CIA ALERT

Blog - Page 540 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 14, 2019
abhinandan.jpg
1min6950

‘વન નૉટ, વન વૉટ’નું સૂત્ર આપનાર લખનઊથી લોકસભાની ચૂંટણી માટે નામાંકન કરનાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હમસકલ અભિનંદન પાઠકને ચૂંટણીપંચે કારણદર્શક નોટિસ ફટકારી હતી. પાઠકે શુક્રવારે લખનઊથી પોતાનું નામાંકન દાખલ કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે મારું સૂત્ર ‘વન નૉટ, વન વૉટ’નું છે. હું વારાણસીથી પણ નામ દાખલ કરવાનો છું.

જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલરાજ શર્માએ જણાવ્યું હતું કે સૂત્ર આચારસંહિતાનો ભંગ કરતું અને મતદારોને લલચાવનારું જણાય છે. પાઠકને શુક્રવારે સાંજે નોટિસ ફટકારવામાં આવી હતી.

નોટિસમાં પાઠકને નોટિસ મળ્યાના 24 કલાકમાં જવાબ આપવા જણાવાયું હતું. જો જવાબ નહીં મળે તો કાયદાની યોગ્ય કલમ હેઠળ પાઠક સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે.

લખનઊની બેઠક માટે ભાજપ તરફથી ગૃહપ્રધાન રાજનાથસિંહ નામાંકન દાખલ કરવાના છે. એમને પડકાર્યા બાદ પાઠકે 26મી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવા માટે વારાણસીની બેઠક માટે પોતાનું નામ દાખલ કરવાની વાત પત્રકારોને જણાવી હતી.

પાઠક મોદી જેવો દેખાય છે. એ કપડાં પણ એમના જેવા જ પહેરે છે અને બોલવામાં પણ મોદીની કોપી કરતા પોતાના વાક્યની શરૂઆત મિત્રો શબ્દથી કરે છે.

2014ની લોકસભાની ચૂંટણી વખતે પાઠક સહિત મોદીના અનેક હમસકલ દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચાર કરતા દેખાયા હતા.

પાઠક અગાઉ ભાજપની સહયોગી પાર્ટી આરપીઆઇ (આઠવલે)માં હતો, પણ ત્યાર બાદ એ કૉંગ્રેસમાં જોડાયો હતો અને એણે કૉંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણી માટે અનેક ઠેકાણે પ્રચાર કર્યો હતો.

April 14, 2019
cm-helicopter-1280x720.jpg
1min7400

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હૅલિકૉપ્ટરને ખરીદવા માટે કોઈ કંપની આગળ ન આવતા ટેન્ડર ભરવાની સમયમર્યાદા વધારવી પડી છે. મુખ્ય પ્રધાનના હૅલિકૉપ્ટર માટે કોઈ કંપની સત્તાવાર રીતે આગળ આવી ન હતી. બે કંપનીઓએ માત્ર પૂછપરછ કરી હતી. આ હૅલિકૉપ્ટર સાથેનો ફડણવીસનો અનુભવ સારો રહ્યો નથી.

ફડણવીસ અને સરકારી અધિકારીઓ હૅલિકૉપ્ટરમાં બેઠા હતા ત્યારે તે ઑવરહેડ વાયરમાં અટવાઇ ગયું હતું અને વિમાનને અચાનક લેન્ડ કરવાની ફરજ પડી હતી. સદ્ભાગ્યે કોઈ અઘટિત ઘટના ઘટી ન હતી.

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું. 2017માં અકસ્માત બાદ આ હૅલિકૉપ્ટરને વેચવા કાઢવામાં આવ્યું છે.

April 14, 2019
amit_shah.jpg
1min5910

દેખીતી રીતે જ નેવુંના દાયકાના બૉલીવૂડના લોકપ્રિય ગીતનો ઉલ્લેખ કરી ભાજપના પ્રમુખ અમિત શાહે કૉંંગ્રેસ પર ત્રાસવાદીઓ સાથે ઈલુ ઈલુ કરવાનો શનિવારે 13/04/2019 આરોપ મૂક્યો હતો. રાહુલ બાબાના ગુરુ સામ પિત્રોડાએ કહ્યું હતું કે પાકિસ્તાન પર બૉમ્બથી હુમલો ન કરો, તેમની સાથે વાટાઘાટ કરો.

રાહુલ બાબા જો તમારો પક્ષ ત્રાસવાદીઓ સાથે ઈલુ ઈલુ કરવા માગતો હોય તો તમે એમ કરી શકો છો, પરંતુ અમારો ઈરાદો સ્પષ્ટ છે. જો અમારા પર ગોળી છોડવામાં આવશે તો અમે તેનો જવાબ બૉમ્બથી આપીશું, એમ શાહે ભાજપના બદાયુન લોકસભા મતદારક્ષેત્રના

ઉમેદવાર સંગમિત્રા મોર્યાના સમર્થનમાં યોજાયેલી એક સભાને સંબોધન કરતા કહ્યું હતું. શાહે દાવો કર્યો હતો કે કૉંગ્રેસના છેલ્લા દસ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી. ત્રાસવાદીઓ ભારતીય જવાનનું મસ્તક લઈ ગયા હતા ત્યારે પણ કૉંગ્રેસે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહોતી કરી, એમ તેમણે કહ્યું હતું.

આ વખતે નરેન્દ્ર મોદીની સરકાર હતી, નહીં કે મૌનીબાબા મનમોહનસિંહની સરકાર અને એટલે જ પુલવામા આતંકવાદી હુમલાના માત્ર 13 જ દિવસમાં ભારતીય હવાઈ દળ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદીઓની છાવણી પર સફળ હુમલો કરી સુરક્ષિત રીતે પાછું ફર્યું હતું, એમ તેમણે કહ્યું હતું. કાશ્મીર ભારતનો જ હિસ્સો રહે અને ઘૂસણખોરોને દેશની બહાર ખદેડી મૂકવામાં આવશે એ વાતની કાશ્મીરસ્થિત ભાજપના કાર્યકર્તાઓ ખાતરી કરશે, એમ તેમણે કહ્યું હતું.

મહાગઠબંધન પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ જો મહાગઠબંધનની સરકાર સત્તા પર આવશે તો અઠવાડિયાના દરેક દિવસે દેશને નવો વડા પ્રધાન જોવા મળશે. એક તરફ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળનો ભાજપ છે જે દેશ માટે કામ કરી રહ્યો છે તો બીજી તરફ રાહુલબાબા, બહેનજી-માયાવતી, ભતીજા-અખિલેશ, કૉંગ્રેસ અને અન્યોનું મહાગઠબંધન છે.

હું તમને પૂછું છું કે તમારો વિપક્ષનો નેતા કોણ છે? અમારા નેતા તો મોદીજી છે એ સ્પષ્ટ છે અને એ જ વડા પ્રધાન બનશે, પરંતુ તમારો નેતા કોણ છે એનો જવાબ કોઈ નથી આપતું પણ હું તમને જણાવીશ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સોમવારે મમતા બેનરજી, મંગળવારે માયાવતી, બુધવારે ચંદ્રાબાબુ નાયડુ, ગુરુવારે દેવ ગોવડા, શુક્રવારે…. અને શનિવારે મુલાયમસિંહ યાદવ..વગેરે.

શું કોઈ સરકાર આ રીતે ચાલી શકે? દેશની સુરક્ષાનું ધ્યાન કોણ રાખશે? શું આ મહાગઠબંધન દેશની સુરક્ષાનું ધ્યાન રાખી શકશે? એવા સવાલ શાહે કર્યા હતા. દેશવાસીઓ મોદીના નામનો જાપ કરી રહ્યા છે અને તેમને જ ફરી વડા પ્રધાન બનાવવાનો જનતાએ નિર્ણય લીધો છે એવો દાવો શાહે કર્યો હતો.

April 14, 2019
Darshna.jpg
1min5860

ચૂંટણી પંચની ઉમેદવારોના ખર્ચાઓ પર બારીક નજર

દેશના ચૂંટણી પંચે તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે કે લોકસભાની ચૂંટણીમાં મની પાવરથી કોઇપણ મતદાતાને પ્રભાવિત કરવામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવી અને નિયમિત રીતે ઉમેદવારોના ચૂંટણી ખર્ચની તપાસણી કરવી. એ મુજબ ગઇ તા.4 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ મુદતના એક સપ્તાહ બાદ તા.12મી એપ્રિલ 2019ના રોજ સ્થાનિક ચૂંટણી તંત્રએ સુરત સંસદીય મત વિસ્તાર પર ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોને તેમણે કરેલા ખર્ચની વિગતો બિલ સમેત રજૂ કરવાની સૂચના આપી હતી. જે મુજબ સુરત બેઠકના તમામ ઉમેદવારોએ પોતાના હિસાબો રજૂ કર્યા હતા.

સુરત સંસદીય મત વિસ્તારમાં સ્વાભાવિક છે કે સીધો જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે દેખાઇ રહ્યો છે. પ્રચાર શરૂ થયાના પહેલા સાત દિવસમાં ભાજપાના ઉમેદવાર દર્શના જરદોષે ચૂંટણી પંચને જણાવ્યું છે કે તેમણે રૂ.11.01 લાખનો ખર્ચ કર્યો છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાએ રૂ.5.39 લાખનો ખર્ચ કર્યો હોવાનું જણાવ્યું છે. ચૂંટણી પંચે તેમના હિસાબો ગ્રાહ્ય પણ રાખ્યા છે. સુરત બેઠક પર દર્શના જરદોષે અત્યાર સુધી કરેલા ખર્ચ પરથી એ તારણ નીકળી રહ્યું છે તે દર્શના જરદોષ પ્રતિદિન રૂ.1.57 લાખનો સરેરાશ ખર્ચ કરી રહ્યા છે જેની સામે કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડા દૈનિક સરેરાશ રૂ.77 હજારનો ખર્ચ કરી રહ્યા છે.

મોટા ભાગનો ખર્ચ ચા-પાણી નાસ્તો અને પેટ્રોલ-ડિઝલ પાછળ

સુરત સંસદીય મત વિસ્તારમાં પહેલા સપ્તાહ દરમિયાન ઉમેદવારોએ કરેલા ચૂંટણી ખર્ચના હિસાબો ચકાસતા ઉડીને આંખે વળગે એવી વાત એ સામે આવી છે કે ઉમેદવારોનો મોટા ભાગનો ખર્ચ પ્રચારમાં તેમની સાથે જોડાતા કાર્યકર્તાઓ કે કાર્યાલયો પર ચા, પાણી, નાસ્તો તેમજ પેટ્રોલ ડિઝલ પાછળ થઇ રહ્યો છે. મોટા ભાગના ઉમેદવારોએ સોશ્યલ મિડીયા માર્કેટિંગ કે જેના પર ચૂંટણી પંચની નજર છે તેના પર થયેલા ખર્ચની કોઇ જ વિગત રજૂ કરી નથી.

કેટલાક ઉમેદવારોએ તો ફક્ત ઉમેદવારીની ડિપોઝીટ જેટલો જ ખર્ચ કર્યો છે

સુરત સંસદીય મત વિસ્તારમાં પહેલા સપ્તાહમાં કરેલા ખર્ચના હિસાબો રજૂ કરવા માટે સ્થાનિક ચૂંટણી અધિકારીની સૂચના બાદ રજૂ થયેલા ખર્ચ તપાસતા જાણવા મળે છે કે કેટલાક ઉમેદવારોએ પહેલા સપ્તાહમાં કોઇ જ ખર્ચ પ્રચાર માટે કર્યો નથી. આવા ઉમેદવારોએ ફક્ત ઉમેદવારી કરતી વખતે જમા કરવી પડતી ડિપોઝિટની રકમ જ ખર્ચ તરીકે દર્શાવી છે.

સુરત લોકસભા બેઠકના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ખર્ચ રૂ.માં

અશોક પટેલ (અધેવાડા) (કોગ્રેસ) 5,39,992

દર્શના જરદોશ (ભાજપ) 11,01,874

વિજય શેણમારે (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા) 97.720

ગૌતમરાજ હિન્દુસ્તાની (યુવા સરકાર) 32.450

અમિષા જોગીયા (સંયુક્ત વિકાસ પાર્ટી) 27.000

પિયુષ ધામેલીયા (રીયલ ડેમોક્રેસી પાર્ટી) 27.900

કેપ્ટન રીટા ( પિરામીડ પાર્ટી ઓફ ઈન્ડિયા) 29.905

તુલસી ડાખરા (અપક્ષ) 25000

દિનેશ પ્રજાપતી (અપક્ષ) 28.175

દિપક ગાંગાણી (અપક્ષ) 27000

નટવર માહ્યાવંશી (અપક્ષ) 12700

પરસોતમ બારૈયા (અપક્ષ) 25312

સંતોષ સુરવાડે (અપક્ષ) 16750

તા 12 ના રોજ તમાંમ ઉમેદારો દ્વારા પ્રથમ વખત હિસાબ રજુ કરવામાં આવ્યો હતો. હિસાબની ચકાસણી ચૂંટણી નિરિક્ષકોની હાજરીમાં થઈ હતી. સવારે 10.30 કલાકે શરૂ થયેલ ચકાસણી સાંજે સાત કલાક સુધી ચાલુ રહી હતી હવે આગામી તા 16 ના રોજ ફરીથી હિસાબ રજુ કરવાના રહેશે મોટા ભાગના ઉમેદારવારો દ્વારા માત્ર ડિપોઝીટની રકમ જમા કરાવવા સાથે સામાન્ય ખર્ચ દર્શાવો છે.

વાણી વિલાસ બદલ સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે પણ ચૂંટણી પંચની સ્યુઓમોટો ફરીયાદ

બાબુ રાયકાએ ભાજપના નેતાઓને સંબોધીને હરામખોર શબ્દ પ્રયોગ કર્યો હતો

સુરતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજાને ભાંડવા બેસે છે ત્યારે કોઇ મર્યાદા નથી રાખતા, પરંતુ, ચૂંટણી પંચ રાજકીય નેતાઓને મર્યાદામાં રહેવા માટે તેમનો કાન જરૂર આમળે છે.

સુરત શહેરમાં અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતાઓને સંબોધીને તેમને હરામજાદાઓ કહ્યા હતા, આ મુદ્દો હજુ ચર્ચામાં છે ત્યારે હવે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનો વાણી વિલાસ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

થોડા દિવસ અગાઉ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ ભાજપના નેતાઓને ઉદ્દેશીને હરામખોર જેવો શબ્દ પ્રયોગ એક ચૂંટણી સભાને સંબોધતા કર્યો હતો. આ ચૂટણી સભામાં બાબુ રાયકાના વાણી વિલાસનો વિડીયો ખુદ કોંગ્રેસી નેતાઓએ જ વાઇરલ કર્યો અને એટલો વાઇરલ કર્યો કે કોંગ્રેસના હરીફ ભાજપા તરફથી કોઇપણ પ્રકારની ફરીયાદ આ અંગે બાબુ રાયકા સામે કરવામાં આવી નથી, આમ છતાં સ્થાનિક ચૂંટણી પંચના આચારસંહિતા જાળવણી વિભાગે સ્વયં બાબુ રાયકા સામે ફરીયાદ દાખલ કરી છે.

જ્યારે ચૂંટણી પંચ સામે ચાલીને કોઇ નેતા સામે આચારસંહિતાના ભંગની ફરીયાદ દાખલ કરે ત્યારે તેને સ્યુઓમોટો ફરીયાદ કહેવાય છે. ચૂંટણી પંચે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે કેટલાક વાંધાજનક ઉચ્ચારણો બદલ આચારસંહિતા ભંગની ફરીયાદ દાખલ કરી છે. ચૂંટણી અધિકારીઓ પાસે બાબુ રાયકાના વાણી વિલાસના વિડીયો છે આમ છતાં જે વિસ્તારમાં ચૂંટણીસભા યોજાઇ હતી એ વિસ્તારના ચૂંટણી અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે.

April 14, 2019
police-votes.jpeg
1min6120

સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ આજે સુરત જિલ્લાના કામરેજના ઘલુડી સ્થિત પોલીસ હેડક્વાર્ટસ ખાતે ખાસ પોલીસ જવાનો, હોમગાર્ડસના જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સ્પેશ્યલ મતદાન મથક ઉભું કરીને મતદાનની વ્યવસ્થા કરી હતી. સુરત જિલ્લાના કુલ 1770 મતદારો એવા હતા જેઓ પોલીસ તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. આ જવાનો માટે આજે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5 ના ટકોરે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં કુલ 83 ટકા પોલીસ જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો હતો.

Mumbai Police inside Ryan International School at Kandivili. Express Photo by Amit Chakravarty. 11.09.2017. Mumbai.

કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસ જવાનોએ 83 ટકા જેટલું ઉંચુ મતદાન કરીને સામાન્ય જનતાને એક સંદેશ આપ્યો છે કે આગામી તા.23મી એપ્રિલના રોજ યોજનારા મતદાનમાં પ્રત્યેક મતદાતા પોતાની પવિત્ર ફરજ સમજીને મતાધિકારનો પ્રયોગ કરે. આજે સુરત જિલ્લાના પોલીસ જવાનો માટે ખાસ મતદાનની વ્યવસ્થામાં ઉડીને આંખે વળગે એવી બાબત એ જ હતી કે પોલીસ જવાનો મતદાન માટે ઉત્સાહિત હતા અને સતત મતદાન મથકે જવાનો આવતા ગયા હતા અને આખો દિવસ મતદાન મથક વ્યસ્ત જોવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ કામરેજ ખાતે ખાસ પોલીસ જવાનો માટે આજનો એક દિવસ પૂરતું ઉભા કરવામાં આવેલા મતદાન મથક માટે કુલ 1770 મતદારો નોંધાયો હતા. આ મતદારોમાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ હોમગાર્ડસનો સમાવેશ થાય છે. સાંજે પાંચના ટકોરે મતદાન પૂર્ણ થયું ત્યારે 1484 જવાનોએ મતદાન કર્યું હતું.

પોલીસ જવાનોના મતદાનમાં સૌથી વધુ મતદાન બારડોલી બેઠક માટે કુલ 1221, સુરત માટે કુલ 224 અને નવસારી બેઠક પર કુલ 39 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યું હતું.

ટોટલ 1770

મતદાન 1484

બારડોલી 1221

સુરત 224

નવસારી 39

April 12, 2019
Picture-by-Tanaj-Shah-1280x914.jpg
3min19760

સુરતની ઐતિહાસિક ઓળખ સમો ચોકબજાર સ્થિત કિલ્લો રિનોવેટ કરાયા બાદ લોકો માટે ખુલ્લો મૂકાયો હતો. એ વાતને આવતીકાલ તા.13મી એપ્રિલ 2019ના રોજ એક વર્ષ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ઐતિહાસિક સુરત ફોર્ટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 34,501 મુલાકાતીઓ આવી ચૂક્યા છે અને સુરતવાસીઓ કરતા સુરતના બહારના લોકો વધુને વધુ સુરતના કિલ્લાને નિહાળવા માટે આવી રહ્યા છે.

સુરત ફોર્ટમાં ઉપલબ્ધ સુવિધાઓમાં થયેલા વધારા અંગે માહિતી આપતા ભામિનીબેન મહિડાએ જણાવ્યું હતું કે સુરત ફોર્ટ સાઇટ પર વધઉ બે ફેસેલિટી ઉભી કરવામાં આવી છે. એક ફેસેલિટી છે કોન્ફરન્સ રૂમની. 40થી 50 વ્યક્તિઓ માટે કોન્ફરન્સ, પ્રોડક્ટ લોંચ વગેરે કરવા માટે ત્રણ કલાકના સેશન માટે સુરત મહાનગરપાલિકા જગ્યા ભાડે આપશે. એવી જ રીતે આર્ટ ગેલેરીની રચના કરવામાં આવી છે. આર્ટ ગેલેરી પણ જુદા જુદા હેતુસર ભાડે આપવામાં આવશે.

(Photo by Khushi Moda)

By Prakash Hathi, Founder Dharohar

Surat fort was opened for general public last year on 13 April (year 2018). On this 13 April, it completes 1 year. Surat fort has become the benchmark of Surat’s heritage sites in the city and attracts the tourists more than common people. A lot of students from schools also visit the fort on regular basis and it is staffed by expert members from Surat Municipal Corporation.

Some important features are listed below.

About the original fort

Surat fort was built between 1540 and 1547

It was commissioned by Ahmedabad king Sultan Mahmood-III and the in-charge was Khudawand Khan (his tomb is also a brilliant heritage site near SMC main office in Mugalisara)

The fort was built to protect from the repeated invasions by Portuguese rulers.

During the construction, the Portuguese spies had tried to bribe General Khudawan Khan repeatedly, but they did not succeed.

The Fort derives its inspiration from a number of cultures and so today it houses very interesting areas like British barracks, a hammam (popularly found in Turkish cultures), the court-room made in Dutch style, etc.

The cannons installed on the fort were believed to be brought in either from Junagadh or from Diu.

About and after the restoration

The restoration was done by a Surat based company called People for Heritage Concern (PHC), headed by Architect Sumesh Modi & Architect Sonal Modi.

It was reconstructed in almost the same way, and in most parts, by the material used at that time or its replica.

Today it houses an audio-visual room, library, art gallery, hammam, display gallery, reading room, café, etc.

It is being managed and maintained by Surat Municipal Corporation under the curatorship of Mrs Bhamini Mahida.

The current fort is still half of the actual site and the other half will open for public after restoration after a couple of years.

Appropriate people if you want to take more details

Mrs Bhamini Mahida (SMC), Curator Science Centre & Surat Fort – 0261 – 2255947

Mr Sumesh Modi (Chief architect, People for Heritage Concern) – 98251 29961

Prakash Hathi (Founder, Dharohar Foundation) – 98252 34861

 

April 12, 2019
SGCCI.jpg
1min12790
  • લોકશાહી પ્રક્રિયાને અવગણીને સગવડીયો ધર્મ અપનાવતા નાવડીયા-ગુજરાતી જૂથના કહેવાતા ઉદ્યોગપતિઓ
  • 16 ઉમેદવારો માંથી 15 રાજી હોવાનો દાવો, હીરા અને ડાયમંડ ઉદ્યોગપતિઓએ અંદરોઅંદર સેટિંગ કરી લીધું
  • આ વર્ષે દિનેશ નાવડીયા વાઇસ પ્રેસિડેન્ટ બને અને આવતા વર્ષે આશિષ ગુજરાતી બને તેવું બે મોટા જૂથોનું કહેવાતું સેટિંગ
  • નીતિન ભરૂચા આ સગવડીયા સમાધાનની વિરુધ્ધમાં હોવાની સ્થિતિ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ને કેટલાક ઉદ્યોગપતિઓ પોતાની જાગીર સમજતા થઇ ગયાની અનુભૂતિ આજે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે કહેવાતા ઉદ્યોગપતિઓના સમૂહ વચ્ચે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદની થયેલી વહેંચણી પરથી થઇને રહે છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના આગામી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે કુલ 16 ઉમેદવારો મેદાનમાં હતા. 16 ઉમેદવારો પૈકી આજે 15 જણા વચ્ચે એવી સમજૂતી થઇ કે આ વખતે ચેમ્બરનું વાઇસ પ્રેસિડેન્ટ પદ હીરા ઉદ્યોગને એટલે કે દિનેશ નાવડીયાને આપવામાં આવે અને આવતા વર્ષે ટેક્સટાઇલ ઉદ્યોગના આશીષ ગુજરાતીને આપવામાં આવે.

અત્યાર સુધી ગમે તે સંજોગોમાં ચૂંટણી લડું લડું કરનારા 13 ઉમેદવારો આ સમાધાન માટે રાજી થઇ ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે એક ઉમેદવાર કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ભરૂચાએ આ સગવડીયા ધર્મ સામે સખત વિરોધ નોંધાવતા સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ગમે તે સંજોગોમાં તેઓ લોકશાહીને જીવંત રાખશે અને હાલ તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં પથારીવશ હોવા છતાં ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી લડશે.

લોકશાહીની પ્રક્રિયાને કોરાણે મૂકીને સગવડીયું સેટિંગ 

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)માં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે નક્કી એવું થયું છે કે દિનેશ નાવડીયા અને આશીષ ગુજરાતી એમ બે જૂથોના ઉદ્યોગપતિઓ ભેગા થઇ ગયા છે અને બન્ને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ વખતે આશીષ ગુજરાતી જૂથ દિનેશ નાવડીયાના આડે નહીં આવે અને જો ચૂંટણી થાય તો તેમને સપોર્ટ કરશે જ્યારે આવતા વર્ષે દિનેશ નાવડીયા-બીએસ અગ્રવાલ જૂથ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આશિષ ગુજરાતીને સપોર્ટ કરશે.

સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવનાર આશીષ ગુજરાતીએ ચેમ્બર પ્રમુખ બનવું છે

જે કાર્યક્રમમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) સહ આયોજક હતું એ કાર્યક્રમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના હિત માટે યોજાયો હતો અને તેમાં ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યા હતા. સોનાની થાળી સમા આ કાર્યક્રમમાં આશીષ ગુજરાતીએ લોઢાનો મેખ રચતા સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવ્યા હતા. આશીષ ગુજરાતીએ કોંગ્રેસી અશોક જીરાવાળા સાથે મળીને ફોગવાના નામે ચેમ્બર સામે જ બાંયો ચઢાવી હતી. ચેમ્બર ઓફ કોમર્સની ટેક્સટાઇલ કમિટીની જવાબદારી હોવા છતાં ચાર ચાર મહિના સુધી નિષ્ક્રીય રહીને ચેમ્બર સામે બાંયો ચઢાવનાર આશીષ ગુજરાતીને તો જે જોઇતું હતું એ મળી ગયું છે આજે નહીં તો આવતા વર્ષે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે તેમણે સેટિંગ કરી લીધું છે.

April 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5580

રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે સામું જોવા, મોટા અવાજે ગાળો બોલવા સહિતની બાબતે જસદણના કુલદીપ ચાંપરાજભાઈ ખવડ નામના યુવાનની છરીના ઘા મારી સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. સાથે જસદણમાં રહેતા તેના મિત્ર અભિલવ ઉર્ફે લાલો શિવકુભાઇ ખાચરનો જાન લેવાનો પ્રયાસ’ થયો હતો. ખૂન અને ખૂનની કોશિશનો ગુનો આચરીને નાસી ગયેલા બે પોલીસવાળા વિજય ડાંગર અને હિરેન ખેરડિયા સહિતના સાત બદમાશોની પોલીસ શોધી રહી છે.
જસદણમાં રહેતા અને વિપુલ હીરપરા નામના યુવાનની હત્યામાં પકડાયેલા અભિલવ ઉર્ફે લાલો શિવકુભાઇ ખાચર સામેનો ખૂનનો કેસ રાજકોટની અદાલતમાં ચાલતો હોવાથી અને કોર્ટમાં તારીખ હોવાથી તે પોલારપર રોડ પર રહેતા તેના મિત્ર કુલદીપ ચાંપરાજભાઈ ખવડને સાથે લઇને કારમાં રાજકોટ આવ્યો હતો અને એસ્ટ્રોન ચોક પાસેના સરદારનગરમાં શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા અને સ્વિગી ફૂડ કંપનીમાં નોકરી કરતા તેના મિત્ર દેવેન્દ્ર ઉર્ફે બાઉ હરેશભાઇ ઉર્ફે બાબાભાઇ ધાંધલને ત્યાં રોકાયા હતા.
તા.10મીએ રાત્રે એ ત્રણેય મિત્ર યુનિવર્સિટી રોડ પરના આકાશવાણી ચોકમાં આવેલા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. ત્યાં તેના અન્ય મિત્રો ભગીરથ ઉર્ફે ધરમ અનકભાઇ વાળા, સાગર જગદીશભાઇ વાળા, નિકુંજ હરેશભાઇ જાની, સંજય વગેરે આવ્યા હતા. આ મિત્રોએ જમી લીધા બાદ ઇન્દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્સચેન્જ તરફના રસ્તા પર આવેલા ગોલાવાળાને ત્યાં ગોલા ખાવાનું નક્કી કર્યું હતું.

દેવેન્દ્ર, કુલદીપ, અભિલવ અને સંજય કારમાં અને અન્ય મિત્રો બાઇક પર ગોલાવાળાને ત્યાં પહોંચ્યા હતા. ગોલાવાળાની દુકાનની સામે ઓવરબ્રિજ નીચે બીજા સાત આઠ લોકો બેઠા હતા. બ્રિજ નીચે બેઠેલા લોકોએ ઉંચા અવાજે દેકારો શરૂ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ શખસો અમને જોઇને દેકારો કરીને ગાળો બોલતા હોવાનું જણાતા દેવેન્દ્ર, કુલદીપ અને અભિલવ એ શખસોને સમજાવવા જતા બોલાચાલી થઈ હતી. એ શખસોએ કુલદીપ અને અભિલવને ધક્કો મારીને ગાળો દીધી હતી. આથી ઝઘડો કરવો હોય તો જેને બોલાવવા હોય તેને બોલાવી લેવાનું કહ્યું હતું. એ પછી કુલદીપ સહિત ત્રણેયની તેની કાર પાસે ગયા હતા. અભિલવે તેના મિત્ર યશપાલને ફોન કરીને ઝઘડાની વાત કરી હતી. યશપાલે તમારે જેની સાથે ઝઘડો થયો છે તેમાંથી એકનો ફોન આવે છે. એ મને પણ ઓળખે છે. આથી તમે કોઇ ઝઘડો કરતા નહીં. હું આવું જ છું અને તમારી વચ્ચે સમાધાન કરાવી દઉં છું. એ પછી સામે બેઠેલા શખસોએ ફરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ફરી એ શખસો પાસે જતાં એક શખસે છરી કાઢીને અભિલવના પડખામાં મારી દીધી હતી. આથી દેવેન્દ્ર સહિતના લોકો ભાગ્યા હતા અને તેનો પીછો કરીને કુલદીપને ઝડપી લઇને છરીના ઘા પેટ, ગળા, હાથમાં મારી દીધા હતા. એ પછી અભિલવની છાતી અને હાથમાં છરી મારી દેવામાં આવી હતી. આ દેકારો થતાં અન્ય લોકો એકત્ર થઈ જતાં હુમલાખોર સ્કોડા કાર સહિતનાં વાહનમાં નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત કુલદીપ ખવડ અને અભિલવ ખાચરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કુલદીપનું મૃત્યુ થતાં બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. બાદમાં યશપાલે હુમલો કરનાર અર્જુનસિંહ ચૌહાણ, હિરેન ખેરડિયા, વિજય ડાંગર સહિતના શખસો હોવાનું જણાવ્યું હતું. આ વિગતના આધારે દેવેન્દ્ર ઉર્ફે બાઉ ધાંધલે ફરિયાદ નોંધાવી હતી. ખૂન અને ખૂનની કોશિશની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં વિજય ડાંગર અને હિરેન ખેરડિયા પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. વિજય પ્રદ્યુમનનગર પોલીસ અને હિરેન ટ્રાફિક શાખામાં પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. પોલીસે એ બન્ને પોલીસમેન સહિત સાત શખસને ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો હતો પણ કોઇની ભાળ મળી ન હતી.

મૃતક કુલદીપ ખવડ બે બહેનનો એકનો એક ભાઈ હોવાનું અને તેની સગાઇ બે-અઢી વર્ષ પહેલા બોટાદનાં તરઘડાગામે રહેતાં તેના મામાની દીકરી સાથે કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તેના લગ્ન લેવાના હતા. વિધવા માતાના પુત્ર અને હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ અભિલવ ખાચરના ત્રણ માસ પહેલા જ લગ્ન થયા છે. તે પરિવારનો એકનો એક આધાર સ્તંભ જેવો છે. જસદણના યુવાનની હત્યા અને તેના મિત્ર પર ખૂની હુમલો કરવાના બનાવ અંગે પોલીસે એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે લીધા હતા.

April 12, 2019
pabubha.jpg
1min8150

2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન દ્વારકાની બેઠકના ઉમેદવાર પબુભા માણેકના ઉમેદવારીપત્રકમાં ટેકનિકલ ભૂલ હતી, જેને ચૂંટણી તંત્રએ નકારી પણ ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખી

2017ની વિધાનસભા ચંટણીમાં દ્વારકા બેઠક પરથી પબુભા માણેક ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. પબુભા માણેક સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મેરામણ ગોરીયાએ હાઈકોર્ટમાં અરજી કરીને ચૂંટણી રદ કરવા માગ કરી હતી. મેરામણ ગોરીયાએ પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ હોવાનું કહીને ઉમેદવારી ફોર્મ જ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી હતી.

મેરામણ ગોરિયાની રજૂઆત હતી કે પબુભા માણેકે પોતાના ઉમેદવારી ફોર્મના ભાગ 1 માં તેઓ કઈ બેઠક પર ચૂંટણી લડવા માગે છે, તે દર્શાવેલું ન હતું, પરિણામે તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. આ મામલે ચૂંટણી અધિકારીએ ઉમેદવારને નોટિસ પણ ફટકારી હતી. જો કે કોંગ્રેસની વાંધા અરજી ન સ્વીકારાતા ચૂંટણી યોજાઈ હતી.

આખરે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાના વકીલ મારફતે આ અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.

હાઇકોર્ટના ચૂકાદાની સાથે જ ભાજપામાં ભૂકંપ મચી ગયો હતો. હવે દ્વારકાની બેઠક પર ફરીથી ચૂંટણી યોજવી પડશે. હાલમાં ચૂંટાયેલા જાહેર થયેલા ધારાસભ્ય પબુભા માણેક હવે એમ.એલ.એ. મટીને સામાન્ય મતદાર બનીને રહી ગયા છે.

April 12, 2019
SGCCI.jpg
1min8360

ચેમ્બરના ઉપપ્રમુખપદે મેરીટવાળો ઉમેદવાર નહીં, મામકાને બેસાડવાના પ્રયાસો

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) માં હાલ આગામી વાઇસ પ્રેસિડેન્ટ માટેનો ઉમેદવાર નક્કી કરવા માટે લોકશાહીની પ્રક્રિયા ચૂંટણી નહીં અને મેરીટ્સવાળો ઉમેદવાર પણ નહીં બલ્કે મામકાને બેસાડવા માટે રીતસર લોબિંગ ચાલી રહ્યું છે. 16-16 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી ફોર્મ નહીં ખેંચીને એ બાબત નિશ્ચિત કરી દીધી છે કે તેમણે ગમે તે સંજોગોમાં લડી લેવા માટે ઉમેદવારી નોંધાવી છે, આમ છતાં, ચેમ્બર ઓફ કોમર્સમાં કેટલાક લોકો હજુ પણ એવા પ્રયાસો કરી રહ્યા છે કે 16 પૈકી મોટા ભાગના બેસી જાય અને બે અથવા ત્રણ ઉમેદવારો બાકી રહે. ચૂંટણી જ જો કરવાની હોય તો 2 વચ્ચે થાય કે 16 વચ્ચે શું ફરક પડશે ચેમ્બરને..

અનેક મિટીંગો વિફળ રહ્યા પછી, વાઇસ પ્રેસિડેન્ટ કેતન દેસાઇના પ્રયાસો નિષ્ફળ રહ્યા પછી તા.12મી એપ્રિલએ બપોરે બે વાગ્યે ફરીથી તમામ ઉમેદવારોની મિટીંગ યોજવામાં આવી છે અને તેમાં 16 પૈકી મોટા ભાગના બેસી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાણકારો કહે છે કે કેટલાક લોકો એવા પ્રયાસો કરી રહ્યા છે કે 16 પૈકી મોટા ભાગના બેસી જાય જેમને 5-25 મતો મળવાના છે, તેવા ઉમેદવારો બેસી જાય તો બાકીના બે-ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજી શકાય.

એ બાબત પણ મીનમેખ છે કે જે લોકો પહેલા ચૂંટણીમાં ઉભા રહ્યા અને હવે કોઇકની વાતમાં આવીને, કોઇકની સમજાવટમાં આવીને ફોર્મ પરત ખેંચશે તો તેમની વેલ્યુ 5-25 વોટની થશે.

હકીકતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) માં બે કે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થાય તેવું ચેમ્બરમાં કેટલાક મહારથીઓ કે જેઓ નજીકના ભવિષ્યમાં 10-15 વર્ષ સુધી પ્રમુખ બની શકે તેવી સ્થિતિમાં નથી તેઓ જ ગતકડાં ચલાવી રહ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સને મેરિટ ધરાવતા વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર નથી જોઇતા પરંતુ, જે ગતિવિધિઓ થઇ રહી છે એ જોતા કેટલાક બની બેઠેલા ઉદ્યોગપતિ નેતાઓ પોતાના ઉમેદવારને વી.પી. બનાવવા માટે લોબિંગ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે સુરત બેઠક પર જે સ્થિતિ સર્જાઇ હતી એ સુરતી વર્સિઝ ઓલ, હવે આ જ સ્થિતિમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) વાઇસ પ્રેસિડેન્ટના ઇલેકશન-સિલેેકશનના મુદ્દે આવીને ઉભી છે.

એક તરફ મૂળ સુરતી ઉમેદવાર તરીકે આશિષ ગુજરાતીને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે અને ચેમ્બરની ગતિવિધિઓથી વાકેફ છે. સામે પક્ષે દિનેશ નાવડીયા કે જેઓ સૌરાષ્ટ્રવાસી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયાને નોનસુરતી, હિન્દીભાષી ગ્રુપના બી.એસ.અગ્રવાલ અને તેમના ગ્રુપના લોકો સપોર્ટ કરી રહ્યા છે. આમ એવો માહોલ છે કે મૂળ સુરતી વર્સીઝ ઓલનો જંગ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે પરંતુ, કન્ડીશન એ છે કે 16 પૈકી 13-14 ઉમેદવારો તેમની ઉમેદવારી 20મી એપ્રિલ સુધીમાં ખેંચી લે.

આ ઉમેદવારોનું હળાહળ અપમાન થઇ રહ્યું છે

નિખીલ મદ્રાસી

સી.એ. મિતીશ મોદી

જનક પચ્ચીગર

મૃણાલ શુક્લ

આશા દવે

ભદ્રેશ શાહ

સુનિલ જૈન

હિરેન શાહ

નીતિન ભરૂચા (કદાચ ખસી જાય)

વિજય મેવાવાલા

બંદના ભટ્ટાચાર્ય

હિમાંશુ બોડાવાલા

હરીવદન રાણા

મહેશ વાણાવાલા

રાજેન્દ્ર લાલવાલા

દિપક શેઠવાલા

નિખિલ મદ્રાશી

આ ઉમેદવારો પોતાને સ્વયં રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, તેમના માટે કદાચ કોઇ ગ્રુપ પ્રોજેક્શન કે લોબિંગ ન કરતું હોય, એનો અર્થ એવો નથી કે તેમને બેસાડી દેવાની વૃતિ અમલી બનાવવામાં આવે. ઇલેકશન થશે અને જેને જેટલા મત મળશે તેના આધારે ચેમ્બર ઓફ કોમર્સના આગામી વાઇસ પ્રેસિડેન્ટ નક્કી થવા જોઇએ.

પણ હાલમાં જે ગતિવિધિઓ ચાલી રહી છે એ જોતા એવું જણાય રહ્યું છે કે બે-ત્રણ બળિયા ઉમેદવારોને શોધીને ઉપરોક્ત નામોને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણવાની પેરવી ચાલી રહી છે.

ચૂંટણી જ જો કરવાની હોય તો 3 ઉમેદવાર વચ્ચે કરો કે 16 વચ્ચે કરો, લોકશાહીના મૂલ્યો જળવાય રહેશે

કોઇપણ ભોગે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉભા રહેલા 16 પૈકી 13-14 ઉમેદવારોને યેનકેન પ્રકારે બેસાડી દેવા માટે કેટલાક ઉદ્યોગપતિ નેતાઓ મરણિયા બન્યા છે. ચેમ્બર અસ્તિત્વમાં આવી ત્યારથી તેની સાથે સંકળાયેલા લોકો કહે છે કે ચૂંટણી બે-ત્રણ ઉમેદવારો વચ્ચે થાય કે 16 વચ્ચે થાય. હવે જ્યારે કોઇ બેસવા માટે તૈયાર નથી તો સમાધાનના નામે કોઇ પોતાની ખીચડી પકાવી રહ્યું છે. સમાધાન નહીં પણ સોદાબાજી ચાલી રહી હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે. ઉમેદવારી ખેંચી લેવાના બદલામાં કોઇકને કોઇક કમિટીની ચેરમેનશીપ ઓફર થઇ રહી છે તો કોઇકને કંઇ બીજું પદ. એના કરતા તો ચૂંટણી થવી જોઇએ અને જેને જેટલા મત મળશે એના આધારે દરેક ઉમેદવારને પોતાનું સ્થાન પણ ખ્યાલ આવી જશે.

કોઇ ઉમેદવારે ઉમેદવારી પત્ર નોંધાવીને વિના કારણે લંગર નાખ્યું હશે તો પણ ચૂંટણી મતદાનમાં તેને ખબર પડી જશે કે તેને વોટ આપનારા કેટલા, ભવિષ્યમાં આ રીતે લંગર નાંખવાવાળા પણ ચેતી જશે.