Contact to give more details 98253 44944
સ્ત્રી રોગ અને મેટરનિટી હોમ ક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવતા ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની પોલીસ ફરીયાદ થતાં તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સુરતના નાનપુરામાં મી એન્ડ મમ્મી નામે પ્રસૃતિ ગૃહ તેમજ આઇ.વી.એફ. તેમજ અન્ય સ્ત્રી રોગની સારવાર માટે હોસ્પિટલ ચલાવતા ડો. પ્રફુલ દોશી અને ડો.મિત્સુ દોશી પોલીસ કાર્યવાહીથી બચવા માટે લાપતા થઇ જતા તેમનો બહોળો પેશન્ટ વર્ગ મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે. અનેક ગર્ભવતી મહિલાઓના રૂટિન ચેકઅપ ખોરવાય જવા પામ્યા છે. અનેક મહિલા પેશન્ટસની એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ જવા પામી છે.

તબીબને સામાન્ય માણસો ભગવાન ગણે છે અને જ્યારે તબીબ પાસે સારવાર-ચિકિત્સા ચાલતી હોય ત્યારે દર્દીઓને તેમના પર અથાગ શ્રદ્ધા હોય છે. આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની ગંભીર ફરીયાદ સામે આવતા તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દ્વિધાભરી સ્થિતિ સર્જાવા પામી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ જ્યારથી ગર્ભ ધારણ કરે ત્યારથી બાળકના જન્મ સુધી એક જ તબીબની સારવાર લેતી હોય છે આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે ફરીયાદ થતા અનેક મહિલા પેશન્ટસની શ્રદ્ધા ડો. પ્રફુલ દોશી પરથી ડગી ગઇ છે. ડો. પ્રફુલ દોશીની સાથે તેમના પત્ની ડો.મિત્સુ દોશી પણ ભૂગર્ભમાં ઉતરી જતા કશુંક રંધાય રહ્યાની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.
હાલ તો મી એન્ડ મમ્મી હોસ્પિટલ ખાતે તેમના આસિસ્ટન્ટ ક્લાયન્ટ્સની દેખરેખ કરી રહ્યા છે પરંતુ, તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દોશી દંપતિ પ્રત્યેની શ્રદ્ધા ડગી જવા પામી છે.
ડો. પ્રફુલ દોશી પર મંગળવાર તા.4 ઓગસ્ટ 2018ની મધરાતે એક પરણિતાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. એ પછી ગઇકાલ બુધવાર તા.5 અને આજે તા.6 સપ્ટેમ્બર 2018ના રોજ ડો. પ્રફુલ દોશી અને ડો. મિત્સુ દોશી દંપતિનો કોઇ અતોપતો ન હતો. તેમનો સ્ટાફ એવું જણાવી રહ્યો છે કે તેઓ બહારગામ ગયા છે પરંતુ, હકીકતમાં ડો. પ્રફુલ દોશી પોલિસ કાર્યવાહીથી બચવા માટે અને કાયદાકીય રીતે આગળ વધવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયેલા હોય એમ જણાય આવે છે.



























