Blog - Page 644 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 4, 2018
kerosene.jpg
1min6780

ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને મળશે, એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન વિતરણ બંધ કરાતા અનેક પરિવારો મુશ્કેલીમાં

ગરીબ પરિવારોને વર્ષોથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અપાતા પ્રાથમિક ઇંધણ કેરોસીન પર શનિવાર, તા.2 સપ્ટેમ્બર 2018થી રાજ્ય સરકારે પ્રતિબંધ મુકયો છે. કેરોસીન બંધ થઇ જતા લાખો ગરીબ પરિવારોને ભારે મુશ્કેલી સર્જાશે. ચોમાસાની સિઝનમાં કેરોસીન પર આશરો રાખી પ્રાયમસ પર રસોઇ બનાવી રાંધેલું અનાજ ખાતા ગરીબ પરિવારો મુશ્કેલીગ્રસ્ત બની ચૂક્યા છે.

ગુજરાત સરકારે પુરવઠા ખાતેની ચેનલ મારફતે કેરોસીન વિતરણ પર પાછલા ઘણાં વર્ષોથી સતત કાપ મુકવાનું શરૂ કર્યું હતું અને આખરે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં જ્યારે પુરવઠા ચેનલ મારફતે રેશનિંગથી કેરોસીન વિતરણ શરૂ કરાયું હતું ત્યારે પ્રતિ લિટરના રૂ. 0.15 પૈસા દરથી શરૂ થયેલું કેરોસીન છેલ્લે 27 રૂપિયાને 10 પૈસા ભાવે મળતું હતુ. જે પણ હવે બંધ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે એપીએલ કાર્ડ ધારકોનું કેરોસીન બંધ કરાયું છે. બીપીએલ અને અંત્યોદર ધારકોને કેરોસીન મળશે જે પણ થોડા સમય પછી બંધ કરી દેવામાં આવે એમ જણાય છે.

શરૂઆતમાં કાર્ડ વિના અમર્યાદીત પ્રમાણમાં લોકોને કેરોસીન આપવામાં આવતું હતુ. બાદમાં કાર્ડની શરૂઆત થતા કાર્ડ દીઠ 18 લિટર કેરોસીન આપવામાં આવતું હતું સમયાંતરે બીપીએલ અને અંત્યોદર કાર્ડ આવતા કેરોસીનમાં કાપ મુકવાની શરૂઆત કરી દેવાઇ હતી.

જેમાં છેલ્લે બીપીએલ અને અંત્યોદર ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દિઠ 8 લિટર કેરોસીન અપાતુ હતું. જયારે એપીએલ કાર્ડ ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દીઠ 4 લિટર કેરોસીન મળતું હતું. જોકે 1લી સપ્ટેમ્બરથી એપીએલ ધારકોને કેરોસીન આપવાનુ બંધ કરવામાં આવ્યું છે. એકલા અમદાવાદમા જ 2 લાખથી વધુ એપીએલ કાર્ડધારકો છે. ત્યારે આખા રાજ્યમાં લાખો કુંટુબોને મળવાપાત્ર કેરોસીન હવેથી બંધ થઇ જશે.

September 4, 2018
thailadn-1280x720.jpg
1min12340

વર્ષ ૨૦૧૮માં ૧૫ લાખ ભારતીય થાઈલૅન્ડના પ્રવાસે આવશે એવી તેમની અપેક્ષા હોવાનું થાઈલૅન્ડના એક ટોચના અધિકારીએ તા.3 સપ્ટેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું. ડિરેક્ટર ઑફ ટૂરિઝમ ઑથોરિટી ઑફ થાઈલૅન્ડ, મુંબઈ, ચોલાડા સિદ્ધિવર્ણએ કહ્યું હતું કે જાન્યુઆરીથી જુલાઈ ૨૦૧૮ દરમિયાન થાઈલૅન્ડની મુલાકાતે આવેલા ભારતીયોની સંખ્યાનો આંક ૯.૧૯ લાખ હતો.

આ આંકડો ગયા વરસે આ જ સમયગાળામાં થાઈલૅન્ડની મુલાકાતે ગયેલા ભારતીયોની સંખ્યાના આંક કરતાં ૧૩.૨૪ ટકા વધુ હતો.  થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને બાકી બચેલા વર્ષમાં પણ એ સંખ્યામાં સતત વધારો જોવા મળશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે આ વરસે થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યાનો આંક ૧૫ લાખ પર પહોંચશે.

વર્ષ ૨૦૧૭માં થાઈલૅન્ડની મુલાકાતે જનારા ભારતીયોની સંખ્યાનો આંક ૧૨ લાખ હતો, એમ તેમણે કહ્યું હતું. બૅંગકોકની મુલાકાતે આવનારાં લોકોની સંખ્યામાં થયેલા વધારા અંગેનું કારણ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ભારતીય મુલાકાતીઓ માટે અમે વધુ સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.  મહિલાઓ તેમ જ પરિવાર સાથે આવતા લોકોને આપવા માટે અમારી પાસે વધુ સારી સેવા અને સુવિધા છે, એમ તેમણે કહ્યું હતું. ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાની પ્રવાસીઓની સંખ્યા પર અસર પડશે એવા સવાલનો જવાબ તેમણે નકારમાં આપ્યો હતો.

વર્ષ ૨૦૨૦ સુધીમાં થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યાનો આંક ૨૦ લાખને પાર કરી જશે એવી આશા તેેમણે વ્યક્ત કરી હતી.

September 3, 2018
mundan.jpg
1min7230

પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના 50થી વધુ યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું. જ્યારે આ ગામની 200થી વધુ મહિલાઓ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠી હતી અને રામધૂન બોલાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસને 10 દિવસ થઈ ગયા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉતર્યા છે. પાટીદારો અને ખેડૂતો  આ‌વેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે.

 

September 3, 2018
china-flag-759.jpg
9min4790

એશિયન ગેમ્સમાં ફરી એકવાર સ્પોર્ટસ પાવર હાઉસ ચીનનું વર્ચસ્વ કાયમ રહયું છે. એ વાત અલગ છે કે 2010 અને 2014ની તુલનામાં ચીનને જાકાર્તામાં રવિવારે સમાપ્ત થયેલા 18મા એશિયન ગેમ્સમાં ઓછા ચંદ્રક મળ્યા છે. જયાં સુધી ભારતની વાત છે તો આપણા ખેલાડીઓએ 19પ1ની સ્વર્ણિમ સફળતાનું પુનરાવર્તન કરીને એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ ચંદ્રક પોતાના નામે કર્યાં છે.

ચીને જાકાર્તામાં 132 ગોલ્ડ, 92 સિલ્વર અને 6પ બ્રોન્ઝ સહિત કુલ 289 મેડલ પર કબજો જમાવ્યો. જયારે બીજા નંબર પર રહેલ જાપાને 200 મેડલનો આંકડો પાર કર્યોં. તેણે 7પ ગોલ્ડ, પ6 સિલ્વર અને 74 બ્રોન્ઝ જીતીને કુલ 20પ મેડલ કબજે કર્યાં. જયારે દ. કોરિયા ત્રીજા નંબર પર રહીને કુલ 177 મેડલ જીતવામાં સફળ રહયું. તેણે મેડલનો સરવાળો 49-પ8-70 સાથે 177 મેડલનો રહયો.

જયારે ભારતની સફર શ્રેષ્ઠ દેખાવ સાથે 1પ ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ સહિત કુલ 69 મેડલ કબજે કર્યાં અને મેડલ ટેલીમાં આઠમા નંબર પર રહયું. ભારતની ઉપર યજમાન દેશ ઇન્ડોનેશિયા (31 ગોલ્ડ સાથે કુલ 98 મેડલ જીતીને ચોથા સ્થાને), ચોથા નંબર પર ઉઝબેકિસ્તાન 21 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ પાંચમા સ્થાને, ઇરાન 20 ગોલ્ડ સહિત કુલ 62 મેડલ સાથે છઠ્ઠા અને ચીની તાઇપે 17 ગોલ્ડ સહિત કુલ 67 મેડલ સાથે સાતમા નંબર પર રહયું છે. ભારતને હોકી અને કબડ્ડીની હારને લીધે સુવર્ણ ચંદ્રક જીતવાનો લક્ષ્યાંક પૂરો થયો નહીં.

Asian Games 2018 Medal Tally

Rank Country Gold Silver Bronze Total
1 China 132 92 65 289
2 Japan 75 56 74 205
3 Republic of Korea 49 58 70 177
4 Indonesia 31 24 43 98
5 Uzbekistan 21 24 25 70
6 IR Iran 20 20 22 62
7 Chinese Taipei 17 19 31 67
8 India 15 24 30 69
9 Kazakhstan 15 17 44 76
10 DPR Korea 12 12 13 37
11 Bahrain 12 7 7 26
12 Thailand 11 16 46 73
13 Hong Kong, China 8 18 20 46
14 Malaysia 7 13 16 36
15 Qatar 6 4 3 13
16 Mongolia 5 9 11 25
17 Vietnam 4 16 18 38
18 Singapore 4 4 14 22
19 Philippines 4 2 15 21
20 United Arab Emirates 3 6 5 14
21 Kuwait 3 1 2 6
22 Kyrgyzstan 2 6 12 20
23 Jordan 2 1 9 12
24 Cambodia 2 0 1 3
25 Kingdom of Saudi Arabia 1 2 3 6
26 Macau, China 1 2 2 5
27 Iraq 1 2 0 3
28 Korea 1 1 2 4
28 Lebanon 1 1 2 4
30 Tajikistan 0 4 3 7
31 Lao PDR 0 2 3 5
32 Turkmenistan 0 1 2 3
33 Nepal 0 1 0 1
34 Pakistan 0 0 4 4
35 Afghanistan 0 0 2 2
35 Myanmar 0 0 2 2
37 Syria 0 0 1 1
Total 465 465 622 1552

 

September 3, 2018
patni.jpg
1min9340

હરીયાણા ભાજપના બે ધારાસભ્યોએ પત્નીપીડિત પતિ-મહાશયો અંગે ચિંતા વ્યકત કરી તેમની મદદે આવવાનું નક્કી કર્યું છે, બન્ને ધારાસભ્યોએ મહિલાઓની સુરક્ષા માટે ઘડવામાં આવેલી કલમોના થતા દુરુપયોગ અને મહિલાઓ દ્વારા પુરુષ તથા તેમના પરિવારોને કરવામાં આવતી માનસિક હેરાનગતિને દૂર કરવા રાષ્ટ્રીય પુરુષ પંચની સરકાર પાસે માગણી કરી છે.

હરિયાણાના રાજભર-ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર તથા અંશુલ વર્મા-સસંદ સભ્ય હરદોઇએ પુરુષ આયોગ અંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લીધો છે.

પુરુષ આયોગ કાર્યક્રમમાં બન્ને ધારાસભ્યો પુરુષ સલામતી અંગે વક્તવ્ય આપશે. રાજભારે પત્રકારોને જણાવ્યું છે કે દરેક મહિલા ખોટી હોય છે એવું તેમનુ કહેવાનું નથી, તેઓ દરેક પુરુષને સાચો પણ નથી માનતા પણ અત્યાચાર સામે રક્ષણાર્થે ઘડેલા સ્ત્રી તરફેણના કાયદાઓને કારણે ઘણીવાર નિર્દોષ પુરુષે પણ સહન કરવું પડે છે. નેશનલ કમિશન ફોર વુમનની જેમ જ નેશનલ કમિશન ફોર મેન પણ હોવું જરૂરી છે. તેમણે સંસદમાં પણ પુરુષોની તકલીફ અંગે અવાજ ઉઠાવ્યો હતો.

અશુંલ વર્માએ પણ પોતે જેના સભ્ય છે એ પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મુદ્દો રજૂ કર્યો હતો. અંશુલ વર્માએ દહેજ વિરોધી ધારા અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત પુરુષોની થતી કનડગત સંદર્ભે કમિટીનું ધ્યાન દોર્યું હતું. તેમણે આ કલમો (૪૯૮એ)માં જરૂરી બદલાવ લાવવા સૂચન કર્યું.

તેમણે ઉમેર્યું હતું કે ૪૯૮ એ કલમ પુરુષ વિરોધનું શસ્ત્ર સમાન સાબિત થઇ રહી છે. ૧૯૯૮થી ૨૦૧૫ સુધીમાં કલમ હેઠળ ૨૭ લાખ કેસ નોંધવામાં આવ્યા છે. અંશુલે સ્ત્રી-પુરુષ સમાનતાના ધોરણ પર ભાર મૂક્યો છે.

જ્યારે નેશનલ કમિશન ફોર વુમનના ચેરપર્સન રેખા શર્માએ હકારાત્મક અભિગમ દાખવી જણાવ્યું છે કે મહિલાઓના અવાજને વાચા આપવા કમિશનની રચના કરવામાં આવી છે, એ જ રીતે પુરુષોની માગણીને ધ્યાનમાં રાખી નેશનલ કમિશન ફોર મેન પણ રચાય તો કઇ ખોટુ નથી. પરંતુ તેમણે તેમના તરફથી આવા કોઇ કમિશનની જરૂર નહીં હોવાની સ્પષ્ટતા પણ કરી હતી.

મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય મંત્રી મેનકા ગાંધીએ પણ તેમની પાસે પુરુષો પરના અત્યાચારની ફરિયાદો આવી હોવાનું જણાવ્યું હતું.

તેમણે રાષ્ટ્રીય મહિલા પંચને જ પુરુષોની ફરિયાદ વિશે વિચારણા કરવાનું અને પુરુષોને પણ તેમની રજૂઆત એનસીડબલ્યુના પ્લેટફોર્મ દ્વારા કરવા દેવા અનુરોધ કર્યો હતો.

તેમણે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા જૂઠા કેસ સંદર્ભે પુરતી તપાસ માટે પણ અપીલ કરી હતી.

જોકે રાષ્ટ્રીય મહિલા પંચના રેખા શર્માએ પૂરતી વિગતો અને તપાસ વગર મેનકા ગાંધીના સૂચનનો અમલ કરવો શક્ય ન હોવાનું જણાવ્યું છે.

September 3, 2018
mehul-choksi-in-house.jpg
1min5520

હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોકસી અને તેમનાં નામ સાથે સંકળાયેલી તેમ જ ઍનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જપ્ત કરવામાં આવેલી રૂ.૧,૨૧૦ કરોડનાં મૂલ્યની મિલકત મની લૉન્ડરિંગની હોવાનું પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ના અધિકારીએ જણાવ્યું હતું અને એ તમામ મિલકતોને જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

મુંબઈસ્થિત પંજાબ નેશનલ બૅંક સાથે કરવામાં આવેલી અંદાજે રૂ.૧૪૦૦૦ કરોડની છેતરપિંડીને મામલે પીએમએલએ અંતર્ગત આ વર્ષના ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના નાશિક, નાગપુર અને પનવેલ તેમ જ તમિળનાડુના વિલુપુરમ ખાતે આવેલી કુલ ૨૩૧ એકર જમીન, અલીબાગમાં આવેલું ચાર એકર વિસ્તારમાં ફેલાયેલું ફાર્મહાઉસ, કોલકતામાં આવેલો એક મૉલ, મુંબઈમાં ૧૫ ફ્લેટ તેમ જ ૧૭ ઑફિસ કેન્દ્રીય તપાસ એજન્સીએ ટાંચમાં લીધી હોવાનું તેમણે કહ્યું હતું.

ઇડી દ્વારા દાકલ કરવામાં આવેલી મૂળ ફરિયાદની બાબતોને ધ્યાન પર લેતાં જપ્ત કરવામાં આવેલી મોટાભાગની સ્થાવર મિલકતો મનીલૉન્ડરિંગની હોવાનું જણાઈ રહ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે એટલે જ હું આ તમામ મિલકત જપ્ત કરવાનો અને એ અંગેની પ્રક્રિયા ચાલુ રાખવાનો આદેશ આપું છું, એમ તેમણે કહ્યું હતું

September 3, 2018
bullet-1280x720.jpg
1min6000

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપનાર વ્યક્તિને તે મિલકતની ખરીદી પર સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવામાં આવશે. જોકે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સોંપણી કર્યાંનાં ત્રણ વર્ષની અંદર મિલકત ખરીદનારને જ સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવામાં આવશે, એમ અધિકારીએ કહ્યું હતું.

૫૦૮ કિમીના મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર માટે જમીન હસ્તગત કરવા ઝઝૂમી રહેલી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. (એનએચએસઆરસીએલ)ની તાજેતરમાં જ મળેલી બેઠકમાં આ નિર્મય લેવામાં આવ્યો હતો.

એનએચએસઆરસીએલના સૂત્રોના જણાવ્યાનુસાર આવા જમીનમાલિકોની સ્ટેમ્પ ડ્યૂટી એજન્સી ભરી દેશે. આમ કરીને જમીનમાલિકોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તેમની જમીન સોંપવા પ્રોત્સાહિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે આપવામાં આવનારી રકમ જમીનમાલિકોને આપવામાં આવનારી વળતરની રકમ કરતા વધુ હશે.

મોટાભાગના રાજ્યમાં મિલકતનાં કુલ બજારભાવનાં પાંચથી સાત ટકા જેટલી રકમ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે અને રજિસ્ટ્રેટશન ફી તરીકે એક ટકા જેટલી રકમ વસૂલવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ ૧૪૩૪ હૅક્ટર જમીનની જરૂર છે જેમાંની ૩૫૩ હૅક્ટર જમીન મહારાષ્ટ્રમાં તો બાકીની જમીન ગુજરાતમાં છે.

એજન્સી અત્યાર સુધીમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં માત્ર ૦.૯ ટકા જમીન હસ્તગત કરી શકી છે અને તે જમીનની વાસ્તવિક રીતે સોંપણી કરી દેવામાં આવી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવાની અંતિમ મુદત ડિસેમ્બર ૨૦૧૮ સુધીની છે.

September 3, 2018
grnathon.jpg
1min7360

ગ્રીનાથોનમાં ગર્ભવતી મહિલાઓ વૃક્ષારોપણ સાથે આપ્યો પર્યાવરણ સંરક્ષણનોસંદેશ

  • તાપ્તી કિડ્સ, હાર્ટ્સ એટ વર્ક અને કિરિન્ગટોન ક્લબના સથીયારા પ્રયાસથી શહેરમાં પહેલી વખત થયું અનોખું આયોજન
  • ગ્રીનમેન તરીકે વિખ્યાત યુવા ઉદ્યમીવિરલ દેસાઈ હતા ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર

સુરત :ગ્લોબલ વોર્મિંગની ચેતવણી વચ્ચે વિશ્વમાં સૌથી વધુ ભાર વૃક્ષારોપણપર આપવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતમાં પહેલી વખત સુરત ખાતે એવું આયોજન થયું છે કે જે વૃક્ષારોપણની પ્રવૃત્તિને માત્ર વેગજનહીં આપ્યું પણ આ કાર્ય માટે માઈલસ્ટોન સાબિતથયું છે.સુરતની તાપ્તી કિડ્સ દ્વારા હાર્ટ્સ એટ વર્કફાઉન્ડેશન અને કિરીન્ગટોન ક્લબના સહયોગથી સુરતના આંગણે “ગ્રીનાથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું.જેના થકી લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું. ગ્રીનાથોનમાં ગર્ભવતી મહિલાઓએ ભાગ લઈ જેમ તેમની કોખમાં બાળક ઉછેરી રહ્યું છે એવી જ રીતે પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષોના સંરક્ષણ માટેનો અનોખો સંદેશો આપ્યો હતો.આ માટે ગુજરાતમાં ગ્રીનમેન તરીકે વિખ્યાત અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલા સુરતના યુવા ઉદ્યમી વિરલ દેસાઈને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે  જાહેર કરાયા હતા.

આ અંગે તાપ્તી કિડ્સના પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે પ્રદૂષણનું પ્રમાણ સતત વધતુ જઈ રહ્યુ છે અને વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં જળવાઇ રહે તે માટે ગ્રીનાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ માટે અત્યાર સુધી 19000થી વધુ વૃક્ષોનું રોપણ કરી ચૂકેલા યુવા ઉદ્યમી વિરલદેસાઈની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી હતી.આજરોજ સુરતના સી.બી.પટેલ ગ્રાઉન્ડ ખાતે ગ્રીનાથોનનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં ગર્ભવતી મહિલાઓ સાથે માતા, પુત્રી કે પુત્ર ભાગ લીધો હતો. આ પ્રસંગે જેટલા લોકોએ ભાગ લીધો હતો, તેટલી સંખ્યામાં વૃક્ષોરોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ માટેનો છે ત્યારે ગર્ભવતી મહિલાઓ પોતાના કોખમાં ઉછરી રહેલા ગર્ભ માટે આગામી સમયમાં ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે વધુને વધુ વૃક્ષો વાવવાની સાથે જ જે રીતે આપણે બાળકનો ઉછેર કરીએ છીએ એવી જ રીતે વૃક્ષોનો ઉછેર કરવાનો સંદેશો ફેલાવવાનો હતો. એટલું જ નહીં આ ઇવેન્ટમાં માતા-પુત્રી,કે પુત્ર ભાગ લીધો હતો. ત્યારે જે રીતે આપણેસંતાનોનો ઉછેર કરીએ છીએ અને ભવિષ્યમાં તે આપણી ટેપણ  બાળકી બનશે એવું માનીએ છીએ. એ જ રીતે વૃક્ષોનું રોપણ કરી તેમનો ઉછેર સંતાનોની જેમ કરીએ તો વૃક્ષો પણ માનવજીવન માટે આશીર્વાદ રૂપ સાબિત થશે .એ અંગે જાગૃતતા ફેલાવવાનો હતો.

-x-x-x-x-

September 3, 2018
badrinarayan.jpg
1min15940

જયેશ બ્રહ્મભટ્ટ

આજરોજ તા.3 સપ્ટેમ્બર 2018ને ગુજરાતી માસ પ્રમાણે પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવાર અને સપ્ટેમ્બરમાં જન્માષ્ટમીનો સંયોગ ૨૭ વર્ષે થઈ રહ્યો છે. આજે તા.૩ સપ્ટેમ્બર 2018, વિક્રમ સંવત-૨૦૭૪ની જન્માષ્ટમી ‘રાજયોગ’યુક્ત બની રહી છે ત્યારે દેવાધિદેવ મહાદેવજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની વિશિષ્ટ ઉપાસનાનો વિશિષ્ટ દિવસ પણ બની રહ્યો છે. આજે સવારથી જ શહેરના શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’ અને રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’નો જયઘોષ ગાજી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર અને ગોકુળ અષ્ઠમીનો તહેવાર એક સાથે હોઇ આજે વહેલી પરોઢ એટલે કે રાત્રે 3 વાગ્યાથી જ ભાવિકો ભગવાનમય બની ગયા હતા. આજે સવારનો સમય શિવાલયોમાં હકડેઠઠ માનવ મેદની ઉટી પડી હતી અને સાંજ પછી મધરાત સુધી ક્રૃષ્ણ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળશે.

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના શિવાલયોમાં શિવજીની આરાધના માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ પૂજા થતી હતી એ મંદિરોમાં આજે છેલ્લા સોમવારે ભગવાન શિવ અને પરિવારને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.

બદરીનારાયણ મંદિરમાં સાઇ કોર્પોરેશનના સભ્યોની નિત્ય શિવપૂજા

શહેરના અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિરમાં દૈનિક પૂજા કરતા નાનપુરા, સાઇ કોર્પોરેશન ગ્રુપના સભ્યોએ આજે શિવજીની શોડષોપચાર પૂજા ઉપરાંત શિવલિંગનો ફુલોનો અનોખો શણગાર કર્યો હતો. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે. છેલ્લા ઘણા વર્ષોથી બદરીનારાયણ મંદિરમાં શ્રી સાઇ કોર્પોરેશનના સભ્યો શ્રી અશોકભાઇ રાંદેરીયાના વડપણ હેઠળ શ્રી બિરજુ મહારાજના સાનિધ્યમાં શિવ પૂજન કરી રહ્યા છે. શ્રાવણ માસમાં નિત્યક્રમ અનુસાર સવારે 4.30 કલાકથી અહીં શિવપૂજા શરૂ કરી દેવામાં આવે છે.

(અડાજણના બદ્રીનારાયણ મંદિરમાં રોજેરોજ પૂજા કરતા સાઇકોર્પોરેશન ગ્રુપના સભ્યોએ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવજીને મનોરમ્ય શણગાર કર્યો હતો એ વેળાની તસ્વીર)

પાલના એકલિંગી મહાદેવ મંદિરમાં સવાલાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ અને પૂજા

શહેરના પાલ વિસ્તારમાં આરટીઓની બાજુમાં આવેલા શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિર
સૂર્ય દેવ સ્વરૂપે પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ 4500 પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરીને શ્રાવણ માસની પૂર્ણાહૂતિ સુધીમાં સવા લાખ શિવલિંગનું  નિર્માણ કરીને તેની પૂજા કરવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીરમાં તા.2 સપ્ટેમ્બરના રોજ નિર્માણ કરાયેલા પાર્થેશ્વર શિવલિંગની પૂજા દ્રશ્યમાન છે. અહીં ભાવિકો દરરોજ સવારે 9થી રાત્રે 6 સુધી દર્શન કરી શકે છે.

મંદિર પરિસરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પુનિત પર્વે સવા લાખ શિવ પાર્થેશ્વર ચિંતામણિ મહાઅનુષ્ઠાનનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં આ પૂજાનો ખૂબ મહિમા લખાયો છે અને આ એક કપરું ધાર્મિક કાર્ય છે. મંદિર પરિસરમાં સફળતાપૂર્વક પૂજા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી દર્શનાર્થે આવી રહ્યા છે.

આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ તા.9મી સપ્ટેમ્બર 2018ના રોજ રવિવારે સાંજે પાંચ વાગ્યે યોજાશે.

 

અડાજણ રામેશ્વર મહાદેવ મંદિરમાં દૈનિક શિવપૂજા

એવી જ રીતે અડાજણ રામજી ઓવારા સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં પણ દૈનિક શિવપૂજા થાય છે. શનિવારે પંચ વક્ત્ર પૂજા કરવામાં આવી હતી. મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારની પૂજા રાત્રે આઠ વાગ્યે અને એ પછી રાત્રે 10.30 કલાકથી જન્માષ્ટમની પૂજા અને ક્રૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

(અડાજણના રામજી ઓવારે આવેલા રામેશ્વર મંદિરમાં રોજેરોજ શિવપૂજા થાય છે રવિવાર તા.2 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી આ તસ્વીર)

સવારથી જ મટકીફોડ કાર્યક્રમો પણ શરૂ

બીજી તરફ સવારે 10 વાગ્યાથી જ શહેરના ગોવિંદા મંડળીઓ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં દર વર્ષો વધુને વધુ લોકો પોતાના ઘર, ઓફિસ વગેરે સ્થળોએ મટકીઓ બંધાવીને ગોવિંદા કાર્યકરો પાસે તેને ફોડાવે છે. આ વર્ષે પણ વિક્રમી સંખ્યામાં મટકીઓ બંધાવડાવવામાં આવી હોવાની માહિતી મળી છે.

 

September 1, 2018
bc2.jpg
1min9990

સુરત, 31ઓગસ્ટ, 2018 – બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) સુરતે 29મી જુલાઇ 2016ના રોજ સ્થાપના બાદ રેફરલ માર્કેટિંગ તરીકે ઓળખાતા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ (ટેક્નોલોજી આધારિત નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન)ના 15માં ચેપ્ટર બીએનઆઇ ચાણક્યના લોન્ચની જાહેરાત કરી છે.શહેરના ડુમસ રોડ ખાતે ટીજીબી હોટલમાં આયોજિત બીએનઆઇ ચાણક્યના ભવ્ય લોન્ચ પ્રસંગે સુરતના 200થી વધુ અગ્રણી કારોબારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બીએનઆઇ ચાણક્યચેપ્ટરમાં 51સ્થાપક સભ્યો સામેલ છે, જેઓ ચેપ્ટર્સમાં વિવિધ  બિઝનેસ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં કામગીરી ધરાવે છે.

મહત્વપૂર્ણ છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં જ કુલ 15ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે તથા 1,050થી વધુ સભ્યો ધરાવે છે. આગામી મહિનાઓમાં બીએનઆઇ સુરત વધુ 7 ચેપ્ટર્સ લોન્ચ કરીને 350થી વધુ સભ્યોને ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે. બીએનઆઇ સુરતે નોલેજ સિરિઝ, એક્ઝિમ ફોરમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી પ્રાદેશિક સ્તરે પહેલ પણ કરી છે, જેને ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

 

બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) વિશ્વનું સૌથી મોટું અને 33 વર્ષ જૂનું રેફરલ ઓર્ગેનાઇઝેશન છે. સુરતના જાણીતા સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નીધિ સંઘવીએ જુલાઇ 2016માં સુરતમાં તેની સ્થાપના કરી હતી અને તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે.બીએનઆઇ સુરત વિવિધ ક્ષેત્રના હજારો કારોબારીઓને એક પ્લેટફોર્મ ઉપર લાવીને તેમને કારોબારમાં વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બન્યું છે. બીએનઆઇ સકારાત્મક અભિગમ સાથે સભ્યોને સહયોગ આપે છે, જેની મદદથી તેઓને કારોબાર વિસ્તારવામાં મદદ મળે છે. બીએનઆઇની વિશેષતા એ છે કે પ્રત્યેક પ્રોફેશનના એક સભ્યને જ બીએનઆઇ ચેપ્ટરનું પ્રતિનિધિત્વ કરવા મળે છે.

-x-x-x-