CIA ALERT

Blog - Page 536 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 19, 2019
indiavtoes.jpg
1min4860

દેશમાં ૧૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાંની લોકસભાની ૯૫ બેઠક માટે ગુરુવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું હતું. આમ છતાં, મહારાષ્ટ્રની ૧૦ બેઠક પરનું સરેરાશ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ૫૭.૨૨ ટકા રહ્યું હતું જે ૨૦૧૪ની સરખામણીમાં ઓછું હતું.

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં પશ્ર્ચિમ બંગાળ અને મણિપુરમાં હિંસાના છૂટાછવાયા બનાવ બન્યા હતા તેમ જ મતદાનના ઇલેક્ટ્રૉનિક મશીનો (ઇવીએમ)માં ખામી સર્જાવાના કિસ્સા પણ નોંધાયા હતા.

પુડુચેરીમાં સરેરાશ ૭૮ ટકા અને મણિપુરમાં અંદાજે ૭૫ ટકા મતદાન થયું હતું.

શ્રીનગરમાં ૨૦૧૪ની જેમ આ વખતે પણ ઘણું જ ઓછું મતદાન થયું હતું. શિયાઓની બહુમતીવાળા બડગામ જિલ્લામાં બપોરના ૩ વાગ્યા સુધીમાં ૧૭.૧ ટકા મતદાન થયું હતું, જ્યારે આ બેઠક પર સરેરાશ મતદાન માત્ર ૧૨.૪૩ ટકા જ થયું હતું.

તમિળનાડુની ૩૮ બેઠક પર બપોરના ૩ વાગ્યા સુધી ૫૨.૦૨ ટકા મતદાન થયું હતું. કરુરમાં ૫૬.૮૫ ટકા, જ્યારે ચેન્નઇ મધ્યમાં ૪૫.૬૫ ટકા મતદાન નોંધાયું હતું.

વિધાનસભાના ૧૮ મતવિસ્તારમાં યોજાયેલી પેટાચૂંટણીમાં બપોરના ૩ વાગ્યા સુધી ૫૫.૯૭ ટકા મતદાન થયું હતું.

તમિળનાડુ ઉપરાંત, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૦, ઉત્તર પ્રદેશના ૮, આસામની પાંચ, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, છત્તીસગઢની ત્રણ, પશ્ર્ચિમ બંગાળની ત્રણ, જમ્મુ અને કાશ્મીરની બે, મણિપુુરની એક અને પુડુચેરીની લોકસભાની એક બેઠક પર ગુરુવારે મતદાન થયું હતું.

ઓડિશાના વિધાનસભાના ૩૫ મતવિસ્તારમાં પણ મતદાન થયું હતું.

તમિળનાડુના વેલ્લૂરમાં દ્રમુકના નેતાના એક સાથી પાસેથી મોટી રોકડ રકમ મળતાં ચૂંટણી પંચે અહીં મતદાન રદ કર્યું હતું.

ત્રિપુરા (પૂર્વ)ની લોકસભાની બેઠક પર કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ હોવાનું કારણ આપીને ત્યાં મતદાન ૨૩મી એપ્રિલે ત્રીજા તબક્કા પર મુલતવી રખાયું હતું.

પશ્ર્ચિમ બંગાળના રાયગંજ લોકસભા બેઠક ખાતે પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો અને ગોળીબાર કર્યો હતો. અહીંના ચોપડા વિસ્તારમાં તોફાનીઓએ બૉમ્બ પણ ફેંક્યા હતા.

રાજગંજના કાટાફૂલવાડીમાં મતદાનનો અહેવાલ લેવા ગયેલા સમાચારની સ્થાનિક ચૅનલના પત્રકાર અને કૅમૅરામૅનને ધક્કે ચઢાવાયા હતા.

પશ્ર્ચિમ બંગાળમાં લોકસભાની ત્રણ બેઠક ખાતે હિંસા, રસ્તારોકો, બૉમ્બ ફેંકવાના અને પોલીસ ગોળીબારના બનાવો નોંધાયા હતા.

છત્તીસગઢની લોકસભાની ત્રણ બેઠક પર બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ અંદાજે ૫૯.૭૨ ટકા મતદાન થયું હતું, પરંતુ બાદમાં તે વધીને સરેરાશ ૬૯ ટકા થયું હતું.

ઓડિશાની લોકસભાની પાંચ બેઠક અને વિધાનસભાની ૩૫ બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૩ ટકા મતદાન થયું હતું.

કર્ણાટકમાં બપોરે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૧.૮૪ ટકા મતદાન નોંધાયું હતું.

આસામના કરીમગંજમાં બપોરે ત્રણ વાગ્યા સુધી ૬૩.૬૬ ટકા મતદાન થયું હતું. બાદમાં, મતદાનની ટકાવારી વધીને સરેરાશ ૭૩.૩૨ ટકા થઇ હતી.

બિહારની પાંચ બેઠક પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૪૫.૭૭ ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૦.૩૯ ટકા મતદાન નોંધાયું હતું, પરંતુ બાદમાં છ વાગ્યા સુધીમાં આ ટકાવારી વધીને સરેરાશ ૬૨.૩૦ થઇ હતી.

મણિપુરમાં બે મતદાન કેન્દ્ર ખાતે હિંસાના બનાવ નોંધાયા હતા. રાજ્યમાં સરેરાશ ૭૫.૬૯ ટકા મતદાન થયું હતું.

લોકસભાની ચૂંટણીના હવે પછીના તબક્કા ૨૩મી એપ્રિલે, ૨૯મી એપ્રિલે, છઠ્ઠી મેએ, ૧૨મી મેએ અને ૧૯મી મેએ યોજાવાના છે તેમ જ મતગણતરી ૨૩મી મેએ થશે.

April 19, 2019
rahul1.jpg
1min6550

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જૂનાગઢ અને કચ્છ એમ બે સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ૧૫ લાખ લોકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવાનું જુઠ્ઠુ વચન આપ્યું હતું પણ અમે ગેરન્ટી સાથે વચન આપીએ છીએ કે, અમારી સરકાર આવશે તો દેશની પાંચ કરોડ મહિલાઓના બેન્ક ખાતાઓમાં વર્ષે રૂ. ૭૨ હજાર જમા કરાવીશું આમ પાંચ વર્ષમાં રૂ. ૩.૬૦ લાખ જમા કરાવીશું, આ પગલાંથી અર્થતંત્રને કોઇ જ નુકશાન થવાનું નથી પરંતુ વધારે મજબૂતિ મળશે.

વંથલી ખાતે ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદી બે હન્દિુસ્તાન બનાવે છે એક નિરવ મોદી, માલ્યાવાળુ અને બીજું ગબ્બરસિંહ ટેક્સવાળું. ચોક્કસ લોકોના દેવા માફ થાય છે તો ખેડૂતોના કેમ નહીં. કોંગ્રેસની સરકાર બનાવો ૧૦ દિવસમાં દેવું માફ. દેશના ખેડૂતોનું મોદી દેવું માફ કરતા નથી.

ગરીબી પર કોંગ્રેસની સર્જિકલ સ્ટ્રાઇક, વર્ષે ૭૨ હજાર આપીશું. ન્યાયની સરકાર બનાવવી છે કે અનિલ અંબાણીની સરકાર? નરેન્દ્ર મોદીએ પહેલીવાર રોજગારી નષ્ટ કરી દીધી છે.

મોદીએ નોટબંધી વખતે માતા, બહેનોને બેંકની લાઇનમાં ઊભા રાખી દીધાં. બેંકના ચોર કેમ બેંકની લાઇનમાં ન દેખાયા. અમે ગરીબના ખાતામાં દર વર્ષે ૭૨ હજાર નાંખીશું. નરેન્દ્ર મોદીએ ૧૫ લાખનું જુઠું બોલ્યા હતા પરંતુ અમે ૩ લાખ ૬૦ હજાર આપીશું. ચોકીદારે માતા, બહેનો અને ખેડૂતો પાસેથી જ ચોરી કરી છે.

તમને મિત્રો કહે છે. અંબાણી અને નિરવને ભાઇ કહે છે એટલે ફાયદો બધો ભાઇઓને મળે છે. ખેડૂતો પાસેથી રૂ. ૧૦ હજાર કરોડનું વીમા પ્રીમીયમ અમીરોના ખાતામાં જમા થાય છે. દેવું ન ભરી શકનાર કોઇ પણ ખેડૂતને અમે જેલ નહીં જવા દઇએ.

April 19, 2019
hardik.jpg
1min5550

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા નામનની આગળ ચોકીદાર લખવાનું અભિયાન શરૂ કર્યું ત્યારે તેના વિરોધમાં પાટીદાર નેતા અને કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે ટ્વિટરમાં પોતાના નામની આગળ બેરોજગાર શબ્દ લખ્યો હતો, પરંતુ તાજેતરમાં જ સ્ટાર પ્રચાર બનતા તેને કૉંગ્રેસ દ્વારા હૅલિકોપ્ટર ફાળવવામાં આવતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હવે તો ગુજરાતમાં બેરોજગાર પણ હૅલિપ્કોપ્ટરમાં ઊડે છે એવું કહીને ઠેકડી ઉડાવી હતી, પરંતુ આખરે હાર્દિકને આ ટોણો ચચરતાં તેણે ટ્વીટરમાંથી બેરોજગાર શબ્દ હટાવી લીધો છે.

કૉંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલને સ્ટાર પ્રચારકના રૂપમાં પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. તેને હૅલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું છે. હાર્દિક પટેલના હૅલિકોપ્ટરમાં સવાર ફોટો અને વીડિયો મામલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારો હૅલિકોપ્ટરમાં ફરે છે. અમે જમીન ઉપર કામ કરી રહ્યા છે, જ્યારે કૉંગ્રેસ હવામાં ફરે છે.

April 19, 2019
eci_logo.jpg
1min5710

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ૨૬ લોકસભા પર ઉમેદવારી કરી રહેલા કુલ ૩૭૧ ઉમેદવારોમાંથી ૮૯ ઉમેદવારોએ ખર્ચનો હિસાબ ન રજૂ કરતાં નોટિસ અપાઈ છે.આચારસંહિતાના નિયમો અનુસાર ચૂંટણી સંદર્ભે થતાં ખર્ચની વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની હોય છે.

રાજ્ય ચૂંટણી પંચે ૨૬ બેઠકોના ૮૯ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ ના કરતાં નોટિસ આપી છે. જેમાંથી જામનગર બેઠકના સૌથી વધુ ૧૬ ઉમેદવાર છે. આ સાથે કચ્છ, અમદાવાદ પૂર્વ, ભાવનગર, આણંદ, બારડોલી, સુરત, અને વલસાડ બેઠકના ઉમેદવારોને નોટિસ આપી છે.

April 18, 2019
dinesh_nava.jpeg
1min6090

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીનો દ્વિપાંખીયો જંગ ખેલી રહેલા શહેરના હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડીયા હાલ મતદારો સાથે વન ટુ વન મિટીંગ કરીને ઘનિષ્ટ પ્રચાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે લોકો ભલે કહેતા કે ચેમ્બરની ચૂંટણી રાજનીતિક પ્લેટફોર્મ પર લડાતી હોય. દિનેશ નાવડીયા કહે છે મારી ઉમેદવારી સ્માર્ટ સિટી સુરતને ભારતના જ નહીં બલ્કે વિશ્વના સ્માર્ટ બિઝનેસ સિટીમાં તબદિલ કરવા માટેની છે.

(Dinesh Navadia, Campaigning with joggers group)

દિનેશ નાવડીયા સાથે શહેરના ટેક્સટાઇલ અગ્રણીઓ, બાંધકામ ઉદ્યોગના આગેવાનો, હીરા ઉદ્યોગપતિઓ સતત સાથે રહીને મતદારોને વન ટુ વન મળીને તેમની ઉમેદવારીનો હેતુ તેમજ ભાવિ પ્લાનિંગ સમજાવી રહ્યા છે.

દિનેશ નાવડીયા કહે છે કે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એ દરેક પ્રકારના વ્યવસાયીઓથી લઇને ઉદ્યોગપતિઓ, ધંધાર્થીઓનું નેતૃત્વ કરતી સંસ્થા છે. આ એવું પ્લેટફોર્મ છે કે જેના પર સુરતનું અર્થતંત્ર નિર્ભર રહેલું છે. ચેમ્બરની લિડરશીપ ધારે તો આ શહેરના ભારતના જ નહીં બલ્કે વિશ્વના સ્માર્ટ બિઝનેસ સિટીમાં તબદિલ કરી શકે તેમ છે.

દિનેશ નાવડીયાનું કાર્યાલય 18-20 કલાક ધમધમી રહ્યું છે. માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરીને ચેમ્બરના ઉદ્યોગપતિ મતદાતાઓને કેમ દિનેશ નાવડીયા સર્વમાન્ય અને તટસ્થ ઉમેદવાર છે એ સમજાવવામાં આવી રહ્યું છે. પ્રભાવશાળી નેતૃત્વ શક્તિ ધરાવતા વિશેષ દિનેશ નાવડીયાના કેમ્પેનર્સ એવું માને છે કે તેઓ મતદારોને રિઝવવા માટે હરીફ ઉમેદવારને નીચા દેખાડવાની તેમની નીતિ હરગીઝ નથી. તેઓ ફક્ત પોતાનું વિઝન ચેમ્બરના ઉદ્યોગપતિઓને દેખાડી રહ્યા છે.

April 18, 2019
mitish_modi_poster.jpg
1min11000

પોઝિટીવીટીમાં માનતા મિતિષ મોદી કહે છે કે સુરતના ઉદ્યોગોને ઝીરો એરર ટેક્સેશન અને અપગ્રેડેશનની તાતી જરૂરીયાત, જે પૂરી કરવા માટે કટિબદ્ધ છું

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડી રહેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતિષ મોદીને ઉદ્યોગપતિઓ તેમજ શહેરના વ્યવસાયિકોના જૂથો દ્વારા ઉમળકાભર્યો આવકાર મળી રહ્યો છે.

અઢી દાયકાથી શહેરમાં જાણિતા ટેક્સ કન્સલ્ટન્ટ ઉપરાંત એક્સપર્ટ ઇકોનોમિસ્ટ તરીકે ખ્યાતિપ્રાપ્ત મિતિષ મોદીની લિડરશીપ સુરતના જુદા જુદા ઉદ્યોગો જેવા કે ડાયમંડ, ટેક્સટાઇલ, કન્સ્ટ્રકશન, કેમિકલ્સ વગેરેને નવી દિશા આપી શકશે. તમામ ઉદ્યોગોને કનડતો સૌથી મોટો પ્રશ્ન ટેક્સેશન અને જીએસટી આધારિત છે, તેમાં મિતિષ મોદી ઉંડું જ્ઞાન ધરાવે છે એવી જ રીતે ભાવિ પડકારોને સ્થાનિક ઉદ્યોગો પહોંચી વળે તે માટે અપગ્રેડેશન પછી એ ટેક્નોલોજી બેઝ્ડ હોય કે ક્વોલિટી બેઝ આ તમામ વ્યવસ્થા ઉદ્યોગોને ચેમ્બર મારફતે પૂરી પાડવા માટેનું વિઝન મિતિષ મોદી ધરાવી રહ્યા છે.

મિતિષ મોદીનું માનવું છે કે સુરત એક ધંધાકીય શહેર છે, ગુજરાતનું આર્થિક પાટનગર છે અને આ શહેરની સુખ-સાહ્યબી તેના ઉદ્યોગ-ધંધા પર નિર્ભર હોય ત્યારે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની લિડરશીપ થકી આ ઉદ્યોગો માટે કેટલાક કાયમી માઇલસ્ટોન વિકસિત કરવાની તાતી જરૂરિયાત છે.

મિતિષ મોદી સાથે તેમના સમર્થકોની વિશાળ ટીમ હાલ તો ચેમ્બરના ઉદ્યોગપતિ મતદારોમાં ઘનિષ્ઠ પ્રચાર કરી રહી છે. દરેક સ્થળે મિતિષ મોદીને આવકાર મળી રહ્યો છે કેમકે ટેક્સ એક્સપર્ટ સી.એ. તરીકે તેમની દીર્ઘકાલિન સેવાઓને કારણે ઉદ્યોગપતિઓ સાથે તેઓ વર્ષોથી નહીં દાયકાઓથી ઘરોબ ધરાવી રહ્યા છે.

April 18, 2019
nathenan.jpg
1min15560

સોશ્યલ મિડીયા પર રચ્યા-પચ્યા રહેતા આજના યુવાનોને સોશ્યલ મિડીયા અને ઇન્ટરનેટનો સદુપયોગ કેવી રીતે કરવો તેનું સૌથી શ્રેષ્ઠ જીવંત ઉદાહરણ જો કોઇ હોય તો થાઇલેન્ડમાં રહેતી 12 વર્ષની નેથાનન નામની દિકરી છે. નેથાનન યુ ટ્યુબ પર વિડીયો જોઇને મેક-અપ કરવાનું શીખી, આજે વિશ્વની સૌથી નાની વયે એક્સપર્ટ મેકઅપ આર્ટિસ્ટ બની ચૂકી છે

12 year old makeup artist buys herself a BMW

12 વર્ષની વયજૂથની છોકરીઓ મોબાઈલ, રમકડાં, એક્ટીવા, ટેબ્લેટ વગેરે અપાવવા માટે માબાપ પાસે હઠાગ્રહ કરતા હોય છે પણ થાઈલેન્ડની નેથાનન નામની એક કિશોરીએ 12 વર્ષની ઉંમરે પોતાની કમાણીથી એક બીએમડબલ્યુ લક્ઝુરિયસ કાર ખરીદી છે.

12 વર્ષની Natthananએ પોતાને જ BMW Sedan ગિફ્ટ કરી છે, ગઇ તા.9મી એપ્રિલના રોજ નેથાનનનો જન્મ દિવસ હતો અને  પોતાના જન્મદિવસે નેથાનને પોતાને જ બીએમડલબ્યુ જેવી લક્ઝરીયસ કાર ગીફ્ટ કરી છે.

નેથેનન ફક્ત થાઇલેન્ડમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં સૌથી નાની ઉંમરની એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે. થાઈલેન્ડના ચેંટાબુરીમાં રહેતી નેથાનન ‘લંડન ફેશન વીક – 2018’માં પણ ભાગ લઈ ચૂકી છે.

રિપોર્ટ અનુસાર નેથેનન ‘લંડન ફેશન વીક’માં મેકઅપ કરનારી સૌથી ઓછી ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.

નેથેનને 9 એપ્રિલના દિવસે પોતાના ફેસબુક પેજ પર કાર ખરીદી હોવાની વાત શેર કરી. તે લખે છે, ‘મને જન્મદિવસ મુબારક. હું આજે 12 વર્ષની થઈ ગઈ છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. મારા તરફથી પણ બધાને અભિનંદન.’ જણાઈ કે, નેથેનનને ફેસબુક પર 9 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

સોશ્યલ મિડીયાનો સદુપયોગ કર્યો નેથાનને

12 વર્ષની ઉંમરે વિદ્યાર્થિનીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ પર બિનજરૂરી ચેટિંગમાં પોતાનો સમય, શક્તિ, મગજ બગાડતી હોય જોવા મળે છે, જ્યારે થાઇલેન્ડની નેથાનને ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાનો સદુપરયોગ કર્યો છે.

તે યૂટ્યૂબના વિડીયોની મદદથી મેકઅપ કરતા શીખી છે. તેણે 7 વર્ષની ઉંમરથી સોશિયલ મીડિયા પર પોતાના મેકઅપ ટ્યૂટોરિયલ મૂકવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તે લોકોની નજરમાં આવતી રહી અને ફેમસ બની ગઈ. જોકે, પ્રૉફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે તેણે પ્રોફેશનલ મેકઅપ કોર્સિસ પણ કર્યા છે.

April 18, 2019
voting.jpg
1min5640

ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, એ. રાજા, કનિમોઝી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, ભાજપના નેતા હેમા માલિની, બસપાના દાનિશ અલી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર લાગ્યા

લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયામાં 11મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે આજરોજ તા.18મી એપ્રિલ 2019ને ગુરૂવારે સવારે 8 વાગ્યાથી દેશની લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન શરૂ થઇ ચૂક્યું છે. આરંભના કલાકોમાં મતદાન સાવ મંદ ગતિએ ચાલી રહ્યાના પ્રાથમિક અહેવાલો મળ્યા હતા.
બીજા તબક્કામાં આજે તા.18મી એપ્રિલના રોજ દેશના 12 રાજ્યો અને કેદ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીને આવરી લેતી 96 સીટ પર મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં કુલ 1644 ઉમેદવારોનાં ભાવી આજે ગુરુવારે સાંજે 5 કલાકે ઇવીએમમાં કેદ થઈ જશે.
આજે બીજા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે તે પૈકી તમિળનાડુમાં સૌથી વધારે 38 સીટો પર મતદાન થનાર છે. કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 10, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન થનાર છે. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન થનાર છે. જમ્મુ કાશ્મીરમાં બે સીટ પર મતદાન થનાર છે. મણિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. ચૂંટણી પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો.
April 18, 2019
mugfali-1280x720.jpg
1min6180
 
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવા જેવો ઘાટ સૌરાષ્ટ્રના સીંગદાણાની નિકાસ ક્ષેત્રે સર્જાયો છે. સીંગદાણાની નિકાસમાં કટ્ટર હરીફ ગણાતા આફ્રિકન દેશ સુદાનમાં કટોકટી લાગુ થઈ છે, નિકાસ સોદા ઠપ થઈ ગયા છે. એ કારણથી ચીનની માગ સૌરાષ્ટ્રમાં આવી છે પણ મગફળીનો જંગી જથ્થો નાફેડ પાસે પડયો છે ને વેંચવા માટે હજુ ચૂંટણી પસાર થવાનું મુહૂર્ત જોઇ રહી હોઇ નિકાસની સોનેરી તક સરી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
નાફેડ પાસે ચાલુ સીઝનની આશરે 4.50 લાખ ટન મગફળી ખરીદેલી પડી છે. અગાઉ પહેલી એપ્રિલથી મગફળી વેંચવાની હતી પણ એકાએક ચૂંટણીનું કારણ આપીને 30 એપ્રિલ પહેલા વેંચશે નહીં એવી જાહેરાત થઈ છે. જોકે ચૂંટણી પછી નાફેડ ક્યારે વેંચશે તેની કોઇ તારીખો બહાર આવતી નથી પરિણામે થાળીમાં ભોજન હોવા છતાં ખાઇ નહીં શકાતો હોવાની લાગણી વેપારીઓ અને નિકાસકારો અનુભવી રહ્યા છે.
ગુજરાતમાં 23મીએ ચૂંટણી પૂરી થઈ રહી છે ત્યારે નાફેડ જેવી સહકારી સંસ્થા ઈચ્છે તો 24મીથી મગફળી વેંચી શકે પણ અકારણ 30મી સુધી વેંચવાની નથી. જોકે એ પછી પણ ક્યારે વેંચશે એ ય નક્કી નથી, તેમ દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયાએ કહ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે સુદાનમાં રાજકીય કટોકટી સર્જાતા નિકાસનાં કામકાજ ઠપ થઇ ચૂક્યાં છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર – ગુજરાતમાંથી આશરે 500 કન્ટેઇનર (આશરે 9-10 હજાર ટન)ના સોદા થયા છે. ખુલ્લા બજારમાં આવક નથી ત્યારે નાફેડ ઉપર જ આશરો છે પરંતુ નાફેડ મગનું નામ મરી પાડતી નથી. નાફેડ ન વેંચે તો સોદા પૂરા કરવામાં મુશ્કેલી પડી જાય.
નાફેડ ન વેંચે તો નિકાસમાં માલ મોકલી શકાય તેમ નથી કારણ કે મોટાભાગનો સ્ટોક સંસ્થા પાસે છે. નાફેડ દ્વારા રાજસ્થાનમાં પણ મગફળી વેંચવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં શા માટે વેચાણમાં વિલંબ કરાઈ રહ્યો છે તેવો સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
એક નિકાસકાર કહે છે, નાફેડ પાસે કુલ સ્ટોકમાંથી 20 ટકા ઝીણી મગફળી છે. મોટાભાગનો માલ બોલ્ડ અર્થાત જાડી મગફળીનો છે. ચીનની માગ સીધા ઉપયોગ માટે છે અને જાડો માલ મોકલી શકાય તેમ છે. જોકે ચીનમાં માલ મોકલવો હોય તો 15 મે પહેલા શિપમેન્ટ કરવા પડે તેમ છે. એ પછી ત્યાં માગ રહેતી હોતી નથી. સુદાન કટોકટીનો લાભ વહેલાસર લેવામાં આવે તો નાફેડના માલના સ્ટોક હળવા કરવામાં પણ સહાયતા મળશે અને મગફળી નિકાસ સાવ અટકેલી છે તે પણ સજીવન થશે.
ચીનમાં જાડા 40-50 કાઉન્ટમાં 1050 ડોલર અને 50-60 કાઉન્ટમાં 1000 ડોલરના ભાવથી સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. સુદાન ભારતની તુલનાએ 100-150 ડોલર સસ્તાં દાણા વેંચી રહ્યું હતું. જે અત્યારે હરીફાઇમાં નથી.
સૌરાષ્ટ્રના સીંગદાણામાં પીપાવાવ – મુંદ્રા પહોંચની શરતે જાડા દાણાનો ભાવ 50 – 60 કાઉન્ટમાં રૂ.66,000 પ્રતિ ટન હતો. 40-50માં રૂ. 67,000 હતો. બે દિવસમાં રૂ. 1000નો સુધારો થયો છે. ઝીણામાં ટીજે 80-90ના રૂ. 69,000 અને 50-60ના રૂ. 71,000 હતા. જાવા 80-90ના રૂ.70,000 અને 50-60ના રૂ. 72,000 હતા.
April 18, 2019
bangladesh.jpg
1min7270

એક વર્ષ પહેલાં અમલી બનાવવામાં આવેલી નવી ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની યંત્રણામાં દેશનાં એપરલ નિકાસકારોને એડ્જસ્ટ થતાં સમય લાગવાને કારણે ગત નાણાકીય વર્ષ 2018-19માં એપરલની નિકાસમાં 3.46 ટકાનો ઘટાડો થયો હોવાના અહેવાલ છે.

Workers sew plaid shirts on the production line of the Fashion Enterprise garment factory in Dhaka, Bangladesh, on Monday, April 29, 2013. Bangladesh authorities said they were accelerating rescue efforts at the factory complex that collapsed last week as hopes fade for more survivors after the nation’s biggest industrial disaster. The government has decided to constitute a panel to identify garment factories in the country at risk of collapse, cabinet secretary Hossain Bhuiyan told reporters on April 29. Photographer: Jeff Holt/Bloomberg

ગત નાણાકીય વર્ષ દેશની એપરલ નિકાસ આગલા વર્ષનાં 16.71 અબજ ડૉલર સામે ઘટીને 16.13 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, રૂપિયાના મૂલ્યની દૃષ્ટિએ નિકાસમાં 4.66 ટકાનો વધારો થયો હતો. જીએસટીની નવી યંત્રણા હેઠળ નિકાસકારોને મળતાં પ્રોત્સાહનોમાં અગાઉની વેરા યંત્રણાની સરખામણીમાં સાત ટકા જેટલો ઘટાડો થયો હતો. તેમ જ નિકાસકારોને નવી યંત્રણામાં એડ્જસ્ટ થતાં સમય લાગ્યો હોવાને કારણે નિકાસ પર વિપરીત અસર થઈ હોવાનું એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે એક અહેવાલમાં જણાવ્યું હતું. જોકે, એકંદરે કૉટન યાર્ન સહિત કૉટન ટૅક્સ્ટાઈલની નિકાસમાં આગલા વર્ષની સરખામણીમાં અંદાજે 10 ટકા જેટલો વધારો થયો છે. તેમ જ કેન્દ્ર સરકારે એમ્બેડેડ ટૅક્સનાં રિઈમ્બર્સમેન્ટની જાહેરાત કર્યા બાદ માર્ચ મહિનામાં ઍપરલની નિકાસમાં પણ 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ આ વર્ષે એકંદરે નિકાસ પ્રોત્સાહિત થઈ હોવાનું ટેક્સપ્રોસિલે જણાવ્યું હતું.