CIA ALERT

Blog - Page 555 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 26, 2019
rahul.jpg
1min7340

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, તેમનો પક્ષ જો સત્તાસ્થાને આવશે તો સૌથી ગરીબ શ્રેણીમાં આવતા 20 ટકા પરિવારોને લઘુતમ આવક તરીકે વર્ષે રૂ. 72,000 આપવામાં આવશે. દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યોજનાથી પાંચ કરોડ પરિવારોને અને 25 કરોડ લોકોને લાભ થશે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાએ ઘણું દુ:ખ ભોગવ્યું છે અને અમે તેમને ન્યાય આપીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ગરીબી પરનો અંતિમ હુમલો શરૂ થયો છે. અમે દેશમાંથી ગરીબી સંપૂર્ણપણે દૂર કરીશું.’ તેમણે કહ્યું કે, કૉંગ્રેસે યોજનાના નાણાંકીય પાસાઓનો અભ્યાસ કર્યો છે અને પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોની સલાહ લઈને યોજનાનું અંતિમ સ્વરૂપ તૈયાર કર્યું છે. ‘આ એક નવતર, યુગપ્રવર્તક અને સારી પેઠે વિચારવામાં આવેલો આઈડિયા છે. અમે યોજના બાબતમાં ઘણાં અર્થશાસ્ત્રીઓની સલાહ લીધી છે.’

તેમણે લઘુત્તમ આવક યોજનાને ‘ન્યાય’ નામ આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિશ્ર્વમાં કોઈપણ સ્થળે આવી યોજના લાગુ કરવામાં આવી નથી. ‘વિશ્ર્વની સૌથી મોટી લઘુતમ આવક યોજના છે તેવું તેમણે કહ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘અમે મનરેગાનું સફળ અમલીકરણ કર્યું હતું. અમે આ યોજનાને પણ સફળ બનાવીશું.’

March 26, 2019
deepamalik.jpg
1min7300

શારીરિક રીતે અક્ષમ ઍથ્લેટો માટેની પૅરાલિમ્પિક ગેમ્સની મેડલ-વિજેતા દીપા મલિક સોમવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાઈ હતી અને એ સાથે પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે દીપાની હાજરીથી પક્ષને વધુ મજબૂતી મળશે.

દીપા પૅરાલિમ્પિક ગેમ્સમાં ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે. તે ભાજપના હરિયાણા એકમના વડા સુભાષ બરાલા તેમ જ આ રાજ્યનો અખત્યાર સંભાળતા પક્ષના મહામંત્રી અનિલ જૈનની ઉપસ્થિતિમાં વિધિવત્રીતે પક્ષમાં જોડાઈ હતી. અનિલ જૈને જણાવ્યું હતું કે ‘અમે દીપા મલિકનું અમારા પક્ષમાં સ્વાગત કરીએ છીએ. તે આપણા બધા માટે પ્રેરણામૂર્તિ છે. તેણે દેશને મોટું ગૌરવ અપાવ્યું છે.’

દીપા મલિકને લોકસભાની આગામી ચૂંટણીમાં હરિયાણાની કોઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવે એવી સંભાવના છે.

March 26, 2019
naveen-pitambar.jpg
1min7470

ઓડિસાના મુખ્ય પ્રધાન બીજેડીના નવીન પટનાયક સામે ભાજપે હિંજલીમાં રાજ્યના ઉપપ્રમુખ પિતાંબર આચાર્યને ઊભા રાખ્યા છે. પિતાંબર વિદ્યાર્થીકાળથી રાજકારણમાં છે, પરંતુ પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે. ઓડિસા હાઈ કોર્ટના સિનિયર એડવોકેટ છે. ભાજપના પ્રવકતા પણ છે. આચાર્યને કટક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા હતી, પરંતુ આ બેઠક ઓડિસાના ડીજીપી પ્રકાશ મિશ્રાને અપાઈ છે તેથી વિધાનસભાની

બેઠકમાં નવીન પટનાયક સામે ચૂંટણી લડશે. હીંજલી બેઠકની ચૂંટણી 18 એપ્રિલે થશે. આ બેઠક પર નવીન પટનાયક ચાર મુદતથી ચૂંટાય છે.

March 25, 2019
cho3-1280x960.jpg
1min1737

સુરતમાં એવો ટ્રેન્ડ શરૂ થયો છે  કે સોસાયટીના ઝાંપે લાગેલા બોર્ડ પર સોસાયટીના નામના બોર્ડ પર ચોકીદાર ચોર નથી, ચોકીદાર 56ની છાતીનો છે વગેરે દર્શાવતા મોટા બેનર, પોસ્ટર લાગવા માંડ્યા છે. ચારેક દિવસ પહેલા કતારગામની ફક્ત 1 સોસાયટીમાં ચોકીદાર ચોર નથી એવું બોર્ડ લાગ્યું હતું હવે કતારગામમાં 5-6 સોસાયટીઓ અને તેના પરથી પ્રેરણા લઇને હવે ભાજપાના નેતાઓ પોતાના વિસ્તારમાં સોસાયટીવાસીઓને ચોકીદાર ચોર નથી તેવા બેનર લગાડવા માટે પ્રેરી રહ્યા છે.

(કતારગામના ભૂલાભાઇ દેસાઇ પાર્કના ઝાંપે આ પ્રકારનું બેનર લગાડવામાં આવી રહ્યું છે)

ભાજપા માટે આ એક માસ્ટર સ્ટ્રોક છે પ્રચારનો. ચોકીદારનું નામ લઇને સીધો જ મોદીનો પ્રચાર થાય છે અને આમ છતાં કોંગ્રેસની દશા એવી છે કે આચારસંહિતા ભંગની ફરીયાદ કરે તો કેવી રીતે કરે. મૈં ભી ચૌકીદારનું સૂત્ર આપીને નરેન્દ્ર મોદીએ ચોકીદાર એટલે ભાજપ એવી બ્રાન્ડ બનાવી દીધી છે.

(કતારગામ ભૂલાભાઇ દેસાઇ પાર્કના રહેવાસીઓ હોર્ડિંગ સાથે)

કતારગામ ભાજપાના કોર્પોરેટર રમેશભાઇ ઉકાણીના ફેસબુક વોલ પર આ મુજબની પોસ્ટ છે

મોદી (ભાજપા) નો બેરોકટોક પ્રચાર થઇ રહ્યો છે અને કોંગ્રેસ આચાર સંહિંતા ભંગની ફરીયાદ પણ કરી શકે તેમ નથી અને કરે તો કોની સામે કરે. સોસાયટીવાસીઓ પોતાની રીતે ચૌકીદારનું નામ લઇને ભાજપાનો પ્રચાર કરી રહ્યા છે અને ભાજપા પ્રત્યેની તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.

જાણકારો કહે છે કે ભાજપાના સમર્થકોએ શરૂ કરેલો આ ટ્રેન્ડ આગામી દિવસોમાં બન્ને તરફે એટલે કે ચૌકીદારની ફેવરમાં અને ચૌકીદારની વિરુધ્ધમાં પણ જોવા મળે તો નવાઇ નહીં. સોશ્યલ મિડીયા પર હાલ તો ચૌકીદાર ચોર નથી અને ચૌકીદારની તરફદારી કરતા પોસ્ટર લાગ્યા છે તે જોઇને ભાજપ વિરોધી તેમજ પાસના વિસ્તારોમાં ચૌકીદાર ચોર જેવા બેનરો લાગે તો નવાઇ નહીં.

 

March 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8750

સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોના એઆરઓને ઇવીએમ સમેતની મશીનરી સુપરત કરીને સ્ટ્રોંગ રૂમોમાં મૂકાશે

સુરતઃ સુરત સમેત ગુજરાતમાં મતદાનને એક મહિના જેટલો સમય બાકી છે આમ છતાં સુરત ચૂંટણી તંત્ર કોઇપણ તક કે જોખમ લીધા વગર મતદાન શાંતિપૂર્ણ રીતે સુપેરે પાર પડે તે માટે સતત પ્રયાસો હાથ ધરી રહ્યું છે. શહેરમાં વધુને વધુ મતદાન થાય અને લોકો મતાધિકારનો ઉપયોગ વિના વિધ્ને કરી શકે તે માટે આજે જિલ્લા ચૂંટણી તંત્રએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સનું રેન્ડમાઇઝેશન, પ્રાઇમરી ચેકિંગ કર્યું અને તે પણ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં અને તેમને વિશ્વાસમાં લઇને હવે વિધાનસભા ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ સમેતની વોટિંગ માટેની કીટ રવાના કરવામાં આવશે.

સુરત કલેક્ટરેટ ખાતે આજે રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારીઓએ અંદાજે 5421 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ, વીવીપેટ યુનિટ સમેતના સાધનોનું રેન્ડમાઇઝેશન કર્યું હતું. આ એક ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે. કયું ઇવીએમ કયા વિસ્તારમાં જશે એ કશું નિયત ન હોય, દરેક બેલેટ યુનિટ, વીવીપેટ યુનિટ વગેરેનું પ્રાઇમરી ચેકિંગ કર્યા બાદ તેને રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં જુદા જુદા વોટિંગ એરિયા એટલે કે સુરત શહેર જિલ્લા મળીને કુલ 16 વિધાનસભા ક્ષેત્રના એ.આર.ઓ. (આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર)ને સુપરત કરવાની વિધી હાથ ધરવામાં આવી હતી. આજે રેન્ડમાઇઝેશન પૂરું થતા તા.26મી માર્ટ એટલે કે આવતીકાલ મંગળવારથી એ જુદી જુદી વિધાનસભા બેઠકોના સ્ટ્રોંગ રમો તરફ રવાના કરવામાં આવશે.

હવે પછી ઇલેક્ટ્રોનિંગ વોટિંગ મશીન્સ વિધાનસભા એરીયા અનુસાર નિમાયેલા નાયબ ચૂંટણી અધિકારીઓના તાબા હેઠળ રહેશે. આજે તમામ પ્રક્રિયાને ચૂંટણી તંત્રએ પારદર્શી રીતે રાજકીય આગેવાનોને વિશ્વાસમાં લઇને પાર પાડી હતી. ક્યાંયે કોઇને અસંતોષ હોવાની કોઇ ફરીયાદ ન ઉપસ્થિત થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

 

દર્શના જરદોષે સાંસદ તરીકે મળતી ગ્રાન્ટમાંથી બાકડાં મૂકાવીને નિયમ ભંગ કર્યાની ફરીયાદ 

ચલિત વસ્તુઓ માટે એમ.પી.નું ફંડ વાપરી શકાય નહીં એવા નિયમ સાથે સંજય ઇઝાવાની ફરીયાદ કલેક્ટરે લીધી, હવે કેન્દ્ર સરકાર પાસેથી માર્ગદર્શન મેળવીને આગળ કાર્યવાહી કરાશે

વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન સુરતના સંસદ સભ્ય શ્રીમતી દર્શના જરદોશે પોતાના કાર્યકાલમાં સુરત મત વિસ્તારમાં વર્ષ ૨૦૧૬ -૨૦૧૭ માં આશરે ૪૨૦૦ જેટલા બેસવાના બાંકડા(બેન્ચ) અંદાજે ૧.૭૦ કરોડ ના ખર્ચે મુકાવ્યા હતા. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ  MPLADS ના માર્ગદર્શન મુજબ આખા વર્ષમાં કરવા લાયક વિકાસના કામોની યાદી જિલ્લા કલેક્ટર પાસે થી મંજૂર કરાવી જે તે ડીપાર્ટમેન્ટને કામ કરવા માટે સોંપી દેવામાં આવે છે. જેના માટે ડીપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર બાહર પાડી અલગ અલગ એજેન્સી પાસે કામ કરાવીને સાંસદ ફંડ (મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) માંથી પેમેન્ટ ચુકાવાતું હોય છે.

મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના માર્ગદર્શન એક વાર વાંચવાની તસદી પણ સાંસદો લેતા નથી એવું લાગી રહ્યું છે. કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના માર્ગદર્શન મુજબ કોઈ પણ મુવેબલ ( સ્થાન ફેર થઇ શકે તેવી ) વસ્તુઓ માટે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો ઉપયોગ કરી શકાય નહીં.

પણ સ્થાન ફેર થઇ શકે તેવી અમુક ચોક્કસ સાધનસામગ્રીમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો ઉપયોગ કરી શકાય છે, જેનો ઉલ્લેખ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના માર્ગદર્શનમાં અલગથી અનેક્ષર -૩ માં કરવામાં આવ્યો છે.જેમાં બાંકડા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ માર્ગદર્શનમાં ના હોવા છતાં ૪૨૦૦ થી વધારે બાંકડા એક જ વર્ષમાં મુકવામાં આવેલ છે. સાંસદને વિકાસ એટલે બેસવા માટે બાંકડા એવું જ માની લીધું હોય એમ લાગે છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના માર્ગદર્શન મુજબ ફંડનો ઉપયોગ કામ વગરના બાંકડામાં વાપરનાર આ સાંસદો સુરતનો શું વિકાસ કરશે.

આ ફક્ત સુરત મતવિસ્તારનું કિસ્સો નથી. આખા સાઉથ ગુજરાતમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો દુરુપયોગ કરી બાંકડા મુકવામાં આવ્યા છે. આ મુદ્દા પર સંજય ઇઝાવા એ કરેલ રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજીના જવાબ માં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડના સુરત જિલ્લા મત વિસ્તારના સક્ષમ સત્તા શ્રી ધવલ પટેલ, કલેક્ટર શ્રી એ સુરત જિલ્લા ને લેખિત ફરિયાદ કરી છે.

સાથે સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના લોક સભા કમીટી , કેગ અને લોકપાલ માં પણ આ વિષે ફરિયાદો દાખલ કરવા સંજય ઇઝાવા દ્વારા પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે.

March 25, 2019
1min5180

સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા કપાયા, ડો.મહેન્દ્ર મુંજપરાને ટીકીટ

-વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર 
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પાંચમી જાહેર થઇ હતી. જેમાં ગુજરાતના ૧૫ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આઠ બેઠકમાંથી ૬ બેઠકના ઉમેદવારના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોટાભાગની સૌરાષ્ટ્ર-કચ્છના સીટીંગ સાંસદોને જીવતદાન મળ્યું છે અને ફરીથી ટીકીટ આપવામાં આવી છે.
ત્યારે સુરેન્દ્રનગરમાં આ વખતે ડો.મહેન્દ્ર મુંજપરાને ટીકીટ અપાઈ છે જયારે દેવજી ફતેપરાની ટીકીટ કપાઈ છે. આ સાથે પોરબંદર અને જૂનાગઢ આ બેઠક લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર થયા છે જેમાં ધ્રાંગધ્રા માટે પરસોતમ સાબરીયા, જામનગર ગ્રામ્ય માટે રાઘવજી પટેલ અને માણાવદરથી જવાહર ચાવડાને ટીકીટ અપાઈ છે.
લોકસભા ચૂંટણીના જાહેર થયેલા ઉમેદવારોના નામ
રાજકોટ- મોહન કુંડારીયા
જામનગર- પુનમ માડમ
ભાવનગર- ભારતીબેન શિયાળ
સુરેન્દ્રનગર- ડો.મહેન્દ્ર મુંજપરા
કચ્છ- વિનોદ ચાવડા
અમરેલી- નારણ કાછડીયા
March 25, 2019
mali-1.jpg
1min5900

માલીમાં 134 લોકોનો સામૂહિક સંહાર

બાળકોથી માંડીને ગર્ભવતી મહિલાઓને પણ વીંધી નખાઈ
આફ્રિકાનાં સૌથી મોટા દેશ પૈકી એક એવા માલીનાં એક ગામમાં 134 લોકોનાં સામૂહિક સંહારની ભયંકર ઘટનાએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. માલીમાં નજીકનાં ભૂતકાળનો આ સૌથી ઘાતકી હુમલો ગણાવાય છે.

આ હત્યાકાંડ શનીવારે મધ્ય માલીનાં ઓગોસ્સાગોઉ ગામમાં થયો હતો. જે આતંકવાદ પ્રેરિત વંશીય હિંસાગ્રસ્ત વિસ્તર છે. આ ઘટના વિશે જાણવા મળેલી વિગતો અનુસાર ડોંઝો શિકારીઓએ આ ઘાતકી કૃત્યમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને પણ બક્ષ્યા નહોતાં. ઓગોસ્સાગોઉ ગામની નજીકનાં શહેર બંકાસનાં મેયરે આ હુમલાને જેહાદી હિંસા ગણાવી હતી. તેમનાં કહેવા અનુસાર ડોંઝો શિકારીઓનાં વેશમાં આવીને સવારે 4 વાગ્યાનાં સુમારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યા હતાં.
સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ માલીમાં જારી હિંસાનાં દોરનો ઉકેલ શોધવા પ્રયત્નશીલ છે. થોડા સમય પૂર્વે જ તેની એક ટીમે પણ માલીની મુલાકાત લીધી હતી અને આ આંતરવિગ્રહમાં તેની દખલને પગલે પણ આ ઘાતકી હિંસા આચરવામાં આવી હોવાનું પણ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તેઆરેગ વિદ્રોહીઓ લીબિયામાં ગદ્દાફી માટે લડતા હતાં અને પાંચ-સાત વર્ષ પહેલા તે માલીમાં ઘુસવામાં સફળ રહ્યા હતાં. ત્યારબાદથી માલીમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ફ્રાન્સે આ જેહાદીઓને ખધેડવાનાં પ્રયાસો કર્યા હતાં. જો કે તેમાં તેને સફળતા મળી નહોતી.’
March 25, 2019
water.jpeg
1min5960

ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા પડેલા અપૂરતા વરસાદને લઈને નર્મદા ડેમ સહિતના ૧૦ જળાશયોમાં અપર્યાપ્ત જળસંગ્રહથી ઉનાળામાં ગુજરાતમાં ઘેરા જળસંકટનો પ્રજાએ સામનો કરવા પડશે. રાજ્યમાં હાલ મોટાં ૧૦ જળાશયોમાં ગત વર્ષ જાન્યુઆરી કરતા પણ હાલમાં ૧૭ ટકા ઓછો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. રાજ્યમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજા, ખેડૂતો સહિત ઉદ્યોગો મીઠા જળ માટે છેલ્લાં ૬ વર્ષથી વલખાં મારી રહ્યા છે. દરિયાના પાણી નર્મદમાં ૫૦ કિલોમીટર સુધી અંદર આવી જતા સમસ્યા વધુ ઘેરી બનશે.

બે વર્ષ પહેલાં નર્મદા ડેમ પર ૩૦ દરવાજા મૂકી તેની ૧૩૮.૬૮ મીટર મહત્તમ ઊંચાઈનું કામ પૂર્ણ કરાયું હતું. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહિ સર્જાય તેવો આશાવાદ વ્યકત કરાયો હતો. જાન્યુઆરી મહિનામાં જ નર્મદા ડેમ સહિત રાજ્યના મોટા ૧૦ ડેમોની સ્થિતિ ગત વર્ષના જાન્યુઆરી મહિના કરતા પણ ચિંતાજનક હોઈ આગામી ઉનાળામાં જળસંકટની સ્થિતિ ઉપજાવે તેવી શકયતા છે.

જાન્યુઆરીમાં જ નર્મદા ડેમ સહિત ઉકાઇ, ધરોઈ, કડાણા ભાદર, દાંતીવાડા, કરજણ, પાનમ, દમણગંગા શેત્રુજી સહિતનાં જળાશયોમાં જળસ્તર આ વખતે અત્યારથી જ ઊણાં ઊતર્યાં છે. ગત વર્ષે આ ૧૦ ડેમોમાં કુલ પાણીનો જથ્થો ૭૦૨૮ મિલિયન ક્યુબીક મીટર હતો જે આ વખતે ૬૦૦૭ એમસીએમ હોઈ જે જોતા રાજ્યમાં મોટા ૧૦ ડેમો ૧૭ ટકા ગત જાન્યુઆરીની તુલનામાં ઓછો સંગ્રહ ધરાવે છે.

રાજ્યની જીવાદોરી સમા નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ સરેરાશ આવક ૧૭,૨૩૪ ક્યુસેક થઈ રહી છે. ઉપરવાસમાં કાર્યરત જળવિદ્યુત મથકને લઈને આ પાણીની આવક સરદાર સરરોવરમાં આવી રહી છે. આવક સામે બાષ્પીભવનમાં જ ૩૦૦થી ૪૦૦ ક્યુસેક પાણી ઊડી જાય છે. જ્યારે ગોડબોલે ગેટમાંથી નિયમ મુજબ માત્ર ૬૧૭ ક્યુસેક નિચાણવાસમાં નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. આમ નર્મદા ડેમમાં પણ પાણીનો પૂરતો જથ્થો ન રહેતા આગામી ઉનાળો ગુજરાત માટે જળસંકટ ઘેરુ બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

March 25, 2019
farmers.jpg
1min8210

ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે. વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન સવાલના જવાબની માહિતી આપવામાં આવી હતી કે ખેડૂતોની સખ્યામાં ૪,૩૪,૧૬૫નો વધારો થયો છે. જોકે, એક તરફ સીમાંત, નાના અને અર્ધ અધ્યમ ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ મધ્યમ અને મોટા ખેડૂતોની સખ્યામાં ઘટાડો થયો છે.

એગ્રી સેન્સસ ૨૦૧૫-૧૬ના ભારત સરકારના પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ ગુજરાતમાં જમીન ધરાવતા ખેડૂતોની કુલ સખ્યાં ૫૩,૧૯,૭૭૫ છે. ૨૦૧૦-૧૧ના સેન્સસ સમયે ૪૮,૮૫,૬૧૦ ખેડૂત નોંધાયા હતાં. તે જોતા ૪,૩૪.૧૬૫ ખેડૂતોનો વધારો થયો હતો. બન્ને સેન્સસ મુજબ સીમાંત ખેડૂતોની સંખ્યાં ૨,૦૨,૧૭૯નો, નાના ખેડૂતોમાં ૧,૮૬,૮૪૨નો અને અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યામાં ૭૦.૭૮૧નો વધારો થયો હતો. તેની સામે મધ્યમ કક્ષાના ખેડૂતોમાં ૧૬,૭૫૯ અને મોટા ખેડૂતોમાં ૮૮૭૮નો ઘટાડો નોંધાયો હતો.

March 25, 2019
jj.jpg
1min9970

મુંબઇની જાણીતી જે. જે. મેડિકલ કૉલેજની વિદ્યાર્થિનીઓને કાર્યક્રમ દરમિયાન ટૂંકા વસ્ત્ર પહેરવાની તેમ જ પુરુષ મિત્રો સાથે બેસવાની મનાઇ ફરમાવવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓ સંપૂર્ણ શરીર ઢંકાઇ તેવા કપડાં અને મોઢા પર દુપટ્ટો બાંધીને કૉલેજ પ્રશાસનના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

૨૧મી માર્ચના રોજ કૉલેજના કૅમ્પસમાં આયોજિત થયેલા હોળીના કાર્યક્રમમાં અમુક યુવાઓ દ્વારા ધમાલ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૉલેજ પ્રશાસને ફેસબુક અને વૉટ્સઍપ ગ્રુપ પર પોસ્ટ મૂકી છે. જેમાં શાળાના ડીન દ્વારા અમુક સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કૉલેજમાં આયોજિત થનાર ‘અસ્તિત્વ’ યુવા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓએ ટૂંકા વસ્ત્રો પહેરવા નહીં, તેમ જ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ અલગ અલગ બેસવાનું રહેશે.

આ અંગે વિરોધપ્રદર્શનમાં જોડાનાર એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે કયાં પરિધાન પહેરવા તે નક્કી કરવાનો અમને હક છે. કૉલેજ પ્રશાસન તેમાં દખલ કરી શકે નહીં. અમુક બેશિસ્ત વિદ્યાર્થીઓએ કરેલી ભૂલ માટે બધાને દંડ શા માટે આપવો જોઇએ.

દરમિયાન કૉલેજના ડીન ડૉ. અજય ચંદનવાલેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓએ યોગ્ય કપડાં પહેરીને આવવા, એવો મેસેજ મેં આપ્યો હતો. હોળીના કાર્યક્રમમાં કૉલેજમાં ધમાલ થયા બાદ અમે કડક નિયમો કર્યા છે. આ નિયમ માત્ર કાર્યક્રમ પૂરતા સીમિત છે. તેમ છતાં આ અંગે વિદ્યાર્થિનીઓની ફરિયાદને સાંભળવામાં આવશે અને નિયમો અંગે ફરી એકવાર વિચાર કરવામાં આવશે.