CIA ALERT

Blog - Page 625 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 12, 2018
sachin_sandip.jpg
1min7850

સુરતના સચીન પોલીસ મથકની હદમાં આવતા કનકપુર વિસ્તાર કે જ્યાં સૌથી વધુ પરપ્રાંતીયોની વસતિ વસે છે એ કનકપુર ખાતે સુરત શહેરની સૌપ્રથમ વાયફાય અને સીસીટીવી કેમેરાથી સજ્જ પોલીસ ચોકીનું લોકાર્પણ તા.11મી ઓક્ટોબરના રોજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીષ શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું.

2014માં સુરત મહાનગરપાલિકાએ પોલીસ ચોકી બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી હતી, એ સમયે તત્કાલિન પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ ખાતમૂહુર્ત કર્યું હતું. પરંતુ, એ પછી પોલીસ ચોકીનું બાંધકામ સંજોગોવસાત્ વિલંબમાં પડ્યું હતું. બાદમાં થોડા સમય પોલીસ કમિશનર શ્રી સતીષ શર્માએ સચીન પી.આઇ. શ્રી આર.જે. ગોહિલને કનકપુર ચોકીના બાંધકામ માટે સૂચના આપતા આખરે કનકપુર નગરપાલિકા તેમજ લોકભાગીદારીથી કનકપુર પોલીસ ચોકી તૈયાર કરી દેવાઇ હતી. રૂ.6.30 લાખના ખર્ચે જનભાગીદારીથી કનકપુર પોલીસ ચોકીમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરી દેવામાં આવી છે.

તા.11મી ઓક્ટોબરના રોજ પોલીસ કમિશનર શ્રી સતીષ શર્માએ વિધિવત રીતે કનકપુર પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો શ્રી સંદીપ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

કનકપુર પોલીસ ચોકીના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી સંદીપ દેસાઇ

October 12, 2018
raju_pathak-1280x960.jpg
1min6840

આજરોજ કોસંબા એ.પી.એમ.સી.ના પ્રમુખ તરીકે સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુભાઈ પાઠકની સર્વાનુમતે વરણી થતા સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સમેત રાજુભાઇ પાઠકના સેંકડો સમર્થકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી. અનેક લોકો બુકે તેમજ ફુલહારથી પ્રમુખ અને અન્ય નવા વરાયેલા હોદ્દેદારો પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.

આ પ્રસંગે સુરત જીલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી દિલીપસિંહજી અને મહામંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ તથા માંગરોળ તાલુકાના સહકારી અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

કોસંબા એ.પી.એમ.સી.ના પદાધિકારીઓની વરણી માટે યોજાયેલી બેઠક બાદ શ્રી રાજુભાઇ પાઠકને શુભેચ્છા આપવા માટે સેંકડો શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.

 

October 12, 2018
kero.jpg
1min5390
  • superior kerosene oil ઘુસાડવા અંગે બેની ધરપકડ: 11 કેસમાં મિસડિકલેરેશન થયાનું ખુલ્યું
  • ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોઝીટ મિકસર પ્લસના નામે સુપીરિયર કેરોસીન ઓઇલની આયાત
  • આંતરરાજ્ય વ્હાઇટ કેરોસીન કૌભાંડમાં કંડલા કસ્ટમ લેબોરેટરીની ભુમિકા પણ શંકાસ્પદ, તપાસ થશે
  • અત્યાર સુધીમાં વ્હાઇટ કેરોસીનના 439 કન્ટેઇનરો ઠાલવવામાં આવ્યા

આયાતી માલની ખોટી માહિતી રજૂ કરીને તેની જગ્યાએ ભળતી વસ્તુઓની આયાત કરવાનું કૌભાંડ પકડાયું છે. ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોઝીટ મિકસર પ્લસના નામે સુપીરિયર કેરોસીન ઓઇલની આયાત કરીને આચરવામાં આવેલા  આ કારસ્તાન અંગે ડીઆરઆઇએ બે શખસની ધરપકડ કરી છે. આંતરરાજ્ય એવા આ વ્હાઇટ કેરોસીન કૌભાંડમાં કંડલા કસ્ટમ લેબોરેટરીની ભુમિકા સામે ય પગલાં લેવાશે. 439 કન્ટેઇનર જેટલો કેરોસીનનો જથ્થો ઠલવાય ગયાનું ખુલ્યું છે.

થોડાસમય પહેલા ડીઆરઆઇએ  આયાતી કન્ટેઇનર તોડીને તેમાંથી પ્રવાહીના નમુના લીધા હતાં. તેના પરીક્ષણમાં મિસડિકલેરેશનનો ઘટસ્ફોટ થયો હતો. આ સંદર્ભમાં એક આયાતકાર સનારી શિપિંગના કેસમાં 373.840 મેટ્રીક ટન સુપીરિયર કેરોસીન ઓઇલ (એસકેઓ)ની આયાત કરી હતી. પરંતુ તે માલ તેણે ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોઝીટ મિકસર પ્લસ તરીકે ડિકલેર કર્યો હતો. એટલુ જ નહીં પણ કસ્ટમના એજન્ટ સીઆરસીએલ કંડલાના કેમીકલ એકઝામીનરે આ નમુનાની તપાસ કરીને આયાતકારની તરફેણમાં અહેવાલ આપ્યો હતો. આ કેસમાં સનારી શિપિંગના વીરભદ્રરાવ મોહનરાવની ધરપકડનું વોરન્ટ કાઢયું હતું. સાથોસાથ મૃત્યુંજય દાસગુપ્તા અને ઇકબાલ રહેમાન શેખનું વોરન્ટ પર કાઢ્યું હતું.એજન્સીના જણાવ્યા પ્રમાણે 11 કેસમાં મિસ ડિકલેરેશન સામે આવ્યું છે.

ગાંધીધામથી મળતી માહિતી પ્રમાણે કેરોસીનની દાણચોરીનું મોટુ કૌભાંડ છે. આ કૌભાંડ સાથે સંડોવાયેલ ત્રિપુટી દ્વારા અત્યાર સુધીમાં વ્હાઇટ કેરોસીનના 439 કન્ટેઇનરો ઠાલવવામાં આવ્યા છે. કસ્ટમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની સાંઠગાંઠ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ જ રીતે અન્ય વસ્તુઓ પણ ભળતા નામે જ આયાત કરવામાં આવે છે.  આયાતકાર દ્વારા રજુ કરાતા ડિકલેરેશનની સઘન તપાસ કરવામાં આવે તો અનેક નીચે રેલો આવી શકે તેમ છે. હાલમાં પકડાયેલા આ કેરોસીન કૌભાંડમાં રૂ.11 કરોડથી વધુની ડયુટી ચોરી  બહાર આવે તેવી શકયતા છે.

October 12, 2018
java_motorbike.jpg
1min6450

મહિન્દ્રા ગ્રૂપની કંપની ક્લાસિક લિજેન્ડ્સ પ્રા લિ આગામી મહિને ભારતમાં વીતેલા જમાનાની લોકપ્રિય મોટરસાઇકલ બ્રાન્ડ જાવાને ફરી લોન્ચ કરશે. ક્લાસિક લિજેન્ડ્સમાં મહિન્દ્રા ગ્રૂપ 60 ટકા હિસ્સો ધરાવે છે. તે 2018માં 15 નવેમ્બરે ત્રણ નવી પ્રોડક્ટ રજૂ કરશે. તે ભારતીય મોટર સાઇકલ સેગમેન્ટમાં 250 સીસીથી ઉપરના મેડ સેગમેન્ટમાં સક્રિય થવા માંગે છે.

જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે

કંપનીના અધિકારીએ કહ્યું કે અમે ત્રણ પ્રોડક્ટ સાથે બ્રાન્ડ રજૂ કરવા માંગીએ છીએ. અમે જાવા સાથે મિડ-સેગમેન્ટ પ્લેયર બનવાના છીએ. જોકે, તેમણે અન્ય પ્રોડક્ટ લાઇનની માહિતી આપી ન હતી. જાવા મોડલ ૧૫ નવેમ્બરે પ્રદર્શિત કર્યા બાદ ટૂંક સમયમાં વેચાણ માટે મુકાશે.

જાવા જે સેગમેન્ટમાં રજૂ થશે તેમાં અત્યારે રોયલ એન્ફિલ્ડનું પ્રભુત્વ છે. આ ઉપરાંત વૈશ્વિક કંપનીઓ હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ પણ સેગમેન્ટમાં હિસ્સો મેળવવા પ્રયાસ કરશે. ક્લાસિક લિજેન્ડ્સે ગુરુવારે ૨૯૩ સીસીનું લિક્વિડ કુલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન રજૂ કર્યું હતું જે નવા જાવા મોટરસાઇકલમાં ફીટ કરાશે.

ગ્રૂપના પૂણે સ્થિત આર એન્ડ ડી સેન્ટર અને વરાસે, ઇટલી સ્થિત ટેક્‌નિકલ સેન્ટરના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. જાવાનું ડીએનએ ધરાવતું એન્જિન બનાવ્યું છે જે ક્લાસિક હોવાની સાથે સ્પોર્ટી છે. લોન્ચ વખતે ભારતમાં 100 ડીલરશિપ હશે. તેઓ ભારતીય માર્કેટ માટે બુલિશ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા ગ્રાહકો માસ સેગમેન્ટમાંથી મિડ અને અપર એન્ડ મોટરસાઇકલ સેગમેન્ટ તરફ અપગ્રેડ થયા છે જેથી તેમના માટે તકમાં વધારો થયો છે.

જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે. તેમાં મહિન્દ્રાની ઉત્પાદન ક્ષમતા, સોર્સિંગ અને આર એન્ડ ડીનો ઉપયોગ કરવામાં આવશે.

October 12, 2018
gd_agarwal.jpeg
1min6540

ગંગા નદીને સાફ કરાવવાની માગણી સાથે બાવીસમી જૂનથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પ્રખ્યાત ૮૭ વર્ષના પર્યાવરણવાદી અને સમાજસેવક જી.ડી. અગરવાલનું ઋષિકેશમાં આવેલી એઇમ્સની હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. બાવીસમી જૂનથી ઉપવાસ પર ઉતરેલા અગરવાલને બુધવારે દસમી ઑક્ટોબરે ૧૧ ઉપવાસ પછી બળજબરીથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ ગંગાની સુરક્ષા માટે અને ગંગોત્રીથી ઉત્તરકાશી સુધી ગંગાના વહેણમાં કોઇ અડચણ ન આવે એ માટે કાયદો ઘડવાની માગણી કરી રહ્યા હતા. તેઓ સ્વામી જ્ઞાન સ્વરૂપ સાણંદ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા. ૧૧૧ દિવસના ઉપવાસ બાદ બુધવારે પોલીસે એમને હરિદ્વારથી ઋષિકેશના એઇમ્સમાં ખસેડયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગંગાને સાફ કરવાની માગણી કરતા આ મહાનુભાવ ઉપવાસ દરમિયાન ફક્ત મધ મેળવેલું પાણી જ પીતા હતાં. એમની માગણી માટેની વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કથિત રીતે બે દિવસ અગાઉ એમણે પાણી પીવાનું પણ બંધ કર્યું હતું. તેઓ આઇઆઇટી, કાનપુરના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને એમણે કેન્દ્રીય પ્રદૂષણ ક્ધટ્રોલ બૉર્ડમાં સભ્ય, સચિવ તરીકે પણ કામ કર્યું હતું.

આ અગાઉ પણ એમણે નદીઓને બચાવવા ઉપવાસ આંદોલન કર્યા હતા. ૨૦૦૯માં ભાગીરથી નદી પર બંધાતા બાંધને રોકવા માટે એમણે કરેલા ઉપવાસ સફળ થયા હતા.

October 12, 2018
Smimer-1.jpg
1min4930

શાળા-કૉલેજોમાં રેગિંગના કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતની સ્મીમેર મેડીકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલમાં બન્યો હતો. જ્યાં ડૉક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.

ડાયમંડ સિટી સુરતમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલમાં ડૉક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઓર્થોપેડિકના બે ડૉક્ટરોએ ફરિયાદ નોંધાવી હતી. હૉસ્પિટલના ૬ રેસિડન્ટ ડૉક્ટરો દ્વારા ઓર્થોપેડિકના બે ડૉક્ટરોનું કથિત રેગિંગ કર્યું હોવાની ઘટના બની હતી. ઓર્થો વિભાગના બે ડૉક્ટરોએ આ અંગે હૉસ્પિટલના ડીનને ફરિયાદ કરી હતી. જો કે, હૉસ્પિટલના ડીને આ ઘટનાની ફરિયાદને ગંભીરતાથી લઇને સમગ્ર મામલાને એન્ટી રેગિંગ સમિતિને સોંપી હતી.

આ સમગ્ર મામલામાં એવી પણ વિગતો ચર્ચાય રહી છે કે રેગિંગની ફરીયાદ પૂર્વે બે તબીબો અને એ પછી એના જૂથો વચ્ચે પેશન્ટ ચકાસણીના મુદ્દે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા મામલો બિચક્યો હતો અને તે પૈકી જાણકારોના એક ગ્રુપ દ્વારા રેગિંગની ફરીયાદ નોંધાવવામાં આવી છે. જોકે, સાચુ ખોટું હવે ડીન દ્વારા હાથ ધરાયેલી તપાસ સમિતિ જ બહાર લાવી શક્શે.

October 11, 2018
donald-trump_759_insta.jpg
1min5060
એવું નથી કે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત અમેરિકા સિવાયના દેશોમાં અપ્રિય છે, સૌથી વધુ વિરોધ અને અસંતોષ ટ્રમ્પ સામે જો હોય તો એ અમેરિકામાં છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પના એક પૂતળા આગળ એવું બોર્ડ મૂકાયું છે કે મારી પર પેશાબ કરો. સમગ્ર વિશ્વમાં આ ફોટોગ્રાફ ભારે વાઇરલ થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે દરેક જગ્યાએ ચર્ચિત ચહેરો છે. ક્યારેક તેઓ પોતાની સભામાં કોઇ વિકલાંગની મજાક ઉડાવે છે, તો ક્યારેક પ્રવાસિયો અંગે કોઇ એવું નિવેદન આપે છે જેનાથી માનવતાને પણ પોતાના પર જોખમ હોવાનો અહેસાસ થવા લાગે. જો કે તેમનું એક પુતળું આ દિવસોમાં ચર્ચામાં છે. સ્ટેચ્યુ પર લખવામાં આવ્યું છે કે Pee On Me એટલે કે મારા પર પેશાબ કરો.
ફિલ ગેબિલ નામના વ્યક્તિએ આ પુતળું બનાવ્યું છે. તેણે ન્યૂયોર્કના બૂકલિનમાં આ સ્ટેચ્યુ લગાવ્યું છે. તેનું માનવું છે કે તેણે તેની વ્યક્તિગત ભાવનાઓ અને લોકોના વિચારોને અહિં રજૂ કરવા માટે આમ કર્યું છે. ક્યાંક એવું ન થઇ જાય કે કૂતરા અહીં પેશાબ કરી જાય, જો કે કૂતરાઓ આટલા સમજદાર નથી હોતા.
October 11, 2018
nitishkumar.jpg
1min6140

અનામતનો વિરોધ કરીને યુવકે કાર્યક્રમમાં નીતિશ પર ચપ્પલ ફેંક્યું, જો કે ચપ્પલ દૂરથી ફેંકાયું હોવાથી નીતિશ કુમાર સુધી પહોંચ્યું નહીં

બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર પર પટનામાં એક કાર્યક્રમ દરમિયાન ચપ્પલ ફેંકવાની ઘટના સામે આવી છે. નિતીશ જેડીયુના યૂથ વિંગના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ચપ્પલ ફેંકનારા આરોપી વિદ્યાર્થિએ અનામતને લઇને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ઘટના દરમિયાન પ્રશાંત કિશોર પણ નિતીશ કુમારની સાથે હતા. મીડિયાના રિપોર્ટ્સ મુજબ ચપ્પલ ફેંકાવાની ઘટનાથી ગુસ્સામાં આવીને જેડીયુના કાર્યકર્તાઓએ આરોપી વિદ્યાર્થીને ઢોર માર મારી, પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે.

આરોપી વિદ્યાર્થી ઔરંગાબાદનો રહેવાસી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવકે જણાવ્યું કે, અનામતને લઇને તે ચિંતિત છે અને ઉચ્ચ જાતિના હોવાને કારણે તેને નોકરી પણ મળતી નથી. આ વાતથી તે નાખુશ હતો.

October 11, 2018
a_k_chauhn.jpg
1min8300

સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં સામાન્ય રીતે એવી પરંપરા છે કે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે પુરુષ અધિકારીની જ નિમણૂંક થતી આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અસ્તિત્વમાં આવી ત્યારથી પુરુષ પી.આઇ.ની જ પરંપરા જળવાયેલી રહી છે. પરંતુ, હાલના પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ તા.10મી ઓક્ટોબર 2018ના રોજ પ્રથમ નોરતે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ જેવી હાઇપ્રોફાઇલ પોસ્ટ પર એક બાહોશ મહિલા પોલીસ ઇન્સપેક્ટર  શ્રીમતી એ.કે. ચૌહાણની નિયુક્તિ કરી છે.

સુરત પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં  શ્રીમતી અંજનાબેન કુલદીપસિંહ ચૌહાણની પી.આઇ તરીકે  નિમણું કરી છે. કમિશ્નરે કહ્યું હતુ કે ક્રાઇમ બ્રાન્ચમાં કોઇ મહિલાની નિમણુંક થઇ હોય તેવી આ પહેલી ઘટના છે.

ક્રાઇમ બ્રાન્ચમાં એક મહિલાને  નિમણુંક આપવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે સોશિયલ મિડીયમાં મહિલાઓ સાથે પરેશાનીના બનાવો વધી રહ્યા છે ઉપરાતં મહિલાઓની સતામણી અને છેડતી જેવા બનાવો રોકવા એક મહિલા પોલીસની જરૂર હતી.

October 11, 2018
Rampal_SatlokAshram.jpg
1min6580
સતલોક આશ્રમ કેસમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બન્ને કેસમાં કોર્ટે દોષી જાહેર કર્યા છે. કોર્ટના નિર્ણય પહેલાં હરિયાણાનું હિસાર શહેર કિલ્લામાં ફેરવાયું હતું
19 નવેમ્બર 2014ના રોજ હિસારના બરવાલા શહેરમાં આવેલા રામપાલના સતલોક આશ્રમમાં ચાર મહિલા તેમજ એક બાળકની લાશ મળી આવતા રામપાલ તેમજ તેના 27 અનુયાયીઓની ધરપકડ કરાઈ હતી.

આ ઉપરાંત અન્ય કેસમાં રામપાલ અને અનુયાયીઓ વિરુદ્ધ કેસ કરાયો હતો જેમાં 18 નવેમ્બરના એક મહિલાની લાશ તેના આશ્રમમાંથી મળી આવી હતી. આ બન્ને કેસમાં રામપાલને દોષી જાહેર કરવામાં આવ્યો હતો.