CIA ALERT

Blog - Page 537 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 18, 2019
Farmers-Suiciding.jpg
1min5920

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ત્યારથી મરાઠવાડામાં 91 ખેડૂતે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે લોનમાફીથી પેન્શન આપવા સુધીનાં આશ્ર્વાસનો પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યાં છે, પરંતુ આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી રહેલા ખેડૂતો સંદર્ભે રાજકીય પક્ષો એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધીમાં 220 ખેડૂતે આત્મહત્યા કરી છે.

148 ખેડૂતને સરકારી મદદ આપવામાં આવી હોવા છતાં 54 પ્રકરણ અપાત્ર ઠર્યા હતા. 18 પ્રકરણની તપાસ ચાલી રહી છે. માત્ર માર્ચ મહિનામાં જ 69 ખેડૂતે આત્મહત્યા કરી હોઈ છેલ્લા પખવાડિયામાં અંદાજે બાવીસ ખેડૂતની આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન નાગઠાણે સ્થિત ખેડૂત ભિકાજી ઉર્ફે જગદીશ સંપત શેળકે (42)એ દેવાથી કંટાળી મંગળવારે બપોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શેળકેએ સાડાત્રણ લાખ રૂપિયાની લોન લીધી હતી.

લોનમાફીનો લાભ ન મળતાં છ ટકાને બદલે બાર ટકા વ્યાજદરે લોન ભરવાનો વારો આવતાં હતાશામાં શેળકેએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

April 18, 2019
maharashtra_map.jpg
1min5150

દસમી માર્ચના લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછીના સમયગાળાથી અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગ બદલ મહારાષ્ટ્ર રાજ્યમાં 15,000થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 118.20 કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ, ઈન્કમ ટેક્સ સહિત એન્ફોર્સિંગ ડિપાર્ટમેન્ટ તરફથી રૂ. 45.47 કરોડના મૂલ્યની સોનાના દાગીના સહિતની અન્ય મૂલ્યવાન ચીજવસ્તુ જપ્ત કરી હતી, જ્યારે 22.05 કરોડનો દારૂ તથા રૂ. 6.30 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હોવાનું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું. અલબત્ત, ચૂંટણીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 15,095 વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં સૌથી વધારે કેસ ગેરકાયદે દારૂના સંગ્રહ તથા હથિયાર રાખવાના કેસ હતા, એવું એડિશનલ ચીફ ઈલેક્ટ્રોલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું.

ગેરકાયદે વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યા પછી આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો આ બધી વસ્તુ કાયદેસર હશે તો તેના મૂળ માલિકને પરત કરવામાં આવશે, નહીં તો તેમની સામે કેસ નોંધવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે દારૂના વિતરણ તથા દારૂ રાખવાના 13,702થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે હથિયાર રાખવાના 602 જેટલા કેસ નોંધાયા હતા. એ સિવાયના બાકી કેસ ડ્રગ્સ તથા સોનું-રોકડના કેસ નોંધાયા હોવાનું વધુમાં જણાવ્યું હતું.

April 18, 2019
siddhu.jpg
1min14740

કોમવાદી કોમેન્ટ્સ કરીને આચારસંહિતાનો ભંગ કરવા બદલ કૉંગ્રેસના નેતા અને પંજાબના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ સામે બિહારમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી.

મુખ્ય ચૂંટણીપંચ કાર્યાલયે જણાવ્યા અનુસાર ચૂંટણીપંચના ફ્લાઇંગ સ્ક્વોડની ફરિયાદના આધારે કટિહાર જિલ્લાના બારાસોઇ પોલીસ સ્ટેશનમાં સિદ્ધુ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

આ મામલે ઇસીઆઇને એક રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે. આ અગાઉ ભાજપના રાજ્ય યુનિટના અધ્યક્ષ

દેવેશકુમાર સહિત ભાજપના નવ સભ્યના પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં જઇને આ મામલે એક આવેદન આપીને સિદ્ધુ સામે એફઆઇઆર કરવાની માગણી કરી હતી.

સિદ્ધુએ ચૂંટણી સભામાં મુસ્લિમોને તેઓ આ વિસ્તારમાં બહુમતીમાં હોવાથી એકજૂથ થઇને કૉંગ્રેસને મત આપે તો મોદી સરકારનું કામ તમામ થઇ જાયનું આહવાન કરીને ધર્મના નામે કૉંગ્રેસ માટે મત માગ્યા હતા.

April 18, 2019
bjp_vs_congress.jpg
1min5210

સામાન્ય સંજોગોમાં રાહુલ ગાંધીની જાહેરસભાઓમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા ગાજતાં હોય છે, પરંતુ ગુજરાતમાં પાટણ લોકસભા મતવિસ્તારમાં પાટણમાં ભાજપની જનસસંપર્ક રેલી દરમિયાન ધસી આવેલા પાટીદાર યુવાનોએ જ ચોકીદર ચોર હૈ. ના નારા શરૂ કરી દેતા મામલો બિચક્યો હતો.

અનામત આંદોલન વખતે પાટણ જિલ્લાનું એપી સેન્ટર બનેલા અંબાજી નેળિયા ગામે ભાજપની જનસંપર્ક રેલીનો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો હતો. પાટીદાર યુવાનોએ ભાજપના પ્રદેશ મંત્રીની હાજરીમાં જ ચોકીદાર ચોર હૈ ના નારા લગાવ્યા હતા. પાટીદારાનો વિરોધનો આ વીડિયો વાઈરલ થયો છે. પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પાટણ લોકસભા બેઠકની જનસંપર્ક રેલી જ્યારે ગામના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં પાટીદારોનું ટોળું આવી પહોચ્યું હતું અને તેમણે ભાજપની રેલીનો વિરોધ કર્યો હતો. એક તબક્કે વીડિયોમાં જોવા મળે છે કે સ્થાનિકો ભાજપના વાહનોને વિરોધ વચ્ચેથી આગળ લઈ જવાનો પ્રયાસ કરાવે છે. પાટીદાર અનામત આંદોલન વખતે પાટણમાં વિરોધનું એપી સેન્ટર રહ્યું હતું. લોકસભાની ચૂંટણી સમયે પણ પાટીદારોની નારાજગી જોવા મળી રહી છે.

April 18, 2019
modiinguj.jpg
1min6270

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ચૂંટણી સભાઓ યોજીની કૉંગ્રેસ અને રાહુલ ગાંધી તથા નહેરુ ખાનદાન પર આકરાં શાબ્દિક પ્રહારો કરીને આગામી 23મી એપ્રિલે ગુજરાતની 26 બેઠકોના યોજાનારા મતદાનમાં મોટા પાયે મતદાન કરીને ભલભલાની ગરમી કાઢી નાખવાની લોકોને અપીલ કરી હતી. તેમણે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ એમ ત્રણેય ચૂંટણી સભાઓમાં પુલવામા, ઉરી તેમ જ એર સ્ટ્રાઇકના મુદ્દે કૉંગ્રેસ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.

ઉત્તર ગુજરાતમા હિંમતનગરમાં પહેલી સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 23મી એપ્રિલે ગમે તેટલી ગરમી હોય પણ ગુજરાતીઓએ જંગી મતદાન કરીને ભલભલાની ગરમી કાઢી નાખવાની છે. વહેલી સવારથી જ મતદાન શરૂ થાય અને તડકો વધે તે પહેલાં મહત્તમ મતદાન કરજો. 2019ની ચૂંટણી ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે, ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની લડાઈ છે. આ ચૂંટણી કોણ જીતે અને કોણ હારે તેના માટે નથી તમારા સંતાનોનું ભવિષ્ય કેવું બને તેનો નિર્ણય આ ચૂંટણીમાં આપ સૌએ કરવાનો છે.

મોદીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં કૉંગ્રેસ દ્વારા ક્ધિનાખોરી રાખીને અમિતભાઈ શાહ સહિત અનેક પોલીસ અધિકારીઓ પર ખોટા કેસ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. દસ વર્ષ સુધી ગુજરાતને ખેદાનમેદાન કરવા માટે જે કંઈ પણ થઈ શકે તે કૉંગ્રેસે કર્યું. શું આવા લોકોને દેશમાં રાજ કરવાની તક આપવી જોઈએ? જે લોકો જામીન પર બહાર છે, પાંચ વર્ષમાં આ ભ્રષ્ટ પરિવારને જેલના દરવાજા સુધી લઈ ગયો છું અને હવે બીજા પાંચ વર્ષ માટે આશીર્વાદ આપો તો આ પરીવારને જેલના સળિયા પાછળ જવાના દિવસો પણ આવી શકે છે. આજે કૉંગ્રેસ ગાલીબાજ થઈ ગઈ છે. જૂઠું બોલવું અને ગાળો આપવી એ કૉંગ્રેસનો રોજનો કાર્યક્રમ બની ગયો છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને ગાળો આપવામાં કૉંગ્રેસે કોઈ કસર બાકી રાખી ન હતી.

2014માં ચાવાળો અને હવે આ વખતે ચોકીદાર ચોર છે તેવા શબ્દોનો ઉપયોગ કૉંગ્રેસ કરી રહી છે. જો ભૂલેચૂકે કૉંગ્રેસ આવશે તો ગુજરાતને ખેદાનમેદાન કરી દેશે. ચાર-ચાર પેઢીઓ નેહરુથી રાહુલ સુધી ગરીબી હટાવો…ગરીબી હટાવો…ના નારા આપી રહ્યા છે. કૉંગ્રેસ જ્યારે દેશમાંથી હટી જશે ત્યારે ગરીબી આપોઆપ હટી જશે. આજે ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. 2013માં ભારતનું અર્થતંત્ર વિશ્ર્વમાં અગિયારમાં નંબર પર હતું અને આજે ફક્ત પાંચ વર્ષના ટૂંકા ગાળામાં જ ભારતનું અર્થતંત્ર વિશ્ર્વમાં છઠ્ઠા સ્થાને પહોંચી ચૂક્યું છે. દુનિયાના પ્રથમ ત્રણ સૌથી મોટા અર્થતંત્રમાં પહોંચવાનું લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે નિધાર્રિત કર્યું છે.

April 18, 2019
kamal-haasan-mk-stalin.jpg
1min5550

સત્તાધારી એઆઇએડિએમકેએ બુધવારે ચૂંટણીપંચનો સંપર્ક સાધીને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ડિએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિને પ્રચાર બંધ કરવાના સમય દરમિયાન મીડિયાને સંબોધીને આડકતરી રીતે પ્રચાર કર્યો હતો અને એ રીતે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ સિવાય પક્ષ તરફથી મુખ્ય ચૂંટણી અધિકારી સત્યબ્રત સાહુને એમએનએમના સ્થાપક કમલ હાસને મૂકેલી ચોક્કસ જાહેરાત સહિત અન્ય અનેક ફરિયાદો કરી હતી.

પક્ષના પ્રવક્તા આર એમ બાબુ મુરગાવેલે જણાવ્યું હતું કે સ્ટાલિને એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અન્ય પક્ષના નેતાઓને વખોડયા હતા અને એ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું ગણાય. પ્રચાર બંધ કરવાના સમય મંગળવારે સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો અને સ્ટાલિનનો ઉદ્દેશ મીડિયાને સંબોધીને આડકતરી રીતે પ્રચાર કરવાનો હતો.

આ સિવાય ડિએમકેના નેતા પાસેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવ્યા બાદ ચૂંટણીપંચે વેલ્લોર બેઠક માટેની 18મી એપ્રિલની ચૂંટણી રદ કરી હતી અને એ વખતે સ્ટાલિને ચૂંટણીપંચને વખોડયું હતું. એ વખતે પણ સ્ટાલિને આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ પણ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. કાંચીપુરમમાં સ્ટાલિને મતદારોને નૉટ લઇને મત આપવાની હાકલ કરી હતી. એ પણ આચારસંહિતાનો ભંગ કર્યો ગણાય.

કમલ હાસનના પક્ષ તરફથી 16મી એપ્રિલે અખબારોમાં આપવામાં આવેલી જાહેરાતમાં ન હોવા જોઇએ એવા ફોટાઓ હોવાથી કમલને એ જાહેરાતો બંધ કરવા માટેનો આદેશ આપવાની માગણી પણ ચૂંટણીપંચ સમક્ષ પક્ષે કરી હતી.

April 17, 2019
jet.jpg
1min6830

આર્થિક ભીંસમાં સપડાયેલી જૅટ ઍરવેઝની ઇન્ટરનેશનલ ફલાઇટ્સની સર્વિસ અચાનક બંધ થયા બાદ લોકોની વેકેશનની યોજના પડી ભાંગી છે. છેલ્લી ઘડીએ એડવાન્સમાં બુક કરાવેલી ફલાઇટની ટિકિટો રદ થતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ખાનગી કંપનીઓએ તેના ભાવમાં એકાએક વધારો કરતા અનેક પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઇ છે. હાલમાં વેકેશનની સિઝન ચાલુ હોવાથી ફલાઇટની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ જ અન્ય ઍરલાઇન્સના ભાડા પણ તુલનામાં વધુ છે, તેને કારણે ટ્રાવેલ્સ કંપનીઓએ તેના ટૂરના પૅકેજના ભાવ વધારી દીધા છે. પરિણામે લોકોને તેના ખિસ્સામાંથી વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા હોવાથી તેમનું આર્થિક બજેટ પણ ખોરવાયું છે.

એપ્રિલથી જૂન મહિનો એ વેકેશનનો સમયગાળો હોય છે. શાળા-કૉલેજમાં રજા હોવાથી મોટા ભાગના લોકો સહપરિવાર બહારગામ અથવા દેશ-વિદેશમાં પોતાની મેળે અથવા ટૂર્સ એન્ડ ટ્રાવેવ્સ મારફત ફરવા માટે જતા હોય છે. આ સમયગાળામાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને ફલાઇટની ટિકિટો પણ પ્રમાણમાં મોંઘી થાય છે. તેને કારણે અનેક લોકો અગાઉથી જ ફલાઇટની ટિકિટ બુક કરાવીને રાખતા હોય છે, જેથી કરીને તેમને વધુ પૈસા ન ચૂકવવા પડે. જોકે, જૅટ ઍરવેઝે છેલ્લી ઘડીએ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ રદ કરતા અનેક પ્રવાસીઓની વેકેશનની યોજના અટવાઇ પડી છે. અનેક લોકો પર બહારગામ પહોંચ્યા પછી પાછા ફરવા માટે મોંઘી ટિકિટ ખર્ચવાની નોબત આવી છે.

આ અંગે એક પર્યટન કંપનીના જણાવ્યા અનુસાર પર્યટન કંપનીઓ એકસાથે અનેક પર્યટકોની વિમાનની ટિકિટ આરક્ષિત કરતી હોય છે. એવામાં છેલ્લી ઘડીએ ફલાઇટ રદ થતા નવેસરથી ટિકિટ કાઢવાનું ખર્ચાળ પડે છે. ટૂરના ખર્ચમાં વધારો થતા અમારે પણ પર્યટકો પાસેથી પૈસા વસૂલવા પડે છે. જો એમ ન કરીએ તો અમારે નુકસાન વેઠવાનો વારો આવે. જૅટની પરિસ્થિતિનો ફટકો આગામી એકાદ બે વર્ષ સુધી પર્યટન વ્યવસાય પર પડવાની શકયતા છે.

દરમિયાન એક પ્રવાસીએ તેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે સિંગાપુર જવા માટે જૅટની ટિકિટ 27 હજાર રૂપિયામાં મળે છે. જોકે, આવી પરિસ્થિતિમાં ઍર ઇન્ડિયા અને સિંગાપુર ઍરલાઇન્સની ટિકિટ છેલ્લી ઘડીએ 72 હજાર રૂપિયા પર ગઇ. તેને કારણે બીજી કંપનીના વિમાન મારફત ચેન્નઇ દ્વારા પ્રવાસ કરવો પડ્યો. સવા પાંચ કલાક માટે 12 કલાક પ્રવાસ કરીને હાલાકી ભોગવવી પડી હોવાથી પ્રશાસન સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

April 17, 2019
siddhu.jpg
1min11200

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચાર માટે આવેલા કૉંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ દક્ષિણ ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો ખોલીને મિમિક્રી સાથે શાબ્દિક પ્રહારો કર્યા હતા. અબ કી બાર મોદી સરકારના સૂત્ર સામે સિદ્ધુએ વ્યંગ્ય કરતા કહ્યું હતું કે, અબ કી બાર , બસ કર યાર.. ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે. કૉંગ્રેસ દ્વારા પણ ગુજરાતમાં તેમના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુની સભા યોજવામાં આવી છે. વાપીમાં સિદ્ધુએ કાળા નાણા અને 156 લાખ જમા થવાની વાત પર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. સભા દરમિયાન સિદ્ધુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઠેકડી ઉડાવીને આગવી શૈલીમાં પીએમ મોદીના ભાષણની નકલ કરી હતી. કાળાં નાણાં મુદ્દે પ્રહાર કરતા સિદ્ધુએ મોદીને જૂઠ્ઠા નંબર વન ગણાવતા તેમણે કહ્યું હતું કે, એક પાઈ પણ કાળું ધન પાછું આવ્યું હોય તો હું રાજનીતિ છોડી દઈશ. તો પોતાના શાયરાના અંદાજમાં સિદ્ધુએ અબ કી બાર મોદી સરકારના સૂત્રની હાંસી ઉડાવતા કહ્યું કે, અબ કી બાર બસ કર યાર.

April 17, 2019
mitish_modi_pic.jpg
1min13430

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ભાવિ વાઇસ પ્રેસિડેન્ટ માટે આગામી તા.21મીએ યોજાનારી ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતિષકુમાર સન્મુખલાલ મોદી શહેરના ઉદ્યોગોને કનડતા પ્રશ્નો, સમસ્યાઓ ખાસ કરીને જીએસટીને સ્પર્શતા મુદ્દાઓના નિરાકરણ માટે ટ્રબલ શૂટર બની શકે તેમ છે. ટેક્સેશન વિષયમાં એક્સપર્ટ તરીકે જાણીતા મિતિષ મોદી ટેક્સટાઇલ, ડાયમંડ, એન્જિનિયરિંગ, ફૂડ એન્ડ એગ્રો, કેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, રીયલ એસ્ટેટ, બાંધકામ ઉદ્યોગ વગેરેની ભૂતકાળની સમસ્યાઓ દરમિયાન પણ ઉપયોગી સૂચનો કરી ચૂક્યા છે. આમેય હાલમાં મિતિષ મોદી સ્થાનિક ઉદ્યોગપતિઓ અને તંત્રવાહકો વચ્ચે સમજૂતિ માટે કડીરૂપ બની રહ્યા છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન મિતિષ મોદીએ જણાવ્યું હતું કે તેઓ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે લઇ જવા માટે કટિબદ્ધ છે. તેઓ માને છે કે દક્ષિણ ગુજરાતમાં ચેમ્બરએ અલગ ભાત પાડી છે હવે સમય આવી ગયો છે કે ચેમ્બરના વહીવટને આંતર રાષ્ટ્રીય ફલક પર લઇ જવામાં આવે અને તે માટે હું સતત પ્રયાસો કરીશ.

મિતિષ મોદીનું સૌથી મોટું જમા પાસું એ છે કે તેઓ ક્યારેય કોઇપણ વિવાદમાં આવ્યા નથી. બિનવિવાદી વ્યક્તિત્વ, મૃદુભાષી એવા મિતિષભાઇ મોદી માટે કહેવાય છે કે સ્વયંભુ ઉદ્યોગપતિઓ સમર્થન આપી રહ્યા છે. 1992માં મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)માં મેનેજિંગ કમિટીમાં જોડાયા બાદ સતત સક્રિય રહ્યા અને ગત તા.17-18 વર્ષ માટેની ચેમ્બરની ટેક્સેશન કમિટીમાં તેઓએ ચેરમેન તરીકે અનેક મુદ્દાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

સ્પષ્ટ વક્તા હોવાના કારણે મિતિષ મોદી સૌને સ્વીકાર્ય બની રહ્યા છે. સૌને સાથે લઇને ચાલવાની કાબેલિયત અને ક્ષમતા ધરાવતા મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) વાઇસ પ્રેસિડેન્ટ બન્યા બાદ તમામ ઉદ્યોગોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આયોજનબદ્ધ આગળ વધવાની યોજના ધરાવી રહ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ પદ માટે ના મજબૂત ઉમેદવાર શિક્ષિત – વિઝનરી – ડેડીકેટેડ -સૌને સાથે લઈને ચાલનારા – નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા મીતીશ એસ. મોદી ના ચૂંટણી કાર્યાલયનું ચેમ્બરના સભ્યો ની હાજરીમાં એક માત્ર જંગી બહુમતીના એજન્ડા ના ઉદઘોષ સાથે દીપ પ્રાગટ્ય એપીએમસીના ચેરમેન શ્રી રમણભાઈ જાની ના હસ્તે કરવામાં આવ્યું.

April 17, 2019
dinesh_navadia_pic.jpg
1min7190

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદ માટે આગામી તા.21મી એપ્રિલે યોજાઇ રહેલા મતદાન પૂર્વે હીરા ઉદ્યોગપતિ એક વિઝનરી લિડર તરીકે ઉભરી રહ્યા છે. ભવિષ્યમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) કેવી રીતે વર્કિંગ કરશે એ અંગે સ્પષ્ટ વિઝન સાથે તેઓ મતદારોને મળી રહ્યા છે. દિનેશ નાવડીયા હાલમાં જીજેઇપીસીના ચેરમેન છે, અગાઉ તેઓ ડાયમંડ એસોસીએશન ઉપરાંત વરાછાની અનેક મોટી સંસ્થાઓમાં વહીવટકર્તા રહી ચૂક્યા છે. આમ એક સંસ્થાને લિડરશીપ પૂરી પાડવાનો અનુભવ દિનેશ નાવડીયાને એક વિઝનરી વ્યક્તિત્વ તરીકે પ્રોજેક્ટ કરે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે બાંધકામ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને ચોક્કસ દિશા આપવામાં તેમની વિચારધારા અને ભાવી રણનીતિ ચેમ્બરના ઉદ્યોગપતિઓને પ્રભાવિત કરી રહી છે.

ઉમેદવારી અંગે ભ્રામક સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદની યોજાઇ રહેલી ચૂંટણીમાં એક એવી હવા ઉભી કરવામાં આવી છે કે તટસ્થ ઉમેદવાર દિનેશ નાવડીયાની મેનેજિંગ કમિટીની મિટીંગોમાં પૂરતી હાજરી ન હોઇ, તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. હકીકતમાં આ મુદ્દા પર હજુ સુધી ચૂંટણી કમિટીએ કોઇ નિર્ણય લીધો નથી પરંતુ, દિનેશ નાવડીયા સામે ઇરાદાપૂર્વક એક ઝુંબેશ ચલાવવામાં આવી છે. હકીકતમાં તેમનું ઉમેદવારીપત્ર ચૂંટણી કમિટીએ કાયદેસર રીતે મંજૂર કર્યું છે. નીતિન ભરૂચાએ દિનેશ નાવડીયા સામે કરેલી ફરીયાદ પરત્વે ચૂંટણી કમિટીએ હજુ સુધી કોઇ જ નિર્ણય કર્યો નથી. દિનેશ નાવડીયા ખેલદીલીપૂર્વક ચૂંટણી લડી રહ્યા છે અને એ અટલ ઉમેદવાર તરીકે છેવટ સુધી લડી લેશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદની હાલ યોજાઇ રહેલી ચૂંટણીમાં તટસ્થ ઉમેદવાર તરીકે જાણીતા ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશભાઇ નાવડીયા માટે હાલ અનુકૂળ વાતાવરણ સર્જાય રહ્યું છે. હીરા ઉદ્યોગ ઉપરાંત બાંધકામ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, સર્વિસ ક્ષેત્ર વગેરેમાંથી આગેવાનો તેમના સમર્થનમાં અને પ્રચારમાં મંડી પડ્યા છે.

તા.17મી એપ્રિલ 2019ની સવારે ચેમ્બર ઓફ કોમર્સની ઉપપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ નાવડિયાએ પોતાના સમર્થકોની સાથે ઈચ્છાનાથ સ્થિત એસ.વી.એન.આઈ.ટી. કોલેજથી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું હતું. જેને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો.

મંગળવાર, તા. ૧૬ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ રાત્રે ૯ કલાકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાડી, વરાછા રોડ, સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ નાવડિયાના સમર્થનમાં જાહેર સભા મળી હતી.

જેમાં ડાયમંડ, ટેક્ષટાઈલ, રીયલ એસ્ટેટ તેમજ અન્ય ધંધા – ઉદ્યોગના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી શ્રી દિનેશભાઈ નાવડિયાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ સભામાં વિવિધ ઉદ્યોગના અગ્રણી હાજર રહ્યા હતા. જેની યાદી નીચે મુજબ છે.

• ટેક્ષટાઈલ ઉદ્યોગના અગ્રણીઓ

શ્રી ભરતભાઈ ગાંધી – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી

શ્રી પ્રફૂલ્લભાઈ શાહ – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી

શ્રી રસિકભાઈ કોટડિયા

શ્રી અશોકભાઈ જીરાવાલા – ફોગવાના પ્રમુખ

શ્રી પ્રવિણભાઈ ડોંગા – માંગરોળ તાલુકા ઇન્ડ. એસો.ના મંત્રી

શ્રી સંજયભાઈ દેસાઈ

શ્રી મહેન્દ્રભાઈ રામોલિયા – સચીન ઇન્ડ. સોસા.

• રીયલ એસ્ટેટ ઉદ્યોગના અગ્રણીઓ

શ્રી વેલજીભાઈ શેટા – નેશનલ ક્રેડાઈના પ્રતિનિધિ

શ્રી જસમતભાઈ વિડીયા – સુરત ક્રેડાઈના ચેરમેન

શ્રી વિજયભાઈ ધામેલિયા – સુરત ક્રેડાઈના મંત્રી

શ્રી કેયુરભાઈ ખેની – અગ્રણી બિલ્ડર

• ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ

શ્રી સી.પી. વાનાણી – સુરત ડાયમંડ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ

શ્રી દેવશીભાઈ ભડિયાદરા – સુરત ડાયમંડ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ

• ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ

શ્રી બી. એસ. અગ્રવાલ – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી

શ્રી કાનજીભાઈ ભાલાળા – વરાછા કો.ઓપ. બેંકના ચેરમેન

શ્રી હરિભાઈ કથિરીયા – લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ

શ્રી નિખિલભાઈ મદ્રાસી – માજી માનદ્ મંત્રી

શ્રી રમેશભાઈ વઘાસીયા

શ્રી મનિષભાઈ કાપડિયા

શ્રી કમલેશભાઈ ગજેરા

શ્રી જયંતીભાઈ સાવલિયા

શ્રી ગણપતભાઈ ધામેલિયા

શ્રી પરેશભાઈ લાઠિયા

શ્રી ભરતભાઈ સોની

શ્રી અંકિત કલથિયા

• સામાજિક અને રાજકીય મહાનુભાવો

શ્રી જનકભાઈ બગદાણાવાલા – માજી ધારાસભ્ય શ્રી

શ્રી વજુભાઈ માવાણી – માજી ડેપ્યુટી મેયર શ્રી

શ્રી દિલીપભાઈ બુહા – જય જવાન નાગરિક સમિતિ

ડૉ. છગનભાઈ વાઘાણી

ડૉ. સંજય નાકરાણી

શ્રી ફારૂકભાઈ ચાંદીવાલા

માનનીય સંત શ્રી સુફી બાવા

નિખિલ મદ્રાસી

નિખિલ મદ્રાસીએ શું અપીલ કરી

તાકાત હોય તો સામી છાતીએ લડીને બતાવો. કાયદાનો આધાર લઈને તમારી અશક્તિને છતી નહિ કરો.

આપ સૌ જાણો છો તેમ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પદની ચૂંટણી રવિવાર, તા. ૨૧ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ ના સમયગાળા દરમિયાન, સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાવાની છે.

ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી દિનેશભાઈ નાવડિયાની ઉમેદવારીને કાયદાકીય રીતે પડકારવામાં આવી રહી છે. છેલ્લી ૩ મેનેજીંગ કમિટીમાં આ મુદ્દો જોરશોરથી હું એટલે કે નિખિલ મદ્રાસી અને સંજય પંજાબીએ ઉઠાવ્યો હતો. પરંતુ છેલ્લી સભામાં અમોને એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી ૩ મિટીંગથી સતત જે મેનેજીંગ કમિટીના સભ્ય ગેરહાજર રહ્યા હોય તેનું મેનેજીંગ કમિટીનું સભ્યપદ બંધારણ મુજબ, આપોઆપ રદ થઈ જાય તેવી જોગવાઈનો વ્યવહારુ અમલ શક્ય નથી.

જો આ કલમનો અમલ કરવો જ હતો તો જયારે આ માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેનો અમલ કેમ નહિ કર્યો? અને જયારે આજે હાર દેખાઈ રહી હોય ત્યારે આવા ત્રાગા કરવા એ શોભતું નથી.

વર્તમાન પરિસ્થિતિમાં શહેરના બે મહત્વના ઉદ્યોગો ડાયમંડ અને ટેક્ષટાઈલ, અનેક વિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યા હોય તેવા સમયે આ ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપવા માટે સક્ષમ અને બાહોશ ઉદ્યોગપતિની જ જરૂરિયાત છે. તે વાત સૌએ સમજી લેવી જરૂરી છે. શહેરના તટસ્થ ૧૭ ઉદ્યોગપતિઓએ બોલાવેલી સમાધાન મિટીંગમાં આ વર્ષે શ્રી દિનેશભાઈ નાવડિયા ચૂંટણી લડે તેવો નિર્ણય લેવાતા અનેકના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ વિઘ્ન સંતોષી બનીને વાતાવરણ દોહળાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આવા તત્વોને સૌએ ઓળખી લેવાની જરૂર છે અને કોઈ પણ સક્ષમ સત્તાધીશ સમક્ષ ચેમ્બરની રજૂઆત અસરકારક રીતે કરી શકે તેવા લીડર શ્રી દિનેશભાઈ નાવડિયાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેની હું નમ્ર અપીલ કરું છું.

આભાર – નિખિલ મદ્રાસી