CIA ALERT

Blog - Page 622 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 19, 2018
rice.jpg
1min11520

જાણીતી અભિનેત્રી નિહારિકા રાઇઝાદાએ ભારતની પ્રથમ રાઇસ સ્કિન કેર કોસ્મેટિક બ્રાન્ડની વિવિધ પ્રોડક્ટ્સનું પ્રમોશન કર્યું

ભારતની પ્રથમ રાઇસ સ્કિન કેર કોસ્મેટિક બ્રાન્ડની એમ્બેસેડર અને જાણીતી અભિનેત્રી નિહારિકા રાઇઝાદાએ શહેરના વીઆર મોલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કંપનીની પ્રોડક્ટ રાઇસ સ્કિન અફેરનું પ્રમોશન કર્યું હતું. પ્રાચિન પદ્ધતિઓના આધાર અને કોરિયન આરએન્ડડીના સહયોગથી રાઇસે પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરી છે, જે તમારી ત્વચાના ઉંડાણમાં જઇને તેને પુનર્જીવિત કરે છે અને તેને સુંદર અને મુલાયમ રાખે છે.

ચોખામાંથી પ્રાપ્ત કરાયેલા ઓઇલ રાઇસ બ્રાન ફેટી એસિડની ઉંચી માત્રા ધરાવે છે, જે તમારી ત્વચાને પરફેક્ટ મોઇશ્ચર પ્રદાન કરે છે. એન્ટીઓક્સિડન્ટ્સ, વીટામીન બી અને ઇ તથા અદ્ભુત કુદરતી તત્વો ધરાવતી પ્રોડક્ટ્સ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે-સાથે તેની સુરક્ષા પણ કરે છે. તમારી અપેક્ષા મૂજબ સુંદર અને આકર્ષક ત્વચા પ્રાપ્ત કરવા માટે કોસ્મેટિક્સ બનાવવા માટે રાઇસ કેન્દ્રિત છે.

ઉલ્લેખનીય છે કે રાઇસ કોસ્મેટિક્સ પેરાબીન, ફિનોક્સેથેનોલ, મિનરલ ઓઇલ, સોડિયમ લ્યુરેથ સલ્ફેટ, આર્ટિફિશિયલ ડાઇ, ટ્રાઇથેનોલામાઇન વગેરેથી મુક્ત છે અને કુદરતી ઘટકોથી તૈયાર કરાયેલી પ્રોડક્ટ્સ ત્વચાની પૂરતી કાળજી રાખે છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોડક્ટ કુદરતી તત્વો ધરાવવાની સાથે-સાથે કેમિકલ ફ્રી, લાંબા પરિણામો, ત્રણ લાઇટિંગ વ્હાઇટિંગ ઇફેક્ટ આપે છે તેમજ રાઇસ બ્રાનની સાથે-સાથે ફળો અને ફુલોના ઘટકો ત્વચાને મુલાયમ અને આકર્ષક બનાવે છે. આ પ્રસંગે બ્યુટી વર્લ્ડમાં કંપનીની કામગીરી તથા ભાવિ યોજનાઓની પણ જાણકારી આપવામાં આવી હતી.

October 19, 2018
seva4-1.jpg
1min13330

રોટી એ કોઈ પણ મનુષ્યની મુખ્ય જરૂરિયાત હોય છે . મનુષ્ય કોઈ પણ જરૂરિયાત ને ઘટાડી શકે છે પરંતુ શરીર નું પોષણ કરવામાટે જરૂરી રોટી અને પાણીની જરૂરને કોઈ પણ રીતે  ટાળવી શક્ય નથી. વિધિની વક્રતા યાતો પછી નસીબજોગે અગર કોઈ વ્યક્તિને ભોજન વગર રહેવું પડે તો  તેનાથી વધુ દારુણ દુઃખ આ દુનિયામાં બીજું એકેય નથી.આપણા સુરત શહેરમાં ઘણી મોટી સંખ્યામાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો એક વર્ગ રહેછે . તેમનામાંથી ઘણા લોકો પોતાના પરિવારથી દૂર રહે છે .તેમને ઘણી વાર વિવિધ કારણોસર આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

સેવા ફાઉન્ડેશન તબીબી ક્ષેત્રે અને એમ્બ્યુલન્સની સગવડ કરાવવા ઉપરાંત બીજી અનેક પ્રકારની સેવાઓ  જરૂરિયાતમંદ લોકોને  ઉપલબ્ધ કરાવવાનું કામ કરી રહયું છે . સેવા ક્ષેત્રમાં હંમેશા વ્યસ્ત રહેનાર સંસ્થાએ જ્યારે તબીબી સુવિધા જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવાના કાર્ય દરમિયાન જોયું કે અહીં તો ભોજનની સમસ્યા પણ છે એટલે પછી આ દિશામાં પોતાના પ્રયાસો શરુ કરી દીધા.

સુરત શહેરમાં ઘણી બધી સંસ્થાઓ ભોજન ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહી છે .તેમાંની એક છે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ જે ઓછામાં ઓછી કિંમતે પૌષ્ટિક ભોજન આપવાનું કામ કરેછે . જમણની ગુણવત્તા એટલી સારી હોય છે કે ટ્રસ્ટી મંડળના સભ્યો પણ આ ભોજન લેછે .આવી સમાજ ને સમર્પિત સંસ્થાના સહયોગથી આજે અન્નપૂર્ણા સેવા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે સેવા ફાઉન્ડેશન માટે ગૌરવની બાબત છે.આ અન્નપૂર્ણા રથ ગરીબ અને પછાત વિસ્તારના  જરૂરિયાતમંદ લોકોને ફક્ત ૧૦ રૂપિયામાં ભોજન આપશે.

તા.17મી ઓક્ટોબર 2018ના રોજ પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં આ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તા.17મી ઓક્ટોબર 2018ના રોજ ભોજન વિના મુલ્યે આપવામાં આવ્યું હતું.આ સિવાય જે જરૂરિયાત વાળી વ્યક્તિ હશે તેમને માટે આ વ્યવસ્થા કાયમ માટે રાખવામાં આવશે.કોઈ વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે એ માટે ભોજનની ઓછામાં ઓછી કિંમત ૧૦ રૂપિયા રાખવામાં આવી છે .

આ પ્રસંગે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ સેવા તથા સેવા ફાઉન્ડેશન આ પ્રસંગે બધા સહયોગી અને મદદકર્તાઓનો આભાર માને છે અને અભિનંદન પાઠવે છે.

સમારંભમાં જે પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહયા તેમાં મુખ્ય મહેમાબ તરીકે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સૂર્યકાન્ત જ।લાન, સુરતના મેયર ર્ડો.જગદીશ પટેલ, અન્નપૂર્ણા ટ્રસ્ટના અધ્યક્ષ જે પી અગ્રવાલ , છાંયડોના પ્રેસિડેન્ટ ભરતભાઈ શાહ, માનવ સેવા ટ્રસ્ટના જયરામભાઈ શાહ, વિનોદ અગ્રવાલ, કિશોરભાઈ વિન્દલ, શ્રીમતી સુષમા અગ્રવાલ, શ્રીમતી રૂપલ શાહ, ગુરુ નાનક હોસ્પિટલના ગોવિંદજી અને સેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ રાજીવ ઓમર ખાસ ઉપસ્થિત રહયા હતા.

 

October 19, 2018
30-woman-wrestler-headshaved_01.jpg
1min5960

કુશ્તી મેચ દરમિયાન રાઉન્ડ વચ્ચે 30 સેકન્ડના બ્રેકમાં વાળ સરખા કરવામાં જ સમય વેડફાઇ જતો હોવાથી કોચએ આપેલી સલાહને અનુસરીને મહિલા પહેલવાનો જાતે જ માથાના વાળ પૂરેપૂરા મૂંડાવી રહી છે

ajab-gajab

આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મમાં દીકરી પહેલવાનીમાં બરાબર ધ્યાન આપી શકે એ માટે પિતા મહાવીરસિંહ ફોગાટ દીકરીઓ ગીતા અને બબીતાની મરજી વિના વાળ ટૂંકાં કરાવી દે છે, પરંતુ હરિયાણામાં મહિલા પહેલવાનો જાતે જ માથાના વાળ પૂરેપૂરા મૂંડાવી રહી છે. વાત એમ છે કે હરિયાણામાં રેસલિંગનો ફીવર છોકરીઓમાં એટલો છવાયો છે કે તેઓ કુશ્તીમાં અવ્વલ આવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. મહિલા પહેલવાનોનું કહેવું છે કે કુશ્તી દરમ્યાન બે રાઉન્ડની વચ્ચે તેમને માત્ર ૩૦ સેકન્ડનો સમય મળતો હાયે છે. એવા સમયે આ સમય માથાના વાળ ઠીક કરવામાં જ નીકળી જાય છે. એને કારણે કોચ દ્વારા જે ટિપ્સ અપાઈ રહી હોય છે એમાંથી ધ્યાન ભટકી જાય છે. મહિલા પહેલવાનોના કોચ રાજેશકુમારનું કહેવું છે કે ‘હવાસિંહ અખાડામાં ઘણી છોકરીઓ રેસલિંગની તાલીમ લઈ રહી છે. વાળને કારણે તેમની ગેમ પર અસર ન થાય એ માટે બધી છોકરીઓએ માથું મુંડન કરાવી લેવાનો નર્ણિય જાતે જ લીધો છે. એનાથી તેમનો પર્ફોમન્સ પણ સુધરશે.’

October 19, 2018
1min6250

દુબઈમાં The kabab Shop નામની એક રેસ્ટોરાં છે જેના માલિકે બહાર પાટિયું માર્યું છે કે ‘જો તમે જૉબલેસ હો અને નોકરી શોધી રહ્યા હો તો અમારે ત્યાં ખાવાનું ખાઈ શકો છો. જ્યારે પૈસા આવી જાય ત્યારે બિલ પે કરી દેજો.’

‘ખલીજ ટાઇમ્સ’માં છપાયેલા સમાચાર અનુસાર આ રેસ્ટોરાંનું નામ છે ‘ધ કબાબ શૉપ’. આ રેસ્ટોરાં કમાલ રિઝવી નામનો પાકિસ્તાની મૂળનો કૅનેડાનો બિઝનેસમૅન ચલાવે છે. રેસ્ટોરાં સિલિકૉન ઓએસિસ વિસ્તારમાં છે. કમાલ રિઝવીનું કહેવું હતું કે ‘તેને ત્યાં રોજ બે કસ્ટમર્સ લંચ માટે આવતા હતા. લંચ પછી પણ તેઓ ખાસ્સો સમય અહીં વિતાવતા. જોકે થોડાક સમય પછી બન્નેનું આવવાનું અચાનક બંધ થઈ ગયું. મેં તપાસ કરી તો ખબર પડી કે એમાંથી એક જણની નોકરી છૂટી ગઈ છે એટલે બન્નેએ અહીં આવવાનું બંધ કરી દીધું છે. મેં તેમને ફોન કરીને કહ્યું કે તેઓ રોજ આવીને અહીં ખાવાનું ખાઈ શકે છે, ભલે તેઓ અત્યારે બિલ પે ન કરી શકે એમ હોય. એ ફોન પછી બન્ને પાછા આવવા લાગ્યા.’

October 19, 2018
ayodhyay.jpg
1min5930

uddhav2

તા.19મી ઓક્ટોબર 2018ના રોજ મુંબઇના શિવાજી પાર્કમાં યોજાયેલી શિવસેનાની પરંપરાગત દશેરારૅલીને સંબોધિત કરતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામમંદિરના મુદ્દે કેન્દ્રની NDAએ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

સાડાચાર વર્ષથી સત્તા પર છો તો એક વખત પણ અયોધ્યા કેમ ન ગયા એવો પ્રશ્ન કરી વડા પ્રધાન પર સીધો હુમલો કરતાં ઉદ્ધવ ઠાકરેએ ૨૫ નવેમ્બરે તેઓ અયોધ્યા જશે એવી જાહેરાત કરી હતી. BJPને પડકારતાં તેમણે કહ્યું હતું કે ‘હવે જોઈએ કે અયોધ્યામાં રામમંદિર કોણ બનાવે છે? તમે કે પછી હું?’

BJP પર તીખા વ્યંગ કરતાં તેમણે કહ્યું હતું કે ‘જો અયોધ્યામાં રામમંદિર બાંધવાની વાત માત્ર ચૂંટણીઢંઢેરો જ હતી તો કેન્દ્રની સરકારને NDAની સરકાર ન કહેતાં એમ કહી શકાય કે સરકારના DNAમાં જ કોઈ ગરબડ છે. મંદિર બાંધવા માટે છપ્પનની છાતીની નહીં પણ મજબૂત મનોબળની જરૂર છે.’

વડા પ્રધાને એક પણ વાર અયોધ્યાની મુલાકાત નથી લીધી એ મુદ્દાને તેમની વિદેશયાત્રા સાથે સાંકળતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમે ચીન, જપાન અને અમે ભૂગોળમાં પણ ક્યારેય નામ ન સાંભળ્યા હોય એવા દેશોમાં જાઓ અને ભારતનું નામ રોશન કરો, પણ એક વાર તમારા મતવિસ્તારની પાડોશમાં આવેલા અયોધ્યાને કઈ રીતે ભૂલી શકો છો?

દશેરારૅલીના ભાષણની શરૂઆત રામમંદિરના મુદ્દાથી કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે વિજયાદશમીએ દર વર્ષે રાવણ ઊભો થાય છે પણ રામમંદિર ઊભું નથી થઈ રહ્યું.

October 18, 2018
carstealing.png
1min6710
  • સુત્રધાર ડો.હરેશ બાવળાના બલદાણા ગામે આયુર્વેદિક દવાખાનું ચલાવતો હતો
  • કાર ચોર ટોળકીનો સુત્રધાર ડોકટર હરેશ માણીયા સુરતથી ઝડપાયો
  • વસ્ત્રાપુર, સેટેલાઈટમાં ૧૩૦થી વધુ કાર ચોરી કર્યાંની કબુલાત
  • સેન્ટ્રો, એસ્ટીમ, મારુતી ફ્રન્ટી, એસેન્ટ, વેગર આર, અલ્ટો જેવી જુના મોડેલની જ ગાડીઓ ચોરતા

અમદાવાદ સહિત રાજયભર જુદા જુદા સ્થળોએથી સેન્ટ્રો, એસ્ટીમ, મારુતી ફ્રન્ટી, અલ્ટો, વેગન આર, એસેન્ટ જેવી જુના મોડેલની જ કારની ચોરી કરી તેની નંબર પ્લેટો બદલી ઉપજાવી કાઢેલા ફેક દસ્તાવેજાના આધારે નિર્દોષ ગ્રાહકોને પધરાવી દેતી ટોળકીનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમબ્રાંચે મુખ્ય સુત્રધારને સુરતથી દબોચી લીધો છે. રાજ્યવ્યાપી કારચોરી કૌભાંડમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે પકડાયેલો સુત્રધાર આયુર્વેદિક ડોકટર છે અને તેણે અત્યાર સુધીમાં રપ૦થી વધુ કારોની ચોરી કરી વેચી મારી રોકડી કરી લીધી છે. આ ટોળકીના કુલ પાંચ સાગરિતો ઝડપાયા છે. એકલા અમદાવાદના વસ્ત્રાપુરમાંથી જ આ ટોળકીએ ૧૩૦ જેટલી કારની ચોરી કરી હોવાનું મનાઈ રહયું છે. ખાસ કરીને જાહેર રોડ પર પાર્ક કરેલી કારો ઉઠાવી જતા હતાં.

પકડાયેલા સાગરિતોની પુછપરછમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચને એવી માહિતી મળી હતી કે કાર ચોર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડો. હરેશ સુરતમાં સંતાયેલો છે, જેના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચની એક ટીમે સુરતમાં 17 ઓક્ટોબર 2018ને બુધવારે સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને સુરત પોલીસની મદદથી ડો. હરેશને આબાદ ઝડપી લીધો હતો. ડો. હરેશને અમદાવાદ લાવી તેની પુછપરછ કરતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ આ ગેંગના અન્ય સાગરિતોને પણ ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે. ચોરીની કારોની નંબર પ્લેટ બદલીને કોને કોને વહેચી છે તે અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેના પગલે આગામી ટુંક સમયમાં ધરપકડનો દોર શરૂ થશે.

ફિલ્મી સ્ટાઇલ કાર ચોર જેવી ઓપરેન્ડી હતી ડો. હરેશ મણીયાની

સમગ્ર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડોકટર હરેશ મણીયા છે હરેશ મણીયાએ રાય યુનિવર્સિટીમાંથી એમએસસી કર્યું છે અને બાવળા તાલુકાના બગદાણા ગામે આયુર્વેદિક દવાખાનુ ચલાવે છે. દરમિયાનમાં તેણે વાહનચોરી કરવાનું શરૂ કર્યું હતું અને તેણે પોતાની ગેંગ બનાવી હતી અન્ય શહેરોમાંથી કારોની ઉઠાંતરી કર્યાં બાદ તેઓએ અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએથી વાહનચોરી કરી હતી બાવળાની સહજાનંદ સોસાયટીમાં રહેતો ડોકટર હરેશ વાહનચોરીમાં એકસપર્ટ થઈ ગયો હતો જાકે તેના ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતો હરેશ અગાઉ ડુપ્લીકેટ ચલણી નોટોના કેસમાં ઝડપાયો હતો અને તેને સજા પણ થઈ હતી.

અમદાવાદમાં કાર ચોરીના બનાવો વધતા પોલીસ એલર્ટ બની હતી

પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓએ કબુલ્યુ છે કે વસ્ત્રાપુર, આનંદનગર અને સેટેલાઈટ વિસ્તારમાંથી તેઓએ ૧૩૦થી વધુ ગાડીની ચોરી કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે ડો. હરેશની ગેંગે એસ.જી.હાઈવે પરથી સૌથી વધુ કારની ચોરી કરી છે કારની ચોરી કર્યાં બાદ તેઓ એક પાર્ટી પ્લોટમાં ગાડીને લઈ જતા હતા અને ત્યાં નંબર પ્લેટ બદલીને બીજા શહેરોમાં વહેંચી નાંખતા હતાં વાહનચોર ટોળકીએ અનેક મોંઘી કારોની ચોરી કરી છે પ્રાથમિક પુછપરછમાં જ રપ૦થી વધુ કારોની ચોરી કરી હોવાનું કબુલ્યું છે આટલી મોટી સંખ્યામાં કારની ચોરી કરતી ગેંગ ઝડપાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.

October 18, 2018
ravan.jpg
1min7890
  • રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 25 ટકા સુધી વધારો
  • ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો
  • મટિરિયલ પર જીએસટીની ચૂકવણી

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.

રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.

સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર  અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.

રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.

 

October 18, 2018
RSS.jpg
1min20250
  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દશેરા પર્વે પોતાનો 93મા સ્થાપના દિવસની ઉજવણી કરી
  • સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું
  • નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા

RSS

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે તા.18 ઓક્ટોબર 2018ને દશેરા પર્વે પોતાનો 93મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે નાગપુરમાં સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં સ્વયંસેવકોએ પથ સંચલન કર્યું. આ દરમિયાન નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું.

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ત્યારે આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સરકારને સલાહ આપી દીધી છે. સંઘ પ્રમુખે કહ્યું, ‘રાજકારણને કારણે કેટલાક લોકો આ મુદ્દાને ખેંચી રહ્યા છે. રામ મંદિર હિન્દુ-મુસલમાન વચ્ચેનો પ્રશ્ન નથી. તે ભારતનું પ્રતીક છે. અને જે માર્ગે રામ મંદિરનું નિર્માણ શક્ય હોય તે માર્ગે મંદિર બનવું જ જોઈએ. સરકારે કાયદો બનાવીને રામ મંદિર બનાવવું જોઈએ’

તો પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ફરી એકવાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત દોહરાવી. સાથે જ મોહન ભાગવતે દેશના રાજકારણમાં સત્ય અને અહિંસાનું મહત્વ પણ દર્શાવ્યું. ભાગવતે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે રાજકારણની કલ્પના કરી હતી. જે અંગ્રેજો હંમેશા જીતતા હતા તેમની સામે હથિયાર વગર લડીને ગાંધીએ જીત અપાવી હતી.

October 17, 2018
adinath.jpg
1min6370

સુરતના પરવત પાટિયા ખાતે આવેલા આદિનાથ દિગંબર જૈન દેરાસરમાં તા.16મી ઓક્ટોબર 2018ની રાત દરમિયાન જૈનો માટે અતિપવિત્ર અને આસ્થાનું પ્રતિક ગણાતી અષ્ટધાતુની મૂર્તિ, ચાંદીની છત અને કળશ ગુમ થઇ જતા જૈન સમાજમાં રોષ છે. આજે તા.17મી ઓક્ટોબર 2018ના રોજ સવારે નિત્ય ક્રમ મુજબ ભગવાનની પુજાનો સમય થયો ત્યારે એ વાત ઉજાગર થઇ કે મૂર્તિ સમેત અન્ય સામગ્રી પર તસ્કરો હાથ ફેરો કરીને પલાયન ભણી ગયા છે.

(આ મૂર્તિની પૂજા થવાની હતી, પરંતુ એ પહેલા તસ્કરો તફડાવી ગયા)

પરવત પાટીયા વિસ્તારમાં આવેલા આ આદિનાથ દિગંબર જૈન મંદિર નજીક 10થી 19 ઓકટોબર સુધી  24 સમવશરણ કલ્પદ્રુમ મહામંડળ વિધાન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે જ આ ઘટના બનતા જૈન બંધુઓની લાગણી દુભાઇ જવા પામી છે. ચોરી કોણે કરી એ જાણવા માટે જ્યારે સીસી ટીવી કેમેરાની સિસ્ટમ ચેક કરવામાં આવી ત્યારે સીસી ટીવી કેમેરા બંધ મળ્યા હતા. ઇલેક્ટ્રીક સપ્લાયનો પ્લગ નીકળી જતા સીસી ટીવી ઠપ હતા. એ જ સમયે તસ્કરોએ પણ હાથ ફેરો કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દિંગબર જૈન સમાજના ભક્તોએ કેશવ નગર પોલીસ ચોકીનો ઘેરાવ કરીને ચોરને પકડી પાડવાની માગ કરી હતી.

October 16, 2018
Parliamentsurat1.jpg
1min7760

पिछले रविवार, ता.14 अक्टुबर 2018 को शहरमां रचनात्मक कार्यक्रमो के आयोजन कर रहे अग्रवाल विकास ट्रस्ट द्वारा “हमारी संसद” कार्यक्रम का आयोजन किया गया था. कार्यक्रम सफल रहा इसकी अनुभूति कार्यक्रम में सांसद, मिनिस्टर, स्पीकर एैसी अलग अलग भूमिका अदा करने वाले स्थानिय युवक-युवतिओने शेयर किए अपने अनुभवो से प्रतीत होता है.

अग्रवाल विकास ट्रस्ट का हमारी संसद कार्य़क्रम इसिलिए भी सराहनिय रहा क्यूंकी इसमें पार्ट लेने वाले सभी छोटे-बडे पार्टीसिपेट्सने समाज को रचनात्मक राजनिती कैसे कि जाती है उनकी भी एक झांकी कराइ है.

(शहर के जाने माने चार्टर्ड अकाउन्टन्ट श्रीबालकृष्ण अग्रवालजी ने हमारी संसद कार्यक्रम में कांग्रेस के मध्यप्रदेश के कदावर नेता श्री ज्योतीरादित्य सिंधिया कि भूमिका अदा कि)

(शहर कि जानी-मानी पत्रकार जिज्ञासा सोलंकीने हमारी संसद कार्यक्रम में स्पीकर कि भूमिका अदा कि)

ऐसा लगा मानो सच में संसद भवन में हूं ः जिज्ञासा सोलंकी, पत्रकार-सुरत

शहर कि जानी-मानी जर्नलिस्ट जिज्ञासा सोलंकी को हमारी संसद कार्यक्रम में स्पीकर के तौर पर आमंत्रित किया गया था. अपने इस अनुभव को बयां करते हुए जिज्ञासा सोलंकीने बतायां कि स्पीकर सुमित्रा महाजन के कैरेक्टर में हम ऐसे “घूसे” कि पूछो मत! गार्ड्स के साथ संसद भवन में जब एंट्री ली तब गजब की फिलिंग आई।कुछ पलों के लिए तो ऐसा लगा कि हम सचमूच दिल्ली के संसद भवन में पहुंच गए।

आगे बताते हुए जिज्ञासा सोलंकी ने कहा कि वहां मौजूद सांसद ने भी कमाल का परफॉर्मेंस दिया। बिल्कुल संसद भवन जैसा माहौल बना दिया था। रूलिंग पार्टी और अपोजिशन पार्टी के बीच आरोप-प्रत्यारोप हुए, बहस हुई, और तो और कुर्सियां भी टूटी। इस मामले में तो उन्होंने दिल्ली वालों को भी पीछे छोड़ दिया। स्पीकर महोदया बार-बार लोगों से संसद की गरिमा बनाए रखने की अपील करती रही, लेकिन यहां कौन है जो उनकी बात सुनता। इस बात से हमें हमारी स्पीकर की परिस्थिति का अंदाजा भी हुआ कि इनके लिए तो यह रोज का मामला है।