પોતાના જ્ઞાતિજનો માટે ડો. વિનેશ શાહની મેડીકલ કાર્ડ યોજના : દરેક સમાજને રાહ ચિંધનારી
જ્ઞાતિ સમાજોના બનેલા ભારત દેશમાં જ્ઞાતિ-સમાજના વહીવટકર્તાઓ ઇચ્છે તો સોલિડ અનુકરણીય યોજનાઓથી સામાજિક કલ્યાણનું કાર્ય અન્યો માટે અનુકરણીય રીતે કરી શકે છે. જેમકે સૂરત જ નહીં બલ્કે ગુજરાતમાં મેડીકો-લિગલ એક્સપર્ટ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડો. વિનેશ શાહે પોતાના સમાજ (સાત ગામ વિશા પોરવાડ સમાજ)ના પ્રમુખ બનતાની સાથે જ એક એવી અફલાતૂન મેડીકલ કાર્ડની યોજના લોંચ કરી છે જેમાં સમાજના દરેકે દરેક મેમ્બરને એક મેડીકલ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. મેડીકલ કાર્ડ ધરાવતી સમાજની કોઇપણ વ્યક્તિને મેડીકલ ટ્રીટમેન્ટ મોંઘવારીના જમાનામાં સસ્તા દરે ઉપલબ્ધ બનશે.
સાત ગામ વિશા પોરવાડ બનાસકાંઠા જૈન સમાજના નવનિયુક્ત પ્રમુખ ડો. વિનેશ શાહે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજના લોકોને ઇશ્યુ કરવામાં આવનાર મેડીકલ કાર્ડ પર મળનારી મેડીકલ ટ્રીટમેન્ટ સાથે પ્રથમ તબક્કામાં સૂરત શહેરની જાણિતી મિશન હોસ્પિટલ સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. અહીં ઓપીડી તેમજ અન્ય સુવિધાઓમાં સમાજના લોકોને રાહત દરે સેવાઓ મળશે. આ સમાજના અંદાજે 2 હજારથી વધુ લોકોને મેડીકલ કાર્ડ મળશે.
સાત ગામ વિશા પોરવાડ બનાસકાંઠા જૈન સમાજ સુરત ની ઍવેન્તિસ ફાર્મ ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં સર્વાનુમતે ડો.વિનેશ શાહ ની પ્રમુખ પદે નિમણૂક કરવામાં હતી.
ડો. વિનેશ શાહ ગુજરાતના જાણીતા મેડીકો લીગલ એક્સપર્ટ છે તેઓ જૈન ડૉક્ટર ફેડરેશનના પણ પ્રમુખ છે. તેઓએ જૈન ધર્મના જીવ વિચાર સુધી ધાર્મિક અભ્યાસ કર્યો છે. ડો. વિનેશ શાહે માત્ર બાર વર્ષની ઉંમરે જૈન ધર્મના પાંચ પ્રતિક્રમણના સૌથી મહત્વનું સૂત્ર અતિચાર કે જે લગભગ ૨૨ પાનાં નું હોય છે તે કંઠસ્થ કરી લીધું હતું અને જ્ઞાતિજનો વચ્ચે તેઓ બોલી ગયા હતા.

શૈક્ષણિક તથા ધાર્મિક રીતે સુસજ્જ ડો.વિનેશ શાહની પ્રમુખ તરીકેની નિમણૂંકને જૈન તથા અન્ય સમાજે પણ બિરદાવે છે. ઉપરોક્ત કમિટીના અન્ય પદો માં ઉપપ્રમુખ પદે જિગર શાહ , મંત્રી પદે સંકેત શાહ, સહમંત્રી ચિરાગ શાહ, ખજાનચી બિરેન લાખાણી તથા કમિટીમાં પીન્કેશ ધામી, ધવલ વજાણી, શ્રેયસ શાહ, અમિત શાહ ,સૌરીન શાહ, નીરવ લાખાણી, વિરલ શાહ, કિરણ શાહ તથા સલાહકાર દિલીપ શાહ અશોક શાહ તથા નયન લાખાણી નિમાયા હતા.

આ ઉપરાંત સ્નેહ મિલન સમારોહમાં સમાજના તબીબો ડો. આદેશ શાહ ,ડો. રશ્મિ શાહ ,ડો. સુજલ શાહ, ડો.તેજપાલ ધામી, ડો.ઉત્કર્ષ શાહ વિગેરે તબીબોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ સમાજ ના બધા જ લોકો માટે મેડિકલ કાર્ડ ની ઘોષણા કરાઈ હતી. જેના થકી સમાજના લોકો ને રાહત દરે મેડિકલ સેવા મળી રહે. સમારોહ બાદ પ્રીતિ ભોજન તથા હાઉસી ગેમનું આયોજન કરાયું હતું.

















