CIA ALERT

Blog - Page 525 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 2, 2019
cbse_logo.jpeg
2min10720

સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા માર્ચ 2019માં લેવામાં આવેલી ધો.12 સાયન્સ, કોમર્સ, હ્યુમેનિટીઝ તમામ પ્રવાહોની રાષ્ટ્રવ્યાપી અને આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવેલી પરીક્ષાનું પરીણામ આજરોજ તા.2 મે 2019ના રોજ ઘોષિત કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.

સીબીએસઇની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ ડાઉનલોડ કરી શકશે. સમગ્ર દેશના ઇતિહાસમાં સી.બી.એસ.ઇ. દ્વારા સૌથી વહેલું પરીણામ ઘોષિત કરવાનો પણ વિક્રમ આ સાથે જ રચાઇ જશે.

CBSE Class 12th Result 2019 releasing today

The Central Board of Secondary Education (CBSE) is going to announce the Class 12 results today (Thursday, May 02, 2019) on the official portal – cbse.nic.in. The CBSE Class 12 result 2019 will be declared at 12.15 PM today at a press conference scheduled to be held at the Conference Hall, 2nd Floor, CBSE, HQ, Preet Vihar, Delhi. The CBSE Board had conducted the annual examination for class 10 and class 12 in the month of February-March 2019.

A total of 31,14,821 candidates had registered for Class 10 and Class 12 board examination this year including 28 transgender. The exams were held at 4,974 centres across India and 78 centres abroad.
Where to check the CBSE Class 12th Board exam result 2019?

The results of CBSE Class 12 Arts, Science and Commerce students will be released on the official website of the Board – cbse.nic.in. The students who appeared for the class 12 exam 2019 can also check their result on other websites like – cbse.examresults.net, cbseresults.nic.in and results.gov.in.

The students who appeared for the CBSE Class 12 annual board examination 2019 can follow the steps given below to download the result
1) Open the results portal of the CBSE Board – cbseresults.nic.in
2) On the homepage, you will find a link – “CBSE Board Class 12 results 2019”, click on the link
3) It will redirect to the results page
4) Now, enter your roll number, select the stream and submit
5) Your result will be shown on the screen
6) Download it or take a print out of the same for further reference

 

May 2, 2019
24-7_purple.png
1min6550

રાજ્યમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલની જાહેરાત પ્રમાણે 1 મેથી રાજ્યમાં 24 કલાક દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને 24 કલાક તમામ સામાન મળી રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી પણ વધવાની વાત નીતિન પટેલે કરી છે. આ સાથે જ દુકાનદારોને દર વર્ષે રજિસ્ટ્રેશન કરવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

પહેલી મેના દિવસે નાણાંમંત્રી નીતિન પટેલે ઔપચારિક રીતે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. જેનો આજથી અમલ શરૂ થઈ જશે. રાજ્યભરની દુકાનો, મૉલ્સ, પાથરણાં બજારો, દુકાનો, પેટ્રોલ પંપ પણ ખુલ્લા રહેશે.

રાજ્યમાં મતદાન પુરું થયા બાદ ચૂંટણીપંચે મંગળવારે મંજૂરી આપી હતી. જે બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો દાવો છે કે નવા કાયદાથી રોજગારીની તકોમાં વધારો થશે.

May 2, 2019
saurashtra.png
1min5440
સૌરાષ્ટ્રભરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. આ સાથે ઓછા વરસાદના કારણે પશુપાલકોની સમસ્યા પણ વકરી રહી હોવાના પ્રશ્ને ભાજપ સરકાર સામે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ગુજરાતનાં પાણીવાળા કહેવાતાં ઝાલાવાડમાં પણ આ વર્ષે લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. તો ફરેણી ગામે મહિલાઓ રણચંડી બની હતી અને બેડા સરઘસ કાઢયું હતું.
નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. અહીંના ડેમમાંથી જ સૌરાષ્ટ્ર – કચ્છ અને ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવતું હોવથી પાણીયારું કહેવાય છે પરંતુ ઓણસાલ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ભાગોમાં ત્રીજા દિવસે પાણી મળી રહ્યું હોવાથી ઝાલાવાડ પંથકના લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સિવાય ચોટીલાના ડોસલી ધૂના, લોમા કોટડી, મેવાસા, બામણબોર, જીવાપર, ગુંદાળા, ગારીડા સહિતનાં 26 ગામના લોકોની હાલત તો એટલી કફોડી બની છે કે ત્યાં ટેન્કરથી અને તે પણ અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સૌરાષ્ટ્રમાં પાંચાળ પંથકથી ઓળખાતા બાબરા તાલુકાનાં પાણી અને ઘાસચારાના પ્રશ્ને તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ખેડૂતો અને આમ જનતા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને મામલતદારને આવેદન પાઠવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં બાબરા-લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા કોંગ્રેસ મોવડી પ્રભાતભાઇ કોઠીવાળાએ જણાવ્યું હતું.
ધોરાજીમાં પાંચ-છ દિવસે પાણી વિતરણ થતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે આજે ફરેણી રોડ પર મહિલાઓએ રણચંડી બનીને બેડા સરઘસ કાઢયું હતું. આ સાથે પાણી આપોના નારા સાથે ફરેણી રોડ પર ચક્કાજામ કર્યું હતું અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાને પાણી પૂરું પાડતા આણંદપર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેથી નર્મદા અથવા ઓઝત-2 ડેમમાંથી આણંદપર ડેમમાં પાણી ઠાલવવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

લીંબડીમાં કચ્છના હિજરતી પશુપાલકો બેહાલ

કચ્છથી અંદાજે સાત માસ પહેલા સહપરિવાર સેંકડો પશુપાલકોએ 400 જેટલા માલઢોર સાથે હિજરત કરીને લીંબડીના જનશાળી અને મિઠાપુર ગામે આશરો લીધો છે. ગ્રામજનોએ પશુઓ માટે અવેડા બનાવી દીધા છે અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ હાલ ઝાલાવાડ પંથકમાં પાણી વિતરણની અવ્યવસ્થાનાં કારણે સ્થાનિકો સાથે હિજરતી પશુપાલકો પણ બેહાલ બન્યા છે.

બેટ દ્વારકામાં સવા મહિનાથી પાણીની વિકટ સમસ્યા

યાત્રાધામ બેટ દ્વારકામાં સવા મહિનાથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. દ્વારકામાં સ્થાનિક કોઈ પાણીનો સ્રોત ન હોવાથી લોકોની સાથે યાત્રાળુઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેટ દ્વારકામાં રાજાશાહી વખતના નવ જેટલાં તળાવ આવેલાં છે. જેમાંથી રતન તળાવ, પાર તળાવ અને રણ તળાવ પર જમીન માફિયાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવતા આ પાણી પણ સ્થાનિકોને મળવાનું બંધ થઈ ગયું છે. પાણીની સમસ્યા અંગે નગરપાલિકાના ચિફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દૈનિક ત્રણ લાખ લીટર પાણીની જરૂરિયાત સામે પાણી પુરવઠા દ્વારા અનિયમિત પચ્ચાસ હજાર લીટર જ પાણી આપવામાં આવે છે. આ અંગે પાણી પૂરવઠા ડે. ઇજનેરે જણાવ્યું હતું કે, ઉપરથી જ નર્મદાનાં નીર પૂરતાં પ્રમાણમાં આવશે ત્યારે બેટ દ્વારકામાં નિયમિત અને પૂરતું પાણી આપીશું.
May 2, 2019
gst.jpg
1min5270

ગત એપ્રિલ મહિનામાં ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની વસૂલી માર્ચ મહિનાના રૂ. 1.06 લાખ કરોડ સામે વધીને રૂ. 1.13 લાખ કરોડની વિક્રમ સપાટીએ રહી હોવાનું નાણાં મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે.

મંત્રાલયના જણાવ્યાનુસાર ગત એપ્રિલ મહિનામાં જીએસટી પેટેની કુલ વસૂલી રૂ. 1,13,865 કરોડની સપાટીએ રહી હતી. જેમાં સેન્ટ્રલ જીએસટી પેટે રૂ. 21,163 કરોડની, સ્ટેટ જીએસટી પેટેની રૂ. 28,801 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી પેટે રૂ. 54,733 કરોડ અને રૂ. 9168 કરોડ સેસનો સમાવેશ થતો હતો. ગત 30 એપ્રિલ સુધીમાં વેચાણનાં રિટર્ન જીએસટીઆર3બી ફાઈલ કરનારની સંખ્યા 72.13 લાખની રહી હતી. વર્તમાન નાણાકીય વર્ષ 2019-20ના પહેલા અથવા તો એપ્રિલ મહિનામાં થયેલી જીએસટીની વસૂલી અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ રહી હતી. તેમ જ એપ્રિલ 2018ની સરખામણીમાં થયેલી રૂ. 1,03,459 કરોડની વસૂલી સામે 10.05 ટકાની આકર્ષક વૃદ્ધિ થઈ હોવાનું યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે સરકારે આઈજીએસટીનાં રેગ્યુલર સેટલમેન્ટમાંથી રૂ. 20,370 કરોડ સીજીએસટી પેટે અને રૂ. 15,975 કરોડ એસજીએસટી પેટે સેટલ કર્યા છે. આ ઉપરાંત કેન્દ્ર પાસે રહેલા બેલેન્સમાંથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની 50:50ની સરાસરીની જોગવાઈ અનુસાર સરકારે રૂ. 12,000 કરોડ પણ સેટલ કર્યા હતા.

એકંદરે એપ્રિલ મહિનામાં રેગ્યુલર અને પ્રોવિઝનલ સેટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહેસૂલી આવક સીજીએસટીની રૂ. 47,533 કરોડની અને એસજીએસટીની રૂ. 50,776 કરોડની રહી હતી. નાણાકીય વર્ષ 2019-20 માટે સરકાર સીજીએસટી પેટે રૂ. 6.10 લાખ કરોડ, 1.01 લાખ કરોડ કોમ્પેન્શેસન સેસ અને આઈજીએસટી પેટે રૂ. 50,000 કરોડની વસૂલીની ધારણા મૂકી છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2018-19માં સીજીએસટી વસૂલી રૂ. 4.25 લાખ કરોડ રહી હતી, જ્યારે કોમ્પેન્સેસન સેસની વસૂલી રૂ. 97,000 કરોડ કરતાં વધુ રહી હતી. વધુમાં ગત મહિનાની જીએસટીની મહેસૂલી આવક વર્ષ 2018-19ની સરેરાશ માસિક રૂ. 98,114 કરોડની સરખામણીમાં 16.05 ટકાની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

May 2, 2019
Labor-1280x850.jpg
1min13790

સમગ્ર દેશમાં ખેતી પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે એક અભ્યાસ મુજબ દરરોજ કામના સ્થળે 38 જેટલા કામદારોના અકસ્માતે મોત થાય છે. વિશ્ર્વ કામદાર સ્મૃતિ દિને આ બાબત જાહેર થઈ હતી કે, સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગમાં બોર્ડની સ્થાપનાને લઈને ગુજરાતભરમાં અત્યાર સુધી 990 મજૂરોના મોત નિપજ્યા હતાં. જેમાંથી માત્ર 44 જેટલા કામદારોના પરિવારોને રૂ. 82 લાખની સહાય અપાઈ હતી.

જ્યારે રાજ્યમાં વિવિધ બાંધકામ દરમિયાન 2018માં 144 બાંધકામ સાઈટ પર અકસ્માતો સર્જાયા હતા. જેમાં 137 કામદારોના મોત નીપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં બાંધકામ મજૂર સંગઠને રાજ્યના વિવિધ જિલ્લામાંથી આરટીઆઈના માધ્યમથી કામદારોના અકસ્માત અને મોતના આંકડા મેળવ્યા હતાં જેમાં જામનગર જિલ્લો અને સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આંકડા ઉપલબ્ધ થયા ના હોઈ આમાં સામેલ નથી.

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કામદારોના કલ્યાણ માટે સેસ કલેકશનરૂપે રૂ. 2200 કરોડની જંગી રકમ એકઠી કરી છે, પરંતુ તેમાંથી નજીવું કહી શકાય તેવી રીતે માત્ર 44 કામદારોના મોતના કિસ્સામાં જ પીડિત પરિવારોને સહાય ચૂકવી છે.

કુલ આંકડા મુજબ 990 મોત અને 415 ઈજાગ્રસ્ત થયા હતા. કામદાર સંગઠનના મુજબ રાજ્યમાં જેટલા પણ અકસ્માતના કેસ બને છે તેમાં માત્ર જાણવાજોગ નોંધ થાય છે. મોટાભાગના કિસ્સામાં કોઈ જ એફઆઈઆર થતી નથી. બાધકામક્ષેત્ર અકસ્માતનો ભોગ બનતા મજૂરો મોટા ભાગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ તેમજ પરપ્રાંતીય શ્રમિક હોય છે. અકસ્માતને પગલે મજૂરોના આશ્રિતો વળતર માટે વલખા મારવા પડે છે. જો રાજ્ય સરકારના શ્રમયોગી બોર્ડ દ્વારા ક્ધસ્ટ્રકશન સાઈટ પર નોંધાયેલા મજૂરના અકસ્માતે મૃત્યુના બનાવમાં આશ્રિતોને રૂ. 3 લાખ આપવાની અને બોર્ડમાં નોંધાયેલા ન હોય તેવા શ્રમિકને રૂપિયા દોઢ લાખ આપવામાં આવે તો મજૂરોના પરિવારજનોને વલખા મારવા ન પડે. આમ મજૂરોને સરકાર દ્વારા કાયદા પ્રમાણે યોગ્ય વળતર મળી રહે તેવી અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ મજૂરના હિતમાં આજદિન સુધી આવ્યો નથી.

May 2, 2019
modi_budget.jpg
1min5630

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યાથી 25 કિમી. દૂર ગોસાઈગંજમાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે ત્રાસવાદના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે સપા-બસપા જોડાણ અને કૉંગ્રેસ ત્રાસવાદના મામલે હળવું વલણ અપનાવે છે. તેમણે પોતાના સંબોધનમાં રામમંદિર બાબરી મસ્જિદ વિવાદનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે જય શ્રીરામનો નારો તો લગાવ્યો હતો પણ રામમંદિર મુદ્દે કઈ ઉલ્લેખ કર્યો ન હતો.

એસપી અને બીએસપી યુતિએ બાબાસાહેબ આંબેડકર અને રામમનોહર લોહિયાના નામનો ગેરઉપયોગ કર્યો છે. ગરીબો માટે આ પક્ષોએ કંઈ કર્યું નથી. અમારી સરકાર જ ગરીબો વિશે વિચારે છે. માયાવતીજી આંબેડકરના આદર્શ વિરુદ્ધના કામ કરે છે. સમાજવાદી પક્ષ લોહિયાનું નામ દરેક જગ્યાએ લે છે, પરંતુ તેમના આદર્શોનું આચરણ કરતા નથી.

આ બંને પક્ષની રાજ્યમાં સરકાર હતી તે વખતે કાયદો-વ્યવસ્થા પડી ભાંગી હતી.

રામાયણ સર્કિટ હેઠળ ટૂરિસ્ટ સ્પોટ અહીં વિકસાવાશે, એમ તેમણે કહ્યું હતું.

May 2, 2019
fani.jpg
1min6170

ઓડિશામાં ‘ફોની’ નામના વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને લશ્કર સહિતના સંરક્ષણ દળોને સાબદા કરાયા હતા અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ અપાયો હતો. ઓડિશા ઉપરાંત આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને પશ્ર્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાની માઠી અસર થવાની શક્યતા છે. મંદિરોનાં શહેર જગન્નાથ પુરીમાં ત્રીજી મેએ બપોરે વાવાઝોડું કલાક દીઠ 175થી 200 કિલોમીટરની ઝડપે ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં નૌકાદળ, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને અગ્નિશામક દળના જવાનોને તેમ જ મુલકી વહીવટીતંત્રને સંભવિત વાવાઝોડાથી સર્જાનારી તારાજીનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના અપાઇ હતી. દરમિયાન, ચૂંટણી પંચે કુદરતી આફતની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી કરવા માટે આચારસંહિતાની કેટલીક જોગવાઇ હળવી બનાવી હતી.

અગાઉ, મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ચૂંટણી પંચને રાજ્યમાંના કાંઠાના બધા જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતા ઉઠાવી લેવા વિનંતિ કરી હતી. પુરીમાંથી પર્યટકોને સલામત સ્થળે જતાં રહેવાની સૂચના અપાઇ હતી.

May 2, 2019
political_parties.jpg
1min6450

રાજકીય પક્ષો તેમના દ્વારા કરવામાં આવેલા ખર્ચની જાહેરાત કરે તેને લગતી માર્ગદર્શિકાનો અમલ થાય તેની ખાતરી કરવાની તેમની સત્તા અંગે જાણકારી આપતું સોગંદનામું દાખલ કરવાનો દિલ્હી હાઈ કૉર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો.

ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ એ. જે. ભામ્ભાનીએ સોગંદનામું રજૂ કરવાની ચૂંટણી પંચને છેલ્લી તક આપી હતી અને કહ્યું હતું કે જો ચૂંટણી પંચ એમ કરવામાં નિષ્ફળ જશે તો કૉર્ટ આદેશ બહાર પાડશે.

આ બાબત છેલ્લાં પાંચ વર્ષથી અનિર્ણિત પડી રહી હોવાની તેમ જ આ મામલે સોગંદનામું દાખલ કરવા ચૂંટણી પંચને ફેબ્રુઆરીમાં આદેશ આપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેમણે તેનો અમલ ન કર્યો હોવાની કૉર્ટે નોંધ લીધી હતી. અરજકર્તા એનજીઓ અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી કૉર્ટમાં હાજર રહેલા ઍડવોકેટ અરવિંદ નિગમે દલીલ કરી હતી કે રાજકીય પક્ષો આવકવેરાનું રિટર્ન ફાઈલ નથી કરતા, પરંતુ છૂટનો દાવો કરે છે માટે આ મામલે દરમિયાનગીરી કરવી જરૂરી છે.

આ મામલે આગામી સુનાવણી માટે 16 જુલાઈ મુકરર કરવામાં આવી છે.

May 2, 2019
congress.jpg
1min6400

અમારો પક્ષ સત્તા પર આવશે તો મહિલાઓને સંસદના બંને ગૃહ, રાજ્ય વિધાનસભા અને કેન્દ્ર સરકારની નોકરીઓમાં 33 ટકા આરક્ષણ આપશે એવું વચન કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ બુધવારે આપ્યું હતું.

ન્યૂનતમ આય યોજના ‘ન્યાય’ અંગે બોલતા તેમણે કહ્યું હતું કે આ માટેના રૂપિયા અનિલ, નિરવ, વિજય, મેહુલ અને નરેન્દ્ર જેવા લોકો પાસેથી આવશે.

મહારાષ્ટ્રમાં ભાજપના વડપણ હેઠળની સરકાર હોવા છતાં બુધવારે થયેલા નક્સલવાદી હુમલાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

મધ્ય પ્રદેશની હોશંગાબાદ લોકસભા બેઠક માટે પિપારિયા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા તેમણે ‘ન્યાય’ યોજના હેઠળ લોકોને લઘુત્તમ વેતન આપવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

May 2, 2019
masood1.jpg
1min6840

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)એ બુધવારે (01/05/2019) પાકિસ્તાનમાંના જૈશે મહંમદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્ર્વિક ત્રાસવાદી’ જાહેર કર્યો હતો. અગાઉ, ચીને મસૂદ અઝહરને બ્લૅકલિસ્ટ કરવાની (કાળી યાદીમાં મૂકવાની) દરખાસ્ત સામે પોતાના દ્વારા ટૅક્નિકલ કારણ આપીને ઊભું કરાયેલું વિધ્ન દૂર કરતા માર્ગ મોકળો થયો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાંના ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કર્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક પ્રતિબંધ માટેની યાદીમાં મૂકવા માટેની કાર્યવાહીમાં ટેકો આપનારા દેશોના આભારી છીએ.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરતા હવે તેની અસ્કયામત સ્થગિત કરાશે અને તેના પર (અન્ય દેશમાં) મુસાફરી કરવા પર તેમ જ તેને શસ્ત્રો અને ભંડોળ આપવા પર પ્રતિબંધ મુકાશે. ફ્રાંસ, યુકે અને અમેરિકાએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. ચીન આ દરખાસ્ત સામે ટૅક્નિકલ કારણ રજૂ કરીને અવારનવાર વિઘ્ન નાખતું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રતિબંધ મૂકતી સમિતિના સભ્યો સર્વસંમતિથી નિર્ણય લે છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે પણ તાજેતરમાં બીજિંગ ખાતે જણાવ્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્તનો મુદ્દો સલાહમસલતથી જલદી ઉકેલીશું.

અગાઉ, ચીને જૈશે મહંમદના વડાને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત સામે છેલ્લે 13મી માર્ચે વિઘ્ન નાખ્યું હતું અને તે પસાર થતાં અટકાવી હતી.

મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવા માટેની ચોથી દરખાસ્ત 13મી માર્ચે રજૂ કરાઇ હતી. જૈશે મહંમદના વડા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં છેલ્લાં દસ વર્ષથી પ્રયાસ થઇ રહ્યા છે. ભારતે આવી એક દરખાસ્ત 2009માં જાતે રજૂ કરી હતી અને તે પછી 2016માં આવી વધુ એક દરખાસ્ત અમેરિકા, ફ્રાંસ અને યુકેના ટેકાથી રજૂ કરાઇ હતી.