્પવોકની તક મળશે

સુરત:ઇન્ડિયા કિડ્સ ફેશન વીક સીઝન 6માટે સુરત ખાતે સફળતાપૂર્વક ઓડિશન યોજાયું હતું. એ.ડી.એફ. ઇન્સ્ટિટ્યૂટખાતે યોજાયેલ ઓડિશનમાં 150જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જે તમામને ગુજરાતના પહેલા મહિલા ફેશન કોરિયોગ્રાફર તેમજ ઇન્ટરનેશનલ બ્યુટી પેઝેન્ટ માટેના ટ્રેઇનર અને ગ્રૂમર મંજુલા અને રિકી દ્વારા ટ્રેઇન કરાયા હતા. આ ઓડિશનમાં જૂરી તરીકે કિરણ પાજવાની અને પુનીત ઉપસ્થિત રહ્યા હતા.

ઓડિશનના અંતિમ રાઉન્ડ બાદ પસંદ થયેલા બાળકોને ઇન્ટરનેશનલ રનવે શોમાં જાણીતી બ્રાન્ડ્સ અને ડિઝાઇનર્સ માટે રેમ્પવોક કરવાની તક મળશે. આગામી 15મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે ઓડિશનયોજાશે. જેમાં જૂરી તરીકે મંજુલા અને રિકી ઉપસ્થિત રહેશેજેઓએ આજ સુધી 500 થી વધુ બાળકોને ટ્રેઇન કર્યા છે.

 

-x-x-x-x-

August 13, 2018
piy.jpg
1min16520

સુરત :પર્સનાલિટીના ક્ષેત્રે સફળતાના ગુરુ કહેવાતા પૂજા અને પિયુષ વ્યાસ દ્વારા નવા કન્સેપ્ટ શો કેસ અને ડિગ્નિટિ વોક સાથે એક અનોખા બ્રાન્ડ શો કેસનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુમસ રોડ સ્થિત અવધ ક્લબ ખાતે ભવ્ય રીતે આ કાર્યક્રમ યોજાયો હતો.

પહેચાન-2018-સ્ટેમ્પ યોર આઇડેન્ટિટી કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ થી માંડીને અલગ-અલગ કાર્યક્રમ માં સફળ થયેલા મહાનુભાઓએ પોતાની સફળતા ગાથા વર્ણવી હતી જેમાં ડો અતુલ અભ્યંકર, શ્રી અરવિંદ તેજાણી,શ્રી જસમત વિડિયા,શ્રી કનુભાઈ ટેલર, ડો નીરજ ગોએંકા, સીએ રવિ છાવછરિયા,શ્રી હિરેન કાકડિયા,શ્રી વિલિશ પટેલ,શ્રી હર્ષદ પંડ્યા,શ્રી રાજેન્દ્ર શેઠ,શ્રી અમીશમાલજી,શ્રી વિજય કલાલ,શ્રી મુકેશ પટેલે પોતાની સક્સેસ સ્ટોરી ની સાથે અત્યાર સુધીની સફર વર્ણવી હતી.

આ વખતની સિઝનમાં મુંબઈની સેલિબ્રિટી શુભ મલ્હોત્રા તથા વિશાલ કપૂર જેવા લોકોએ ભાગ લીધો હતો. તેમના દ્વારા તેમના જીવનમાં ઉતાર-ચઢાવ, સફળતા તેમ જ અંગત વાતો સાથે અત્યાર સુધીની સફર વર્ણવી હતી. મિસિસ ટિઆરા ઈન્ડિયાનુ 2018તાજેતરમાં જ ટાઇટલ મેળવ્યા બાદ શ્રીમતી પૂજા વ્યાસે સુરતની પ્રતિસ્થિત કપડા તેમજ જ્વેલરીની બ્રાન્ડને એક અનોખો અંદાજ સાથે બ્રાન્ડ શો કેસના નામ સાથે જેમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ જેમણે ફેશન વોકની તાલીમ અને માર્ગદર્શન આપી પ્રતિસ્થિત બ્રાન્ડ માટેનુંકેટવોક કરાયું હતું. તેમને માર્ગદર્શન અને તાલીમ આપી હતી.

આ અંગે પિયુષ વ્યાસે જણાવ્યું હતું કે કંપની ને સૌ કોઈ ઓળખે છે પરંતુ એ બ્રાન્ડની સક્સેસ સ્ટોરી શું છે? કંપનીણે બનાવનાર વ્યક્તિની મહેનત અને દિશાદ્રષ્ટિ શું હતી તે ભાવિ પેઢીને ખબર પડે તે માટે પહેચાન-2018-સ્ટેમ્પ યોર આઇડેન્ટિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે પૂજા વ્યાસે જણાવ્યું હતું કે સામાન્ય રીતે હંમેશા બ્રાન્ડની ધારણા હોય છે. તેમજ માર્કેટિંગ પ્રોફેશનલ મોડલ દ્વારા જ કરાવવું જોઈએ. જ્યારે બ્રાન્ડ શોકેસમાં દરેક રંગ, રૂપ કે વજનની યુવતી તેમજ મહિલાઓની પસંદગી રેમ્પ માટે કરાઇ હતી.કારણ કે પૂજા વ્યાસ માને છે કે દરેક મહિલા સુંદર છે અને ખાસ છે. બ્રાન્ડની પ્રોડક્ટ કે સર્વિસની ખરીદી કરતી હોય છે.

-x-x-x-x-

 

August 13, 2018
textile-1-1280x960.jpg
1min6300
आज दिनांक 13 अगस्त को दोपहर 12 बजे पुलिस कमिशनर सुरत शहर श्री सतीश शर्मा के साथ फोस्टा एवं मार्केट एसोसिएशन के पदाधिकारियों कि अहम बेठक हुईथी. यह मिटींग बहूत ही सुखद और फलदायी रही एैसा श्रीरंगनाथ सारड़ाने सी.आइ.ए. को बताया था.
पुलिस कमिशनर के साथ हूई बेठकमां लिए गए फैंसले के बारे में जानकारी देते हुए श्री रंगनाथ सारड़ाने बताया कि 1) फ़्री पार्किंग ( विज़िटर्स मालवाहक) के लिए एक घंटे कि अवधि के लिए दिया जाएगा. पार्किंग किए गए वाहन में उसी मार्केट के व्यापारी का माल होना जरूरी होगा ।
2) Pay and park के लिए अगर किसी मार्केट ने अलग से जगह ले रखी है तो उस जगह पर पार्किंग चार्ज वसूल कर सकते है ।
3) अगर कोई एक घंटे के बाद या अन्य मार्केट के माल को लेकर (जिसमें गुजरात हाईकोर्ट के आदेश का उल्लंघन नहीं होता है) जोर-जबरदस्ती करता है तो तुरंत पुलिस को सूचित करें ।।
आज मिटिंग में मनोज अग्रवाल, राजेश अग्रवाल, रंगनाथ सारड़ा, जयलाल, दिनेश कटारिया, जगदीश गोयल, फूलचंद राठौड़, मनोहरसिंह, रामरतन वोहरा, भंवरलाल जांगीड़ व 451 मार्केट के सेक्रेटरी आदि मौजूद थे।
August 13, 2018
yogichok-1-1280x721.jpg
1min5920

વરાછાના યોગીચોક ખાતે બિલ્ડરના ઇશારે ડિમોલિશનની હરકત થતાં મામલો ગરમાયો હતો

શહેરના વરાછા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત યોગી ચોક વિસ્તારમાં મોટા ગજાના બિલ્ડર ગણાતા હિન્દવા ગ્રુપના એક પ્રોજેક્ટને નડતર રૂપ સ્થાનિક સોસાયટીવાસીઓની દિવાલ તોડવા માટે સુરત મહાનગરપાલિકાએ કાર્યવાહી કરતા મોટું ટોળું એકત્રિત થઇ ગયું હતુ અને સુરત મહાનગરપાલિકાએ કામગીરી પડતી મૂકવી પડી હતી.

સમગ્ર મામલા અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વરાછાના યોગીચોક ખાતે આવેલી પેરેડાઇઝ રેસિડેન્સી પ્રોજેક્ટના રહેવાસીઓએ તેમના મંજૂર પ્લાન અનુસાર એક દિવાલનું ચણતર કરાવ્યું હતું. આ પ્રોજેક્ટને અડીને જ અનુપમ બિઝનેસ હબ નામે હિન્દવા ગ્રુપનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અનુપમ બિઝનેસ હબ પ્રોજેકટ માટે પેરેડાઇઝ સોસાયટીવાસીઓએ ચણેલી દિવાલ નડતરરૂપ હોઇ મોટા ગજાના બિલ્ડરોએ પાલિકાના એક અધિકારી સાથે સાંઠગાંઠ કરીને આજે દિવાલનું ડિમોલિશન કરવાની પેરવી કરાવી હતી. જેની સામે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોતજોતામાં એકત્રિત થઇ ગયેલા ટોળાએ પાલિકા સ્ટાફ અને  મુકેશ નામના બિલ્ડરનો હૂરીયો બોલાવ્યો હતો. મામલો ગરમાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ તુરત ડિમોલિશન પડતું મૂકવું પડ્યું હતું.

ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ હિન્દવા ગ્રુપ દ્વારા પ્રોજેક્ટના પહેલી વખતના મંજૂર પ્લાનમાં રિવાઇઝ કરીને કેટલીક ગેરરીતિ આચરવામા ંઆવી છે જે અંગે પણ તપાસ કરવા માટે સ્થાનિક રહેવાસીઓએ પાલિકાને રજૂઆત કરી છે. સુરત મહાનગરપાલિકાએ સોસાયટીવાસીઓની દલીલને માન્ય રાખતા 5 દિવસમાં આ મુદ્દાનું નિરાકરણ લાવવા અંગે જણાવ્યું છે.

August 13, 2018
advt.jpg
1min6180

આ વખતની તહેવારોની સીઝન ભારે ધૂમધડાકાભરી બની રહે તેવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તહેવારોના મૂડમાં ભારતીયો અનેક ગણું શોપિંગ કરી લેતા હોય છે, ફક્ત જરૂર હોય છે તેમના સુધી પ્રોડક્ટને યેનકેન પ્રકારે પહોંચાડવાની અને એ પણ આકર્ષક ઓફર સાથે. તહેવારોમાં રીતસરનું એડવર્ટાઇઝમેન્ટ વોર જોવા મળશે કેમકે દેશભરમાં તહેવારો દરમિયાન જુદી જુદી કંપનીઓ દ્વારા અંદાજે રૂ.25 હજાર કરોડનો ખર્ચ ફક્ત જાહેરાતો પાછળ કરવાનું પ્લાનિંગ હાથ ધરી દીધું છે. ભારતીય કંપનીઓ દ્વારા એડ્વર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને પ્રમોશન્સ પાછળ ₹25,000 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. કોર્પોરેટ જગત 2017 કરતાં આ વખતે 10 ટકા વધુ ખર્ચ કરશે એમ દેશના મુખ્ય મીડિયા પ્લાનર્સે જણાવ્યું હતું.

નિષ્ણાંતોના મત મુજબ આ વખતની તહેવારોની સીઝન સારી જશે અને બે આંકડાના તંદુરસ્ત વૃદ્ધિદરની અપેક્ષા છે. એકંદરે 10-12 ટકા વૃદ્ધિનો મારો અંદાજ છે. ગ્રાહકો દ્વારા ખર્ચમાં વધારો થયો છે, પરિણામે હું માનું છું કે, આગામી મહિનાઓમાં સેન્ટિમેન્ટ તેજીમય બનશે.
નવેમ્બર 2016માં સરકારે નોટબંધી લાગુ કરી હતી અને ત્યાર પછીના વર્ષે જુલાઈમાં GST અમલી બન્યો હતો, જેથી છેલ્લાં બંને વર્ષની તહેવારોની સીઝન નરમ રહી હતી પરંતુ આ વખતે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ તેજીમય રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું છે એટલે કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષા છે, પરિણામે ગ્રાહક-આધારિત ઉદ્યોગોમાં આશાવાદ વધ્યો છે. ગ્રામ્ય માર્કેટમાંથી માંગ વધી રહી છે, એટલે તેની સાથે સંકળાયેલાં સેક્ટર્સમાં વૃદ્ધિ જોવા મળશે. ગ્રામ્ય માંગ અને સારા વરસાદને કારણે જે સેક્ટર્સને મહત્તમ ફાયદો થવાની અપેક્ષા છે તેમાં FMCG, ઓટોમોબાઇલ અને ટુ-વ્હીલર તથા હેન્ડસેટ સેક્ટરનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઇ-કોમર્સ વેબસાઇટ્સ દ્વારા આ વખતના તહેવારોમાં તગડાં ડિસ્કાઉન્ટ્સની ઓફર થવાથી વેચાણ વધશે.

પ્રબળ આશાવાદને કારણે નવી કંપનીઓ પણ એડ્વર્ટાઇઝિંગ કરે તેવી શક્યતા છે. “આ વર્ષે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ જેવી કેટલીક નવી ડિજિટલ એન્ટરટેઇન્મેન્ટ કંપનીઓ જોવા મળશે. આ કંપનીઓ તહેવારોની સીઝનમાં ખર્ચ કરે તેવી ધારણા છે.” એમ ભસિને ઉમેર્યું હતું.

 

August 13, 2018
sapu4-1280x622.jpg
1min17590

જયેશ બ્રહ્મભટ્ટ

ખાણીપીણી-હરવા ફરવાના શોખીન સુરતીઓને હવે ચોમાસામાં મોન્સુન ટ્રીપનું ઘેલું લાગ્યું છે. શ્રાવણ માસના પહેલા વીકએન્ડ એટલે કે ગઇ તા.11 અને 12 ઓગસ્ટના રોજ સુરતીઓ સાપુતારામાં એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે જાણે કિડીયારું ઉભરાયું હોય. સાપુતારાથી મળેલી તસ્વીરો નિહાળશો તો સ્વયં સ્થિતિ પામી જશો કે શનિ રવિની રજાઓ દરમિયાન સાપુતારા જામ-પેક્ડ હતું.

સાપુતારામાં આવતા સહેલાણીઓ સુરતી જ હતા એવું કેવી રીતે પામી શકાય, એવો પ્રશ્ન સાહજિક થાય. સાપુતારાના પબ્લિક પાર્કિંગ પ્લેશ તેમજ અન્ય સ્થળોએ પાર્ક કરાયેલા વાહનોના નંબરનું રેન્ડમ ચેક કરવામાં આવતા દર 10માંથી 9 ગાડી સુરત પાસિંગની જોવા મળી હતી. એ સ્થિતિ સૂચવે છે કે સાપુતારામાં ગયા વીકએન્ડમાં ઉમટેલા પ્રવાસીઓ પૈકી 90 ટકા સુરતીઓ હતા.

આ તસ્વીરો સિમલાની નથી સાપુતારાની છે

જ્યાં જુઓ ત્યાં ટુરીસ્ટથી છલકાતું હતું સાપુતારા

સાપુતારામાં જાણે રસ્તાઓની પહોળાઇ રાતોરાત ઘટી ગઇ

સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખાણીપીણીની કેબિનોમાં માલ ખૂટી ગયો

સોશ્યલ મિડીયા પર સાપુતારાના જ પિક્સ જોવા મળે

વીતેલા વીકએન્ડની વાત કરીએ તો સાપુતારાની મોન્સુન સ્મોલ ટ્રીપ પર ગયેલા શોખીન સુરતીઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં ખાણીપીણી, મોજમજા તો કરી જ સાથે સેંકડોની સંખ્યામાં ફોટોગ્રાફ્સ પણ પાડ્યા અને તેને મોટી સંખ્યામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જેવા સોશ્યલ મિડીયામાં અપલોડ કર્યા. વીકએન્ડમાં સાઉથ ગુજરાતના સોશ્યલ મિડીયા સર્કલમાં સાપુતારા પણ ટ્રોલિંગમાં જોવા મળ્યું હતું.

August 13, 2018
somnath-1.jpg
1min5930

લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનું નિધન થયું છે. 89 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. સોમનાથ ચેટર્જી લાંબા સમયથી બીમાર હતા. હાર્ટ એટેકેને કારણે તેમની સ્થિતિ વધુ બગડી, જે બાદ તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સોમનાથ ચેટર્જી 1968માં સીપીએમના સભ્ય બન્યા હતા.

સોમનાથ ચેટર્જી કિડનીની બીમારીથી પીડિત હતા. 10 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. આ પહેલા 28 જૂને મગજમાં રક્તસ્રાવને કારણે પણ તેમની સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર માટે પાંચ સભ્યોના મેડિકલ બોર્ડને નિયુક્ત કરાયું હતું, જે તેમની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા હતા.

સોમનાથ ચેટર્જીનો જન્મ આસામના તેજપુરમાં 26 જુલાઈ, 1929ના રોજ થયો હતો. તેઓ હિંદુ મહાસભાના સંસ્થાપક્ષ અધ્યક્ષ નિર્મલચંદ્ર ચેટર્જીના પુત્ર હતા. તેમનું શરૂઆતનું શિક્ષણ કોલકાતા અને ઉચ્ચ શિક્ષણ કેમ્બ્રિજ યુનિવર્સિટિમાં થયું. શ્રમિક નેતા અને વકીલની સાથે સાથે સોમનાથ ચેટર્જી પ્રભાવશાળી વક્તા પણ હતા. 1989 અને 2004 સુધી લોકસભામાં તેઓ સીપીએમના સંસદીય દળના નેતા રહ્યા. 2004માં સર્વસંમતિથી તેઓ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા.

સોમનાથ ચેટર્જી 1871માં પહેલી વખત સાંસદ બન્યા, જે બાદ તેમણએ રાજકારણા જુદા જુદા ક્ષેત્રમાં સફળતા મેળવી. ચેટર્જી દસ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. 35 વર્ષમાં સાંસદ તરીકે દેશ સેવા કરી અને 1996માં તેઓ સર્વશ્રેષ્ઠ સાંસદના પુરસ્કારથી સન્માનિત થયા. સર્વશ્રેષ્ઠ સાંસદ રહી ચૂકેલા સોમનાથ ચેટર્જી પ.બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી. પરંતુ ચેટર્જી એક જ વખત ચૂંટણી હાર્યા. જેમાં તેમનો પરાજય મમતા બેનર્જી સામે થયો હતો. 1984માં જાદવપુર બેઠક પર થયેલી લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ ત્યારે સીપીએમના કદાવર નેતાને પરાજય આપ્યો હતો.

સોમનાથ ચેટર્જી સિદ્ધાંતવાદી અને પ્રામાણિક વ્યક્તિ હતા. જ્યારે સરકારી કામ માટે વિદેશ જવું પડતું, ત્યારે તેઓ પરિવારજનોનો ખર્ચ જાતે ઉઠાવતા હતા. એટલું જ નહીં સ્પીકર તરીકેની કામગીરી દરમિયાન પણ તેમમે પોતાના સરકારી આવાસમાં થતા સરકારી ખર્ચ ઓછા કરી દીધા હતા.

August 13, 2018
vnsgu.jpg
1min12600

Jayesh Brahmbhatt   

Executive Editor CIA live.  98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી કુલપતિ પદે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ છે ત્યારથી ક્યારેય તેમનું નામ કોઇ રચનાત્મક કામગીરીમાં આવ્યું નથી બલ્કે વિવાદો ઉપસ્થિત કરવામાં તેમને આખા દેશમાં નંબર વન આપવો પડે તેવી કામગીરી એક પત્રકાર તરીકે નિહાળી છે. કોલેજોમાં 20-20 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવી પડે એવું વ્યવસ્થા તંત્ર કદાચ આખા વિશ્વમાં પણ નહીં બન્યું હોય. એવું સાભળ્યું હતું કે ડો.શિવેન્દ્ર ગુપ્તાની VNSGUના કુલપતિ પદે  નિયુક્તિ RSSના નેતાના ઇશારે થઇ હતી. એ અંગે ભારે ઉહાપોહ પણ મચ્યો હતો.

RSS એક હિન્દુવાદી સંગઠન છે અને અનેક નેતાઓ ભૂતકાળમાં એન્ટી મુસ્લિમ સ્ટેટ્સમેન કરી ચૂક્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ માઇનોરિટી વિરોધી એજન્ડા અખત્યાર કરવામાં આવ્યો હોવાની અનૂભુતિ થઇ રહી છે. વાત છે એક કેપેબલ, ક્વોલિફાઇડ મુસ્લિમ અધ્યાપકની છે કે જેઓ ગુજરાતનું જ નહીં બલ્કે દેશનું ગૌરવ ગણાય છે, એ છે ડો.મુનિર જી. ટીમોલ.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપક છે. ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની ખાલી પડેલી જગ્યા પર ડો. મુનિર જી. ટીમોલને તા.15 જુન 2018ના રોજ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની જગ્યા માટે તેઓ કાયદાકીય રીતે તમામ પ્રકારની લાયકાત ધરાવે છે અને યુનિ.નો નિયમ છે કે સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠક મળે એટલે ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપકને ફુલફ્લેજ ચાર્જ આપવાનો ઠરાવ કરવામાં આવે છે.

શું કહે છે યુનિવર્સિટીનો કાયદો

(1) The Statute 293, which is provided for appointment of HOD in a Department of our University, is as follows:

“There shall be a Head of the Department to be appointed by the Syndicate. The Syndicate shall appoint the senior most full time teacher not below the rank of a Reader from the staff of the Department to work as the Head of the Department. ….”

ફક્તને ફક્ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ અધિકાર મંડળ પાસે જ પાવર્સ છે કે કોઇપણ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પદે સક્ષમ વ્યક્તિની  નિમણૂંક નિયમાનુસાર કરી શકે. આ માટે યુનિ.માં સ્ટેચ્યુટરી પ્રોવિઝન પણ ઉપલબ્ધ છે.

ડો.મુનિર જી. ટીમોલને ઇન્ચાર્જ એચ.ઓ.ડી. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ પદે તા.15 જુન 2018ના રોજ નિમણૂંક આપવામાં આવી એ પછીની વહેલી તકે એટલે કે એ પછીની સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠકમાં તેમને વિધિવત રીતે એચ.ઓ.ડી.નો ચાર્જ સોંપી દેવાનો ઠરાવ થવો જોઇતો હતો. પરંતુ, RSS સમર્થક કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના રાજમાં આ કામને ઇરાદાપૂર્વક વિલંબમાં નાંખવામાં આવી રહ્યું છે.

ડો. મુનિર જી. ટીમોલની હંગામી નિયુક્તિ થયા પછી સિન્ડીકેટ અધિકાર મંડળની બબ્બે સભાઓ યોજાઇ ગઇ. પહેલી મિટીંગ તા.25-06-2018 અને બીજી તા.15-07-2018ના રોજ મળી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર આ બન્ને બેઠકોના એજન્ડા પર એક સક્ષમ મુસ્લિમ અધ્યાપક ડો. મુનિર જી. ટીમોલની નિમણૂંકનું ઔપચારિક કામ નહીં મૂકવાના આદેશ કરવામાં આવ્યા. આવા આદેશ કોના ઇશારે થયા એ તપાસનો વિષય બન્યો છે પરંતુ, સૌથી મોટી ચર્ચાએ શરૂ થઇ છે કે RSS સમર્થક કુલપતિના રાજમાં માઇનોરિટી વર્ગના લોકો સાથે અન્યાય શરૂ થયો છે અને તેની નોંધ કોઇ લેતું નથી એટલે અન્યાયકર્તાઓને વધુ બળ મળી રહ્યું છે.

ડો.મુનિર જી. ટીમોલની નિમણૂંકના મુદ્દે કહેવાય છે કે ખુદ કુલપતિ ડો. ગુપ્તા યુનિ. કાર્યાલયને તેમની નિમણૂંકની દરખાસ્ત સિન્ડીકેટ અધિકારમંડળના એજન્ડા પર લાવવાથી અટકાવી રહ્યા છે. યુનિ.ના એક્સપર્ટ કહે છે કે આ સરાસર અન્યાયકર્તા છે ડો. મુનિર ટીમોલ ખરેખર તમામ પ્રકારની શૈક્ષણિક લાયકાત, અનુભવ સહિત તમામ બાબતો પર અપ ટુ ધ માર્ક મેરિટ ધરાવે છે આમ છતાં તેમને હળાહળ અન્યાય તો થઇ રહ્યો છે પરંતુ, તેઓ પોતે પણ અપમાનિત થઇ રહ્યાની અનૂભુતિ ધરાવી રહ્યા છે.

ડો.ટીમોલને નિમણૂંક નહીં આપી ને આટલા હકોથી વંચિત રાખ્યા

ડો. મુનિર જી. ટીમોલને 15 જુન 2018 પછી વહેલી તકે મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની નિમણૂંક નહીં આપીને RSS સમર્થક કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાએ ડો. મુનિર જી. ટીમોલને સેનેટ મેમ્બર, બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગ જેવા અનેક પદોથી વંચિત રાખ્યા છે. હવે જ્યારે સિન્ડીકેટ અધિકાર મંડળની ચૂંટણી આવી રહી છે ત્યારે સેનેટ મેમ્બર તરીકે એક એક મત કિંમતી હોય છે ત્યારે તેમને કાયમી નિમણૂંક અપાશે કે હજુ પણ અન્યાય કરવાની નીતિ ચાલી રહેશે એ જોવું રહ્યું.

આગામી તા.24મી ઓગસ્ટના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે. કુલાધિપતિ એવા રાજ્યપાલ શ્રી કોહલીના હસ્તે જ્યારે પદવીદાન સમારોહ યોજવાનો હોય ત્યારે સેનેટ મેમ્બર માટે આવા દિક્ષાંત સમારોહ જીવનભરનું સંભારણું બની રહેતા હોય છે. સેનેટ મેમ્બર માટે ગર્વની વાત હોય છે કે તેઓ સેનેટર તરીકે દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહે. ત્યારે ડો. મુનિર જી. ટીમોલને  આ ગર્વથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે.