CIA ALERT

Blog - Page 486 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 29, 2019
deosurat.gov_.in_.png
1min10660

તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત શહેર જિલ્લાના શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા સરકારી તંત્રો હરકતમાં આવ્યા છે અને નીતિ નિયમો વિરુદ્ધ ચાલી રહેલી શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ આજે સુરતના અડાજણ વિસ્તારમાં રોહાઉસની જગ્યામાં ઉભી કરી દેવામાં આવેલી રામાનંદાચાર્ય પ્રાથમિક શાળામાં ચાલી રહેલી અનેક ગેરરીતિઓ તેમજ ત્રુટિઓને પગલે આ સ્કુલની માન્યતા રદ કરી દેવા માટે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને ભલામણ કરી દીધી છે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ આ મુજબની ભલામણ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને કરી છે.

સ્કુલનું પૂરું નામ શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાભવન છે. આ સંસ્થા મૂળ પરેશ પટેલ કે જેઓ હાલમાં સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા નરથાણ ગામ ખાતે સંસ્કારકુંજ જ્ઞાનપીઠ નામથી શાળા ચલાવી રહ્યા છે, એમણે સ્થાપના કરી હતી. બાદમાં તેમણે સ્કુલનું સંચાલન અન્ય ટ્રસ્ટીઓને સોંપ્યું હતું, જેમાં અનેક ગેરરીતિઓ થયાની ફરીયાદોના પગલે સ્થાનિક શિક્ષણાધિકારી કચેરીએ તપાસ હાથ ધરતા પ્રથમ દર્શી નજરે જ અનેક ક્ષતિઓ જણાય આવી હતી. જેને પગલે શિક્ષણાધિકારીએ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને સ્કુલની માન્યતા રદ કરી દેવા માટે લેખિતમાં ભલામણ કરી દીધી છે.

June 29, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9690

’જય શ્રી ગોપાલલાલ મહારાજશ્રીની સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરત’ નિર્મિત પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલીના પાટોત્સવના ૨૫ વર્ષ પૂરા થતાં ટ્રસ્ટ આયોજીત પાટોત્સવ મિતિ રજત મહોત્સવ વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ ના ભાગરૂપે આજ રોજ સવંત ૨૦૭૫,  જેઠ વદ દશમ તારીખઃ- ૨૮/૦૬/૨૦૧૯ શુક્રવારના રોજ શ્રી જમુનેશ મહાપ્રભુજીનો ૩૪૯માં જન્મદિન રૂપી ઓચ્છવમાં સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ સુંદર સત્સંગ સાથે કુંજવારા (છપ્પનભોગ) તેમજ રાત્રે ઢાઢીલીલા નું સુંદર આયોજન કરવામા આવ્યું હતું. જેમાં હજારો વૈષ્ણવોએ જન્મોત્સવ નો લાભ લઈ આનંદ અને ખુશી વ્યકત કરી હતી.

પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલી – કતારગામ, સુરત ટ્રસ્ટના પ્રમુખશ્રી નાગજીભાઈ જે. પટેલ તથા મંત્રીશ્રી જસમતભાઈ એન. વિડિયા તથા સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરતના સેવાકાર્યમાં જોડાયેલ વૈષ્ણવો ભીખાભાઈ ઈટાલિયા, વશરામભાઈ શેટા, પ્રવિણભાઈ કાકડિયા, હિંમતભાઈ સવાણી, ભરતભાઈ ઈટાલિયા (ઢાઢીશ્રી), ભીમજીભાઈ મીયાણી, બટુકભાઈ જીવાણી, લક્ષ્મણભાઈ મોરડિયા, હિંમતભાઈ બેલડિયા સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ કરેલ સુંદર આયોજન સાથે સેવાકાર્યની સુરત સૃષ્ટિના વૈષ્ણવો થકી પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, તેમજ સુરત સૃષ્ટિ ટ્રસ્ટે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં અથાગ પરિશ્રમ કરનાર સ્વયં સેવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

June 29, 2019
monsoon.jpg
1min4800
રાજ્યભરમાં ખેતીલાયક વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છે ત્યારે ગોંડલ, અંકલેશ્વર જેવા તાલુકાઓમાં વધારે વરસાદ પડવાના કારણે ખેતરોની પાળ તૂટી ગઈ છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાને લીધે વાવણીમાં સમસ્યા ભોગવી રહ્યા છે. આ સિવાય શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કિસ્સા સામે આવ્યા હતા.
ગુજરાતમાં વરસાદી માહોલ : 97 તાલુકાઓમાં 7 ઈંચથી સુધીનો વરસાદ
97 તાલુકાઓમાં 7 ઈંચથી સુધીનો વરસાદ

ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ક્યાંક ધીમીધારે તો કયાંક મુશળધાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. ભરૂચના અંકલેશ્વર તાલુકામાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 24 જિલ્લાના 97 તાલુકાોમાં વરસાદ યથાવત્ છે. જ્યારે 29 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ગુજરાતભરમાં વરસાદની મહેર જોવા મળી છે.

દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 172 મિ.મી, ભરૂચમાં 118 મિ.મી વરસાદ વરસ્યો હતો જ્યારે સુરતના કામરેજ અને માંગરોળમાં અનુક્રમે 110 મિ.મી અને 105 મિ.મી વરસાદ પડ્યો હતો. સુરતના પલસાણામાં 66 મિ.મી., ભરૂચના વાલીયામાં 64 મિ.મી., નવસારીના ગણદેવીમાં 63 મિ.મી., છોટાઉદેપુરના ક્વાંટમાં 59 મિ.મી. વરસાદ વરસ્યો છે.

June 29, 2019
diamond.png
1min4660
વૈશ્વિક સ્તરે ફેલાયેલી મંદીની અસર હીરા-ઝવેરાત ઉદ્યોગને થઇ છે. ગત વર્ષે ભારતીય મૂળની ટોચની હીરાની પેઢીએ અમેરિકામાં નાદારી નોંધાવી હતી. ચાલુ વર્ષે ભારતીય મૂળની વધુ એક ટોચની જ્વલેરી પેઢીએ અમેરિકામાં નાદારી નોંધાવતાં હીરાઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લગભગ  60 મીલીયન ડોલરની નાદારી નોંધાવે તેમ છે.
2006માં પાર્ટનરશીપથી ધંધાની શરૂઆત કરનાર હીરાનાં આ ધંધાર્થીએ જોત-જોતમાં મોટું સાહસ ખેડયું હતું. આ કંપનીએ મુંબઈ, સુરત ઉપરાંત હોંગકોગ અને ન્યુયોર્કમાં મોટી ઓફિસો ઉભી કરી હતી. ભારતીય મૂળની અમેરિકા સ્થિત કંપની લૂઝ ડાયમંડ, જેમ સ્ટોન અને બ્રાન્ડેડ જ્વેલરીનું મોટું કામ કરતી હતી.
થોડા જ વખતમાં આ કંપનીનાં માથે દેવું વધી જતાં ધ સધર્ન ન્યૂયોર્ક કોર્ટમાં નાદારી નોંધાવવા માટે અરજી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કંપની 60 મિલીયન ડોલરમાં નાદારી નોંધાવશે. કંપનીએ નાદારી નોંધાવવા માટે અરજી કરતાં સુરત અને મુંબઈનાં હીરાબજારમાં સોપો પડી ગયો છે.
ભારતીય મૂળની કંપનીની અમેરિકામાં નાદારીની ઘટનાનાં પડઘા સુરત અને મુંબઈમાં પડયા છે. પરંતુ, વર્ષે દહાડે હીરાઉદ્યોગમાં નાની-મોટી થઈને કેટલીય કંપનીઓ અંદાજે રૂા. 1 હજાર કરોડનાં ઉઠમણાં કરે છે.
પીએનબી બેન્કનાં લોન કૌભાંડ બાદ હીરા-ઝવેરાત ઉદ્યોગને બેન્કો તરફથી મળતી સુવિધાઓમાં મોટી કપાત આવી છે. જેનાં કારણે કંપનીઓની મૂડીનું ધોવાણ સતત થઈ રહ્યું છે. ટોચની હીરાની પેઢીઓને ટકી રહેવા માટે દબાણનો અનુભવ થઈ રહ્યો છે.
June 29, 2019
sebi.png
1min12810

તાજેતરની ક્રેડિટ કટોકટીમાં અનેક ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને ફટકો લાગ્યા બાદ સેબીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નિયમો કડક બનાવ્યા છે. આ ઉપરાંત પ્રમોટર્સના શેર પ્લેજિંગ માટે ડિસ્ક્લોઝરના નિયમો ચુસ્ત બનાવવા, ડિફરન્શિયલ વોટિંગ રાઇટ્સ સાથેના શેર ઇશ્યૂ કરવાના નિયમોમાં સરળતા અને ઊંચી રોયલ્ટી પેમેન્ટ માટે શેરહોલ્ડરની મંજૂરી લેવા સહિતના નિયમો સેબીના બોર્ડ દ્વારા લેવાયા હતા.

સેબીએ મ્યુચ્યુઅલ ફંડની લિક્વિડ સ્કીમ્સમાં ઓછામાં ઓછો 20 ટકા હિસ્સો સરકારી સિક્યોરિટી અને રોકડ જેવી લિક્વિડ એસેટ્સમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. લિક્વિડ સ્કીમ્સના રોકાણકારો સાત દિવસની અંદર એક્ઝિટ કરે તો તેના પર એક્ઝિટ લોડ લાગુ થશે.

સેબીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે તેમના રોકાણના ઓછામાં ઓછા ચાર ગણું સિક્યોરિટી કવર ફરજિયાત કર્યું છે જ્યારે હાલમાં આ નિયમ માત્ર 1.5 ગણાથી 1.7 ગણા કવરનો છે. રેગ્યુલેટરે લિક્વિડ અને ઓવરનાઇટ સ્કીમ્સને શોર્ટ ટર્મ ડિપોઝિટ અને સ્ટ્રક્ચર્ડ ઓબ્લિગેશન્સ હોય તેવી મની માર્કેટ સાધનોમાં રોકાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ માત્ર લિસ્ટેડ એનસીડીમાં રોકાણ કરી શકશે.

સેબીના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું કે, અમે કોઈ સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટને માન્ય રાખતા નથી. મ્યુચ્યુઅલ ફંડ્સ બેન્કો નથી તેથી તેમાં સ્ટેન્ડસ્ટીલ જેવું કંઈ હોતું નથી. તેઓ ધિરાણ કરવાના બદલે રોકાણ કરી રહ્યા છે. ઉદ્યોગમાં વધારે શિસ્ત લાવવા માટે આ કરવામાં આવ્યું છે.

June 29, 2019
dgvcl.jpeg
1min15140

ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થતાની સાથે વીજકરંટ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે સુરતમાં શુક્રવારે વીજપોલ પાસેના આવેલ થાભંલાને અડતા વીજ કરંટ લાગવાથી યુવતીનુ ઘટનાસ્થળે મોતને ભેટી હતી. સુરતના પુણાના નર્વેદન સાગર સોસાયટી પાસે એક યુવતી પસાર થઈ રહી હતી. ત્યારે યુવતીએ રસ્તા પાસે આવેલા વીજ થાંભલાને પકડી પાડતા તેને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ ઘટનાના સમયે પાસેથી પસાર થતી અન્ય યુવતીએ બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠાં થઈ ગયા હતા. અને ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં ડીજીવીસીએલ સામે ફરીયાદ નોધાવામાં આવી યોગ્ય કાર્યવાહીની યુવતીના પરિવારજનોએ માગ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઇ હતી. જેમાં વીજ થાંભલા પાસેથી અનેક લોકો પસાર થાય છે પરંતુ કમભાગી યુવતી તેની પાસેથી પસાર થાય છે અને વીજ થાંભલાને પકડી પાડે છે. આ ઘટનાના પગલે કોર્પોેટર અને જીઇબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ ઘટના બાદ સુરતમાં ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી હતી અને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવી ડીજીવીસીએલ સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી ડીજીવીસીએલ સામે યોગ્ય કાર્યવાહીની યુવતીના પરિવારજનોએ માંગ કરી હતી.

 

June 29, 2019
rajkot_new-water.jpg
1min8820

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી મેઘ મહેરથી હવે રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ડેમો અને જળાશયોમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ છે.

રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં છેલ્લી 24 કલાકમાં 36 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 99 એમએમ વરસાદ નોંધાયો હતો. ન્યારી-1 ડેમમાં 24 કલાકમાં 26 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 56 એમએમ વરસાદ નોંધાયો હતો. છાપરવાડી-2 ડેમમાં 24 કલાકમાં 03 એમએમ વરસાદ નોંધાયો હતો.

શુકવાર સવાર સુધીમાં કુલ 68 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ અત્યાર સુધીમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વાવાઝોડા બાદ પડેલા વરસાદને લઇને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. ઉપરવાસના વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની ત્રણ નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. નદીના પાણીમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

સિઝનનો વરસાદ હજુ બાકી હોય ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડતા જ જિલ્લાની તમામ નદીઓ છલકાઇ જશે તેવી ખેડૂતોમાં આશા સેવાઇ રહી છે. ઉપરવાસનો વરસાદ અને જિલ્લામાં 6 ઇંચ વરસાદ પડતા મધુવંતી, ઓઝત-2 અને વૃજમી નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. મધુવંતી 1.425, ઓઝત-2 7.045 અને વૃજમીમાં 0.229 મીટર સપાટી વધી છે.

દરમિયાન ગીરગઢડા પંથકમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે આ પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે શુક્રવારે સવારે ફરી ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડતા ગીરના તમામ ઝરણાઓ પુનર્જીવિત થયા છે. ગીરગઢડાના કાણકીયા, કણેરી, ફાટસર, ધાબાવડ, દ્રોણ, ઇટવાયા, સહિતના ગામડાઓમાં સવારે મેઘરાજાનું આગમન થયું હતું.

June 29, 2019
rain_forecast.png
1min5650

ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર ડવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, બરોડા, આણંદ, ખંડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે એનડીઆરએફની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે.

June 29, 2019
hearwave.jpg
1min5120

ફ્રાંસ, ઇટલી, સ્પેન, જર્મની, ઇંગ્લેન્ડ સહિત યુરોપના દેશોમાં હાલમાં પડી રહેલી ભારે ગરમીને લીધે અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારો શાળા બંધ કરી દેવાઇ હતી.

ફ્રાંસ સહિત યુરોપના દેશોમાં તાજેતરમાં ભારે ગરમી પડી રહી છે. ફ્રાંસના હવામાન ખાતાએ પ્રથમ વખત ગરમીના જોખમની ચેતવણી આપી હતી અને દક્ષિણ ફ્રાંંસના માર્સેલી તેમ જ મોન્ટપીલરની આસપાસના ચાર વિસ્તારમાં ખાસ તકેદારી રાખવાની સૂચના આપી હતી. આ વિસ્તારમાં ગરમી 44 અંશ સેલ્સિયસ (111 ફેરનહીટ) રહેવાની આગાહી કરાઇ હતી.

ફ્રાંસમાં ભારે ગરમીને કારણે અંદાજે 4,000 શાળા બંધ કરી દેવાઇ છે અને સ્થાનિક સત્તાવાળાએ શાળામાં વર્ષાંતે યોજાનારા અનેક કાર્યક્રમ રદ કર્યા હતા.

વડા પ્રધાને સરકાર દ્વારા પૂરતાં પગલાં લેવાઇ રહ્યાં હોવાનો દાવો કરાયો હતો અને જણાવ્યું હતું કે ફ્રાંસમાં ગરમીને કારણે અંદાજે 15,000 લોકો મૃત્યુ પામ્યાં હતાં. ફ્રાંસમાં જે શાળા ખુલ્લી રખાઇ છે ત્યાં વિદ્યાર્થીઓને ઠંડક મળે તે માટે વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે.

પેરિસની પાસે કોલમ્બસમાં વિક્ટર હ્યુગો પ્રાથમિક શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગરમી ન લાગે એ માટે વર્ગોમાં ભણાવવાનું બંધ કર્યું છે અને તેઓને મેદાનમાં છાપરા નીચે ભણાવે છે. આ ઉપરાંત, શાળાઓમાં ઠંડક મળે એ માટે પાણી પણ છાંટવામાં આવે છે.

એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે હું બાળકોને પાઠ્યપુસ્તકો સાથે મેદાનમાં લઇ જાઉં છું અને ત્યાં છાપરું ગોઠવીને તેની નીચે બેસાડું છું.

ઇટલીના 16 શહેરમાં ભારે ગરમીને લીધે પર્યટકોને જાહેરમાં પાણી વહેંચાયું હતું.

વાયવ્ય સ્પેનનમાં ભારે ગરમીથી એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું.

બર્લિનમાં તોફાનીઓ સામે વપરાતી વૉટર કેનન (પાણીની તોપ)નો ઉપયોગ સાર્વજનિક વિસ્તારમાં ઠંડક વધારવા કરાય છે.

June 29, 2019
surat_youth.jpg
1min4810

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના વાડી ફળિયા ખાતે રહેતા ફેનિલ ઠક્કર, કૃણાલ કોસાડીયા, જેનિસ પટેલ યુવકોનું ઉત્તરાખંડની નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. આ સાથે તેને બચાવવા કૂદેલા અન્ય બે મિત્રોનો હજુ સુધી પતો લાગ્યો નથી. તેમની શોધખોળ ચાલી રહી છે.

સુરતના વાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની યાત્રાએ ગયા હતા. તેઓ શુક્રવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં રિવર રાફ્ટિંગ માટે પહોંચ્યા હતા. તે દરમિયાન ફેનિલ ઠક્કર નામનો યુવક નદીમાં લપસી પડ્યો. આ દરમિયાન ફેનિલને બચાવવા માટે તેના અન્ય બે મિત્ર જેનીસ પટેલ અને કૃણાલ કોસાડીયા પણ નદીના વહેતા પાણીમાં કૂદી પડ્યા હતા. નદીનું વહેણ એટલું હતું કે એક ને બચાવવા માટે પડેલા બીજા બંને યુવકો પણ તણાઈ ગયા હતા. મોડી સાંજે એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે બીજા બેની શોધખોળ ચાલી રહી હતી.

થોડા કલાક બોદ ફેનિલ ઠક્કરનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો. જ્યારે જેનીસ અને કૃણાલની શોધ હાથ ધરવામાં આવી પરંતુ મોડી રાત સુધી તેમનો પત્તો લાગ્યો નહોતો. સુરતના 3 યુવાનો ડુબી જવાની ઘટનાને કારણે વાડીફળિયા સમેત સમગ્ર સુરતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.