CIA ALERT

Blog - Page 574 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 5, 2019
a2-1280x853.jpg
1min13290

અમરોલી કોલેજના યંગસ્ટર્સે દ્વારા અભિનીત અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી પ્રાયોજિત નાટક મેં ગનદેવીનો ગલો નો પ્રયોગ ગઇ તા.3જી ફેબ્રુઆરીને રવિવારે સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યો હતો. શ્રોતાઓને આ નાટક એટલું ગમ્યું હતું કે આજકાલ સુરતના સોશ્યલ મિડીયા નેટવર્કમાં આ નાટકની ભારે ચર્ચાઓ થઇ રહી છે. દક્ષિણ ગુજરાતની સ્થાનિક તળપદી ભાષા પ્રયોગ સાથે લખાયેલા આ નાટકના પાત્રોના અભિનયને પણ લોકો વખાણી રહ્યા છે.

(સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગઇ તા.3 ફેબ્રુઆરી 2019ના રોજ મેં ગનદેવીનો ગલો નાટ્ય પ્રયોગ પૂર્વે સમારોહનું દિપ પ્રાગટ્ય કરી રહેલા ડો. ધવલ પટેલ, સુરત કલેક્ટર તેમજ અમરોલી જીવન જ્યોત ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યો)

આ નાટક પ્રાદેશિક ભાષા, દક્ષિણ ગુજરાતની તળપદી ભાષાનું સંવર્ધન થાય તે માટે પ્રાયોજિત કરવામાં આવ્યું છે. શ્રી સતીષ વ્યાસ દ્વારા લિખીત અને અમરોલી કોલેજના અધ્યાપિકા સોનલ વૈદ્ય કુલકર્ણી દ્વારા દિર્ગદર્શિત આ નાટ્યને ખુદ સુરત કલેક્ટર શ્રી ધવલ પટેલ, સુરતના નાટ્ય આગેવાનો સર્વશ્રી યઝદી કરંજીયા, શ્રી કપિલ દેવ શુક્લ સમેત અગ્રણીઓ વખાણી ચૂક્યા છે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી -ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને જે.જેડ.શાહ આર્ટસ એન્ડ એચ. પી.દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા પ્રસ્તુત “મેં ગંદેવીનો ગલો” (લેખક:સતીશ વ્યાસ, દિગ્દર્શક: સોનલ વૈદ્ય કુલકર્ણી) નાટક તારીખ 3/2/2019 ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધવલભાઈ પટેલ (આદરણીય કલેકટર શ્રી સુરત), શ્રી સતિષભાઈ વ્યાસ, શ્રી યઝદી ભાઈ કરંજીયા, શ્રી ભરતભાઈ શાહ (પ્રમુખશ્રી જીવન જ્યોત ટ્રસ્ટ,અમરોલી) તથા જીવન જ્યોત ટ્રસ્ટ ના અન્ય ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. વિશાળ સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી આ નાટકને માણ્યું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિ.ડૉ.કે.એન. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર શ્રી સતિષભાઈ વ્યાસ , પ્રા. સોનલ વૈદ્ય કુલકર્ણી,નાટકના પાત્ર ભજવનાર તમામ વિદ્યાર્થીઓનો તથા કાર્યક્રમ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ તમામ વ્યક્તિઓ નો ખુબ ખુબ આભાર માને છે.

  • ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે મેં ગનદેવીનો ગલો
  • ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન
  • સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી
  • હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે

ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના નાટક ની પસંદગી કરવામાં આવી છે. સુરતમાંથી પસંદ થયેલા નાટક સુરત સહિત અલગ અલગ શહેરોમાં ભજવાશે. ગુજરાતમાંથી 250 એન્ટ્રી આવી હતી સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી. જેમાં સુરતના નાટકો પણ હતાં. ભજવણી માટે સુરતના બેસ્ટ નાટકનું સિલેક્શન કરવામાં આવ્યું. દ.ગુજરાતની બોલી દર્શાવતુ નાટક છે અમરોલી કોલેજના પ્રોફેસર સોનલ વૈદ્ય કુલકર્ણીએ કહ્યું હતું કે, “અમરોલી કોલેજ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. સુરતી તળપદી ભાષા અને દક્ષિણ ગુજરાતની બોલી અને ગુજરાતી માધ્યમને પુષ્ટિ આપતું હોવાથી પસંદ કરવામાં આવ્યું છે.

અમરોલી કોલેજનું નાટક “મેં ગંદેવીનો ગલો” નાટક સિલેક્ટ કરવામાં આવ્યું છે. આ નાટક ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે.સુરતના નાટકો ભજવાશે સિલેકશન સ્પર્ધાના તજજ્ઞ કહે છે કે “વારસાગત જાળવણી સ્કિમમાં સુરતની અનેક કોલેજોએ નાટકની એન્ટ્રી મોકલી હતી. જેમાં નાટક સિલેક્ટ થયા છે. હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે.

February 5, 2019
facebook.jpeg
8min14980

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 15 વર્ષ પહેલા કોલેજના દોસ્તો સાથે સંપર્કમાં રહી શકાય એ માટે નેટવર્ક સ્થાપ્યું હતું, આજે 232 કરોડ લોકો ફેસબુકના બંધાણી થઇ ગયા છે, વિશ્વમાં સૌથી શક્તિશાળી માધ્યમ બન્યું છે ફેસબુક

(ફાઇલ ફોટો)

દુનિયાભરમાં 232 કરોડ યુઝરવાળી ફેસબુક (એફબી)એ સોમવારે, તા.4 ફેબ્રુઆરી 2019ના રોજ 15 વર્ષ પૂરાં કરી લીઘા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે પોતાની કોલેજના શરૂઆતી દિવસો દરમિયાન સ્ટુડન્ટ્સના નેટવર્કિંગ માટે ફેસબુક સોફ્ટવેયર બનાવ્યો હતો, જે ધીમે ધીમે એટલો પ્રચલિત બની ગયો કે આજે માધ્યમની કુલ કિંમત રૂ. 34 લાખ કરોડ રૂપિયાની કંપની છે.

ફેસબુકના લોન્ચિંગના 2 વર્ષ પછી યાહૂએ તેને 7100 કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર આપી હતી, પરંતુ એફબીના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને લાગ્યું કે યાહુએ વેલ્યુ ઓછી આંકી છે, એટલે ડીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ફેસબુકની હાલની વેલ્યુ આજે યાહૂની પેરેન્ટ કંપની વેરિઝોન કોમ્યુનિકેશન્સ કરતા બેગણ છે. વેરિઝોનની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયા છે. તેણે 2017માં યાહૂને 34,080 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

  • દુનિયામાં ટાઇમ પાસિંગનું એવું માધ્યમ બન્યું કે લોકો એકલા એકલા કલાકો ફેસબુક પર વિતાવી રહ્યા છે
  • દુનિયામાં ગ્રીટ (શુભેચ્છા) આપવા માટેનું સૌથી સસ્તું માધ્યમ અને હાથવગું માધ્યમ બન્યું
  • 100 કરોડથી વધુ લોકો ફેસબુકના માધ્યમથી રૂપિયા કમાઇ રહ્યા છે
  • ઓછામાં ઓછા 10 કરોડથી વધુ લોકોને ફેસબુકએ જીવન સાથી અપાવવામાં મદદ કરી

Daily Active Users

  • 1 280 Million
  • Outside USA 85 %

Monthly Active Users

  • All Users 1 940 Million
  • Mobile Users 92 %

Facebook Pages Stats in India

1
country image

Narendra Modi INDIA

Total Fans

43 393 618

2
country image

Priyanka Chopra INDIA

40 027 879
3
country image

Virat Kohli INDIA

37 207 026
4
country image

Salman Khan INDIA

36 375 827
5
country image

Deepika Padukone INDIA

34 347 644
6
country image

Amitabh Bachchan INDIA

30 363 059
7
country image

Laughing Colours INDIA

29 851 644
8
country image

Yo! Yo! Honey Singh INDIA

29 741 941
9
country image

Shah Rukh Khan INDIA

29 522 954
10
country image

Indian Cricket Team INDIA

28 852 099

 

February 5, 2019
uri.jpg
1min7260

૨૩ અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની વિકી કૌશલની

વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ બૉક્સ-ઑફિસ પર એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. અગિયાર જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે અને હજી પણ એ થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મે ૨૩મા અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ચોથા અઠવાડિયાના શુક્રવારે ૩.૪૩ કરોડ, શનિવારે ૬.૫૩ કરોડ અને રવિવારે ૮.૭૧ કરોડ સાથે ટોટલ ૧૮૯.૭૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી બસો કરોડની ક્લબમાં દાખલ થશે એવી ચર્ચા છે.

આ ફિલ્મે ૨૩મા દિવસે ૬.૫૩ કરોડનો બિઝનેસ કર્યો છે જે અગાઉ ૬.૩૫ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો. આ સાથે જ ‘ઉરી’એ ૨૪મા દિવસે ૮.૭૧ કરોડનો બિઝનેસ કર્યો છે, જે અગાઉ ૭.૮૦ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો.

February 5, 2019
ips-1280x720.jpg
1min5740

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને સુપ્રીમ કોર્ટમાં જોરદાર આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચીટફંડ કૌભાંડમાં પૂછપરછ માટે સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે કોલકાતા પોલીસ કમિશ્રન રાજીવ કુમારને આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, રાજીવ કુમારની હાલ ધરપકડ નહીં થાય. બંગાળ સરકારના મુખ્યમંત્રી મમતા બેનરજી સીબીઆઈ વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે અને ત્યાંથી જ ફોન પર પોતાની સરકારનો વહીવટ ચલાવી રહ્યા છે.

શારદા ચીટફંડ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સીબીઆઈની અરજી પર સુનાવણી દરમિયાન સીબીઆઈના પક્ષે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે દલીલ રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ કમિશ્નરના વડપણ હેઠળ એસઆઈટીની રચના કરી હતી જેમના દ્વારા પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને કૌભાંડની યોગ્ય તપાસ નથી થઈ.

સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે મમતાને એકરીતે આંચકો લાગ્યો છે. જો કે મમતાએ સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારતા કહ્યું કે- કોઈ જ દેશમાં મોટો બોસ નથી.  સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશ્નરને સીબીઆઈની માનહાનીની અરજી પર નોટિસ પાઠવી છે.

February 4, 2019
mauni5.jpg
1min10060

ત્રિવેણી સંગમ ખાતે મૌની અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુઓ શાહી સ્નાન માટે ઉમટી પડ્યા હતા. પ્રયાગરાજ સંગમમાં સવારે સવા કરોડ જેટલા શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી. આ સિવાય અખાડાઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું.

પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. કુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. આજે મૌની અમાસના દિવસે સાધુ-સંતો સહિત લાખો શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવીને શાહી સ્નાન કર્યું હતું.

ધાર્મિક પરંપરાઓ અનુસાર મહા મહિનામાં આવતી આ અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવાનો ખાસ મહિમા છે.

આ દિવસે પવિત્ર સંગમ અને નદીમાં દેવતાઓ નિવાસ કરતા હોવાની પૌરાણિક માન્યતા છે, આ દિવસે ખાસ ગંગા સ્નાન કરવાનો મહિમા છે. જેના કારણે લાખોની સંખ્યામાં લોકો અહીં સ્નાન કરવા પહોંચે છે.

 મૌની અમાવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. યોગી આદિત્યનાથે આચાર્ય મહામંડલેશ્વરો, મહંતો, તેમજ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી.

સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અયોધ્યામાં ઠંડી અને ધુમ્મસના વાતાવરણ વચ્ચે સરયૂ નદીમાં ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું.

ચિત્રકૂટ ખાતે પણ મૌની અમાસના અવસર પર લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કર્યું હતું. લોકોએ સ્નાન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સિવાય શ્રદ્ધાળુઓ મંદાકિની ખાતે પણ સ્નાન કર્યું હતું.

 મૌની અમાવસ્યાના દિવસે દાન કરવાની પ્રથા છે આ દિવસે કપડા, વસ્ત્ર, ધન, ગાય, જમીન અને સોનુ દાન કરવાનો મહાત્મ છે.

કુંભમાં લાખો લોકોની હાજરી છતાંય સ્વચ્છતા પર ધ્યાન અપાઈ રહ્યું છે. સફાઈ કામદારો દ્વારા નદી કિનારો સતત સ્વચ્છ રખાઈ રહ્યો છે.

February 4, 2019
ips-1280x720.jpg
1min6270

રાજીવ કુમાર (ફાઇલ ફોટો)

શારદા ચિટફંડ કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને સીબીઆઇ સામસામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારની સાંજે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચેલી સીબીઆઇ ઓફિસર્સની ટીમને કોલકાતા પોલીસે અટકાવી હતી અને તમામ ઓફિસર્સની અટકાયત પણ કરી હતી. ત્યારબાદ આ ઓફિસર્સને છોડી પણ મૂકવામાં આવ્યા હતા. જોકે આ બધા ડ્રામા દરમિયાન મમતા બેનર્જી પણ રાજીવ કુમારના ઘરે પહોંચ્યા હતા. તેમણે રાજીવ કુમાર માટે થઈને ભાજપ વિરુદ્ધ ધરણા કર્યા હતા. જાણો કોણ છે આ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર અને મમતા બેનર્જી કેમ કરી રહ્યા છે તેમની તરફેણ.

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની SM કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

રાજીવ કુમાર હાલ શારદા ચિટફંડ તપાસના ઘેરામાં છે. તેમણે ચિટફંડની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને લીડ કરી હતી. એવું કહેવામાં આવે છે કે આ તપાસ દરમિયાન ગરબડ કરવામાં આવી હતી. SITની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ સાથે જોડાયેલા અનેક મહત્વની ફાઇલો અને દસ્તાવેજો ગાયબ છે. સીબીઆઈ આ ગુપ્ત થયેલી ફાઇલો અને દસ્તાવેજોને લઈને કમિશ્નરની પૂછપરછ કરવા માંગે છે. આ મામલે સીબીઆઈએ પોલીસ કમિશ્નરને ફરાર બતાવ્યા છે.

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની SM કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

શારદા ચિટફંડ એક મોટો ગોટાળો છે. આ ગોટાળામાં અનેક મોટા લોકો સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં પશ્ચિમ બંગાળની ચિટફંડ કંપની શારદા ગ્રુપે લોકોને છેતરવા માટે અનેક લલચામણી ઓફર આપી હતી. આ કંપનીએ 34 ગણી રકમ કરી આપવાનું વચન આપ્યું હતું, બાદમાં કંપનીએ લોકોના પૈસા પડાવી લીધા હતા.

February 4, 2019
best-card-swiping-machine.png
1min8080

જામનગર જિલ્લા પોલીસે એક એવી પીઝા રેસ્ટોરેન્ટની ગેંગ પકડી પાડી છે જેઓ પોતાને ત્યાં પીઝા ખાવા આવતા કસ્ટમર્સના બેંક અકાઉન્ટમાંથી રૂપિયા ઉડાવી લેતા હતા. કસ્ટમર્સ ઓનલાઇન પેમેન્ટ, કાર્ડ સ્વાઇપ કરીને પેમેન્ટ કરતા ત્યારે આ ગેંગ કસ્ટમર્સના ક્રેડિટ-ડેબિટ કાર્ડના ડેટા ચોરી લેતી અને બાદમાં એટીએમ કે ઓનલાઇન શોપિંગમાં એ ડેટા વાપરીને રૂપિયા ખંખેરી લેતા હતા. આ પ્રકારે પીઝા ખાવા આવતા કસ્ટમર્સના  રૂપિયા ઉડાડી લેતી ગેંગના 7 જણાને ઝડપી પાડવામાં આવ્યા છે.

જામનગર પોલીસે કેયુર હાડા, એલિયાસ કિશન, સાબિર નાઇ, મોહિત પરમાર અને નિકુંજ કંખારા જેઓ તમામ જાનગરના રહેવાસી છે એમને એક ઓનલાઇન ફ્રોડ કેસમાં અટકાયત કરી ત્યારે એ વાતનો ભાંડો ફૂટ્યો હતો કે પીઝા રેસ્ટોરેન્ટમાં કાર્ડ સ્વાઈપ કરાવતા ગ્રાહકોના નાણા ઉસેટી લેવામાં આવ્યા હતા.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે મળતી માહિતી મુજબ નાઇ અને પરમાર નામના બે આરોપીઓ જામનગરની જાણીતી પીઝા શોપમાં કેશીયરો તરીકે નોકરી કરતા હતા. આ બન્ને જણાએ તેમના કસ્ટમર્સને એવી ઓફર આપતા કે જો કસ્ટમર્સ કાર્ડ સ્વાઇપ કરાવીને પેમેન્ટ કરે તો 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. કસ્ટમર્સ પણ આ લોભામણી ઓફરને પગલે પોતાનો ક્રેડિટ, ડેબિટ કાર્ટ સ્વાઇપ કરાવીને પેમેન્ટ કરતા. દરમિયાન કેશિયર તરીકે કામ કરતા આ બન્ને ભેજાબાજે પેમેન્ટ સિસ્ટમ સાથે એક કોપી મશીન અને લેપ્ટોપ એટેચ્ડ કરી રાખ્યું હતું, એ કોપી મશીન એટલું પાવરફુલ હતુ જે કસ્ટમર્સના કાર્ડ સ્વાઇપ થતાની સાથે જ કાર્ડની સઘળી ડિટેઇલ અને પીન નંબર પણ કોપી કરીને લેપ્ટોપમાં સેવ કરી દેતું હતું.

ભેજાબાજ ગુનેગારોએ કસ્ટમર્સના ક્રેડિટ ડેબિટ કાર્ડની ડિટેઇલ્સ ચોરી કરવા માટે આ કોપી મશીન જેને સ્કીમર મશીન્સ તરીકે ઓળખાય છે એ ભારતમાં વેચાતું નથી એટલે તેને ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવ્યું હતું. આ પછી પરમાર અને હાડા કોરા એટીએમ કાર્ડને સ્વાઇપ કરીને તેના પર કસ્ટમર્સના કાર્ડની ડિટેઇલ્સ કોપી કરી લેતા હતા. આમ કસ્ટમર્સના કાર્ડની ડિટેઇલ મળ્યા બાદ આ ગેંગે ધ્રોલ ખાતે આવેલા એટીએમ ખાતે મધરાતે રૂપિયા ઉપાડવાની યોજના બનાવી. પહેલા જ પ્રયાસમાં આ ગેંગને મોટી રકમની કેશ મળી જતા, તેઓ સતત બીજી રાત્રે પણ અન્ય કસ્ટમરનો કાર્ડ સ્વાઇપ કરીને મોટી રકમ એટીએમમાંથી ઉપાડી લીધી હતી.

ભેજાબાજોએ પહેલું ટ્રાન્જેકશન 21મી જાન્યુઆરી 2019ના રોજ સફળતાથી પાર પાડી દીધું હતું, તેને પગલે કાર્ડ ધારકે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યાંથી નાણાં ઉપડ્યા હતા એ ધ્રોલ એટીએમ કીઓસ્ક પર પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસને તપાસ દરમિયાન એ પણ કડી મળી હતી કે એવા લોકોના રૂપિયા જ એટીએમ માંથી ઉચાપત થઇ રહ્યા હતા જેમણે ચોક્કસ શોપ પરથી જ પીઝા ખાધા હતા. દરમિયાન તા.3જી ફેબ્રુઆરીને રવિવારની મધરાતે ધ્રોલ એટીએમ ખાતે નાણાં ઉપાડવા આવેલા ચારને પોલીસે દબોચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં જ ચારેયએ મોડ્સ ઓપરેન્ડી પોલીસને જણાવી દીધી હતી.

કાર્ડ સ્વાઇપ મશીન્સ પરથી કાર્ડ ધારકોનો ડેટા ચોરી લે તેવું સ્કીમર મશીન ભારતમાં ઉપલબ્ધ ન હોય, વિદેશથી ઓનલાઇન મંગાવ્યું હતું

ભેજાબાજ ગુનેગારોએ કસ્ટમર્સના ક્રેડિટ ડેબિટ કાર્ડની ડિટેઇલ્સ ચોરી કરવા માટે આ કોપી મશીન જેને સ્કીમર મશીન્સ તરીકે ઓળખાય છે એ ભારતમાં વેચાતું નથી એટલે તેને ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવ્યું હતું. આ પછી પરમાર અને હાડા કોરા એટીએમ કાર્ડને સ્વાઇપ કરીને તેના પર કસ્ટમર્સના કાર્ડની ડિટેઇલ્સ કોપી કરી લેતા હતા.

 

February 4, 2019
bus.gif
1min5100

રાજ્યમાં હજારોની સખ્યામાં લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ તો આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે. સાતમાં પગારપંચ સહિત પ્રશ્ર્નોનું નિરાકરણ નહિ આવતાં એસટી કર્મચારીઓએ ૫મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહિ સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને એસટીના ત્રણ યુનિયન દ્વારા સંયુક્ત આંદોલન કરવામાં આવશે. સાતમાં પગારપંચનો અમલ કરાવવા માટે એસટી બસના કર્મચારીઓ લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. વાહનવ્યવહાર વિભાગ અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ પણ માગણી સંતોષવામાં નહિ આવતા એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ હાથ મિલાવી સરકાર સામે બાયો ચઢાવી છે અને જો હવે સાતમાં પગારપંચનો અમલ કરવામાં નહિ આવે તો ૫મી ફેબ્રુઆરીથી સરકાર વિરુદ્ધનું આંદોલન પુન:જીવિત કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.

February 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5830

રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. જેનું ઉદાહરણ રાજ્યમાં વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી રહેલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની ૯૦ ટકાથી લઈ ૩૫ ટકા સુઘી બેઠકો ખાલી રહી છે.

  • એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો
  • ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ
  • ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ
  • એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ
  • રાજ્યમાં એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૨૨૬૬૭ માંથી માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ છે. જ્યારે ૧લાખ ૧૨ હજાર ૯૪૩ બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ ૪૯ ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે ૫૧ ટકા બેઠકો ખાલી છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી અને ટેક્નિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને પીપીપી ધોરણે ડીગ્રી-ડીપ્લોમા, ઈજનેરી કોલેજો ખોલવા માટે વાર્તાલાપ થાય. સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેક્નિકલ શિક્ષણ સોંપવા જઈ રહી છે.

રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણની સતત અધોગતિ અને અવદશા માટે અપૂરતા અધ્યાપકો, લેબોરેટરી, લાયબ્રેરી સહિતની સુવિધાનો અભાવ, ફી ના અતિ ઊંચા ધોરણો, રોજગારની સતત ઘટતી જતી તકો અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ છે. એટલે કે ૪૭ ટકા બેઠકો ભરાઈ છે જ્યારે ૫૩ ટકા સીટો ખાલી રહી છે. તો એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ છે..એટલે કે એમસીએની ૧૨ ટકા જ સીટો ભરાઈ છે જ્યારે ૮૮ ટકા સીટો ખાલી રહી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની ૨૭ ટકા સીટો ભરાઈ છે જ્યારે ૭૩ ટકા સીટો ખાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી સીટોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થતાં દર વર્ષે સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી સીટોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતના કોર્ષની ૬૦ ટકાથી ૯૦ ટકા બેઠકો ખાલી રહી છે. એક તરફ હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળતો જ્યારે બીજી તરફ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમની બેઠકો ખાલી છે.

February 4, 2019
ausi-flood2.jpg
1min667

સદીના સૌથી ભયાનક પૂરની અસર હેઠળ ઇશાન ઑસ્ટ્રેલિયામાં ભારે તારાજી થઇ છે અને તેને કારણે ઠેર ઠેર રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ ગયા છે અને હજારો લોકોને પોતાનાં ઘરો છોડીને નીકળી જવાની ફરજ પડી છે.

હજી તો આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવંટોળની આગાહી કરવામાં આવી છે.

વર્ષના આ સમયે ઑસ્ટ્રેલિયાના ઉત્તરના વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે પરંતુ આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે અને તેને કારણે પૂરની સ્થિતિ સર્જા છે.

ક્વીન્સલૅન્ડના ટાઉન્સવિલે શહેરના હજારો રહેવાસીઓ અત્યારે વીજળી વિના અંધારપટમાં છે અને રસ્તાઓ પર પૂરનાં પાણીઓ ફરી વળ્યાં હોવાથી તેમનો શેષ વિશ્ર્વ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.

અહીંની વેધશાળાએ એવી આગાહી કરી છે કે હજી હવામાન બગડશે અને તેને કારણે આગામી દિવસોમાં ઉગ્ર વાવંટોળ ફૂંકાવાની તથા ભારે વરસાદ પડવાની પણ આશંકા છે. જો અત્યારનો વરસાદ ચાલુ રહે તો ૨૦ હજારથી વધુ ઘરોમાં પાણી ભરાઇ જવાની શક્યતા છે.

લશ્કરના જવાનો પૂરગ્રસ્તોને પૂરતા પ્રમાણમાં રેતીની ગુણીઓ પૂરી પાડી રહ્યા છે. ક્વીન્સલૅન્ડના વડા પ્રધાન એનાસ્ટાશિયા પલાસઝકે એવી ચેતવણી આપી હતી કે આ કાંઈ બે દાયકામાં આવતા પૂર નથી પણ આ તો સદીમાં એક જ વાર જોવા મળતા પૂર છે.

વેધશાળાએ કહ્યું હતું કે વરસાદી ચક્ર અત્યારે ક્વીન્સલૅન્ડ પર સ્થિર થયું છે અને અમુક વિસ્તારોમાં દિવસોમાં જ આખા વર્ષ જેટલો વરસાદ પડવાની શક્યતા છે.