Blog - Page 461 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 15, 2019
independence-day-dp.jpg
1min16670

જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35-એ નાબૂદ કર્યા બાદ આજરોજ ગુરુવાર 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતવર્ષમાં સ્વાતંત્રપર્વની’ પ્રથમ ઉજવણી હર્ષોલ્લાસભેર અને રંગેચંગે થઇ રહી છે. સ્વતંત્રતા પર્વની સાથે ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પણ થઇ રહી છે. એકલા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ખૂણેખૂણે વસતા ભારતીયો બન્ને પર્વોને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે.

એ પૂર્વે આતંકવાદી હુમલાની દહેશતના પગલે સુરત, અમદાવાદ સહિત દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરાયું હતું. દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે’ જ્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તેમજ અમદાવાદના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગુજરાતમાં તમામ મોટા શહેરોના પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.બીજી તરફ કચ્છ સરહદ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

August 15, 2019
medical.jpg
1min9430

MBBS ના વિદ્યાર્થીઓ માટે નાયબ મુખ્યપ્રધાન નીતનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડોટકરોએ ફરજીયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી તે ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે.

મેડીકલ વિદ્યાર્થીઓએ 5 લાખ રૂ.ના બોન્ડ ઉપરાંત હવેથી 15 રૂ. લાખની વધારાની બેંક ગેરન્ટી 300 રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર અલગથી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડોકટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેઓએ 20 લાખ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં ભરવાના રહેશે. પૈસા ભર્યા બાદ જ ગુજરાતમાં ખાનગી પ્રેકટીસ કરવા માટેનું પ્રમાણપત્ર મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ તેઓ પ્રેકટીસ કરી શકશે.

તેમણે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 5360 એમ.બી.બી.એસ.ની બેઠકો ઉપર તથા આયુર્વેદિક પદ્ધતિની તમામ બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ નવા નિયમોનો અમલ આ વર્ષથી જ થશે. જે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહેલ છે અને જેઓએ 5 લાખના બોન્ડ ભરી દીધા હોય અને આ નવા નિયમોનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને પણ આનો લાભ મળશે. તેઓએ આ વર્ષે 15 લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે એટલે લાભ મળતો થઇ જશે.

નીતિનભાઇએ જણાવ્યું હતું કે, સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે મેડીકલ કોલેજના ડીનને 20 લાખના બોન્ડ રજુ કરવાના રહેશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ સિવાય ફરજીયાત એક વર્ષની ગ્રામ્ય સેવાની બાહેંધરી પણ આપવાની રહેશે. 20 લાખના બોન્ડની સામે 5 લાખની બેંક ગેરન્ટી અથવા મિલકતની ગેરન્ટી આપવાની રહેશે. જેનો સમયગાળો 7 વર્ષનો રહેશે. જરૂર જણાય તો સમયગાળો લંબાવવાનો રહેશે.

બોન્ડ માટે વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઇપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત 3 વર્ષથી 40 કરોડથી વધુ ડીપોઝીટ ધરાવતી રાજ્યની કોઇપણ નાગરિક સહકારી બેંક ગેરન્ટી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ અતિ ગરીબ હોય અને તેના મા-બાપ કે પરિવાર પાસે કોઇ મિલકત ન હોય કે બેંક ગેરન્ટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરન્ટી અથવા મિલકત બેંક ગેરન્ટીમાંથી મુક્તિ મળી રહેશે. જે અંગેની તમામ સત્તા રાજ્ય સરકાર હસ્તક રહેશે.

આવા વિદ્યાર્થીઓ રૂા.20 લાખના બોન્ડની બાંયધરી 300ના નોટરાઇઝડ’ સ્ટેમ્પ પેપર ઉપર આપવાની રહેશે.

ઓલ ઇન્ડીયાના ક્વોટાની બેઠકો’ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ જોગવાઇઓ લાગુ પડશે નહીં તથા અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને પ્રવર્તમાન બોન્ડની પોલીસી મુજબ 3 વર્ષની ગ્રામીણ સેવાઓ બજાવવાની જોગવાઇઓનો વિકલ્પ આપવાનો રહેશે.

August 15, 2019
ambaji_temple-1280x720.jpg
1min8300

ભાદરવી પૂર્ણિમાના મેળાને અનુલક્ષીને માતાજીના દર્શનનો સમયે વધારવામાં આવ્યો હતો.

સાત દિવસ ચાલનારા મેળા દરમિયાન દૂરદૂરથી પગપાળા ચાલીને માઈભક્તો અંબાજી દર્શને આવશે ત્યારે ભક્તો સવારે સવા છ વાગ્યાથી લઈને મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે.

સવારે સવા છ વાગ્યાથી લઈને મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી માતાજીના દર્શન

અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મેળો આવતા મહિને તા.૮મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહુતિ ૧૪ સપ્ટેમ્બરે થશે. દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઊમટશે એમ માનવામાં આવે છે ત્યારે એ દરમિયાન માત્ર સાંજના સમયે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી મંદિર બંધ રખાશે અને તે દરમિયાન સફાઈ કામગીરી કરાશે.

તા.૮મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહુતિ ૧૪ સપ્ટેમ્બરે

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાથેની બેઠકમાં મેળા દરમિયાન એક્સપાયરી ડેટનો માલ વેચાતો હોવાની અને ધર્મશાળાઓમાં ભાડા વધારી દેવાતા હોવાની ફરિયાદ ઊઠવા પામી હતી. તાજેતરમાં અમદાવાદના કાંકરિયા સ્થિત ડિસ્કવરી રાઈડ્સનો કાંડ થયો હતો તેવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા ખાસ અનુરોધ કરાયો હતો.

ઉપરાંત આ વખતે મેળા દરમિયાન મંદિરમાં પ્રસાદના કાઉન્ટર વધારવા તેમ જ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં સુધારો કરવા માગ કરાઈ હતી. પોલીસ વિભાગ દ્વારા યાત્રીઓને પોલીસમિત્ર બની સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ભાદરવી પૂનમે ૩૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાનમાંં લઈને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરાશે. મેળામાં ઝૂમિંગ સીસીટીવીથી નજર રાખશે.

August 15, 2019
presiden_medals.jpg
1min6730

૧૫મી ઑગસ્ટ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ. દેશ માટે આગવું યોગદાન આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને પોલીસ અને ફાયર તેમ જ હોમગાર્ડના જવાનોનું સન્માન કરાશે.

૧૫મી ઑગસ્ટના ગુરુવારે થનારા સન્માન કાર્યક્રમમાં ગુજરાતના ૧૩ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે ૧, પ્રશંસનીય કામગીરી માટે ૧૨ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત ૧ ફાયર જવાન અને હોમગાર્ડના ૪ જવાનોનું પણ સન્માન કરવામાં આવશે.

ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ઇન્ટેલિજન્સ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શૈલેષ દેવીપ્રસાદ રાવલને શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

ઉપરાંત શબીર અલી સૈયદ કાઝી, ડીવાયએસપી, કચ્છ ગાંધીધામ,

રજનીકાન્ત લાખાભા સોલંકી, ડીવાયએસપી, પેટલાદ ડિવિજન, આણંદ,

ભરતસિંહ જાડેજા, ડીવાયએસપી આણંદ ડિવિજન, આણંદ,

આકાશ મનહરભાઇ પટેલ, પોલીસ કમિશનર, ટ્રાફિક બી ડિવિજન, અમદાવાદ,

પીયુષ પ્રાગજીભાઇ પિરોજિયા, ડીવાયએસપી વેસ્ટર્ન રેલવે અમદાવાદ,

પ્રતિપસિંહ અજિતસિંહ ઝાલા, ડીવાયએસપી પાલિતાણા, ભાવનગર,

મુકેશચંદ્ર મણીલાલ પટેલ, ડીવાયએસપી ચેલા, જામનગર,

નેરશકુમાર રનાજી સુધાર, પીએસઆઇ પોલીસ ભવન, ગાંધીનગર, અમદાવાદ

નો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ ફાયર કામગીરી માટે પ્રતાપસિંહ સજ્જનસિંહ દેવડાની પસંદગી કરવામાં આવી છે.

August 14, 2019
CIA_Live_Logo_New2.jpg
3min14900

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિલ ચાહતા હૈ કે પછી ઝિંદગીના મિલેગી દૌબારા જેવી બોલીવુડની ફિલ્મોની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં જીવવા જઇ રહ્યા છે સુરતના બે મિત્રો.

આ છે સંજય રામાણી, જેઓ તેમના મિત્ર સાથે ભારતના સીમાડાઓના ભ્રમણની બે વર્ષ લાંબી 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળી રહ્યા છે.
આ છે શતાબોર્તા નંદી, જેઓ તેમના મિત્ર સંજય રામાણી સાથે સાથે ભારતના સીમાડાઓના ભ્રમણની બે વર્ષ લાંબી 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળી રહ્યા છે.

આ બે મિત્રોમાં એકનું નામ છે સંજય રામાણી અને બીજા મિત્ર છે સટાબોર્તા નન્દી. બન્ને વ્યવસાયે આર્કિટેક્ટ છે. બન્ને દેખાવે ઓલિયા ટાઇપ એટલે કે વાળ દાઢી અને બહુ ઓછા બૂટ-શૂટમાં જોવા મળે એવા. બન્ને ઇન્ટેન્સ નેચર લવર અને એટલે જ તેમણે એક જીવતી વારતાં જીવવાનો અવસર ઉભો કર્યો. આવતીકાલ તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા પર્વથી આ બન્ને સુરતી મિત્રો એક જીવતી વારતાં જીવવા નીકળી પડશે.

વાત જાણે એમ છે સંજય રામાણી અને શતાબોર્તા નંદી બન્ને સુરતથી નીકળીને ભારતની તમામે તમામ સરહદો પછી ભલે એ સમુદ્રી કિનારે હોય, કોઇ દેશને અડીને આવેલી હોય કે પછી એ સરહદ હિમાલયમાં હોય, ઇનશોર્ટ ભારતની બોર્ડરની પરીક્રમા કરશે, આ પરીક્રમા કરતા તેમને બે વર્ષ જેટલો સમય નીકળી જશે. જીપ્સી જીપમાં તેઓ ભારતની સરહદોની અંદાજે 25 હજાર કિ.મી.ની પરીક્રમા કરશે.

શું કામ ભારતની પરીક્રમા કરશે બે સુરતી મિત્રો

સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારતીય સરહદોના સીમાડાઓ એટલા માટે ખૂંદવા જઇ રહ્યા છે કેમકે તેમણે ભારતમાં પર્યાવરણ જનજાગૃતિનો સંદેશ ફેલાવવો છે. તેમની આ યાત્રાનો હેતુ ભારતની સરહદોની માટી માંથી 300 રનિંગ મીટર લાંબા કેન્વાસ પર એક સોઇલ આર્ટ તૈયાર કરીને વિશ્વને સમર્પિત કરવાનો તેમનો પ્લાન છે. આ સોઇલ આર્ટ સંજય કે શતાબોર્તા નહીં દોરે પણ એ દોરશે ભારતીય સરહદો પર રહેતા ત્યાના લોકલ બાળકો, આ સોઇલ આર્ટમાં કલર હશે પણ એ કલર ભારતના સિમાડાઓની માટીના જ હશે. એવું લાગે છે કે વિશ્વનું આ સૌથી મોટું સોઇલ આર્ટને પણ આકાર આપવા માટે સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારત પરીક્રમણ પર નીકળી રહ્યા છે.

આ નકશા પરથી ખબર પડે છે કે સંજય રામાણી અને શતાબોર્તા નંદીના ભારત પરીક્રમણનો 25 હજાર રનિંગ કિ.મી. લાંબો રૂટ

સુરતના બે આર્કિટેક્ટ મિત્રો, સંજય રામાણી અને શતાબોર્તા નંદી તા.15મી ઓગસ્ટ 2019થી પર્યાવરણ જનજાગૃતિ અભિયાન અન્વયે વિશ્વનું સૌથી મોટું સોઇલ આર્ટ રચવા માટે ભારતના સીમાડાઓના ભ્રમણે નીકળી રહ્યા છે.
સંજય રામાણી અને શતાબોર્તા નંદી, બે સુરતી મિત્રો ભારતની તમામ સરહદો પર ફરીને ત્યાના બાળકો પાસે 300 મીટર લાંબા કેન્વાસ પર ત્યાંની માટીથી જ આર્ટ દોરાવશે. આ 300 મીટર લાંબુ કેન્વાસ સુરતમાં તૈયાર કરાવાયું છે, આ કેન્વાસના હેન્ડલિંગ માટે ખાસ ટ્રેનિંગ લેવી પડી છે

15મી ઓગસ્ટ 2019ના રોજ ભારતની સરહદોની પરીક્રમા શરૂ કરશે

સંજય રામાણી અને શતાબોર્તા નંદી પર્યાવરણ જનજાગૃતિ માટે અને ભારતની પ્રત્યેક સરહદો પરની માટીમાંથી એક 300 મીટર લાંબુ વિશ્વનું સૌથી મોટું સોઇલ આર્ટ રચવા માટે તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા દિવસે સુરતથી પ્રસ્થાન કરશે. તેઓ જીપ્સી ગાડી તેમની સાથે લઇ જઇ રહ્યા છે. યાત્રા દરમિયાન તેઓ સોશ્યલ મિડીયાથી બિલકુલ કટઓફ થઇ જશે. ફક્ત તેમના મોબાઇલ ફોન કાર્યરત રહશે.

Brief in English

A national art journey – a ‘Parikrama’, that will bring awareness towards climate via soil art painting, in the youth of India, and also to benefit numerous under-privileged children in our country.

Two men carrying an empty canvas scroll of 300 metres are taking a 2 year long parikrama of India, travelling 25000 kms through various places.

Wherever they go, the children of those places will paint this canvas with soil extracted from their local land.

This mega soil-artwork will spread global awareness on Climate Conservation through Indian Art and Culture.

August 14, 2019
CIA_Live_Logo_New2.jpg
6min11580

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એમબીબીએસ કોલેજો વાર પ્રવેશની સ્થિતિ (C.I.A. Live)
પ્રકારફીકુમારકન્યાકુલ
સરકારી25 હજાર8823831265
મ્યુનિસિપલ કોર્પોરેશન5થી 7 લાખ280370650
સેમી ગવર્નમેન્ટ4 લાખ9516491600
સેલ્ફફાઇનાન્સ6થી 15 લાખ8888221710
(C.I.A. Live) 300122245225

સરકારી મેડીકલ કોલેજમાં કેટલા છોકરા કેટલી છોકરીઓને પ્રવેશ મળ્યો

ગુજરાતની એડમિશન કમિટીએ આપેલા પ્રવેશનું એનાલિસીસ કરતા જાણવા મળે છે કે સરકારી મેડીકલ કોલેજ કે જ્યાં સૌથી સસ્તી ફી હોય છે ત્યાં પ્રવેશ મેળવવા માટે નિર્ધારિત મેરીટ મેળવવામાં છોકરીઓ આ વર્ષે નિષ્ફળ નિવડી છે.

  • સરકારી કોલેજોમાં 70 ટકા બેઠકો પર બોયઝ (મેલ), છોકરાઓને પ્રવેશ
  • સરકારી કોલેજોમાં ફક્ત 30 ટકા બેઠકો પર ગર્લ્સ (ફિમેલ), છોકરીઓને પ્રવેશ
  • કુલ 6 સરકારી કોલેજોમાં એમબીબીએસની 1265 બેઠકો (C.I.A. Live)
  • 882 બોયઝ અને 383 ગર્લ્સને સરકારી એમબીબીએસની સીટ પર પ્રવેશ મળ્યો

સેમી ગવર્નમેન્ટ મેડીકલ કોલેજોની સ્થિતિ

અર્ધ સરકારી (સેમીગવર્ન્મેન્ટ) મેડીકલ કોલેજોમાં આ વખતે કુલ 1600 બેઠકો પર ગુજરાત સરકારની એડમિશન કમિટીએ પ્રવેશ ફાળવ્યા છે. જેમાં બોયઝ (મેલ) છોકરાઓની સંખ્યા 951 (59.43 ટકા) જ્યારે ગર્લ્સ (ફિમેલ), છોકરીઓની સંખ્યા 649 (40.56 ટકા) છે. (C.I.A. Live)

ગુજરાતમાં આવેલી મેડીકલ કોલેજોમાં તમામે તમામ બેઠકો પર પ્રવેશ અપાઈ ગયા બાદ સરકારની પ્રવેશ સમિતિએ ઘોષણા કરી દીધી છે કે એમ.બી.બી.એસ.માં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઇ ચૂકી છે હવે એકપણ બેઠક ખાલી પડી નથી.

સૌથી ખર્ચાળ સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની સ્થિતિ

ગુજરાતમાં આવેલી સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની 1710 એમબીબીએસ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 52 ટકા એટલે કે 888 બેઠકો પર બોયઝ (મેલ) છોકરાઓને પ્રવેશ મળ્યા છે જ્યારે 48 ટકા એટલે કે 822 બેઠકો પર ગર્લ્સ (ફિમેલ) છોકરીઓને પ્રવેશ મળી શક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સેલ્ફફાઇનાન્સ મેડીકલ કોલેજોમાંથી એમબીબીએસ કરવું એટલે ઓછામાં ઓછા રૂ.30લાખથી રૂ.80લાખ જેટલો ખર્ચ ફક્ત ફીનો થાય છે. (C.I.A. Live)

2019માં ગુજરાતની તમામ મેડીકલ કોલેજોમાં છોકરા-છોકરીઓની સંખ્યા

કોલેજનું નામ સરકારી કોલેજકુમારકન્યાકુલ
બી.જે. મેડીકલ કોલેજ, અમદાવાદ16848216
વડોદરા મેડીકલ કોલેજ C.I.A.Live15962221
જામનગર મેડીકલ કોલેજ15280232
સુરત મેડીકલ કોલેજ C.I.A.Live 15075225
રાજકોટ મેડીકલ કોલેજ13054184
ભાવનગર મેડીકલ કોલેજ12364187
કુલ સરકારી બેઠકો C.I.A.Live 8823831265
સેમી ગવર્નમેન્ટ કોલેજકુમારકન્યાકુલ
ગોત્રી વડોદરા98102200
સોલા, અમદાવાદ11882200
ગાંધીનગર13466200
પાટણ C.I.A.Live 13466200
વલસાડ C.I.A.Live 10793200
જુનાગઢ11882200
હિંમતનગર11684200
વડનગર C.I.A.Live 12674200
કુલ સેમીગવર્નમેન્ટ સીટ9516491600
મ્યુનિસિપલ કોર્પોરેશન્સકુમારકન્યાકુલ
એન.એચ.એલ. અમદાવાદ104146250
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન99101200
સ્મીમેર, સુરત C.I.A.Live 77123200
કુલ280370650
સેલ્ફ ફાયનાન્સ કોલેજકુમારકન્યાકુલ
કરમસદ મેડીકલ કોલેજ7278150
સીયુ શાહ સુરેન્દ્રનગર6337100
ભૂજ મેડીકલ કોલેજ C.I.A.Live 9159150
જીસીએસ, અમદાવાદ7179150
પારુલ મેડીકલ, વડોદરા7179150
બનાસકાંઠા મેડીકલ કોલેજ12080200
દાહોદ મેડીકલ કોલેજ C.I.A.Live 11090200
નડીયાદ મેડીકલ કોલેજ6585150
વીસનગર મેડીકલ કોલેજ6981150
એમ.કે. શાહ મેડીકલ કોલેજ6882150
અમરેલી મેડીકલ કોલેજ8070150
સેલવાસ મેડીકલ કોલેજ8210
C.I.A.Live Total8888221710
August 14, 2019
sunny.jpg
1min19010
ગુગલ એનાલિટીક્સએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારતીયો ગુગલ સર્ચ એન્જિન પર સૌથી વધુ જો કોઇને સર્ચ કરતા હોય તો એ એક વખતની પોર્ન સ્ટાર અને બાદમાં બોલિવુડની એક્ટ્રેસ બનેલી સન્ની લિયોની છે. સન્ની લિયોનીએ ગુગલ સર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સલમાન ખાનને પણ પાછળ પાડી દીધા છે.

ગુગલ એનાલિટીક્સએ જારી કરેલા રસપ્રદ આંકડાઓ મુજબ ગુગલ સર્ચ પર ભારતીયો જો સૌથી વધુ સર્ચ કોઇને કરતા હોય તો એ છેલ્લા એક વર્ષમાં સન્ની લિયોની છે. સન્ની લિયોની અને તેના વિડીયો માટે ભારતીયોએ કરોડો વખત ગુગલ સર્ચ કર્યું છે.

ગૂગલ ટ્રેડ એનાલિટિક્સ અનુસાર સન્ની સાથે જોડાયેલા મોટાભાગના સર્ચ વીડિયો સંબંધના છે. આ ઉપરાંત તેની બાયોપિક સિરિઝ પણ લોકો શોધી રહયા છે. સન્ની વિશે વધુ સર્ચ પૂર્વોત્તરના રાજય મણિપુર અને આસામમાંથી થાય છે. ટોચ પર બની રહેવા પર સન્ની લિયોનીએ કહયું હું આ સફળતાનો શ્રેય મારા ચાહકોને આપું છું. ગયા વર્ષ સૌથી વધુ સર્ચ થનારી હસ્તીઓની સૂચિમાં સન્ની લિયોની ન હતી. જયારે 2017માં મોસ્ટ સચર્ડ પર્સન હતી.

આશ્ચર્યની વાત એ છે કે ગુગલ સર્ચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજા નંબરે આવે છે અને સલમાન ખાન ત્રીજા નંબરે છે ભારતીયોના સર્ચ લિસ્ટ પર.

ઓગસ્ટ 2019માં પૂરા થતા ચાલુ કેલેન્ડર વર્ષના અત્યાર સુધીના સમયગાળામાં ઇન્ડીયન સર્ચમાં પ્રથમ પાંચમાં ત્રણ સ્થાનો પર બોલીવુડની એક્ટ્રેસ છે, ટોપ ફાઇવમાં બીજા ક્રમે નરેન્દ્ર મોદી અને ત્રીજા ક્રમે સલમાન ખાન છે.

ઇન્ડિયા ગૂગલ સર્ચમાં આ વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થનાર જાણીતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ રાખીને બોલ્ડ હિરોઇન સન્ની લિયોની ટોચ સ્થાને છે.

August 14, 2019
abhinandan-vir-chakra.png
1min7760

દર વર્ષે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કેંદ્ર અને રાજ્ય સરકારો દ્વારા સાહસ, શૌર્ય માટે જુદાજુદા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આવી જ એક જાહેરાતના ભાગરૂપે કેન્દ્ર સરકારે ભારતના નેશનલ હીરો બનેલા વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી છે. પુલવામા હુમલા બાદ પીઓકેમાં ત્રાસવાદી છાવણીઓ પર ભારતની એરસ્ટ્રાઇક્સ વખતે  વિંગ કમાન્ડર અભિનંદને એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. અને તેમનું પણ વિમાન આ ઘર્ષણમાં તૂટી પડ્યું હતું. તેઓ પાકિસ્તાનમાં યુદ્ધ કૈદી તરીકે ઝડપાઇ ગય હતા. એ સમયે તેમણે એક ભારતીય સૈનિકની શાન વધારતા શૌર્યને પ્રદર્શિત કર્યું હતું.

એર સ્ટ્રાઈક બાદની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને કેદ કરી લીધા હતા, પણ ભારતના કુટનીતિ પ્રયાસો બાદ પાકિસ્તાને તેમને છોડવા માટે વિવશ થવું પડ્યું હતું.

અભિનંદન સિવાય સ્ક્વૉડ્રન લીડર મિન્તી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. મિન્તને આ પુરસ્કાર બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સંઘર્ષ દરમિયાન આપવામાં આવેલા યોગદાન બદલ આપવામાં આવ્યો છે.

August 14, 2019
team-india-ap-fb.jpg
1min6800

વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ વન-ડે વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ બીજી મૅચ જીતી લીધા બાદ ભારત આજે ત્રીજી અને છેલ્લી વન-ડે (સાંજે ૭.૦૦થી લાઇવ) રમશે જે જીતીને ભારતીયો ૨-૦થી વ્હાઇટવૉશ કરવા કોઈ કસર બાકી નહીં રાખે.

શિખર ધવન કૅરેબિયનો સામેની ટી-ટ્વેન્ટી સિરીઝમાં માત્ર ૧, ૨૩, અને ૩ રન બનાવી શક્યો હતો તેમ જ બીજી વન-ડેમાં બે રનમાં આઉટ થઈ ગયો હોવાથી હવે તેના પર આજે સફળ થવા માટે જોરદાર દબાણ રહેશે. એ ઉપરાંત, મિડલ-ઑર્ડરમાં રિષભ પંત તથા શ્રેયસ ઐયર વચ્ચે પણ સફળતા માટેની હરીફાઈ થશે. શ્રેયસે ગઈ વન-ડેમાં ૬૮ બૉલમાં ૭૧ રનના યોગદાનનો ઝમકદાર પર્ફોર્મન્સ નોંધાવ્યો હતો.

August 13, 2019
tanuj-1280x960.jpg
1min13980

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગત મે 2019માં લેવામાં આવેલી ફાઉન્ડેશન અને ફાઇનલ્સ પરીક્ષાના પરીણામો આજે સાંજે ઇન્ટરનેટ પરથી જાહેર કરવામાં આવ્યા હતા.

સુરતના ખ્યાતનામ સી.એ. કોચ રવિ છાવછરીયા પાસેથી કોચિંગ લઇને આજરોજ તા.13મી ઓગસ્ટ 2019ના રોજ સી.એ. બનેલા દેશના ટોચના 50 સી.એ. પૈકી ડાબેથી ચેક્સ શર્ટમાં તનુજ રૂઇઆ જેમણે લાન્સર્સ આર્મી સ્કુલમાંથી ધો.12 પાસ કર્યું હતું જ્યારે બ્લ્યુ શર્ટમાં રત્નકલાકાર પરિવારમાંથી આવતા અને આશાદીપ સ્કુલમાંથી ધો.12 પાસ કરનાર યશ છોડવડીયા દ્રશ્યમાન છે.

સુરત સી.એ.નું હબ છે, આખા દેશમાંથી વિદ્યાર્થીઓ સી.એ. બનવા માટે સુરત આવી રહ્યા છે. સુરતમાં સી.એ.નું સૌથી બેસ્ટ કોચિંગ આપતા રવિ છાવછરીયાના અનેક વિદ્યાર્થીઓ આજે સી.એ. ફાઉન્ડેશન અને ફાઇનલ્સમાં પાસ થયા છે.

સી.એ. કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ચલાવતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે તેમની પાસે કોચિંગ મેળવનાર ઉમેદવારો પૈકી બે સી.એ. ફાઇનલ્સ અને એક સી.એ. ફાઉન્ડેશનમાં દેશના ટોચના 50 વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા છે.

સી.એ. ફાઇનલ્સમાં રવિ છાવછરીયા પાસે કોચિંગ લેનાર તનુજ રૂઇઆએ કુલ 562 માર્કસ હાંસલ કરીને આખા ભારતમાં 15મો ક્રમ મેળવ્યો છે જ્યારે વરાછા રોડ પર રત્નકલાકાર પરિવારના વિદ્યાર્થી યશ છોડવડીયાએ સી.એ. ફાઇનલ્સમાં 535 માર્કસ મેળવીને સમગ્ર દેશમાં 24મો ક્રમ હાંસલ કર્યો છે.

તનુજ રુઇઆ લાન્સર્સ આર્મી સ્કુલ ગુજરાત બોર્ડમાંથી ધો.12 કોમર્સ પાસ થયા હતા.

યશ છોડવડીયા નાના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાંથી ધો.12 કોમર્સ પાસ થયા હતા.

સી.એ. ફાઉન્ડેશનમાં રવિ છાવછરીયાનું કોચિંગ મેળવનાર અનેક વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી છે. આ પૈકી આદિત્ય સરાફએ 299 માર્કસ મેળવીને દેશભરમાં ટોપ 50 પૈકી 38મો ક્રમ હાંસલ કર્યો છે.